ઇડીએન-૧ હેઠળ વધારાના વિદ્યાર્થી પ્રવેશ સામે વધારાના શિક્ષકોની નિમણુંક બાબતે વર્ષ ૨૦૦૭-૦૮ માં નિમાયેલ ૨૦૦૦ વિદ્યાસહાયકો ના બાર માસના પગાર માટે રૂ. ૨૫૦૦/- લેખે પગાર ખર્ચ પેટે સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં સમાવિષ્ટ બિન આદિજાતિ વિસ્તાર પેટે રૂ. ૪૫૦.૦૦ લાખ (અંકે રૂપિયા ચારસો પચાસ લાખ પુરા) તથા આદિવાસી વિસ્તાર પેટે રૂ. ૧૫૦.૦૦ (અંકે રૂપિયા એકસો પચાસ લાખ પુરા) મળીને કુલ રૂપિયા ૬૦૦ લાખ (અંકે રૂપિયા છસો લાખ પુરા) ની ચાલુ બાબતની વહીવટી મંજુરી આપવા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની ઉપર આમુખ (૧) સામે દર્શાવેલ પત્રથી દરખાસ્ત કરેલ હતી. જેની ઉપર પુખ્ત વિચારણાને અંતે ઇડીએન-૧ હેઠળની બિન આદિવાસી વિસ્તાર માટે રૂ. ૪૫૦ લાખ (અંકે રૂપિયા ચારસો પચાસ લાખ પુરા) તથા આદિવાસી વિસ્તાર માટે રૂ. ૧૫૦.૦૦ (અંકે રૂપિયા એકસો પચાસ લાખ પુરા) મળીને કુલ રૂપિયા ૬૦૦ લાખ (અંકે રૂપિયા છસો લાખ પુરા) ની નીચેની શરતોને આધીન ખર્ચ કરવાની આથી વહીવટી મંજુરી આપવામાં આવે છે.
આ અંગેનો ખર્ચ બિન આદિવાસી વિસ્તાર માટે શિક્ષણ વિભાગના સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રના અંદાજપત્ર સૃદર માંગણી નં. ૦૯-મુખ્ય સદર – ૨૨૦૨-સામાન્ય શિક્ષણ – પેટા મુખ્ય સદર-૦૧ – પ્રાથમિક શિક્ષણ પેટા સદર (૦૨) ઇડીએન-૧ પ્રાથમિક શાળાઓમાં વધારાના વિદ્યાર્થીઓની નામ નોંધણી કરવા વધારાના શિક્ષકો-ગૌણ સદર-૧૦૬-અધ્યાપન અને અન્ય સેવાઓ – બાબત નં. (૨) વિદ્યાસહાયકોની જગ્યાઓ ઉભી કરવી. (૨૨૦૨-૦૧-૦૨-૧૦૬) તથા સામાજીક ન્યાય અને અધિકારીના વિભાગના અંદાજપત્રમાં અંદાજપત્ર સદર માંગણી નં. -૯૬-મુખ્ય સદર-૨૨૦૨-સામાન્ય શિક્ષણ-પેટા મુખ્ય સદર-૦૧-પ્રાથમિક શિક્ષણ-ગૌણ સદર-૭૦૬-આદિજાતિ વિસ્તાર પેટા યોજના-પેટા સદર(૧) ઇડીએન-૧ પ્રાથમિક શાળાઓ માટે વધુ વિદ્યાર્થીની પ્રવેશ નોંધણી બાબત નં. (૧) ઇડીએન-૧ પ્રાથમિક શાળાઓની પ્રવેશ નોંધણી માટે વધુ શિક્ષકો હેઠળ ઉધારી મેળવવાનો રહેશે.
આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તા. ૦૩-૦૩-૦૮ ની નોંધણી મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.
સ્ત્રોત: ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે. (એમ. કે. પારેખ) સેકશન અધિકારી શિક્ષણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020