માતા યશોદા એવોર્ડ આંગણવાડી કાર્યકર તથા તેડાગરને તેમની ખૂબજ સારી કામગીરી માટે આપવામાં આવે છે. આઇસીડીએસ યોજનામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર એ માનદ કાર્યકરો છે જે આંગણવાડી કેન્દ્ર અને આઇસીડીએસ કચેરી વચ્ચેની અગત્યની કડી છે. આ માનદ કાર્યકરો આંગણવાડી કાર્યકર અને તેડાગરને પ્રોત્સાહિત કરવા માટે અને આઇસીડીએસની સેવાઓની પહોંચને મજબુત કરવા ગુજરાત સરકારે પગલાં લીઘેલ પગલામાં સારી કામગીરી કરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આ સંદર્ભમાં, આંગણવાડી કાર્યકરને રાજય કક્ષાએ માતા યશોદા એવોર્ડની રકમ રૂ. પ૧૦૦૦/-, જિલ્લા કક્ષાએ રૂ. ૩૧૦૦૦/- ઘટક કક્ષાએ રૂ. ર૧૦૦૦/- તથા તેડાગરને રાજય કક્ષાએ માતા યશોદા એવોર્ડની રકમ રૂ. ૩૧૦૦૦/-, જિલ્લા કક્ષાએ રૂ. ર૧૦૦૦/- ઘટક કક્ષાએ રૂ. ૧૧૦૦૦/- આપવામાં આવે છે. આ એવોર્ડ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં અને શહેરી વિસ્તારોમાં પણ આપવામાં આવે છે. આ માટેના મૂલ્યાંકન માટેના માપદંડો નીચે પ્રમાણે છે.
આ તમામ એવોર્ડ વિવિઘ પ્રવૃત્તિઓના આઘારે આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ માટે વર્ષ ર૦૧૩-૧૪ માં રૂ. ૧૪૮.ર૬ લાખ રાજય સરકારના પ્લાન સદરે જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષ ર૦૧૩-૧૪ સુઘીમાં કુલ ૩૯૭૦ એવોર્ડ આપવામાં આવ્યા છે.
સ્ત્રોત: : મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020