રાજ્ય ચૂંટણી પંચના કાર્યાલયમાં આવતી તમામ ટપાલો જેવી કે, સરકારીપત્રો, અધિકારી પત્રો, અન્ય રાજ્યોના પત્રો, લોકસભા, વિધાનસભાના સભ્યોના પત્રો, સચિવાલયના વિભાગોના પત્રો, રાજ્યના અરજદારોની રજૂઆતો આ તમામ પત્રોને કચેરી કાર્યપદ્ધતિ અનુસાર મા. સચિવશ્રીના વંચાણે મૂકવા, મા. સચિવશ્રી પાસેથી વંચાણે લઇ આવેલ તમામ પત્રો નાયબ સચિવશ્રી, નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી 1 તથા ર, વહીવટી અધિકારી પાસે વંચાણમાં મૂકવા વંચાણે લઇ આવેલ તમામ પત્રોને આવક રજીસ્ટરે નોંધ કરી સંબંધિત શાખામાં શાખા પહોચ પોથીમાં ચઢાવી સંબંધિત શાખા કલાર્કને આપવા.
અત્રેની કચેરીના પરિપત્રો, હુકમો, અરજદારોની રજૂઆતના જવાબ વિગેરે પત્રો જાવક રજીસ્ટરે નોંધ કરી બહારગામના પત્રો પોસ્ટ મારફત મોકલવા જ્યારે સ્થાનિક પત્રવ્યવહાર માટે સ્થાનિક જાવક ટપાલ બુકમાં સરનામાં વિગેરેની નોંધ કરી કવર કરી વર્ગ -4 ના કર્મચારી દ્વારા મોકલી આપવી.
સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવતા પત્રોને પ્રેસ રજીસ્ટરે નોંધ કરી પ્રેસમાં છાપકામ માટે મોકલી આપવું પ્રેસ દ્વારા છાપકામ થઇ આવેલ ગેઝેટ સંબંધિત શાખામાં આપવું.
બહારગામની ટપાલો રવાના કરવા સારૂ કરવામાં આવેલ પોસ્ટેજ ખર્ચ દરરોજ નિભાવવું અને દર માસની આખર તારીખે પ્રમાણિત કરાવવું તથા નિયમિત ફેન્કીંગ મશીનમાં રકમ ભરાવવી.
માહિતી અધિકાર હેઠળ આવેલ અરજી સંબંધિત અધિકારીને વંચાણમાં મુકી આવક રજીસ્ટર તથા માહિતી અધિકાર રજીસ્ટરે નોંધ કરી સંબંધિત શાખામાં અરજી આપવી.
અધિકારી નામ : શ્રી રાજેશ. બી રાજ્યગુરુ
હોદ્દો : સંયુક્ત સચિવ
સરનામું : રાજ્ય ચૂંટણી પંચ, સરદાર પટેલ ભવન, સેકટર નં 10,બ્લોક 9, 6 ઠ્ઠો માળ,
ગાંધીનગર, ગુજરાત 382010.
ફોન નંબર : 079-23252146
ફેકસ નંબર : 079-23252307
સ્ત્રોત: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/23/2019