રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ - એ વાતનો કયારેય વિચાર કર્યો છે ખરો? આ ‘નિર્ણયો’ અલગ અલગ પ્રકારના હોય છે જેમ કે :
રોજિંદા ઘટનાક્રમના ભાગરૂપે લેવાતા નિર્ણયો - સ્કૂ:લ / ઓફિસ જવાનો નિર્ણય, સવારે બ્રશ કરવાનો - નાહવા જવાનો કે રાત્રે સૂવા જવાના નિર્ણયો... આ બધા જ નિર્ણયો આપણા રોજબરોજના જીવનનો એક ભાગ છે જ. આથી બહુ જ સહજતાપૂર્વક આ નિર્ણયો આપણે લઇએ છીએ. તેનું પાલન કરીએ છીએ.
કેટલાક નિર્ણયો એવા પણ હોય છે કે તેની પાછળ કોઇ લોજીક હોતું નથીઇ જે-તે સમયની જરૂરિયાતોને ધ્યારનમાં રાખીને જે-તે ક્ષણે જ નિર્ણય લઇએ છીએ. દા.ત., સ્કૂરલ/કૉલેજ/ઓફિસથી પાછા ફરતી વખતે ખૂબ જ ભૂખ લાગી છે. મિત્રો જોડે દાબેલી / વડાપાઉ કે ગરમાગરમ નાસ્તોં કરી લીધો. તરસ લાગી હોય તો ઠંડું પીણું પીવાનો નિર્ણય.
કેટલાક નિર્ણયો ‘ક્ષણિક આવેશ’ નો ભાગ હોય. દા.ત. પ્રોવિઝન સ્ટો રમાં સાબુ ખરીદવા ગયા, નવા સાબુ પર નજર પડી. તેની સુગંધ (fragrance) પસંદ પડી અને સાબુ ખરીદી લીધો. કોઇ નવી બૉલપેન / Gel pen પસંદ પડી અને તે ખરીદી લીધી.
અને હા, કેટલાક નિર્ણયો એવા પણ હોય કે આપણે બહુ જ વિચારીને નિર્ણય લઇએ. દા.ત., નવું Washing Machine કે Bike ખરીદવાના હોય તો ? આપણે ખરીદવાનું વિચારતા હોય ત્યા રથી જ વિવિધ Washing Machine / Bike ની જાહેરાતો ધ્યા નથી જોઇએ / વાંચીને / સાંભળીએ .... ભાવ / Quality / Services ની તુલના (comparison) કરીએ. મિત્રોનો / સગાસંબંધીઓનો અભિપ્રાય પૂછીએ. બે-ચાર show-rooms ની મુલાકાત લઇને સરવે કરીએ. આપણને જેની પર વિશ્વાસ હોય તે વેપારીને પણ પૂછીએ અને ત્યાનરબાદ જ જે-તે વસ્તુભ ખરીદવાનો નિર્ણય બહુ જ વિચારીને લઇએ. એટલે કે પૂરી સામેલગીરી (involvement) સાથે અને તર્ક (logic) ના આધારે જ નિર્ણય લઇએ. મિત્રો, Bike કે Washing Machine આજે ખરીદ્યા પછી જરૂર પડયે પાંચ - સાત વર્ષે ફરી વાર પણ લઇ શકાશે, પરંતુ જે નિર્ણય મારે - તમારે એક જ વાર (આપણા સમગ્ર જીવનમાં એક જ વાર) કરવાનો હોય છે તે નિર્ણય છે : ધોરણ ૧૦ પછી શું ? આપણા જીવનમાં આપણે ઘણા બધા મહત્વ ના નિર્ણયો પણ લઇએ છીએ. પરંતુ આ કદાચ બહુ જ મહત્વાનો / અત્યં૦ત મહત્વજનો નિર્ણય છે. આથી જ બહુ વિચારીને લેવા જેવો આ નિર્ણય છે.... આ એક નિર્ણયને આધારે કદાચ આપના જીવન અને કારકિર્દીની દિશા નક્કી થશે. અગાઉ મૅટ્રિક થયા પછી ઘણા વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યા સ ન કરવાનો પણ નિર્ણય કરતાં હતાં. પરંતુ આજે તો આ વાત જ અપ્રસ્તુથત લાગે છે ને?
ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્પોા ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્તેર જવું કે પેલા રસ્તેર જવું એવી મૂંઝવણ થાય. ‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય. પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જે પણ નિર્ણય લો તે વિચારીને / સમજીને લેશો. બધા વિકલ્પોરની જાણકારી મેળવીને / વિવિધ વિકલ્પોરની તુલના કરીને / જરૂર પડયે જાણકાર - નિષ્ણાોત વ્યળક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા / સંજોગો / નબળાં - સબળાં પાસાંઓ ધ્યા નમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્ઠન રહેશે.
ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલના જવાબમાં એટલું જ કહી શકાય કે આપની પાસે ઘણા બધા વિકલ્પો છે અને આપ ધારો તો આકાશને પણ ચૂમી શકો એટલી બધી શક્યતાઓ છે જ. અંગ્રેજીમાં શબ્દ પ્રયોગ છે. ‘Sky is the limit’ શું આકાશને સીમાડાઓ છે ખરા ? જેમ આકાશને પણ ચૂમી શકો તેટલી શક્યતાઓ છે. ધોરણ ૧૦ પછી પસંદગી માટે સમગ્ર આકાશ ખુલ્લું છે અને આપની પાસે છે આકાશની માફક અમાપ, અસીમિત શક્યતાઓ અને વિકલ્પોલ... ગણ્યામ ગણાય નહીં તેટલાં સપનાંઓ આપની પાસે છે. તો આ સપનાંને સાકાર કરી બતાવવાની શક્યતા અને શક્તિ પણ આપના જ હાથમાં છે.
પસંદગીના વિકલ્પો
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્યપ વિકલ્પોી છે તે પર નજર કરીએ તો :
ધોરણ ૧૧-૧૨ – Higher Secondary માં એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્યય પ્રવાહ (વિનયન-વાણિજ્ય), ઉત્ત–ર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્પો છે.
ધોરણ ૧૦ પછીના વ્યતવસાયલક્ષી ડિપ્લો્માં અભ્યામસક્રમો (ડિપ્લોણમાં ઇન એકાઉન્ટ.ન્સીમ, ડિપ્લોનમાં ઇન બૅન્કિ્ગ, ડિપ્લો માં ઇન હોમસાયન્સ) ઇત્યાતદિ) માં એડમિશન મેળવવું.
ધોરણ ૧૦ પછીના ટેકનિકલ ડિપ્લોયમાં અભ્યાિસક્રમોમાં (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ, મેટલર્જી, કેમિકલ, પ્લાકસ્ટિકક, પ્રિન્ટિમગ, ફેબ્રિકેશન, હોમસાયન્સક, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્ટા ઇલ મેન્યુસફેક્ચરિંગ/ટેકનોલોજી ઇત્યાાદિ ક્ષેત્રોમાં) પ્રવેશ મેળવવો. આ ડિપ્લોઉમાં અભ્યામસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્વાનિર્ભર સંસ્થાાઓ ખાતે લઇ શકે છે.
ધોરણ ૧૦ પછી આપના માટે નોકરીની પણ કેટલીક સારી તકો છે જ - જો આપ આગળ અભ્યાવસ કરી શકો તેવા સંજોગો ન હોય તો.
ધોરણ ૧૨ કોમર્સ :
૧૨ આર્ટસ અને ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્યા કરતાં બમણી સંખ્યા ધોરણ ૧૨ કોમર્સના સ્ટુડન્ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્ટુડન્ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ MBA અને M.Sc. (TT) M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.
ધોરણ ૧૨ આર્ટસ :
આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અનેક અભ્યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સાયકોલોજી, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિસ્ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્યાસ કરી શકાય છે. કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્ટુડન્ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્યાસક્રમ શરૂ થયેલ છે.
ધોરણ ૧૨ સાયન્સ :
દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્યા હોય તો ઘણાને ૧૧ સાયન્સમાં એડમિશન લેવાની ઇચ્છા થાય છે. દસમાં ધોરણમાં પચાસ ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્યા દર વર્ષે ઘટતી જાય છે. ધોરણ ૧૨ સાયન્સમાં સારા માકર્સ આવશે કે નહીં તેની ચિંતા ઘણાનાં મનમાં હોય છે.
સાયન્સ પ્રવાહમાં ત્રણ વિકલ્પો છે
Group A: Physics, Chemistry - Maths. (Biology વિષય નથી)
Group B: Physics, Chemistry - Biology - (Maths વિષય નથી)
Group C: Physics, Chemistry - Maths. (ગ્રુપ AB કહેવાય છે.)
આમ, જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખે છે તેઓ Group "B" ના વિષયો પસંદ કરી શકે અને જેઓ ફક્ત એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખતા હોય તેઓ Group "A" ના વિષયો પસંદ કરી શકે છે. A/B ગૃપ રાખવાથી મહેનત વધુ કરવી પડે પણ એડમિશનના ચાન્સ વધુ અને દરેક શાખામાં પ્રવેશની શક્યતા રહે છે.
સામાન્ય પ્રવાહ કે સાયન્સ
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ ધોરણ ૧૧ ને ધોરણ ૧૨ નો અભ્યાસ પહેલી પસંદગીમાં રાખીએ તો એડમિશન શેમાં લેવું ? કોમર્સમાં કે સાયન્સમાં ?
સવાલ મહેનત કરવાનો છે : ધોરણ ૧૦ પછી અભ્યાસ બદલાય છે. આટર્સ, કોમર્સ અને સાયન્સમાં નવા વિષયો આવે છે. તમે જે વિષય પસંદ કરો તે વિષયમાં મહેનત તો કરવાની જ છે. આપણે એવું માનીએ છીએ કે (૧) સાયન્સમાં બહુ જ મહેનત કરવી પડે, (૨) કોમર્સમાં થોડી મહેનતથી ચાલે અને (૩) આટર્સના વિષયો રાખીએ તો ખાસ કંઇ મહેનત કરવાની જરૂર નથી. આ માન્યતાઓ ખોટી છે.
વધુ મહેનતનો યુગ : કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આ યુગ છે. દરરોજ ૧૨ કલાક જેટલી મહેનત તો કરવી જ જોઇએ. તમે જુઓ મમ્મી રોજ કેટલા કલાક કામ કરે છે ? પપ્પા પણ કેટલું કામ કરે છે ? પપ્પા પણ કેટલું કામ કરે છે ! બિઝનેસ હોય કે નોકરી, જે વધારે કલાક કામ કરે છે તે આગળ આવે છે.
તમે પણ વધુ મહેનતની ટેવ પાડી શકો. ધોરણ ૧૧ ના પહેલા ચાર-પાંચ મહિના તમને આ માટે મળે છે. તમે રોજ વધુ ને વધુ કલાક ભણવાની ટેવ પડી ગયા પછી તમે સાયન્સના વિષયો રાખો કે કોમર્સના, ૮૦% થી વધારે માકર્સના સ્ટુડન્ટ તરીકે તમારી ગણના થવાની જ છે.
સાયન્સ રાખવું સારું?
આપ ખાનગી ઉમેદવાર તરીકે પણ - ઘરે રહીને પણ - આગળ અભ્યા સ કરી શકો.
હવે આપ જ કહો : છે ને અનંત તકો...
આપે ધોરણ ૧૦ પછીના વિકલ્પોત પર એક ઊડતી નજર કરીને ? હવે આપ જ કહો છો ને આકાશ જેટલી અનંત તકો. જો કોઇ ક્ષેત્રમાં વિકાસની, આગળ વધવાની અગણિત તકો હોય, તો આપણે કહીએ છીએ કે Sky is the limit હવે આપણે ધોરણ ૧૦ પછીની તકોના સંદર્ભમાં પણ આ જ વાક્ય કહી શકીએ ને?
આમ, ધોરણ ૧૦ પછી આખું આકાશ તમારા જ સ્વા ગત માટે ખુલ્લુંહ છે. તમારા પગ પાસે લીલીછમ જાજમ છે અને આપ ધારો તો સામે કોઇ જ અવરોધ પણ નથી. આપ આ જાજમ પર પગ મૂકો, ચાલો, દોડો.... તમારી તાકાત હોય તેટલાં રંગીન સપનાં લઇને દોડો.... Sky is the limit...
તો ધોરણ ૧૦ પછી આગળ અભ્યા.સ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યા નમાં લઇને જે પણ વિકલ્પક પસંદ કરો. તેમાં આપ જો Top પર રહેશો તો - એટલે કે પ્રથમ પાટલીના First Bench ના વિદ્યાર્થી રહેશો તો - આપના માટે સમગ્ર આકાશ ખુલ્લુંp છે જ.
સાયન્સઆ - કોમર્સ - આર્ટસ કયો પ્રવાહ પસંદ કરવો ? કે પછી અન્યથ કોઇ કરવા ?
આપણે જાણીએ છીએ તેમ દર વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ ની Board Exam. પાંચથી છ લાખ વિદ્યાર્થી મિત્રો આપે છે જ. તેમાંથી ત્રણથી ચાર લાખ મિત્રો આ પરીક્ષા પાસ કરે છે. આ મિત્રો અને તેમના વાલીઓને એક મહત્વરનો નિર્ણય લેવાનો છે કે હવે શું કરવું જોઇએ ? કારણકે આ નિર્ણય સમગ્ર કારકિર્દીની દિશા નક્કી કરનારો નિર્ણય પુરવાર થઇ શકે તેવી શક્યતાઓ છે - આથી બધાં જ પાસાંઓનો વિચાર કરીને આપણે આ નિર્ણય લેવાનો છે.
ધોરણ ૧૦ પછી શું ? મુખ્યધ વિકલ્પો
ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્યર રસ્તાિઓની વાત કરીએ તો : (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યા સ (૨) ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્યસ ડિપ્લોતમાં કોર્સમાં અભ્યા)સ (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાપસ (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યા્સ (૫) ફાઇન આર્ટ ડિપ્લોમાં કોર્સમાં અભ્યાઆસ (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાફસ (૭) કેટલાક પ્રોફેશ્નંલ કોર્સમાં અભ્યાાસ અથવા (૮) આગળ અભ્યા સ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું.
પહેલી પસંદગી ધોરણ ૧૧-૧૨:
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્યાધસ માટે મુખ્યસ બે પ્રવાહો છે : (૧) સામાન્ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.
સામાન્ય પ્રવાહમાં અભ્યાયસ :
(૧) આર્ટસના વિષયો રાખીને અથવા (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્કૂોલ લે છે અને ધોરણ ૧૨ સામાન્યલ પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્કૂસલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે.
ડિપ્લોમાં એડમિશન લેવુ ?
ધોરણ ૧૦ પછી (૧) કમ્પ્યુટર સાયન્સ (૨) ઇન્ફર્મેશન ટેકનોલોજી (૩) કમ્પ્યુટર ટેકનોલોજી (૪) ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (૪) ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન જેવા ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવા મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં રાજયો (ઓછા ટકાથી) તમને આમંત્રણ આપે છે. આપણે ત્યાં આ પ્રકારના ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ ૧૨ સાયન્સ પછી છે.
હવે જો કે ગુજરાતમાં આ પ્રકારના ફેરફાર આવેલ છે અને ઉપરોક્ત કોર્સ (બ્રાન્ચ) મળે છે પણ એડમિશનમાં ઊંચી ટકાવારી થાય છે.
ડિપ્લોમાં પછી ડિગ્રી
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ કરેલ હોય, તો તમને ડિગ્રી એન્જિનિયરિંગ માં એડમિશન મળી શકે છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરનારને મેરિટ પ્રમાણે જે તે એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળશે. આ માટે દસ ટકા બેઠકો પણ અનામત રાખવામાં આવશે. એટલે કે ડિપ્લોમાના આધાર પર ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ધોરણ ૧૨ સાયન્સ કરવું જરૂરી નથી.
ધોરણ ૧૨ Commerce / Arts પછી શું થઇ શકે ?
અગાઉ કહ્યું તેમ ધોરણ ૧૦ પછી આપણે જે પણ વિષયો પસંદ કરીએ, આપણે જે - તે વિષયો / વિદ્યાશાખા પસંદ કર્યા પછી આગળ કયા કયા વિકલ્પો છે, તે ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવાના છે.
આપણે જાણીએ છીએ કે ધોરણ ૧૦ પછી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ધોરણ ૧૧ માં General Stream માં પ્રવેશ લે છે. ધોરણ ૧૧-૧૨ માં સામાન્ય પ્રવાહ અંતર્ગત Arts અને Commerce ના વિષયો હોય છે. આ Science, General Stream ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં વ્યવસાય લક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિકલ્પો પણ છે.
આપ ધોરણ ૧૨ માં કોમર્સ કે આટર્સ ના વિષયો રાખો તો ત્યાર પછી આપ આ વિદ્યાશાખાઓમાં આગળ અભ્યાસ કરી શકો.
યાદ રહે, આપ અંગ્રેજી વિષય સાથે કે અંગ્રેજી વિષય વગર ધોરણ ૧૧-૧૨ નો અભ્યાસ કરી શકો. પરંતુ આજના યુગમાં અંગ્રેજી ભાષાની અવગણના કરવા જેવું નથી. આથી અંગ્રેજી વિષય ખાસ રાખવો. આપ કોઇ પણ ક્ષેત્રમાં જાઓ - અંગ્રેજી ભષાનું જ્ઞાન આપને મદદરૂપ થશે જ.
કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે ‘દોસ્તી’ કરશો તો ફાયદો આપને જ છે !! ‘‘ ૨૧ મી સદી - ઉજ્જવળ ભવિષ્ય’’
ખરેખર સાચી જ વાત છે ને ? આ ૨૧ મી સદી એટલે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે દોસ્તી કરવાનો સમય. ૨૧ મી સદી એટલા માટે મહત્વની છે કે એના પહેલાં પાંચ વર્ષ ઇન્ટરનેટનાં છે. આ પાંચ વર્ષ ઇન્ટરનેટનાં છે. આ પાંચ વર્ષ તમારાં પણ બની શકે, પણ જો તમે ઇન્ટરનેટને ફ્રેન્ડ બનાવો તો.
માર્ચ ૨૦૦૫ માં લેવામાં આવેલ આ પરીક્ષા માર્ચ ૨૦૧૦ માં કેવી હશે ? આ વર્ષે પાંચમું ધોરણ પાસ કરી છઠ્ઠા ધોરણમાં દાખલ થયેલા લિટલ માસ્ટર્સ - નાનકડા સ્ટુડન્ટ ફ્રેન્ડસ ઇ.સ. ૨૦૧૦ માં ધોરણ ૧૦ ની પરીક્ષા કમ્પ્યુટર પર on line આપતા હશે એટલે તો જે સ્માર્ટ છે તે કમ્પ્યુટર સાથે પાકી ભાઇબંધી કરી લેવાના. તમે કમ્પ્યુટરને તમારા સૌથી પ્રિય મિત્ર જ બનાવી દેજો.
બસ પછી જોજો એની દોસ્તીની કમાલ.
ધોરણ ૧૦ ની માર્કશીટ તમારા હાથમાં છે. પહેલું પગલું ભરવા એક પગ જમીન પરથી અધ્ધર આકાશમાં આવ્યો છે. બીજો પગ હજુ તો જમીન પર જ છે. અવનવાં સપનાં જોવા આખું આકાશ છે અને પુરુષાર્થ માટે સમગ્ર પૃથ્વી છે. દસમાં ધોરણ પછી તમે કારકિર્દીના મેદાનમાં પગ મુકવાના છો. એક પછી એક ડગલાં મૂકો. ચાલો - દોડો. જમીન અને આકાશ સતત તમારી સાથે છે. બ’ને આંખોમાં સપનાં આંજી આગળ ચાલજો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેના ખાસ મિત્રો હોય એના તમામ વર્ગો સિદ્ધિ અને સફળતાના માર્ગો જ બનાવાના છે.
ધોરણ ૧૦ પછીના માર્ગો :
ધોરણ ૧૦ પછી સામાન્યો રીતે આટલા માર્ગો મુખ્યે જોવા મળે છે :
સૌથી શ્રેષ્ઠ૯ માર્ગો :
જો ઇન્ટેરનેટ સાથે મિત્રતા કરશો તો કોઇ ચિંતા જ નથી. એનો જાદુ અદભુત છે. તમને સૌથી શ્રેષ્ઠ માર્ગ પર જ લઇ જશે. આગળ દર્શાવેલ નંબર ૧ થી ૧૦ સુધીના માર્ગોની વાત કરીએ તો ૧ (પહેલો) નંબર સૌથી શ્રેષ્ઠગ માર્ગ છે અને છેલ્લો નંબર એટલે નંબર ૧૦ ના માર્ગ સામે ભૂલથી પણ જોવું નહીં.
૨૧ મી સદી પોકારીને કહે છે કે ભણવાનું ચાલુ રાખજો. જે ભણશે તેની સાથે રિદ્ધિ-સિદ્ધિ રહેશે, તેની પ્રગતિ થશે.
૧૯૯૮-૯૯ થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે.
શાળા-પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રણ દિવસોમાં નીચે દર્શાવેલ સંખ્યામાં બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો.
કન્યા કેળવણી રથયાત્રાને કારણે નિરક્ષર વાલીઓ પણ શિક્ષણ અને ખાસ કરીને કન્યા કેળવણી માટે જાગ્રત બન્યા.
રાજ્યના માન. મુખ્ય મંત્રીશ્રી, માન. શિક્ષણમંત્રીશ્રી, અન્ય વિભાગોના માન. મંત્રીશ્રીઓ, જિલ્લાના પ્રભારી સચિવશ્રી, જીલ્લા, કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, આઇ.એ. એસ., આઇ.પી.એસ. આઇ.એપ. એસ. ઓફિસરો, સચિવાલયના અધિકારીઓ માટે સામાજિક સેવાની ભાવનાથી સક્રિય યોગદાન આપવા ઉનાળાના ધોમધખતા તાપ-તડકામાં ગામડે ગામડે પ્રવાસ કર્યો હતો.
કન્યા કેળવણી રથયાત્રામાં સ્થાનિક સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ તાલુકા અને જીલ્લા પદાધિકારીઓ પણ જોડાયા અને ગુજરાત રાજ્યને સ્ત્રી-સાક્ષરતાની રીતે અગ્રિમ હરોળમાં લઇ જવાના સરકારના પ્રયત્નોમાં નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપ્યું.
છોડવા વાળાનો દર ધો ૧ થી ૭/૮ માટે |
છોડવા વાળાનો દર ધો.૧ થી પ માટે |
|||||
વર્ષ |
છોડવા વાળાનો દર % |
છોડવા વાળાનો દર % |
||||
. |
છોકરાઓ |
છોકરીઓ |
કુલ |
છોકરાઓ |
છોકરીઓ |
કુલ |
૧૯૯૦-૧૯૯૧ |
૬૨.૮૬ |
૬૧.૬૦ |
૬૪.૪૮ |
૪૪.૬૩ |
૫૩.૪૧ |
૪૯.૦૨ |
૧૯૯૧-૧૯૯૨ |
૬૦.૫૮ |
૬૫.૬૩ |
૬૩.૧૦ |
૪૩.૬૭ |
૫૨.૬૭ |
૪૮.૧૭ |
૧૯૯૨-૧૯૯૩ |
૫૮.૧૭ |
૬૪.૨૯ |
૬૧.૨૩ |
૪૧.૭૪ |
૫૦.૧૯ |
૪૫.૯૭ |
૧૯૯૩-૧૯૯૪ |
૫૬.૯૧ |
૬૭.૮૪ |
૬૨.૩૮ |
૪૦.૩૮ |
૪૯.૮૪ |
૪૪.૬૩ |
૧૯૯૪-૧૯૯૫ |
૫૧.૧૭ |
૫૫.૫૨ |
૫૩.૧૧ |
૩૪.૯૪ |
૪૧.૧૦ |
૩૭.૭૧ |
૧૯૯૫-૧૯૯૬ |
૪૯.૧૯ |
૫૩.૮૦ |
૫૧.૨૫ |
૩૩.૪૫ |
૪૦.૦૧ |
૩૬.૯૩ |
૧૯૯૬-૧૯૯૭ |
૪૮.૧૯ |
૫૧.૧૭ |
૪૯.૪૯ |
૩૨.૭૨ |
૩૯.૭૪ |
૩૫.૪૦ |
૧૯૯૭-૧૯૯૮ |
૪૭.૧૨ |
૫૦.૧૮ |
૪૮.૪૩ |
૩૨.૨૬ |
૩૮.૯૫ |
૩૫.૩૧ |
૧૯૯૮-૧૯૯૯ |
૪૬.૯૧ |
૪૯.૭૪ |
૪૮.૧૮ |
૨૯.૨૮ |
૨૭.૫૬ |
૨૮.૯૬ |
૧૯૯૯-૨૦૦૦ |
૪૨.૭૬ |
૩૯.૯૦ |
૪૧.૪૮ |
૨૩.૬૭ |
૨૦.૮૩ |
૨૨.૧૧ |
૨૦૦૦-૨૦૦૧ |
૪૦.૫૩ |
૩૬.૯૦ |
૩૮.૯૨ |
૨૧.૦૫ |
૨૦.૮૧ |
૧૯.૧૨ |
૨૦૦૧-૨૦૦૨ |
૩૯.૧૬ |
૩૫.૨૮ |
૩૭.૨૨ |
૨૦.૪૬ |
૨૦.૫૩ |
૨૦.૫૦ |
૨૦૦૨-૨૦૦૩ |
૩૭.૮૦ |
૩૩.૧૭ |
૩૫.૪૬ |
૧૯.૦૮ |
૧૯.૧૪ |
૧૯.૧૨ |
૨૦૦૩-૨૦૦૪ |
૩૬.૫૯ |
૩૧.૪૯ |
૩૩.૭૩ |
૧૭.૭૯ |
૧૭.૮૪ |
૧૭.૮૩ |
૨૦૦૪-૨૦૦૫ |
૧૫.૩૩ |
૨૦.૮૦ |
૧૮.૭૯ |
૮.૭૨ |
૧૧.૭૭ |
૧૦.૧૬ |
૨૦૦૫-૨૦૦૬ |
૯.૯૭ |
૧૪.૦૨ |
૧૧.૮૨ |
૪.૫૩ |
૫.૭૯ |
૫.૧૩ |
૨૦૦૬-૨૦૦૭ |
૯.૧૩ |
૧૧.૬૪ |
૧૦.૨૯ |
૨.૮૪ |
૩.૬૮ |
૩.૨૪ |
૨૦૦૭-૨૦૦૮ |
૮.૮૧ |
૧૧.૦૮ |
૯.૮૭ |
૨.૭૭ |
૩.૨૫ |
૨.૯૮ |
૨૦૦૮-૨૦૦૯ |
૮.૫૮ |
૯.૧૭ |
૮.૮૭ |
૨.૨૮ |
૨.૩૧ |
૨.૨૯ |
૨૦૦૯-૨૦૧૦ |
૮.૩૩ |
૮.૯૭ |
૮.૬૫ |
૨.૧૪ |
૨.૧૭ |
૨.૨૦ |
૨૦૧૦-૨૦૧૧ |
૭.૮૭ |
૮.૧૨ |
૭.૯૫ |
૨.૦૮ |
૨.૧૧ |
૨.૦૯ |
૨૦૧૧-૨૦૧૨ |
૭.૩૫ |
૭.૮૨ |
૭.૫૬ |
૨.૦૫ |
૨.૦૮ |
૨.૦૭ |
૨૦૧૨-૨૦૧૩ |
૬.૮૭ |
૭.૩૭ |
૭.૦૮ |
૨.૦૨ |
૨.૦૬ |
૨.૦૪ |
૨૦૧૩-૨૦૧૪ |
૬.૫૩ |
૭.૨૮ |
૬.૯૧ |
૧.૯૭ |
૨.૦૨ |
૨.૦૦ |
બાળકોને જીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તાથી સશક્ત બીજુ કોઈ માધ્યમ નથી તેમ સ્ટોરી ટેલિંગની કળાને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહેલા વિક્રમ શ્રીધરનુ કહેવુ છે.
વિક્રમ શ્રીધર આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓના પ્રેરણા ગુ્રપ દ્વારા યોજાયેલી ટેડ એક્સ ઈવેન્ટમાં વકતવ્ય આપવા માટે આવ્યા હતા.ટેડ(ટેકનોલોજી,એજ્યુકેશન અને ડિઝાઈન)એક્સ ઈવેન્ટમા વક્તાઓએ ૧૮ મિનિટથી ઓછા સમયમાં પોતાનુ વક્તવ્ય આપવાનુ હોય છે.આ ઈવેન્ટનો આશય વિદ્યાર્થીઓને મુદ્દાસર પોતાની વાત કેવી રીતે કહેવી તે શીખવાડવાનો છે.
દેશની ટોચની બિઝનેસ સ્કૂલના સ્નાતક વિક્રમ શ્રીધરે વાર્તા કહેવાની કળાને જીવંત રાખવા માટે સ્ટોરી ટ્રી નામનો એક પ્રોજેક્ટ શરુ કર્યો છે.તેમનુ કહેવુ છે કે પહેલાના જમાનામાં બાળકો માટે વાર્તા જ એકમાત્ર મનોરંજનનુ સાધન હતુ.હવેના યુગમાં વાર્તા કહેવાની કળા ભુલાઈ ગઈ છે.બાળકોમાં સર્જનાત્મકતા કેળવવા માટે પણ વાર્તાઓ જરુરી છે અને વાર્તા એટલે માત્ર પંચતંત્રની બોધકથાઓ એવુ નહી.આ તમામ બોધકથાઓ જ બાળકોને કહેવી જરુરી નથી.તેમને પર્યાવરણને પ્રેમ કરવાનો સંદેશો આપતી બીજી ઘણી વાર્તાઓ કહી શકાય.
નાના લાગતા ઈનોવેટીવ પ્રોજેક્ટ મોટી કંપનીનુ બીજ રોપે છે
જાણીતા લેખક અને ઈનોવેટિવ વિચારોને સર્જનાત્મક કથાઓ સ્વરુપે પ્લેટફોર્મ પુરુ પાડતા ઝુબીન મહેતાએ યોર સ્ટોરી ડોટ કોમ નામની એક સાઈટ શરુ કરી છે.ટેડ ઈવેન્ટમાં તેમનુ કહેવુ હતુ કે નાના લાગતા ઈનોવેટીવ વિચારોમાંથી જ મોટી કંપનીઓના બીજ રોપાતા હોય છે.ભારતમાં જ આવા ઘણા ઉદાહરણો મોજુદ છે.ઝુબીન મહેતા ગ્રામ્ય વિસ્તારમાં ઓર્ગેનીક સેનેટરી નેપકીનને પ્રોત્સાહન આપતા એક પ્રોજેક્ટને મદદ કરી રહ્યા છે.
દર્શકોને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડ અપ કોમેડી કરવી પડે છે
સ્ટેન્ડ અપ કોમેડિયન સાહિલ શાહનુ કહેવુ હતુ કે સ્ટેન્ડ અપ કોમેડીને એક કેરિયર તરીકે અપનાવવી અઘરુ કામ છે.સ્ટેન્ડ અપ કોમેડીનો વિષય દર્શકોને ધ્યાનમાં રાખીને પસેદ કરવો પડતો હોય છે.યુવા વર્ગને સેક્સને લગતા જોક્સ સંભળવાવી શકાય છે.ગુજરાતીઓ બહુ રમૂજી પ્રજા છે અને તે રમૂજને સારી રીતે પચાવી પણ જાણ છે.
નદીમાં વહાવી દેવાતા ફુલોનો સદઉપયોગ શરુ કર્યો
કાનપુરમાં ધાર્મિક સ્થળો પર ચઢાવતા ફુલો ગંગા નદીમાં ફેંકી દેવાતા હતા.તેની જગ્યાએ તેને એકઠા કરીને તેમાંથી ફુલોનો પાવડર તૈયાર કરીને તેમાંથી મહિલાઓને અગરબત્તી બનાવતા શીખવાડવાનો પ્રોજેક્ટ શરુ કરાવનાર અંકિત અગ્રવાલનુ કહેવુ છે કે પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરવામાં આવે અને તે વિચાર સાથે તેમને જોડવામાં આવે તો ઘણુ પરિવર્તન લાવી શકાય તેમ છે.
કોમર્શિયલ જાહેરાતો માર્મિક અને ખૂબ અસરકરતા હોય છે અને તે ક્રમમાં મન અને હૃદયને, ખાસ તો બાળકો તથા સ્ત્રીઓને ખૂબ અસર કરે છે અને ગમે તે વાત કે વસ્તુ હોય તેની ખરીદી કે તેનું વેચાણ (આપલે) થાય છે જ. આ વાતાવરણમાં સાવધાની ન હોય તો છેતરાવાનો ભય રહે છે. આપણે ટીવી ઉપર બે ‘ટચી’ જાહેરાતો જોઇતા હશું જ. એકમાં નાની વયનો Boy મેડિકલ સ્ટોર્સમાં Expiry date ની ખરીદી સામે દુકાનદાર ને જૂના છૂટા સિક્કા આપે છે અને બીજામાં એક વૃદ્ધ ખરીદીમાં દુકાનવાળાને ગુસ્સે થાય છે. આ દ્દશ્યના Reactions કંઇક સંદેશો આપે છે. તે છે, ‘જાગો ગ્રાહક જાગો’ દેશમાં આ પ્રકારની સતત ઝુંબેશ લોકોમાં જાગૃતિ આણવા માટે ચાલતી હોય છે છતાં એડમિશનની કે જોબ પ્લેસમેન્ટની છેતરપિંડીના બનાવો આપણને વાંચવા મળે છે. આ પ્રકારના બનાવોથી કોઇ ક્ષેત્ર મુકત નથી અને તેમાં શિક્ષણ ક્ષેત્ર પણ આવી જાય છે. પાયાગત રીતે દરેક યુનિવર્સિટીઓ, કૉલેજો, અભ્યાસક્રમો, બેઠકોને કોઇને કોઇ નિયમ, કાનૂન કે અધિનિયમ હેઠળ મંજૂરી મળેલ હોય જ છે. ખાસ તો નવી સંસ્થાઓની જાહેરાતોમાં કેટલાંક શબ્દો જોવા મળે છે. : યુનિવર્સિટી માન્ય યુ.જી.સી. માન્ય, Recognised by, Approved by Affiliated to વગેરે. હવે તો યુનિવર્સિટીઓ, સંસ્થાઓ એકેડિશન મુજબ વધારાની ટુ સ્ટાર જેવી લાયકાતો દર્શાવે છે. જે સંસ્થાનું એક સ્ટેટસ ગણાય છે અને પ્રત્યક્ષ પરોક્ષ એવી ખાત્રી મળે છે કે અમારી સંસ્થા ‘Brand Name’ છે અને વિદ્યાર્થી વાલી અહીં છેતરાશે નહી. સઘળી કાર્યવાહી મોટાભાગે નિયમોને આધીન છે. કોઇ વસ્તુના ISI:ISO માર્ક જોઇને જ આપણે ખરીદીએ છીએ તેવી ભાવના અહીં મંજુરી માન્યતા સ્વરૂપે રજૂ થાય છે. તેમાં ૩Q નાં સમાવેશ થાય છે જે વિદ્યાર્થીને તેના જોબ માર્કેટ પ્રવેશ વખતે ઉપયોગી થાય છે. આ ૩ઊ એટલે કે Quality (ગુણવત્તા), Quantity (સાંખ્યિક ભાવના ) તથા Qualitication (શૈક્ષણિક યોગ્યતા.) મંજૂરી અને માન્યતા જાણવા માટે જાણકારી, ચકાસણી અને સતર્કતાનો માહોલ ‘જાગો વિદ્યાર્થી જાગો’ ‘જાગો વાલી જાગો’ સ્વરૂપે આવશ્યક છે તે કોઇના ઉપર શંકાનો નથી.
રાજ્યમાં શૈક્ષણિક માન્યતાનો માહોલ : (પણ આ જાણકારી સંશોધન, શિષ્યવૃત્તિમાં પણ ઉપયોગી છે.)
ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ ઘણો છે. પૂર્વ પ્રાથમિકથી અનુસ્નાતક (KG to PG) અભ્યાસની અનેક સંસ્થાઓ અત્રે કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ માટે યુનિર્વસિટીઓ તથા સ્વાયત સંસ્થાઓ આવેલી છે. સ્વનિર્ભર સંસ્થાઓ તથા પ્રા શિક્ષક પ્રવૃત્તિ પણ વધી છે. આ વ્યાપક નેટવર્કમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલી સંસ્થાઓ યોગ્યતા-માન્યતા ધરાવતી હોય તે આવશ્યક છે. રાજ્યમાં એકલદોકલ કિસ્સાઓ સિવાય મોટા ભાગની સંસ્થાઓના જોડાણો માન્યતા યુક્ત છે. આ એક સારો માહોલ છે અને અન્યત્ર તે પ્રશંસાપાત્ર બનેલ છે. શાળાઓ સરકાર, પંચાયત, એસ.એસ.સી. બોર્ડ, સીબીએસ.ઇ બોર્ડના સાથે જોડાયેલી હોય છે. યુનિવર્સિટી-કૉલેજો બે ત્રણ જોડાણો ધરાવે છે. પ્રોફેશન કૉલેજો ખાસ મંજુરી માન્યતા હેઠળ ચાલે છે. આ પ્રકારની સંસ્થાઓમાં UGC, AIUA, MCI, AICTE, DCI, NCTE વગેરે કાર્યરત છે અને વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને recognise-approve કરતી હોય છે. રાજ્યમાં હાલમાં ૭ જનરલ ક્ષેત્રીય યુનિવર્સિટીઓ, ૭ સ્પેશ્યલ યુનિ.ઓ, ૫ ડિમ્ડ યુનિ. ,૧ નેશનલ યુનિ., ૧ ઓપન યુનિ. તથા ર ઓપન યુનિ. કેન્દ્રો અસ્તિત્વમાં છે. દેશની માન્ય યુનિ. કે સંસ્થાઓ CA, ICWA, CS ના સ્ટડી સેન્ટરો પણ કાર્યરત છે. અનેક એકસ્ટર્નલ કોર્સ તથા કોરેસ્પોન્ડેસ અભ્યાસની સુવિધા પણ છે. તે સામાન્ય વિનયન, વાણિઝય, વિજ્ઞાન કે ખાસ ઇજનેરી, ફાર્મસી, તબીબી, મેનેજમેન્ટ, કૃષિ અને સંલગ્ન, કોટેલ ટુરીઝમ વગેરે વિદ્યાશાખાઓ કે બ્રાન્ચને આવરી લે છે. તેના પ્રમાણપત્રો ડિગ્રી, ડિપ્લોમાં, પીજી વગેરે સ્વરૂપે અપાય છે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, વિદેશ અભ્યાસ, જોબ, વ્યવસાય, સ્કોલરશીપ, બેન્કની શૈક્ષણિક વ્યવસાયિક લોન વગેરે કામગીરીમાં રજૂ કરવામાં ઉપયોગી થાય છે. અને આ સર્ટિફિકેટસ માન્યતા યુક્ત કે મંજુરી પ્રાપ્ત હોય તો જ તેની વેલ્યુ છે. રાજ્યમાં આ અંગે માહોલ સારો છે. પણ ચેતતાં નર સદા સુધી વાળી વાત મનમાં તો રાખવી પડે અન્યથા ખર્ચ, સમય અને શક્તિ નો વ્યય છેતરામણી થી સૌને હતાશ કરી શકે છે. આ સાવચેતીનો સૂર છે અને તે વિવિધ સ્વરૂપે જાણી શકાય છે.
દેશમાં કોઇ પણ કોલેજો, સંસ્થાઓને તથા તેના અભ્યાસક્રમને કેટલીક બાબતો આધારિત માન્યતા મંજૂરી મળે છે જેમાં અભ્યાસક્રમની વિગતો, સવલતો, ફેકલ્ટીનો ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ માન્યતા જોડાણ આધારિત પણ હોય છે અને તેના થકી સંસ્થાઓની યોગ્યતા સંબંધી પ્રકાશ પાડવામાં આવે છે. આ પ્રકારની માન્યતાઓની જાણકારી ચકાસણી મળી શકે છે અને તે માટે નીચેની સંસ્થાઓને પત્ર, ફોન, ઇમેલ, વેબથી બારોબાર સંપર્ક થઇ શકે છે.
૧) |
Ministry of Human Resources Developement (HRD) Govt. of India, Secreturiate, Curzon Road, New Delhi(સામાન્ય શૈક્ષણિક પ્રશ્નો, અનામત બેઠકો, શિષ્યવૃત્તિ, શિક્ષણ નીતિની બાબતો વગેરેનો દેખરેખ તથા તેનું અમલીકરણ) |
(૨) |
University Grant Commission (UGC), (વેબસાઇટ : ) આ સંસ્થા યુનિવર્સિટીઓને માન્યતા/ગ્રાન્ટ આપે છે.) |
(૩) |
Association of Indian Universities (AUL) EMail | aiu@del. Kvsnli net.in (આ યુનિવર્સિટી જોડાણ યુકત મંડળ છે તેની હેન્ડ બુકમાં સંસ્થાઓની માહિતી મળે છે.) |
(૪) |
All India Council for Technical Education (AICTE) www.aicte.ernet.in (ઇજનેરી, પ્રોફેશ્નલ શિક્ષણની માન્યતા, સંશોધન, શિષ્યવૃત્તિ વગેરે) |
(૫) |
Medical Council of India (MCT), IPE Estate, New Delhi 110002 Web : www.mciindia.org (તબીબી અભ્યાસ, ઇન્ટર્નશીપ, વિદેશના મેડિકલ કોર્સ વગેરે માન્યતા/સલાહ) |
(૬) |
Pharmacy Council of India, Temple lake, Kotlia Road, New Delhi 110002 (ફાર્મસી શિક્ષણ માન્યતા, દેખરેખ ઇત્યાદિ પ્રવૃત્તિ) |
(૭) |
Distance Educational Council (DEC) IGNOU Maidan Grahi, New Delhi 110068 Web : www.dec.ac.in (પત્રાચાર ઓપન યુનિર્વસિટી અભ્યાસની માન્યતા.) |
(૮) |
National Council of Teachers Education (NCTE), CNCERT Section), Western Regional Council (WRC), Manas, Shyamla Hills, Bhopal (MP) 466002 Ph (0755) 2530912(બીએડ, બીપીએડ, પીટીસી) વગેરે માન્યતા માર્ગદર્શન) |
(૯) |
Veternary Council of India, A Wing, 2nd Floor, August Kranti Bhavan, BC Road, New Delhi 110066 (પશુચિકિત્સક, શિક્ષણ માન્યતા, માર્ગદર્શન ઇત્યાદિ પ્રવૃત્તિ) (૧૦) ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ૧૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦ ફોન (૦૭૯) ૨૩૨૫૩૯૯૭ / ૨૩૨૫૪૦૧૯ (ઉચ્ચ શિક્ષણ દેખરેખ, શિષ્યવૃત્તિ વગેરે બાબતો) |
(૧૦) |
ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ૧૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦ ફોન (૦૭૯) ૨૩૨૫૩૯૯૭ / ૨૩૨૫૪૦૧૯ (ઉચ્ચ શિક્ષણ દેખરેખ, શિષ્યવૃત્તિ વગેરે બાબતો) |
તમે શા માટે અમારી સાથે જોડાવાનું નક્કી કર્યું ?
મારી ઇચ્છા કંપનીમાં કામ કરવાની હતી. આ કંપનીની પ્રોડક્ટથી પરિચિત છું. મેં તે વાપરી છે અને તેના પર મને વિશ્વાસ છે. (તમે તમારા નિવેદનને કેવી રીતે સાબિત કરી શકો તેમ છો તે જણાવો. ઇન્ટરવ્યુ આપતાં પહેલા કંપની અંગે સારું સંશોધન કરો. )
તમે પાંચ વર્ષમાં કયાં હોવા માગો છો ?
હું નિખાલસતાથી કહું તો મારા કામનું મૂલ્યાંકન કરો. હું જ્યાં હોવા માગું છું ત્યાં મને મૂકશો તેની ખાતરી છે.
નોંધ – તમે મહત્વાકાંક્ષી બનીને અરજી કરી છે. હાલની નોકરીથી સંતોષ નથી તેવી રીતે બોલશો નહિ.
તમારી આદર્શ કારકિર્દીનું વર્ણન કરો.
તમારાં કૌશલ અને કુદરતી બુદ્ધિશક્તિને કેવી રીતે માણો છો તેની વાત કરો. તે તમારો લક્ષ્યાંક અથવા કોઇ નોકરી અંગે દર્શાવો નહિ.
તમે તમારા વિશે કંઇક કહો.
તમે તમારા જીવનવૃત્તાંતમાં આપ્યું છે તેનું પુનરાવર્તન કરશો નહિ. જવાબ સાથે તૈયાર થાઓ. તમે સામાન્યમાંથી બુદ્ધિપૂર્વક કંઇક કર્યું હોય તે કહો. તમે તેને અદ્વિતીય તરીકે કહી શકો અથવા તમારા વ્યક્તિત્વને ઓપ આપો.
તમે આ નોકરી માટે કેવી રીતે અરજી કરી ?
ચોક્કસ બનો. આ ખાલી જગ્યા અંગે કેવી રીતે જાણ્યું. તેનો સીધો જવાબ આપો. તેની જાહેરખબર અપાઇ ગઇ હોય, તો તમને તેની કેવી ખબર પડી તે જણાવો.
તમે અહીં શા માટે કામ કરવા માગો છો :
કંપની / સંસ્થા અંગે સંશોધન કરો.
તમને કેમ રસ છે તેનાં એક કે બે કારણો જણાવો. તમે નીચેના મુદ્દા ઉમેરી શકો
(1) કંપનીની પ્રતિષ્ઠા
(2) રસના ચોક્કસ ક્ષેત્રમાં જોડાવાની ઇચ્છા.
આ નોકરી માટે તમારી લાયકાત વધારે છે તેવું તમને નથી લાગતું ?
(આ પ્રશ્ન ઉમેદવારને મૂંઝવવા મૂકયો છે. શાંત થાઓ અને પ્રશ્નનો જવાબ હકારાત્મક અને વિશ્વાસના અભિગમથી આપો.)
મોટા અનુભવ અને લાયકાત મારી નોકરી વધુ સારી રીતે કરવામાં મદદકર્તા થશે. વળી, હું લાંબા ગાળાના સંબંધ બાંધું છું. મારી લાયકાતથી હું વધારે જવાબદારી હાથ ધરી શકીશ અને તમારી અપેક્ષા મુજબ કામ આપી શકીશ.
મે આ નોકરી લો, તો તમે કઇ હરીફાઇ જુઓ છો ?
તમે જવાબ આપો ત્યારે સ્પ્ષ્ટ રીતે બતાવો કે તમે કાળજીપૂર્વક સંશોધન કર્યું છે અને કંપની વિશે ઊંડું જ્ઞાન મેળવ્યું છે. કંપનીનાં કેટલાંક હકારાત્મક અને નકારાત્મક લક્ષણો અને તેની હરીફાઇ જણાવો. હરીફાઇ અપેક્ષિત છે તેવો વિશ્વાસ દર્શાવો.
તમારો હરીફ તમારી સમક્ષ નોકરીનો પ્રસ્તાવ મૂકે તો શું કરશો ?
કંપનીના મૂલ્યમાં તમારો વિશ્વાસ દર્શાવો અને ‘હું ના કહીશ’ એ મુદ્દા પર ભાર મૂકો અને કંપની અંગેના સંશોધનમાં તમને કેટલાક ગુણ જણાયા હોય તે દર્શાવો.
તમે તમારી હાલની નોકરી કેમ છોડી દો છો ?
તમારે તે છોડવા માટે બે કે ત્રણ કારણો આપવાં જોઇએ. પડકારનો અભાવ, મર્યાદા વગેરે જણાવો. તમારું મૂલ્ય સાબિત કરવા તમારી મહત્વાકાંક્ષા વિશ્વાસપૂર્વક જણાવો.
તમે કેટલા વેતનની અપેક્ષા રાખી શકો ?
( આ યુક્તિપૂર્વકનો પ્રશ્ન છે. તમારે તેનો કાળજીપૂર્વક જવાબ આપવો જોઇએ. ઇન્ટરવ્યુ લેનાર ઘણીવાર વાસ્તવિક નાણાકીય લક્ષ્યાંકવાળાને સ્વીકારતા હોય છે. )
તમે તે વેતન જણાવો તે ઓછું હોય તો તમે અપેક્ષિત ધોરણના નથી. તમે ખૂબ વધારે વેતન જણાવો, તો તમે નોકરીની તક ગુમાવી નથી. તે છે. કેટલું આપવા માગે છે તે પૂછો. તે પછી તમારી શક્તિ દર્શાવો અને તેની સાથે તમારા અનુભવ અને લાયકાતને કેટલો મેળ બેસે છે તે જુઓ.
તમને આ નોકરી અંગે સૌથી વધુ રસ શામાં છે ?
(તમે આ નોકરી માટે સૌથી વધુ યોગ્ય છો તેવું તમે કેવી રીતે માનો છો તે દર્શાવો. તમારો અગાઉનો અનુભવ દર્શાવી શકો તો સારૃં રહેશે. )
તમને અનુભવ હોય તો તમે અગાઉની કેટલીક સમાન બાબતો જણાવો અને તમને સફળતા કેમ નથી મળી તે જણાવો.
તમારી નોકરીનું સ્વપ્ન કયું છે ?
તમે જે નોકરી માટે અરજી કરી છે તેમાં તમારી રુચિ બરાબર બંધ બેસે છે તે જણાવવાની તક ઝડપી લો. તમારું કૌશલ પડકારોને ઝીલવા અને આધુનિક વલણને કેવી રીતે માફક આવે છે તે જણાવો.
અમારે તમને શા માટે લેવા જોઇએ ?
આ ઘણીવાર છેલ્લો પ્રશ્ન હોય છે. (જવાબ માટે કેટલાંક સૂચનો)
આમ ના કરો : તમારા જીવનવૃત્તાંતનું પુનરાવર્તન ના કરો
તમારો અનુભવ ગણાવો નહિ
આમ કરો : તમને રસ છે તે સાબિત કરો.
તમારા જવાબમાં હકારાત્મક રહો
તમે જે કહેવા માગો છો તેમાં વિશ્વાસપૂર્વક તૈયાર થાઓ.
તમારા હૃદયના ઊંડાણમાંથી જવાબ આવતો હોય તે નિશ્ચિત કરો.
તમારી પાસે પુષ્કળ સમય અને નાણાં હોય, તો તમે કેવી રીતે ખર્ચશો ?
તમે આ પ્રશ્નની મજા માટે ચર્ચા કરો. તેમ હોવા છતાં, તેનો જવાબ તમે જે નોકરી માટે અરજી કરી છે તેને સુસંગત આપો. દાખલા તરીકે, તમે શિક્ષણમાં હો તો તમારો રસ અક્ષરજ્ઞાન કાર્યક્રમ અને બીજાં શિક્ષણલક્ષી પાસાં પર છે તે જણાવો.
તમારો અનુભવ આ નોકરી સાથે કેવી રીતે સુસંગત છે તે જણાવો.
તમે અગાઉની નોકરીમાં કરેલાં આવાં જ કામ જણાવો. તે તમે વાજબી ગણાવો તેવાં હોવાં જોઇએ. લોકો ભલે તેને જુદી રીતે વિચારે. તમારો અનુભવ સારો છે તેવુ; તમે સાબિત કરી શકો તેવા પ્રશ્નો પૂછી શકો.
તમે હાલની નોકરીને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકશો ?
તમને હજી તે નોકરીમાં રસ છે તે રીતે જવાબ તૈયાર કરો. સુધારો કરી શકાય તેવા થોડાક દાખલા આપો. તમારા પર વિશ્વાસ મૂકી શકાય તેમ છે તેવી રીતે વ્યક્તિને પ્રતીતિ કરાવો. તમે સમય સાથે જે કરશો તેમાં કંટાળો નહિ આવે.
તમે કામમાં કેટલા દિવસ ગેરહાજર રહ્યા હતા.
હાજરીનું નક્કર રેકર્ડ આપો. પરંતુ સાથોસાથ એ દર્શાવો કે રજા લેવા માટે તમે જવાબદાર ન હતા. તેમને ખાતરી કરાવો કે તમે જવાબદારી લેવા તૈયાર છો દા.ત. હું સાત દિવસ ગેરહાજર હતો. તેમાં ચાર દિવસ આંખના રોગ કન્જકટીવાઇટિસ, એક દિવસ નજીકના સગાના મૃત્યુના કારણે અને ર દિવસ મારાં માતા-પિતાના આરોગ્યની તપાસ કરાવવા સાથે ગયો હતો તે કારણે ગેરહાજર હતો.
તમારે એક સમયે ગુસ્સે થતા ગ્રાહક સાથે કામ પડવાનું હતું તમે તેનો ઉકેલ કેવી રીતે લાવ્યા.
આ પ્રશ્નનો હેતુ બીજા લોકો મિજાજ ગુમાવે ત્યારે પરિસ્થિતિ કેવી રીતે હલ કરો છો તે છે. અહીં ઉત્તમ જવાબ તમારે પરિસ્થિતિ વર્ણવી તેને કેવી કુનેહથી અને પરિપકવતાથી હલ કર્યો તે છે.
તમારા દૈનિક જીવનમાં તનાવ માટે શી વ્યવસ્થા કરો છો ?
તમે તમારા અગાઉના કામમાં તનાવ હતો તો શી વ્યવસ્થા કરી હતી તે પરિસ્થિતિનું વર્ણન કરો અને તેમાંથી થોડાક હળવા થવા તમારા વધારે કામમાંથી કેવી રીતે સમય મેળવ્યો તેનું વર્ણન કરો.
તમે જે વ્યાવસાયિક કૌશલ વિકસાવ્યું છે તેનું વર્ણન કરો.
તમે તમારા જવાબમાં ચોક્કસ બનો તે વધારે સારું છે. તમારું કામ વધારે કાર્યક્ષમતાપૂર્વક કરવા તમે જે કામ કર્યું હોય તેનું વર્ણન કરો. તમે પરિસંવાદમાં શી રીતે હાજરી આપી તમારા કામમાં કેવી રીતે ફેરફાર લાવ્યા તે જણાવો.
સમયમર્યાદામાં કામ પૂરું કરવાની વ્યવસ્થા તમે કેવી રીતે કરો છો ?
પ્રશ્નનો અસરકારક જવાબ આપો. તમે કેવી રીતે આયોજન કરી અગ્રિમતા નક્કી કરો છો. સમય પત્રક નક્કી કરી પ્રગતિ જોવા અને સમય મર્યાદામાં કામ પૂરું કરવા તેને કેવી રીતે અનુસરો છો તે જણાવો.
તમે કયાં પુસ્તકો વાંચો છો ?
તમે જે પુસ્તક વાંચ્યું ન હોય તે વાંચ્યું છે તેવું કદી કહો નહિ. ઇન્ટરવ્યુ લેનારને તમારી રુચિ અને રસ જાણવા માટે આ પ્રશ્ન છે. તમે તમારા વ્યવસાયને કેવી રીતે લો છો તે પણ તે દર્શાવે છે.
તમારી તાજેતરની નોકરીમાં સૌથી વધારે બદલો આપતું પાસું કયું છે ?
તમે જે કાર્યક્ષમતાપૂર્વક કરો છો તેના પર કેન્દ્રિત કરો એ ઉત્તમ જવાબ છે. તમે જે હોદ્દા માટે અરજી કરો છો તેને ખ્યાલમાં રાખો.
તમને આ નોકરીનાં કયાં પાસાં માટે અતિશય વિશ્વાસ છે ?
તમે જે સારું કર્યું હોય અને હાલની નોકરીના જરૂરિયાતને મેળ બેસતું હોય તેનું વર્ણન કરો. આ અમુક પ્રકારનું કૌશલ કંપનીને લાભ કરી આપશે તે સ્પષ્ટ કરવા પ્રશ્ન પૂછો.
તમને કઇ બાબત પ્રેરણા આપી શકે ?
ઇન્ટરવ્યુ લેનાર તમને સારી રીતે ઓળખવાની અપેક્ષા રાખે છે. તમારી નોકરી અને જે કામ માટે અરજી કરે છે તેને સુસંગત રહો. ગમે તે બાબત કહ્યા ન કરો.
તમે તમારા સંદર્ભ માટે કોને પસંદ કરો છો ? શા માટે ?
સંદર્ભના નામ આપો. તમે તેમને કેવી રીતે ઓળખો છો તે જણાવો. તમે સંબંધની સંભાળ રાખો તેવી વ્યક્તિ છો અને તમારે તેની સાથે સારો સંબંધ છે તેમ દર્શાવો.
અમે તમારા બધા સંદર્ભોને બોલાવી શકીએ ?
તમે તમારા હાલના બોસનું નામ સંદર્ભમાં આપ્યું હોય તો તમને નોકરીનો હુકમ મળ્યા પછી તેમને બોલાવી શકાય, કેમ કે તેમને તમે નોકરી બદલો તે તેમને ગમતું ન હોય.
તમારે કોઇ પ્રશ્નો છે ?
આ પ્રશ્નનો જવાબ અગાઉથી આપવા તૈયાર રહો. તમે જેના વિશે વધારે જાણવા માગતા હો તેવા થોડાક પ્રશ્નોની યાદી બનાવો. તમે ઇન્ટરવ્યુ આપો તે પછી તમારો તર્ક તમને પ્રશ્ન પૂછવા માર્ગદર્શન આપશે. તે ખરેખર વધુ જાણવા માગે છે.
તમે ટીકાને કેવી રીતે લો છો ?
અહીં ઇન્ટરવ્યુ લેનાર તમારી જવાબદારી અને વ્યાવસાયિક વર્તન જાણવા માગે છે. ફકત જે પરિસ્થિતિએ પ્રશ્ન કર્યો તે સમજાવો, તમે તેનો કેવી રીતે સામનો કરી તેમાં સફળતા મેળવી તે દર્શાવો.
તમને કામમાં વ્યાકુળ કરી દીધા હોય તેવી પરિસ્થિતિ જણાવો.
અહીં ઇન્ટરવ્યુ લેનાર તમે દબાણમાં કેવી રીતે કામ કરો છો તે જાણવાનો પ્રયત્ન કરે છે. તમારા જવાબ સાથે વસ્તુલક્ષી બની જવાબ તૈયાર કરો, જેથી જવાબથી ફરી સરળ ખાતરી કરાવો.
તમને કોઇ વખત ઠપકો મળ્યો છે ?
જવાબ નકારમાં હોય, તો જવાબ સરળ છે. પરંતુ ઠપકો અપાયો હોય, તો તમારે તેમાંથી જે પ્રશ્નો આવે તેના જવાબ આપવા તૈયાર થવાનું છે. તમારા નિયંત્રણ બહારનાં કારણો હોય, તો તેનું વર્ણન કરો. તેમ ન હોય, તો તમારી જાતને વાજબી ઠરાવવા પ્રયાસ કરશો નહિ. તમારો દોષ હોય તો કબૂલ કરો અને ઇન્ટરવ્યુ લેનારને પ્રતીતિ કરાવો કે ત મે તે સુધારી લીધો છે.
તમે તમારી નોકરી વારંવાર બદલો છો ?
પ્રામાણિક બનો. તમે વારંવાર નોકરી બદલી હોય તો તેમ કરવાના ઘણાં કારણો હોઇ શકે. તેમને જણાવો કે કન્ટ્રાકટ નિયત મુદતમાં પૂરો થયો. તમે જે માટે અરજી કરી છે તે નોકરીમાં સ્થિર રહીને લાંબા સમયના સંબંધ રાખવા માગો છો તેવી પ્રતીતિ કરાવો.
તમે કરેલી સૌથી કપરી નોકરી કઇ હતી ?
તમારા અગાઉના નિયોક્તા અંગે નકારાત્મક નિવેદન કરશો નહિ. હકારાત્મક દ્દષ્ટિથી પ્રશ્ન બદલો અને પરિણામે સંતોષકારક જવાબ આપો.
તમે તનાવ કેવી રીતે દૂર કરો છો ?
શાંતિથી જણાવો કે દરેક નોકરી અને સ્થિતિમાં તનાવ તેનો ભાગ છે. તમે આવાં કામથી ટેવાયા છો. તેવી હકીકત મૂકતાં પહેલાં હળવા બનો.
તમારું હાલનું વેતન કેટલું છે ?
ખોટું ન બોલો. જવાબ સ્પષ્ટ આપો. અગાઉની નોકરીમાં જે લાભ ભોગવ્યા તે જણાવવામાં અચકાશો નહિ. તેની ખરાઇ કરી શકાય છે. તેથી તમને જે લાભ ન મળ્યાં હોય તે કદી જણાવશો નહિ.
તમે બદલી સ્વીકારવા તૈયાર રહેશો ?
તમારી પસંદગી જણાવો. પરંતુ બીજી કોઇ જગ્યાએ કામ કરવા તૈયાર નથી તેવું ન જણાવો.
તમારી નબળાઇ કઇ છે ?
પ્રશ્નને હકારાત્મક બનાવો. ફકત એટલું જ કહો કે તમે સંપૂર્ણતાના આગ્રહી છો અને ઊંચી ગુણવત્તાવાળું સંપૂર્ણ ઉત્પાદન મૂકવા તમે વચનબદ્ધ છો. આ મારી નબળાઇ છે તેવું કહો.
રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ (શિક્ષણના અધિકારનો અધિનિયમ), 2009ના અમલીકરણની સ્થિતિઃ સંક્ષિપ્ત અહેવાલ
'રાઇટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી ઍજ્યુકેશન ઍક્ટ (બાળકોને વિના મૂલ્યે તથા ફરજિયાત શિક્ષણના અધિકારનો અધિનિયમ), 2009ના અમલીકરણના ત્રીજા વર્ષે આ અધિનિયમની સ્થિતિ (2012-13)', એ શીર્ષક હેઠળ રાઇટ ટુ ઍજ્યુકેશન ફોરમ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલનો આ સંક્ષેપ છે. આ ટૂંકો અહેવાલ, 'ઉન્નતિ'નાં સુશ્રી આરતી જી., ઇન્ડિયા ફેલો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
રાઇટ ટુ ઍજ્યુકેશન (આરટીઇ) ફોરમ એ રાષ્ટ્રીય શૈક્ષણિક નેટવર્ક, શિક્ષક સંગઠનો અને કેળવણીકારોનો સમૂહ છે તેમાં આશરે 10,000 સંગઠનો જોડાયેલાં છે. આરટીઇ ફોરમનો ઉદ્દેશ્ય શિક્ષણ વ્યવસ્થામાં પદ્ધતિસરની સુધારણા લાવવાનો છે. તેમના વર્તમાન અહેવાલમાં આરટીઇ ઍક્ટ, 2009ના અમલીકરણ સાથે સંકળાયેલા જુદા-જુદા પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો છે.
આરટીઇ ફોરમના જણાવ્યા પ્રમાણે હજી પણ આશરે 80 લાખ બાળકો શાળાનાં શિક્ષણથી વંચિત છે. શાળામાં કદી પણ દાખલ ન થનારાં આ બાળકો બાળ મજૂરો, વિચરતા સમુદાયનાં બાળકો, સ્થળાંતરિત બાળકો, સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેનારાં બાળકો અને વિકલાંગતા ધરાવનારાં બાળકો જેવા સીમાંત અને વંચિત બાળકો છે. અહેવાલ અનુસાર બાળકોના આ વર્ગ માટે વધુ સઘન પ્રયત્નો કરવા જરૂરી છે. આ અસમાનતાઓને દૂર કરવામાં અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ભૂમિકા અંગે પણ આ અહેવાલમાં ચર્ચા કરવામાં આવી છે. અહેવાલમાં નીતિ અંગેની ભલામણોમાં ખાનગી શાળાઓમાં નિયમોના પાલન, સામાજિક સમાવેશકતા, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસએમસી)ની ભૂમિકા, શિક્ષકોની ગુણવત્તા અને શાળાની માળખાકીય સુવિધા પર ભાર મૂકાયો છે.
ઉપરોક્ત અભ્યાસ, ગુજરાત અને રાજસ્થાન સહિતનાં 17 રાજ્યોની કુલ 2191 શાળાઓ (સરકારી શાળાઓ, ખાનગી સહાય ધરાવતી શાળાઓ, ફક્ત ખાનગી શાળાઓ)માં હાથ ધરવામાં આવ્યો હતો. તાલીમ પામેલા સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવેલી પ્રાથમિક અને ગૌણ માહિતીના આધારે તથા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા પરિશિષ્ટ અનુસાર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
આ લેખ રાજસ્થાન અને ગુજરાતમાં આરટીઇના અમલીકરણની સ્થિતિ દર્શાવે છેઃ
1. પ્રાથમિક શિક્ષણની પ્રાપ્યતા ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
• સ્થળાંતરિત, વિચરતાં અને વિકલાંગતા ધરાવનારાં બાળકોનું આકલન. સ્થળાંતરિત તથા વિચરતા સમુદાયનાં બાળકોને શિક્ષણ આપવા માટે આવાસીય (રેસિડેન્શિયલ) શાળા જેવી ખાસ સુવિધાઓનું ચલણ.
• પ્રાથમિક શાળાઓ માટે 200 દિવસ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે 220 દિવસ શાળા કાર્યરત.
• એક કિમીના અંતરમાં એક પ્રાથમિક શાળા અને 3 કિમીની અંદરના અંતરમાં એક ઉચ્ચ પ્રાથમિક શાળા.
મહત્ત્વનાં તારણો:
• 41 ટકા શાળાઓમાં સ્થળાંતરિત બાળકોને સામેલ કરાયાં ન હતાં.
• ફક્ત 3.7 ટકા શાળાઓએ વિચરતાં બાળકોને સામેલ કર્યાં હતાં.
• 24.7 ટકા શાળાઓએ વિકલાંગતા ધરાવતાં બાળકોનું આકલન કર્યું હતું.
• ફક્ત 0.8 ટકા શાળાઓ આવાસીય (રેસિડેન્શિયલ) સુવિધા ધરાવતી હતી.
• 25 ટકા શાળાઓ બાળકો પર નજર રાખતી નહોતી.
• સર્વે હેઠળની 15 ટકા શાળાઓ નિર્દિષ્ટ દિવસો કરતાં ઓછું કામ કરતી હતી.
• ઘણી શાળાઓને કાર્યરત શાળા ગણાવવા માટે જ ખોલવામાં-બંધ કરવામાં આવતી હતી.
ગુજરાતમાં 90 ટકા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અનુક્રમે એક કિમી અને ત્રણ કિમીની અંદરના અંતરમાં આવેલી હતી. વળી, ગુજરાતમાં 90 ટકા કરતાં વધારે શાળાઓ શાળાની ઇમારત અંગેના નિયમોનું સૂચકાંકોમાં આપેલાં ધોરણો અનુસાર પાલન કરતી હતી.
2. માળખાકીય સુવિધાની ગુણવત્તા ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
શાળાની ઇમારત પાકી, આંશિક પાકી છે અને શાળાની દીવાલ ધરાવે છે.
• પૂરતા વર્ગખંડો
• શિક્ષકો માટેનો કોમન રૂમ
• શીખવવા માટેની જરૂરી સામગ્રીની પ્રાપ્યતા (બ્લૅક બૉર્ડ)
• રમતનું મેદાન અને સામગ્રીઓ
• પુસ્તકાલય
• રસોડું - જે રસોઈ બને, તેની યાદી દર્શાવવી, રસોઈ બનાવવાનો ઓરડો
• પીવાનું સ્વચ્છ પાણી
• છોકરીઓ - છોકરાઓ માટે જુદાં-જુદાં શૌચાલય
• વિકલાંગતા ધરાવતાં બાળકો માટે અલાયદું શૌચાલય
• સીડી ચઢવા-ઊતરવા માટે હાથ વતી પકડવાનો કઠેડો સાથેનો ઢોળાવવાળો માર્ગ
મહત્ત્વનાં તારણો:
• 77 ટકા શાળાઓ તેમની શાળાઓના સ્થળ અંગેનાં ધોરણોને અનુરૂપ હતી.
• 79 ટકા શાળાઓ દરેક ઋતુના હવામાનને અનુકૂળ ઇમારતો ધરાવતી હતી.
• ફક્ત 50 ટકા શાળાઓ જ શાળાની દીવાલ ધરાવતી હતી.
• પાંચ ટકા શાળાઓ ફક્ત એક વર્ગખંડ ધરાવતી હતી.
• ફક્ત એક તૃત્યાંશ શાળાઓ શિક્ષકો માટે કોમન રૂમ ધરાવતી હતી.
• સાત ટકા શાળાઓ પાસે યોગ્ય બ્લૅક બૉર્ડ નહોતું.
• 40 ટકા શાળાઓમાં રમતનું મેદાન નહોતું અને 55 ટકા શાળાઓમાં પુસ્તકાલય હતું.
• 77.8 ટકા શાળાઓ પીવાનાં સ્વચ્છ પાણીની સુવિધા ધરાવતી હતી.
• આરટીઈ ઍક્ટમાં જણાવ્યા પ્રમાણેનું રસોડું ફક્ત 68.8 ટકા શાળાઓ પાસે જ હતું.
• ફક્ત 9.2 ટકા શાળાઓમાં વિકલાંગતા ધરાવતાં બાળકો માટે અલાયદાં શૌચાલયો હતાં અને 40 ટકા શાળાઓ સીડી ચઢવા-ઊતરવા માટે પકડવાનો કઠેડો સાથેનો ઢોળાવ ધરાવતી હતી.
આરટીઇ અધિનિયમની લાક્ષણિકતાઓ
• ભારતમાં 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને વિના મૂલ્યે તથા ફરજિયાત શિક્ષણ.
• બાળક, પ્રાથમિક શિક્ષણ (ધોરણ-8 સુધીનું શિક્ષણ) પૂરું ન કરે, ત્યાં સુધી તેણે બૉર્ડની પરીક્ષા પાસ કરવી જરૂરી નથી, ઉપરાંત ત્યાં સુધી કોઈ પણ બાળકને ભણતું અટકાવવામાં ન આવી શકે તથા શાળાએથી કાઢી મૂકી શકે નહિ.
• જો છ વર્ષ કરતાં વધુ વયના બાળકને કોઈ પણ શાળામાં દાખલ કરવામાં ન આવ્યું હોય, અથવા તો તેને દાખલ કરવામાં આવ્યું હોય, પરંતુ તે તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરી શક્યું હોય, તો તે બાળકને તેની વયને અનુરૂપ વર્ગમાં દાખલ કરવામાં આવશે, તે માટે, તે બાળકને નિર્દિષ્ટ રીતે નિશ્ચિત સમય મર્યાદાની અંદર ખાસ તાલીમ મેળવવાનો અધિકાર છે. આ રીતે પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરવામાં આવેલું બાળક ચૌદ વર્ષની વય પૂરી કર્યા બાદ પણ પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી વિના મૂલ્યે શિક્ષણ મેળવવા હકદાર રહેશે.
• પ્રાથમિક શિક્ષણ માટે બાળકને દાખલ કરવા માટે તેની વય, બર્થ, ડેથ એન્ડ મેરેજિસ રજિસ્ટ્રેશન અધિનિયમ, 1856ને અનુરૂપ જારી કરવામાં આવેલા જન્મના પ્રમાણપત્રના આધારે અથવા તો નિર્દિષ્ટ કર્યા પ્રમાણેના આ પ્રકારના અન્ય દસ્તાવેજના આધારે નક્કી કરવામાં આવશે. વયના પુરાવાના અભાવના કારણે કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં.
• પ્રાથમિક શિક્ષણ પૂરું કરનારા બાળકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
• વિદ્યાર્થી- શિક્ષકના નિશ્ચિત પ્રમાણ (રેશિયો)ની માગણી.
• આર્થિક રીતે પછાત હોય તેવા સમુદાયોનાં બાળકોને તમામ ખાનગી શાળાઓમાં વર્ગ એકમાં પ્રવેશ માટે 25 ટકા અનામતની જોગવાઈ.
• શિક્ષણની ગુણવત્તામાં સુધારાનો આદેશ.
• શાળાના શિક્ષકો પાસે પાંચ વર્ષની અંદર પૂરતી વ્યવસાયિક ડિગ્રી હોવી જરૂરી, અન્યથા તેઓ નોકરી ગુમાવશે.
• શાળાની માળખાકીય સુવિધા (જો સમસ્યારૂપ હોય, તો) ત્રણ વર્ષની અંદર સુધારવી, અન્યથા શાળાની માન્યતા રદ થશે.
• નાણાકીય ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર - બંનેએ ભોગવવાનો રહેશે.
3. શિક્ષકો અને આરટીઇઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
• ભરતી કરાયેલા શિક્ષકો સામે સહાયક શિક્ષકો અને શિક્ષકો, પેટા કરાર / પ્રૉક્સી શિક્ષક
• વિદ્યાર્થીઓ અને શિક્ષકના રેશિયો (પીટીઆર)નાં ધોરણોનો અમલ
• વિષય અને ભાષાના અલાયદા શિક્ષકોની સ્થિતિ / વિકલાંગતા ધરાવતા બાળકો માટે વિશિષ્ટ તાલીમકર્તા
• શિક્ષકોને ફાળવવામાં આવેલી બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ
• શાળાએ પહોંચવા માટે શિક્ષકોએ કાપવું પડતું અંતર
• ઇન-સર્વિસ તાલીમ
મહત્ત્વનાં તારણો:
• પ્રત્યેક દસ શિક્ષકો પૈકીના એક શિક્ષક પેરા-ટીચર હોવાનું માલૂમ પડ્યું હતું.
• 56.6 ટકા શાળાઓ પીટીઆરનાં ધોરણોનું પાલન કરતી હતી.
• ફક્ત 35 ટકા શાળાઓ અલાયદા વિષય-શિક્ષક ધરાવવાના ધોરણનું પાલન કરતી જોવા મળી હતી.
• 66 ટકા શાળાઓ વિકલાંગતા ધરાવતાં બાળકો માટે વિશિષ્ટ શિક્ષક ધરાવતી નહોતી.
• 47 ટકા શિક્ષકો આરટીઇ ઍક્ટમાં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.
• 57 ટકા શાળાઓમાં એકથી પાંચ શિક્ષકોએ તાલીમ મેળવી હતી.
• ગુજરાતમાં 75 ટકા કરતાં વધારે શાળાઓમાં છોકરીઓ માટે અલાયદાં શૌચાલયની સુવિધા હતી, જ્યારે રાજસ્થાનની ફક્ત 32 ટકા શાળાઓમાં જ આ સુવિધા હતી.
• ગુજરાતની 80 ટકા શાળાઓ મધ્યાહન ભોજનનું મેનૂ (ભોજનની યાદી) દર્શાવતી હતી.
• રાજસ્થાનની એક તૃત્યાંશ શાળાઓ કોઈ પણ ઋતુ સામે ટકી શકે તેવી ઈમારતો ધરાવતી નહોતી તથા એક ચતુર્થાંશ અને તેથી વધુ શાળાઓમાં રસોડાની સુવિધા નહોતી.
4. આરટીઇ સુનિશ્ચિત કરવામાં સમુદાયની ભાગીદારી ઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
• એસએમસી ધરાવતી શાળાઓ, લોકશાહી અને સામાજિક ઘડતરનાં ધોરણોને વળગી રહેતી શાળાઓ
• એસએમસી દ્વારા કરવામાં આવતાં કાર્યો અને પંચાયતી રાજ સંસ્થાઓ કે શહેરી સ્થાનિક નિગમોની સામેલગીરી
• રાજ્યોમાં સમુદાયની ભાગીદારીની સ્થિતિ
મહત્ત્વનાં તારણો:
• 79 ટકા શાળાઓ એસએમસી ધરાવે છે, પરંતુ ચૂંટણીની પ્રક્રિયા તેમ જ સભ્યોનું પ્રતિનિધિત્વ અધિનિયમનાં ધોરણો અનુસાર નહોતું.
• 59 ટકા શાળાઓના વ્યવસ્થાપનમાં પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક નિગમોની સામેલગીરી જોવા મળી હતી.
• ગુજરાતની 75 ટકા શાળાઓમાં પીટીઆરનું પાલન કરવામાં આવે છે.
• ગુજરાતની 14 ટકા શાળાઓ વિશિષ્ટ શિક્ષકો ધરાવે છે.
5. શિક્ષણમાં સામાજિક બહિષ્કારઉપયોગમાં લેવાયેલા સૂચકાંકો:
• સ્પષ્ટ ભેદભાવ અને બહિષ્કાર
• ફરિયાદ નિવારણ વ્યવસ્થા
• વિકલાંગતા ધરાવતા બાળકોને સહાયક સાધનો અને પરિવહન માટેની જોગવાઈઓ
મહત્ત્વનાં તારણો:
• 29.2 ટકા શાળાઓમાં શિક્ષકો ફરિયાદનું નિવારણ કરતા હતા, આ ક્ષેત્રે એસએમસીની ટકાવારી બે ટકા, સ્થાનિક વહીવટી નિગમોની ટકાવારી 0.6 ટકા હતી.
• ફક્ત 11.6 ટકા શાળાઓ સહાયક ઉપકરણો ધરાવતી હતી અને ફક્ત 3.3 ટકા શાળાઓ વિકલાંગતા ધરાવતા બાળકો માટે પરિવહન પૂરું પાડતી હતી.
આ અહેવાલમાં નીચેના પ્રશ્નો જાણવા મળ્યા હતા, જેનું નિરાકરણ લાવવું જરૂરી છેઃ
1. પદ્ધતિસરની સજ્જતા
અધિનિયમનો અમલ કરવામાં સરકારની સજ્જતાના અભાવ પર આ અહેવાલ પ્રકાશ પાડે છે. સરકાર એસએમસીની રચના માટે આદેશ જારી નથી કરતી તે આ વાતનું જ એક ઉદાહરણ છે. નિવાસી શાળાઓને અધિનિયમમાંથી બાકાત રાખવાથી તે શાળાનાં બાળકોને અન્યાય થવાની પૂરતી શક્યતા રહે છે. ઉપરાંત, વિકલાંગતા ધરાવનારાં બાળકોને ઘરે શાળાકીય શિક્ષણ પૂરું પાડવાનો અધિકાર આવાં બાળકોને મુખ્ય પ્રવાહ સાથે ભેળવવાના પ્રયાસને વધુ મુશ્કેલ બનાવે છે. આ અહેવાલમાં એ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બજેટની ફાળવણી વાસ્તવિક જરૂરિયાત અનુસાર નથી કરવામાં આવતી. પારદર્શિતા માટે નાગરિકો અને નાગરિક-સમાજ સંગઠનોની ભાગીદારીમાં સુધારો લાવવાની જરૂર છે. અંતમાં અહેવાલ સૂચવે છે કે ખાનગી ભાગીદારીના પ્રવેશને બદલે સરકારે સરકારી શાળાઓની સ્થિતિ તથા ગુણવત્તામાં સુધારો કરવા પર ધ્યાન આપવું જોઈએ.
2. આરટીઇ ધોરણ અનુસાર શાળાઓની પ્રાપ્યતા
બારેમાસ યોગ્ય હોય તેવા શાળા સુધીના માર્ગોનો અભાવ, ગામડાંઓમાં નિર્દિષ્ટ અંતરની અંદર શાળાઓ ન હોવી (એક કિમીની અંદર પ્રાથમિક શાળા અને ત્રણ કિમીની અંદર ઉચ્ચ પ્રાથમિક શાળા) તથા શાળાએથી ઊઠી જતાં બાળકોના રૅકોર્ડની જાળવણીનો અભાવ વગેરે જેવા પ્રશ્નો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
3. સામુદાયિક સહભાગિતા અને એસએમસી
કોઈ પણ રાજ્યની એસએમસી તેની રચનાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓના અભાવની સમસ્યાનો સામનો કરે છે. વળી, તેમાં સમિતિના સભ્યોની યોગ્ય ચૂંટણી પણ નથી થતી કે યોગ્ય પ્રતિનિધિત્વ પણ નથી હોતું. શાળાના વિકાસના આયોજન (સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન)માં એસએમસીના સભ્યોની સામેલગીરીનો તથા તેમની ભૂમિકાઓ સંદર્ભેની તેમની જાગૃતિનો અભાવ જોવા મળતો હતો.
4. ગુણવત્તા
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ના સંદર્ભમાં પુસ્તકોની ગુણવત્તા અને એક કરતાં વધુ ધોરણના વર્ગો લેવા માટે શિક્ષકોને અપાતી તાલીમ તથા સ્થાનિક ભાષામાં શીખવવાની શિક્ષકોની ક્ષમતાને પણ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ગણવામાં આવ્યા હતા.
5. સમાવેશકતા
સમાવેશકતાના પ્રશ્નોમાં મુખ્યત્વે સમાજનાં વંચિત જૂથો પર ભાર મૂકવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ (એસટી)નાં બાળકોમાં શાળાએથી ઊઠી જવાનું અત્યંત ઊંચું પ્રમાણ આવો જ એક પ્રશ્ન છે. આ ઉપરાંત, મુસ્લિમ સમુદાયનાં બાળકોના શાળા-પ્રવેશ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ ઉપરાંત, વિકલાંગતા ધરાવતાં બાળકો માટે યોગ્ય પરિવહનની જોગવાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો.
6. શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ
25 ટકા અનામત પૂરી પાડવા સામેના અંતરાયને ટાળવા માટે સહાય વિના ચાલતી વિવિધ રાજ્યોની ખાનગી શાળાઓ દ્વારા સામૂહિક ધોરણે લઘુમતી દરજ્જા માટે અરજી (કારણ કે લઘુમતી શાળાઓને 25 ટકા અનામતના ધોરણમાંથી બાકાત કરવામાં આવી છે) કરવામાં આવતી હોવાના અહેવાલો પણ મુખ્ય પ્રશ્ન છે.
7. શિક્ષકો
શિક્ષકોની સંખ્યા તથા શિક્ષકોની ગુણવત્તા, લાયકાત એ સરકારી શાળાઓનો કાયમી પ્રશ્ન બની ગયો છે. 99 ટકા શિક્ષકો 'સેન્ટ્રલ ટિચર એલિજિબિલિટી ટેસ્ટ' (સીટીઇટી)માં નપાસ થયા અને ઘણી શાળાઓમાં હજી પણ એક જ શિક્ષક છે - આ હકીકતો પરથી વાસ્તવિકતા જાણી શકાય છે.
એસએમસીની રચના અને તેની ભૂમિકા રચના
ભૂમિકા તથા જવાબદારી
ચાવીરૂપ ભલામણો
આરટીઈ માટે પદ્ધતિસરની સજ્જતા
• દેશની તમામ શાળાઓમાં માળખાકીય સુવિધાઓનું ધોરણ પૂર્ણપણે અનુસરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
• શાળાએથી ઊઠી જવાની (ડ્રોપ આઉટ) સાર્વત્રિક વ્યાખ્યા રજૂ કરવી.
• સત્તાવાર આંકડા અનુસાર શાળાકીય શિક્ષણથી વંચિત રહેનારાં 27 લાખ બાળકો માટે ખાસ તાલીમ શરૂ કરવી. શાળાથી વંચિત રહેનારાં બાળકોનો વાસ્તવિક આંકડો હજી પણ ઊંચો હોઈ શકે છે.
• વહીવટી માળખાને આરટીઇ માળખા પ્રમાણે તૈયાર કરવાની કામગીરી હાથ ધરવી અને વિભાગોમાંના તમામ વહીવટી હોદ્દાઓ પર જરૂરી નિમણૂ૱ક કરવી.
શિક્ષકો
• એસએસએ અને સ્ટેટ ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (રાજ્ય શિક્ષણ વિભાગ) હેઠળ 12 લાખ શિક્ષકોની વર્તમાન ખાલી જગ્યાઓ ભરવી.
• શિક્ષિકાઓ (મહિલા શિક્ષકો)ની ભરતી તથા વંચિત સમુદાયોમાંથી ભરતીને પ્રાથમિકતા આપવી.
• વર્તમાન શિક્ષકોને પુનઃ કામ પર રાખીને આગામી ત્રણ મહિનામાં કોઈ પણ શાળામાં ફક્ત એક જ શિક્ષક ન હોય તે સુનિશ્ચિત કરવું.
• આચાર્ય (હેડ ટિચર)થી વંચિત 41 ટકા શાળાઓમાં આચાર્યની ભરતી અને તાલીમને પ્રાથમિકતા આપવી.
• ગત વર્ષ દરમિયાન સ્કૂલ-ઇન્સ્પેક્ટર જે 48 ટકા શાળાઓની મુલાકાત નહોતા લઈ શક્યા, તે સહિતની શાળાઓ માટે તથા શિક્ષકો માટે ઉત્તરદાયિત્વનું માળખું સુનિશ્ચિત કરવા માટે સહાય અને તપાસ વ્યવસ્થાની પ્રક્રિયાને વધુ અર્થસભર બનાવવી.
• એક્રેડિટેડ સ્ટેટિસ્ટિકલ વૉલન્ટિયર્સ (એએસવી)ને રોકવાના બિહારના મૉડૅલને દેશભરમાં લાગુ કરી શકાય. (એક્રેડિટેડ સ્ટેટિસ્ટિકલ વોલન્ટિયર્સ - એએસવી રાજ્યને સ્વયંસેવક સેવા પૂરી પાડે છે. તેથી, મોટાપાયે કરવામાં આવતા તમામ સર્વે (વસતિ ગણતરી અને સૅમ્પલ), શિક્ષણ પર તથા યોજનાના અમલીકરણના સમય પર વિપરિત અસર ન પહોંચે તે રીતે નિશ્ચિત સમય મર્યાદાની અંદર હાથ ધરવાના રહેશે.)
અભ્યાસક્રમના વિકાસ માટે એનસીએફ માર્ગદર્શક સિદ્ધાન્તો
• શાળા બહારના જીવનને જ્ઞાન સાથે જોડવું.
• ગોખણપટ્ટીની પદ્ધતિ દૂર થાય તે સુનિશ્ચિત કરવું.
• બાળકોના સમગ્રતયા વિકાસ માટે અભ્યાસક્રમને પાઠ્યપુસ્તક કેન્દ્રીત ન રાખતાં સમૃદ્ધ બનાવવો.
• વર્ગખંડોમાં પરીક્ષાઓને વધુ લવચિક અને સુગ્રથિત બનાવવી.
25 ટકા અનામતના સંદર્ભમાં આઉટલૂક સામયિકમાં છપાયેલા - અસમાન બાળપણ - લેખમાંથી નોંધવામાં આવેલા મુદ્દા
• સરકાર દ્વારા ટ્યૂશન ફીની કરવામાં આવતી ભરપાઈ (દર મહિને રૂ. 400 પ્રતિ બાળક) ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી (રૂ. 2,000-3,000) કરતાં ઘણી જ ઓછી છે.
• ગુજરાતમાં 25 ટકા અનામત અનુસાર ખાલી બેઠકો 90 ટકા છે, અને રાજસ્થાનમાં આ પ્રમાણ ફક્ત 16 ટકા છે. ગુજરાતમાં 29 પૈકીના ફક્ત આઠ જિલ્લાઓમાં આરટીઇનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો છે.
• આ ઉપરાંત ઓળખ નક્કી કરવા માટેનો માપદંડ (5300 બેઠકો સાથે 200 શાળાઓ) પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો નહોતો.
• ઉત્તર પ્રદેશમાં સરકારી શાળાઓની તમામ બેઠકો ભરાઈ ગયા બાદ જ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવો, મહારાષ્ટ્રમાં ઓનલાઇન એડમિશન, કર્ણાટકમાં ફક્ત 25 ટકા લઘુમતી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને લઘુમતીનો દરજ્જો આપવાનો નવો આદેશ - વગેરે જેવા રાજ્યોના નિયમોના કારણે ઇકોનોમિકલી વીકર સેક્શન (આર્થિક રીતે પછાત વર્ગ - ઇડબલ્યુએસ) માટે શિક્ષણ મેળવવું વધુ મુશ્કેલ બન્યું છે.
એસસીપીસીઆર અથવા તો આરઇપીએ, સ્થાનિક સત્તા-તંત્ર બાદ ફરિયાદ નિવારણ માટે આરટીઇ ઍક્ટ હેઠળનું પ્રથમ એપેલેટ એકમ ગણાય છે.
• ગુજરાતમાં ફરિયાદો ઓનલાઇન નોંધવામાં આવે છે તથા ટોલ ફ્રી હેલ્પ લાઇન પૂરી પાડવામાં આવે છે.
• આ વ્યવસ્થા ધરાવતાં ઘણાં રાજ્યોમાં આ વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત નથી. તેના કારણે ફરિયાદોની સંખ્યા ઘણી જ ઘટી રહી છે. જેમ કે, રાજસ્થાનમાં 2010-11માં ફરિયાદોની સંખ્યા 771 હતી, જે ઘટીને 2012-13માં ફક્ત બે થઈ ગઈ હતી.
ફરિયાદ નિવારણ
• ફરિયાદ નિવારણ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે 'સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ' (એસસીપીસીઆર) અથવા તો 'રૂલ્સ ફોર ઍજ્યુકેટર પ્રિપેરેશન એન્ડ એકાઉન્ટિબિલિટી' (આરઇપીએ)નો અભાવ ધરાવતાં સાત રાજ્યોમાં તાકીદના ધોરણે તેની શરૂઆત કરવામાં આવે અને આરઇપીએને પૂર્ણપણે એસસીપીસીઆરમાં રૂપાંતરિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
• એસસીપીસીઆર અને 'નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ' (એનસીપીસીઆર)ને પૂરતું ભંડોળ મળે, તે સશક્ત થાય તથા અપેક્ષિત જવાબદારી લેવા માટે વ્યવસાયિકોની નિયુક્તિ કરવામાં આવે તે જરૂરી છે.
• એસએમસી અને પંચાયતથી માંડીને એનસીપીસીઆરમાં રહેલી ખામીઓની પૂર્તિ કરે તેવી રાષ્ટ્રીય તથા સમાવેશક ફરિયાદ-નિવારણ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી.
ખાનગી શાળાઓ માટે નિયમ અનુસાર માળખું
• ખાનગી શાળાઓમાં 25 ટકાના ક્વોટાના અમલીકરણનો કંગાળ રૅકોર્ડ જોતાં, આ ક્વોટાના અમલીકરણની ફરજ પાડવી.
• ખાનગી શાળાઓ આરટીઇનાં ધોરણો, માપદંડો તથા અન્ય જોગવાઈઓને અનુસરે તે સુનિશ્ચિત કરવા માટે તથા કેન્દ્રીય નિયમ દ્વારા ફી પર નિયંત્રણ જેવા અન્ય પ્રશ્નો માટે સુયોગ્ય નિયમન-માળખું અમલી બનાવવું.
• પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી)ના નામે સરકારી શાળાઓ ખાનગી ક્ષેત્રને સોંપી દેવાનું ચલણ બંધ કરવું, અને તેના સ્થાને ખામીઓ દૂર થાય તે કરવા માટે જોગવાઈઓમાં સુધારો કરવો અને તે માટે જરૂરી પગલાં ભરવાં.
સામુદાયિક સહભાગિતા
ગુણવત્તામાં સુધારો
સામાજિક સમાવેશકતા
પ્રારંભિક શિક્ષણ ક્ષેત્રના ઘણા કર્મીઓ, દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ તથા વિકલાંગતા ધરાવતા બાળકો સામાજિક બહિષ્કારની વાસ્તવિકતા સ્વીકારતા નથી. આ સંદર્ભમાં શિક્ષકોને તેમના 'શિક્ષક શૈક્ષણિક અભ્યાસક્રમ' અને કામગીરી દરમિયાન (ઇન-સર્વિસ) તાલીમ કાર્યક્રમોના ભાગરૂપે સામાજિક અને ઐતિહાસિક તાલીમ આપવામાં આવશે તથા વિદ્યાર્થીઓ માટે આ સંદર્ભે સંવેદનશીલતા કેળવવાનાં સત્રો યોજવામાં આવશે.
છોકરા અને છોકરા સાથે જાતિગત સમાનતાને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો તે બાબતને પરિવારોમાં, સમાજમાં તથા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ કરવામાં આવે તે જરૂરી છે.
સીડબલ્યુએસએન પરના આરટીઇ ઍક્ટની તમામ જોગવાઈઓ પર દેખરેખ રાખવા માટે, સીડબલ્યુએસએનમાં કામ કરી રહેલા તમામ નાગરિક-સમાજ સભ્યોની સહભાગિતા સાથે તમામ રાજ્યોમાં સીડબલ્યુએસએન સેલની રચના કરવી જોઈએ.
આરટીઇ અમલીકરણને વેગ આપવા માટેનાં ચાવીરૂપ પરિબળો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020