ઠરાવ : ભારત સરકારની યોજના હેઠળ કેજીબીવી ખાતે કંપાઉન્ડ વોલ-વર્ગખંડોનું બાંધકામની પ્રવૃત્તિના ખર્ચ માટે સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં પ્લાન સદરે નવી બાબત તરીકે ઇડીએન-૨ હેઠળ રૂ. ૧૦ લાખની થયેલ જોગવાઇનો ખર્ચ કરવાની મંજુરી આપવા બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ઉપરોકત દર્શાવેલ બાબતે રૂ. ૧૦ લાખની સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં પ્લાન સદરે ચાલુ બાબત તરીકે થયેલ જોગવાઇ ને નીચે દર્શાવેલ શરતોએ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવામાં આવે છે.
- સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં રહીને ખર્ચ કરવાનો રહેશે.
- બાંધકામની યોજના માટે તા. ૩૦-૦૪-૨૦૦૮ સુધીમાં માર્ગ અને મકાન વિભાગના જે તે જિલ્લાના એસ.ઓ.આર. મુજબ નકશા અંદાજો રજુ કરીને સક્ષમ અધિકારીની વહીવટી/તાંત્રિક મંજુરી મેળવવાની રહેશે.
- આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારા ધોરણોને આધીન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
- પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
- રજુ કરેલા અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે.
- પ્રસ્તુત કામે ટેન્ડર પ્રોસેસીંગ બાબતમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રઃ એસપીઓ-૧૦૨૦૦૫-૧૪૦૭-છ, તા. ૨૨-૧૧-૨૦૦૬ અન્વયે ઇ ટેન્ડરીંગ બાબતમાં કરવામાં આવેલ જોગવાઇઓ/સૂચનાઓનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.
- આ મંજુરી અન્વયે કોઇ પણ વસ્તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે.
- આ યોજના અંગેનુ ખર્ચ તા. ૧-૪-૦૮ થી શરૂ કરવાનું રહેશે.
- આ યોજનાનું અમલીકરણ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સર્વ શિક્ષા અભિયાનની કચેરી મારફત કરવાનું રહેશે.
આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા. ૧૧-૩-૦૮ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવે છે.(ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.)
સ્ત્રોત: જે. વી. દેસાઇ, સેકશન અધિકારી શિક્ષણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/16/2019
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.