ગુજરાત આનંદ - પ્રમોદની ભૂમિ છે. ભારતભરમાં ગુજરાતમાં શ્રેષ્ઠ દરિયાકિનારો છે. અહીં અર્થ-પ્રવાસનની ઊજળી તકો છે. અહીં મનોરંજન પ્રવાસનની સાથે સાથે આર્થિક પ્રવાસનની તકો ઊજળી છે. નળ સરોવર તથા ગાંધીનગરને અર્થ પ્રવાસનથી સાથે જોતરેલા છે. નળસરોવર કુદરતી સૌંદર્યના સ્થનળની સાથે સાથે ઇકો-પાર્ક છે. નયનરમ્યક સ્થળો અને વિકાસ માટેની અમાપ તકો છે. આ સમગ્ર વિસ્તાાર સપાટ ખુલ્લાન મેદાનો અને જંગલો વાળો વિસ્તારર છે. સ્થાપનિક પ્રવાસીઓ માટે એકદિવસીય પ્રવાસ માટે શ્રેષ્ઠર જગા છે. જ્યાં બોટિંગ, પક્ષીદર્શન, સાથેની આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓની સગવડ છે. અહીં ગુજરાતભરના પ્રવાસીઓ આવે છે. ગાંધીનગર પ્રાકૃતિક સૌંદર્ય અને ઉધાનોથી ઘેરાયેલું લીલુંછમ શહેર છે.
ગુજરાતમાં સરિતા ઉધાન, સયાજી બાગ, પરિમલ બાગ, જેવા સૌંદર્ય અને પ્રાકૃતિક સંપદાથી સજ્જ બગીચાઓ આવેલા છે. અમદાવાદ સ્થિત કાંકરિયા તળાવ તેના નવા રૂપરંગ અને સગવડોથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કાંકરિયાની ફરતે પ્રાણીસંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે બાલવાટીકા, રેલગાડી, ઉપરાંત કાંકરિયામાં જળવિહાર તેમજ ખાણી-પીણી અને આનંદ પ્રમોદનાં સગવડો ઉપલબ્ધ છે.
દેશનો પહેલું ઇકો પ્રવાસન ક્ષેત્ર દ્વારકા પાસે સોમનાથ ખાતે ડની પોઇન્ટ પાસે આવેલ છે. ગુજરાત સરકારની યોજના દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે. અને તેના માટે નવી યોજનાઓ બનાવવામાં આવે છે. વળી પ્રવાસીઓને પણ પર્યાવરણને હાનિ પહોંચાડયા વગર મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ વિવિધ રેસ્ટોરાં અને કાફેટેરીયા આવેલા છે.
સ્ત્રોત: ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/18/2020