অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેન્દ્ર શાખા

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ જેવી કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલીટી અને મહાનગરપાલિકાઓના પ્રવર્તમાન કાયદાઓ / નિયમોની જોગવાઈઓ મુજબની મુખ્યત્વે ચૂંટણી વિષયક આનુષાંગિક કામગીરીઓ કરે છે.

  • તેમાં વોર્ડ સીમાંકન અને બેઠકની ફાળવણી (અનામત બેઠકો સહિત) ની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મતદાર વિભાગોની રચના તથા અનામત બેઠકો સહિત ફાળવણીની સૂચનાઓ.
  • મતદાર યાદીઓ, વોર્ડવાર, મતદાર મંડળવાર તૈયાર કરવી, સુધારા કાર્યક્રમ આપવા વિગેરે કામગીરીઓ.
  • પેટા ચૂંટણીઓ / મઘ્યસત્ર ચૂંટણીઓ / સામાન્ય ચૂંટણીઓના કાર્યક્રમ સહિત આનુષાંગિક તમામ ચૂંટણીઓની તૈયારી સહિતની સૂચનાઓ તથા મતદારો અનુલક્ષી કામગીરીઓ તથા અન્ય કચેરીઓ સાથેના પત્ર વ્યવહાર.
  • પ્રવર્તમાન કાયદા / નિયમોમાં સુધારા સહિત, તે સંલગ્નેનો સરકાર સાથેનો તમામ પત્ર વ્યવહાર કાયદા / નિયમોમાં પંચના અનુભવના અનુલક્ષીને સુધારાની જરૂરીયાત અન્વયે સરકારને ભલામણ અંગેના માર્ગદર્શન સહિત જરૂરી પત્ર વ્યવહાર વિગેરે
  • ભારતનું ચૂંટણી પંચ, દેશના તમામ પંચો, રાજય સરકાર સહિત સંબંધિતો સાથેનો ચૂંટણી વિષયક તમામ પત્ર વ્યવહાર.
  • વિજાણું મતદાન યંત્ર સહિત, ચૂંટણી અધિકારીઓ માટેની, આર.ઓ. / એ. આર.ઓ. બુક સહિત તમામના એકમો સાથે નિતિ વિષયક તમામ સૂચનાઓ.

શાખાની પ્રવૃત્તિઓ

સામાન્ય ચૂંટણીઓ પ્રવૃત્તિઓ

અ.નં.

કામગીરીની વિગતો

1

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી સાથે નીતિ વિષયક બાબત.

2

અન્ય રાજયોના રાજય ચૂંટણી પંચ સાથે આદાન-પ્રદાન, બેઠકો વિગેરે બાબત.

3

રાજય સરકાર સાથે કાયદાકિય બાબતો અંગે પત્ર વ્યવહાર, મીટીંગો

4

કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના પંચાયતી વિભાગના મંત્રી સાથે બેઠક

5

તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ એટલે કે કલેકટરશ્રીઓ સાથે કાયદાકિય નીતિ વિષયક બાબતો અંગે પત્ર વ્યવહારો

6

ચૂંટણી સમયે આચારસંહિતાના અમલીકરણ રાજય કક્ષા / જિલ્લા કક્ષા

7

સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી કાર્યક્રમ તથા તેને લગત આગોતરી કરવાની થતી તૈયાર સહ તમામ કામગીરીઓ

8

સામાન્ય ચૂંટણી દરમ્યાન કલેકટરશ્રીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે બેઠકને લગતી કામગીરીઓ

9

ભારતના ચૂંટણી પંચ ઘ્વારા પ્રતિક ફાળવણી આદેશ પરથી સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી માટે પ્રતિક ફાળવણી બાબતે આદેશ, આનુષાંગિક કામગીરીઓ

10

તમામ રાજકીય પક્ષો સાથે જરૂરી પત્ર વ્યવહાર

11

ચૂંટણી સમયે ચૂંટણી સાહિત્ય / વસ્તુઓની જરૂરીયાત અંગે વહીવટી શાખા સાથે જરૂરીયાત અંગે પરામર્શ

1 ર

વૈદ્યાનિક / બીન વૈદ્યાનિક ફોર્મ બનાવવા આદેશો કરવા- સુધારા વિગેરે

13

સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી સબંધે જરૂર જણાયે કાયદા / નિયમોમાં સુધારા અંગે સરકારના વિભાગો સાથે જરૂરી પત્ર વ્યવહાર કરવો

14

સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની સામાન્ય / પેટા ચૂંટણી તથા મતદારયાદી સંલગ્ને નીતિ વિષયક નિર્ણયો તેના કાર્યક્રમો સહિત

1 પ

વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો

16

સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓના ઉપયોગ માટે હેન્ડબુક તૈયાર કરવા અંગે.

17

ચૂંટણી માટે મતપેટીઓ / વિજાણું મતદાન યંત્રના ઉપયોગ અંગેની જરૂરી સૂચનાઓ

18

અવિલોપ્ય શાહી, વિશિષ્ટતાદર્શક સિકકા, વિગેરેની માર્ગદર્શક સૂચનાઓ વિગેરે

પંચાયત ચૂંટણી પ્રવૃત્તિઓ

અ.નં.

કામગીરીની વિગતો

1

ગ્રામ પંચાયતોની ચૂંટણી સબંધે કામગીરીઓ:

.

વોર્ડ રચના તથા બેઠક ફાળવણી બાબતેનો પરિપત્ર / સૂચના

.

મતદારયાદી પરિપત્ર તથા મતદારયાદી સુધારા કાર્યક્રમ અંગેની સૂચનાઓ

.

ચૂંટણીને લગતી કલેકટરોને સૂચનાઓ આપવી પત્ર વ્યવહાર વિગેરે

.

સામાન્ય / મઘ્યસત્ર / પેટા ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીઓને પૂર્વ તૈયારી પત્ર, ચૂંટણી કાર્યક્રમ સંલગ્ને સૂચનાઓ

.

ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમથી પરિણામ જાહેર કરવા સુધીના અધિકારો જિલ્લા કલેકટરશ્રીને આપવામાં આવેલ છે તે બાબત





2

તાલુકા પંચાયતની ચૂંટણી સબંધે કામગીરીઓ:

.

મતદાર મંડળની રચના તથા બેઠક ફાળવણી અનામત બેઠકો સહિત અંગેની સૂચનાઓનો પરિપત્ર / આદેશો વિગેરે

.

મતદારયાદી પરિપત્ર તથા મતદારયાદી સુધારા કાર્યક્રમ સહિતની સૂચનાઓ

.

મતદાન મથકોની દરખાસ્ત કરવા કલેકટરશ્રીને પરિપત્રથી સૂચનાઓ

.

ચૂંટણી અધિકારીઓની નિમણૂંક બાબતે સૂચનાઓ

.

સામાન્ય ચૂંટણી યોજવા પૂર્વ તૈયારી પત્ર તથા ચૂંટણી કાર્યક્રમ તથા પરિણામ પ્રસિઘ્ધ સહિત આનુષાંગિક સૂચનાઓ અંગેનો પત્ર વ્યવહારો

3

જિલ્લા પંચાયતોની ચૂંટણી કામગીરીઓ:

.

મતદાર મંડળની રચના તથા બેઠક ફાળવણી અંગે પરિપત્ર / સૂચનાઓ / આદેશો વિગેરે

.

મતદારયાદી પરિપત્ર તથા મતદારયાદી સુધારા કાર્યક્રમ સહિતની સૂચનાઓ

.

મતદાન મથકોની દરખાસ્ત મોકલવા કલેકટરશ્રીઓને પત્ર ઘ્વારા સૂચનાઓ

.

ચૂંટણી અધિકારીઓની નિમણૂંકની સૂચનાઓ

.

સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારી તથા ચૂંટણી કાર્યક્રમ અને આનુષાંગિક જરૂરી પત્ર વ્યવહાર

4

મહાનગરપાલિકા / નગરપાલિકાની ચૂંટણી સબંધે કામગીરીઓ:

.

વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી સૂચનાઓ / પરિપત્ર / આદેશો વિગેરે

.

મતદારયાદી પરિપત્ર સૂચનાઓ તથા મતદારયાદી સુધારા કાર્યક્રમ સહિતની સૂચનાઓ

.

મતદાન મથકો માટે દરખાસ્ત મોકલવા માટે કલેકટરશ્રીઓને પત્ર ઘ્વારા સૂચનાઓ

.

ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓની નિમણુંક બાબતે

.

સામાન્ય ચૂંટણી પૂર્વતૈયારી અને ચૂંટણી કાર્યક્રમ તથા આનુષાંગિક પત્રવ્યવહાર

5

ચૂંટણી સુધારા પ્રક્રિયાની આનુષાંગિક કામગીરી

6

ઉપરાંત ચૂંટણી વિષયકની નિતિ વિષયક બાબતે વખતો વખત સુપ્રત થતી કામગીરીઓ

સંપર્ક

અધિકારી નામ : શ્રી આર Gamit

હોદ્દો : મદદનીશ ચૂંટણી કમિશનર

સરનામું        :       રાજ્ય ચૂંટણી પંચ,

સરદાર પટેલ ભવન, સેકટર નં 10,

બ્લોક 9, 6 ઠ્ઠો માળ, ગાંધીનગર, ગુજરાત 382010.

ફોન નંબર      :       079-23252885

ફેકસ નંબર     :       079-23252307

સ્ત્રોત: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate