অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્માર્ટ વિલેજ યોજનાની માર્ગદર્શિકા

સ્માર્ટ વિલેજ યોજનાની માર્ગદર્શિકા

  1. ઉદ્દેશ
  2. સ્માર્ટ વિલેજ ની સમજુતી
  3. ગ્રામ પંચાયત પસંદગીના ધોરણો
  4. ગ્રાંટ ફાળવણી
    1. પ્લાનીંગ પ્રક્રીયા
    2. ગ્રામ પંચાયતો દ્વારા રજુ થયેલ પ્લાન
  5. સ્માર્ટ વિલેજની પસંદગી માટેની સમિતિઓ
    1. જિલ્લા સ્તરની પસંદગી સમિતિ (તજજ્ઞ સમિતિ )
    2. જિલ્લા સ્તરની પસંદગી સમિતિ ની ફરજો અને કાર્યો
    3. રાજય સ્તરની પસંદગી સમિતિ
    4. રાજય સ્તરની પસંદગી સમિતિના અધિકારો અને ફરજો
    5. રાજ્ય સ્તરની અમલીકરણ સમિતિ
    6. રાજ્ય સ્તરની અમલીકરણ સમિતિના અધિકારો અને ફરજો
    7. રાજ્ય કક્ષાની તજજ્ઞ સમિતિ
    8. રાજ્ય કક્ષાની તજજ્ઞ સમિતિના અધિકારો અને ફરજો
    9. જિલ્લાવાર સ્માર્ટ વિલેજની દરખાસ્તો સમયમર્યાદામાં મેળવવા તેમજ રજુ થયેલ દરખાસ્તોની
  6. સ્માર્ટ વિલેજ બનાવવાના ફરજીયાત લક્ષ્યાંક
  7. વિઝન
    1. સામાજીક વિકાસ
    2. માનવ વિકાસ
    3. આર્થિક ક્ષેત્ર
    4. સામુદાયીક સુવિધાઓ
  8. અમલીકરણ
    1. જિલ્લા કક્ષાની મોનીટરીગ અને અમલીકરણ
    2. જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની ફરજો અને જવાબદારી
    3. કામો અને કાર્યક્રમો
    4. મુલ્યાંકન
  9. અમલીકરણ માટે ખાનગી સંસ્થાનો સહયોગ
  10. સ્માર્ટ વિલેજ સોસાયટીની રચના
  11. યોજનાની સમીક્ષા
  12. સ્પષ્ટતા
  13. એનેક્ષર:-૧ અરજી ફોર્મ
  14. એનેક્ષર- ૨: સ્માર્ટ વિલેજ પસંદગીના ધોરણો
  15. એનેક્ષર- ૨: સ્માર્ટ વિલેજ પસંદગીના ધોરણો
  16. એનેક્ષર- ૩ : કામો ની માર્ગદર્શક સૂચી
  17. એનેક્ષર- ૪ : કાર્યક્રમોની માર્ગદર્શક સૂચી
  18. એનેક્ષર- ૫ તબક્કા -૨ માં સીધા પ્લાન રજુ કરવા માટેની લાયકાત માટેના ફરજીયાત લક્ષ્યાંકો

ઉદ્દેશ

ગ્રામીણ વિકાસની વિવિધ સામૂહિક અને કલ્યાણકારી યોજનાઓના અમલ દ્વારા ગુજરાત રાજ્ય “સ્વરાજ્યથી સુરાજ્ય" તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગ્રામ પંચાયતો આયોજનપૂર્વક વ્યવસ્થિત રીતે સ્વશાસન દ્વારા વધુ કાર્યક્રમોથી પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરે અને પોતાની આકાંક્ષાઓ મુજબ સામાજિક, માનવ, આર્થિક અને વ્યક્તિલક્ષી વિકાસ કરવા સુયોજીત આયોજન કરી ચોક્કસ લક્ષ અને દીર્ધદ્રષ્ટીથી કાર્ય કરે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા કટીબદ્ધ બને તે માટે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ થાય અને અંતત: ગામડાઓ સમૃદ્ધ અને સ્માર્ટ બને ગામડાઓથી શહેર તરફનું પ્રયાણ અટકે તે હેતુથી સ્માર્ટ વિલેજ સ્પર્ધા અને આ સબંધે ગ્રામ પંચાયતો તે ગ્રાન્ટ ફાળવણી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે ગ્રામ્યકક્ષાએ ચોક્કસ દિશામાં અને ચોક્કસ લક્ષ્ય સાથે પહેલ થાય અને તંદુરસ્ત સ્પર્ધાની ભાવના વધુ જાગૃત બને તે હેતુથી "સ્માર્ટ વિલેજ યોજના" અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે.

સ્માર્ટ વિલેજ ની સમજુતી

જે ગામ પાસે પોતાની ઇચ્છા શક્તિથી ગામના વિકાસની દીર્ધદ્રષ્ટી હોય તથા સરકારની સામુહિક વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના સમન્વય સાથે પોતાના ગામને સ્વચ્છ, સ્વસ્થ, હરીયાળુ, પ્રદુષણ મુક્ત, ગુન્હા મુક્ત અને રોગમુક્ત કરવાનું સૂચારુ આયોજન હોય, જે લોકોની સુખાકારી અને સુવિધાઓને કેન્દ્રમાં રાખી નિર્ધારિત લક્ષ્ય સિદ્ધ કરી પોતાના ગામને સામાજિક રીતે સમરસ અને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવે. સ્માર્ટ વિલેજ એટલે એવુ ગામ જે લોકશાહી ઢબે નિર્ણયો કરી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા જાગ્રત હોય અને જ્યાં યુવા, મહિલા, ખેડૂતો , ગ્રામ કારીગરો તેમજ પછાત અને વંચિત લોકોને વિકાસની પુરતી અને સમાન તક મળતી હોય.

ઉક્ત ઉદ્દેશ ધ્યાને લઇ બે વિભાગમાં યોજના અમલી બનશે જેમાં (૧) રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્માર્ટ વિલેજ માટે નિયત ગ્રાન્ટની ફાળવણી માટે પાત્રતા માટે સ્પર્ધા કરી ગ્રામપંચાયતોની પસંદગી કરવામાં આવશે. (૨) પસંદ થયેલ ગ્રામપંચાયતોને ત્રણ વર્ષ સુધી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. જેની મદદથી ગ્રામપંચાયતો પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે કાર્યરત થશે. ત્રણ વર્ષના અંતે નિયત લક્ષ્યાંકો સિદ્ધ કરનાર ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવશે.

ગ્રામ પંચાયત પસંદગીના ધોરણો

  1. પસંદગી માટે ગ્રામપંચાયત એક યુનિટ તરીકે રહેશે.
  2. દરેક તાલુકા માંથી એક ગામ સ્માર્ટ વિલેજ સ્પર્ધા પછી પસંદ કરવામાં આવશે.
  3. રાજ્યમાં પછાત જાહેર થયેલા તાલુકા માંથી એક વધારાનું ગામ પસંદ કરવાનુ રહેશે.
  4. પ્રથમ તબક્કામાં તમામ તાલુકા મથકના ગામો જ્યાં ગ્રામપંચાયત છે તેનો સમાવેશ પસંદગી પ્રક્રીયાના બીજા તબક્કામાં સીધા કરવામાં આવશે.

ગ્રાંટ ફાળવણી

સ્માર્ટ વિલેજ માટેની ગ્રાંટ માટે યોગ્યતા પ્રાપ્ત કરનાર ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત મારફત ગ્રાંટ ફાળવણી કરવામાં આવશે. મહત્તમ ગ્રાંટ ફાળવણી વસ્તી અને વિસ્તાર આધારિત નીચે મુજબ કરવામાં આવશે.

વસ્તી

વિસ્તાર (હેક્ટરમાં)

મહત્તમ મળવા પાત્ર ગ્રાંટ

(એ) ૧૦,૦૦૦ થી ઉપરની વસ્તી વાળા ગામ

૩૦૦૦ થી ઉપર

 

૧૦૦.૦૦

 

 

૧૦૦૦ થી ૩૦૦૦ થી ઓછો

૯૦.૦૦

 

૧૦૦૦ થી ઓછો

૮૦.૦૦

(બી) પ૦૦૦ થી ૧૦,૦૦૦ સુધી

૩૦૦૦ થી ઉપર

૭૫.૦૦

 

૧૦૦૦ થી ૩૦૦૦ થી ઓછો

૧૦૦૦ થી ઓછો

૬૭.૫૦

૬૦.૦૦

 

૩૦૦૦ થી ઉપર

૫૦.૦૦

(સી) પ૦૦૦થી ઓછી વાળા

૧૦૦૦ થી ૩૦૦૦ થી ઓછો

૪૫.૦૦

 

૧૦૦૦ થી ઓછો

૪૦.૦૦

 

  • ગ્રાંટ ફાળવણી પ્રથમ હપ્તામાં પ૦ % રકમ તેમજ બાકીની રકમ સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા મળેલ ગ્રાંટના ૫૦ % રકમ નો ખર્ચ કર્યા બાદ ફાળવવાની રહેશે.
  • આ ગ્રાંટ નો ખર્ચ પ્લાન પૈકીના મંજૂર થયેલા કામો અને કાર્યક્રમો માટે જ કરવાનો રહેશે.

પ્લાનીંગ પ્રક્રીયા

  • સ્માર્ટ વિલેજ માટે તાલુકા તરફથી ઠરાવના પેરા-૩.૧ મુજબ રજુ થયેલ બેવડી સંખ્યાની દરખાસ્તો વાળી ગ્રામ પંચાયતો દ્વારા પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે નિર્ધારીત લક્ષ્ય અને અપેક્ષાઓ સિધ્ધ કરવાના વિઝન સાથેનું આયોજન જિલ્લા સ્તરની તજજ્ઞ સમિતિ સમક્ષ રજુ કરશે. આ પ્લાન બનાવવા માટે ગ્રામ પંચાયતોને જિલ્લા સમિતિ દ્વારા ટેકનીકલ અને વહીવટી સપોર્ટ માટે ટેકનીકલ કોલેજોના વિદ્યાર્થીઓ અથવા આ ક્ષેત્રની જિલ્લાની સર્વેચ્છિક સંસ્થાઓનો સહયોગ અને જિલ્લાની ટીમની મદદ અને માર્ગદર્શન આપવાની વ્યવસ્થા જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા કરવામાં આવશે. ગ્રામ પંચાયતો દ્વારા રજુ થયેલ પ્લાન નું સર્વગ્રાહી મુલ્યાંકન તજજ્ઞ સમિતિ દ્વારા નીચે મુજબના માર્ગદર્શક મુદ્દાઓ ધ્યાને લઇ કરવામાં આવશે.

ગ્રામ પંચાયતો દ્વારા રજુ થયેલ પ્લાન

  1. સ્માર્ટ વિલેજના ઉદેશ્યને અનુરૂપ છે કે કેમ?
  2. ગ્રામપંચાયતને કરવાના થતા ફરજિયાત લક્ષ્યાંકો અને વિઝનની સિદ્ધિ માટેની યોજના અને પગલાઓ સૂચવેલ છે કે કેમ ?
  3. ગ્રામપંચાયતના વિઝન અને ચોક્કસ ઉદેશ્યની પૂર્તિ માટે પ્લાન યોગ્ય છે કે કેમ ?
  4. તમામ સેક્ટરને આવરી લઇ સર્વ ગ્રાહી પ્લાન બનેલ છે કે કેમ ?
  5. રજુ થયેલ પ્લાન નાગરિકોની સુવિધાઓ અને સેવાઓની વૃધ્ધિ સુચવે છે કે કેમ ?.

દર વર્ષે ગ્રામ પંચાયતો દ્વારા સ્માર્ટ વિલેજના રજુ થતા પ્લાન પૈકી જિલ્લા દીઠ સૌથી સારા, સમતોલ પ્લાન બનાવનાર ટીમને રૂ.૧૦,૦૦૦ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

સ્માર્ટ વિલેજની પસંદગી માટેની સમિતિઓ

ગ્રામપંચાયતોની પસંદગી માટે રાજ્ય સ્તરે , જિલ્લા સ્તરે પસંદગી સમિતિની રચના કરવાની રહેશે. જે નીચે મુજબની રહેશે.

જિલ્લા સ્તરની પસંદગી સમિતિ (તજજ્ઞ સમિતિ )

  • જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના સભ્યોને સમાવીને જિલ્લા સ્તરની પસંદગી સમિતિની રચના કરશે. રાજ્ય સરકાર દરેક જિલ્લા માટે તજજ્ઞ સમિતિના સભ્યની નિમણુંક માટે ભલામણ કરી શકશે.
  • સંબંધિત જિલ્લાની યુનિવર્સીટીના કુલપતિશ્રી/ઉપકુલપતિ/કોલેજના ડીન કક્ષાના પ્રોફેસરની ઉપલબ્ધિના આધારે સમાવવા
  • પ્રતિષ્ઠીત સંસ્થાના પ્રતિનિધિ
  • તજજ્ઞ – આયોજન
  • તજજ્ઞ – ગ્રામ વિકાસ
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારી – સંકલન કરશે.

જિલ્લા સ્તરની પસંદગી સમિતિ ની ફરજો અને કાર્યો

  1. તાલુકાવાર ગામોની દરખાસ્તો મેળવવી
  2. તાલુકા તરફથી મળેલ દરખાસ્તોની ચકાસણી કરવી
  3. યોજનાનો ઉદ્દેશ અને વિઝનને અનુરૂપ ખદરખાસ્તો તૈયાર કરવા માર્ગદર્શન આપવું
  4. નિયત માપદંડો અને રાજ્યકક્ષાની સમયાંત્તરે મળતી સુચનાઓ ધ્યાને લઇ ગામની પસંદગી કરવી
  5. પસંદ થયેલ ગામોની યાદી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજુ કરવી

રાજય સ્તરની પસંદગી સમિતિ

  1. માન. મુખ્યમંત્રીશ્રી
  2. માન.મુખ્ય સચિવશ્રી
  3. અધિક મુખ્ય સચિવશ્રી/અગ્રસચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
  4. અધિક મુખ્ય સચિવશ્રી/અગ્રસચિવશ્રી, ગ્રામ વિકાસ પ્રભાગ
  5. અગ્ર સચિવશ્રી (નાણાં) - નાણાં વિભાગ
  6. વિકાસ કમિશનરશ્રી - સભ્ય સચિવશ્રી - આ કમીટીની તમામ કામગીરીનું સંકલન કરશે.

રાજય સ્તરની પસંદગી સમિતિના અધિકારો અને ફરજો

  1. આ યોજનાના અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શક સિધ્ધાંતો નક્કી કરવા અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવું
  2. જિલ્લાવાર ગામોની પસંદગી કરવી
  3. આ યોજનાની સર્વગ્રાહી / સંવાંગી સમીક્ષા કરવી
  4. આ યોજનામાં સમાવિષ્ટ સ્માર્ટ વિલેજ જાહેર કરવા
  5. આ યોજના અંગે જરૂરી ક્ષમતાવર્ધનના કાર્યક્રમોની મંજુરી આપવી
  6. આ યોજનાના અમલીકરણ માટે જરૂર જણાય ત્યાં ગુજરાત સરકારના કે ભારત સરકારના વિભાગો/ મંત્રાલયો સાથે સંકલન કરવું તથા ઉપસ્થિત પ્રશ્નોનોનો / બાબતોનો નિકાલ કરવો.

રાજ્ય સ્તરની અમલીકરણ સમિતિ

  1. માન.પંચાયત મંત્રીશ્રી / માન.રા.ક.મંત્રીશ્રી (પંચાયત)
  2. અગ્રસચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
  3. અધિક મુખ્ય સચિવશ્રી/અગ્રસચિવશ્રી, ગ્રામ વિકાસ પ્રભાગ
  4. અગ્ર સચિવશ્રી / સચિવશ્રી (ખર્ચ) - નાણાં વિભાગ
  5. વિકાસ કમિશનરશ્રી - સભ્ય સચિવશ્રી - આ કમીટીની તમામ કામગીરીનું સંકલન કરશે.

રાજ્ય સ્તરની અમલીકરણ સમિતિના અધિકારો અને ફરજો

  1. યોજનાના અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવું
  2. સ્માર્ટ વિલેજ માટે જિલ્લા તરફથી દરખાસ્તો મેળવવી
  3. જિલ્લા તરફથી રજુ થયેલ ગામોના પ્લાનીંગ મેળવવા
  4. યોજના અંગે જરૂરી ક્ષમતા વર્ધનના કાર્યક્રમો તૈયાર કરવા
  5. આ યોજનાના અમલીકરણ માટે જરૂર જણાય ત્યાં ગુજરાત સરકારના કે ભારત સરકારના વિભાગો મંત્રાલયો સાથે સંકલન કરવું તથા ઉપસ્થિત પ્રશ્નોનોનો / બાબતોનો નિકાલ કરવો.
  6. રજુ થયેલ પ્લાનમાં ફેરફાર કે ગ્રામ પંચાયતો ધ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મારફતે રજૂ થતા નવા કામો/આ યોજના હેતુને વધારે સારી રીતે સિધ્ધ કરી શકે તેવા ઇનોવેટીવ કામો ને મંજુરી આપવી

રાજ્ય કક્ષાની તજજ્ઞ સમિતિ

જિલ્લા તરફથી મળેલ તમામ દરખાસ્તોની ચકાસણી અને મુલ્યાંકન કરવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિને પસંદગીમાં મદદરૂપ થવા માટે ગ્રામ વિકાસના કામોનો વિસ્તુત અનુભવ ધરાવતા તજજ્ઞો ધરાવતી ખાસ તજજ્ઞ સમિતિની રચના રાજય સરકાર કરશે અથવા આ ક્ષેત્રની રાજ્યની કોઇ તજજ્ઞ સંસ્થાનો સહયોગ મેળવવા માટે તેની નિમણુંક કરી શકશે.

રાજ્ય કક્ષાની તજજ્ઞ સમિતિના અધિકારો અને ફરજો

  1. જિલ્લાવાર ગામોની દરખાસ્તોની ચકાસણી કરી રાજ્ય પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવી
  2. સ્માર્ટ વિલેજના પ્લાનીંગ અંગે માર્ગદર્શન આપવું.
  3. યોજના વધુ વિસ્તુત અને અસરકારક બને તે માટે ભલામણો કરવી અને આ યોજનાનો હેતુ સિધ્ધ થાય તે માટે યોજનાને ફાયદાકારક ઇનોવેટીવ કામો / આઇડીયા સૂચવવા

જિલ્લાવાર સ્માર્ટ વિલેજની દરખાસ્તો સમયમર્યાદામાં મેળવવા તેમજ રજુ થયેલ દરખાસ્તોની

ચકાસણી માટે રાજ્ય કક્ષાએ તજજ્ઞ સમિતિની રચના અથવા આ ક્ષેત્રની સક્ષમ સંસ્થા નક્કી કરવાની કાર્યવાહી તેમજ યોજના અંગેના ક્ષમતાવર્ધન અને પ્રચાર પ્રસાર ના કાર્યક્રમો તૈયાર કરવા અને અમલીકરણ માટે ની કાર્યવાહી વિકાસ કમિશ્નર દ્વારા કરવામાં આવશે.

સ્માર્ટ વિલેજ બનાવવાના ફરજીયાત લક્ષ્યાંક

કોઇપણ ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર કરતાં પહેલાં નીચે મુજબના ચોક્કસ ફરજીયાત લક્ષ્યાંકો સિધ્ધ કરવાના રહેશે. આ ફરજીયાત લક્ષ્યાંકોમાં રાજ્ય સરકાર દ્વારા સમયાંત્તરે રાજ્યના ચોક્કસ કાર્યક્રમો કે લક્ષ ધ્યાને લઇ તેમાં ફેરફાર કરી શકશે.

  1. ૦ ટકા ડ્રોપ આઉટ રેશીયો
  2. ઓપન ડેફિકેશન ફી વિલેજ
  3. ૯૦ ટકા વેરા વસુલાત
  4. ફરજીયાત ડોર ટુ ડોર ઘન કચરા નિકાલ
  5. ઇગ્રામ સેન્ટર ખાતે ATVT ની સેવાઓનું વિતરણ
  6. ‘A’ ગ્રેડ પ્રાથમિક શાળા
  7. ૧૦૦ ટકા વ્યક્તિગત શૌચાલય
  8. જાહેર રસ્તાઓ પર દબાણો દુર કરવા
  9. કુપોષણ - કોઇ બાળક “RED zone “ માં હોવું ન જોઇએ
  10. વર્ષમાં ફરજીયાત ચાર વખત પ૦ ટકા હાજરી સાથે ગ્રામસભાનું આયોજન
  11. સરકારી સહાય સીધી લાભાર્થી ના ખાતામાં જમા કરવાની ૧૦૦ ટકા અમલવારી (D.B.T.)
  12. આંગણવાડીમાં ૧૦૦ ટકા બાળકોની ભરતી
  13. મહેસુલી / ગ્રામ પંચાયત રેકર્ડ અદ્યતન રાખવું
  14. ગામના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષારોપણ
  15. ૧૦૦ ટકા વાઇ-ફાઇ (Wi-Fi) વિલેજ

વિઝન

છે. એટલે કે માત્ર ગામને માળખાકીય સુવિધા આપવાનું લક્ષ્ય જ નહિ રાખતા આર્થિક રીતે સ્વનિર્ભર બને , સામાજીક રીતે સમરસ હોય , ગ્રામ્ય જીવન સ્વસ્થ હોય. જેથી સ્માર્ટ વિલેજ માટે ગ્રામ પંચાયત એવા વિઝનથી કામગીરી હાથ ધરે જેનાથી ગામમાં યુવા, મહિલા, ખેડુત , કારીગરો, પછાત અને વંચિત લોકો માટે પુરતી અને સમાન તક મળે તે માટેના કાર્યક્રમો અને કામો અભિયાનના સ્વરૂપે પોતાનું લક્ષ્ય સિધ્ધ કરે તે માટે માર્ગદર્શક મુદ્દાઓ નીચે મુજબ છે.

સામાજીક વિકાસ

હિંસા અને ગુના મુક્ત: ગામ જે ગામમાં ગુન્હો ન બને અને ગામના તમામ વર્ગના લોકો સમરસતાથી અને ભયમુક્ત જીવન જીવી શકે તે માટે વાતાવરણ ઉભુ કરવું તે માટે જનજાગૃતિ ના કાર્યક્રમો સમયાંત્તરે કરવા.

૧૦૦ ટકા સાક્ષર ગામ: ગામમાં સૌ ભણેલા હોય જેમાં પ્રૌઢ વ્યક્તિઓ પણ સાક્ષર હોય. સાથોસાથ ૧૦૦ ટકા બાળકો નો શાળા પ્રવેશ થાય. શાળામાંથી ડ્રોપ આઉટ રેશીયો ૦ ટકા હોય, તેમજ કન્યા કેળવણી માટે ગામ સંપુર્ણ જાગૃત હોય અને ૧૦૦ ટકા કન્યાઓ ધોરણ-૮ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરે.

કુપોષણ મુક્ત ગામ : ગામના દરેક બાળકને પોષણયુક્ત ખોરાક મળતો હોય , ધાત્રી અને સગર્ભા માતાઓને પોષણ મળે તે માટે નું વ્યવસ્થિત આયોજન હોય, તેમજ ખાસ કરીને કન્યાઓ એનીમીયાથી પીડીત ન હોય તે માટે ગામે આયોજન કરેલ હોય અને રાજ્ય સરકારના આ માટેના માપદંડો મુજબ અમલવારી કરી સિધ્ધી મેળવેલ હોય.

બાળવિવાહ મુક્ત ગામ સમાજનું સૌથી મોટુ કલંક એ બાળવિવાહ છે. જેને લક્ષમાં રાખી સામાજીક જાગૃતિ કેળવી ગામમાં કોઇપણ જ્ઞાતિમાં બાળવિવાહ થયા ન હોય તેવું ગામ.

પ્રદુષણ મુક્ત ગામ: આ સદીની સૌથી મોટી ચેલેન્જ એ પ્રદુષણ છે. જે માટે ગામને મુક્ત કરવા માટે ગામ દ્વારા આયોજન કરી અમલવારી કરવામાં આવી હોય જેમાં

  • ઓપન ડેફીકેશન ફી ગામ હોય
  • ૧૦૦ ટકા વ્યક્તિગત શૌચાલય હોય
  • વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવામાં આવતો હોય , તમામ મુખ્ય રસ્તાઓની બન્ને બાજુ વૃક્ષારોપણ હોય
  • નદી કિનારા / તળાવ ચોખા હોય, જેમાં કોઇ ફેક્ટરી કે અન્ય કોઇ ગટરના કે રાસાયણીક પ્રવાહી ભળતા ન હોય
  • ખેતરોમાં અનાજનો કચરો કે વધારાના ઘાસને સળગાવવાની બંધી હોય.

માનવ વિકાસ

  1. વિધવા , વિકલાંગ અને વૃધ્ધને સહાય માટે ૧૦૦ ટકા આવરી લેવા: વિધવા , વિકલાંગ અને વૃધ્ધને મળતી સરકારી સહાય માટે આવરી લેવામાં આવેલા હોય.
  2. કન્યા કેળવણી ક્ષેત્રે ૧૦૦ ટકા કન્યાઓને ધોરણ ૮ સુધીનું શિક્ષણ: કન્યા કેળવણી પ્રત્યે જાગૃતિ કેળવી ગામની ૧૦૦ ટકા કન્યાઓ ધોરણ-૮ સુધીનું ફરજીયાત શીક્ષણ મેળવેલ હોય
  3. બાળ મૃત્યુદરમાં ધટાડો :બાળ મૃત્યુદર ઘટાડવા માટે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ તમામ ને આવરી લેવામાં આવેલ હોય અને આ માટે સતત તકેદારી માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ હોય.
  4. ગુણવત્તા યુક્ત શિક્ષણ: ગામમાં માત્ર શિક્ષણની માળખાકીય સુવિધા નહી પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું હોય તે માટે રાજ્ય સરકાર ના શિક્ષણ ના ધોરણો મુજક ‘ અ ‘ વર્ગની શાળા હોય.

આર્થિક ક્ષેત્ર

ઓર્ગેનીક ખેતી / વર્મી કોમ્પોસ્ટ પધ્ધતિ પ્રત્યે જાગૃતતા: ગામડાની મુખ્ય સમૃધ્ધીનો આધાર ખેતી અને પશુપાલન છે. ત્યારે ખેડુતો ની જાગૃતિ તરફ લક્ષ્ય આપી ઓર્ગેનીક ખેતી / વર્મી કોમ્પોસ્ટ ને પ્રાધ્યાન આપવામાં આવતું હોય.

આધુનિક ખેતી અને ડ્રીપ ઇરીગેશન પ્રત્યે જાગૃતતા: આધુનિક ખેતી અને ડ્રીપ ઇરીગેશન પ્રત્યે જાગૃતતા હોય .

ખેડુતો માટે સોઇલ હેલ્થ કાર્ડ: ૧૦૦ ટકા ખેડુતો સોઇલ હેલ્થ કાર્ડ ધરાવતાં હોય અને તેને અનુરુપ પોતાની ખેતીની પધ્ધતીમાં સુધારો લાવતા હોય

ડેરી ઉદ્યોગનો વિકાસ: ગામડામાં ડેરી ઉદ્યોગ માટે દુધમંડળી કાર્યરત હોય

હાટ બજાર: ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે માર્કેટીંગ ની વ્યવસ્થા હોય , ટ્રાઇબલ વિસ્તારોમાં પરંપરા મુજબ ના હાટ બજારોની વ્યવસ્થા હોય .

રોજગારી ની તકો :ગામમાં સ્વરોજગાર નું નિર્માણ કરવા માટે સખીમંડળ , એસ.એચ.જી. ની રચના કરવામાં આવી હોય અને કાર્યરત હોય . મનરેગા જેવી રોજગાર લક્ષી યોજનાઓ માટે ગ્રામ પંચાયત દ્વારા સક્રીયતાથી અમલવારી કરેલ હોય.

સામુદાયીક સુવિધાઓ

ગ્રામ પંચાયત દ્વારા પોતાના ગામની ખુટતી સામુહિક સુવિધાઓ જેવી કે પાણી, રસ્તા, શાળા, આરોગ્ય, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વાર્ષિક રીતે પંચવર્ષિય આયોજન હોય. જેમાં રાજ્ય અને કેન્દ્ર ની વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય.

દરેક ઘરને શુધ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા પાણી માટે ઘરે ઘરે નળની સુવિધા મળતી હોય તેમજ પીવાના પાણીની સામુહિક સુવિધા ઉપલબ્ધ હોય.

ગામના તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલની સુવિધા ગામના તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલની વ્યવસ્થા હોય અને યોગ્ય રીતે કચરાનો નિકાલ થતો હોય

ગૌચર અને બાગ બગીચાનો વિકાસ ગામમાં ગૌચર અને પંચવટી જેવા બાગ બગીચાની સુવિધા હોય પશુઓને પીવાના પાણી માટે અલગથી સુવિધા હોય.

અમલીકરણ

સબંધિત ગ્રામ પંચાયત ને નિયત ધોરણો મુજબ ગ્રાન્ટ ફાળવણી થયે ગ્રામ પંચાયત દ્વારા પ્લાન મુજબ સ્માર્ટ વિલેજના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના કામો અને કાર્યક્રમો હાથ ધરવા તાલુકા વિકાસ અધિકારી મારફત જિલ્લા કક્ષાની અમલીકરણ અને મોનીટરીગ સમિતિ સમક્ષ રજુ કરી સૈધ્ધાતિક / વહિવટી મંજુરી મેળવી નિયમાનુસાર કામો અને કાર્યક્રમો હાથ ધરવાના રહેશે.

જિલ્લા કક્ષાની મોનીટરીગ અને અમલીકરણ

જિલ્લા કક્ષાની મોનીટરીગ અને અમલીકરણ સમિતિ નીચે મુજબની રહેશે

  • જિલ્લા વિકાસ અધિકારી - અધ્યક્ષ
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારી - સભ્ય સચિવ
  • કાર્યપાલક ઇજનેર (પંચાયત , માર્ગ અને મકાન) - સભ્ય
  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી - સભ્ય
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી - સભ્ય
  • પ્રોગ્રામ ઓફીસર - સભ્ય

જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની ફરજો અને જવાબદારી

  1. જિલ્લામાં યોજનાનો પ્રચાર અને પ્રસાર કરવો
  2. ગ્રામ પંચાયતોને સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવી.
  3. સ્માર્ટ વિલેજ હેઠળના કામોને સૈધાંતિક અને વહીવટી મંજુરી આપવી.
  4. કામો ની ભૌતિક અને નાણાંકીય સિધ્ધિની દર માસે નિયમિત રીતે સમીક્ષા કરવી.
  5. ગામને મળતી અન્ય વિભાગની યોજનાઓનું સંકલન કરવું.
  6. ગ્રામ પંચાયતોને માર્ગદર્શન આપી સ્માર્ટ વિલેજના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરાવવા.
  7. રાજ્ય કક્ષાએ સમયાંત્તરે પ્રગતિ અહેવાલ રજુ કરવો
  8. સ્માર્ટ વિલેજ વાર વાર્ષિક અહેવાલ તૈયાર કરી રાજ્ય કક્ષાએ મોકલવો

કામો અને કાર્યક્રમો

સ્માર્ટ વિલેજ બનાવવા માટે રાજ્ય સરકાર / કેન્દ્ર સરકાર કે જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત ની સ્વભડોળની ગ્રાન્ટના કામો લઇ અમલીકરણ કરવાનું રહેશે. તે ઉપરાંત ગ્રામ પંચાયતને મળેલ સ્માર્ટ વિલેજ ની ગ્રાન્ટમાંથી એનેક્ષર-૩ માં દર્શાવેલ કામોની માર્ગદર્શક સુચિ પ્રમાણેના કામો હાથ ધરવાના રહેશે. તેમજ એનેક્ષર-૪ માં દર્શાવેલ કાર્યક્રમો હાથ ધરી ત્રણ વર્ષના સમયગાળામાં પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવવાનું વિઝન સિધ્ધ કરવાનું રહેશે. ગ્રામ પંચાયત દ્વારા મંજુર કરાવવામાં આવેલ પ્લાન મુજબના જ કામો હાથ ધરવાના રહેશે. પ્લાનમાં

ફેરફાર કે પ્લાનમાં આવતા એનેક્ષર - ૩ અને ૪ માં સમાવિષ્ટ ન હોય તેવા કામો હાથ ધરવા જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ ની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે.

મુલ્યાંકન

જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા સ્માર્ટ વિલેજવાર વાર્ષિક મુલ્યાંકન કરવામાં આવશે. જે આધારિત ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવેલ પર્ફોમન્સ આધારિત બીજા અને ત્રીજા વર્ષની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવશે.

ત્રણ વર્ષના અંતે દરેક સ્માર્ટ વિલેજ અભિલાષી ગામનું સર્વગ્રાહી મુલ્યાંકન કરવાનું રહેશે. જે માટે કોઇ સંસ્થા, એજન્સી કે થર્ડ પાર્ટી દ્વારા મુલ્યાંકન કરાવી શકાશે. મુલ્યાંકન ની સંસ્થા નક્કી કરવા વિકાસ કમિશ્નરશ્રી દ્વારા કાર્યવાહી કરવાની રહેશે.

અમલીકરણ માટે ખાનગી સંસ્થાનો સહયોગ

સ્માર્ટ વિલેજના લક્ષ્યાંકો અને વિઝન પુર્ણ કરવા માટે કોઇ ગામ એક કે તેથી વધુ કામ માટે ટેકનીકલ સહયોગ / અમલીકરણ સહયોગ કે નાણાંકીય સહયોગ માટે કોઇ સંસ્થા કે કંપની સાથે પોતાના પાર્ટનર તરીકે સહયોગ લેવા માંગતી હોય તો રાજ્ય સરકારની મંજુરીથી સહયોગ લઇ શકાશે. રાજ્ય સરકાર કોઇ ટેકનીકલ સંસ્થા, કંપની , PSU , સોસાયટી કે સ્માર્ટ વિલેજનાં લક્ષ્યાંકો અને વિઝન સંબંધિત વિષય માટે પાર્ટનર તરીકે પસંદ કરી શકશે.

દાખલા તરીકે : કોઇ ગામ પોતાના ગામને wi-Fi કરવાના લક્ષ્યાંક ને સિધ્ધ કરવા માટે કોઇ સંસ્થાનો ટેકનીકલ સહયોગ મેળવી પાર્ટનરશીપ કરવા ઇચ્છે તો રાજ્ય સરકારની પૂર્વ મંજુરીથી તેમ કરી શકશે.

સ્માર્ટ વિલેજ સોસાયટીની રચના

  • માર્ટ વિલેજ માટે ની અમલીકરણ અને સમીક્ષા માટે રાજ્ય કક્ષાએ સ્માર્ટ વિલેજ સોસાયટીનું ગઠન કરવાનું રહેશે.
  • સ્માર્ટ વિલેજ સોસાયટી આ યોજનાના અમલ માટે શરૂઆતના તબકકામાં જયાં જરૂર જણાય ત્યાં વહીવટી તથા તાંત્રિક કુશળતા ધરાવતા માનવબળની કે આ યોજનાના અમલીકરણમાં ઉપયોગી તેવા સેવાઓ જેવી કે વાહનો વિગેરેની નિમણૂંક અથવા સેવાઓ રાજય સરકારના આઉટ શોસીંગને લગતા પ્રવર્તમાન નીતીનિયમોને ધ્યાને લઇને આઉટ શોસીંગ પ્રક્રિયાથી કરી શકશે. આ યોજનાના અમલીકરણ માટે સ્માર્ટ વિલજે સોસાયટીને જયાં જરૂર જણાય ત્યાં જુદા જુદા પ્રકારની આ વિષયને સંબંધિત વિશેષ જ્ઞાન ધરાવતી વ્યકિત, સંસ્થા કે કન્સલટન્ટ એજન્સી વિગેરેની પણ આઉટ શોસીંગ પ્રક્રિયાથી નિમણૂંક કરી શકશે.
  • ઠરાવના પેરા ૯.૨ માં દર્શાવેલ કામગીરી માટે કુલ બજેટ જોગવાઇના ૧ (એક) ટકા સુધીનો ખર્ચ કરી શકાશે.

યોજનાની સમીક્ષા

સમાર્ટ વિલેજની પ્રગતિ અંગે જિલ્લા સમિતિને વાર્ષિક અહેવાલ રજુ કરવાનો રહેશે. જિલ્લા સમિતિનો , કામની પ્રગતિ અને નાણાકીય ખર્ચની સમીક્ષા કરી રાજ્ય સરકાર ગ્રાન્ટની ફાળવણી કરશે. ૧૧.૨ ત્રણ વર્ષના અંતે

  • ગામ દ્વારા સ્માર્ટ વિલેજના લક્ષ્યાકો સિધ્ધ થયા છે કે કેમ?
  • ગામ દ્વારા બનાવેલ પ્લાન મુજબની સિધ્ધી થયેલ છે કે કેમ? અને
  • ગામના સેક્ટર વાઇઝ વિઝન કેટલા અંશે પરિપૂર્ણ કરેલ છે અને અન્ય બાબતોની સમીક્ષા રાજ્ય સરકાર જિલ્લા કમિટિ દ્વારા અથવા થર્ડ પાર્ટી એજન્સી દ્વારા કરાવશે. જેનો આખરી રીપોર્ટ આવ્યા બાદ સંબંધિત ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરવા રાજ્ય સરકાર નિર્ણય કરશે.

સ્પષ્ટતા

સ્માર્ટ વિલેજ યોજનાની માર્ગદશીકામાં દર્શાવેલ સમજુતીઓ, પસંદગીના ધોરણો અને તેની પ્રક્રીયા, અમલીકરણના તબક્કાઓ, ગ્રાન્ટ ફાળવણી અને કાર્યક્રમો, સમિતિના સભ્યોની નિમણુંક , ફરજો , લક્ષ્યાંકો વિગેરે બાબતોમાં સમયાંત્તરે ફેરફાર કરવાના રાજ્ય સરકારને અધિકાર રહેશે. આ માર્ગદશીકામાં દર્શાવેલ કોઇ મુદ્દા પરત્વે અર્થઘટન અંગે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાયતો રાજ્ય સરકારની સ્પષ્ટતા આખરી રહેશે.

એનેક્ષર:-૧ અરજી ફોર્મ

(પરિશિષ્ટ-અ)

ક્રમ

વિગત

માહિતી

ગ્રામ પંચાયતનું નામ

તાલુકાનું નામ

જિલ્લાનું નામ

પછાત તાલુકા પૈકી નું ગામ હોય તો વિગત

 

કુલ વસ્તી (૨૦૧૧ વસ્તી ગણતરી મુજબ)

 

પુરૂષ

 

સ્ત્રી

 

કુલ

 

અનુસુચિત જાતી

 

અનુસુચિત જન જાતી

 

અન્ય

કુલ કુટુંબોની સંખ્યા

 

સાક્ષરતા દર

 

પુરૂષ

 

સ્ત્રી

 

કુલ પ્રાથમિક શાળા

 

કુલ આંગણવાડી

 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

 

ગ્રામ પંચાયતના કુલ સભ્યો (સદસ્યો સહિત)

 

સરપંચનું નામ

 

સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું નામઃ

સરપંચશ્રીની સહી                                            તલાટી કમ મંત્રીની સહી

એનેક્ષર- ૨: સ્માર્ટ વિલેજ પસંદગીના ધોરણો

સ્પર્ધામાં ભાગ લેવા ગ્રામપંચાયતે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને રાખીને વિગતો આધાર પુરાવા સહિત રજુ કરવાની રહેશે.

શિક્ષણ

ક્રમ

વિગત

માહિતી

શાળા પ્રવેશ દર

 

 

ગત વર્ષ નો પ્રવેશ દર

 

 

ચાલુ વર્ષનો પ્રવેશ દર

 

ડ્રોપ આઉટ પ્રમાણ

 

 

ગત વર્ષનો ડ્રોપ

 

 

આઉટ ચાલુ વર્ષનો ડ્રોપ આઉટ

 

 

શિક્ષણ ગુણવત્તા સુધારણા આંક (A, B, C D)

 

આરોગ્ય

ક્રમ

વિગત

માહિતી

 

જન્મ નોંધણી ની ટકાવારી

 

 

મરણ નોંધણી ની ટકાવારી

 

 

રસીકરણ ની ટકાવારી (૧૧ મહિનાથી ૨૩ મહિનાના બાળકો )

 

 

ઇન્ફન્ટ બાળ મૃત્યુદર ની ટકાવારી

 

 

માતા મૃત્યુદર ની ટકાવારી

 

 

સંસ્થાકીય પ્રસુતિ ની ટકાવારી

 

 

સ્ત્રી - પુરૂષ પ્રમાણ કરવી

 

 

દર ૧૦૦૦ પુરૂષે ૯૭૫ કે તેથી વધુ સ્ત્રીઓ

 

 

દર ૧૦૦૦ પુરૂષે ૯૨૫ કે ૯૫૦ ની વચ્ચે

 

 

દર ૧૦૦૦ પુરૂષે ૯૨૫થી ઓછી

 

સ્વચ્છતા

ક્રમ

વિગત

માહિતી

૧૦૦% વ્યક્તિગત શૌચાલયની કામગીરી કુલ ઘર વ્યક્તિગત શૌચાલય ધરાવતા ઘર

 

 

કુલ ઘર

 

 

વ્યક્તિગત શૌચાલય ધરાવતા ઘર

 

શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા (બે વાકયમાં લખવું)

 

 

જાહેર સ્થળોની સ્વચ્છતા (હાલની વ્યવસ્થા બે વાકયમાં )

 

ડોર ટુ ડોર ધન કચરાના નિકાલની વ્યવસ્થા

 

 

કુલ ઘર

 

 

આવરી લેવાયેલ ઘર

 

સ્પર્ધા ના સમયગાળા દરમ્યાન ગામમાં કોઇ રોગચાળાનો બનાવ બનેલ છે ? (હા કે ના )

 

પંચાયત

ક્રમ

વિગત

માહિતી

પંચાયત વેરો

 

ગત વર્ષની વસુલાત

 

ચાલુ વર્ષની વસુલાત

 

એરિયા બેઝ આકારણી લાગુ કરી છે ? (હા કે ના )

 

છેલ્લી ગ્રામસભામાં હાજરીની ટકાવારી

 

છેલ્લી ગ્રામસભામાં મહીલા હાજરીની ટકાવારી

 

ઇ-ગ્રામ મારફતે સુવિધાઓ

 

છેલ્લા વર્ષમાં ગ્રામ પંચાયતની મળેલ બેઠકની સંખ્યા

 

વિશિષ્ટ સિદ્ધી

ક્રમ

વિગત

માહિતી

 

મળેલ પુરસ્કારો સામે નિશાની કરવી

 

સમરસ

 

નિર્મળ ગામ પુરસ્કાર

 

પાવન ગામ

 

તીર્થગામ

 

૧૦૦ ટકા બેન્ક ખાતા

 

ગૌરવ ગ્રામ સભા એવોર્ડ

 

શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ

 

અન્ય એવોર્ડ

 

અન્ય વિગતો

 

સરકારશ્રીની નીચે મુજબની યોજનાઓની વિગતો

ક્રમ

વિગત

માહિતી

પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના

 

પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના

 

અટલ પેન્શન યોજના

 

સુકન્યા સમૃધ્ધી યોજના

 

સરપંચશ્રીની સહી                        તલાટી કમ મંત્રીની સહી

ઠરાવનો નમૂનો (પરિશિષ્ટ-ક)

ઠરાવ નંબર

ગ્રામપંચાયત ને સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત ચાલુ વર્ષ ---------------- ની સ્માર્ટ વિલેજ સ્પર્ધામાં ભાગ લેવા અંગે નિયત અરજી ફોર્મની વિગતો વંચાણે લેવામાં આવી. જે અંગે ચર્ચા વિચારણા કરી તમામ ધારણો પૂર્ણ કરતી હોઇ દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારીશ્રી ને મોકલી આપવાનું તેમજ આ માટે ગામની પસંદગી થયે મળનાર ગ્રાન્ટ માંથી કરવામાં આવેલ કામો અને પ્રાપ્ત કરેલ સંપત્તિની જાળવણી કરવા , પુરતી નાણાંકીય અને અન્ય બાબતોની વ્યવસ્થા કરવા ગ્રામ પંચાયત સંમત છે. તે અંગેની બાંહેધરી આપવા આથી ઠરાવવામાં આવે છે.

એનેક્ષર- ૨: સ્માર્ટ વિલેજ પસંદગીના ધોરણો

ક્રમ

ક્ષેત્ર

વિગત

માર્કસ

 

શિક્ષણ

૧. શાળા પ્રવેશદર સુધારા - (3)

 

 

 

૨. ગામનો સાક્ષરતા દર - (૨)

 

 

 

૩. સ્ત્રી સાક્ષરતા દર-(૨)

 

 

 

૪. શિક્ષણ ગુણવત્તા સુધારણા આંક - (૩)

 

 

આરોગ્ય

૧.જન્મ નોંધણી-૧૦૦ ટકા હોય તો - (૧)

 

 

 

૨. મરણ નોંધણી-૧૦૦ ટકા હોય તો

 

 

 

(3) ઇન્ફન્ટ બાળ મૃત્યુદર - (3)

(જો દર ૧૦૦૦ એ ૧૦ હોય તો)

 

 

 

૪. માતા મૃત્યુદર - (3)

 

 

 

૫. સંસ્થાકીય પ્રસુતિ — (8)

 

 

 

૬. સ્ત્રી પુરૂષ પ્રમાણ - (3)

 

 

 

૧.૧૦૦ ટકા વ્યકિતગત શૌચાલયની કામગીરી-(પ)

 

 

 

ગ્રામપંચાયતે એરીયાબેઝ આકારણી લાગુ કરી છે કે કેમ?(૧)

 

 

 

ગ્રામસભામાં હાજરીની ટકાવારી અને મહિલા ભાગીદારી (૫)

 

 

 

ગ્રામસભામાં હાજરીની ટકાવારી અને મહિલા ભાગીદારી- કલેકશન વિગેરે(૫)

 

 

 

ગ્રામ પંચાયતની નિયમિત મિટીંગ - (8)

 

 

 

સમરસ (૩)

 

 

 

નિર્મળ ગ્રામ પુરસ્કાર (૩)

 

 

 

પાવન ગામ/ તીર્થ ગ્રામ  (૨)

 

 

 

૧૦૦ ટકા બેંક ખાતા (૨)

 

 

 

ગૌરવ ગ્રામસભા એવાર્ડ (૩)

 

 

 

શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવાર્ડ (૩)

 

 

 

અન્ય  એવાર્ડ (૨)

 

 

 

અન્ય વિગત (૨)

 

 

 

કેન્દ્ર સરકારની યોજનાઓ

 

 

કમિટીને માર્ક્સ

૧૫

એનેક્ષર- ૩ : કામો ની માર્ગદર્શક સૂચી

પાણી

  1. પીવાનું પાણી પુરૂ પાડવાની સામુહિક યોજના
  2. વ્યક્તિગત ઘરોમાં પાણી માટે નળની સુવિધા
  3. પશુઓને પીવાનું પાણી પુરૂ પાડવા માટેના કામો
  4. તળાવોનું નિર્માણ / તળાવ ઉંડા ઉતારવા / તળાવની સુંદરતામાં વધારો કરો
  5. વોટર હાર્વેસ્ટીંગના કામો
  6. પાણીના હેન્ડ પંપના કામો

સેનીટેશન

  1. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો ( કચરાના નિકાલ માટેના સાધનો ,ડમ્પીંગ સાઇટ બનાવવી, ઘન કચરાના/પ્રવાહી કચરાના વર્ગીકરણ માટે જરૂરી કામો)
  2. સ્ટ્રોમવોટર ડ્રેનેજના કામો
  3. સામુહિક શૌચાલય
  4. ગટરના કામો
  5. ડોર ટુ ડોર કલેકશન યોજના માટેના સાધનો

રસ્તા

  1. આંતરિક રસ્તા
  2. એપ્રોચ રોડ
  3. ગામના મુખ્ય માર્ગ પર ફુટપાથ
  4. રસ્તાની બન્ને તરફ વૃક્ષારોપણ

શિક્ષણ

  1. પ્રાથમિક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા
  2. પ્રાથમિક શાળાના ઓરડા

આરોગ્ય

  1. ગામના પ્રાથમિક આરોગ્ય / સબસેન્ટરમાં ખુટતી સુવિધા
  2. આરોગ્ય નિદાન કેમ્પ

બાળ વિકાસ

  1. આંગણવાડી
  2. આંગણવાડી માટે સાધનો / ખુટતી સુવિધા 20

એનેક્ષર- ૪ : કાર્યક્રમોની માર્ગદર્શક સૂચી

  1. સ્વયંસેવકો /સ્વચ્છીક સંસ્થાઓની મદદથી ઘર-ઘર પ્રચાર
  2. ભીંત લખાણ, સંબંધિત સ્થળોએ માહિતી બોર્ડઝ
  3. શેરી રમતો
  4. ફિલ્મ શો
  5. વ્યસન મુકિતના કાર્યક્રમો
  6. આરોગ્યલક્ષી તાલીમોનું આયોજન
  7. આરોગ્ય અને તેને સંલગ્ન વ્યવસાયિકો/સંસ્થાઓની મદદથી નિદાન કેમ્પનું આયોજન
  8. શેરી નાટક/પપેટરી દ્વારા વિવિધ મુદાઓ જેવા કે દારૂબંધી/રોગમુકિત/આરોગ્ય શિક્ષણ આપવું
  9. પુખ્ત સાક્ષરતા વર્ગ

10. ઇ-સાક્ષરતાનો વ્યાપ અને સમજણના કાર્યક્રમો/તાલીમો

11.  કલા-સાહિત્ય અને સામાજીક સુધારાઓના ઓળખી કઢાયેલા વિખ્યાત વ્યક્તિઓ/સંસ્થાઓ સાથે સત્રનું આયોજન કરવું

12. વિલેજ ડે ની ઉજવણી

13. પરંપરાગત લોકકલા તહેવારોની ઉજવણી

14. ગામના વૃધ્ધો, સ્થાનિક રોલ મોડેલ, સ્વાતંત્ર્ય સેનાની શહિદોના પરિવારને સન્માનવાની પ્રવૃતિ

15. આધુનિક ખેતી માટે પ્રચાર અને પ્રસાર

16. લોકજાગૃતિ કાર્યક્રમો

17. સ્વાતંત્ર્ય દિવસ/પ્રજાસત્તાક દિન/રજી ઓકટોબર જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી

18. સ્વરોજગાર તાલીમ સંસ્થાઓના સહયોગથી તાલીમ વર્ગોનું આયોજન

19. મહિલા સશકિતકરણ માટેના કાર્યક્રમોને પ્રોત્સાહન

20. SHG કે સખીમંડળોની રચનામાં ભાગીદાર થવાના કાર્યક્રમો

એનેક્ષર- ૫ તબક્કા -૨ માં સીધા પ્લાન રજુ કરવા માટેની લાયકાત માટેના ફરજીયાત લક્ષ્યાંકો

  1. ઓપન ડેફિકેશન ફી વિલેજ
  2. ૯૦ ટકા વેરા વસુલાત
  3. ૧૦૦ ટકા વ્યક્તિગત શૌચાલય
  4. જાહેર રસ્તાઓ પર દબાણો દુર કરવા
  5. ૧૦૦ ટકા જન્મ - મરણ નોંધણી
  6. વર્ષમાં ફરજીયાત ચાર વખત પ૦ ટકા હાજરી સાથે ગ્રામસભાનું આયોજન
  7. ૧૦૦ ટકા બેન્ક એકાઉન્ટ
  8. આંગણવાડીમાં ૧૦૦ ટકા બાળકોની ભરતી

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/23/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate