অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રમતગમત અને મનોરંજન

ગુજરાતમાં રમતો દ્વારા સ્વારસ્ય્તિ સુધારણા અને મનોરંજન એમ બે આકર્ષણ છે. રમતગમત, યોગ, અને મનોરંજન ત્રણેય પ્રવૃત્તિઓ સ્વસ્થ સમાજ માટે પ્રેરણારુપ છે.

ગુજરાતમાં રમતો માટેના સ્‍વતંત્ર સંગઠનો તેમજ રાષ્‍ટ્રીય સંગઠનો કાર્યરત છે. જેઓ રમતોની હરિફાઇનું આયોજન કરી, તેના પ્રશિક્ષણમાં પણ કાર્યતર રહે છે. ગુજરાત ક્રિકેટ અશોસિએસન જે બીસીસીઆઇ સાથે જોડાયેલ છે તે અશોસિએસન ઓગણીસ વર્ષ ઉપરની વયના યુવા ખિલાડીઓને ક્રિકેટની રમતોનું પ્રશિક્ષણ આપે છે. આ અશોસિએસન બીસીસીઆઇના વડપણ હેઠળ રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચોનું આયોજન કરે છે.

રાજ્યની સર્વોચ્‍ચ ક્રિકેટ સંસ્‍થા ગુજરાત ક્રિકેટ એશોસિએસન (જીસીએ)ના પ્રેસિડેન્ટ તરીકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ રાજ્યમાં રમતોનો વ્યાપ વધે તે માટે ક્રાંતિકારી પગલાં ભરેલાં છે. બીસીસીઆઇ દ્વારા નક્કી કર્યા અનુસાર જીસીએમાં મુખ્‍ય ચાર સમિતિ કાર્ય-સમિતિ, યાત્રા-સમિતિ, કાર્યક્રમ-સમિતિ અને નાણા-સમિતિ રચના કરવામાં આવી છે. જુનીયર ક્રિકેટ સમિતિનો પણ સમાવેશ કરવા પાછળનો હેતુ ગુજરાતના ઉગતાં ખિલાડીઓનો વિકાસ કરવાનો છે. ઉપરાંત ગુજરાત ક્રિકેટ એશોસિએસન ઇન્‍ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સને ૨૦૧૦માં ગુજરાતમાં યોજાય તેવાં પ્રયત્નો કરી રહ્યું છે.

મે ૧૯૯૩ પછી રાષ્‍ટ્રીય વિવિધ રમત-હરિફાઇમાં ગુજરાતના ખિલાડીઓ રાષ્‍ટ્રીય સ્‍તરે શ્રેષ્ઠ કૌવત-કૌશલ બતાવી શકે તે માટે તેઓને માટે તાલીમ આપવાનો કાર્યક્મ શરૂ કરવામાં આવ્‍યો છે. જેને લીધે શાળાના ખેલાડીઓને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

  • એસજીએફઆઇ રમતો (સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાની શાળાકીય રમતો)
  • રાષ્‍ટ્રીય ગ્રામ્‍ય રમતો ( સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત)
  • રાષ્‍ટ્રીય મહિલા રમત મહોત્‍સવ (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત)
  • સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપ માટે (સુબ્રતો મુખર્જી ખેલ શિક્ષા સોસાયટી દ્વારા તથા ભારતીય વાયુસેના રમત નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત)
  • જવાહરલાલ નેહરૂ હૉકી કપ (જી.એલ.નેશનલ હૉકી ટુર્નામેન્‍ટ સોસાયટી દ્વારા આયોજીત)

ગુજરાત રમત સંગઠન રાજ્યમાં રમતોના વિકાસ માટે મહત્‍વનો ભાગ મજવે છે. જેના દ્વારા ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્‍તારોમાં રમતોની વિકાસની તકો વધે છે

રમતોના વિકાસ માટેની રણનીતિ: લોકપ્રિય રમતની સંસ્કૃતિ

  • રાજ્યમાં રમતોને અનુકૂળ વાતાવરણ બનાવવા માટે વિવિધ પગલાં ભરવા.
  • વૈજ્ઞાનિક ઢબે રાજ્યમાં કૌશલ્‍ય ધરાવતાં ખેલાડીઓને શોધીને તેમને આવાસ સુવિધાઓ આપી તેમને પ્રશિક્ષિત કરવા.
  • શ્રેષ્‍ઠ ખિલાડીઓને તકો આપવી.

રમતો માટે વિદ્યાર્થીઓ, મહિલાઓ પ્રોત્સાહન આપવું.

શાળા : શાળાકીય રમતો દ્વારા કૌશલ્‍યોના વિકાસ થાય તે માટેની વ્‍યવસ્‍થા કરવી અને રમતોના સાધનો પૂરા પાડવા.

મહિલા :        મહિલાઓને સ્‍વરક્ષા, પ્રશિક્ષણ અને છાત્રવૃત્તિ આપીને તેમના કૌશલ્‍યોને પ્રોત્‍સાહન આપવું.

સામાન્ય:        રાષ્‍ટ્રીય સ્‍તરે રમાતી રાજ્યમાં ઘરઆંગણે રમાય તે માટે આયોજનો કરવા.

કેટલીક અન્ય રમતો

ગુજરાત રમત સંગઠન દ્વારા વિવિધ રમતો માટે ઇનડોર અને આઉટડોર સુવિધા ઊભી કરવી.

રમત અને મનોરંજન :

દરિયાઇ રમત:

ક્રિકેટ

સ્‍કીઇંગ

હૉકી

પેરાગ્‍લાઇડિંગ

ફૂટબૉલ

પેરાસેલિંગ

શતરંજ

સર્ફિંગ

સ્‍કેવેશ

નૌકા સ્‍પર્ધા

બૅડમિંટન

પાણીસ્‍કુટર

ટેનિસ

 

સ્‍કેટિંગ

 

બિલિયર્ડ

 

કાર્ટીંગ

 

તરણ

 

બૉલિંગ

 

ઘોડેસવારી

 

ગુજરાતે રમતો માટે તરણેતરમાં ગ્રામિણ આલમ્‍પિકઃ ૨૦૦૮ દ્વારા નવી પહેલ કરે છે. માર્ચ ૨૦૧૦માં રાજ્યમાં દેવગઢ બારિયા અને ડાંગના આહવા ખાતે ગ્રામિણ ઓલમ્‍પિક યોજવાની યોજના છે મહિલા ખેલાડીઓ માટે છાત્રવૃત્તિ દ્વારા પ્રોત્‍સાહિત કરવાની રાજ્ય સરકારની યોજના છે.

ઇનડોર અને આઉટડોર રમત સંગઠન માટે ગાંધીનગર ખાતે વિશાળ રમત સંકુલો તૈયાર થઇ રહ્યાં છે. ગ્રામિણ ક્ષેત્રોમાં પણ રમતોને પ્રોત્‍સાહિત કરવા માટે ત્‍યાંના લોકોના સ્‍વાસ્‍થ્‍ય પર પણ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સૌથી મોટું ઇનડોર ક્રિકેટ મેદાન કોબા, ગાંધીનગર પાસે તૈયાર થઇ રહ્યું છે. સંપૂર્ણ વાતાનુકુલિત રમત સંકુલ ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. સંપૂર્ણ બાંધકામ થઇ ગયા બાદ આ ભારતનું સૌથી મોટું મેદાન બનશે. આઠ શારિરીક ચુસ્તતા સેન્ટર, ચાર નિશાળ મેદાનો, ખાણી-પીણીના તથા આનંદ પ્રમોદ માટે સેન્ટરો જે વિશ્વસ્‍તરીય સાધન-સુવિધાથી સજ્જ હશે. ગુજરાતમાં ઇનડોર ક્રિકેટ, વૉલીબોલ, ફૂટબૉલના પ્રોત્‍સાહન માટે પણ કાર્ય ચાલુ છે.

કાંકરિયા તળાવ પાસે પણ વિશ્વસ્‍તરીય રમત માટેનું પરિસર કેન્‍દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જેમાં મનોરંજન સુવિધાઓની સાથે ટ્રેનની સવારી, નૌકા વિહાર, પ્રાણી સંગ્રહાલય, બગીચા, માછલીઘર જેવી સુવિધા આવેલી છે.

ગુજરાતના સમુદ્ર કિનારા અને ગ્રામ્‍ય વિસ્‍તારોને પણ મનોરંજન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવેલા છે. તેમાં મુખ્‍યત્‍વે પાણીની રમતો, સૂર્યસ્‍નાન, સૂર્ય નમસ્‍કાર, પક્ષી દર્શન, સમુદ્રીજીવન, ક્રૂર્ઝની સફર, જેવા મનોરંજનના ક્ષેત્રોમાં કામ ચાલી રહ્યું છે. જ્યાં લોકો પોતાના જીવનમાં આનંદ-પ્રમોદ માણી શકે.

ધાર્મિક સ્‍થળો અને પ્રવાસન ક્ષેત્રો ગુજરાતની ભવ્ય પરંપરા, સાંસ્‍કૃતિક વૈભવ અને દિવ્ય આધ્‍યાત્‍મિક અનુભવો સાથે જોડાયેલ છે. રાજ્યમાં અનેક સ્થળોએ પ્રાકૃતિક સુંદરતાની આહ્લાદાયક અનુભૂતિ સાથે સાંસ્કૃતિક વારસાનો સ્પર્શ રોમાંચક બની રહે છે. ઉપરાંત ઊંટની સવારી, તંબૂ અને ઝૂંપડીના પારંપારિક આવાસો દ્વારા જીવનનો આનંદ ગુજરાતમાં અનુભવાઇ રહ્યો છે.

સ્ત્રોત: ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/31/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate