પ્રવૃત્તિઓ
રાજ્ય સરકારનો વહીવટ માતૃભાષામાં થાય તે હેતુસર ઘડવામાં આવેલા રાજભાષા અધિનિયમ હેઠળ કચેરીની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે:
- સચિવાલયના તમામ વિભાગો તરફથી સોંપવામાં આવતી અંગ્રેજી અને ગુજરાતી ભાષાંતરને લગતી તમામ કામગીરી કરવી તથા પ્રત્યેક વિભાગમાં વારંવાર ઉપયોગમાં લેવાતી
- વિદ્યમાન નોંધપોથી અને પરિપત્રો તથા સંબંધકર્તા સરકારી પ્રકાશનોનું ભાષાંતર
- ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો, શબ્દકોશો અને નિર્દેશગ્રંથો તથા મૂળ ગ્રંથો (સોર્સબુકસ) તેમજ ગુજરાતીમાં ભાષાંતર કરવા માટે અને સંશોધન કામગીરી તેમજ પરિભાષિક શબ્દોની પસંદગી કરવા માટે જરૂરી ઇતર પુસ્તકોના ગ્રંથાલયની સ્થાપના અને તેનું સંચાલન
- સ્ટેનોગ્રાફર તથા ટાઇપિસ્ટોને ગુજરાતીમાં તાલીમ આપવી તથા સચિવાલય અને ઇતર કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓને હિન્દી અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં તાલીમ આપવી અને સરકારી કામકાજ માટે ગુજરાતી ભાષા અને હિન્દીનો ઉપયોગ કરવાની શરૂઆત કરવા અંગેની કામગીરી.
- ગુજરાતી ભાષાના વહીવટી ઉપયોગ માટે પારિભાષિક શબ્દોને પ્રમાણભૂત કરવા
- સરકારી કચેરીઓમાં અને આમ જનતા વચ્ચે વ્યવહારની ગુજરાતી ભાષા તથા સચિવાલય અને બીજા ખાતાઓની વહીવટની ભાષાને પ્રમાણભૂત કરવી
- ટાઇપરાઇટરો/કોમ્પ્યુટરોના કી-બોર્ડને તથા મુદ્રણાલયોના ટાઇપને આખરી સ્વરૂપ આપવું
- શબ્દકોશો,પારિભાષિક શબ્દકોશો (ગ્લોસરીઝ) માર્ગદર્શિકાઓ, પત્રિકાઓ, પુસ્તિકાઓ, સામયિકો વગેરે ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાં તથા રોજિંદા પત્રવ્યવહારમાં ગુજરાતીના ઉપયોગ વિશે ખાતાં તથા જિલ્લા કચેરીઓને માર્ગદર્શન આપવું
- વિભાગના આયોજન પ્રભાગ દ્વારા બહાર પાડવામાં આવતાં પંચવર્ષીય યોજના/વાર્ષિક વિકાસ કાર્યક્રમને લગતા પ્રકાશનો તથા તેના આનુષંગિક સાહિત્યના ભાષાંતરને લગતી કામગીરી
- રાજય સરકારના તમામ વિભાગોના અંદાજપત્ર પ્રકાશનો અને આનુષાંગિક પ્રકાશનોનું ભાષાંતર.
- વિવિધ પરીક્ષાઓનું સંચાલન
- સરકારી કર્મચારીઓ માટેની ઉચ્ચ/નિમ્ન અને બોલચાલશ્રેણીની હિન્દી ભાષાની પરીક્ષાઓ
- સરકારી કર્મચારીઓ માટેની ઉચ્ચ/નિમ્ન અને બોલચાલશ્રેણીની ગુજરાતી ભાષાની પરીક્ષાઓ.
- ગુજરાતી લધુલિપિકો કક્ષા ૧, ૨ અને ૩ માટેની સ્વૈચ્છિક શ્રુતલેખન કસોટી.
- ગુજરાતી ભાષામાં ભાષા કૌશલની સ્વૈચ્છિક પરીક્ષા.
- ટાઇપિસ્ટ/જુનિયર કારકુન અને નાયબ સેક્શન અધિકારીઓ માટે ઐચ્છિક ભાષા કસોટી.
- વહીવટી કામકાજમાં શુદ્ધ ગુજરાતી ભાષાના ઉપયોગ માટે ગુજરાતી ભાષાના વર્ગો (નિયત કરાયેલા જિલ્લાઓમાં) યોજવા બાબત
- અખિલ ભારતીય સેવાના અધિકારીઓને ગુજરાતી ભાષાની સધન તાલીમ.
- રાજભાષા ત્રૈમાસિક અંક. (ગુજરાતી અને હિંદી)
- રાજ્યપત્રિત અધિકારીઓ માટેની ગુજરાતી ભાષાની ઉચ્ચતર પ્રાવીણ્ય પરીક્ષા.
- રાજભાષા પ્રચાર અને પ્રસારની કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએ રાજભાષા પ્રદર્શન/પરિસંવાદ યોજવા બાબત
ભાષા નિયામકની ઉત્કૃષ્ટ કામગીરી જોવાં માટે અહીં ક્લિક કરો.
સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/25/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.