অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમ

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમ

સરકારનો સ્વભાવ રજાનો હોય છે અને છ વાગ્યા પછી તો પ્રશ્ન જ નથી થતો. જો કોઇ આપને પ્રશ્ન કરે કે ફરક શું છે, તો ફરક આ છે. હું પણ ક્યારેક વિચાર કરું છું કે મને પણ આપના જેવી કોઇ તાકત આપી હોત. જ્યારે રીતેશને સાંભળી રહ્યો હતો તો મને વિચાર થઇ રહ્યો હતો કે એક ચા વેચનારે હોટેલ ચેઇનનો વિચાર કેમ ના કર્યો પરંતુ હોઇ શકે છે કે મારા નસીબમાં, નરેન્દ્ર મોદી ચા વેચનાર કંઇ કરી શકે કે ના કરી શકે પરંતુ દેશના કરોડો નવયુવાન કંઇક કરી શકશે એ આશા તો મારા મનમાં ભરેલી છે. જ્યારે મેં 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લાથી કહ્યું હતું કે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ- અપ ઈન્ડિયા તો એવી જ રીતે હવાની લહેરની જેમ વાત આવી અને જતી પણ રહી, ક્યાંક નોંધ ના થઇ પરંતુ આજે કદાચ સવા સો દિવસ પછી આ નોંધ થશે કે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા શું છે. જે દેખાય છે તે માનવું જોઇએ, આજે દેશભરમાં આઈઆઈટીના નવયુવાન આપને જોઇ રહ્યાં છે. દેશના અનેક સ્થાને યુવા સવારથી આ કાર્યક્રમને નિહાળે છે તેઓ પણ આપની સાથે ભાગીદાર છે

મોટાભાગના લોકોને લાગે છે કે સરકાર આ કરશે તો તે થશે, સરકાર આ કરશે તો આવું થશે. મારી વિચારસરણી કંઇક જુદી છે. મારો વિચાર છે કે સરકાર આ નહીં કરશે તો આટલું બધુ થશે અને એટલા માટે જ આજે આપ સહુને એટલા માટે એકઠા કરવામાં આવ્યા છે કે આપ અમને જણાવો કે શું શું નથી કરવાનું. 70 વર્ષ સુધી ઘણું બધું કર્યું છે અમે અને આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ અને હું તો કહું છું કે એક વખત અમે ન કરવાનો નિર્ણય પણ કરીએ તો આ લોકો 10 વર્ષમાં દેશને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે તેમ છે. દેશની દરેક વ્યક્તિના દિલમાં એક સપનું હોય છે એ સપનાંની સાથે તેના દિલમાં કંઇક વિચાર પણ હોય છે, આઈડિયાઓ હોય છે. કેટલાક લોકોને દરરોજ નવા નવા વિચાર એટલે કે આઈડિયા આવતા હોય છે અને સાંજ થતાં થતાં સુધી તો તેનું બાળમરણ થઇ જતું હોય છે. પરંતુ કેટલાક લોકો હોય છે કે જેઓ આઈડિયાની સાથે ઓતપ્રોત થઇ જાય છે અને તેમાંથી બહાર નિકળી શકતા નથી અને આખો પરિવાર હેરાન પરેશાન થઇ જાય છે કે આ કંઇક કરતો નથી, બસ તેમાં જ લાગેલો રહે છે, કોઇની સાથે વાત નથી કરતો, મિત્રો-દોસ્તોની સાથે નથી મળતો, શું થઇ ગયું છે તેને, ક્યાંક પાગલ તો નથી ગયોને પરંતુ એ જ એક દિવસે કંઇક કમાલ કરી બતાવે છે. ત્યારે આખા પરિવારને લાગે છે કે નહીં નહીં સાહેબ તેમાં તો અગાઉથી આવું જ હતું. આપ સહુના જીવનમાં આવા પ્રકારનો અનુભવ આવ્યો જ હશે.જે સર્વનાશ આપે સાંભળ્યું કોઇ માતાએ કહ્યું હોય કે નહીં કહ્યું હોય પરંતુ ઓછા વધારે પ્રમાણમાં દરેકને અનુભવ આવ્યો હશે. કારણ કે મોટાભાગના આ ફર્સ્ટ જનરેશન આન્ત્રેપ્રિન્યોર્ર છે, સમગ્ર સ્ટાર્ટ-અપ અને જ્યારે કંઇક વિચારશો તો નહીં દિકરા, આપણું કામ નથી તું ક્યાંક નોકરી કરી લે. શરુઆતમાં જ્યારે મિત્રોએ સાંભળ્યું હશે ત્યારે ખૂબ મઝાક ઉડાવી હશે, ઉપહાસ કર્યો હશે. આવતા જતા તમને એ નામે જ બોલાવતા હશે કે આ તો કંઇક કરી નાખવાનો હતો કે કંઇક કરી નાખવાનો છે પછી એ પળ આવ્યો હશે કે બધી જગ્યાએ વિરોધ થયો હશે, બધા દૂર, પરિવારના લોકોએ વિરોધ કર્યો હશે, આ નથી કરવાનું જાઓ જઇને કોઇક નોકરી કરો, કમાણી કરો. જો પેલાની ક્યાંક ઓળખાણ છે નેતાજી સાથે ઓળખાણ છે ક્યાંક લગાવી દેશે. એ વિરોધ છતાં પણ જેઓ ટકી ગયા હશે, આજે બધા કહેતા હશે કે યાર, આણે તો કમાલ કરી નાખી છે, મારે પણ કંઇક આવું જ કરવું છે.

દરેકના સ્ટાર્ટ-અપની જીવનની કહાની કંઇક આવા પ્રકારની જ છે. એક અંદરથી ઉર્જા આવતી હોય છે, આંતરિક સપનાં હોય છે, અંદરથી તેની સાથે પૂરા થઇ જવાનો ઇરાદો હોય છે ત્યારે જઇને પરિસ્થિતિઓ પલટે છે અને દુનિયામાં હર કોઇએ આ કર્યું જ હશે. ક્યારેક આપણે આજે વિચારીએ કે તેમણે 1423, મારા વિચારથી 1423 છે, કોલંબસ જ્યારે નિકળ્યો હશે ત્યારે શું મળવાનું હતુ પરંતુ તેને લાગ્યું હશે કે કોઇ નવો માર્ગ મારે શોધવાનો છે, વિશ્વને મારે જોડવાનું છે અને એ નીકળી પડ્યો હશે નીકળતા અગાઉ તેણે અનેક બાબતોનું અધ્યયન કર્યું હશે . ટેકનોલોજી વિકસાવી હશે અને નવો એક સ્પાઇસ રુટ વિશ્વને આપ્યો. આજે, આજે જે સ્પેસમાં કામ કરી રહ્યાં છે, શરુ જ્યારે થયું હશે ત્યારે તો લોકો હાંસી ઉડાવતા હશે, યાર આ શું કરી રહ્યા છે. હરેક બાબતની ક્યાંકથી શરુઆત થાય છે તો જે કરે છે તેને જ દેખાય છે શું થવાનું છે અને અન્યોને એ જ દેખાય છે કે આ તો પાગલ છે અને એટલા માટે જેમણે આ સફળતા હાંસલ કરી છે તેઓ ફક્ત ઉદ્યોગસાહસિક નથી.એક પ્રકારથી રોમાંચ સાહસ તેમની પ્રકૃતિનો હિસ્સો છે ત્યારે જઇને આ થાય છે. સ્ટાર્ટ-અપની સફળતા ફક્ત ઉદ્યોગસાહસિકતાની ક્વોલિટીથી નથી. પડકારો ઝીલવાની ક્ષમતા, એડવેન્ચર કરવાનો ઇરાદો એ તેની સાથે જોડાય છે અને ત્યારે જઇને આપણે વિશ્વને કંઇક આપી શકીએ તેમ છીએ. સ્ટાર્ટ-અપ, હું કાલે એડમ સાથે વાત કરી રહ્યો હતો.તે ખૂબ રસપ્રદ છે. તેમને મળવા જવું છે. તેમને હિન્દુ સ્તારનની ધાર્મિક દુનિયામાં ખૂબ રસ છે પરંતુ મને તેમણે એક વાત ખૂબ સારી જણાવી. તેઓ કહી રહ્યાં હતાં કે જેઓ પૈસા કમાવવાના ઇરાદાથી આવે છે તેઓ ક્યારેક સ્ટાર્ટ-અપ કરી શકતા નથી. જેઓ કંઇક કરવાના ઇરાદાથી આવે છે પૈસા તેમના માટે ગૌણ બાબત બની રહે છે અને આપ સહુએ જોયું હશે કે આપ લોકોએ જ્યારે શરુ કર્યું હશે ત્યારે આપનું બેન્ક બેલેન્સ શું હશે, એ ક્યારેય નહીં વિચાર્યું હશે પરંતુ જીવનમાં શું બદલાવ લાવવાનું છે તે અંગે વિચાર્યું હશે ત્યારે થયું હશે. ઉબેર કુબેર બની ગયો. આપણે ત્યાં કુબેર ભંડારી હતા અગાઉ. હું નથી માનતો કે એણે અગાઉ વિચાર્યું હશે. તેણે અગાઉ એ જ વિચાર્યું હશે કે ભાઈ લોકોની સમસ્યાનું હું કંઇ રીતે સમાધાન કરી શકું, સસ્તી કેબ કેવી રીતે શરુ કરી શકું અને તેમાંથી એક વ્યવસ્થા વિકસિત થઇ ગઇ. જ્યારે સ્ટાર્ટ-અપની ચર્ચા થતી હોય છે ત્યારે મોટાભાગે આઈટીની આસપાસ જ વિચારવામાં આવે છે અને હવે આપણે કેટલાક પગલાં જ દૂર છીએ, બસ એક એપની પાસે પહોંચી ગયા, થઇ ગયું. હરેક સમસ્યાનું સમાધાન એપ.અલબત્ત હું તેમાં ખુબ લાભમાં રહ્યો છું કારણ કે મેં નરેન્દ્ર મોદી એપ શરુ કરી છે. મને એટલા બધા યુવા વિચાર મળતા રહે છે. એટલા બધા લોકોને જાણવાનું મળે છે અને હુ આપને પણ આગ્રહ કરું છું. દેશભરમાં આ પ્રકારથી સ્ટાર્ટ-અપ અને દુનિયાભરના લોકોને હું કહું છું કે આપ લોકો મારી સાથે એપથી જોડાઈને પોતાની સકસેસ સ્ટોરી બતાવો, હું દુનિયાને બતાવીશ કારણ કે તે જ વાયરલ થવાનું છે. સકસેસ સ્ટોરી જ વાયરલ થવાની છે અને લોકોનું મનમંદિર જે છે તે સફળતાને જકડી રાખનારું છે. નિરાશાનું વાતાવરણ હવે નથી રહ્યું અને ગયા એ દિવસો પૂરા થઇ ગયા છે. આશા, વિશ્વાસ, કંઇક કરી બતાવવાનો જુસ્સો ઇરાદા એ સમય નજરે પડે છે અને તે જ સ્થિતિઓનો બદલે છે.એ જ પરિસ્થિતિઓને પરિવર્તિત કરવા માટેની તાકત રાખે છે અને તેનો હું અનુભવ કરી રહ્યો છું અને આજે હું જેવો અહીં પ્રવેશ્યો દરેકે મને એક જ રીપોર્ટ કર્યો, સાહેબ શું એનર્જી છે આ કાર્યક્રમમાં. આ વિજ્ઞાન ભવન કંઇક પહેલી વખત ભરાયું નથી પરંતુ એનર્જી પ્રથમ વખત ભરાઈ છે અને આ સભાગૃહમાં જે એનર્જી હશે પરંતુ એ આખા હિન્દુસ્તાનના નવયુવાનોના મનમંદિરનું પ્રતિબિંબ છે અહીં, તેમની આશા-આકાંક્ષાઓની પ્રતિધ્વનિ છે અહીંયા. અને એ અર્થમાં તેનું પોતાનું એક મહત્વ છે. જેઓ એપ બનાવે છે અથવા જેઓ સ્ટાર્ટ-અપની દુનિયામાં પ્રવેશે છે અથવા કોઇ નવી ચીજને ઇનોવેટ કરે છે તેના મૂળમાં કંઇક નવું કરવા માટેનો ઇરાદો હોય છે, રોમાંચવાળુ સાહસિકતાથી ભરેલી પ્રકૃતિ હોય છે. દરેક બાબતના ઉંડાણમાં જવાનો સ્વભાવ હોય છે પરંતુ સૌથી મોટી વાત એ હોય છે તેની અંદર એક સંવેદના હોય છે. ખૂબ ઓછા લોકો આ વાતનો અનુભવ કરી શકશે, તેની અંદર એક સંવેદના હોય છે અને જ્યારે કોઇ ખરાબ પરિસ્થિતિ જુએ છે, કોઇ સમસ્યા નિહાળે છે તો તે તેને ઉંઘવા દેતી નથી. સમસ્યાઓ એની નથી કોઇ અન્યની જ છે પરંતુ એ તેને ઉંઘવા નથી દેતી. તેનું મન કરે છે કે હું કોઇ માર્ગ શોધુ, હું કંઇક કરું એમના માટે. હું હમણાં બહાર આપનું વર્ચ્યુઅલ એક્ઝિબિશન જોઇ રહ્યો હતો. ત્યાં મને એક સિમ્પલ વસ્તુ કોઇએ બતાવી હતી. એક આવું જ પેડ હતું હાર્ડબોર્ડનું અને બિલ્ડ હતું. હવે આટલી વિશાળ સ્ટાર્ટ-અપની દુનિયામાં તેને ક્યાં મુકવામાં આવ્યું હશે ત્યાં મેં પૂછ્યું. જવાબ મળ્યો કે સાહેબ દેશમાં આટલા બધા અકસ્માત થાય છે. અકસ્માત થયા પછી જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેના હાડકાં તો તૂટે જ છે. તેને લઇ જવાનું હોય તો મેડિકલ સર્વિસના લોકો આવશે પરંતુ ત્યાં સુધી શું કરવાનું. તો તેમણે એક હાર્ડબોર્ડ પર એક સામાન્ય વસ્તુ બનાવી છે તેને પગની નીચે લગાવી દો, પટ્ટી કેવી રીતે બાંધવી તે પણ તેની ઉપર લખવામાં આવ્યું છે. બોલો કોઇ ખર્ચ જ નહીં. હવે આનો અર્થ એ કે તેના દિલમાં આગ લાગી હશે. કે એક અકસ્માત થાય છે બિચારો કેટલો પરેશાન થતો હશે. લઇ જતા જ બે હાડકાં તૂટી જતાં હશે. તેમાંથી તેણે વિચાર્યું અને તે એક ઇનોવેશન બની ગયું. કોઇક માટે જે દુઃખ હોય છે, જે આપણને દુઆ આપવાની તાકત આપે કે ના આપે, આપણી અંદર એવી એક અવસ્થા પેદા કરે છે જે આ લાખો-કરોડોના દર્દને દૂર કરવાનું કારણ બની જાય છે અને ત્યારે સ્ટાર્ટ-અપ થાય છે અને એટલા માટે આપનું આ સ્ટાર્ટ -અપ અભિયાન, આ બેન્ક બેલેન્સ અને રુપિયા-પૈસા કેટલા છે તેની સાથે જોડાયેલું નથી. જન સામાન્યની સમસ્યાઓથી મુક્તિ અપાવવી, સુવિધાઓને સરળ બનાવવી, આ એક મહત્વપૂર્ણ કામને કરવા માટેની તાકત રાખે છે. અને એટલા માટે જો આપણે આપણી આસપાસ ઝીણવટ ભરેલી નજરે જોઇશું તો લાગશે કે યાર, ભગવાને મને બુદ્ધિ આપી છે, હું ભણેલો છું, હું ટેકનોલોજીનો જાણકાર છું. હું આ સમસ્યાનો સમાધાન વિચારું, હું કંઇક શોધું અને ફરી તે શરુ કરી નાખે છે. હર કોઇ સામાન્ય માનવી શું કરશે. બિચારા તેની સાથે ઝઝૂમશે અથવા તો વ્યવસ્થાને વખોડશે. કહેશે કે આ નથી કર્યું તે નથી કર્યું. મીડિયાવાળા હશે તો રીપોર્ટ કરી દેશે. સમસ્યા જ્યાંની ત્યાં જ રહેશે. પરંતુ જેના મનમાં આ જે ચેતના પડેલી છે તે એનો ઉપાય શોધશે અને તે સ્ટાર્ટ-અપનું કારણ બને છે. અહીં આટલા બધા નવયુવાનો છે. મારા મનમાં આવે છે કે આપ લોકો જરા વિચારો.આપણા દેશનો ખેડૂત કેટલી મહેનત કરે છે. આટલી મહેનત કરે છે અને જે અનાજનો પાક મળે છે તેમાંથી વધારે પ્રમાણમાં બગાડમાં જતું રહે છે, બરબાદ થાય છે. હવે જૂના જમાનામાં ઇન્ફ્રાસ્ટ્રકચર, તેના માટે પૈસા, આ વ્યવસ્થા, શું આપણો કોઇ નવયુવાન પોતાનું મગજ લગાવીને એવી કોઇ વ્યવસ્થા વિકસાવી શકે છે કે જે પોષાય તેવી હોય અને આટલું બધું જે આપણે ત્યાં બગાડ થાય છે તે બચી જશે. શક્ય છે કે કદાચ દુનિયાના અનેક ગરીબ દેશોનું પેટ ભરી શકાય આટલા બગાડથી. આપણા ફળ-ફૂલ, શાક, ફળ પકવનાર ખેડૂત પહાડી વિસ્તારમાં રહે છે, શહેરમાં આવતા સુધીમાં બિચારાનો માલ ખરાબ થઇ જાય છે. આપણને તેઓ શું ટેકનોલોજી આપશે, કઇ આધુનિક વ્યવસ્થા આપી શકશે. હું હમણા એક દિવસ કંઇક આ એઇરીટેડ વોટર બનાવનારી કંપનીઓને મળ્યો હતો. મેં કહ્યું તમે આટલું બધું સારું સારું બનાવો છો પેપ્સી અને કોલા અને ન જાણે શું શું બનાવે છે મને તો નામ પણ નથી ખબર. કેમ નહીં આપ લોકો બે ટકા, પાંચ ટકા નેચરલ ફ્રુટ જ્યૂસ, ફરજીયાત તેનો હિસ્સો બનાવી દો, હિન્દુસ્તાનના દરેક ખેડૂત જે પકવે છે તે આપમેળે વેચાઈ જશે જો તેના અંગે કોઇ વિચારશે તો. હવે જુઓ આજે આપણા જ દેશના વૈજ્ઞાનિકોએ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આપણા જ લોકોને વેક્સિન પર કામ કર્યું. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં, મોટભાગે ગરીબ લોકોને સસ્તામાં સસ્તી બાળકો માટેની જે રસી હોય છે ક્યાંકથી પહોંચે છે તે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. અને આટલા દિવસો જેટલા પણ લોકો મને મળ્યાં છે તેઓ કહે છે કે સાહેબ અમારી માગણીઓ ઘણી બધી છે, તેના પ્રોડક્શન માટે હજુ કયા માર્ગ નિકાળશો. લોકો પોતાનું ડોનેશન આપવા માટે તૈયાર હોય છે કે આપણે, આપણે જે ભારતના લોકોએ વેક્સિનની દિશામાં કેટલા કરોડો કરોડો બાળકોની જિંદગી બચી રહી છે. જેણે લેબમાં બેસીને કામ કર્યું હશે, જેણે કોન્સેપ્ટ વિચાર્યો હશે એમની તો ઓળખાણ પણ નહીં થઇ હશે પરંતુ આજે લાગે છે કે તેમણે માનવતાની કેટલી મોટી સેવા કરી છે. આપણે એવી કઇ કઇ બાબતો કરીએ કે જેના કારણે આપણે અહીં હવે જેવા ઓટોમિક એનર્જીવાળાઓએ ડુંગળીને લાંબા સમય સુધી જાળવા રાખવા માટેની ઘણી વ્યવસ્થા વિકસાવી છે કારણ કે ડુંગળીનાં ભાવ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જતાં રહે છે ત્યારે સરકારનો શ્વાસ પણ ઉપર - નીચે થતો રહે છે. કેમ, કારણ કે તે લાંબા સમય સુધી ટકતા નથી ખરાબ થઇ જાય છે. ઉત્પાદન વધારે થાય તો પણ ખેડૂતનો મરો થાય છે, ઉત્પાદન ઓછું થાય તો તેને જાળવી રાખવા માટેની વ્યવસ્થાઓ વિકસિત થાય છે. એટોમિક એનર્જીવાળાઓ આ અંગે ખૂબ કામ કરી રહ્યાં છે પરંતુ તે ખૂબ ખર્ચાળ હોય છે. શું આપણા સ્ટાર્ટ-અપની દુનિયાના નવયુવાન આવી કોઇ બાબતમાં જશે. આઈટીના વર્તુળમાંથી બહાર નીકળીને આપણે અને આવા નાના સાધન, હવે ભારતમાં જુગાડ. હું સમજું છું કે કદાચ આવું ઇનોવેટિવ ભારત દુનિયામાં ક્યાંય પણ નજરે નહીં આવે. આજે હરેક વ્યક્તિ પાસે કોઇકને કોઇક ઇનોવેશન છે. મેં એવા લોકો જોયા છે કે વીજળી નથી તો મોટરસાયકલથી પંપ ચલાવે છે અને પાણી ખેંચે છે અને ખેતરો સુધી પાણી પહોંચાડે પણ છે. તેમણે પોતાની રીતે માર્ગ શોધી લીધો છે. આવા જુગાડ કરનારા લોકોની કમી નથી. પરંતુ તેઓ જે જુગાડ કરે છે, પોતાની વ્યવસ્થાને સંભાળી લે છે. પરંતુ આપણી પાસે એ પ્રકારની નજર હોય, દર્શન થાય. જોઇએ તો આપણામાં સ્પાર્ક થાય છે યાર તેને હું સ્કાલાબલ કરું એવી વ્યવસ્થા હું બનાવી દઉં. જ્યારે આપણે મેક ઇન ઈન્ડિયા કહીએ છીએ ત્યારે મેક ફોર ઈન્ડિયા પણ છે કારણ કે સવા સો કરોડનો દેશ છે, આટલું મોટું માર્કેટ છે. પરંતુ આપણે ઇચ્છીએ છીએ કે તે ફુલ પ્રૂફ કેવી રીતે બની શકે, સરળ કેવી રીતે બની શકે અને સામાન્ય માનવી માટે તે કેવી રીતે સરળતાથી ઉપલબ્ધ બની શકે તેમ છે. જો આ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આપણે સફળ બનીએ છીએ તો હું માનું છું કે આપણા દેશના નવયુવાન આપણી પોતાની સમસ્યાઓને.અહીં કોઇકે કહ્યું કે જો હું જો દેશની સમસ્યાને સમજી શકીશ, કદાચ તિવારીએ કહ્યું હશે. હું મારી સમસ્યાઓને સમજી શકીશ ત્યારે જઇને મને માર્ગ શોધવા માટેની સૂઝ પડશે અન આ જેટલું ફેલાશે દેશમાં વિકાસ માટેની સંભાવનાઓ પણ એટલી જ રહેલી હશે. એ સંભાવનાઓથી લઇને નાનામાં નાની આવશ્યકતાઓથી લઇને મોટામાં મોટી. અને સ્ટાર્ટ-અપનો અર્થ એ નથી કે હર કોઇની પાસે બિલિયન ડોલરનું કામ થઇ રહ્યું હશે અને બે હજાર લોકો કામ કરે એ જરૂરી પણ નથી. પાંચ લોકોને પણ જો હું રોજગારી આપી શકીશ તો મારું સ્ટાર્ટ-અપ મારા દેશને આગળ વધારી રહ્યું છે. એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન લાવવાનું છે કે યુવાઓના મગજમાંથી જોબ સીકરની માનસિકતામાંથી તેમને બહાર લાવવાના છે. તેઓ જોબ ક્રિએટર બને.

અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ અને મહિલાઓની વચ્ચે ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રત્યેક ઉદ્યમશીલ વર્ગ માટે સરેરાશ પ્રતિ બેન્ક શાખામાં કમ સે કમ બે આવી પરિયોજનાઓને સુગમ બનાવવાનો છે.

  • આ યોજનાની શરુઆત પછી 36 મહિનાઓમાં ઓછામાં ઓછું અઢી લાખ મંજૂરીઓનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
  • સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં નીચે જણાવેલ જોગવાઈઓનો સમાવેશ થાય છેઃ 
    10,000 કરોડ રુપિયાની શરુઆતની રકમ સાથે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેન્ક (સીડબી)ના માધ્યમથી પુનર્વિત બારી
  • રાષ્ટ્રીય ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી)ના માધ્યમથી એક ઋણ ગેરંટી તંત્રનું સર્જન
  • ધિરાણ લેનારાઓને ઋણ પૂર્વ ચરણ અને સંચાલનો બન્ને પ્રક્રિયાઓ દરમ્યાન સહયોગ આપવો. તેમાં લેખા ક્રય સેવાઓની સાથે તેમની ઘનિષ્ટતાને વધારવી, ઓનલાઇન પ્લેટફોર્મ અને ઈ-માર્કેટ સ્થાનોની સાથે રજીસ્ટ્રેશન તથા સર્વશ્રેષ્ઠ પ્રચલનો અને સમસ્યા સમાધાન પર સત્રોનું આયોજનનો સમાવેશ થાય છે. 
    આ યોજનાનું વિવરણ આ પ્રકારે છે
  • અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ બન્ને માટે સમર્થન એકઠું કરવા પર ધ્યાન કેન્દ્રિત
  • આ મંજૂરીનો સમગ્ર ઉદ્દેશ્ય વસતીનાં એવા સુવિધા વંચિત ક્ષેત્રો સુધી બેન્ક ધિરાણની સુવિધા પુરી પાડવા માટે સંસ્થાગત ઋણ સંરચનાનો લાભ લેવાનો છે. આ બેન્ક ઋણ અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અને મહિલા વર્ગના એવા કર્જદારો દ્વારા રચાયેલ બિન કૃષિ ક્ષેત્રમાં ગ્રીન ફિલ્ડ ઉદ્યમો માટે 10 લાખથી 100 લાખ રુપિયાની વચ્ચે અને સાત વર્ષની અવધિ સુધી પુનઃચૂકવણીને યોગ્ય હશે.
  • આ યોજના હેઠળ ઋણ ઉપરોક્ત રુપથી સંરક્ષિત અને એક ઋણ ગેરંટી યોજનાના માધ્યમથી ઋણ ગેરંટીથી સમર્થિત હશે, જેના માટે આર્થિક સેવા વિભાગ કામ પાર પાડશે અને રાષ્ટ્રીય ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી) સંચાલક એજન્સી હશે.
  • સમગ્ર ઋણનું માર્જીન ધન 25 ટકા સુધી રહેશે. રાજ્ય યોજનાઓની સાથે સમન્વયથી અનેક લેણદારો માટે માર્જીન ધન જરુરિયાતમાં વાસ્તવિક ઘટાડો થવાની આશા છે. એક અવધિ પછી આવો એક પ્રસ્તાવ છે કે ક્રેડિટ બ્યૂરોના માધ્યમથી ધિરાણ લેનારાઓ માટે એક ઋણ ઇતિહાસનું નિર્માણ કરવામાં આવશે.

સ્ત્રોત: પત્ર સુચના કાર્યાલય, ભારત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate