તારીખ- ૦૧-૦૪-૧૯૮૩થી ગ્રંથાલય તંત્રની કામગીરી શિક્ષણ વિભાગની સીધી દેખરેખ અને નિયંત્રણ હેઠળ મુકવામાં આવી હતી. ૧૯૯૭-૯૮ના વર્ષથી ગ્રંથાલય ખાતાને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવામાં આવેલ છે. ગ્રંથાલય ખાતા હસ્તક નીચેની યોજનાઓ અને કાર્યક્રમો સંકળાયેલા છે.
- સરકારી ગ્રંથાલયો
- ફરતા ગ્રંથાલયો
- શહેર અને શહેરશાખા ગ્રંથાલયો
- નગરકક્ષા-૧ અને નગરકક્ષા-૨ના ગ્રંથાલયો
- બાળ અને મહિલા ગ્રંથાલયો
- ગ્રામ ગ્રંથાલયો, ગ્રામ ગ્રંથાલયો સહ-સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવા
- બ્રેઇલ ગ્રંથાલયો
- ગ્રંથાલય સેવા એવોર્ડ
- રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના
- પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુકસ એકટ
- શિષ્ટ પુસ્તકોની પસંદગી યાદી
- ગ્રંથાલય તાલીમ વર્ગો
- ગ્રંથાલય ઓપ વર્ગો અને કાર્ય શિબિર
- વહીવટી ર્નિદેશ
- સમિતિઓ, કમિટિઓ
રાજયની પ્રજાએ મેળવેલું શિક્ષણ ટકાવી રાખવા, લોકો ગ્રંથાલયાભિમુખ બને તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારશ્રી સંચાલિત ગ્રંથાલયો ખોલવામાં આવે છે. રાજયમાં એક(૧)-કેન્દ્રિય અનામત ગ્રંથભંડાર, ૨-મધ્યસ્થ ગ્રંથાલયો, ૨૬-જિલ્લા ગ્રંથાલયો, ૮૩-તાલુકા ગ્રંથાલયો, ૨-મહિલા ગ્રંથાલયો અને ૮-ફરતા ગ્રંથાલયો આવેલા છે. ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં રાજયના બિન-આદિજાતિ વિસ્તારમાં ૧૧૪ અને આદિજાતિ વિસ્તારમાં ૨૮- ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. ૨૦૦૯ ના વર્ષમાં ૩૩-સરકાર માન્ય તાલુકા ગ્રંથાલયો શરૂ કરવામાં આવેલ છે.
સરકારી ગ્રંથાલયો ઉપરાંત રાજયમાં જુદી-જુદી કક્ષાના જાહેર ગ્રંથાલયો આવેલા છે. અને જાહેર ગ્રંથાલયોને ખાતા તરફથી દર વર્ષે માન્ય ખર્ચના ૭૫ ટકા પ્રમાણે અનુદાન આપવામાં આવે છે. જે અન્વયે શહેર ગ્રંથાલયોને વધુમાં વધુ-રૂ.૭૦,૦૦૦/, શહેર શાખા ગ્રંથાલયોને વધુમાં વધુ રૂ. ૩૦,૦૦૦/-, નગરકક્ષા-૧ ગ્રંથાલયોને વધુમાં વધુ રૂ. ૨૫,૦૦૦/-, નગરકક્ષા-૨ ગ્રંથાલયોને વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/-, બાળ ગ્રંથાલયોને વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/-, મહિલા ગ્રંથાલયોને વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/- અને ગ્રામ ગ્રંથાલયોને વધુમાં વધુ રૂ. ૫,૦૦૦/- લેખે અનુદાન આપવામાં આવે છે.
ગ્રંથાલય ખાતા હસ્તક રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતા સાથે સહયોગ સાધી જાહેર ગ્રંથાલય સહયાક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજયમાં આવેલ જાહેર ગ્રંથાલયોને વાંચન સામગ્રી, દશ્યશ્રાવ્ય સામગ્રી, ફર્નિચર વગેરે માટે સહાય આપવામાં આવે છે.
રાજય સરકાર ધ્વારા ગ્રંથાલય સેવાઓ માટે જે નીતિ નકકી કરવામા઼ આવે છે તેનો અસરકારક અમલ કરવા માટે રાજય કક્ષાએ ગ્રંથાલય નિયામકશ્રીની કચેરી ધ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ગ્રંથાલય ખાતા હસ્તક છ(૬) વિભાગીય કચેરીઓ આવેલી છે. ગ્રંથાલય ખાતાનો વહીવટીતંત્રનો ખ્યાલ આપતું પત્રક અલગથી સામેલ કરેલ છે.
ગ્રંથાલય ખાતાની ઉકત જગ્યાઓની કામગીરી નીચે મુજબ છે
|
૧
|
ગ્રંથાલય નિયામકશ્રી, (ખાતાના વડા)ની ફરજો અને કાર્યો
|
૨
|
મદદનીશ ગ્રંથાલય નિયામક(વર્ગ-૨)ની ફરજો અને કાર્યો
|
૩
|
રાજય ગ્રંથપાલ (વર્ગ-૧)(મધ્યવર્તી પુસ્તકાલયો)ની ફરજો/કામગીરી
|
૪
|
(જાહેર ગ્રંથાલય સંબંધિત કામગીરી)
|
૫
|
જિલ્લા ગ્રંથપાલ(વર્ગ-૩) વ્યવસાયિક મદદનીશ
|
૬
|
મદદનીશ ગ્રંથપાલ(તાલુકા પુસ્તકાલય) સંવર્ગના કાર્યો/ફરજો(વર્ગ-૩)
|
૭
|
ગ્રંથાલય કારકૂન સંવર્ગના કાર્યો/ફરજો (વર્ગ-૩)
|
ગ્રંથાલય ખાતાની ઉકત જગ્યાઓની કામગીરી નીચે મુજબ છે.
ગ્રંથાલય નિયામકશ્રીખાતાના વડા) ની ફરજો અને કાર્યો
ગ્રંથાલય નિયામકશ્રી એ ગ્રંથાલય ખાતાના વડા છે તેમની ફરજો અને કાર્યો નીચે
મુજબ છે.
- રાજયની જાહેર ગ્રંથાલય પ્રવૃતિ અંગે નીતિ નિર્ધારણ અને અમલીકરણ.
- રાજયમાં સરકારી જાહેર ગ્રંથાલયોની સ્થાપના, નિભાવ, વિકાસ તથા આધુનિકરણની કામગીરી.
- કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય પુરસ્કૃત સંસ્થા રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતાની જાહેર ગ્રંથાલય સહાયક યોજના અંતર્ગત રાજયના જાહેર ગ્રંથાલયો સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓને ગ્રંથાલય મંડળોને વિવિધ હેતુઓ માટે આર્થિક સહાય આપવા માટેની વિવિધ યોજનાઓનું સંચાલન કરે છે. રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના અન્વયેની પુસ્તક ખરીદી સમિતિમાં સભ્ય સચિવ તરીકે કામ સંભાળે છે.
- ગુજરાતની જાહેર ગ્રંથાલય પ્રવૃતિ વિકાસ માટે કાર્યક્રમો તૈયાર કરવા અને તેનું અમલીકરણ.
- સ્વ. શ્રી મોતીભાઇ ન. અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ રાજય કક્ષાની પ્રાદેશિક મૂલ્યાંકન સમિતિના અધ્યક્ષનું સ્થાન સંભાળે છે.
- જાહેર ગ્રંથાલય નિયમ સુધારણા સમિતિના અધ્યક્ષ તરીકેનું સ્થાન સંભાળે છે.
- ગુજરાત વિઘાપીઠ સંચાલિત કોપીરાઇટ ગ્રંથ સંગ્રહ માટેના ગ્રંથાલય સલાહકાર સમિતિના સભ્ય છે.
- ગ્રંથાલય મહેકમ પસંદગી સમિતિમાં અધ્યક્ષ સ્થાન સંભાળે છે.
- અખિલ ભારતીય ગ્રંથાલય મંડળની કારોબારીના સભ્ય છે.
- ગ્રંથાલય વિજ્ઞાન પ્રમાણપત્ર અભ્યાસક્રમ પરીક્ષા સમિતિના અધ્યક્ષ સ્થાને છે.
- ગ્રંથાલય નિયામકશ્રીની કચેરીનું નામ અને સરનામું -
શ્રી કૌશિક શાહ , ઇ/ચા.ગ્રંથાલય નિયામક, ગ્રંથાલય નિયામકની કચેરી,
રાજય ગ્રંથાલય ભવન, સેકટર-૧૭, ગાંધીનગર
ફોન નંબર-૦૭૯-૨૩૨૨૨૪૮૪,૨૩૨૨૧૧૦૭
ફેકસ નંબર-૦૭૯-૨૩૨૨૧૧૦૭
રાજય ગ્રંથપાલ(વર્ગ-૧)(મધ્યવર્તી પુસ્તકાલયો)ની ફરજો અને કામગીરી.
રાજયમાં ગાંધીનગર ખાતે અને વડોદરા ખાતે એમ બે મધ્યસ્થ ગ્રંથાલયો કાર્યરત છે. આ બન્ને ગ્રંથાલયોના સુસંચાલન માટે વર્ગ-૧ કક્ષાના રાજય ગ્રંથપાલનું મહેકમ કાર્યરત છે.
- ગાંધીનગર અને વડોદરા ખાતેના રાજય મધ્યસ્થ ગ્રંથાલયોનું સંચાલન કરવું.
- કોપીરાઇટ વિભાગની અધ્યતનતા અને જાળવણી, જેમાં બુક રજીસ્ટ્રેશન એકટ હેઠળ રાજયમાં પ્રકાશિત થતા દરેક પુસ્તકની બે નકલો મેળવવી તેને સાંચવવી અને રાજયમાં પ્રકાશિત થતા પુસ્તકોની વાડઃમય સૂચી તૈયાર કરી પ્રકાશિત કરવાની કામગીરી.
- ગ્રંથાલયોના વાચકોને સંદર્ભસેવા, ફોટોકોપી સેવા, આંતર ગ્રંથાલય ઉધ્ધરણ સેવાઓ, તકનીકી સેવાઓ, રીડીંગ કોર્નર સેવાઓ પુરી પાડવામાં આવે છે.
- વાંચકોને માટે ઉપયોગી પુસ્તકો/સામયિકો વસાવવાની કામગીરી.
- ગાંધીનગર અને વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામો સુધી ગ્રંથાલય સેવાઓ પુરી પાડવા માટે ફરતા પુસ્તકાલય દ્વારા ગ્રંથાલય સેવાઓ પુરી પાડવા માટેનું આયોજન કરાય છે.
- સ્વ. મોતીલાલ ન. અમીન ઉત્તમ ગ્રંથાલય પ્રમાણપત્ર સ્પર્ધા સમિતિના સભ્ય તરીકેનું સ્થાન ધરાવે છે.
- રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના અન્વયેની પુસ્તક પસંદગી સમિતિમાં રાજય ગ્રંથપાલશ્રી, ગાંધીનગર સભ્ય સચિવ તરીકે કાર્ય કરે છે.
- જાહેર ગ્રંથાલયના નિયમ સુધારણા સમિતિમાં સભ્ય તરીકે કાર્યકરે છે.
- જાહેર ગ્રંથાલય પ્રવૃતિના વિકાસ માટેના કાર્યક્રમોના અમલીકરણમાં સહાય રૂપ થવું.
- શહેરશાખા, નગરકક્ષા-૧, નગરકક્ષા-૨, મહિલા, બાળ અને ગ્રામ ગ્રંથાલયોના જીર્ણ અને બિનઉપયોગી પુસ્તકો રદ કરવા બાબતની સત્તા ધરાવે છે.
- રાજય ગ્રંથપાલશ્રી, રાજય મધ્યસ્થ ગ્રંથાલય, સેકટર-૧૭, રાજય ગ્રંથાલય ભવન, ગાંધીનગર
ફોન નંબર-૦૭૯-૨૩૨૫૨૩૫૮
- રાજય ગ્રંથપાલશ્રી, મધ્યવર્તી પુસ્તકાલય, માંડવી, બેંક રોડ, વડોદરા
ફોન નંબર- -૦૨૬૫- ૨૪૧૫૭૧૩
મદદનીશ ગ્રંથાલય નિયામક(વર્ગ-૨)ની ફરજો અને કાર્યો.
ગ્રંથાલય ખાતાના સુવ્યવસ્થિત સંચાલન માટે ૮(આઠ) મદદનીશ ગ્રંથાલય નિયામકની જગ્યાઓ કાર્યરત છે. જે વર્ગ-૨ કક્ષાની છે. ૨૬ જિલ્લાઓનું વિભાજન કરીને મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ ૬-નિયંત્રણ કચેરીઓ શરૂ કરાયેલ છે. જેમાં ૬ મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રીઓની નિમણુંક કરાયેલ છે. જયારે ગ્રંથાલય નિયામકશ્રીની કચેરીમાં ૧-મદદનીશ ગ્રંથાલય નિયામક, વહીવટની જવાબદારી અને ૧- મદદનીશ ગ્રંથાલય નિયામક, રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજનાઓ અને વિકાસકીય કામગીરીનું સંચાલન સંભાળે છે.
ખાતાની વિભાગીય કચેરીઓ નીચે દર્શાવ્યા મુજબ છે.
૧. મદદનીશ ગ્રંથાલય નિયામક,મહેસાણા વિભાગ, મહેસાણા દ્વારા મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ગ્રંથાલયોનું સંચાલન કરે છે.
૨. મદદનીશ ગ્રંથાલય નિયામક, અમદાવાદ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ, આણંદ, સાબરકાંઠા અને ખેડા જિલ્લાના ગ્રંથાલયોનું સંચાલન કરે છે.
૩. મદદનીશ ગ્રંથાલય નિયામક, સુરત વિભાગ, સુરત દ્વારા સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાના ગ્રંથાલયોનું સંચાલન કરે છે.
૪. મદદનીશ ગ્રંથાલય નિયામક, વડોદરા વિભાગ, વડોદરા દ્વારા વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગ્રંથાલયોનું સંચાલન કરે છે.
૫. મદદનીશ ગ્રંથાલય નિયામક, રાજકોટ વિભાગ, રાજકોટ દ્વારા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને ભુજ જિલ્લાના ગ્રંથાલયોનું સંચાલન કરે છે.
૬. મદદનીશ ગ્રંથાલય નિયામક, ભાવનગર વિભાગ, ભાવનગર દ્વારા ભાવનગર, જુનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લાના ગ્રંથાલયોનું સંચાલન કરે છે.
મદદનીશ ગ્રંથાલય નિયામક(વિભાગીય કચેરીઓ)ની ફરજો અને કાર્યો
- શહેરશાખા, નગરકક્ષા-૧, નગરકક્ષા-૨, મહિલા અને બાળ ગ્રંથાલયો શરૂ કરવાની માન્યતા આપવી.
- શહેરશાખા, નગરકક્ષા-૧, નગરકક્ષા-૨, મહિલા અને બાળ ગ્રંથાલયોને નિભાવ અનુદાન મંજુર કરવું અને ચુકવવું.
- નિયંત્રણ વિસ્તારના સરકારી જાહેર ગ્રંથાલયોના અને અનુદાનિત ગ્રંથાલયોના નિયંત્રણ અધિકારી તરીકેની કામગીરી.
- નિયંત્રણ વિસ્તારના જાહેર ગ્રંથાલયોની તપાસણી, કામગીરીનું નિરીક્ષણ, માર્ગદર્શન અને દિશાસૂચનો કરવા.
- જાહેર ગ્રંથાલય પ્રવૃતિના વિકાસ માટેના કાર્યક્રમોના અમલીકરણમાં સહાય રૂપ થવું.
- રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશનની જાહેર ગ્રંથાલય સહાયક યોજના અંતર્ગત વિવિધ હેતુઓ માટે આર્થિક સહાય મેળવવા ગ્રંથાલયોને માર્ગદર્શન આપવું.
જિલ્લા ગ્રંથપાલ(વર્ગ-૩)
વ્યવસાયિક મદદનીશ
રાજયના છવીસ જિલ્લાઓ પૈકી છવીસે છવીસ જિલ્લાઓમાં સરકારી જિલ્લા પુસ્તકાલયો કાર્યરત છે. આ તમામ સરકારી જિલ્લા પુસ્તકલયોના સંચાલન માટે જિલ્લા ગ્રંથપાલ(વર્ગ-૩)નું મહેકમ કાર્યરત છે. જયારે મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરીઓ, મધ્યસ્થ ગ્રંથાલય અને ગ્રંથાલય નિયામકની કચેરીમાં જિલ્લા ગ્રંથપાલ સમકક્ષ વ્યવસાયિક મદદનીશો(વર્ગ-૩)નું મહેકમ કાર્યરત છે.
જિલ્લા ગ્રંથપાલની ફરજો અને કાર્યો.
- જિલ્લાના પ્રજાજનો વધુને વધુ વાંચન સેવાનો લાભ લે તેવો પ્રચાર-પ્રસાર કરવો અને વધુને વધુ વાંચક સભ્યો બનાવવાની કામગીરી.
- વાંચકોના ઉપયોગ માટે પુસ્તકો અને સામયિકો વસાવવાની કામગીરી.
- ગ્રંથાલયના ઉપયોગ કર્તા વાંચકોને સંદર્ભ સેવા, પેપર કટીંગ સેવા, પુસ્તક આપ-લે સેવા, રીડીંગ કોર્નર સેવા, જેવી તકનીકી સેવાઓ પુરી પડાય છે.
- ટી. વી. ધ્વારા શૈક્ષણિક કાર્યક્રમો વાંચકોને દર્શાવવા.
- ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃતિના અનુસંધાને ગ્રંથાલયમાં પ્રજાને ગ્રંથાલયાભિમુખ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
- ગ્રંથાલયના પુસ્તકોનું મેળવણું, જીર્ણ અને બિનઉપયોગી પુસ્તકો કમી કરવા, નિષ્ક્રીય સભ્યોની અનામત જપ્ત કરવી, પુસ્તકોનું વર્ગીકરણ, સૂચિકરણ જેવી ટેકનીકલ કામગીરી કરે છે.
- ગ્રંથાલય ખાતા હસ્તકના હિંમતનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, ભુજ ખાતેના સરકારી જિલ્લા ગ્રંથાલયોમાં ફરતા પુસ્તકાલયો કાર્યરત છે અને આ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી ગ્રંથાલય સેવાઓ પુરી પાડવામાં આવે છે.
- ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રોનું નિરીક્ષણ અને સંચાલનની જવાબદારી સંભાળે છે.
- ગ્રંથાલય સલાહકાર સમિતિનું સુસંચાલન કરે છે.
વ્યવસાયિક મદદનીશના કાર્યો અને ફરજો (વર્ગ-૩)
- ગ્રંથાલય નિયામકની કચેરીમાં વ્યવસાયિક મદદનીશ કક્ષાનું મહેકમ કાર્યરત છે. જે ગુજરાતના તમામ ગ્રંથાલયોની ટેકનીકલ કામગીરી સંભાળે છે. જેમાં નવા ગ્રંથાલયો શરૂ કરવા, રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશનની વિવિધ યોજનાઓનું સંચાલન કરવું, ગ્રંથાલય ખાતાની વિકાસલક્ષી યોજનાઓનું આયોજન કરવું અને ગ્રંથાલયોની ટેકનીકલ કામગીરીઓ કરવામાં આવે છે.
- મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરીઓમાં વ્યવસાયિક મદદનીશ કક્ષાનું મહેકમ કાર્યરત છે. જે તાબાના સરકારી અને અનુદાનિત ગ્રંથાલયોના નિરીક્ષણો અને અન્ય તમામ ટેકનીકલ કામગીરી સંભાળે છે.
- રાજય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર અને વડોદરા ખાતે વ્યવસાયિક મદદનીશ સંવર્ગનું મહેકમ કાર્યરત છે. જયાં આ ગ્રંથાલયોની વાંચકો માટેની સંદર્ભસેવા, પુસ્તક આપ-લે સેવા, વર્ગીકરણ-સૂચિકરણ અને અન્ય ટેકનીકલ કામગીરી આ સંવર્ગના કર્મચારીઓ કરે છે.
મદદનીશ ગ્રંથપાલ(તાલુકા પુસ્તકાલય) સંવર્ગના કાર્યો/ફરજો (વર્ગ-૩)
ગુજરાતના જાહેર સરકારી ગ્રંથાલયોમાં તાલુકા કક્ષાના સરકારી ગ્રંથાલયોમાં મદદનીશ ગ્રંથપાલ સંવર્ગના કર્મચારીઓ સ્વતંત્ર રીતે ગ્રંથાલયનું સંચાલન કરે છે. જયારે મધ્યસ્થ ગ્રંથાલયો અને જિલ્લા ગ્રંથાલયોમાં પણ મદદનીશ ગ્રંથપાલ સંવર્ગનું મહેકમ કાર્યરત છે.
- વાંચક સભ્યોની નોંધણી કરવી.
- વાંચકો માટેના પુસ્તકો/સામયિકો/દૈનિકપત્રો વસાવવા.
- ગ્રંથાલયની ટેકનીકલ કામગીરી જેવી કે પુસ્તક મેળવણું, જીર્ણ અને બિનઉપયોગી પુસ્તકો કમી કરવા, નિષ્ક્રિય સભ્યોની અનામત જપ્ત કરવી, વર્ગીકરણ અને સૂચીકરણ કામગીરી આ ઉપરાંત જરૂરી ટેકનીકલ કામગીરી.
- વાંચકોને સંદર્ભ સેવા પુરી પાડે છે.
- અંતરિયાળ ગામોમાં ગ્રંથસેવા કેન્દ્રો શરૂ કરવાની કામગીરી.
- ગ્રંથાલયોનો વધુને વધુ ઉપયોગ થાય તે માટેના પ્રચાર-પ્રસાર માટેની કામગીરી.
- ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃતિ હેઠળ વાંચકોને ગ્રંથાલયાભીમુખ કરવા વિવિધ પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન.
ગ્રંથાલય કારકૂન સંવર્ગના કાર્યો અને ફરજો -(વર્ગ-૩)
ગુજરાતના સરકારી જાહેર ગ્રંથાલયોમાં અને ગ્રંથાલય નિયામકશ્રીની કચેરીમાં ગ્રંથાલય કારકૂન સંવર્ગનું મહેકમ કાર્યરત છે.
- સરકારી જાહેર ગ્રંથાલયોમાં વાંચક વર્ગને પુસ્તક આપ-લેની કામગીરી.
- પુસ્તક મેળવણું, પુસ્તક કમી, સંદર્ભસેવા, અનામત જપ્તી, વાંચક સભ્ય નોંધણીની કામગીરી
- સામાયિક/દૈનિકપત્રોની નોંધણી, પુસ્તક ગોઠવણીની કામગીરી
- ગ્રંથાલયની અન્ય જરૂરી એવી ટેકનીકલ કામગીરી
સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ