પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વિકસાવવી
ઠરાવ: રાજ્યની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વર્ગ ખંડોના બાંધકામ માટે સને ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં નીચે મુજબ જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
ક્રમ
|
વિગત
|
ઓરડાની સંખ્યા
|
ઓરડા દીઠ કિંમત રૂપિયામાં
|
જોગવાઇ રૂપિયા લાખમાં
|
૧
|
બિન આદિવાસી વિસ્તાર માટે
|
૧૦૦
|
રૂ. ૨,૨૫,૦૦૦/-
|
રૂ. ૨૨૫.૦૦
|
૨
|
આદિવાસી વિસ્તાર માટે
|
૫૦
|
રૂ. ૨,૨૫,૦૦૦/-
|
રૂ. ૩૩૭.૫૦
|
કુલ..............
|
૧૫૦
|
રૂ. ૨,૨૫,૦૦૦/-
|
રૂ. ૩૩૭.૫૦ (અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા)
|
આ જોગવાઇ ને ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી, પુખ્ત વિચારણાને અંતે નીચે જણાવેલ શરતોને આધીન રહી સને ૨૦૦૮-૨૦૦૯ ની કુલ રૂ. ૩,૩૭,૫૦,૦૦૦/- ની (અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરા) ની નવી બાબતને આથી વહીવટી મંજુરી આપવામાં આવે છે.
- સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે
- બાંધકામની યોજના માટે નકશા અને અંદાજોને સક્ષમ અધિકારીની મંજુરી મેળવવાની રહેશે.
- આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણો ને આધિન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
- પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા અગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
- આ મંજુરી અન્વયે જો કોઇ પણ વસ્તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે.
- આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૦૮ થી શરૂ કરવાનું રહેશે.
- આ કામો એસ. એસ. એ. મારફતે કરાવવાના રહેશે. કામો અંગેની માહિતી સરકારશ્રી જ્યારે માંગે ત્યારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણે પૂરી પાડવાની રહેશે.
- આ અંગેનો ખર્ચ બિન આદિજાતી માટે બજેટ સદર ૪૨૦૧-૦૧-ઇડીએન-૨-૨૦૧-૦૧ હેઠળ મંજુર રહેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.
- આદિવાસી વિસ્તાર માટે માંગણી નં. ૯૬-૪૨૦૨-૦૧-૭૯૬-૧૯-હેઠળ મંજુર રહેલ ગ્રાન્ટમાંથી મેળવવાનો રહેશે.
- આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા. ૧૦-૩-૦૮ ની નોંધણી મળેલ સંમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યના રાજ્ય પલશ્રીના હુકમથી અને તેમના નામે.
સ્ત્રોત: ડી. જી. ચૌધરી, સેકશન અધિકારી ,શિક્ષણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.