બાયૉ ટૅકનોલોજીથી વિજ્ઞાનનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. ભૂતકાળમાં કેટલીક વૈજ્ઞાનિક શોધોએ આર્થિક વિકાસમાં ફાળો આપ્યોજ છે. આ ક્ષેત્રના વિકાસથી કૃષિ, પશુ-સારવાર, પશુપાલન અને પર્યાવરણ બચાવમાં લાભ મળશે અને કદાચ બાયૉ ટૅકનોલોજી એ ૨૧મી સદીનું વિજ્ઞાન બની રહે.
બાયૉ ટૅકનોલોજી – વિકાસ
વિશ્વસ્તનરે બાયૉ ટૅકનોલોજી સામાજીક અને આર્થિક વિકાસમાં જાણીતું બની રહ્યું છે. બાયૉ ટૅકનોલોજી વિશ્વભરમાં ખૂબ જ ઝડપી ૧૫ ટકાના દરે વિકાસ કરી રહી છે. (સ્ત્રોયતઃ બિયોન્ડય બોર્ડર - ઇએમએસટી અને યંગ ૨૦૦૪) સને ૨૦૦૬ ના ABLE – Bio spectrum ના સર્વે અનુસાર ભારતમાં બાયૉ ટૅકનોલોજીના કામકાજો અંદાજે ર અરબ ડૉલર (૨૦૦૪)થી વધીને ૫ અરબ ડોલર ૨૦૦૮માં થવાનો અંદાજ છે. સને ૨૦૦૫ માટે અંદાજીત વિકાસ ૨૦૦૪માં જ હાંસિલ કરવામાં આવ્યોવ હતો. આ ઉધોગનો વિકાસ ૩૭.૪૨ જેટલા ઉંચા દરે થઇ રહ્યો છે. જેને લીધે કૃષિ ક્ષેત્રે ૮૧% નો વિકાસ હાંસિલ થાય છે. વળી બાયૉ-ફાર્મ (૩૧.૮૮ %), બાયો-ઇન્ફો મેટિકસ (૨૦ %) અને બાયો ઇન્ડ સ્ટ્રી ઝ (૧૭.૯) ના વિકાસ પણ ઝડપી થાય છે. (સ્ત્રો તઃ ABLE – Bio spectrum, ૨૦૦૬ અનુસાર)
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020