આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકકરણ અને વિશ્વ વેપાર સંગઠનની નીતિમાં પ્રચલનના પરિણામે ખનિજ સંપદા અને તેના સંશોધન માટેની નીતિ સ્પષ્ટ કરવાનું જરૂરી બન્યું .
ગુજરાત સરકારે ખનિજ સંપદાના ઉત્ખનન, સંશોધન અને ખનિજ આધારિત ઉધોગો તથા તેમાં રહેલી વિશાળ આર્થિક રોકાણની તકોને જોતા ખનિજ નીતિ - ૨૦૦૩ અન્વઆયે ખાસ યોજનાની પહેલ કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી ખનિજ સંપત્તિ નીતિને પરિણામે ખનિજ સંબંધિત ઉધોગોમાં વિકાસ, પર્યાવરણીય સુરક્ષા, માનવશ્રમની ઉપલબ્ધિણઓ અને આધુનિક માળખાકીય સુવિધા અને તકનિકી આયામોને વેગ મળશે. ખનિજ આધારિત ઉત્પાતદનોમાં વૃદ્ધિ અને સ્થાિનિક તેમજ વૈશ્વિક સ્તરે મૂલ્યોવર્ધિત નિકાસોમાં હરિફાઇયુક્ત અભિગમ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. એવી ખનિજ સંપદા કે જે સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતમાં ઉપલબ્ધ છે. તેના વિકાસ માટે ધ્યાથન કેન્દ્રિ ત કરાયું છે. ખનિજ ઉત્ખનન-પ્રવૃત્તિમાં સ્થાલનિક લોકોને રોજગારી મળે સાથે સાથે ખાણ સુરક્ષાના શ્રેષ્ઠ્ત્તમ પગલાંનો અમલ થતો રહે અને પર્યાવરણીય સમતુલન જળવાઇ રહે તે વધારાની કલમ રાજ્ય સરકારે જાહેર કરેલી ખનિજ નીતિની છે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020