অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય પ્રતીકો

”pratiko

આ પસંદગી ભારતના રાષ્ટ્રીય ઓળખ તત્વો વિશે વર્ણવે છે.આ પ્રતીકો ભારતીય ઓળખ અને વારસા માટે આવશ્યક છે.વિશ્વભરમાં રહેલા તમામ વસતી વિષયક પાર્શ્વભૂમિવાળા ભારતીયો આના માટે ગૌરવ લે છે.રાષ્ટ્રીય પ્રતીકો તમામ ભારતીયોના હ્રદયમાં ગૌરવ અને દેશદાઝની લાગણી જન્માવે છે.

રાષ્ટ્રીય ધ્વજ

રાષ્ટ્રીય ધ્વજ એ આડા ત્રણ રંગોનો બનેલો છે જેમાં સમાન ગુણોત્તરમાં સૌથી ઉપર ગાઢ કેસરી રાષ્ટ્રીય ધ્વજ એ આડા ત્રણ રંગોનો બનેલો છે જેમાં સમાન ગુણોત્તરમાં સૌથી ઉપર ગાઢ કેસરી રંગ(કેસરીયા),વચમાં સફેદ રંગ અને નીચે ઘેરો લીલો રંગ.ધ્વજની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર બે છેદ ત્રણ છે.પહેળા પટ્ટાના કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનું પૈડું છે જે ચક્ર બતાવે છે.પૈડાની રચના અશોકના સ્તંભ સરનાથ સિંહના પૃષ્ઠભાગ પર દેખાતી હતી તેવી છે. તેની જાડાઈ તેની પહોળાઈને લગભગ બરાબર છે અને તેમાં 24 આરાઓ છે.રાષ્ટ્રીય ધ્વજની રચના 22મી જુલાઈ 1947ના રોજ ભારતીય સંવિધાન સભા દ્વારા સ્વીકૃત કરવામાં આવી હતી.

સમય-સમયેર સરકાર દ્વારા બિનકાનૂની દિશાસૂચનો બહાર પડતા હોવા છતાં, રાષ્ટ્રીયધ્વજના પ્રદર્શનને પ્રતીકો અને નામો(અયોગ્ય ઉપયોગનો અટકાવ) કાયદો,1950(1950નો ક્ર.12) અને રાષ્ટ્રીય સન્માન કાયદો,1971(1971નો ક્ર.69)ના અનાદરને અટકાવવા માટેની જોગવાઈઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો છે.ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 એ તમામ સંબંધિત વ્યક્તિઓના માર્ગદર્શન અને લાભ માટે આવા પ્રકારના તમામ કાયદાઓ,પ્રણાલિકાઓ,આચરણો અને દિશાસૂચનોને  એકત્ર લાવવાનો પ્રયાસ છે.

ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002,એ 26મી જાન્યુઆરી 2002થી પ્રભાવમાં આવ્યું છે અને તેના વિદ્યમાનતાથી તેણે ‘ફ્લેગ કોડ-ઈન્ડીયન્સ’નું સ્થાન લીધું છે. ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય જનતા,ખાનગી સંગઠનો,શિક્ષણાત્મક સંસ્થાઓ ઈત્યાદિના સભ્યો દ્વારા રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન પર કોઈ પ્રતિબંધ નથી સિવાય પ્રતીકો અને નામો(અયોગ્ય ઉપયોગનો અટકાવ) કાયદો,1950(1950નો ક્ર.12) અને રાષ્ટ્રીય સન્માન કાયદો,1971(1971નો ક્ર.69)ના અનાદરનો અટકાવ અને તે વિષય પરના બીજા અધિનિયમિત કાયદાઓમાં બતાવેલી મર્યાદાઓ પ્રમાણે પ્રદર્શન હોય.

રાષ્ટ્રીય પક્ષી

ભારતીય મોર, પેવો ક્રસ્ટેટસ, ભારતનું રાષ્ટ્રીય પક્ષી,એ એક રંગીન,હંસના કદનું પંખા-જેવી પીંછાઓની કલગી સાથેનું,આંખની અંદર સફેદ ચકતી અને લાંબી,પાતળી  ગરદન સાથેનું પક્ષી છે. આ જાતિના નરો ચમકતી વાદળી રંગની છાતી અને ગરદન અને અંદાજે 200 લાંબા પીંછાઓ સાથેની આકર્ષક તામ્ર-લીલા રંગની પૂંછડી સાથે માદાઓ કરતાં વધારે રંગીન હોય છે.માદાઓ ભૂરા રંગની,નર કરતા જરા નાની અને પૂંછડી વગરની હોય છે.નરનું પૂંછડી પટકાવતુ અને તેના પીંછા ઉછાળતું વ્યાપક પ્રણયયાચન નૃત્ય એ એક સુંદર દ્રશ્ય છે.

રાષ્ટ્રીય ફૂલ

કમળ (નેલુમ્બો ન્યુસીપેરા ગેર્ટન્) એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે. આ એક પવિત્ર ફુલ છે અને પ્રાચીન ભારતની કળા અને પૌરાણીકતામાં અનોખું સ્થાન મેળવે છે અને અતિપ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનું શુભ પ્રતીક છે.

ભારત વનસ્પતિથી સમૃદ્ધ છે.વર્તમાનની ઉપલબ્ધ માહિતીએ વનસ્પતિ વિવિધતામાં ભારતને વિશ્વના દસમા સ્થાન પર અને એશિયાના ચોથા સ્થાન પર મૂક્યું છે. અત્યાર સુધીના સર્વેક્ષણ મુજબ અંદાજે 70 ટકા ભૌગોલિક ક્ષેત્રમાંથી 47,000 વનસ્પતિ જાતિઓ ભારતીય વનસ્પતિશાસ્ત્રીય સર્વેક્ષણ (BSI) દ્વારા વર્ણવામાં આવી છે.

રાષ્ટ્રીય વૃક્ષ

ભારતીય અંજીરનું વૃક્ષ,ફાયકસ બેંગેલેન્સીસ,જેની ડાળીઓ મૂળીયા પોતે જ વિશાળ વિસ્તાર પરના નવા વૃક્ષ જેવા છે.આ મૂળીયા પાછા નવા થડો અને ડાળીઓ પેદા કરે છે.આ લાક્ષણિકતાના અને તેની લાંબી આવરદાના કારણે,આ વૃક્ષને અમર ગણવામાં આવે છે અને ભારતની પુરાણકથા અને દંતકથાનું અભિન્ન અંગ માનવામાં આવે છે.આજે પણ,ગ્રામ્ય જીવન માટે વડનું ઝાડ એ કેન્દ્ર બિંદુ છે અને ગ્રામ્ય પંચાયતો આ વૃક્ષની છાયા હેઠળ બેસે છે.

 

રાષ્ટ્રીય ગીત

ભારતનું રાષ્ટ્રીય ગીત એ વિવિધ પ્રસંગો પર વગાવવામાં કે ગાવામાં આવે છે. આવા પ્રસંગો પર યોગ્ય ઔચિત્યના અનુસરણ દ્વારા રાષ્ટ્રગીતને આદર આપવા વિશે અને કયા પ્રસંગો પર તેને વગાડાય કે તેને ગવાય તેના વિશે રાષ્ટ્રગીતની યોગ્ય રજૂઆત માટે સમય-સમયપર દિશાસૂચનો બહાર પાડવામાં આવે છે. સામાન્ય માહિતી અને માર્ગદર્શન માટે આ દિશાસૂચનોનો સારાંશને આ માહિતી પત્રકમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ગીત-સંપૂર્ણ અને ટૂંકી રજૂઆતો

સ્વર્ગસ્થ કવિ રવિન્દ્રનાથ ટાગોરના ગીતની પ્રથમ કડીના શબ્દોની રચના અને સંગીત "જન ગણ મન" ને ભારતનું રાષ્ટ્રગીત કહેવામાં આવે છે.તેને નીચે મુજબ વંચાય છે:

જન-ગણ-મન-અધિનાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા.
પંજાબ-સિંધ-ગુજરાત-મરાઠા
દ્રાવિડ-ઉત્કલ-બંગ
વિંધ્ય-હિમાચલ-યમુના-ગંગા
ઉચ્છલ્લ-જલધિ-તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માગે,
ગાયે તવ જય ગાથા,
જન-ગણ-મંગલ-દાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા.
જય હે,જય હે,જય હે,
જય જય જય, જય હે!

રાષ્ટ્રીય નદી

ગંગા કે ગંગેસ એ ભારતની સૌથી મોટી નદી છે જે પર્વતો,ખીણો અને મેદાનોના 2,510 કિં.મીથી પણ વધારેના વિસ્તાર પર વહે છે.તેનું ઉદ્ભવસ્થાન હિમાલયોના ગંગોત્રી હિમનદીના હિમક્ષેત્રોમાં ભગીરથી નદી તરીકે છે.પાછળથી તેનામાં બીજી નદીઓ ભળે છે જેવી કે અલખનંદા, યમુના,સન,ગોમતી,કોશી અને ઘાગરા. ગંગા નદીનો કિનારો એ વિશ્વનો સૌથી ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને 1,000,000 ચો.ફૂટના વિસ્તારને આવરે છે.નદી પર બે ડેમો છે-એક હરિદ્વાર પર અને બીજો ફરક્કા પર.ગંગા નદી પરના ડોલ્ફીનો લુપ્તપ્રાય: પ્રાણી છે જે ખાસ કરને આ નદી પર વસવાટ કરે છે.

ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે.મહત્વના ધાર્મિક અવસરો નદીના કાંઠા પરના શહેરો પર યોજવામાં આવે છે જેવા કે વારાણસી,હરિદ્વારા અને અલાહબાદ.ગંગા પોતાની યાત્રા બંગાળની ખાડીમાં પૂર્ણ કરતાં પહેલા તેના પ્રવાહને બાંગ્લાદેશના સુંદરવનની પોચી જમીનમાંના ગંગેસ ત્રિકોણપ્રદેશમાં ફેલાવે છે

રાજ્ય ચિહ્ન

રાજ્ય ચિહ્ન એ અશોકના સ્તંભ સરનાથ સિંહ પરની એક રજૂઆત છે.વાસ્તવિકતામાં,ઘંટાકાર કમળ પર મધ્યવર્તી પૈડાઓ દ્વારા અલગ કરેલા હાથી,પૂરપાટ દોડતો ઘોડો,આખલો અને સિંહના ઉચ્ચ ભાસ્કર્યમાં નકશીકામવાળી શિલ્પકળાઓ સાથે પૃષ્ઠભાગ પર આરૂઢ કરેલા,એક પછી એક ઊભેલા,ચાર સિંહો છે.સ્તંભને ધર્મના ચક્ર (ધર્મ ચક્ર)દ્વારા અભિષિત કરવામાં આવ્યો છે,પૉલીશ કરેલા રેતીના પથ્થરમાંથી કાપેલો ટૂકડો.

26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકૃત કરાયેલા રાજ્ય ચિહ્નમાં,માત્ર ત્રણ સિંહો દ્રશ્યમાન છે,ચોથો સિંહ અવલોકનમાં દેખાતો નથી.ચક્ર જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડા સાથે પૃષ્ઠભાગના કેન્દ્રમાંની ઉપસી આવેલી આકૃતિમાં દેખાય છે અને બીજા ચક્રોની કોરો તદ્દન બહારની જમણી અને ડાબી બાજુ દેખાય છે.ઘંટાકાર કમળનો સમાવેશ કરવામાં આવ્યો નથી.મુંડક ઉપનિષદ પરના શબ્દો સત્યમેવ જયતે જેનો અર્થ થાય છે કે ‘સત્ય એકલું હોય તો પણ વિજય પામે છે’,તેઓને અહિંયા નીચે દેવનગરી સ્ક્રીપ્ટમાં લખવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કેલેન્ડર

ચૈત્રને પ્રથમ માસ અને 365 દિવસોના સામાન્ય વર્ષ સાથે,શાકા યુગના આધારે 22મી માર્ચ 1957થી ગ્રેગોરીયન કેલેન્ડર સાથે રાષ્ટ્રીય કેલેન્ડરને નિમ્નલિખિત સત્તાવાર કારણોસર સ્વીકૃત કરવામાં આવ્યું હતું:

  1. ભારતના સમાચારપત્રો
  2. ઓલ રેડિયો દ્વારા સમાચાર પ્રસારણ
  3. ભારત સરકાર દ્વારા નિર્ગમિત કેલેન્ડરો અને
  4. જાહેર જનતાને સંબોધીને સરકારી સંચારો

રાષ્ટ્રીય કેલેન્ડરની તારીખોને ગ્રેગોરીયન કેલેન્ડરની તારીખો સાથે કાયમી મેળ છે.1 મોટાભાગે ચૈત્ર મહિનો 22મી માર્ચના અને લીપ વર્ષમાં 21મી માર્ચે આવે છે.

રાષ્ટ્રીય પ્રાણી

પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.

રાષ્ટ્રીય કવિતા

બંકીમચંદ્ર ચેટરજી દ્વારા સંસ્કૃતિમાં રચેલું કાવ્ય વંદે માતરમ્, એ સ્વતંત્રતા માટેની લડાઈમાં લોકોને પ્રેરણા પૂરુ પાડતું સ્ત્રોત હતું.તેનો જન-ગણ-મન. સાથેનો સમાન દરજ્જો છે.પ્રથમ રાજનૈતિક પ્રસંગ જેમાં તેને ગાવામાં આવ્યું હતું તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1896 સત્ર હતું.નીચે આપેલા શબ્દો એ તેની પ્રથમ કડીના છે:

વંદે માતરમ્!
સુજલામ્, સુફલામ્, મલયજ શીતલામ્,
શસ્યશ્યામલામ્, માતરમ્!
વંદે માતરમ્!
શુભ્રજ્યોત્સના પુલક્તિયામિનમ્,
ફુલ્લકુસુમિતા દ્રમુદલા શોભિનમ્,
સુહાસિનમ્ સુમધુર ભાષિનમ્,
સુખદામ વરદામ, માતરમ્!
વંદે માતરમ્, વંદે માતરમ્!

The English translation of the stanza rendered by Sri Aurobindo in prose 1 is:

I bow to thee, Mother,
richly-watered, richly-fruited,
cool with the winds of the south,
dark with the crops of the harvests,
The Mother!
Her nights rejoicing in the glory of the moonlight,
her lands clothed beautifully with her trees in flowering bloom,
sweet of laughter, sweet of speech,
The Mother, giver of boons, giver of bliss.

રાષ્ટ્રીય ફળ

મેંજીફેરા ઈન્ડીકા વૃક્ષનું જાડું ફળ,પાકેલું ખવાય છે અથવા કાચું અથાણા બનાવવા માટે વપરાય છે,કેરી એ ઉષ્ણકટિબંધ વિશ્વનું સૌથી મહત્વનું અને વ્યાપકપણે સંવર્ધિત ફળોમાંનું એક છે.તેનું રસાળ ફળ એ એ વિટામીન એ,સી અને ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે.ભારતમાં પ્રાચીન સમયથી કેરીઓની 100થી પણ વધારે વિવિધતાઓ છે.કવિ કાલીદાસે તેના વખાણ કર્યા છે.એલેક્ઝાંડરે તેના સ્વાદની મજા માણી છે જેવી રીતે ચીની પ્રવાસી હીયુન ટીસેંગે માણી હતી.મોગલ સમ્રાટ અકબરે બિહારના દરભંગામાં 100,000 કેરીના વૃક્ષ રોપ્યા હતા જેને આજે લખી બાગ કહેવાય છે.

રાષ્ટ્રીય રમત

ભારત જ્યારે હોકીની રમત રમ્યું ત્યારે તેણે વિજય પ્રાપ્ત કર્યો.આપણા રાષ્ટ્ર પાસે આઠ ઓલિમ્પિક સોનાના ચંદ્રકો સાથેનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.1928-56 સુધી ભારતીય હોકીનો સુવર્ણકાળ હતો,જે સમયે ભારતીય હોકી ટીમે છ ક્રમિક ઓલિમ્પિક સોનાના ચંદ્રકો જીત્યા હતા.ટીમે બે બીજા ચંદ્રકો (ચાંદી અને તામ્ર) સિવાય 1975નો વિશ્વ કપ પણ જીત્યો હતો.ભારતીય હોકી સંઘે 1927માં વૈશ્વિક જોડાણ પ્રાપ્ત કર્યું હતું અને આંતર્રાષ્ટ્રીય હોકી સંઘની સાથે જોડાયા હતા.

ભારત તેની સોનેરી ગાથાની શરૂઆત કરવા માટે ઓલિમ્પિકમાં દાખલ થયું તેથી ભારતીય હોકી સંઘના ઈતિહાસની શરૂઆત થઈ.ટુરે ભવ્ય સફળતા મેળવી જેમાં ભારતે 21 મેચોમાંથી 18 જીતી અને દંતકથાત્મક ધ્યાન ચંદ્ર ભારત તરફથી જવાબ તરીકે 192માંથી 100 ગોલોથી પણ વધારે સ્કોરો કરવા દ્વારા બધાના ધ્યાનું કેન્દ્ર બન્યો હતો.1928માં એમ્સ્ટરડમમાં મેચનો આરંભ થયો હતો અને 1932માં ભારત વિજય પ્રવાસ પર લોસ એન્જેલસમાં ગયું હતું અને 1936માં બર્લિનમાં અને તેથી ઓલિમ્પિકમાં સોનાના ચંદ્રકોની લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.

ભારતની સ્વતંત્રતા પછી; ભારતીય ટીમે 1948ના લંડન ઓલિમ્પિક્સ,1952 હેલ્સીન્કી ગેમ્સ અને મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સોનાના ચંદ્રકોની બીજી લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.

સુવર્ણ યુગ દરમ્યાન, ભારતે 24 ઓલિમ્પિક મેચો રમી હતી,તે તમામ 24 જીતી હતી,178 ગોલોનો સ્કોર કર્યો હતો(7.43 ગોલ પર મેચની સરેરાશ પર) અને માત્ર 7 ગોલો છોડ્યા હતા.ભારત માટે બીજાબે સોનાના ચંદ્રકો 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં અને 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં આવ્યા હતા.

રાષ્ટ્ર પિતા

ભારત ના રાષ્ટ્ર વિષે ની વાત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના ઉલ્લેખ વગર અધૂરું લાગે...

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate