অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાથમિક શિક્ષણ – સર્વ શિક્ષા અભિયાન

”ssa”

પ્રત્યેક માનવી પાસે પોતાના માટે ઉત્તમ જીવન જીવવાની તક હોવી જોઈએ. દુર્ભાગયે, આજે વિશ્વમાંના સંખ્યાબંધ બાળકો આ તક વગર જ વિકાસ પામે છે કારણકે તેઓ પ્રાથમિક શાળાંમાં ઉપસ્થિત રહેવાના તેમના મૂળભૂત અધિકારનો પણ અસ્વીકાર કરે છે.

2000ના અંતમાંના શૈક્ષણિક કાર્યક્રમોના પરિણામે,ભારતની ગ્રામીણ વસ્તીના 94% એક કિ.મીની અંદર પ્રાથમિક શાળાઓ ધરાવે છે અને 84% 3 કિ.મીની અંદર ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ ધરાવે છે. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિ અને કન્યાઓની ભરતી કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ભરતી છેલ્લી પંચવર્ષીય યોજનાથી નોંધપાત્રપણે વધી રહી છે.જેથી કરીને પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓની સંખ્યા પણ.1950-51માં, પ્રાથમિક શિક્ષણ માટે માત્ર 3.1 મિલીયન વિદ્યાર્થીઓની ભરતી થઈ.1997-98માં, આ આંકડો 39.5 મિલીયન હતો.1950-51માં પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓની સંખ્યા 0.223 મિલીયન હતી.1996-97માં,આ આંકડો 0.775 મિલીયન હતો.2002/2003માં, 6-14 વર્ષની ઉંમરમાંના અંદાજે 82% બાળકોની શાળામાં ભરતી થઈ હતી.ભારત સરકારનો ઉદ્દેશ દાયકાના અંતમાં આને 100% સુધી વધારવાનો છે.આ પ્રાપ્ત કરવા સરકારે.

વિશ્વ ગરીબી માટેનો સમર્થનીય દીર્ઘકાલીન અંત પ્રસ્થાપિત કર્યો છે કારણકે આપણે તેને જાણીએ છીએ તેમજ શાંતિ અને સલામતીનો માર્ગ,જેને દેશમાંના દરેક નાગરીકને આવશ્યકતા છે હકારાત્મક પસંદગીઓ કરવા પોતાને સશક્ત કરવા માટે અને પોતાના અને પોતાના પરિવારો માટે પૂરું પાડવા માટે.આને કેવળ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય જ્યારે વિશ્વના તમામ બાળકોને ઓછામાં ઓછી પ્રાથમિક શાળા મારફતે ઉચ્ચ-ગુણવત્તાકીય શિક્ષણ વાતાવરણમાં શિખવાની તક આપવામાં આવે.

સર્વ શિક્ષા અભિયાન (સર્વ શિક્ષા અભિયાન)

સર્વ શિક્ષા અભિયાન એ શાળા તંત્રની સામુદાયિક માલિકી દ્વારા જીલ્લા આધારિત,વિકેન્દ્રીત વિશિષ્ટ આયોજન અને અમલીકરણ વ્યુહરચના મારફતે પ્રારંભિક શિક્ષણને સર્વવ્યાપી કરવા માટેની વ્યાપક યોજના છે.આ યોજના પોતાનામાં અન્ય તમામ મુખ્ય સરકારી શૈક્ષણિક હસ્તક્ષેપોને અંતર્ગ કરીને સંપૂર્ણ દેશને આવરે છે.અભિયાન 2010માં 6-14 વર્ષની ઉંમરના બાળકો માટે ઉપયોગી અને ઉપયુક્ત પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવા માટેનું છે. 2004 અને 2005 માંની ભારત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન નોંધણીઓ)

સર્વ શિક્ષા અભિયાન શું છે

  • સાર્વત્રિક પ્રારંભિક શિક્ષણ માટેના સ્પષ્ટ સમય-મર્યાદા સાથેનો એક કાર્યક્રમ
  • દેશભરમાંની ગુણવત્તાકીય મૂળભૂત શિક્ષણ માટેની માંગને એક પ્રત્યુત્તર
  • મૂળભૂત શિક્ષણ મારફતે સામાજીક ન્યાયને બઢતી આપવાની એક તક
  • પ્રારંભિક શાળાઓના સંચાલનમાં પંચાયત રાજ સંસ્થાઓ,શાળા સંચાલન સમિતિઓ,ગામ અને શહેરી ગીચ ગંદી વસ્તી સ્તરીય શિક્ષણ સમિતિઓ,વડિલ’શિક્ષકોના’ સંગઠનો,માતા શિક્ષક સંગઠનો,આદિજાતિ સ્વાયત્તશાસિત પરિષદો અને સામાન્ય લોક આધાર સંરચનાઓનો અસરકારક રીતે સમાવેશ કરતો એક પ્રયાસ
  • દેશભરમાં સાર્વત્રિક પ્રારંભિક શિક્ષણ માટે રાજનૈતિક સંકલ્પશક્તિની અભિવ્યક્તિ
  • કેન્દ્રીય,રાજ્ય અને સ્થાનિક સરકાર વચ્ચેની સહભાગિતા
  • રાજ્ય માટે પોતાના પ્રારંભિક શિક્ષણના ધ્યેયને વિકસિત કરવા માટેની એક તક

ધ્યેય નિવેદન

સર્વ શિક્ષા અભિયાન (સર્વ શિક્ષા અભિયાન) એ ભારત સરકારનો સમય-મર્યાદિત રૂપમાં પ્રારંભિક શિક્ષણના સાર્વત્રિકરણ(UEE)ની પ્રાપ્તિ માટેનો પ્રમુખ કાર્યક્રમ છે,ભારતના બંધારણના 86મા સુધારા દ્વારા અધિદિષ્ટ તરીકે જે 6-14 વર્ષની ઉંમરના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણને તેમનો મૂળભૂત અધિકાર બનાવે છે.સંપૂર્ણ દેશનો સમાવેશ કરવા માટે અને 1.1 મિલીયન નિવાસ-સ્થાનોમાંના 192 મિલીયન બાળકોની જરૂરિયાતોને સંબોધવા માટે સર્વ શિક્ષા અભિયાનનો અમલ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં થાય છે.કાર્યક્રમ તેવા નિવાસ-સ્થાનોમાં નવી શાળાઓ ખોલવાનો પ્રયાસ કરે છે જેઓ શિક્ષણ સુવિધાઓ ધરાવતા નથી અને વધારાના વર્ગખંડો,શૌચાલયો,પીવાનું પાણી,અનુરક્ષણ મંજૂરી અને શાળા સુધારણા મંજૂરીની જોગવાઈ મારફતે વિદ્યમાન શાળાના માળખાંને મજબૂત બનાવે છે.અપૂરતાં શિક્ષક સામર્થ્ય સાથેની વિદ્યમાન શાળાઓને વધારાના શિક્ષકો પૂરા પાડવામાં આવે છે,જ્યારે વિદ્યમાન શિક્ષકોની ક્ષમતાને વ્યાપક પ્રશિક્ષણ મારફતે મજબૂત કરવામાં આવે છે,ટોળા,બ્લોક અને જીલ્લા સ્તર પરના શૈક્ષણિક સહાયતા સંચરનાની મજબૂતી અને શિક્ષણ-ભણતર સામગ્રીઓના વિકાસ માટેની મંજૂરીઓ.સર્વ શિક્ષા અભિયાન જીવન કૌશલ્યો સમાવિષ્ટ ગુણવત્તાકીય પ્રારંભિક શિક્ષણને પૂરો પાડવા માટેનો પ્રયાસ કરે છે.સર્વ શિક્ષા અભિયાન કન્યા શિક્ષણ અને વિશેષ જરૂરિયાતો સાથેના બાળકો પર વિશિષ્ટ કેન્દ્રિકરણ ધરાવે છે.સર્વ શિક્ષા અભિયાન ડિજીટલ વિભાજનને જોડવા કમ્પ્યુટર શિક્ષણ પૂરો પાડવાનો પણ પ્રયાસ કરે છે.

સર્વ શિક્ષા અભિયાનના ઉદ્દેશો

  • 2003માંના શાળા,શિક્ષણ ગેરંટી કેન્દ્ર,એકાન્તર શાળા,'શાળા-પર-પાછાં' કેમ્પ
  • 2007માં તમામ બાળકો પ્રાથમિક શિક્ષણના પાંચ વર્ષ પૂરાં કરે
  • મૂળભૂત શિક્ષણ મારફતે સામાજીક ન્યાયને બઢતી આપવાની એક તક
  • 2010માં તમામ બાળકો પ્રારંભિક શિક્ષણના આઠ વર્ષો પૂરાં ક
  • જીવન માટેના શિક્ષણ પરના પ્રાધાન્ય સાથે સંતોષજનક ગુણવત્તાકીય પ્રારંભિક શિક્ષણ પર કેન્દ્રીકરણ
  • 2007માં પ્રાથમિક તબક્કા પર અને 2010માં પ્રારંભિક શિક્ષણ સ્તર પર તમામ જાતિ અને સામાજીક વર્ગીય તફાવતો વચ્ચે સેતુ બનાવવો
  • 2010માં સાર્વત્રિક અવરોધન

  1. કેન્દ્ર વિસ્તારો
  2. વૈકલ્પિક શિક્ષણ
  3. વિશેષ જરૂરિયાતો સાથેના બાળકો
  4. સામુદાયિક ગતિશીલતા
  5. કન્યા શિક્ષણ
  6. પ્રારંભિક શિક્ષણની ગુણવત્તા

સંસ્થાગત સુધારાઓ – સર્વ શિક્ષા અભિયાનના ભાગ તરીકે, કેન્દ્રીય અને સરકારો વિતરણ તંત્રની કાર્યક્ષમતાને સુધારવા સુધારાઓ ધરશે.રાજ્યો એ શૈક્ષણિક વહીવટ,શાળાઓમાંના સિદ્ધિ સ્તરો,નાણાકીય મુદ્દાઓ,વિકેન્દ્રીકરણ અને સામુદાયિક માલિકી,રાજ્ય શિક્ષણ કાયદાનું અવલોકન,શિક્ષકના પરિનિયોજનની બુદ્ધિસંગત વ્યાખ્યા અને શિક્ષકોની ભરતી,દેખરેખ અને મૂલ્યાંકન,કન્યાઓના શિક્ષણનો દરજ્જો, અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિ અને સુવિધા વંચિત સમૂહો,ખાનગી શાળાઓ અને ECCE સંબંધિત નીતિઓ સમાવિષ્ટ તેમના પ્રચલિત શિક્ષણ તંત્રના લક્ષ્યાંક મૂલ્યાંકનને તૈયાર કરવો જોઈએ.ઘણાં રાજ્યોએ પ્રારંભિક શિક્ષણ માટેના વિતરણ તંત્રને સુધારવા માટે અગાઉથી કેટલાક પરિવર્તનો કર્યા છે.

દીર્ઘકાલીન વિત્તીયન – સર્વ શિક્ષા અભિયાન તે અવયવ વાક્ય પર આધારિત છે કે પ્રારંભિક શિક્ષણ હસ્તક્ષેપોના વિત્તીયન દીર્ઘકાલીન હોય છે.આ કેન્દ્રીય અને રાજ્ય સરકારો વચ્ચેની નાણાકીય ભાગીદારી પરના દીર્ઘકાલીન દેખાવો માટે આવશ્યક છે.

સામુદાયિક માલિકી – કાર્યક્રમ અસરકારક વિકેન્દ્રીકરણ મારફતે શાળા-આધારિત હસ્તક્ષેપોની સામુદાયિક માલિકી માટેનું સંબોધન કરે છે.આને સ્ત્રી સમૂહ,વીઈસી સભ્યો અને પંચાયત રાજ સંસ્થાઓના સભ્યોની સંડોવણી દ્વારા સંવર્ધિત કરાશે.

સંસ્થાગત ક્ષમતા નિર્માણ - સર્વ શિક્ષા અભિયાન રાષ્ટ્રીય,રાજ્ય અને જીલ્લા સ્તરીય સંસ્થાઓ જેવી કે NIEPA/NCERT/NCTE/ SCERT/ SIEMAT/DIET માટે પ્રમુખ ક્ષમતા નિર્માણ ભૂમિકાનું અનુમાન કરે છે.ગુણવત્તામાંના સુધારાને સંસાધન વ્યક્તિઓ અને સંસ્થાઓના દીર્ઘકાલીન આધાર યંત્રની આવશ્યકતા છે.

મુખ્યપ્રવાહ-વિષયક શૈક્ષણિક વહીવટની સુધારણા – તે સંસ્થાગત વિકાસ દ્વારા,નવા અબિગમોની પ્રેરણા,અને ફાયદાકારક અને કાર્યક્ષમ પદ્ધતિઓના અંગીકરણ દ્વારા મુખ્યપ્રવાહ-વિષયક શૈક્ષણિક વહીવટની સુધારણા માટેની માંગણી કરે છે.

સંપૂર્ણ પારદર્શકતા સાથેની સમુદાય આધારિત દેખરેખ – કાર્યક્રમ સમુદાય આધારિત દેખરેખ તંત્ર ધરાવશે.શૈક્ષણિક સંચાલન માહિતી તંત્ર (EMIS) સૂક્ષ્મ-આયોજનો અને સર્વેક્ષણોથી સમુદાય-આધારિત માહિતી સાથે શાળા સ્તરીય આધારસામગ્રીને પરસ્પર સંબંધિત કરશે.આ સિવાય,દરેક શાળાને સમુદાય સાથે તમામ માહિતીનું વિતરણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે,જેમાં મેળવેલી મંજૂરીઓનો પણ સમાવેશ થશે.આ હેતુસર પ્રત્યેક શાળામાં નોટીસ બોર્ડ મૂકવામાં આવશે.

આયોજનના એકમ તરીકેનું રહેણાંક - સર્વ શિક્ષા અભિયાન રહેણાંક સાથે આયોજનના એકમ તરીકે આયોજન કરવા માટે સમુદાય આધારિત અભિગમ પર કામ કરે છે.રહેણાંક યોજનાઓ જીલ્લાકીય યોજનાઓની ગોઠવણી માટેનો આધાર રહેશે.

સમુદાયની ઉત્તરદાયિતા - સર્વ શિક્ષા અભિયાન શિક્ષકો,વડિલો અને પીઆરઆઈઓ વચ્ચેના સહકારનો તેમજ સમુદાયની ઉત્તરદાયિતા અને પારદર્શકતાનો વિચાર કરાવે છે.

કન્યાઓના શિક્ષણને પ્રાધાન્ય – કન્યાઓનું શિક્ષણ,ખાસ કરીને જેઓ અનુસૂચિત જાતિ,અનુસૂચિત પ્રજાતિ અને લઘુમતીઓમાંની હોય છે,તે સર્વ શક્તિ અભિયાનમાંના મુખ્ય વિષયોમાંનું એક હશે.

વિશિષ્ટ સમૂહો પર કેન્દ્રીકરણ - શૈક્ષણિક પ્રક્રિયામાંના અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, લઘુમતી સમૂહો,શહેરી અનાથ બાળકો,અન્ય સુવિધા વંચિત સૂહોના બાળકો અને વિશેષ જરૂરિયાતો સાથેના બાળકોના સમાવેશન અને સહભાગિતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પૂર્વ-પ્રકલ્પ તબક્કો - સર્વ શિક્ષા અભિયાન દેશભરમાં સુઆયોજીત પૂર્વ-પ્રકલ્પ તબક્કા સાથે શરૂઆત કરશે જે વિતરણ અને દેખરેખ તંત્રને સુધારવા માટેની ક્ષમતાના વિકાસ માટેના હસ્તક્ષેપોની મોટી સંખ્યા માટે પૂરું પાડે છે.આમાં ઘરગથ્થુ સર્વેક્ષણો,સમુદાય-આધારિત સૂક્ષ્મ-આયોજન અને શાળાના નકશાનું નિરૂપણ,સમુદાયના આગેવાનોના પ્રશિક્ષણ,શાળા સ્તરીય પ્રવૃતિએ,માહિતી તંત્રની સ્થાપવા માટેનો ટેકો,ઓફીસ સાધનો,નિદાનના અભ્યાસો ઈત્યાદિ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે.

ગુણવત્તા પર દબાણ - સર્વ શિક્ષા અભિયાન પાઠ્યક્રમ,બાળક-કેન્દ્રિત પ્રવૃતિઓ અને અસરકારક શિક્ષણ ભણતર કાર્યનીતિઓ સુધારવા દ્વારા બાળકો માટે પ્રારંભિક સ્તર પરના શિક્ષણને ઉપયોગી અને સુસંગત બનાવવા પર વિશેષ દબાણ મૂકે છે.

શિક્ષકોની ભૂમિકા - સર્વ શિક્ષા અભિયાન શિક્ષકોની નિર્ણાયક અને કેન્દ્રીય ભૂમિકાને માન્ય કરે છે અને તેઓની વિકાસ જરૂરિયાતો,બ્લોક સંસાધન કેન્દ્રો/સમૂહ સંસાધન કેન્દ્રો,યોગ્યતાપૂર્ણ શિક્ષકોની ભરતી,પાઠ્યક્રમ-સંબંધિત સામગ્રીના વિકાસમાં સહભાગિતા મારફતે શિક્ષક વિકાસ માટેની તકો,શિક્ષકો માટે વર્ગખંડની પ્રક્રિયા અને વિવિરણ મુલાકાતો પરના કેન્દ્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હિમાયત કરે છે.આ તમામની રચના શિક્ષકોમાં માનવ સંસાધનનો વિકાસ કરવા માટે કરવામાં આવી છે.

જીલ્લા પ્રારંભિક શિક્ષણ યોજનાઓ - સર્વ શિક્ષા અભિયાન માળખાં મુજબ,દરેક જીલ્લો સાકલ્યવાદી અને કેન્દ્રાભિમુખ અભિગમ સાથે કરવામાં આવેલા અને પ્રારંભિક શિક્ષણ વિભાગમાં આવશ્યક તમામ રોકાણોને પરિવર્તિત કરતી જીલ્લા પ્રારંભિક શિક્ષણ યોજના તૈયાર કરશે.યથાર્થ યોજના રહેશે જે યુઈઈ પ્રાપ્ત કરવા માટે દીર્ઘ સમય-મર્યાદા પરની પ્રવૃતિઓનું માળખું પૂરું પાડશે.વાર્ષિક કાર્ય યોજના અને અંદાજપત્ર પણ રહેશે જે વર્ષમાં અમલમાં મૂકવાની પ્રાથમિકતાના આધાર પર મૂકાયેલી પ્રવૃતિઓને સૂચિબદ્ધ કરશે.યથાર્થ યોજના એ કાર્યક્રમના અમલના પ્રવાહમાંના નિયત સુધારાને આધીન ગતિક દસ્તાવેજ પણ રહેશે.

સર્વ શિક્ષા અભિયાન હેઠળના નાણાકીય ધોરણો

  • IXમી યોજના દરમ્યાન સર્વ શિક્ષા અભિયાનના કાર્યક્રમ હેઠળની સહાય 85:15 વિતરણ વ્યવસ્થાઓ પર રહેશે, Xમી યોજના દરમ્યાન 75:25 વિતરણ વ્યવસ્થા,અને ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેનું વિતરણ 50:50 રહેશે.
  • રાજ્ય સરકારોએ 1999-2000 મુજબના પ્રારંભિક શિક્ષણમાંના તેમના રોકાણોના સ્તરને જાળવવું જોઈએ.સર્વ શિક્ષા અભિયાન માટે રાજ્ય હિસ્સા તરીકેનો ફાળો આ રોકાણથી વધારે રહેશે.
  • ભારત સરકાર ભંડોળોને સીધા રાજ્ય અમલીકરણ સમાજને મુક્ત કરશે.આગળના હપ્તાઓને માત્ર ત્યારે જ સમાજને મુક્ત કરવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર તેના તુલ્ય ભંડોળોને સમાજને સ્થળાંતરિત કરશે અને ભંડોળો(કેન્દ્ર અને રાજ્યો)ના સ્થળાંતરિત થયેલો ઓછામાં ઓછોં 5o% ખર્ચ અસરગ્રસ્ત થશે.
  • સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ હેઠળ નિયુક્ત કરાયેલા શિક્ષકના પગાર માટેની સહાયતાને IXમી યોજના દરમ્યાન કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 85:15 ગુણોત્તરમાં,75:25 Xમી યોજના દરમ્યાન અને ત્યારબાદ 50:50માં વિતરિત કરી શકાય છે.
  • બાહ્યરૂપે સહાયિત પ્રકલ્પો સંબંધિત તમામ કાયદાકીય કરારોને લાગુ કરવાના ચાલુ રહેશે જો વિશેષ રૂપાંતરોને વિદેશી વિત્તીયન કચેરીઓ સાથેની સલાહમસલતમાં માન્ય કરવામાં નહિ આવે.
  • વિભાગ(સિવાય મહિલા સામખ્ય,રાષ્ટ્રીય બાળ ભવન અને NCTE )ના પ્રારંભિક શિક્ષણની વિદ્યમાન યોજનાઓ IX યોજના પછી અભિમુખ થશે.પ્રાથમિક શિક્ષણ(મધ્યાહ્ન ભોજન)પોષક સહાય માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ખાદ્યાન્નો સાથેનો અને કેન્દ્ર દ્વારા કરાયેલા નિર્દિષ્ટ પરિવહન ખર્ચાઓ અને રાજ્ય સરકારો દ્વારા કરાયેલો રાંધેલા ભોજનનો ખર્ચ સાથેનો જીલ્લાકીય હસ્તક્ષેપ રહેશે.
  • જીલ્લાકીય શિક્ષણ યોજનાઓ અન્ય વિષયક રહેશે,જે સ્પષ્ટપણે PMGY, JGSY, PMRY, સુનિશ્ચિત રોજગાર યોજના, MPs/MLAsનું ક્ષેત્ર ભંડોળ, /રાજ્ય યોજના, વિદેશી વિત્તીયન (જો કોઈ હોય તો) અને NGO ક્ષેત્રમાં નિર્માણ થયેલા સંસાધનો જેવી યોજનાઓ હેઠળના વિવિધ ઘટકો માટે ઉપલબ્ધ ભંડોળો/સંસાધન દર્શાવે છે.
  • તમામ ભંડોળોનો ઉપયોગ ઉન્નતિકરણ,અનુરક્ષણ,શાળાઓ અને શિક્ષણ ભણતર સાધનની દુરસ્તી અને સ્થાનિક સંચાલન માટે થાય છે જેને રાજ્ય દ્વારા અંગીકૃત વિકેન્દ્રીકરણ માટે VECs/શાળા સંચાલન સમિતિઓ/ગ્રામ પંચાયત/કે અન્ય કોઈપણ ગામ/શાળા સ્તરીય વ્યવસ્થાપનને સ્થળાંતરિત કરવામાં આવે છે.ગામ/શાળા આધારિત મંડળ પ્રાપ્તિના શ્રેષ્ઠ માર્ગ વિશે ઠરાવ તૈયાર કરી શકે છે.
  • અન્ય પ્રોત્સાહન યોજનાઓ જેવી કે સ્કોલરશીપો અને યુનિફોર્મ(ગણવેશો)નું વિતરણ રાજ્ય યોજના હેઠળ કાયમી રહેશે.તેઓને સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ હેઠળ કાયમી કરવામાં આવશે નહી.

સર્વ શિક્ષા અભિયાન હેઠળના હસ્તક્ષેપો માટેના ધોરણો

દરમિયાનગીરી ધોરણ

  1. શિક્ષક
    • પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિકમાંના પ્રત્યેક 40 બાળકો માટે એક શિક્ષક
    • પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછાં બે શિક્ષકો
    • ઉચ્ચત્તર પ્રાથમિકમાંના પ્રત્યેક વર્ગ માટે એક શિક્ષક
  2. શાળા/વૈકલ્પિક શિક્ષણ સુવિધા
    • દરેક રહેણાંકના એક કિલોમીટરની અંદર
    • રાજ્ય ધોરણો મુજબ નવી શાળાઓ ખોલવા માટે અથવા અપર્યાપ્ત રહેણાંકોમાં EGS જેવી શાળાઓ સ્થાપવા માટેની જોગવાઈ
  3. ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ/ વિભાગ
    • આવશ્યકતા પ્રમાણે,પ્રાથમિક શિક્ષણ પૂરું કરતાં બાળકોની સંખ્યાને આધારે,પ્રત્યેક બે પ્રાથમિક શાળાઓ માટેની એક ઉચ્ચત્તર પ્રાથમિક શાળા/વિભાગના અધિકત્તમ સુધી
  4. વર્ગખંડો
    • ઓછામાં ઓછાં બે શિક્ષકો સાથે પ્રત્યેક પ્રાથમિક શાળાને વરંડા સાથેના બે વર્ગખંડો રહેશે તે જોગવાઈ સાથે દરેક શિક્ષણ માટે અથવા દરેક શ્રેણી/વર્ગ માટે એક રૂમ,જે પણ પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં ઓછું હોય.
    • ઉચ્ચત્તર પ્રાથમિક શાળા/વિભાગમાં હેડ-માસ્ટર માટે એક રૂમ
  5. મફત પાઠ્યપુસ્તિકાઓ
    • Rs. 150/- પ્રતિ બાળકની ઉચ્ચત્તર અવસ્થાની અંદરના પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક સ્તર પર તમામ કન્યાઓ/SC/ST બાળકો માટે
    • રાજ્યને મફત પાઠ્યપુસ્તિકાઓ ચાલું રાખવા માટેના ભંડોળને હાલમાં રાજ્ય યોજનાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે
    • જો કોઈપણ રાજ્ય આંશિકપણે પાઠ્યપુસ્તિકાઓના ખર્ચને સહાય કરે તો તેને પ્રારંભિક વર્ગોમાંના બાળકોને પહોંચાડવામાં આવે છે,ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન હેઠળની સહાયને પુસ્તિકાઓના ખર્ચના તે ભાગ માટે પ્રતિબંધિત કરવામાં આવશે જેઓ બાળકો દ્વારા લઈ જવાયેલી છે.
  6. નાગરી કાર્યો
    • નાગરી કાર્યો પરના કાર્યક્રમનું ભંડોળ 2010 સુધીના સમયગાળા માટે તૈયાર કરાયેલી યથાર્થ યોજનાના આધાર પર પીએબી દ્વારા માન્ય સંપૂર્ણ પ્રકલ્પના ખર્ચના 33%ના અધિકત્તમથી વધારે રહેવો જોઈએ નહી.
    • આ 33%ના અધિકત્તમનો સમાવેશ ઈમારતોની જાળવણી અને દુરસ્તી પરના ખર્ચમાં કરવામાં આવશે નહી.
    • જોકે, નાગરી કાર્યો માટેની વિશિષ્ટ વર્ષીય વાર્ષિક યોજના જોગવાઈઓને તે વર્ષમાંના કાર્યક્રમોના વિવિધ ઘટકોને નિયુક્ત કરેલી અગ્રતાના આધારે વાર્ષિક યોજનાના ખર્ચના 40% સુધી ધ્યાનમાં લઈ શકાય છે,એકંદર પ્રકલ્પના 33% અધિકત્તમની અંદર
    • શાળાકીય સુવિધાઓ, BRC/CRC બાંધકામના સુધારા માટે
    • CRCsનો ઉપયોગ વધારાની રૂમ તરીકે પણ કરી શકાય છે
    • ઓફીસની ઈમારતોના બાંધકામ પર કોઈ ખર્ચા વહોરવામાં આવતાં નથી
    • જીલ્લાઓ માળખાંકીય યોજનાઓ તૈયાર કરવા માટે
  7. શાળાકીય ઈમારતોની જાળવણી અને દુરસ્તી
    • કેવળ શાળા સંચાલન સમિતિઓ/VECs મારફતે જ
    • શાળા સમિતિના વિશિષ્ટ પ્રસ્તાવ મુજબ પ્રતિ વર્ષ Rs. 5000 સુધી
    • સામુદાયિક સહભાગિતાના તત્વોનો સમાવેશ થવો જોઈએ
    • ઈમારતની જાળવણી અને દુરસ્તી પરના ખર્ચનો સમાવેશ નાગરી કાર્યો માટેની 33% મર્યાદાને ગણવામાં કરવામાં આવશે નહી
    • કેવળ તે શાળાઓ માટે મંજૂરી ઉપલબ્ધ રહેશે જેઓ તેઓની પોતાની વિદ્યમાન ઈમારત ધરાવે છે
  8. રાજ્ય ધોરણ પ્રમાણે નિયમિત શાળા માટેના EGSનું ઉન્નતિકરણ અથવા નવી પ્રાથમિક શાળાની સ્થાપના
    • TLE માટેની જોગવાઈ @ Rs. 10,000/- પ્રતિ શાળા
    • TLE સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ
    • TLEની પસંદગી અને પ્રાપ્તિમાં આવશ્યક શિક્ષકો અને વડિલોની સંડોવણી
    • પ્રાપ્તિની શ્રેષ્ઠ રીત પર નક્કી કરવા માટે VEC/ શાળા-ગામ સ્તરીય યોગ્ય મંડળ
    • બે વર્ષ માટે EGS કેન્દ્રના સફળતાપૂર્વકના પ્રવર્તન માટેની આવશ્યકતા તેને ઉન્નતિકરણ માટે ધ્યાનમાં લેવામાં આવે તે પહેલાં
    • શિક્ષક અને વર્ગખંડો માટેની જોગવાઈ
  9. ઉચ્ચત્તર-પ્રાથમિક માટે TLE
    • અનાવૃત શાળાઓ માટે @ Rs 50,000 પ્રતિ શાળા
    • શિક્ષકો/શાળા સમિતિ દ્વારા નિર્ધારિત સ્થાનિક વિશિષ્ટ આવશ્યકતા મુજબ
    • શિક્ષકો સાથેની સલાહમસલતમાં શાળા સમિતિ,પ્રાપ્તિની શ્રેષ્ઠ રીત પર ચર્ચા કરવા માટે
    • જો શ્રેણીના લાભો હોય તો શાળા સમિતિ કદાચિત જીલ્લા સ્તરીય પ્રાપ્તિની ભલામણ કરી શકે છે
  10. દરમિયાનગીરી ધોરણ

  11. શાળાઓને અનુદાન
    • બિનકાર્યરત શાળા સાધનની બદલી માટે Rs. 2000/- પ્રતિ વર્ષ પ્રતિ પ્રાથમિક/ઉચ્ચત્તર પ્રાથમિક શાળા
    • ઉપાયોજનમાં પારદર્શકતા
    • VEC/SMC દ્વારા જ માત્ર ખર્ચાય
  12. શિક્ષકોને અનુદાન
    • પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં Rs. 500 પ્રતિ શિક્ષક પ્રતિ વર્ષ
    • ઉપાયોજનમાં પારદર્શકતા
  13. શિક્ષકને પ્રશિક્ષણ
    • દર વર્ષે તમામ શિક્ષકો માટે સેવા પરના 20 દિવસનો અભ્યાસક્રમની જોગવાઈ,શિક્ષકો તરીકે અગાઉથી નિયોજીત અપ્રશિક્ષિત શિક્ષકો માટે 60 દિવસોનો રીફ્રેશર અભ્યાસક્રમ અને 30 દિવસોનું અભિવિન્યસ્તિકરણ તાજા પ્રશિક્ષિત નવા સભ્યો માટે @ Rs. 70/- પ્રતિ દિવસની જોગવાઈ
    • એકમ ખર્ચ સૂચક છે; તે બિનઆવાસિક પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ઓછો રહેશે
    • એકમ ખર્ચ સૂચક છે; તે બિનઆવાસિક પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ઓછો રહેશે
    • તમામ પ્રશિક્ષણ ખર્ચનો સમાવેશ કરે છે
    • અડસટ્ટા દરમ્યાનના અસરકારક પ્રશિક્ષણ માટેની ક્ષમતાઓનું મૂલ્યાંકન વ્યાપ્તિના વિસ્તારને નિર્ધારિત કરશે
    • વિદ્યમાન શિક્ષક શિક્ષણ યોજના હેઠળ SCERT/DIET માટેની સહાયતા
  14. શૈક્ષણિક સંચાલન અને પ્રશિક્ષણની રાજ્ય સંસ્થા (SIEMAT)
    • Rs. 3 કરોડ સુધીની એકસાથેની સહાય
    • રાજ્યોએ સમર્થન કરવા સંમત થવું જરૂરી છે
    • અધ્યાપક માટેની પસંદગીનો માપદંડ સખત હોય છે
  15. સમુદાય આગેવાનોનું પ્રશિક્ષણ
    • વર્ષમાંના 2 દિવસ ટે ગામમાંના મહત્તમ 8 વ્યક્તિઓ માટે-વિશેષ રૂપે સ્ત્રીઓ
    • @ Rs. 30/- પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ
  16. અપંગ બાળકો માટેની જોગવાઈ
    • વિશિષ્ટ પ્રસ્તાવ પ્રમાણે,દર વર્ષે અપંગ બાળકોના એકીકરણ માટે Rs. 1200/- સુધી પ્રતિ બાળક
    • વિશેષ જરૂરિયાતો સાથેના બાળકો માટેની જીલ્લા યોજનાને Rs. 1200 પ્રતિ બાળક ધોરણની અંદર પ્રતિપાદિત કરવામાં આવશે
    • સંસાધન સંસ્થાઓના સમાવેશનને પ્રોત્સાહિત કરવામાં આવે છે
  17. સંશોધન,મૂલ્યાંકન,નિરીક્ષણ અને જાળવણી
    • પ્રતિ વર્ષ પ્રતિ શાળા Rs. 1500 સુધી
    • રાજ્ય વિશેષ કેન્દ્રીકરણ સાથે સંસાધન જૂથોના જથ્થા,સંશોધન અને સંસાધન સંસ્થાઓ સાથેની ભાગીદારી
    • અડસટ્ટા અને નિરીક્ષણ માટેની ક્ષમતાઓના વિકાસને સંસાધન/સંશોધન સંસ્થાઓ મારફતે અને અસરકારક EMIS પર અગ્રતા
    • સંસાધન વ્યક્તિઓનો સામુદાયિક સમૂહ નિર્માણ કરવા દ્વારા,દેખરેખ,સમુદાય-આધારિત આધારસામગ્રીની ઉત્પત્તિ,સંશોધન અભ્યાસો,મૂલ્યાંકનનો ખર્ચ,અડસટ્ટાની શરતો અને તેઓની ક્ષેત્ર પ્રવૃતિઓ,સંસાધન વ્યક્તિઓ દ્વારા વર્ગખંડનું નિરીક્ષણ માટે પ્રવાસ અનુદાન અને માનધન પૂરું પાડવું
  18. દરમિયાનગીરી ધોરણ
    • ભંડોળોને દરેક શાળાના એકંદર ફાળા પર રાષ્ટ્રીય,રાજ્ય,જીલ્લા,ઉપજીલ્લા,શાળા સ્તર પર ખર્ચવામાં આવે છે
    • Rs. 100 પ્રતિ શાળા પ્રતિ વર્ષને રાષ્ટ્રીય સ્તર પર ખર્ચવામાં આવે છે.l
    • રાજ્ય/જીલ્લા/BRC/CRC/શાળા સ્તરીય ખર્ચને રાજ્ય/UT દ્વારા નક્કી કરવામાં આવે છે,આમાં અડસટ્ટા,નિરીક્ષણ,MIS,વર્ગખંડ નિરીક્ષણ ઈત્યાદિ પરના ખર્ચનો સમાવેશ થાય છે. શિક્ષક શિક્ષણ યોજના હેઠળની જોગવાઈ ઉપર SCERTને સહાયતા પણ પૂરી પાડવામાં આવી શકાય છે.
    • સંસાધન સંસ્થાઓનું સમાવેશન રાજ્ય વિશિષ્ટ જવાબદારીઓને માથે ઉપાડવા માટે સંમત છે
  19. સંચાલન ખર્ચ
    • જીલ્લાકીય યોજનાના અંદાજપત્રના 6%થી વધારે હોવો જોઈએ નહી
    • ઓફીસના ખર્ચાઓ,વિદ્યમાન માનવબળના મૂલ્યાંકન પછી વિવિધ સ્તરો પર નિષ્ણાતોની નિમણૂક,પીઓએલ,ઈત્યાદિ પરના ખર્ચનો સમાવેશ કરે છે
    • MIS, સમુદાય આયોજન પ્રક્રિયાઓ,નાગરી કાર્યો,જાતિ ઈત્યાદિમાંના નિષ્ણાતો અગ્રતા,વિશિષ્ટ જીલ્લામાં ઉપલબ્ધ ક્ષમતાના આધાર પર
    • રાજ્ય/જીલ્લા/બ્લોક/સમૂહ સ્તરો પર અસરકારક જૂથો વિકસાવવા સંચાલન ખર્ચનો ઉપયોગ થવો જોઈએ
    • BRC/CRC માટેના વ્યક્તિની ઓળખને પૂર્વીય-પ્રકલ્પ તબક્કામાં અગ્રતાપૂર્ણ હોવી જોઈએ જેથી કરીને જૂથ વ્યાપક પ્રક્રિયા આધારિત આયોજનમાં ઉપલબ્ધ રહે.
  20. કન્યાઓના શિક્ષણ,પૂર્વ બાળપણ દેખરેખ અને શિક્ષણ, SC/ST ના બાળકો માટેની દરમિયાનગીરીઓ,સામુદાયિક કમ્પ્યુટર શિક્ષણ માટે નવીન પ્રવૃતિ ખાસ કરીને ઉચ્ચત્તર પ્રાથમિક સ્તર માટે
    • પ્રત્યેક નવીન પ્રકલ્પ માટે Rs. 15 લાખ સુધી અને જીલ્લા માટે Rs. 50 લાખ સુધી સર્વ શિક્ષા અભિયાન માટે લાગુ કરવામાં આવશે
    • ECCE અને કન્યા શિક્ષણ અગાઉથી અન્ય વિદ્યમાન યોજના હેઠળ માન્ય એકમ ખર્ચાઓ ધરાવે છે
  21. બ્લોક સંસાધન કેન્દ્રો/સમૂહ સંસાધન કેન્દ્રો
    • સાધારણપણે પ્રત્યેક સામુદાયિક વિકાસ(CD) બ્લોકમાં એક BRC રહેશે,જોકે,રાજ્યોમાં,જ્યાં ઉપ-જીલ્લા શૈક્ષણિક વહીવટી સંરચના જેવી કે શૈક્ષણિક બ્લોકો કે વર્તુળો CD બ્લોક સાથે સંલગ્ન ન હોય તેવા ન્યાયાલયો ધરાવે છે,તો પછી રાજ્ય આવા ઉપ-જીલ્લા શૈક્ષણિક વહીવટી એકમમાં BRC હોવાની પસંદગી કરી શકે છે.જોકે,આવા પ્રસંગે, CD બ્લોકમાંના BRCs અને CRCs પરનો એકંદર ખર્ચ,બન્ને પુનરાવૃત અને અપુનરાવૃત માટેનો,જો માત્ર એકજ BRC પ્રતિ CD બ્લોક ખુલ્લો હોય તો, BRCs અને CRCs પર લાદેલા એકંદર ખર્ચ કરતાં વધારે રહેશે નહી
    • સંભવિત હશે તો BRC/CRC ને શાળાના કેમ્પસમાં સ્થાપવામાં આવે છે
    • જ્યાંપણ આવશ્યકતા હોય ત્યાં BRC ઈમારતના બાંધકામ માટે Rs. 6 લાખની ટોચમર્યાદા
    • જ્યાંપણ આવશ્યકતા હોય ત્યાંના CRC બાંધકામ માટે Rs. 2 લાખ-તેનો ઉપયોગ શાળાઓમાં વધારાના વર્ગખંડો તરીકે થવો જોઈએ.
    • કોઈપણ જીલ્લામાંના બિનશાળાકીય બાંધકામ (BRC અને CRC) માટેનો કુલ ખર્ચ કોઈપણ વર્ષમાંના કાર્યક્રમ હેઠળના એકંદર પ્રસ્તાવિત ખર્ચના 5%થી વધારે હોવો જોઈએ નહી
  22. દરમિયાનગીરી ધોરણ
    • 100 કરતાં વધારે શાળાઓ સાથેના બ્લોકમાં 20 શિક્ષકો સુધી પરિનિયોજન; BRCs અને CRCsમાંના નાના બ્લોકમાંના 10 શિક્ષકોને સાથે રાખવામાં આવે છે
    • ફર્નિચર,ઈત્યાદિની જોગવાઈ. @ Rs. 1 લાખ BRC માટે અને Rs. 10,000 CRC માટે
    • દર વર્ષે Rs. 12,500નું BRC માટે અને Rs. 2500 CRC માટે આકસ્મિક અનુદાન
    • મુલાકાતો,પ્રવાસ વળતર: Rs 500/- પ્રતિ માસ પ્રતિ BRC, Rs 200/- પ્રતિ માસ પ્રતિ CRC
    • TLM અનુદાન: Rs 5000/- પ્રતિ વર્ષ પ્રતિ BRC, Rs 1000/- પ્રતિ વર્ષ પ્રતિ CRC
    • પ્રારંભિક તબક્કામાંની જ ગહન પસંદગી પ્રક્રિયા પછી BRC/CRC વ્યક્તિની ઓળખ
  23. શાળાએ ન જતાં હોય તેવા બાળકો માટેની દરમિયાનગીરીઓ
    • વૈકલ્પિક અને નવીન શિક્ષણ અને શિક્ષણ માન્યતા યોજના હેઠળ અગાઉથી માન્ય ધોરણો મુજબ, નિમ્નલિખિત પ્રકારની દરમિયાનગીરીઓ માટે પૂરું પાડવામાં આવે છે
    • અપર્યાપ્ત રહેણાંકોમાં શિક્ષણ માન્યતા કેન્દ્રોની સ્થાપના
    • અન્ય વૈકલ્પિક શિક્ષણ પ્રતિકૃતિઓની રચના
    • શાળાએ ન જતાં હોય તેવા બાળકોને નિયમિત શાળાઓમાં પ્રવાહિત કરવા પરના કેન્દ્રીકરણ સાથે શાળા-પર-પાછાં કેમ્પો,સેતુમય અભ્યાસક્રમો,ઉપચારાત્મક અભ્યાસક્રમો
  24. સૂક્ષ્મ-આયોજન-ઘરગથ્થુ સર્વેક્ષણો,સામુદાયિક ગતિશીલતા,શાળા-આધારિત પ્રવૃતિઓ,ઓફીસ સુસજ્જતા,તમામ સ્તરો પર પ્રશિક્ષણ અને અભિવિન્યસ્તિકરણ ઈત્યાદિ માટેની પ્રારંભિક પ્રવૃતિઓ
    • રાજ્ય દ્વારા યથાર્થપણે સૂચિત જીલ્લાના વિશિષ્ટ પ્રસ્તાવ મુજબ.જીલ્લા કે રાજધાની શહેરોની અંદરના શહેરી વિસ્તારોને આયોજન માટે આવશ્યકતા મુજબ સ્વતંત્ર એકમ તરીકે વર્તવામાં આવી શકે છે

સ્ત્રોત: સર્વ શિક્ષા અભિયાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate