સુરત અને ગુજરાતના ૧૭મી સદીઓના બંદરોના ૧૬૦ જેટલા દુર્લભ ફોટોગ્રાફ પ્રદર્શીત કરાયા
હાલમાં ભલે સુંવાલીનો દરિયો સહેલાણીઓ માટે ગોઝારો બન્યો છે પરંતુ ૧૯મી સદી પહેલાં આ દરિયો ગુજરાતનું મહત્વનું બંદર ગણાતો હતો. સુવાલીને જેમ ગુજરાતના ૩૨ જેટલા બંદરો પરથી આખા વિશ્વમાં વેપાર થતો હતો. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો દરિયાએ ભુતકાળમાં વિદેશના વેપારના દ્વાર ખોલ્યા હતા અને ગુજરાતના વિશ્વમાં ગુંજતું કર્યું હતું. જેમાંથી સુવાલી જેવા કેટલાક બંદરો લુપ્ત થયાં છે તો કેટલાક બંદરો ધમધમે છે. સદીઓ પહેલાં ગુજરાતના જે બંદરોની ભવ્યતા દર્શાવતું ચિત્ર પ્રદર્શન ત્રીજી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ વખતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સાથે સુરતના બંદરો અંગે રિસર્ચ કરનારા દેશના અને વિદેશના સંશોધકો પણ આવ્યા છે. આ સંશોધકો પોતાના સંશોધન પેપર્સ પણ અહી રજુ કરશે. સુરતનો ભવ્ય ઈતિહાસ દર્શાવતાં આ પ્રદર્શન સુરતીઓ માટે અનેરો ઉત્સવ બની શકે છે.
અંગ્રેજોએ સુરતની સમૃધ્ધિ જોઈને સુરતમાં અંગ્રેજોનું પહેલું થાણું નાંખ્યું હતું. સદીઓ પહેલાથી સમૃધ્ધ એવા સુરતમાં ૮૪ બંદરોના વાવટા ફરકતાં હતા. તેમાં પણ ૧૭મી અને ૧૮મી સદીઓમાં આખા વિશ્વના બંદરોમાં સુરતથી વેપાર ધંધા ચાલતાં હતા. સુરતની સાથે ગુજરતના ૩૨ જેટલા બંદરો પરથી પણ વિશ્વમાં વેપારનો સીલસીલો ચાલું થયો હતો. ૧૭ અને ૧૮મી સદીઓમાં સમગ્ર વિશ્વમાં સુરત સહિત ગુજરાતના બંદરિયા વેપારની ઝાંખી કરાવતું એક પ્રદર્શન સુરતના સાયન્સ સેન્ટરમાં યોજાયું છે. આ પ્રદર્શન સાથે સાથે દેશ અને વિદેશના સંશોધકોએ રિસર્ચ પેપર પણ રજુ કરવામાં આવ્યા છે. સુરત શહેર માટે ઐતિહાસિક ગણી શકાય તેવા ચિત્રોનું પ્રદર્શન પણ અહી રાખવામાં આવ્યું છે.
પાલિકાના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં આ ઐતિહાસિક ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે પ્રદર્શન સાથે સંકળાયેલા મ્યુઝ્યોલોજીસ્ટ ઈલેશ વ્યાસ કહે છે, અહી ૧૬૦ જેટલા ચિત્રો, નકશાઓ અને હસ્તલીખીતનું પ્રદર્શન યોજાયું છે. તેનું મહત્વ એટલે છે કે ૧૫મી સદીથી ૧૭મી સદી દરમિયાન સુરત સહિત સમગ્ર ગુજરાતના દરિયા કિનારાથી જે વેપાર થતો હતો તે તથા સુરતના તે સમયના બાંધકામો અને આયોજનના ચિત્રોનો સમાવેશ છે. છે. આ ચિત્રોની ખાસિયત એ છે કે, તમામ દુર્લભ અને ઐતિહાસિક ચિત્રો છે તેમાંથી એક પણ ચિત્ર ભારતમાં નથી. યુરોપના જુદા જુદા દેશોના મ્યુઝીયમમાં આ ચિત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ત્યાના મ્યુઝીયમમાં આ ચિત્રોનું ઘણું મહત્વ જોવા મળે છે.
આ ચિત્રોનું મ્યુઝીયમ ક્વોલીટીની કોપી જેમાં તે જ સાઈઝના ફોટોગ્રાફની અદ્દલ કોપી છે તેવા જ ચિત્રો છે. આટલું જ નહીં પરંતુ આ ચિત્રોનું ગુજરાતમાં માત્ર ચોથું જ પ્રદર્શન છે. આ ચિત્રો એટલા દુર્લભ છે કે કદાચ બીજી વખત તેનું પ્રદર્શન પણ જોવા મળી શકે તો નસીબ કહેવાય. આ ચિત્ર પ્રદર્શન સાથે સુરત અંગે રિસર્ચ કરનારા સંશોધકો પણ તેનું નિરીક્ષણ કરશે.
સુરત અને ગુજરાતના ઈતિહાસના પુસ્તકો લખનારા લેખકો પણ આવ્યા
સુરતના સાયન્સ સેન્ટરમાં સુરત બંદરને લગતાં ૧૫થી ૧૮મી સદીઓના ઐતિહાસિક ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છ તેની સાથે સુરતના બંદરો તથા સુરતના ઈતિહાસને લગતી બુક્સ પણ મુકવામાં આવી છે. ભાગ્યે જ જેની કોપી મળે છે તે બુકો પણઅહી મુકવામાં આવી છે. આ સાથે પ્રદર્શનમાં બુક લખનારા ઘણાં લેખકો પણ સુરત આવ્યા હતા.
સુરત અંગે જેટલું લખાયું છે તેટલું ભાગ્યે જ કોઈ શહેર સાથે લખાયું છે. સુરતના બંદરોથી સંખ્યાબંધ દેશોમાં વેપાર થતો હતો. આ ઉપરાંત સુરતના ઈતિહાસ તથા સુરતની ભવ્યતા અંગે અનેક લેખકોએ પુસ્તકો લખ્યા છે. જેમાં સુ૧૬૮૯માં સુરતના પ્રવાસે આવેલા જે. ઓવિંગ્સની વોએન્જ ઓફ સુરતમાં સુરતની મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી છે. આ બુકમાં એવી માહિતી છે કે જેને આજે પણ આધાર માનીને સુરતની વિગતોને માની લેવામાં આવે છે. પ્રદર્શનમાં બુક મુકનારા પુર્વ પોલીસ અધિકારી સરવૈયા કહે છે, સુરત અંગે જે બુક લખાઈ છે તેમાંથી ઘણી બુક્સની કોપી બજારમાં સરળતાથી મળતી નથી.તેવી બુક્સ પણ રાખવામાં આવી છે, આટલું જ નહીં પરંતુ આ બુક લખનારા ઘણાં લેખકો પણ આ પ્રદર્શન નિહાળવા આવ્યા છે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020