অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇન્ટરનેટ કમ્યુનિકેશન (સંચાર) મિડીયા (માધ્યમ)

ઇન્ટરનેટ કમ્યુનિકેશન (સંચાર) મિડીયા (માધ્યમ)

માસ મિડીયા (સમૂહ માધ્યમ)એ વિવિધતાવાળી મિડીયા ટેકનોલૉજી છે જેનો હેતુ માસ કમ્યુનિકેશન દ્વારા વિશાળ જનસમુદાય સુધી પહોંચવાનો છે. આ કમ્યુનિકેશન જે ટેકનોલૉજી થકી થાય છે તે ટેકનોલૉજી વિવધતાસભર હોય છે. બ્રોડકાસ્ટ મિડીયા (પ્રસારણ માધ્યમ) જેવુ કે રેડિયો, રેકૉર્ડ કરેલું સંગીત, ફિલ્મ અને ટેલીવિઝન પોતાની માહિતીને વિજાણુ માધ્યમથી પ્રસારિત કરે છે. પ્રિન્ટ મિડીયા (છાપકામ માધ્યમ) વર્તમાનપત્ર, પુસ્તક, ચોપાનીયું કે કૉમિક્સ જેવી ભૌતિક વસ્તુઓનો પોતાની માહિતી વહેંચવા માટે ઉપયોગ કરે છે. આઉટડોર મિડીયા (બાહ્ય માધ્યમ) એક પ્રકારનું માસ મિડીયા છે જેમાં જાહેરાતના પાટિયાં, સૂચનાના પાટિયાં કે પ્લે-કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે, તેમને વ્યવસાઇક ઇમારતો, રમત-ગમતના મેદાન, દુકાનો અને બસોની અંદર કે બહાર લગાવવામાં આવેલાં હોય છે. ઇન્ટરનેટ મિડીયા કમ્યુનિકેશન એ ઇન્ટરનેટની ટેકનોલૉજી દ્વારા પ્રાપ્ત થતું સૌથી વિશાળ માસ મિડીયા છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કમાં વિવિધ પ્રકારના સંચાર માટે થાય છે. ઇન્ટરનેટ મિડીયા ટાઇપ એ પ્રમાણભૂત ઓળખ પ્રસ્થાપિત કરનારું છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર ફાઇલમાં રહેલ ડેટાના પ્રકારને દર્શાવવા માટે થાય છે. તેના સામાન્ય ઉપયોગો નીચે પ્રમાણે છે:

  • ઇ-મેઇલના ક્લાયન્ટ્સ (ગ્રાહકો) તેમનો ઉપયોગ અટેચમેન્ટ ફાઇલને ઓળખવા માટે કરે છે,
  • વેબ બ્રાઉઝર તેમનો ઉપયોગ જે ફાઇલો HTML formatમાં ન હોય તેમને કઇ રીતે પ્રદર્શિત કરવી કે તેનું આઉટ પુટ આપવું તેના માટે કરે છે,
  • સર્ચ એન્જીન્સ તેમનો ઉપયોગ વેબ પર રહેલી ડેટા ફાઇલના વર્ગીકરણ માટે કરે છે

ઇ-મેઇલ સુરક્ષા

ઇ-મેઇલ એ ઇલેક્ટ્રૉનિક મેઇલનું ટૂંકાક્ષરી નામ છે. તે ઇન્ટરનેટ પર સૌથી બહોળો વપરાશ થતી સેવાઓમાંનું એક છે. ઇ-મેઇલનો ઉપયોગ ઇન્ટરનેટ પર સંદેશાઓને ટેક્સટ ફૉર્મેટમાં પ્રસારિત કરવા માટે થાય છે. રિસિવર ઇ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરીને સંદેશો મોકલી અને મેળવી શકાય છે. એક જ સમયે ગમે તેટલા યુઝરને ઇ-મેઇલ મોકલી શકાય છે. સંદેશાને પોતાના ડેસ્ટીનેશન (ગંતવ્ય સ્થાન) સુધી પહોંજવામાં માત્ર અમુક મિનીટ જ થાય છે. ઇ-મેઇલમાં બે ઘટકોનો સમાવેશ થાય છે; મેસેજ હેડર જેમાં કંટ્રોલ ઇન્ફરમેશન રહેલી હોય છે, જે ઇ-મેઇલ લખનારનું ઇ-મેઇલ એડ્રેસ છે અને એક કે વધુ મેળવનારના સરનામા હોય છે અને બીજું, મેસેજ બોડી, જેમાં ઇ-મેઇલની વિષયવસ્તુ હોય છે.
કેટલીક ઇ-મેઇલ સિસ્ટમ એક જ કમ્પ્યુટર સિસ્ટમ કે નાના નેટવર્ક પુરતી મર્યાદિત હોય છે, અને તેઓ ગેટ-વે થકી બીજી ઇ-મેઇલ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે, જે યુઝરને વિશ્વમાં ગમે ત્યાં જોડાવા માટે સક્ષમ બનાવે છે. અલગ-અલગ ઇલેક્ટ્રોનિક મેઇલ સિસ્ટમાં અલગ-અલગ ફૉર્મેટ હોય છે, છતાં પણ MAPI, X.400 જેવા ધોરણો છે જે યુઝરને અલગ-અલગ ઇલેક્ટ્રોનિક મેઇલ સિસ્ટમ વચ્ચે સંદેશા મોકલવા સક્ષમ બનાવે છે. MAPI એ વિન્ડોઝમાં રહેલી Mail Application Programming Interface સિસ્ટમ છે, જે સંદેશા મોકલવા માટે એક સાથે કાર્ય કરતી વિવિધ મેઇલ એપ્લીકેશનને અનુમતિ આપે છે. જ્યા સુધી બંને એપ્લીકેશનમાં MAPI ને એનેબલ કરવામાં ન આવે, ત્યાં સુધી યુઝર એક-બીજાને મેઇલની આપ-લે કરી શકે છે.
X.400 એ યુનિવર્સલ પ્રોટોકોલ છે જે તમામ ઇ-મેઇલ સંદશાને પ્રમાણભૂત ફૉર્મેટ પૂરું પાડે છે. X.500 એ X.400 સ્ટાન્ડર્ડનું એક્સટેન્શન છે, જે ઇ-મેઇલ મોકલવા માટેનું પ્રમાણભૂત એડ્રેસીંગ ફૉર્મેટ પૂરું પાડે છે જેથી તમામ ઇ-મેઇલ સિસ્ટમ એક બીજા સાથે લિંક થયેલી રહે.

ઇ-મેઇલ કઇ રીતે કાર્ય કરે છે?

ઇ-મેઇલ સર્વરના ત્રણ મુખ્ય પ્રકારો છે: POP3: Post Office Protocol version 3 (POP3) એ દૂરના સર્વરથી સ્થાનિક ઇ-મેઇલ ક્લાયન્ટ સુધી ઇ-મેઇલ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. POP3 તમને તમે ઓફલાઇન હોવ તો પણ તમારા સ્થાનિક કમ્પ્યુટર પર ઇ-મેઇલ ડાઉનલોડ કરવા દે છે અને તમને તે વાંચવા દે છે. નોંધ લેશો કે, જ્યારે તમે POP3નો ઉપયોગ તમારા ઇ-મેઇલ અકાઉન્ટ સાથે કનેક્ટ થવા માટે કરો છો, ત્યારે સંદેશા સ્થાનિક રીતે ડાઉનલોડ થાય છે અને સર્વરમાંથી દૂર કરવામાં આવે છે. એનો અર્થ એ થાય કે, જો તમે તમારું અકાઉન્ટ વિવિધ સ્થળોએથી એક્સેસ કરો તો તે તમારા માટે કદાચ સર્વશ્રેષ્ઠ વિકલ્પ ન હોઇ શકે. બીજી બાજુ, જો તમે POP3નો ઉપયોગ કરો, તો તમારા સંદાશા તમારા સ્થાનિક કમ્પ્યુટર પર સંગૃહિત થાય છે, જે તમારા ઇ-મેઇલ અકાઉન્ટ દ્વારા તમારા વેબ બ્રાઉઝર પર વપરાતી જગ્યાને ઘટાડે છે. બાય ડિફૉલ્ટ, POP3 પ્રોટોકોલ બે પૉર્ટ પર કાર્ય કરે છે: Port 110 – આ POP3નો ડિફૉલ્ટ નોન-એન્ક્રીપ્ટેડ પૉર્ટ છે Port 995 – જો તમે POP3 સિક્યોરનો ઉપયોગ કરીને કનેક્ટ થવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ પૉર્ટ જરૂરી બને

IMAP: IMAP: The Internet Message Access Protocol (IMAP) એ સ્થાનિક ક્લાયન્ટથી દૂરના વેબ સર્વર પર ઇ-મેઇલને એક્સેસ કરવા વપરાતો મેઇલ પ્રોટોકોલ છે. IMAP અને POP3 એ ઇ-મેઇલને દુરસ્ત કરવા માટે સર્વસામાન્ય રીતે વપરાતા એવા બે ઇન્ટરનેટ મેઇલ પ્રોટોકોલ છે. બંને પ્રોટોકોલને આધુનિક ઇ-મેઇલ ક્લાયન્ટ્સ અને વેબ સર્વર્સનો સપૉર્ટ (ટેકો) મળી રહે છે. જ્યારે POP3 પ્રોટોકોલ એવું ધારી લે છે કે તમારો ઇ-મેઇલ માત્ર એક એપ્લીકેશનથી જ એક્સેસ થઇ રહ્યો છે. IMAP એકથી વધુ ક્લાયન્ટને એકસાથે એક્સેસ કરવા દે છે. એટલા માટે જ, જો તમે વિવિધ સ્થળેથી તમારા ઇ-મેઇલ એક્સેસ કરવાના હોવ કે તમારા સંદેશાનું એક થી વધુ યુઝર દ્વારા સંચાલન થતું હોય તો IMAP તમારા માટે વધુ યોગ્ય છે.
બાય ડિફૉલ્ટ, IMAP પ્રોટોકોલ બે પૉર્ટ પર કાર્ય કરે છે: Port 143 - આ IMAP નો ડિફૉલ્ટ નોન-એન્ક્રીપ્ટેડ પૉર્ટ છે Port 993 - જો તમે IMAP સિક્યોરનો ઉપયોગ કરીને કનેક્ટ થવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ પૉર્ટ જરૂરી બને.
SMTP: SMTP: Simple Mail Transfer Protocol (SMTP) એ ઇન્ટરનેટ પર ઇ-મેઇલ મોકલવા માટેનો પ્રમાણભૂત પ્રોટોકોલ છે. બાય ડિફૉલ્ટ, SMTP પ્રોટોકોલ ત્રણ પૉર્ટ પર કાર્ય કરે છે: Port 25 - આ SMTP નો ડિફૉલ્ટ નોન-એન્ક્રીપ્ટેડ પૉર્ટ છે Port 2525 – સંજોગોવસાત જો port 25ને ફિલ્ટર કરવામાં આવે (ઉદાહરણ તરીકે તમારું ISP ) અને તમે SMTP સાથે નોન-એન્ક્રીપ્ટેડ ઇ-મેઇલ મોકલવા માંગતા હોવ તો આ પૉર્ટ તમામ સાઇટના ગ્રાઉન્ડ સર્વર પર ખુલે છે Port 465 - જો તમે IMAP નો સુરક્ષિત રીતે ઉપયોગ કરીને સંદેશા મોકલવા ઇચ્છતા હોવ, તો આ પૉર્ટ વપરાય છે
ઇ-મેઇલનું કાર્ય નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. દરેક મેઇલ સર્વરમાં એક જ મશીન પર ચાલતા બે જુદા-જુદા સર્વર રહેલા હોય છે. એક છે POP3 (Post Office Protocol) કે IMAP (Internet Mail Access Protocol) સર્વર જે આવનારા મેઇલ્સની પકડ રાખે છે, અને બીજું SMTP (Simple Message Transfer Protocol) સર્વર જે બહાર જનારા મેઇલ્સની પકડ રાખે છે. SMTP પૉર્ટ નંબર 25 પર કાર્ય કરે છે અને POP પૉર્ટ નંબર 110 પર અને IMAP પૉર્ટ નંબર 143 પર કાર્ય કરે છે.

  • ક્લાયન્ટ 1 ને મેઇલ સર્વર 1 માં અકાઉન્ટ છે અને ક્લાયન્ટ 2 ને મેઇલ સર્વર 2 માં અકાઉન્ટ છે.
  • જ્યારે ક્લાયન્ટ 1 ક્લાયન્ટ 2 ને મેઇલ મોકલે છે, ત્યારે પહેલા તો તે મેઇલ મેઇલ સર્વર 1ના SMTP સર્વરમાં જાય છે. અહીં SMTP સર્વર મેળવનારના એડ્રેસને યુઝર નેઇમ અને ડોમેઇન નેઇમ એવા બે ભાગમાં વહેંચે છે.
  • ઉદાહરણ તરીકે, જો SMTP સર્વર user1@example.com ને રીસીવરના એડ્રેસ તરીકે મેળવે છે, તો તે યુઝર 1માં જુદું પડશે, જે ડેસ્ટીનેશન મેઇલ સર્વરમાં મેઇલ અકાઉન્ટ છે અને example.com એ ડેસ્ટીનેશન મેઇલ સર્વરનું ડોમેઇન નેઇમ છે. હવે,ડોમેઇન નેઇમની મદદથી તે મેળવનારના મેઇલ સર્વરના વિશિષ્ટ IP address ને વિનંતિ કરશે, અને પછી તે મેઇલ સર્વર 2ના SMTP સર્વર સાથે જોડાઇને તેને સંદેશો મોકલશે.
  • મેઇલ સર્વર 2 નું SMTP સર્વર મેઇલ સર્વર 2 માં રહેલા POP3ની મદદથી ક્લાયન્ટ 2ના મેઇલ બોક્ષમાં તે સંદેશાનો સંગ્રહ કરશે. જ્યારે ક્લાયન્ટ 2 પોતાનું મેઇલ બોક્ષ ખોલે છે, ત્યારે તે ક્લાયન્ટ 1 દ્વારા મોકલાયેલ મેઇલને જોઇ શકે છે.

ઇ-મેઇલ મારફત સંભવિત ધમકી અને સુરક્ષિત રીતે ઉપયોગ કરવા માર્ગદર્શક સૂચનો

ઇ-મેઇલ એ પોસ્ટ કાર્ડ જેવા છે જેમાંથી કોઇપણ માહિતીને વાંચી શકે છે. જ્યારે કોઇ મેઇલ એક મેઇલ સર્વરમાંથી બીજા મેઇલ સર્વરમાં મોકલવામાં આવે છે, ત્યારે તેઘણીબધી જગ્યાએ રોકાણ કરે છે જ્યાં બિનઅધિકૃત યુઝર માટે માહિતીને જોવાની અને તેને બદલવાની શક્યતાઓ વધી જાય છે.

કારણ કે ઇ-મેઇલ સર્વર માટે બેક-અપ રાખવામાં આવતું હોય છે, બધા જ સંદેશા, ભલે તે તમારા મેઇલ-બોક્ષમાંથી ડિલીટ કરાયા હોય તો પણ, તેમનો ક્લિઅર ટેક્સ્ટના સ્વરૂપે સંગ્રહ થાય છે. છતાં જે લોકો બેક-અપ રાખતા હોય તેમના માટે તે માહિતી જોવા માટેની તક રહેલી છે. તેથી ઇ-મેઇલ થકી તમારી અંગત માહિતી મોકલવી સલાહભર્યું નથી.

કેટલાક સંદેશા એવું જણાવતા હોય છે કે તમે મિલિયન ડૉલરની લૉટરી જીત્યા છો. આવા સંદેશા મેળવવા એ ખૂબ મોટી અને ખરેખર આનંદની વાત છે. છતાં આવા મેઇલ કદાચ સાચા ન હોય. આવા મેઇલ્સનો પ્રતિભાવ આપતા જ ઘણા લોકો પુષ્કળ પૈસા ખોવે છે. તેથી આવા ઇ-મેઇલની અવગણના કરો. આવી પ્રવૃત્તિમાં ભાગ ન લો અને તેને એક સ્કેમ (કૌભાંડ) તરીકે જ લો.

ક્યારેક મફત ભેટ આપતા કે તમારી અંગત માહિતી માંગતા ઇ-મેઇલ કોઇ અજાણ્યા એડ્રેસ પરથી પ્રાપ્ત થતા હોય છે. આ તમારી અંગત માહિતી મેળવવા માટેનું એક છટકું હોય છે.

  • પાસ વર્ડ ચોરવાનો એક રસ્તો એ છે કે કોઇ વ્યક્તિની પાછળ ઊભા રહેવું અને તે જ્યારે પાસ વર્ડ ટાઇપ કરે ત્યારે તે જોઇ લેવો અથવા એવા કાગળો શોધવા જેના પર તેણે પાસ વર્ડ લખેલો હોય.
  • પાસ વર્ડ ચોરવાનો બીજો રસ્તો એ ધારણા કરવાનો છે. કોઇ વ્યક્તિની અંગત માહિતીની મદદથી હેકર્સ તમામ શક્ય કૉમ્બીનેશનનો પ્રયત્ન કરતા હોય છે.
  • જ્યારે પાસ વર્ડની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે તેવા પાસ વર્ડને તોડવા માટે હેકર્સ અત્યંત ઝડપી પ્રોસેસર અને કેટલાક સૉફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરતા હોય છે. પાસ વર્ડને તોડવાની આ પધ્ધતિ “Brute force attack” તરીકે ઓળખાય છે.
  • કેટલાક સૉફ્ટવેર ટૂલ્સની મદદથી હેકર્સ પાસ વર્ડને તોડવા માટે ડિક્શનેરીમાંનાં શક્ય એવા તમામ શબ્દોનો પ્રયત્ન કરે છે. આને “dictionary attack” કહેવાય છે.
  • સામાન્યતઃ સ્પામર કે હેકર્સ ઇ-મેઇલ એડ્રેસ ચોરવાનો પ્રયત્ન કરે છે અને અટેચમેન્ટ કે બનાવટી ઇ-મેઇલ થકી મલિશિઅસ સૉફ્ટવેર કે કોડ મોકલતા હોય છે. અને તમારી અંગત માહિતી મેળવવાનો પણ પ્રયત્ન કરે છે.

જોડાણો

ક્યારેક અટેચમેન્ટ્સ ઇ-મેઇલ સાથે આવે છે અને તેમાં કદાચ macros, .EXE ફાઇલ અને ZIPPED ફાઇલ જેવા કોડ પણ હોય છે. ક્યારેક અટેચમેન્ટ્સ “attachment.exe.doc” જેવા ડબલ એક્સટેન્શન સાથે આવે છે. આવા અટેચમેન્ટ્સને જોતાં કે ખોલતાંની સાથે જ તમારી સિસ્ટમમાં મલિશિઅસ કોડ થઇ જાય છે જે તમારી સિસ્ટમને હાની પહોંચાડી શકે છે.
સૂચન : અટેચમેન્ટ્સને ખોલતા પહેલા હંમેશા તેમને સ્કેન કરો.

બનાવટી

Some times e-Mails are received with fake e-mail address like services@facebook.com by an attachment named, “Facebook_Password_4cf91.zip and includes the file Facebook_Password_4cf91exe" that, the e-mail claims, contains the user's new Facebook password. When a user downloads the file, it could cause a mess on their computer and which can be infected with malicious software. ટિપ્પણી: ઇ-મેઇલ ક્યાંથી મેળવવામાં આવ્યો છે તે હંમેશા ચકાસો અને ખાતરી કરો. સામાન્ય રીતે આ સેવા આપનારા લોકો કદી તમારી પાસે પાસ વર્ડ માંગશે નહીં કે તેને બદલવાનું કહેશે નહીં.

સ્પામ ઇ-મેઇલ્સ

સ્પામ સંદશા તમારા ઇનબોક્ષ કે તમારા ઇ-મેઇલ ડેટાબેઝને ભરી દઇને તમને તકલીફ આપી શકે છે. સ્પામમાં વિવિધ રિસિપન્ટ્સને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલા એક સરખા દેખાતા સંદેશા નો સમાવેશ થયેલો હોય છે. ક્યારેક સ્પામ ઇ-મેઇલ જાહેરાતો સાથે આવે છે અને તેમાં વાઇરસ હોઇ શકે છે. આવા ઇ-મેઇલ ખોલવાથી તમારી સિસ્ટમ દુષિત થઇ શકે છે અને તમારું ઇ-મેઇલ આઇ.ડી. પણ સ્પામરની યાદીમાં સ્થાન પામી જાય છે.
ટિપ્પણી: સ્પામ ઇ-મેઇલની અવગણના કરવાની કે તેને ડિલીટ કરવાની સલાહ આપવામાં આવે છે.

મફત ભેટ આપતા ઇ-મેઇલ્સ

ધણી વાર કોઇ અજાણ્યા યુઝર દ્વારા ભેટ, લોટરી, ઇનામો કે જે મફતમાં હોય છે તેવા ઇ-મેઇલ તમને લક્ષમાં રાખીને મોકલાય છે. અને તે તમને કદાચ તે મફત ભેટનો સ્વીકાર કરીને તમારી અંગત માહિતી આપવાનું જણાવે અથવા લોટરી કે ઇનામની રકમ મેળવવામાટે પૈસા આપવાનું જણાવે. આ તમારી અંગત માહિતી મેળવવાનો એક રસ્તો પણ હોઇ શકે.
ટિપ્પણી: અજાણયા યુઝર તરફથી મળતી મફત ભેટની હંમેશા અવગણના કરો.

હોક્સ (છેતરપિંડી )

હોક્સ (છેતરપિંડી) એ વ્યક્તિને જે ખોટું છે તે ખરેખર સાચું છે એવું મનાવવા માટેનો એક પ્રયાસ છે. તે યુઝર્સમાં ઇરાદાપૂર્વક ડર, શંકા વગેરે ફેલાવવા માટે પણ ઓળખાય છે.

તેને શી રીતે અટકાવવું?

 

  • ફિલ્ટરિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને
    સ્પામને ટાળવા ઇ-મેઇલ ફિલ્ટરિંગનો ઉપયોગ કરો જેથી માત્ર અધિકૃત યુઝર તરફથી જ સંદેશા મળે. મોટાભાગના ઇ-મેઇલ પ્રોવાઇડર ફિલ્ટરિંગ સર્વિસ આપે છે.
  • અજાણી વ્યક્તિ તરફથી આવતા ઇ-મેઇલની અવગણના કરો
  • અજાણી વ્યક્તિ તરફથી આવતા અટેચમેન્ટને ખોલવાનું ટાળો, કારણ કે તેઓમાં સંદેશાની સાથે સાથે વાઇરસ પણ હોઇ શકે છે.
  • ઇ-મેઇલમાંના અટેચમેન્ટને તમારી હાર્ડ ડિસ્કમાં ડાઉનલોડ કરતા સમયે કાળજી રાખો. તેને સેવ કરતા પહેલા અપડેટેડ એન્ટીવાઇરસ સૉફ્ટવેર વડે તેને સ્કેન કરો.

ઇ-મેઇલનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવા માટેના માર્ગદર્શક સૂચનો

  • કારણ કે ઇ-મેઇલ સંદેશા ક્લિયર ટેક્સ્ટમાં પરિવર્તિત થયેલા હોય છે, તેથી તેમને મોકલતા પહેલા PGP (pretty good privacy) જેવાં એન્ક્રીપ્શન સૉફ્ટવેરનો ઉપયોગ કરવો સલાહભર્યું છે, જેથી માત્ર ખાસ રિસિપન્ટ દ્વારા જ તેને ડિક્રીપ્ટ કરી શકાય.
  • સ્પામને ટાળવા માટે ઇ-મેઇલ સૉફ્ટવેરનો ઉપયોગ કરો, જેથી માત્ર અધિકૃત યુઝર દ્વારા જ મોકલાયેલા સંદશા જ મળે. મોટાભાગના ઇ-મેઇલ પ્રોવાઇડર ફિલ્ટરિંગ સર્વિસ આપે છે.
  • અજાણી વ્યક્તિ તરફથી આવતા અટેચમેન્ટને ન ખોલો, કારણ કે તેઓમાં સંદેશાની સાથે સાથે વાઇરસ પણ હોઇ શકે છે.
  • ઇ-મેઇલમાંના અટેચમેન્ટને તમારી હાર્ડ ડિસ્કમાં ડાઉનલોડ કરતા સમયે કાળજી રાખો. તેને સેવ કરતા પહેલા અપડેટેડ એન્ટીવાઇરસ સૉફ્ટવેર વડે તેને સ્કેન કરો.
  • એવા સંદેશા ન મોકલો કે જેમાં macros સાથેના Word documents, .EXE files અને ZIPPED files જેવા executable code ના અટેચમેન્ટ હોય. આપણે Standard .DOC format ના બદલે Rich Text Format નો ઉપયોગ કરી શકીએ. RTF એ તમારા ફૉર્મેટને જાળવશે, પરંતુ તે કોઇ macros નો સમાવેશ નહીં કરે. તમે જો વાઇરસ વડે ઇન્ફેક્ટેડ હોવ તો આ તમને અન્યોને વાઇરસ મોકલતા અટકાવશે.
  • ઇ-મેઇલ થકી તમારી અંગત માહિતી મોકલવાનું ટાળો.
  • ઇ-મેઇલ દ્વારા આવતાં ફૉર્મ્સ જે તમને અંગત માહિતી આપવાનું પૂછતા હોય તેવાં ફૉર્મ્સ ભરવાનું ટાળો. અને ઇ-મેઇલ દ્વારા આવતી કોઇપણ લિંક પર કદી ક્લિક ન કરો.
  • અવિશ્વાસુ યુઝર તરફથી તમે જે ઇ-મેઇલ મેળવો તેના પર ક્લિક ન કરો, કારણ કે તેને ક્લિક કરવાથી જ તે કેટલાક મલિશિઅસ કોડ કાર્યરત કરી દે છે અને તમારી સિસ્ટમમાં ફેલાવી દે છે.
ઇ-મેઇલ લિંક થકી આવતા ફૉર્મ્સ જે તમારી અંગત માહિતી માંગતા હોય તેમને ભરવાનું ટાળો
ઇ-મેઇલ થકી આવતી વેબ લિંકને અનુસરશો નહીં
તાત્કાલિક અંગત માહિતીની વિનંતી કરતા એવા કોઇ પણ ઇ-મેઇલ પરત્વે શંકાશીલ રહો

તુરંત સંદેશાવ્યવહાર

આજકાલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ (IM) એ ભારતમાં પ્રગતિશીલ ટેકનોલૉજી અને ઇન્ટરનેટની સ્પીડના કારણે વિકસી રહ્યું છે અને નેટવર્ક પર જોડાયેલી બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે રિઅલ ટાઇમ ટેક્સ્ટ બેઇઝ્ડમાંથી રિઅલ ટાઇમ ઑડિયો, વિડીયો કમ્યુનિકેશનમાં પરિવર્તિત થયું છે. ઇન્સ્ટન્ટ મેસેજ વધુ પ્રચલિત બન્યું. આનાથી તમે રિઅલ ટાઇમમાં લોકો સાથે આચાર-વિચારની આપ-લે કરી શકો છો અને તમારા કોન્ટેક્ટ લિસ્ટ પર કુટુંબ અને મિત્રોની યાદી રાખી શકો છો અને જ્યાં સુધી તે વ્યક્તિ ઑનલાઇન હોય ત્યાં સુધી તેમની સાથે કમ્યુનિકેશન કરી શકો છો. AOL, Yahoo messenger, Google Talk અને બીજા ઘણા જેવા ઇન્સ્ટન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ છે.ચેટ-રૂમમાં યુઝર સાથેના ઇન્ટરેક્શનની મર્યાદા બાંધો

IMમાં રહેલા જોખમો

હેકર્સ સતત ઇન્સ્ટન્ટ મેસેજને એક્સેસ કરતા હોય છે અને ઇન્સ્ટન્ટ મેસેજ થકી મલિશિઅસ કોડ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તે કોડમાં વાઇરસ, ટ્રોજન કે સ્પાય વેર હોઇ શકે છે અને જો તમે ફાઇલ પર ક્લિક કરો તો તે કોડ તમારી સિસ્ટમમાં દાખલ થઇ જાય છે અને સેકંડોની અંદર તમારી સિસ્ટમને દૂષિત કરી દે છે.

સ્કાયપે વિડીયો કમ્યુનિકેશન

નવી ટેકનોલૉજી દરેકને સમર્થ બનાવે છે અને તેમને સમગ્ર વિશ્વમાં પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરે છે. તેમના શબ્દો, ચિત્રો અને અવાજો સેકંડોની અંદર સમગ્ર વિશ્વમાં પ્રસારિત થઇ શકે છે. ઘણા યુઝર ઇન્ટરનેટ મિડીયા કમ્યનિકેશન થકી કમ્યુનિકેશન કરવા, ડેટાનો સંગ્રહ કરવા, પોતાના કાર્યનું સંકલન કરવા અને તેને આગળ વધારવા Skype, WhatsApp, Facebook, Google Mail, Blogger, WordPress અને Dropbox નો ઉપયોગ કરે છે.

પરંતુ આ ટૂલ્સનો ઉપયોગ કરવામાં જોખમો પણ સંકળાયેલા છે અને આપણે બધાએ ખરાબમાં ખરાબ પરિસ્થિતીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આપણા માટે પ્રચલિત એવી સર્વિસ, તેમનાં જોખમો અને શક્ય એવા વધુ સુરક્ષિત વિકલ્પો પર નજર કરીએ

  • સ્કાયપે થકી જોખમો: સ્કાયપેને તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન માટે સુરક્ષિત ધારી લેવામાં આવ્યું હતું. એ જ વખતે, ક્રાંતિ થકી એ છતું થઇ ગયું છે કે 2011થી NSA સ્કાયપે પર નજર રાખી રહ્યું છે એને બીજી એજન્સીઓ પણ કઇ હદ સુધી તે સર્વિસને એન્ક્રિપ્ટ કરવામાં સક્ષમ છે તે અસ્પષ્ટ છે. પ્રાયવસી ઇન્ટરનેશનલમાં રિસર્ચના હેડ એવા ઍરિક કિંગના મત મુજબ, “ સ્કાયપે પર યુઝરની પ્રાયવસીનું સંવર્ધન કરવા માટે વિશ્વાસ કરી શકાય નહીં. ”
  • શક્ય ઉકેલ: સ્કાયપે જાહેર હોય તે રીતે તેનો ઉપયોગ કરો. તમે જે કંઇ પણ કહો છો કે લખો છો તેનો ઉપયોગ તમારી વિરુધ્ધમાં થઇ શકે છે.
  • વિકલ્પો: Jitsi (encrypted text, voice અને video messaging), Linphone (encrypted voice અને video chat), Mumble (encrypted voice chat).

વૉટ્સઍપ

WhatsApp એ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રચલિત એવી મેસેજીંગ ઍપ છે. તે તમને sms સર્વિસ માટે પૈસા ચુકવ્યા વિના સંદેશા મોકલવા દે છે, જો કે જેને તમે સંદશો મોકલકા હોવ તે પણ આ ઍપનો ઉપયોગ કરતા હોવા જોઇએ. તમે જ્યારે તમારા કાર્યક્ષેત્રમાં હોવ ત્યારે સમાચાર અને તમારા સહકાર્યકરોના સંપર્કમાં રહેવાનો આ સરળ રસ્તો છે, ખાસ કરીને તમે ઇમેજ, વિડીયો અને ઓડીયોની અદલ-બદલ કરી શકો છો.

વૉટ્સઍપમાં રહેલા જોખમો: હાલમાંતો, WhatsApp એવો દાવો કરે છે કે સંદેશા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે પરંતુ જ્યારે કંપની એ નથી કહેતી કે તે કઇ પધ્ધતિનો ઉપયોગ કરે છે ત્યારે એ જાણવું મુશ્કેલ છે કે આ સેવા કેટલી સુરક્ષિત છે. એવા પણ અહેવાલ છે કે વાઇ-ફાઇ કે અન્ય જાહેર ચેનલ પર મોકલેલા વૉટ્સઍપ સંદશાને ડિક્રિપ્ટ કરી શકાય છે. હવે એવી પણ ઍપ બહાર પડી છે જે વૉટ્સઍપને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરે છે.

શક્ય ઉકેલ: વધુ સુરક્ષિત ઍપનો સહારો લો

વિકલ્પો: Pidgin (off-the-record messaging), TorChat (anonymous P2P chat), ChatSecure (formerly Gibberbot) અને Android માટે Xabber.

ફેસબુક

મોટાભાગના ઇન્ટરનેટ યુઝર્સ પોતાનું કામ કે સુરક્ષિત માહિતી શેર કરવા, પોતાના સાથીદારો કે સમાચારના સંપર્કમાં રહેવા, કંપનીઓ અને સમાચારની પ્રગતિ જાણવા, મહત્તવના લોકો પાસે સબ્સ્ક્રાઇબ કરવા અને ગૃપમાં ભાગ લેવા આ વૈશ્વિક સોશિઅલ નેટવર્કનો ઉપયોગ કરે છે.
ફેસબુક એ ખૂબ મોટા પ્રમાણમાં ડેટા એકત્ર કરનારું છે. તમારા મિત્રોની યાદી કદાચ સ્થાનિક સત્તાધિશોને તમને કોઇ ખાસ વિસ્તારના વિઝા આપવામાં પ્રભાવિત કરી શકે છે. અને તમે જે ઓપન ગૃપના સભ્ય હોવ તેઅજાણી વ્યક્તિઓને , તમારી પ્રોફાઇલ બહારના મુલાકાતીઓ માટે બંધ હોય તો પણ, તમારા રસની બાબતો વિશે જાણવા દે છે. ફેસબુક સતત નવી ટ્રેકિંગ મેથડના પણ પ્રયોગો કરી રહ્યું છે.
શક્ય ઉકેલ: ફેસબુક પર તમારી માહિતી મૂકવામાં ખૂબ જ કાળજી રાખો. એક વખત તે ઑનલાઇન થઇ જાય પછી તેના પરથી તમારો અંકુશ તમે ખોઇ બેસો છો. તમારા ફેસબુક પેજના સૌથી ઉપરના જમણા ખૂણામાં રહેલા પ્રાયવસી સેટીંગ્સમાં જાવ અને ખાતરી કરી લો કે તમે સાવચેતીના તમામ પગલાં લીધાં છે. તમારા કમ્પ્યુટરમાં અન્ય વેબ સાઇટનું સર્ફિંગ કરતા સમયે હંમેશા તમારા ફેસબુક પેજમાંથી લોગ-આઉટ થવાનો પ્રયત્ન કરો.

ટ્વીટર

તાજા સમાચાર મેળવવા અને મોકલવા માટે ટ્વીટર ખૂબ સારું છે. અન્યો સાથે તાદાત્મ્ય સાધવા માટે, કમ્યુનિટી શોધવા અને નવા ટ્રેન્ડ અને વિષયોને અનુસરવા પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
તમે ટ્વીટર પર જે કંઇ પણ કરો છો તે દ્રશ્ય છે. જો તમે geotagging ને એનેબલ કર્યું હોય, તો તમારું સ્થાન શોધવાનું સરળ બને છે. આ સર્વિસ માલવેરના હુમલા કરવા વાળા માટે તો સ્વર્ગ છે.
શક્ય ઉકેલ: તમે જે કંઇ પણ પોસ્ટ કરો કે જેને પણ અનુસરો તેમાં કાળજી રાખો. તમને જ્યાં સુધી સંપૂર્ણ ખાતરી ન હોય કે તમે તકલીફમાં નહીં મુકાવ ત્યાં સુધી ઓપન લિસ્ટ ક્રિએટ કરશો નહીં ઇન્ટરનેટ મિડીયા કમ્યુનિકેશન્સ વિશે વધુ માહિતી માટે બ્રાઉઝર્સ અને સર્ચ એન્જીન સેક્શન્સ નો સંદર્ભ ચકાસો
સંદર્ભો:
http://www.dolsenz.com
http://www.akademie.dw.de
http://en.wikipedia.org/wiki/Mass_media

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate