অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહેકમ શાખા

મહેકમ શાખા વિષે

  • રાજય ચૂંટણી પંચના મંજુર થયેલ મહેકમ પરના અધિકારી/કર્મચારીઓની સેવા વિષયક તમામ બાબતોની કામગીરી મહેકમ શાખા દ્વારા કરવામાં આવે છે.
  • કચેરીના તમામ પ્રકારના ખર્ચના હિસાબની કામગીરી હિસાબી શાખા સંભાળે છે.
  • કચેરીમાં આવતા તમામ પ્રકારના (જે તે અધિકારીશ્રીઓને અને શાખાઓને મોકલવાના) તથા કચેરી દ્વારા મોકલવામાં આવતા પત્રોની આવક-જાવક રજીસ્ટરે નોંધ કરી તે અંગેના ખર્ચનો હિસાબ રાખવાની કામગીરી રજીસ્ટ્રી શાખા દ્વારા કરવામાં આવે છે.
  • કચેરીની જરૂરીયાત અનુસારની તમામ પ્રકારની સ્ટેશનરી/ઇન્વેન્ટરી/કન્ઝ્યુમેબલ્સ આઇટેમ્સ/વાહન/ફર્નિચર/કોમ્પ્યુટર્સ તથા અન્ય પેરીફેરીયલ્સ તેમજ ચૂંટણીલક્ષી ઇ.વી.એમ.પાવરપેક વિગેરે ખરીદવાની તેમજ ચૂંટણીલક્ષી તમામ પ્રકારના સાહિત્યના છાપકામની કામગીરી શાખા દ્વારા કરવામાં આવે છે.

શાખાની પ્રવૃત્તિઓ

  • તમામ પ્રકારની સ્ટેશનરી/ઇન્વેન્ટરી/કન્ઝ્યુમેબલ્સ આઇટમ્સની ખરીદી અને ફાળવણી.
  • સ્ટેશનરી/ ઇન્વેન્ટરી રજીસ્ટર નિભાવણી.
  • કચેરીની જરૂરીયાત મુજબના ફર્નિચર, ફેક્ષ, ઝેરોક્ષ મશીન અને કોમ્પ્યુટર્સ તથા અન્ય પેરીફેરીયલ્સની ખરીદી તેમજ રીપેરીંગની કામગીરી.
  • વાહન ખરીદી, વીમાની તેમજ રીપેરીંગની કામગીરી, વાહનની હીસ્ટ્રીબુકની નિભાવણી.
  • ઇલેકટ્રોનીક વોટીંગ મશીનની ફાળવણી તથા તે સંબંધી જરૂરી સૂચનાઓ બહાર પાડવાની કામગીરી.
  • ચૂંટણીલક્ષી તમામ પ્રકારનું સાહિત્ય (જેવી કે, આર.ઓ.હેન્ડબુક/ઇ.વી.એમ.માર્ગદર્શિકા/ફોમર્સ/ પ્રિસાઇડીંગ ઓફિસરની માર્ગદર્શિકા વિગેરે) છપાવવા તથા ફાળવવાની કામગીરી.
  • મતપત્રો છાપકામ માટે ભાવોની ......... લીમીટ નક્કી કરવા.
  • સીક્રેટ સીલ/ પેપર સીલ/ સ્ટ્રીપ સીલની છાપકામ તથા ફાળવણીની કામગીરી.
  • એડવોકેટની પેનલની નિયુકિત તથા ફીના ધોરણો નક્કી કરવા.
  • એડવોકેટની નિમણૂંક તથા વકીલ ફીની ચૂકવણીની કામગીરી.

સંપર્ક

અધિકારી નામ :       શ્રી રાજેશ. બી Rajyaguru

હોદ્દો    :       સંયુક્ત સચિવ

સરનામું        :       રાજ્ય ચૂંટણી પંચ,

સરદાર પટેલ ભવન, સેકટર નં 10,

બ્લોક 9, 6 ઠ્ઠો માળ, ગાંધીનગર, ગુજરાત 382010.

ફોન નંબર      :       079-23252146

ફેકસ નંબર     :       079-23252307

સ્ત્રોત: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate