অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં ઈ-ગવર્નનન્સ

ઈ-સમાધાન

ઓન લાઈન જનતાની ફરિયાદોનું નિવારણ

  • સંબંધિત જનતાની ફરિયાદોનું નિવારણ માટેની અરજીની ઓનલાઈન સોંપણી.
  • ફરિયાદ નિવારણ/માંગની અરજીની ઓનલાઈન તપાસ.

સુગમ

  • તમામ મહત્વપૂર્ણ નાગરિક સેવાઓ માટેની વનસ્ટોપ માહિતી.
  • હાઈકોર્ટના મુકદ્દમાંઓની યાદી, વિધાનસભાના બિઝનેશની યાદી, પબ્લિક યુટીલીટી ફોર્મ્સ, પરીક્ષાઓનું પરિણામ, મતદારોની નોંધણી, ઓનલાઈન પોલિસ ફરિયાદ, કેદી માટેની હેલ્પલાઈન, ટેન્ડર નોટીસ, ખાલી પડેલી જગ્યાઓની જાહેરાત, લાઈટબીલ ચૂકવણી, રક્તદાતાઓની યાદી, બસની ટિકિટનું બુકીંગ વિગેરે ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રીને લખોઃ

  • હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને તમારી ફરિયાદ, સૂચનો, દરખાસ્તો ઓનલાઈન મોકલો.
  • તમારી ફરિયાદો/સૂચનો સી.એન.ને મોકલવા

ઓનલાઈન મતદાર યાદીઃ

  • તમારુ નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે ઓનલાઈન તેની શોધ કરો.
  • મતદારની સંપૂર્ણ વિગતો જેવી કે તેમના નામ, પિતાનું નામ, ઉંમર ઓળખપત્ર નંબર, એસેન્બલીનું નામ, પાર્ટ નંબર અને મતદારનો ક્રમ નંબર વિગેરે પૂરાં પાડો.

ઓનલાઈન બસ ટિકિટનું બુકીંગઃ

  • લોગીંગ કર્યા બાદ બસ ટિકિટનું બુકીંગ/રદ કરવી
  • હાલમાં બસ ઉપડવાના સમયના ૧૨ કલાક પહેલાં સુધી બસ ટિકિટનું બુકીંગ કરાવી શકાય.
  • ટિકિંટ બુકીંગ હિસ્ટ્રી પર જઈને બસ ટિકિટને રદ/કેન્સલ કરાવી શકાય.

પરીક્ષાનું પરિણામ

  • રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા લેવાતી વિવિધ સ્તરની પરીક્ષાઓનુ પરિણામ
  • મિડલ સ્કુલ મેટ્રીક્યુલેશન, ધોરણ- ૧૧ ને ૧૨, સ્નાતક, રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનની પરિણામ અને મેડિકલ તથા ઈન્જીનીયરીંગ કોલેજના પ્રવેશની માહિતી મળે છે.

રોજગાર સમાચારઃ

  • પિશ્વા સભ્યો માટે નિયમિતપણે રોજગાર સમાચાર મેળવવાની ઓનલાઈન સુવિધા
  • રોજગાર દાતાઓ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી હેતુ ખાલી પડેલી જગ્યાઓની પોસ્ટ
  • કારર્કીદી પરામર્શ અને તાજેતરમાં પડેલી ખાલી જગ્યાઓની નોટિસ

ઈ-ગેઝેટઃ

  • હિન્દી અને અંગ્રેજીમાં રાજ્ય સરકારના નોટિફિકેશન્સ અને ગેઝેટ
  • નોટિફિકેશન્સ અને ગેઝેટ વિભાગ અને તારીખ મુજબ જોઈ શકાય છે.
  • ગેઝેટ પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્દ છે, તે સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવો છે.

હિમાચલ પ્રદેશ પોલિસ વેબ પોર્ટલઃ

  • ઓનલાઈન ફરિયાદની નોંધણી
  • ઓનલાઈન એફ.આઈ.આર.ની શોધ
  • ઓનલાઈ ટ્રાફિક ચલન પેમેન્ટ
  • રાજ્યના પોલિસ અધિકારીઓના ચેલિફોન નંબર ઓનલાઈન
  • ઓનલાઈન સન ૨૦૦૬ થી ક્રિમીનલ ગેઝેટ

ઓનલાઈન પેન્શનરો માટેની હેલ્પલાઈનઃ

  • સબંધિત નાણાંકીય વર્ષ માટેની પેન્શનની રકમની વિગત.
  • નાણાંકીય વર્ષ ૨૦૦૬-૨૦૦૭ થી અત્યાર સુધીની આવી માહિતી ઉપલબ્ધ છે
  • વ્યક્તિ કે જે સુપર એન્જુકેશન, સીધું ફેમીલી પેન્શન પોલિટીક્સ પેન્શન, ડાયરેક્ટ ફેમિલી પોલિટિકલ પેન્શન, સુપર એયુપેશન ટુ ફેમીલી પેન્શન વિગેરે મેળવે છે. તેઓ તેમના આ નાણાંકીય વર્ષની પેન્શનની રકમની તપાસ કરી શકે છે

ઓનલાઈન રક્ત દાતાઓની યાદીઃ

  • તમામ બ્લડગૃપના રક્તદાતાઓની જિલ્લાવાર યાદી
  • હિમાચલ પ્રદેશના ચંબા કાંગરા કિન્નોર માંડી, શિમલા, સિરમોર, સોલન અને ઉના જિલ્લાઓ માટે આવી યાદીઓ ઉપલબ્ધ છે.

ઓનલાઈન ટેન્ડર્સ

  • વિભાગવાર ટેન્ડરોનાં નોટીફીકેશન્સ
  • તમામ ટેન્ડરો પી.ડી.એફ.ફોર્મેટમાં છે અને તે સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે.

વેબસાઈટ ડિરેક્ટરીઃ

  • રાજ્ય સરકારના વિભાગો, ઈન્સ્ટીટ્યૂશન્સ, જિલ્લાઓ વિગેરે માટેની વેબ ડિરેક્ટરી
  • ડિરેક્ટરીને- કેન્દ્ર સરકારની સંસ્થાઓ, રાજ્યના વિભાગો કોર્પોરેશનો, આયોગો અદાલતો, સ્ટેટ એસેમ્બલી, શૈક્ષણિક સંસ્થાઓ અને જિલ્લાઓ વિગેરે મુજબ વર્ગીકૃત કરવામાં આવી છે.

ઓનલાઈન હોટેલની નોંધણીઃ

  • ઓનલાઈન હોટેલ બુંકીગની સુવિધા
  • ક્રેડીટકાર્ડ દ્વારા તેનું પેમેન્ટ કરી શકાય.

ઈ-સેલરીઃ

  • પસંદગીની ટ્રેઝરીમાંથી ખાસ નાણાંકીય વર્ષના લીધેલા પગારની વિગત નોકરિયાત મેળવી શકે છે.
  • નોકરિયાત આવી માહિતી તેનો એમ્પ્લોઈ કાર્ડ, નામ અને ટ્રેઝરીનું નામ નાંખીને મેળવી શકે.

તમારી પગારની વિગત મેળવવા

  • હિમાચલ પ્રદેશની હાઈકોર્ટના દૈનિક અને માસિક મુકદમાઓની યાદી
  • શિમલાની ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટના મુકદમાઓની યાદી.
  • હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનાં ચૂકાદા.
  • શિમલા હાઈકોર્ટના મુદકમાઓની યાદી જોવા માટે અહીં ક્લીક કરો
  • હાઈકોર્ટના ચુકાદાઓ જોવા માટે અહીં ક્લીક કરો
  • ગ્રાહકોના મુકદમાઓની યાદી જોવા માટે અહીં ક્લીક કરો

ઓનલાઈન વીજળીના બિલની ચૂકવણીઃ

  • ઓનલાઈન લાઈટબિલની ચૂકવણી
  • પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી બિલ ચૂકવી શકાય

ઓનલાઈન મતદારોની નોંધણીઃ

  • આ નવા મતદારોને તેમના નામ મતદાર યાદીમાં નોંધાવવાની સુવિધા ઓનલાઈન પૂરી પાડે છે.
  • તેઓ તેમના નામ અને સરનામામાં થયેલા ફેરફારો માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

હિમાચલપ્રદેશની હાઈકોર્ટના કેસોની સ્થિતિઃ

આ એક એવી માહિતી વ્યવસ્થા કરવામાં આવી છે જે હિમાચલ પ્રદેશની હાઈકોર્ટના પેન્ડીંગ અને નિરાકરણ લાવેલા કેસોની માહિતી મુકદ્દમો કરનાર અને નીચલી કોર્ટના ન્યાયાધીશોને હિમાયત કરવા માટેની માહિતી પૂરી પાડે છે એન.આઈ.સી. દ્વારા બનાવેલા અને હિમાચલ પ્રદેશની હાઈકોર્ટની રજિસ્ટ્રી દ્વારા જળવાયેલા બહોળા ડેટાબેઝમાંથી જરૂરી

માહિતી મેળવી શકાય છે.

  1. કેસ નંબર
  2. શીર્ષક (ફરિયાદ કરનાર/ઉત્તરદાતાનું નામ)
  3. વકીલનું નામ
  4. નીચલી કોર્ટની વિગતો.

તે જે તે કેસના દરજ્જા/સ્થિતિ સહિતની તાજેતરની માહિતી આપે છે કે જે

  1. પક્ષનું નામ
  2. વકીલના નામો.
  3. વિષયની શ્રેણી
  4. નિકાલ કરેલ કેસ
  5. તારીખ કે જ્યારે તે છેલ્લે યાદીમાં મૂકવામાં આવ્યો હોય
  6. વેઈટીંગની સ્થિતિ
  7. હીયરીંગની બીજી તારીખ
  8. ડાયરી નંબર

જિલ્લાની કોર્ટોના મુકદ્દમાઓની યાદીઃ

  • તે જિલ્લાની કોર્ટના દૈનિક મુકદ્દમાઓની યાદી પૂરી પાડે છે
  • મુકદ્દમાઓની યાદી માત્ર અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ છે
  • બિલાસપુર, ચાંબા, હમીરપુર, કાંગરા, કિન્નોર, કુલ્લુ અને લહાઉ-સીટી, માંડી, શિમલા, સિરમોર, સોલન અને ઉના જિલ્લાના દૈનિક મુકદ્દમાઓની યાદી ઓનલાઈન ઉપલબ્ધ છે.

ઈ –પગારઃ

  • હિમાચલ પ્રદેશની સરકારના કર્મચારીઓ પસંદ કરાયેલી ટ્રેઝરીમાંથી ખાસ નાણાંકીય વર્ષની પગારની વિગત ફરીથી મેળવી શકે છે.
  • આ વિગત મેળવવા માટે તેઓએ કર્મચારીનો કોડ, તેનું નામ દાખલ કરવું પડશે અને ટ્રેઝરીનું નામ પસંદ કરવું પડશે

પેન્શનરો માટેની હેલ્પલાઈન

  • પેન્શનરેતપાસ કરી શખે છે કે પેન્શનની રકમ તેના ખાતામાં જમા કરવામાં આવી છે કે નહીં.?
  • આવી વિગતો મેળવવા માટે પેન્શનરે તેના જિલ્લાનું નામ, પેન્શનનો પ્રકાર પસંદ કરવો પડે અને પી.પી.ઓ.નંબર અને નામ દાખલ કરવું પડે

સંબધિત જાણકારી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate