ગ્રાહક જ્યાં તેમના ખાતાની જાળવણી કરવામાં આવે છે ત્યાં આઈઓબી મોબાઈલ બૅન્કિંગની નોંધણી કરાવી શકે છે. જેના માટે નીચેના પગલાંઓનું અનુસરો કરો:
પગલું 1: મોબાઇલ બેન્કિંગની અરજી પત્ર શાખા પર ઉપલબ્ધ હોય છે (અથવા) અરજી પત્ર પ્રાપ્ત કરવા માટે અહીં ક્લિક કરો.
પગલું 2: ડાઉનલોડ કરો અને અરજી પત્રની છાપેલી નકલ મેળવી તેને તમારી શાખામાં જમા કરો.
પગલું 3: ગ્રાહકે તેમના ખાતાની જાળવણી થતી હોય તે શાખામાં પોતાના સરનામાનો પુરાવો અરજી પત્ર સાથે જમા કરાવો.
પગલું 4: નોંધણી થઈ ગયા બાદ, ગ્રાહકને બે એસએમએસ મેળશે
પગલું 5: મોબાઇલ બેન્કિંગની એમપીન 3 દિવસની અંદર તમારા દ્વારા નોંધાવાયેલા સરનામા પર મોકલવામાં આવશે.
પગલું 6 એક વાર તમને એમપીન મેળી જાય, www.iobnet.mobi પર જાવ અને તમારા માન્ય વપરાશકર્તા આઈડી (યુઝર આઈડી) અને એમપીન દાખલ કરો..
પગલું 7: મોબાઇલ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ શરૂ કરો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020