મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સને ર૦૦૦ માં કિશોરી શકિત યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજનાનું અમલીકરણ આઇસીડીએસ યોજનાના માળખાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓના પોષણ અને આરોગ્યના સ્તરમાં સુઘારો લાવવાનો છે. આ સાથે ઘરગથ્થુ અને વ્યવસાયિક આવડતોથી સંપન્ન કરવી અને સમગ્ર વિકાસને વેગ આપવો જેમાં તેમના આરોગ્ય, અંગત સ્વચ્છતા, પોષણ અને કુંટુંબ કલ્યાણ અને આયોજનનો સમાવેશ થાય છે. કિશોરાવસ્થાવ, શક્તિ અને જાગૃતિ સંકલિત બાળવિકાસ યોજના હેઠળ સને ૨૦૦૦-૦૧માં કિશોરી-શક્તિં યોજનાનો પ્રારંભ થયો હતો. શહેરી અને ગ્રામીણ વિસ્તા૨રોમાં આ યોજનાનો અમલ આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ કિશોરીઓને સ્વ વિકાસની તક પુરી પાડી કુપોષણમાંથી બહાર કાઢવાનો તેમ જ જાતિયતાના કારણે તેમણે ભોગવવી પડતી તકલીફોમાંથી મુક્તિપ અપાવવાનો છે. આ યોજનાનો હેતુ ૧૧ થી ૧૮ વર્ષની વયજૂથની કિશોરીઓનું સ્વાષસ્ય્વવ સુધારવાનો તેમ જ તેમના પોષણનું સ્તીર સુધારવાનો છે. જે કિશોરીઓ ભવિષ્યંમાં માતા બનવાની છે તેવી કિશોરીઓનું જૂથ બનાવી આંગણવાડીમાં તેમની શારીરિક તપાસ કરવામાં આવે છે. કિશોરી વાંચતા-લખતાં શીખે અને સ્વીતંત્ર રીતે નિર્ણયો લઈ શકે તે માટે તેમને સુસજ્જ કરવામાં આવે છે. કિશોરીઓને ઘર-શિષ્ટાચાર તેમ જ વ્ય્વસાયિક તાલીમ આપવામાં છે. આરોગ્યશ, સ્વરચ્છુતા, પોષણ, કુટુંબ કલ્યાશણ અને બાળકોની સારસંભાળ જેવા મુદ્દે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. પોતાનો અને તેના કુટુંબનો વિકાસ થાય તેવા રચનાત્મળક કાર્યો માટે તેમને પ્રોત્સા હિત કરવામાં આવે છે.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/20/2019