રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્વમના કારણો રહેલા છે. આર્ય સંસ્કૃલતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્તિતત્વન, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્સ વોમાં ભાગ લે છે અને કૌટુંમ્બિથક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્ટંતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્થાવનિક સ્વમરાજની સંસ્થામમાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્યું નથી.
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. એટલા માટે સર્વસંમતિથી રચાતી ગ્રામ પંચાયતો માટે પ્રોત્સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરતાં તારીખ : ૨૯/૧૧/૨૦૧૧ થી સમરસ યોજના નીચે મુજબ અમલમાં મૂકેલ છે
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા, આ રીતે સર્વસંમતિથી ચૂંટણી ગ્રામપંચાયતને નીચે પ્રમાણે પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઇ થઇ છે.
ક્રમ | વસ્તી | પ્રથમ વખત સામાન્ય સમરસ બને તો | સતત બીજી વખતની ચૂંટણીમાં સામાન્ય સમરસ બને તો | સતત ત્રીજી વખતની ચૂંટણીમાં સામાન્ય સમરસ બને તો |
---|---|---|---|---|
૧ | ૫,૦૦૦ સુધી | ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ધોરણ-૮ની સગવડ આપવી. | ૨,૫૦,૦૦૦/- (બે લાખ પચાસ હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) | ૩,૧૨,૫૦૦/- (ત્રણ લાખ બાર હજાર પાંચસો) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ) |
૨ | ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધી | ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ધોરણ-૮ ની સગવડ આપવી | ૩,૭૫,૦૦૦/- (ત્રણ લાખ પંચોતેર હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) | ૪,૬૮,૭૫૦/- (ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ) |
ક્રમ | વસ્તી | પ્રથમ વખત સામાન્ય સમરસ બને તો | સતત બીજી વખતની ચૂંટણીમાં સામાન્ય સમરસ બને તો | સતત ત્રીજી વખતની ચૂંટણીમાં સામાન્ય સમરસ બને તો |
---|---|---|---|---|
૧ | ૫,૦૦૦ સુધી | ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ધોરણ-૮ ની સગવડ આપવી | ૩,૭૫,૦૦૦/- (ત્રણ લાખ પંચોતેર હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) | ૪,૬૮,૭૫૦/- (ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ) |
૨ | ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધી | ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ધોરણ-૮ ની સગવડ આપવી | ૬,૨૫,૦૦૦/- (છ લાખ પચ્ચીસ હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) | ૭,૮૧,૨૫૦/- (સાત લાખ એકયાસી હજાર બસો પચાસ) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ) |
સતત બીજી વખત સમરસ પંચાયત થાય તો ૨૫ ટકા વધારે રકમ અને સતત ત્રીજી વખત સમરસ થાય તો બીજી વખતના પ્રોત્સામહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારે રકમ આપવાની જોગવાઇ કરેલ છે તથા નીચે મુજબની સુવિધાઓ આપવાની જોગવાઇ કરેલ છે.
પ્રોત્સાહક અનુદાનનો ઉપયોગ ગામના સામુહિક વિકાસના કામોમાં કરવાનો થાય છે, જેમ કે પીવાના શુધ્ધ પાણીની યોજના, આંતરિક એપ્રોચ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્દ્રોની વ્યવસ્થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દુષિત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા વગેરેમાં કરવાનો છે. આ ઉપરાંત જયાં પાણીની કાયમી તંગી વર્તાતી હોય ત્યાં વોટર રીચાર્જની વ્યવસ્થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કુવા ખોદાવવાના તથા નદી-નાળા પર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.
સમરસ ગ્રામપંચાયતોને આપવામા આવેલ અનુદાનોની વિગત |
||||
વર્ષ |
ચુટણી યોજાયેલ ગ્રામ |
સમરસ |
તે પૈકી |
અનુદાનની રકમ |
૨૦૦૧-૦૨ |
૧૦૪૬૭ |
૨૮૫૭ |
૧૭ |
૧૭૩૫.૫ |
૨૦૦૨-૦૩ |
૧૬૮૦ |
૬૨૧ |
૦ |
૩૮૦.૬ |
૨૦૦૩-૦૪ |
૧૫૮૬ |
૪૨૩ |
૦ |
૨૫૬.૬ |
૨૦૦૪-૦૫ |
૬૮ |
૧૪ |
૦ |
૮.૪ |
૨૦૦૬-૦૭ |
૧૦૩૫૫ |
૨૮૬૪ |
૧૩ |
૩૨૬૬.૮૨ |
૨૦૦૭-૦૮ |
૨૦૦૪ |
૭૧૪ |
૫ |
૬૪૧.૮૭ |
૨૦૦૮-૦૯ |
૧૪૨૯ |
૪૩૨ |
૪ |
૨૩૯.૨૫ |
૨૦૦૯-૧૦ |
૭૦૨ |
૧૯૯ |
૨ |
૨૨૮.૮૧ |
૨૦૧૦-૧૧ |
૦ |
૧૨૪ |
૦ |
૧૨૮.૧૨ |
૨૦૧૧-૧૨ |
૧૦૪૦૫ |
૨૧૨૩ |
૨૫૦ |
૫૫૬૨.૨૫ |
૨૦૧૨-૧૩ |
૧૭૨૮ |
૪૨૨ |
૭૧ |
૧૦૯૮.૭૫ |
૨૦૧૩-૧૪ |
૧૪૨૭ |
૨૯૦ |
૩૦ |
૭૫૩૧.૭૮ |
૨૦૧૪-૧૫ |
૬૩૮.૨૫ |
|||
કુલ |
૪૧૮૫૧ |
૧૧૦૮૩ |
૩૯૨ |
૨૧૭૧૭.૦૯ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020