ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તથા તેડાગરને સામાજિક સલામતી પૂરી પાડવાના હેતુસર માતા યશોદા ગૌરવ નિઘિ વીમો શરૂ કરવામાં આવ્યો.
આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તથા તેડાગરના નોકરીના વર્ષો દરમ્યાન દર માસે રૂ. ૧૦૦/- પ્રિમિયમ તરીકે ભરવામાં આવે છે, જેમાં રૂ. પ૦/- રાજય સરકાર દ્વારા અને રૂ. પ૦/- લાભાર્થી દ્વારા ભરવામાં આવે છે. આ વીમો પાકતી મુદતે અથવા આંગણવાડી કાર્યકર તથા તેડાગરના મૃત્યુના કિસ્સામાં વારસદારને રૂ. પ૦૦૦૦/- પુરા ૮ ટકા વ્યાજ સાથે ચૂકવવામાં આવે છે. નાણાંકીય વર્ષ ર૦૧૩-૧૪ માં રાજય સરકાર દ્વારા આ માટે રૂ. પ.૯૩ કરોડની જોગવાઇ કરવામાં આવેલ હતી.
સ્ત્રોત : મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/26/2019