માળખાકીય સુવિધા અંતર્ગત રુર્બન પ્રોજેકટ ગટરનું માળખું પુરૂં પાડવાની યોજના
પ્રશ્ન: યોજનાની શરૂઆત કયારે થઇ ?
જવાબ: રાજય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી માળખાકીય સુવિધા પુરી પાડવા માટે રૂર્બન માળખાકીય સુવિધા આયોજન અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્લાનની યોજના વર્ષ ૨૦૦૯-૧૦ થી અમલમાં મુકેલ છે.
પ્રશ્ન: યોજનાનો હેતુ શુ છે ?
જવાબ : રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગામડાઓમાં પણ રસ્તા,પીવાના પાણી, વિજળી, આરોગ્ય,શૈક્ષણીંક વિગેરે શહેરી વિસ્તાર જેવી સુવિધાઓ ઉભી કરવાનો હેતુ છે. ગામડાઓને શહેરની સમકક્ષ તમામ સુવિધાઓ મળે તે માટે અને ગ્રામ્ય અને શહેર વચ્ચેની ખાઇ દુર કરવાનો અભિગમ સાથે રાજય સરકારે ૅરુર્બન પ્રોજેકટૅ હાથ ધર્યો છે. આથી ગ્રામજનોને શહેરો જેવી માળખાકીય સુવિધાઓ તેમના ગામડામાં જ મળતી થશે. આમ ૅઆત્મા ગામડાનો, પણ સુવિધા શહેરનીૅ પરિકલ્પના પુર્ણ થશે આ પ્રકારનો અભિગમ અપનાવનાર ગુજરાત રાજય સમગ્ર ભારત દેશમાં સર્વપ્રથમ રાજય છે. અને હાલ પુરતા ગટરના કામો લેવામાં આવેલ છે.
પ્રશ્ન : યોજનાનું ભંડોળ કેવી રીતે ઉપલબ્ધ થાય છે ?
જવાબ : ૧૦૦ ટકા રાજય સરકારનો હિસ્સો.
પ્રશ્ન: યોજનામાં પ્રોજેકટને આવરી લેવાના માપ દંડ શુ છે ?
જવાબ : કુલ ૨૫૫ ગામો આવરી લીધેલ છે. જેમાં (૧) ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ૧૧૮ ગામો (૨) તાલુકા મથક વાળા ૧૦,૦૦૦ થી ઓછી વસ્તી ધરાવતા ૮૨ ગામો (૩) આદિજાતિ વિસ્તારના ૭,૦૦૦ ની વસ્તી ધરાવતા ૫૫ ગામોને આવરી લીધેલ છે.
પ્રશ્ન : પ્રથમ તબકકામાં કેટલા ગામોને આવરી લીધેલ છે ?
જવાબ : પ્રથમ તબકકામાં જયાં નગરપાલીકા નથી તેવા ૮૨ તાલુકા મથક વાળા ગામો અને ૩ પસંદ કરાયેલા ગામો મળી કુલ ૮૫ ગામોમાં ભુગર્ભ ગટર યોજનાના કામોની સુવિધા પુરી પાડવાનુ નકકી કરેલ છે.
પ્રશ્ન : ડ્રેઇનેજ પ્રોજેકટના અમલીકરણની કાર્યપધ્ધતિ શુ છે ?
જવાબ : રાજય કક્ષાએ (અ) ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ઘ્વારા અમલ કરવાનો રહેશે. તાંત્રિક કામગીરી અને માર્ગદર્શન માટે કન્સલટંન્ટની નિમણુંકની કામગીરી ગુ.ગ્રા.ગૃ.નિ.બોર્ડ,ગાંધીનગરે જાહેર નિવિદાથી કરવાની રહેશે તેમજ ડ્રેઇનેજનું સર્વે, ડિઝાઇનીંગ તથા અંદાજો બનાવવા તથા ટેન્ડર ડોકયુમેન્ટ તૈયાર કરવાના રહેશે. તથા સમયાંતરે મોનીટરીંગ અને સુપરવીઝનની કામગીરી કરવાની રહે છે.
જિલ્લા કક્ષાએ - જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને પીઆઇયુ ઉભુ કરવાનુ રહે છે અને રૂર્બન ઓફિસર તરીકે રૂર્બન હેડ છે અને પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીઓ મારફતે પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવે છે.
પ્રશ્ન : ડ્રેનેજ કામના ડીપીઆર/ડીટીપી તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ નિમણુંકની કામગીરી કોના ઘ્વારા કરવામાં આવે છે ?
જવાબ : કન્સલટંન્ટની નિમણુંકની કામગીરી પંચાયત વિભાગ ઘ્વારા કરવામાં આવે છે.
પ્રશ્ન : રૂર્બન પ્રોજેકટના કામોની તાંત્રીક મંજુરી તથા ડ્રાફસ ટેન્ડર પેપરની મંજુરી કોણ આપે છે ?
જવાબ: રૂર્બન પ્રોજેકટના કામોની તાંત્રીક મંજુરી તથા ડ્રાફટ ટેન્ડર પેપરની મંજુરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઘ્વારા આપવામાં આવે છે.
પ્રશ્ન :રૂર્બન પ્રોજેકટની વહીવટી મંજુરી કઇ કક્ષાએથી આપવામાં આવે છે અને અત્યાર સુધી કેટલા પ્રોજેકટની વહીવટી મંજુરી આપવામાં આવી છે ?
જવાબ :પંચાયત વિભાગ ઘ્વારા અત્યાર સુધી ૮૩ રૂર્બન ગામોની વહીવટી મંજુરી આપવામાં આવી છે.
પ્રશ્ન : રૂર્બન કામના ટેન્ડરો કઇ રીતે મંગાવવામાં આવે છે અને ટેન્ડરો મંજુર કરવાની શુ પધ્ધતિ છે ?
જવાબ : જિલ્લા પંચાયત ઘ્વારા રૂર્બન પ્રોજેકટના કામોના ઇ-ટેન્ડરીંગ પધ્ધતિથી ટેન્ડરો મંગાવવામા આવે છે. અંદાજીત કિમંત કરતા ૧૦ ટકા સુધી ઉંચા ભાવના ટેન્ડરોની મંજુરીની સત્તા જેતે જિલ્લા પંચાયતોને આપવામાં આવેલી છે.
૧૦ ટકા કરતા ઉંચા ભાવના આવેલ ટેન્ડરો મંજુર કરવાની સત્તા રાજય સરકારશ્રીની છે. જે રૂર્બન પ્રોજેકટના કામો માટેની અધિક મુખ્ય સચિવશ્રી પંચાયત વિભાગના અધ્યક્ષ સ્થાને બનાવેલ સમિતીમાં રજુ કરી મંજુર કરવામાં આવેલ છે.
પ્રશ્ન : અત્યાર સુધી કેટલા રૂર્બન પ્રોજેકટના ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે ?
જવાબ : અત્યાર સુધી ૮૨ રૂર્બન પ્રોજેકટના ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે. તે પૈકીના ૧૦ ટકાથી નીચેના બે ટેન્ડરો જિલ્લા પંચાયત ઘ્વારા મંજુર કરેલા છે.
પ્રશ્ન : અત્યાર સુધી કેટલા રૂર્બન ગામોમાં ડ્રેનેજના કામો શરૂ થયેલા છે ?
જવાબ : અત્યાર સુધી ૭૯ ગામોમાં ડ્રેનેજના કામો શરૂ થયેલા છે.
રૂર્બન યોજના માં જોગવાઇ સામે થયેલ ખર્ચની વિગત
ક્રમ |
વર્ષ |
જોગવાઇ |
ખર્ચ |
સિધ્ધિ |
૧ |
૨૦૦૯-૧૦ |
૪૨.૦૦ |
૧૬.૩૬ |
૭૯ (ડ્રેનેજ કામોને વહીવટી મંજુરી) |
૨ |
૨૦૧૦-૧૧ |
૧૮૫૦૦.૦૦ |
૩૯૮.૯૨ |
- |
૩ |
૨૦૧૧-૧૨ |
૮૦૦૦.૦૦ |
૮૦૮.૨૦ |
- |
૪ |
૨૦૧૨-૧૩ |
૧૨૦૦૦.૦૦ |
૧૬૮૭૩.૧૬ |
- |
૫ |
૨૦૧૩-૧૪ |
૧૨૦૦૦.૦૦ |
૨૦૩૦૯.૧૯ |
૧૧ પ્રોજેક્ટ પૂર્ણ |
૬ |
૨૦૧૪-૧૫ |
૧૮૫૩૦.૦૦ |
૧૧૪૦૦.૬૩ |
૩૪ પ્રોજેક્ટ પૂર્ણ |
૭ |
૨૦૧૫-૧૬ |
૨૫૪૮૦.૩૦ |
૧૧૩૭૪.૧૮ |
૧૩ પ્રોજેક્ટ પૂર્ણ |
૮ |
૨૦૧૬-૧૭ |
૨૨૨૮૦.૦૦ |
૧૦૨૨૪.૯૭ |
૮ પ્રોજેક્ટ પૂર્ણ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020