ગુજરાત વિશ્વમાં સાહસિક રમત ક્ષેત્રે જાણીતું છે. ગ્રામ અને શહેરી વિકાસને વેગ મળે તે હેતુથી સાહસિક રમતને પ્રોત્સાંહન આપવાના રાજ્ય સરકારેના અભિગમથી ગુજરાતમાં સાહસિક રમત માટે રણથી માંડીને દરિયા કિનારા, પર્વતો, ગામથી માંડી શહેરમાં રમતો માટેની યોગ્યત સુવિધા ઊભી કરી છે. જે ગુજરાતના સમૃદ્ધ રમતીય પરંપરના પ્રતિક છે.
ગુજરાત ૨૦૦૦ થી વધારે તહેવારો ઉજવે છે. જેવા કે, નવરાત્રી, ઉત્તરાયણ, શરદોત્સવ, રણોત્સવ, મહાશિવરાત્રીના મેળા, મોઢેરા સૂર્યમંદિર મહોત્સવ વગેરે જે પ્રવાસીઓને ખાસ્સા આકર્ષિત કરે છે.
ગુજરાત રમતો જેવી કે જળરમતો, પર્વતારોહણ, પેરાગ્લાઇડિંગ, વન્ય અભ્યારણોને પ્રોત્સાહન આપે છે. જેમાં રમતો માટે યોગ્ય સ્વાસ્થ્ય, સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. વાળી સાહસિક રમત આરોગ્ય પ્રવાસન અને ધાર્મિક પ્રવાસનને પણ વેગ આપે છે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવેલ ધર્મપુરમાં નર્મદા ડેમની કેનાલ જળરમતની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં રોવર બોટસ, સ્કુાટર બોટસ, જેટ બોટસ તથા જેમાં કાયાકિંગ તથા કાઓઇંગ પણ સામેલ છે. હવાઇ રમતો અને દરિયાઇ રમતો યોજવાની મહત્વાતકાંક્ષી યોજના રાજ્ય સરકારની છે.
સ્ત્રોત :ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020