આઇઆઇએમ, આઇઆઇટી અને ઇગનઉ જેવી ઇન્સ્ટીટ્યુટમાં એડમીશન મેળવ્યા વિના વિદ્યાર્થીઓ હવે તેના સર્ટિફિકેટ, ડિપ્લોમા અને પીજી ડિપ્લોમાના કોર્સ કરી શકશે.
એમએચઆરડી અને એઆઇસીટીઇ દ્વારા આઇઆઇટી અને આઇઆઇએમ ઇન્સ્ટીટ્યુટમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપતા સહિતના દેશના ટોચના ફેકલ્ટીએ કોઇપણ જાતની ફી વગરનું એક ઓનલાઇન સ્વયંમ નામના પોર્ટલ શરૂ કર્યુ છે. જેના દ્વારા સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી લેવલના ફ્રી લર્નિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
સ્વયંમ એટલેકે “સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડસ”પોર્ટલ www.swayam.gov.in મારફત એન્જિનિયર અને નોન એન્જિનિયરના પોર્ટલ પર અત્યાર સુધીમાં 200 જેટલા કોર્સ અપલોડ કરવામાં આવ્યા છે.
અટલ બિહારી વાજપાઇ વિશ્વ વિદ્યાલય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પોર્ટલ માટે કોર્સ ડિઝાઇન કરી યુનિવર્સિટીના અભ્યાસક્રમને ઇ-કન્ટેન્ટમાં ટ્રાન્સફર કરશે. આઇસેકટ યુનિવર્સિટીના પણ કેટલાક ઓનલાઇન કોર્સિસ સ્વયમ પોર્ટલ પર લાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રાજકોટના રજિસ્ટ્રાર ડો.ધિરેન પંડ્યાએ જણાવ્યું હતું કે સ્વયંમ પોર્ટલ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ જોડાઇ ચૂકી છે અને તેના અભ્યાસક્રમો વિશે કોઇ વિદ્યાર્થીઓને જરૂર હોય તો કોમ્પ્યુટર સેન્ટર મારફત માહિતી આપવાનું આયોજન કરાયું છે. વિવિધ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આગામી સમયમાં કેટલાક સર્ટિફિકેટ કોર્સ, કેટલા ડિપ્લોમા અને પીજી ડિપ્લોમાં અભ્યાસક્રમ સાઇટ પર મુકવા તેનો નિર્ણય કરાશે.
પોર્ટલમાં વીડિયો લેકચર, સ્ટડી, એસેસમેન્ટ મટિરિયલ્સ રહેશે. પોર્ટલ સિવાય એપના માધ્યમથી પણ કોર્સ જોઇન્ટ કરી શકાશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ઇન્ડિએકસ ફોરેન મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ દ્વારા પોતાને અપડેટ રાખી શકાશે.
સ્વયંમ પોર્ટલના કારણે જોબ સાથે નોકરી કરતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. કોર્સ કર્યા બાદ જો સર્ટિફિકેટ મેળવવા પરીક્ષા આપવાથી માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને એઆઇસીટીઇ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.
હેલ્થ રિસર્ચ, નાઇસ મેનેજમેન્ટ એન્ડ કન્ટ્રોલ, ટેક્નિકલ ઇગ્લિંશ ફોર એન્જિનિયર, સોફટ સ્કિલ્સ કોર્સિસ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, પ્રાઇવેસી એન્ડ સિકયોરિટી ઇન સોશિયલ મીડિયા, એનિમલ સાયકોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, પેટન્ટ લો, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા કોર્સનો સમાવેશ થાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020