ડિજીટલ સાક્ષરતાની વ્યાખ્યા
" ડિજીટલ સાક્ષરતા એટલે જીવનની પરિસ્થિતિઓમાં અર્થપૂર્ણ ક્રિયાઓ માટે ડિજીટલ ટેકનોલોજીઓને સમજવા અને વાપરવા માટે વ્યક્તિગત અને સામૂહિક સક્ષમતા."
હેતુઓ
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તે રાજયભરના કેન્દ્રશાસિત પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના છ કરોડ લોકોને સાક્ષર કરવાનો છે, દરેક લાયક ઘરમાંથી એક સભ્યને આવરી લેવા દ્વારા ગ્રામ્ય ઘરોના આશરે 40% ઘરોને પહોંચવું.
આ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરીકોને કોમ્પયુટર અથવા ડિજીટલ સાધનો (જેવા કે ટેબલેટસ, સ્માર્ટફોન વગેરે) ચલાવવા માટે, ઇમેઇલ્સ મોકલવા અને મેળવવા, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું, સરકારી સેવાઓનો ઉપયોગ, માહિતીને શોધવી, ડિજીટલ પેમેન્ટ મેળવવુ વગેરેની તેમને તાલિમ આપવા દ્વારા સશકત કરવા અને આમ તેમને ઇન્ફમોંશેન ટેકનોલોજી અને તેને સંબંધિત સાધનો વાપરવા માટે સક્ષમ કરવા તેમાંય ખાસ કરીને ડિજીટલ પેમેન્ટસ કે જેથી તેઓ રાષ્ટ્ર નિમણિની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઇ શકે. આમ આ યોજનાનો હેતુ જેઓ ડિજીટલ રીતે વિખૂટા પડેલા છે તેમને જોડવાનો છે, તેમાં ખાસ કરીને ગ્રામ્ય વસ્તીને લક્ષમાં રાખવામાં આવી છે જેમાં સમાજનો તરછોડાયેલો વર્ગ જેવા કે અનુસૂચિત જાતિ (SC)/ અનુસૂચિત જનજાતિ (ST), ગરીબી રેખાની નીચે જીવતા (BPL), સ્ત્રીઓ, શારીરીક પડકાર ધરાવનાર વ્યક્તિઓ અને લઘુમતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમલ કરાવનારી સંસ્થા
આ યોજનાનો અમલ ઝજીઝ ઇ- ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિ. , એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ (જીફ) જેને કંપની એકટ 1956 હેઠળ આવરી લેવામાં આવી છે (અહિંયા હવે પછી ‘ઝજીઝ-જીફ’ તરીકે ઉલ્લેખવામાં આવશે), દ્રારા મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિકસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઓવરઓલ નિરીક્ષણ હેઠળ, બધી જ રાજય સરકારો અને કેન્દ્રશાસિત વ્યવસ્થાપનના સક્રિય સહયોગમાં કરાવવામાં આવશે.
સમયગાળો
આ યોજનાનો સમયગાળો 31 મી માર્ચ 2019 સુધીનો છે.
લાભ મેળવનાર જુથઃ
લાયક ઘર ઘરની વ્યાખ્યા કરવામાં આવે છે તે મુજબ એક એવો એકમ કે જેમાં કુટુંબના વડા, જીવનસાથી, બાળકો અને માતાપિતાનો સમાવેશ કરાતો હોય. આવા બધા જ ઘરો, કે જેમાં એક પણ સભ્ય ડિજીટલી સાક્ષર નથી ત્યાં આ યોજના હેઠળ તે ઘરને લાયક ઘર ગણવામાં આવશે.
પ્રવેશ લાયકાત
- લાભાર્થી ડિજીટલ નિરક્ષર હોવો જોઇએ
- તાલિમ માટે લાયક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવશે.
- વય જુથ: 14-60 વર્ષ
- જેઓ સ્માર્ટફોન વાપરતા નથી, અંત્યોદય ઘરો, કોલેજ છોડિ દિધેલ, વૃધ્ધ સાક્ષર મિશનમાં ભાગ લેનારને
- ધોરણ 9 થી 12 ના શાળાના વિદ્યાર્થીઓ કે જેઓ ડિજીટલી નિરક્ષર છે, આપવામાં આવેલ કોમ્પયુટર/ICT તાલિમ તેમની શાળામાં ઉપલબ્ધ નથી તેઓને
- SC, ST, BPL, સ્ત્રીઓ, શારીરીક રીતે પડકાર ધરાવતી વ્યક્તિઓ અને લઘુમતિઓને અગ્રિમતા આપવામાં આવશે.
- CSC-SPV દ્વારા DeGS, ગ્રામ પંચાયતો અને બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસરોના સક્રિય સહયોગમાં લાભથીંની તારવણી કરવામાં આવશે. આવા લાભાર્થીઓની યાદી આ યોજનાના પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પૃષ્ઠભુમિ
સરકારે ડિજીટલ ઇન્ડિયાનો કાર્યક્રમ ભારતને ડિજીટલિ સક્ષમ સમાજમાં પરિવર્તીત કરવામા આવે અને ગનાનનો ભંડાર બને એવા આશાસ્પદ દર્શન સાથે મુકયો. આ કાર્યક્રમ એવી ઇચ્છા સાથે મુકવામાં આવ્યો કે તે નાગરીકોને વિવિધ ઇ-ગવર્નન્સ પહેલ સાથે તેમને જોડે, લોક ભાગીદારી મજબુત બનાવવા માટે તેમને નિર્ણય લેવા માટે સામેલ કરવા અને આ રીતે સંચાલનનુ જવાબદારીપણુ વધારવું. ડિજીટલ ઇન્ડિયા કાર્યક્રમની પૂરેપુરી શક્તિનો અહેસાસ તો જ થાય કે જો દરેક નાગરીકને , તેના સ્થળ અને સામાજીક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વગર, તકો તેમજ સક્ષમતાઓ પુરી પાડવામાં આવે કે જેથી તેઓ ડિજીટલ સેવાઓ/તકનિકોનો ઉપયોગ અને વપરાશ કરી શકે. આ પહેલની સફળતા માટે ગ્રામીણ ભારત સહિત આખા દેશભરમાં સાવત્રિક ડિજીટલ સાક્ષરતા તે એક અગત્યનુ ઘટક છે.
નાગરીકોને ડિજીટલ સાક્ષરતા પુરી પાડવા માટે સરકારે બે યોજનાઓને માન્ય કરી છે જેમના નામ છે નેશનલ ડિજીટલ લીટ્રસી મિશન (NDLM) અને ડિજીટલ સાક્ષરતા અભિયન (DISHA) જેને CSC ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમીટેડ, એક સ્પેશીયલ પર્પઝ વેહિકલ (CSC-SPV) (એક પબ્લિક લિમિટેડ કંપની કે જેને કંપની એકટ 1956 હેઠળ સ્થાપવામાં આવી છે) તેના દ્રારા તેનુ અમલીકરણ કરાવવામાં આવે છે. 52.5 લાખ સંપુર્ણ પ્રમાણિત લાભાર્થીઓને આ બે યોજનાઓ હેઠળ ડિજીટલ સાક્ષરતા પુરી પાડવાનો એકત્રિત ધ્યેય આ બે યોજનાઓ હેઠળ ડિસેમ્બર 2016 માં સિધ્ધ કરી લેવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર 2018 ની જે સૂચિત સમયરેખા હતી તેના કરતા ઘણો બધો વહેલો.
માનનિય નાણામંત્રીએ 2016-17 નુ કેન્દ્રનુ અંદાજપત્ર રજુ કરતી વખતે ઇન્ટર-અલીયા જાહેર કર્યું હતુ કે: આપણો ડેમોગ્રાફિક લાભ દ્વારા અમે મોટો લાભ મેળવવા ઈચ્છીએ છીએ . આપણે ગ્રામીણ ભારતમાં ડીજીટલ લિટ્રસી ફેલાવવાની જરૂર છે. ૧૬.૮ કરોડ ગ્રામ્ય ઘરોમાંથી , ૧૨ કરોડ જેટલા ઘરોમાં કોમ્પ્યુટર નથી અને તેથી તેઓ ડીજીટલ સાક્ષર વ્યક્તિઓ હોઈ શકે નહિ. અમે ડીજીટલ સાક્ષરતાને ફેલાવવા માટે બે યોજનાઓને માન્યતા આપી દીધી છે. નેશનલ ડીજીટલ લિટ્રસી મિશન અને ડીજીટલ સાક્ષરતા અભિયાન. અમે હવે ગ્રામીણ ભારત માટે નવી ડીજીટલ લિટ્રસી મિશન યોજના દાખલ કરવાનું આયોજન કરી રહ્યા છે કે જેમાં આશરે ૬ કરોડ વધારાના ઘરોને આવનાર ત્રણ વર્ષોમાં આવરી લેવાશે. આ યોજનાની વિગતો અલગથી આપવામાં આવશે.
આ યોજના તે ઉપર માનનિય નાણામંત્રીએ અંદાજપત્રની જાહેરાત વખતે ઉલ્લખેલ યોજનાના ફોલો-અપ માટે તૈયાર કરવામાં આવી છે.
"ડિજીટલ ઇન્ડિયા પહેલ" હેઠળ જોવામાં આવેલ દર્શનના ભાગ રૂપે ડિજીટલ સાક્ષરતા તે સક્ષમ સમાજ નિમણિના સરકારી દર્શનનુ ચાવીરૂપ ઘટક છે. ખાસ કરીને ગ્રામીણ ભારતના સંદર્ભમાં ડિજીટલ સાક્ષરતાની સ્પિનોફ અસરો ઘણા બધા સામાજીક-આર્થિક પ્રશ્રનોને હલ કરશે. 'ડિજીટલ સાક્ષરતા’ ગ્રામીણા વસ્તીના દૈનિક જીવનમાં ICT ના લાભો લાવશે ખાસ કરીને સ્વાસ્થયકાળજી, પેઢીનો જીવનનિર્વાહ અને શિક્ષણના ક્ષેત્રમાં.
વધુમાં, જયારે સરકાર તે મોબાઇલ ફોન દ્વારા રોકડહિન લેવડદેવડને ફેલાવવા માંગે છે ત્યારે જે કોર્સ છે તેના વિષયમાં ડિજીટલ ફાયનાન્સીયલ ટુલ ફોર ઇલેકટ્રોનિક પેમેન્ટ સીસ્ટમ વાપરવા ઉપર પણ ભાર મુકશે.
યોજના કેટલુ આવરી લેશે.
આ યોજના તે દેશના માત્ર ગ્રામીણ વિસ્તારને જ લાગુ પડે છે. દેશમાં આ યોજનાને અસરકારક રીતે લાગુ કરવા માટે, ગ્રામ્ય ઘરોની સરેરાશ ઉપલબ્ધ સંખ્યાના આધારે પ્રો રેટા આધારીત દાર્શનિક ધ્યેય રાજયોકેિન્દ્રશાસિત પ્રદેશો માટે પરિશિષ્ટ-1 પ્રમાણે છે. રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે દર્શાવેલ ધ્યેયો માત્ર દાર્શનિક છે અને રાજયો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમની કામગીરીના આધારે ઉંચા ધ્યેયો માટે લવચિકતા હશે. જે પંચાયતો શહેરી વિસ્તારનો ભાગ હશે તેઓ આ યોજનામાંથી બાકાત રહેશે. આવી પંચાયતોને ઉદ્યોગો/સંસ્થાઓની CSR પ્રવૃતિઓ દ્વારા આવરી લેવાની અપેક્ષા રાખવામાં આવે છે.
દેશભરમાં ગણનાપાત્ર ભૌગોલિક વિસ્તાર આવરી લેવાની ચોકસાઈ કરવા મટે, ગ્રામ પંચાયત કેન્દ્રિત અભિગમ ફાળવવામાં આવેલા ધ્યેયો સાથે સ્વીકારવામાં આવશે અને દરેક 2.50 લાખ ગ્રામ પંચાયતોનુ નિરીક્ષણ કરવામાં આવશે. ગ્રામ પંચાયત દિઠ 200-300 લાભાર્થીઓનો સરેરાશ ધ્યેય રાખવામાં આવે છે. ગ્રામ પંચાયત માટેનો વાસ્તવિક ધ્યેય ડિસ્ટ્રીક ઇ-ગવર્નન્સ સોસાયટી (DeGS) કે જેના પ્રમુખ જીલ્લા મેજીસ્ટ્રેટ છે તેમના દ્વારા નક્કી કરવામાં આવશે, કે જેમાં જીલ્લાનુ કદ, વસ્તી, સ્થાનિક જરૂરીયાતો, વગેરેને ધ્યાનમાં રાખવામા આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ગામડાઓમાં સંપુર્ણ ડિજીટલ સાક્ષરતા પુરી પાડવામાં આવે તેના પ્રયતો કરવામાં આવશે.
બૂહદ અમલીકરણ માળખુ
સૈરૂ અનુકૂળ પોલિસી ટેકો પુરો પાડશે અને કેન્દ્ર સ્તરે યોજનાની પ્રગતિનુ નિરીક્ષણ કરશે. રાજય સરકારોકેિન્દ્રશાસિત વ્યવસ્થાપનો તેમના રાજય કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજનાના સરળ અમલીકરણ માટે CSC-SPV સાથે સક્રિય સહકારમાં કામ કરશે. ડિસ્ટ્રીક ઇ-ગવર્નન્સ સોસાયટી (DeGS) જીલ્લા મેજીસ્ટ્રેટ| જીલ્લા કલેકટરના હાથ નીચે છેલ્લા માઇલ સુધીના અમલીકરણ અને PMGDISHA યોજનાના નિરીક્ષણ માટે ચાવી રૂપ ભૂમિકા ભજવશે. છેલ્લા સ્તરે યોજનાનુ અમલીકરણ તાલીમ ભાગીદારો કેન્દ્રોની સામેલગીરી મારફતે કરવામાં આવશે જેમાં CSCs પણ આવી જશે જે CSC-SPV દ્વારા સંપુર્ણ માન્યતા પ્રાપ્ત છે. અમલીકરણ માળખાના ખાસ લક્ષણો હવે પછીના વિભાગોમાં રજૂ કરવામાં આવ્યા છે.
તાલિમ ભાગીદારો:
આ યોજનામા NGO/સંસ્થાઓ/સહકારી સંસ્થાઓ કે જેઓ ડિજીટલ સાક્ષરતા તાલિમ પુરી પાડવાની ઇચ્છા રાખે છે તેમને માન્યતા આપવા માંગે છે, CSC-SPV સાથે તાલિમ ભાગીદારો તરીકે સૂચિત ધોરણો પુરા કરવા માટે બંધાયેલા છે. સૂચિત ધોરણો નીચે મુજબ છે:-
તાલિમ ભાગીદાર તે ભારતમાં નોંધાયેલ સંસ્થા હોવી જોઇએ, કે જે શિક્ષણ/ IT સાક્ષરતાના વિષયમાં ત્રણ કરતા વધારે વર્ષથી કામ કરતી હોવી જોઇએ અને તેનો પરમેનન્ટ ટેક્ષ એકાઉન્ટ નંબર (PAN) હોવો જોઇએ અને ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષના હિસાબના ઓડીટ કરેલા સ્ટેટમેન્ટસ હોવા જોઇએ.
તે એકમ/સંસ્થા ભારતના કોઇ પણ કાયદા હેઠળ નોંધાયેલી હોવી જોઇએ દા.ત. કંપનીના કિસ્સામાં તે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા નોંધાયેલ હોવી જોઇએ, સોસાયટીના કિસ્સામાં તે રજીસ્ટ્રાર ઓફ સોસાયટીઝ સાથે નોંધાયેલ હોવી જોઇએ અને તે અનુસાર દરેક.
ભાગીદાર પાસે સ્પષ્ટ વ્યાખ્યાયિત હેતુઓ, શિક્ષણ/IT સાક્ષરતા તાલિમની આખી શ્રેણીને આવરી લેતી સારી-દસ્તાવેજી પ્રક્રિયાઓ અને પધ્ધતિઓ હોવી જોઇએ.
તાલિમ ભાગીદારની ભૂમિકા
- તારવવામાં આવેલ જિલ્લા/બ્લોક/ગ્રામ પંચાયતોમા તાલિમ કેન્દ્રો સ્થાપવા માટે તાલિમ ભાગીદાર જવાબદાર હશે કે જે ઉમેદવારોને ડિજીટલ સાક્ષરતા તાલિમ આપશે.
- તાલિમ કેન્દ્રો આ યોજનાની જરૂરીયાતોને વળગી રહે તે માટેની ચોકસાઈ રાખવાની જવાબદારી તાલિમ ભાગીદારની રહેશે.
- કેન્દ્રની એકંદર કામગીરીનુ નિરીક્ષણ કરવા માટે તાલિમ ભાગીદાર જવાબદાર હશે.
- તાલિમ ભાગીદાર તેના કેન્દ્રના સંદર્ભમાં ફાળવવામાં આવેલ કામનો ચોક્કસ અને સમયસર અહેવાલ આપવા જવાબદાર હશે.
- CSC-SPV દ્વારા જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) પ્રમાણે તાલિમ ભાગીદાર માટેના વિગતવાર ધોરણ હશે
તાલિમ કેન્દ્રો
- પસંદ કરેલ ગ્રામ પંચાયતોમાં યોગ્ય માનવબળ અને જરૂરી માળખાગત સુવિધા સાથે તાલિમ ભાગીદારો તાલિમ કેન્દ્રો ગોઠવશે. તેઓ નીચેનુ ધારાધોરણ પુરુ કરતા હોવા જોઇએ.
- તાલિમ કેન્દ્ર તે શિક્ષણ/IT સાક્ષરતાના વિષયમાં સિધ્ધ કરેલ તાલિમ અને ફેસિલિટેશન કેડન્શીયલ્સ મેળવેલ અને ભારતમાં નોંધાયેલ સંસ્થાનો ભાગ હોવી જોઇએ.
- તાલિમ ભાગીદાર દ્વારા બધાજ દસ્તાવેજો પૂરા થઈ જાય ત્યાર બાદ, CSC-SPV દ્વારા બનાવવામાં આવેલ સ્ક્રિનીંગ કમિટી તાલિમ કેન્દ્રની મુલાકાત લે અને સ્ક્રિનિંગ કમિટીનો સંતોષકારક અહેવાલ આવી જાય ત્યાર પછી, માન્યતા આપવામાં આવશે.
- તાલિમ કેન્દ્રો માટેના વિગતવાર ધોરણો CSC-SPV દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) અનુસાર હશે.
- બધા જ CSC કે જે CSC-SPV સાથે કામ કરે છે તેમને તાલિમ કેન્દ્રો ગણવામાં આવશે અને તાલિમ કેન્દ્રો માટે જે ધોરણો અને માર્ગદર્શિકા છે તે CSC ને પણ લાગુ પડશે.
તાલિમ કેન્દ્રોની ભૂમિકાઃ
તાલિમ કેન્દ્રો નીચેની બાબતોને માટે જવાબદાર રહેશે:
- કોર્સ માટે ઉમેદવારોની નોંધણી કરવી
- ઉમેદવારોને યોગ્ય તાલિમ આપવી
- ઓનલાઇન મોનીટરીંગ એપ્લીકેશન-કમ- લર્નિગ મેનેજમેન્ટ સીસ્ટમ વાપરીને હાજરી નોંધવી અને સતત મૂલ્યાંકન કરવું
- કોર્સમાં નોંધાયેલ બધા જ ઉમેદવારોનો રેકોર્ડ રાખવો, તેમની હાજરી પ્રમાણિત કરવી અને ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપે છે કે નહિ તેની ચોકસાઈ રાખશે.
- તાલિમ પૂરી થયા પછી ઓછામાં ઓછામા બે વર્ષ સુધી તાલિમ કેન્દ્રો ટેકો અને મદદ પુરી પાડશે.
- દરેક ઉમેદવાર માટે શીખવાની નિપજોની સિધ્ધીઓની ચોકસાઈ કરશે.
- મોબાઈલ ફોન દ્વારા વિષયવસ્તુની ડિલીવરી તે પૂરક સુવિધા તરીકે સુચવવામાં આવી છે કે જેને નીઓ -IT સાક્ષરો દ્વારા મોટી સંખ્યામાં વાપરી શકાય છે કે જેથી ભૌતિક તાલિમ મોડ દરમ્યાન શીખેલ વિષયવસ્તુને તાજી કરી શકાય છે.
- દરેક લાભાર્થીને અલગ રીતે તારવવા અને ડુપ્લીસીટી ટાળવા માટે આધાર ક્રમાંક વાપરવામાં આવશે.
- ભાગીદારો, કેન્દ્રો દ્વારા થતા તાલિમ કાર્યક્રમોના રીપોર્ટીગ/મોનિટરીંગ માટે યોગ્ય ઓન-લાઇન રીપોર્ટીગ મીકેનિઝમ વડે CSC-SPV દ્વારા કરવામાં આવશે કે જેથી પારદર્શકતા જળવાઈ રહે.
- તાલિમ ભાગીદારો/કેન્દ્રો પસંદ કરેલા લાભાર્થીઓને ઉતેજન આપશે અને તેમના તાલિમ કેન્દ્રો ઉપર ચલિત કરશે અને આ સંબંધમાં સૂચવવામાં આવેલ ધોરણો પ્રમાણે તાલિમ સફળતાપૂર્વક પુરી કરવાની ચોકસાઈ કરશે.
- તાલિમ સફળતાપૂર્વક પુરી કર્યા પછી, તાલિમ ભાગીદારો|| કેન્દ્રો સમયાંતરે જે વ્યક્તિઓએ તાલિમ મેળવી છે તેની વિગતો CSC-SPV ને રીપોર્ટ કરશે
- તાલિમ પામેલ ઉમેદવારે માન્યતાપ્રાપ્ત પ્રમાણિત એજન્સી દ્વારા લેવાતી ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે (જેવી તાલિમ પુરી થાય કે તરતજ). તાલિમ આપતી એજન્સીઓનો તાલિમ ખર્ચ CSC-SPV દ્વારા ઉમેદવારના સફળતાપૂર્વકના પ્રમાણપત્ર મેળવ્યા બાદ આપવામાં આવશે જે સૂચિત પરિણામોના ધારાધોરણો પુરા કરવાને આધીન રહેશે.
- તાલિમબધ્ધ લાભાર્થીઓને પ્રમાણિત કરવાનુ કામ ઓનલાઇન રીમોટલી પ્રોકટોડ પરીક્ષા મારફતે રાષ્ટ્રીય સ્વીકૃત પ્રમાણિતકરણ એજન્સી કે જેનુ નામ નેશનલ ઇન્સીટયુટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (NIELIT), નેશનલ ઇન્સીટયુટ ઓફ ઓપન સ્કૃલિંગ (NIOS), ICT એકેડમી ઓફ તમિલનાડુ (ICTACT), હરીયાણા નોલેક કોર્પોરેશન લિમીટેડ (HKCL), નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર એન્ટરપ્રિનરશીપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલોપમેન્ટ (NIESBUD) દ્વારા લેવામાં આવશે. બીજી વધારે એજન્સીઓ કે જેમને આવો ઓનલાઇન મૂલ્યાંકન કરવાનો અનુભવ છે તે પણ સૂચિત ધારાધોરણોના આધારે નિમવામાં આવશે. દરેક રાજયમાં ઓછામાં ઓછિ એક પ્રમાણિત કરનારી એજન્સી હોય તેવા પ્રયતો કરવામાં આવશે કે જેથી પ્રમાણપત્રની પ્રક્રિયા સરળ બની રહે.
- ઉદ્યોગ, NGO અને બીજાઓ દ્વારા વિવિધ IT સાક્ષરતાના પ્રયતો કરવામાં આવે તેનુ સંકલન આ યોજના હેઠળ ઉદ્યોગ, NGO અને બીજાઓ દ્વારા પણ દેશમાં ડિજીટલ સાક્ષરતા ફેલાવવા માટે આવા જ પ્રયતો કરવામાં આવે માટે તેમનુ સંકલન કરવામાં આવશે અને CSC-SPV દ્વારા આ સંબંધમાં જરૂરી કો-ઓર્ડિનેશન કરવામાં આવશે. CSC-SPV સંકલન કરશે અને આ સંબંધમાં વિવિધ ભાગીદારોનુ જરૂરી અનુકુલન મેળવશે. ઉમેદવારો કે જેઓ આવા ભાગીદારો, ઉદ્યોગ, NGO વગેરે દ્રારા તાલિમ પામ્યા છે તેઓને પણ માન્યતા પ્રાપ્ત પ્રમાણિત એજન્સી દ્રારા ડિજીટલ સાક્ષરતાનુ પ્રમાણપત્ર આપવા લાયક ગણવામાં આવશે. આવા ઉમેદવારો ને , તેઓના સંશાધનો, કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી (CSR) ફંડસ મારફતે તાલિમ આપવામાં આવશે. આવી પહેલ દ્વારા જે ઉમેદવારો તાલિમ પામ્યા છે તેઓ નક્કી કરેલ પ્રમાણિત કરનારી એજન્સી દ્વારા લેવાતી પ્રમાણપત્રની પરીક્ષા આપવા માટે લાયક હશે અને પ્રમાણપત્ર ફિ પણ આ સંબંધિત એજન્સિ દ્વારા ચુકવવામાં આવશે.
- વિવિધ એજન્સીઓની ભૂમિકા અને જવાબદારીઓ:
MeitY:
- આ યોજનામા કોઇ પણ નીતિ સ્તરે ખલેલના સંબંધમાં નિર્ણયો લેવા માટે MeitY ના સેક્રેટરીના પ્રમુખપણા હેઠળ એમપાવડ કમિટી બનાવવામાં આવી છે.
- પ્રોજેકટ રીવ્યુ એન્ડ સ્ટીયરીંગ ગ્રુપ ( PRSG) જેના પ્રમુખ JS(HR), MeitY છે તેને MeitY દ્વારા બનાવવામાં આવી છે કે જેથી યોજનાનુ અમલીકરણ સમયમાં બંધાયેલ હોય તેની ચોકસાઈ થાય અને ભલામણ કરવામાં આવેલ ફંડ મુકત થાય.
- PRSG ની ભલામણના આધારે અને/અથવા MeitY દ્વારા મૂલ્યાંકન અને MeitY દ્વારા માન્યતા અનુસાર અમલીકરણ કરતી એજન્સીને જરૂરી ફંડસ પુરુ પાડો.
- આ યોજનાની પ્રગતિના સંબંધમાં, સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ|| ઇન્સીટયુટ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલનમાં ઉભા થતા પ્રશ્રનોમાં જરૂરી માર્ગદર્શન પુરુ પાડો.
- આ યોજના સાથે સંબંધિત કોઇ પણ મુદાઓ અને પાસાઓને ચકાસો.
પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ (PMU);
PMGDISHA યોજનાના અમલીકરણ માટે પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટને CSC ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમીટેડ (CSCSPV) હેઠળ ગોઠવવામાં આવશે. PMU MeitY ને અમલીકરણ, મેનેજમેન્ટ અને યોજનના નિરીક્ષણની દિશામાં જરૂરી ટેકો પુરો પાડશે. CSC-SPV: PMU નીચેનો મુખ્ય તાસ્ક/પ્રવૃતિ કરશે.
- આખી જ યોજનાનુ સંકલન, અમલીકરણ અને વ્યવસ્થાપન
- વિવિધ સ્ટેકહોલ્ડર્સ સહિત અન્ય સ્ટેકહોલ્ડર્સ જેવા કે ઉદ્યોગો, NGO, વગેરે કે જેઓ PMGDISHA જેવી જ પહેલમાં સામેલ છે તેમની સાથે સંકલન કરશે.
- અભ્યાસક્રમ માળખુ/કોર્સ બનાવવો- વિવિધ સ્ટેકહોલ્ડર્સ/નિષ્ણાંતો સાથે રહિને બહુભાષી વિષયવસ્તુ બનાવવી
- તાલિમનુ ઇન્ફાસ્ટ્રકચર, પ્રયોગશાળાઓ, ફેકલ્ટી/તાલિમ આપનારાઓ વગેરેના સંદર્ભમાં તાલિમ સંસ્થાઓના પ્રમાણિતકરણની માર્ગદર્શિકા અને ધારાધોરણ NIELIT, IGNOU, NIOS વગેરે જેવી પ્રમાણિત કરતી એજન્સીઓના સંપર્કમાં રહિને બનાવો. આપવામાં આવેલ તાલિમની ગુણવતા , ફેકલ્ટી, કેન્દ્ર ઉપર આવેલ ઇન્ફાસ્ટ્રકચર વગેરેના સમયાંતરે નિરીક્ષણ અને મૂલ્યાંકન માટે ધારાધોરણ પણ તૈયાર કરો.
- લાભાર્થીની પસંદગી, ઉમેદવારની નોંધણી અને તાલિમનુ નિરીક્ષણ કરવા માટે પણ ધારાધોરણ તૈયાર કરો.
- પ્રમાણિત કરતી એજન્સીઓના સંપર્કમાં રહિને પરીક્ષા અને પ્રમાણિતકરણના ધોરણો તૈયાર કરો.
- મોબાઇલ ફોન્સ મારફતે ઇ-માહિતીની ડિલીવરી કરો
- આ યોજના વિષે સભાનતા લાવવા વિવિધ સ્ટેકહોલ્ડર્સ માટે વર્કશોપ્સ/સેમિનાસ અને સભાન કરવા માટેના અન્ય કેમપેઇનનુ આયોજન કરો.
- આધાર ઓળખના આધારે અનુકૂળ નિરીક્ષણ મિકેનીઝમ બનાવો કે જેથી બેવડી ગણતરીને ટાળી શકાય અને યોગ્ય મોનીટરીંગ થઇ શકે.
- MeitY અને રાજય સરકાર/જીલ્લા વ્યવસ્થાપનને યોજનાના નિરીક્ષણ માટે સમયાંતરે માહિતી પુરી પાડો.
- ફાળવેલ સમય મર્યાદા અને બજેટમાં બધી જ તાલિમ પૂરી થાય તેની ચોકસાઈ કરો. કોઇ પણ વિચલન માટે માન્યતા મેળવવા માટે MeitYને જાણ કરો
- લાભાર્થીની નોંધણી અને પરીક્ષાને આધાર સાથે લિક્ર કરે તે માટે યોગ્ય મિકેનીઝમ ઉભુ કરો.
- MeitY ની સંપુર્ણ માન્યતાવાળા ત્રીજા પક્ષની મારફતે યોજનાની ઇમ્પકટ એસેસમેન્ટ સ્ટડિઝ કરો.
- ઓપન સોર્સ ટેકનોલોજી વાપરીને આ યોજના માટે કેન્દ્રીકૃત પોર્ટલ વિકસાવો. આ પોર્ટલમાં વિષયવસ્તુ વ્યવસ્થાપન તંત્ર સામેલ હશે જેની સાથે
- તાલિમ ભાગીદાર/કેન્દ્ર તરીકે નોંધણી માટે દસ્તાવેજોની ઓનલાઇન રજુઆત
- ડેસબોર્ડ ઉપયોગ
- ઉમેદવારની નોંધણી અપડેટ કરવુ
- વિષયવસ્તુની કેન્દ્રસ્થ રજુઆત
- આધારથી સક્ષમ કરેલ રીમોટ પ્રોકટોડ પરીક્ષા મારફતે ડિજીટલ સાક્ષરતાનુ મૂલ્યાંકન પ્રમાણિતકરણ
- ડ્રિલ ડાઉન ડેટા ઉપયોગ અને
- રીપોર્ટીગ
22 નક્કિ કરેલ ભાષાઓમાં તાલિમ વિષયવસ્તુને ઉપલબ્ધ કરાવવા માટે મોબાઇલ એપ વિકસાવો
નીચેની પ્રક્રિયાઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે:
- PMGDISHA હેઠળ ઉમેદવારની નોંધણી અને તાલિમ
- PMGDISHA હેઠળ તાલિમ ભાગીદાર/કેન્દ્ર ની નોંધણી નોંધણી રદ કરવી
- PMGDISHA માં પરીક્ષા
- PMGIDISHA માં પેમેન્ટ પ્રક્રિયા
- અમલીકરણનો સમયાંતરે રીવ્યું CSC-SPV ના બોર્ડ દ્વારા કરવામાં આવશે જે બોર્ડના પ્રમુખ MeitY ના સેક્રેટરી હશે.
રાજય/કેન્દ્રશાસિત સરકારો
- રાજય સ્તરે સમિતિ કે જેના વડા પ્રિન્સિપલ સેક્રેટરી (IT) છે કે જે અમલીકરણ માટે વ્યુહરચનાનુ આયોજન કરે છે. સમિતિની રચના અને શરતોનો સંદર્ભ પરિશિષ્ટ-1 ના ફકરા 1 માં છે.
- સ્ટેટ ઇમ્પલીમેન્ટીંગ એજન્સી (SIA) :આ યોજનાના અમલીકરણમા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો તેમની તારવેલી અમલીકરણ એજન્સીની મારફતે સમયમાં નિર્ધારીત ટાર્ગેટસ સિધ્ધ કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે તેવી ઇચ્છા રાખે છે. રાજય કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો તેમની તારવેલી અમલીકરણ એજન્સીની મારફતે જે ભૂમિકા ભજવવાની છે તે હશેઃ
- SIA એ CSC-SPV સાથે યોજનાના અમલીકરણના સંદર્ભમાં એક એમઓયુ રાજય કેન્દ્રશાસિત પ્રદેશના વતી કરવાનુ રહેશે.
- રાજય કેન્દ્રશાસિત પ્રદેશના ઉપલબ્ધ સંશાધનોને CSC-SPV ને વહેચવાને મટે અનુકુલન કરવું
- યોગ્ય ઉમેદવારો તારવવા અને પસંદ કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે પરીચય કરવો, વાતચીત કરવી અને સંકલન કરવું.
- વિવિધ રાજય જિલ્લા/પંચાયત સ્તરે સમિતિઓની રચના માટે યોજનાના નિરીક્ષણ માટે વિવિધ સરકારી એજન્સીઓ|સ્ટેકહોલ્ડર્સ સાથે પરીચય કરવો, વાતચીત કરવી અને સંકલન કરવું.
- પંચાયતોમાં યોજનાના વાસ્તવિક અમલીકરણ માટે વિવિધ તાલિમી એજન્સીઓને (CSC-SPV સાથે સંકલનમાં) પસંદ કરો, વાતચીત કરો અને સંકલન કરો
- સૌથી નજીકના ડિજીટલ સાક્ષરતા તાલિમ કેન્દ્ર ઉમેદવાર આવે માટે અનુકૂલન સાધો
- જીલ્લા સ્તરની સમિતિ કે જે જિલ્લા મેજીસ્ટ્રેટ|કલેકટરના પ્રમુખપણા હેઠળ બનાવાઈ છે કે જેથી બ્લોક સ્તરે અમલીકરણ માટે તે દેખરેખ/નિરીક્ષણ રાખે. સમિતિની રચના અને શરતોનો સંદર્ભ પરિશિષ્ટ-2 ના ફકરા 2 માં આપવામાં આવેલ છે.
NIELIT, NIOS, HKCL, ICTACT, NIESBUID વગેરે જેવી પ્રમાણિત એજન્સી
- CSC-SPV સાથે સંપર્કમાં રહિને ડિજીટલ સાક્ષરતા માટે મીકેનીઝમ, પ્રમાણભૂત ધારાધોરણ અને ડિઝાઇન માટેની માર્ગદર્શિકા, વિકાસ ડિલીવરી, મૂલ્યાંકન અને પ્રમાણિતકરણ તૈયાર કરવું.
- ડિજીટલ સાક્ષરતાના સંદર્ભમાં લાભાર્થી દ્રારા મેળવેલ સક્ષમતાનુ મૂલ્યાંકન અને પ્રમાણિતકરણ.
- CSC-SPV સરકારી/ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને વિવરણ કરી બતાવશે કે જેથી આ યોજનાના અમલીકરણમાં સક્રિય ભાગીદારી માટે તેમનુ ઇન્ફાસ્ટ્રકચર તાલીમ માટે વાપરવા મળી રહે.
ડિજીટલ સાક્ષરતા તાલિમ અને કોર્ષ સમયગાળોઃ
વિસ્તુત વિષયવસ્તુ રૂપરેખાઃ
મોડયુલનુ નામ
|
ડિજીટલ સાધનોનો પરિચય
કાર્યવંત ડિજીટલ સાધનો
|
ઇન્ટરનેટનો પરિચય
|
ઇન્ટરનેટ વાપરીને સંદેશાવ્યવહાર
|
ઇન્ટરનેટનો ઉપયોગ ( નાગરીક-કેન્દ્રિત સેવાઓનો ; રોકડહિન લેવડદેવડો કરવા માટે ડિજીટલ નાણાકિય સાધનોના ઉપયોગનો સમાવેશ કરાય છે)
|
કુલ સમયગાળો:20 કલાક
|
શીખવાના પરીણાંઓ/ સક્ષમતાના ધોરણો:
- ડિજીટલ સાધનોની પાયાની બાબતોને (ટમીંનોલોજી, નેવીગેશન અને કાર્ય કરવાની રીતને) સમજો
- ડિજીટલ સાધનોને માહિતી શોધવા, બનાવવા, વ્યવસ્થાપન કરવા અને વહેંચવા માટે વાપરો
- ઇન્ટરનેટને અસરકારક અને જવાબદાર રીતે બ્રાઉઝ કરવા માટે વાપરો
- ટેકનોલોજીને અસરકારક રીતે સંદેશાવ્યવહાર કરવા માટે વાપરો
- ડીજીટલ નાણાકીય સાધનો (USSD/ UPI/ eWallet/ AEPS/ Card/ PoS)ના ઉપયોગ રોકડહિન લેવડદેવડ કરવા માટે કરો
- ડિજીટલ લોકર વાપરો
- નાગરીક કેન્દ્રિત સેવાઓનો ઓનલાઇન ઉપયોગ કરો
- દૈનિક જીવનમાં, સામાજીક જીવનમાં અને કામમાં ડિજીટલ ટેકનોલોજીની ભૂમિકાને બિરદાવો
CSC-SPV દ્વારા વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે સંપર્કમાં રહિને નીચે મુજબ વિષયવસ્તુ ઉત્પાદન/ સરખામણી, વ્યવસ્થાપન/એકત્રીકરણ- વિષયવસ્તુ બેક્રનુ સર્જન વગેરે કરવામાં આવશે
- ડિજીટલ સાક્ષરતા તાલિમના હેતુ માટે અંગ્રેજી સિવાય ભારતની નક્કી કરેલ 22 ભાષાઓમાં વિષયવસ્તુને વિકસાવવામાં આવશે.
- એક મોબાઇલ એપ” 22 નક્કી કરેલ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે કે જેથી તાલિમ વિષયવસ્તુને ડાઉનલોડ કરી શકાય અને ફરીથી વાપરી શકાય જયાં અને જયારે પણ જરૂર હોય ત્યારે.
- જે વ્યક્તિઓ લખી અને વાંચી શકતા નથી તેમના માટે ઓડિયો/વિઝયુલ/સ્પર્શ વગેરે આધારીત વિષયવસ્તુને વિકસાવી શકાય છે. જેઓ વિષયવસ્તુ આધારીત ટેક્ષટ, સ્ટ્રકચર્ડ, ઓડિયો, વિડિયો અને એપ્લીકેશનને વાંચી અને લખી શકે છે તેમને તે ઉપલબ્ધ બનાવવામાં આવશે. સ્થાનિક/સ્થાનિક સંશાધનોનો ઉપયોગ કરીને જે ટાર્ગેટ લાભાર્થીઓ છે તેમને માટે નિશ્ચિચત વિષયવસ્તુ ડિઝાઇન કરવામાં આવે તેના પ્રયત્નો કરવામાં આવશે.
- જે પ્રમાણે નીચે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે મહત્વની નાગરીક કેન્દ્રિત યોજનાઓ અભ્યાસક્રમના ભાગ રૂપે સમાવવામાં આવી છે:
- G2C સેવાઓ– જાતિ પ્રમાણપત્ર, ડોમીસાઇલ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર
- UIDAI ની સેવા
- બેકિંગ સેવાઓ
- IRCTC- રેલ્વે આરક્ષણ
- વીમો
- ટેલિફોન ડેટા કાર્ડ રીચાર્જ
- ચુંટણી ID છાપવું
- વિજળી- નાણા ચુકવણી
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- મોબાઇલ ફોન મારફતે સરકારનુ દબાણ તે રોકડહિન લેવડદેવડ ફેલાવવા ઉપર હોવાથી કોર્ષનુ વિષયવસ્તુ ડિજીટલ વોલેટસ, મોબાઈલ બેકિંગ, યુનિફાઈડ પેમેન્ટસ ઇન્ટરફેસ (UPI) અનસ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા (USSD) અને આધાર અનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ (AEPS), POS વગેરે ઉપર ભાર મુકવામાં આવે છે.
- વિષયવસ્તુ સુધારા માટે લાભાર્થીઓ અને તાલિમ આપનારાઓ પાસેથી યોગ્ય પ્રતિપુષ્ટી લેવામાં આવશે કે જેથી લાભાર્થીઓની જરૂરીયાત પ્રમાણે વિષયવસ્તુને મોડિફાઈ કરી શકાય.
- વિવિધ એપ્લીકેશન જેવી કે, ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું, માહિતી માટે બ્રાઉઝ કરવું, માહિતી શોધવી, ઓડિયો અને વિડિયો સાંભળવા અને જોવા વગેરે મારફતે નેવીગેશન માટે ડિજીટલ ઉપયોગ સાધનો ( કોમ્પયુટર્સ, ટેબલેટસ વગેરે) ના ઉપયોગ/ વાપરવા ઉપર ભાર મુકવામાં આવશે.
- વિવિધ એજન્સીઓ દ્વારા આ ક્ષેત્રમાં વિકસાવવામાં આવેલા અન્ય ડિજીટલ સાહિત્યીક કોર્ષને ડિજીટલ સાક્ષરતા તાલિમ ફેલાવવા માટે પણ ધ્યાનમાં લઈ શકાય છે.
- NIELIT, IGNOU, NIOS, UNESCO, DEF,પરિવર્તન માટે IT, IIMC, INTEL, NASSCOM, NIIT, PMGDISHA ભાગીદારો વગેરે માંથી લેવામાં આવેલ સભ્યોને સમાવતી CSC-SPV દ્વારા રચવામાં આવેલી તકનીકી સમિતિ વિષયવસ્તુને સુધારશે. વિષયવસ્તુનુ બહુભાષી કેન્દ્રસ્થ પુલ તે ગ્રામ્ય સમુદાયો માટે ખાસ રીતે સંબંધિત છે જેને CSC-SPV દ્વારા બનાવવામાં આવશે.
નાણાકિય સહાયઃ
- તાલિમ ફિઃ પ્રતિ ઉમેદવાર 300/- રૂ. ની તાલિમ ફિ ઉમેદવારના સફળતાપૂર્વક પ્રમાણિત થયે સંબંધિત તાલિમ ભાગીદારી કેન્દ્રોને તેમણે આપેલ તાલિમ બદલ CSC-SPV મારફતે સીધી જ ચુકવાશે. ઉપરની એજન્સીઓને નાણાનુ પેમેન્ટ DeGS પાસેથી ફિડબેક/ઇનપુટ મેળવ્યા પછી જે પરીણામો મળશે તેના આધારે હોય છે. આમાં ઇમેઇલ એકાઉન્ટ બનાવવું, ઇમેઇલ મોકલવો, ડિજીટલ લોકર ખોલવું, ઇ-રેઇલ ટીકિટ બુક કરવી, ઇલેકટ્રીસિટી/પાણીના બિલનુ ઇ-પેમેન્ટ, પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવી, તાલિમાથી દ્વારા ડિજીટલ ચુકવણી કરવી અથવા ઇ-કેવાયસી પૂર્તિ કરવી, 2ઝ સેવાઓનો ઉપયોગ કરવો જેવી કે PAN કાર્ડ માટે અરજી કરવી, મોબાઈલ રીચાર્જ કરવો, AEPS/USSD/UPI/e-વોલેટ વગેરેનો ઉપયોગનો સમાવેશ કરી શકાય છે.
- પરીક્ષા ફિ/ પ્રમાણપત્ર ખર્ચ પ્રતિ ઉમેદવાર પરીક્ષા ફિ 70/- રૂ છે. આ ફિ સંપુર્ણપણે નોંધાયેલ પ્રમાણિતકરણ એજન્સીને મૂલ્યાંકનઅને ઉમેદવારના પ્રમાણપત્ર માટે સીધી જ ચુકવવા પાત્ર છે.
- રાજયો/ કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકિય મદદ: CSC-SPV દ્વારા પ્રતિ ઉમેદવારે સરેરાશ 2 રૂ.ના વધારાના ખર્ચને પહોંચી વળવા માટે અને યોજનાના નિરીક્ષણ માટે રાજયની અમલીકરણ એજન્સીઓ નાણાકિય મદદ આપવા માટે લાયક હશે.
- ઇમ્યોકટ એસેસમેન્ટ સ્ટડી : ઇમ્પકટ એસેસમેન્ટ સ્ટડી (ઝ) સ્વતંત્ર ત્રાહિત પક્ષ દ્વારા કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અભ્યાસ આગળ લઈ જવા માટે અનુકૂળ ઇન્સટીટયુટ/ સંસ્થાઓને સામેલ કરશે.
- યોજનાનુ સામાજીક ઓડિટીંગ શાળા શાળાના આચાર્યો, સંબંધિત રાજયો/જીલ્લાઓ/પેટા-જીલ્લા (બ્લોકસ)/ ગ્રામ પંચાયતે રહેલા શિક્ષણવિદો ને સામેલ કરીને CSC-SPV દ્વારા કરવામાં આવશે. CSC-SPV યુનિવર્સિટી/કોલેજ સાથે ટાઈ-અપ કરશે કે જેથી સામાજીક અને આ યોજનાના પરીણામનુ મૂલ્યાંકન સમયાંતરે કરી શકાય.
- બધા જ 6 કરોડ લાભાર્થીઓની વિગતો કે જેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે તેમને સીં કૌશલ્ય વિકાસ અને સાહસિકતા, રાજય કૌશલ્ય વિકાસ મિશન્સ, સેકટર કૌશલ્ય કાઉન્સીલ્સ યોગ્ય અભિસારી માટે અને અન્ય કૌશલ્ય વિકાસ યોજના સાથે આગળની લિકેજનુ અમલીકરણ તેમના દ્વારા કરવામાં આવશે કે જેથી દેશમાં કૌશલ્યીકરણ/રોજગારીનુ ઇકો-તંત્ર મજબુત કરી શકાય.
ડિજીટલ સાક્ષરતા માટે રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ અનુસાર સૂચક ટાર્ગેટસ
. રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશ
|
ટાર્ગેટ
|
ઉતર પ્રદેશ
|
11171000
|
બિહાર
|
6630000
|
પ. બંગાળ
|
4481000
|
મહારાષ્ટ્ર
|
4433000
|
મધ્યપ્રદેશ
|
3784000
|
રાજસ્થાન
|
3712000
|
કર્ણાટકા
|
2705000
|
તામિલનાડુ
|
2679000
|
ઓરીસ્સા
|
2517000
|
ગુજરાત
|
2497000
|
આંધ્રપ્રદેશ
|
2028000
|
તલગાણા
|
2028000
|
આસામ
|
1929000
|
ઝારખંડ
|
1803000
|
છત્તીસગઢ
|
1412000
|
કેરાલા
|
1257000
|
પંજાબ
|
1247000
|
હરીયાણા
|
1191000
|
જમ્મુ અને કશ્મીર
|
658000
|
ઉતરાખંડ
|
506000
|
હિમાચલપ્રદેશ
|
444000
|
ત્રિપુરા
|
195000
|
મેઘાલયા
|
171000
|
મણિપુર
|
137000
|
નાગાલેન્ડ
|
101000
|
અરૂણાચલપ્રદેશ
|
77000
|
ગોવા
|
40000
|
મિઝોરમ
|
38000
|
સિક્કિમ
|
33000
|
એનસીટી ઓફ દિલ્હી
|
30000
|
પોન્ડીચેરી
|
28000
|
અંદમાન અને નિકોબાર
|
18000
|
દાદરા અને નગરહવેલી
|
13000
|
દમણ અને દિવ
|
4000
|
ચંડીગઢ
|
2000
|
લક્ષદ્વિપ
|
1000
|
કુલ
|
60000000
|
- નોંધ: રાજય/કેન્દ્રશાસિત પ્રદેશના ટાર્ગેટ કામગીરીના આધારે અલગ અલગ હોઈ શકે છે.
- શહેરી વિસ્તાર સાથે જોડાયેલ શહેરોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવેલ છે (યાદી સામેલ છે)
- આ યોજના હેઠળ ન આવરી લેવામાં આવેલ શહેરોની યાદી
રાજયનુ નામ
|
શહેરનુ નામ
|
શહેરની વસ્તી
(ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર)
|
મહારાષ્ટ્ર
|
ગ્રેટર મુંબઈ(મ્યુ. કો.)
|
1,24,78,447
|
એનસીટી ઓફ દિલ્હી
|
ડિએમસી (યુ) (મ્યુ. કો.)
|
1,10,07,835
|
કર્ણાટકા
|
બૂહત બેંગલુર મહાનગરો પાલિકે (BBMP) (મ્યુ. કો.)
|
84,25,970
|
આંધ્ર પ્રદેશ
|
ગ્રેટર હૈદ્રાબાદ (મ્યુ.કો.)
|
68,09,970
|
ગુજરાત
|
અમદાવાદ (મ્યુ.કો.)
|
55,70,585
|
તમિલનાડુ
|
ચેન્નઈ
|
46,81,087
|
પ. બંગાળ
|
કોલકતા (મ્યુ.કો.)
|
44,86,679
|
ગુજરાત
|
સુરત (મ્યુ. કો.)
|
44,62,002
|
મહારાષ્ટ્ર
|
પુના (મ્યુ.કો.)
|
31,15,431
|
રાજસ્થાન
|
જયપુર (મ્યુ.કો.)
|
30,73,350
|
ઉતરપ્રદેશ
|
લખનવ (મ્યુ. કો.)
|
28,15,601
|
ઉતરપ્રદેશ
|
કાનપુર (મ્યુ. કો.)
|
27,67,031
|
મહારાષ્ટ્ર
|
નાગપુર (મ્યુ. કો.)
|
24,05,421
|
મધ્યપ્રદેશ
|
ઇન્દોર (મ્યુ. કો.)
|
19,60,631
|
મહારાષ્ટ્ર
|
થાણે (મ્યુ. કો.)
|
18,18,872
|
મધ્યપ્રદેશ
|
ભોપાલ (મ્યુ. કો.)
|
17,95,648
|
આંધ્રપ્રદેશ
|
ગ્રેટર વિશાખાપતનમ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્યુ. કો.)
|
17,30,320
|
મહારાષ્ટ્ર
|
પીપરી -ચીંચવાડ (મ્યુ. કો.)
|
17,29,359
|
બિહાર
|
પટણા (મ્યુ.કો.)
|
16,83,200
|
ગુજરાત
|
વડોદરા (મ્યુ. કો.)
|
16,66,703
|
પંજાબ
|
લુધિયાણા (મ્યુ. કો.)
|
16,13,878
|
ઉતરપ્રદેશ
|
આગ્રા (મ્યુ. કો.)
|
15,74,542
|
મહારાષ્ટ્ર
|
નાશિક (મ્યુ. કો.)
|
14,86,973
|
હરીયાણા
|
ફરીદાબાદ (મ્યુ.કો.)
|
14,04,653
|
ઉતરપ્રદેશ
|
મેરઠ (મ્યુ. કો.)
|
13,09,023
|
ગુજરાત
|
રાજકોટ (મ્યુ. કો.)
|
12,86,995
|
મહારાષ્ટ્ર
|
કલ્યાણ-દોમ્બીવલી (મ્યુ. કો.)
|
12,46,381
|
મહારાષ્ટ્ર
|
વસઈ વિરાર શહેર (મ્યુ.કો.)
|
12,21,233
|
ઉતરપ્રદેશ
|
વારાણસી (મ્યુ.કો.)
|
12,01,815
|
જમ્મુ અને કશ્મીર
|
શ્રીનગર (મ્યુ. કો.)
|
11,92,792
|
મહારાષ્ટ્ર
|
ઓરંગાબાદ (મ્યુ. કો.)
|
11,71,330
|
ઝારખંડ
|
ધનબાદ (મ્યુ. કો.)
|
11,61,561
|
પંજાબ
|
અમૃતસર (મ્યુ. કો.)
|
11,32,761
|
મહારાષ્ટ્ર
|
નવી મુંબઈ (મ્યુ. કો.)
|
11,19,477
|
ઉતરપ્રદેશ
|
અલ્હાબાદ (મ્યુ. કો.)
|
11,17,094
|
ઝારખંડ
|
રાંચી (મ્યુ. કો.)
|
10,73,440
|
પ. બંગાળ
|
હાવરા (મ્યુ. કો.)
|
10,72,161
|
તમિલનાડુ
|
કોઇમ્બતુર (મ્યુ. કો.)
|
10,61,447
|
મધ્યપ્રદેશ
|
જબલપુર (મ્યુ. કો.)
|
10,54,336
|
મધ્યપ્રદેશ
|
ગવાલિયર (મ્યુ. કો.)
|
10,53,505
|
આંધ્રપ્રદેશ
|
વિજયવાડા (મ્યુ. કો.)
|
10,48,240
|
રાજસ્થાન
|
જોધપુર (મ્યુ.કો.)
|
10,33,918
|
તમિલનાડુ
|
મદુરાઈ (મ્યુ. કો.)
|
10,16,885
|
છત્તીસગઢ
|
રાયપુર (મ્યુ. કો.)
|
10,10,087
|
રાજસ્થાન
|
કોટા (મ્યુ.કો.)
|
10,01,365
|
આસામ
|
ગૌહાટી (મ્યુ. કો.)
|
9,63,429
|
ચંડીગઢ
|
ચંડીગઢ (મ્યુ. કો.)
|
9,60,787
|
મહારાષ્ટ્ર
|
સોલાપુર (મ્યુ.કો.)
|
9,51,118
|
કર્ણાટક
|
હુબલી-ધારવા(મ્યુ. કો.)
|
9,43,857
|
ઉતરપ્રદેશ
|
બરેલી (મ્યુ. કો.)
|
8,98,167
|
પરિશિષ્ટ ૨
PMGDISHA યોજના હેઠળ રાજ્યોકેિન્દ્રશાસિત પ્રદેશો દ્વારા બનાવવામાં આવતી સમિતિઓ
- રાજય સ્તરની સમિતિ - ચરાજયના સંબંધિત ચીફ સેક્રેટરી|કેન્દ્રશાસિત પ્રદેશના સંચાલક દ્વારા સ્થાપવું
- સંયોજન પ્રમુખ
- પ્રિન્સિપલ સેક્રેટરી (IT)
- સભ્યો
- પાયાના શિક્ષણ વિભાગના પ્રતિનિધિ
- પંચાયત રાજના પ્રતિનિધિ
- સામાજીક કલ્યાણના પ્રતિનિધિ
- સ્ત્રી અને બાળ વિકાસના પ્રતિનિધિ
- સ્ટેટ ઇમ્પલીમેન્ટીંગ એજન્સી (SIA) પ્રતિનિધિ
- સ્ટેટ ઇન્ફોર્મેટીકસ ઓફિસર - SIO, NIC
- CSC-SIPV v (qG(à
- સ્પેશિયલ સેક્રેટરી (IT)/ જોઇન્ટ સેક્રેટરી (IT) – સભ્ય સેક્રેટરી
સમિતિ, પ્રમુખની પરવાનગીથી, જો તે યોગ્ય લાગે છે તો તેની કોઇ પણ મીટીંગમાં ખાસ આમંત્રિત(તો) તરીકે ભાગ લેવા માટે આવા બીજા વ્યક્તિ(ઓ)ને સહનિમણુક કરી શકાય છે અથવા આમંત્રણ આપી શકાય છે.
સંદર્ભની શરતો
- સમિતિની સંદર્ભની શરતો નીચે પ્રમાણે હશેઃ
- રાજયમાં PMGDISHA યોજનાના નિયમિત નિરીક્ષણ અને અમલીકરણનુ સંચલાન નિયમિતપણે કરવા
- રાજયમાં યોજનાના અમલીકરણમાં સામેલ તાલિમ કેન્દ્રો|ભાગીદારો દ્વારા સામનો કરવામાં આવતા ઉભા કરવામાં આવેલ પ્રશનો|મુશ્કેલીઓ ઉપર ફોલોઅપ એકશનની ભલામણ
- રાજયમાં પ્રોજેકટના અમલીકરણ માટે ભલામણ સાથે જોડાયેલ કોઇ પણ મુદો
- સમિતિ બે મહિનામાં ઓછામાં ઓછી એક વખત મળશે
- જીલ્લા સ્તરની સમિતિ (સંબંધિત રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા સ્થાપવામાં આવે છે)
- સંયોજન
- પ્રમુખ - જીલ્લા મેજીસ્ટ્રેટ/ કલેકટર
- સભ્યો
- પાયાના શિક્ષણ વિભાગના પ્રતિનિધિ
- સ્ત્રી અને બાળ વિકાસના પ્રતિનિધિ
- સ્ટેટ ઇમ્પલીમેન્ટીંગ એજન્સી (જીછ) પ્રતિનિધિ
- ડિસ્ટ્રીકટ ઇગવર્નન્સ સોસાયટીના પ્રતિનિધિ
- ડિસ્ટ્રીકટ ઇન્ફોર્મેટીકસ ઓફિસર (DIO)- NIC
- બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસર
- CEO-જીલ્લા / ડિસ્ટ્રીકટ પંચાયત
- ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર CSC-SPV – સભ્ય સેક્રેટરી
- સમિતિ, પ્રમુખની પરવાનગીથી, જો તે યોગ્ય લાગે છે તો તેની કોઇ પણ મીટીંગમાં ખાસ આમંત્રિત(તો) તરીકે ભાગ લેવા માટે આવા બીજા વ્યક્તિ(ઓ)ને સહનિમણુક કરી શકાય છે અથવા આમંત્રણ આપી શકાય છે.
સંદર્ભની શરતો સમિતિની સંદર્ભની શરતો નીચે પ્રમાણે હશેઃ
- નીચલા સ્તરે યોજનાની દેખરેખ| નિરીક્ષણના અમલીકરણ માટે
- જીલ્લા/બ્લોક સ્તરે યોજનાના અમલીકરણમાં સામેલ તાલિમ કેન્દ્રો|ભાગીદારો દ્વારા સામનો કરવામાં આવતા ઉભા કરવામાં આવેલ પ્રશ્રનો/મુશ્કેલીઓ ઉપર ફોલોઅપ એકશનની ભલામણ
- જીલ્લા|બોલમાં પ્રોજેકટના અમલીકરણ માટે ભલામણ સાથે જોડાયેલ કોઇ પણ મુદો
- જીલ્લા સ્તરની સમિતિ એક મહિનામાં ઓછામાં ઓછી એક વખત મળશે
સ્ત્રોત: પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા