অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તીર્થ ગ્રામ યોજના

scheme

યોજના હેઠળ ગામની પસંદગી માટેનાં ધોરણો

  • ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં સર્વસંમતિથી બિનહરીફ જાહેર થયેલ ગ્રામપંચાયતને સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. આવા જાહેર થયેલ સમરસ ગામને આ યોજનામાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.
  • છેલ્લા ત્રણ વર્ષમાં ગુનો બનેલ ન હોય તેવાં ગામોને પાવન ગામ તરીકે પસંદ કરી રૂ. ૫૦૦૦૦ પ્રોત્સાહક ગ્રાંટ આપવામાં આવે છે જેમાં સુધારો કરીને પંચાયત ગ્રામ ગહનિમાર્ણ અને ગ્રામવિકાસ વિભાગના ઠરાવ ક્રમાંકઃ- પરચ-૨૦૦૭-૭૪-ચ તા. ૧૭-૪-૨૦૧૨ અન્‍વયે યોજના હેઠળ પસંદ થયેલ પ્રત્‍યેક પાવનગામને રૂ. ૧,૦૦,૦૦૦/-(એક લાખ) પુરસ્‍કાર આપવાનું ઠરાવેલ છે.
  • છેલ્લા પાંચ વર્ષમાં ગુનો બનેલ ન હોય તેવાં ગામોને તીર્થગામ તરીકે પસંદ કરી રૂ. ૧૦૦૦૦૦ પ્રોત્સાહક ગ્રાંટ આપવામાં આવે છે જેમાં સુધારો કરીને પંચાયત વિભાગના ઠરાવ ક્રમાંકઃ- પરચ-૨૦૦૭-૭૪-ચ તા. ૧૭-૪-૨૦૧૨ અન્‍વયે યોજના હેઠળ પસંદ થયેલ પ્રત્‍યેક તીર્થગામને રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) પુરસ્‍કાર આપવાનું ઠરાવેલ છે.
  • માદક કે કેફી દ્રવ્‍યનું ઉત્‍પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઇએ.
  • સ્‍વચ્‍છતાનું યોગ્‍ય ધોરણ હોવું આવશ્‍યક છે.
  • કન્‍યા કેળવણીનો ઉંચો દર અને ડ્રોપ આઉટનો નીચો દર આવશ્‍યક છે.
  • સામાજીક સદભાવનામાં વિકાસ તેમજ સામાજીક વિવાદોનો અભાવ હોવો જોઇએ.
  • ચર્ચા અને સંવાદથી વિવાદોનો નિકાલ થવો જોઇએ.
  • ગામના ધાર્મિક સ્‍થાનો અંગે ગામમાં કોઇ વિવાદ ચાલતો ન હોવો જોઇએ.
  • ગામમાં દલિત અને આદિવાસી વિસ્‍તારમાં, ગામના અન્‍ય વિસ્‍તારમાં મળતી પ્રાથમિક સુવિધાઓ જેવી જ સુવિધાઓ ઉપલબ્‍ધ થયેલી હોવી જોઇએ.
  • ગામમાં મધ્‍યાહન ભોજન હેઠળ ગ્રામજનો દ્વારા તિથિઓ નોંધાવવામાં ભાગીદારી હોવી જોઇએ.
  • શાળાના ઓરડા, વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ શિક્ષણના સાધનો વિગેરે સાધન ખરીદીમાં ભાગીદારી હોવી જોઇએ.
  • ગામમાં અસ્‍પૃશ્‍યતા નિવારણનો ચુસ્‍ત અમલ થતો હોવો જોઇએ.
  • ગામમા; જળસંચય યોજના હેઠળ ખેત-તલાવડી / બોરીબંધ બનાવવામાં સારી સિદ્ધિ હાંસલ કરી હોવી જોઇએ.
  • આ યોજનાનું સંચાલન જીલ્લા કક્ષાએ જીલ્લા કલેકટરશ્રીના અધ્યનક્ષસ્થા ને કરવામાં આવે છે. જીલ્લા કક્ષાએ આ અંગેની સમિતિનું ગઠન કરવામાં આવેલ છે. તીર્થગામ પસંદ કરવા માટે પસંદગીના ધોરણો નક્કી કરી માર્કીંગ સીસ્ટમ દાખલ કરેલ છે. પરંતુ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૬-૪-૨૦૧૧ ઠરાવ ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૧૧-૫૨૩-જ અન્વયયે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા યોજના અંતર્ગત તીર્થગામ, પાવનગામ યોજનાના અસકરકારક અને ઝડપી અમલ માટે જિલ્લાગ કક્ષાની સમિતિને બદલે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યંક્ષપદે સમિતિની રચના કરવામાં આવેલ છે અને નિર્ણય લેવાની સત્તાસઓ સમિતિને સુપ્રત કરવામાં આવેલ છે.

તેમજ પંચાયત વિભાગના તા. ૧૭-૪-૨૦૧૨ના ઠરાવ ક્રમાંકઃ- પરચ-૨૦૦૭-૭૪-ચ અન્વચયે કરેલ સુધારામાં મુદ્દા નં. ૬(અ) મુજબ તીર્થગામની પસંદગી માટે વિચારણામાં લેવાના મુદ્દા પૈકી વિવિધ કાયદા હેઠળ કોઇ કેસ નોંધાયેલ હોય તેની પાત્રતામાં સુધારો કરી અકસ્મતના કારણે કોઇ ગુન્હો નોંધાયેલ હોય તેને ગણત્રીમાં લેવામાં આવશે નહિ. મુદ્દા નં. ૭ તીર્થગામ, પાવનગામની પસંદગી માટે હાલના સામાન્યા વિસ્તા રની ગ્રામ પંચાયત માટે ૫૦ ગુણ અને આદિજાતિ વિસ્તારની ગ્રામ પંચાયત ૪૫ ગુણના ધોરણમાં સુધારો કરી સામાન્ય વિસ્તા‍રની ગ્રામ પંચાયત માટે ૭૦ ગુણ અને આદિજાતિ વિસ્તાગર માટે ૬૦ ગુણનું ધોરણ રાખવામાં આવેલ છે.

સ્ત્રોત : પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate