অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહિલાઓ માટે ઇન્ટરનેટ સલામતી જાગૃતિ

મહિલાઓ માટે ઇન્ટરનેટ સલામતી જાગૃતિ

સદીઓથી મહિલાઓને શીખવવામાં આવે છે કે સલામત કેવી રીતે રહેવું જોઇએ અને ગોપનીયતા કેવી રીતે જાળવવી જોઇએ. તેમને સામેની વ્યક્તિનાં સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે ઓળખવાનું શીખવવામાં આવે છે જેથી તે પોતાની રક્ષણ કરી શકે. આ પ્રેક્ટિસ સાથે, મહિલાઓ મજબૂત થતી ગઇ અને સ્વનિર્ભર થતી ગઇ. આજનાં સમયમાં મહિલાઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. આજે ઘણી મહિલાઓ ઉદ્યોગ સાહસિક છે અને બીજા માટે નોકરીઓનું સર્જન કરે છે. ઘરનાં જવાબદાર વ્યક્તિ તરીકે મહિલાઓ પોતાના કુટુંબને સલામત રાખે છે, બેંક મેનેજર તરીકે લોકો અને સ્રોતોને મેનેજ કરે છે અને સમાજમાં અન્ય જવાબદાર ભૂમિકા પણ ભજવે છે.

હાલની વિશ્વની આ સ્થિતિ હોવા છતાં, ઘણાંબધાં કિસ્સાઓમાં મહિલાઓ ભોગ બનતી જોવા મળે છે અને તેમને ઘણું દુખ અને નુકસાન, બંને વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક જીવનમાં ભોગવવું પડે છે.

વર્ષો જૂની બદીઓ આજે પણ પ્રેકિટસમાં છે જેમકે છેડતી, ધમકી આપવી વગેરે. આજનાં સાયબર વિશ્વ અને વર્ચ્યુઅલ વિશ્વએ મહિલાઓ પર હમલો કરવાની નવી પદ્ધતિઓ આપી છે. સાયબર સ્પેસનો અને તેની સ્વયત્તતાનો નકારાત્મક ઉપયોગ સમાજ અને સંસ્કૃતિ પર નકારાત્કમ અસરો કરે છે.

સાથેસાથે ઘણાંબધાં સલામતીનાં સાધનો અને સ્પેસ પણ પ્રાપ્ય છે જ્યાં મહિલાઓ સાયબર વર્લ્ડનાં લાભને માણઈ શકે છે, સલામત વપરાશ કેવી રીતે કરાય તેની જાણકારીનાં અભાવે મહિલાઓ પુરુષો કરતાં સાયબર અટેકનો ભોગ વધારે બને છે.

સાયબર વર્લ્ડમાં મહિલાઓની ઇમેઇલ, મોર્ફિંગ, સાયબર ડિફેમેશન, સોશિયલ નેટવર્કિંગ, હેકિંગ, સાયબર-સ્ટોકિંગ, સાયબર પોર્નોગ્રાફી, સાયબર ફ્લર્ટિંગ અને સાયબર બુલિંગ દ્વારા સતામણી કરવામાં આવે છે.

બેસ્ટ પ્રેક્ટિસ અને કેટલીક ટિપ્સ દ્વારા મહિલાઓને સાયબર અટેક્સ કરતાં સલામત રહેવામાં મદદ મળી શકે છે અને તેમને અને તેમનાં પરિવારને સલામતી મળે છે.

આ કાર્યક્રમનાં ભાગરૂપે, ઇન્ફર્મેશન સિક્યુરિટી શિક્ષણ અને જાગૃતિ દ્વારા અમે મહિલાઓને જાગૃત થવા માટે મદદ કરીએ છીએ અને તેમને ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને અન્ય વિવિધ સાધનો વપરાશની બેસ્ટ પ્રેક્ટિસ અનુસરવા મદદ કરીએ છીએ જેના દ્વારા સાયબર અટેક થતાં હોય.

  1. શું આપનું ઇમેઇલ અકાઉન્ટ છે?
  2. શું તમે કોઇ સોશિયલ નેટવર્કિંગ અકાઉન્ટ રાખો છો?
  3. શું તમે સ્માર્ટ ફોન વાપરો છો?
  4. શું તમારી પાસે સ્માર્ટ વોશિંગ મશિન કે સ્માર્ટ રેફ્રિજરેટર છે?
  5. શું તમે કરિયાણું ઓનલાઇન ખરીદો છો?
  6. શું તમેઓનલાઇન ખરીદી કરો છો?
  7. શું તમે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, વાઇબર વાપરો છો?

જો ઉપરનાં ઘણાંબધાં સવાલોનો જવાબ હા હોય તો,  નીચેનાં લેખો વાંચવાનું શરૂ કરો જે માત્ર તમારા માટે જ છે.

નીચે મહિલાઓને સાયબર વિશ્વમાં ઉપયોગ કરે તેવી કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે.

  • ફેક પ્રોફાઇલથી બચો
  • તમારી ઓનલાઇન ગોપનીયતા જાળવો
  • તમારા અકાઉન્ટ સેટિંગ નિયમિત રીતે ચકાસો
  • અન્ય લોકોને તમારા અકાઉન્ટમાં જોવા ન દો
  • ચેટ રૂમમાં ભાગીદારી ટાળો, તે આપણાં માટે નથી.
  • તમારા ઓનલાઇન કોઇ વખાણ કરતું હોય તો તેના માટે ખુશ ન થાઓ.
  • તમારા ફોટોગ્રાફ પરની લાઇક્સ જોઇને પ્રોત્સાહિત થઇ વધુ ફોટોગ્રાફ્સ મુકવા નહી.

 

નોંધઃ નીચેની માર્ગદર્શિકાને અનુસરો અને પોતાની જાતને સલામત રાખો.

સ્ત્રોત: ઇન્ફોર્મેશન સિક્યુરીટી એજ્યુકેશન  એન્ડ અવેરનેસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate