ગુજરાતની યોગ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી, હિલિંગ, રૈકી વગેરે ચિકિત્સાબ પદ્ધતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનું કેન્દ્ર ગુજરાત છે. ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, કરમસદ અને વડોદરામાં વિશ્વસ્તરના આધૂનિક દવાખાના અને ચિકિત્સા-સુવિધા આવેલી છે. તબીબી અભ્યાસ માટે ગુજરાતમાં શ્રેષ્ઠ મેડિકલ કૉલેજ અને ફાર્મા કૉલેજો આવેલી છે.
ગાંધીનગર, અમદાવાદ અને રાજ્યના મુખ્ય શહેરોમાં સ્પા અને મસાજ કેન્દ્રો આવેલા છે. જે અનોખી ચિકિત્સા પદ્ધતિ દ્વારા રોગીઓનો ઇલાજ કરે છે.
ગુજરાતભરમાં વિશ્વસ્તરના યોગ કેન્દ્રો આવેલા છે. પ્રાચીન હિન્દુઓના શરીર અને આત્માને શુદ્ધ રાખવાની પદ્ધતિ દુનિયાના લોકોને પ્રભાવિત કર્યા છે.
સ્ત્રોત: ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/5/2020