অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના

“શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનોઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો - નેલ્સન મંડેલા
શિક્ષણ એ જીવન માટેની તૈયારી નથી, શિક્ષણ જીવન પોતે છે.”- જોહ્ન ડેવેય

પ્રસ્તાવના

શિક્ષણના મહત્વ વિશે અગણિત શબ્દો લખાયેલા છે. શિક્ષણ એકમાત્ર મૂલ્યવાન સંપત્તિ છે, જે મનુષ્ય હાંસલ કરી શકે છે. શિક્ષણ એ સમકાલીન જગતમાં સફળ થવા માટેનું એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. તે અગત્યનું છે કારણ કે તેનો ઉપયોગ જીવનમાં પડતા મોટાભાગના પડકારોને ઘટાડવા માટે થાય છે. શિક્ષણ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનથી કારકિર્દીના વિકાસમાં વધુ સારા સંજોગો માટે દરવાજા ખુલ્લા થાય છે. સારું શિક્ષણ મેળવનારને સુરક્ષિત ભવિષ્ય મળે છે, શિક્ષણ દ્વારા આપણે ઘણી બધી સ્પર્ધાત્મક નોકરીઓ શોધી શકીએ છીએ.

છેલ્લા દોઢ દશકમાં ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. રાજ્ય અને રાજ્ય બહારના મુડીરોકાણથી અનેક નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. તેના અનુસંધાનમાં રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષમાં વ્યવસાયિક અભ્યાસક્રમો કરેલ વિદ્યાર્થીઓની માંગમાં વધારો થયેલ છે. ધોરણ ૧૦ અને ૧૨ બાદ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રાજ્યના વિકાસમાં તેઓનો ફાળો નોંધાવે તે રાજ્ય ના વિકાસ માટે પણ જરૂરી છે. તે પરિપેક્ષ્યમાં જે વિદ્યાર્થીઓના વાલીની મર્યાદિત આવક હોય અને આવી મર્યાદિત આવકને કારણે વાલીઓ તેમના તેજસ્વી સંતાનોને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ખાસ કરીને વ્યવસાયિક અભ્યાસક્રમોમાં મોકલવા બાબતે મૂંઝવણ અનુભવતા હોય છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, સાધન-પુસ્તકોની ખરીદી ઉપરાંત જયારે પોતાના ઘરથી બહાર દૂરના સ્થળે અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે રહેવા-જમવા માટે પણ ઘણો ખર્ચ થતો હોય છે. આથી અભ્યાસમાં તેજસ્વી આવા વિદ્યાર્થીઓને તેઓના વાલીની મર્યાદિત આવકને કારણે ફી ચૂકવવા તેમજ નિભાવ ખર્ચમાં આર્થિક સહાય વગર ઉચ્ચ અભ્યાસને આગળ ધપાવવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. જેથી કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે બેંક માંથી લોન રૂપે સહારો લેવો પડે છે.

રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારને વિવિધ રજુઆતો મળેલ હતી. રાજ્ય સરકારને મળેલી રજુઆતોને ધ્યાને લઈ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સમાન તકો મળી રહે તે માટે ગુણવત્તા અને આવક ના માપદંડોને ધ્યાને લઈ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને સમાન ધોરણે આર્થિક સહાય આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

શૈક્ષણિક ડિગ્રીની અછત ધરાવતા લોકો સર્વિસ, મેન્યુફેકચરિંગ અને બાંધકામ ઉદ્યોગોમાં મૂળભૂત નોકરીઓ સુધી મર્યાદિત કામ કરતા હોય છે. જ્યારે હાઇસ્કૂલ શિક્ષણ સાથેના કર્મચારીઓ સારા લાભો સાથે નોકરીઓ મેળવી શકે છે. ધોરણ ૧૨ પછી કેટલાક વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમો ખૂબ જ ખર્ચાળ છે, ઘણી નોકરીઓમાં ઓછામાં ઓછી ડિપ્લોમાની જરૂર હોય છે, પરંતુ મોટાભાગની સારી કારકિર્દી માટે અમુક પ્રકારનાં ઉચ્ચ શિક્ષણની આવશ્યકતા હોય છે જેમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અમુક પ્રકારનું જ્ઞાન અને અનુભવ હોવો જરૂરી છે. જેથી નાણાકીય રીતે નબળો વ્યક્તિ આગળ અભ્યાસ કરી શકતો નથી.

ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય મળી રહે તે માટે મોરેટોરિયમ પિરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી એજ્યુકેશન લોન પર ૧૦૦% વ્યાજ સહાયરૂપે મળે તેવી યોજનાની જાહેરાત કરી છે.

રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં તથા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના” ઉપરાંત, જે વિદ્યાર્થીઓ તે યોજનાથી વંચિત રહેલ હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓએ દેશની અને વિદેશની યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરી શકે તે અર્થે લોન લીધેલ હોય તો તેમણે લીધેલ લોન પૈકી વધુમાં વધુ રૂ. ૧૦.૦૦ લાખની લોન પર મોરેટોરિયમ પિરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી ૧૦૦% વ્યાજ સબસીડી મળી રહે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓની વાલીની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોય તેવા તથા ધોરણ ૧૨માં ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને મોરેટોરિયમ પિરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)માટે વ્યાજ સબસિડીમાં સહાય કરવા માટે ૨૦૧૭-૧૮ના બજેટમાં નવી બાબત તરીકે રૂ.૫૦૦.૦૦ (રૂપિયા પાંચસો)લાખની જોગવાઈ કરવાની વહીવટી પરવાનગી પણ આપવામાં આવેલ છે.

યોજના અંગેની વિસ્તૃત વિગતો

ગુજરાત સરકારની આ યોજના આર્થિક રીતે નબળા તેમજ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મોરેટોરિયમ પિરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી આપવા માટેની છે.

સરકારી ઠરાવ મુજબ

  • અરજદારે ગુજરાત અથવા કેન્દ્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવેલ હોવા જોઈએ.
  • અરજદારની વાલી/કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખ કરતા ઓછી હોવી જોઈએ.
  • અરજદારે ભારતમાં કે વિદેશમાં અભ્યાસ અર્થે એજ્યુકેશન લોન શિડ્યુલ્ડ બેંક પાસેથી જ લીધેલ હોવી જોઈએ

યોજનાનો ઉદ્દેશ

  • રાજ્યના ઘણા વિદ્યાર્થીઓના વાલીની આવક ઓછી હોવાને કારણે વિદ્યાર્થી પોતાના મનપસંદ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવામાં ખચકાટ અનુભવે છે અને પોતાની કારકિર્દીને યોગ્ય દિશા આપવાથી વંચિત રહી જાય છે. જેથી આવા વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયની જરૂર પડે છે.
  • જેથી રાજ્ય સરકારે કોઈપણ વિદ્યાર્થી આર્થિક રીતે નબળો હોવાના કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેવો જોઈએ નહિ તેવા આશયથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવા માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ/યોજનાઓ અમલમાં મુકી છે. જે પૈકી એક યોજના “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના” જે હાલમાં ચાલુ જ છે અને આ ઉપરાંત ચાલુ વર્ષે રાજ્ય સરકારે એજ્યુકેશન લોનની યોજના બનાવી વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ લોન પર મોરેટોરિયમ પિરીયડ(અભ્યાસક્રમનાએજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડીની યોજના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી વ્યાજ સબસીડીરૂપે આપીને આર્થિક સહાય કરવાની યોજનાને મંજૂરી આપી છે.

લાગુ પડતું શૈક્ષણિક વર્ષ

  • આ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી લાગુ પડશે. પરંતુ તારીખ ૦૪/૦૭/૨૦૧૭ પછી લીધેલ લોન જ વ્યાજ માફી માટે માન્ય ગણવામાં આવશે અને તારીખ ૦૪/૦૭/૨૦૧૭ પેહલા લીધેલી લોન વ્યાજ માફી માટે માન્ય ગણવામાં આવશે નહીં.

વ્યાજ સબસિડી માટેની પાત્રતા

  • અરજદારે ધોરણ ૧૨માં ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવેલા હોવા જોઈએ.
  • અરજદારની વાલીની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી ઓછી હોવી જોઈએ.
  • જે વિદ્યાર્થીઓએ દેશ અથવા વિદેશમાં અભ્યાસ માટે એજ્યુકેશન લોન તારીખ ૦૪.૦૭.૨૦૧૭ પછી શિડ્યુલ્ડ બેંકમાંથી લીધેલ હોય તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અરજદારે ગુજરાત અથવા કેન્દ્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા પસાર કરીને વિદેશની માન્ય યુનિવર્સીટીમાં પ્રવેશ લીધેલ હોવો જોઈએ.
  • એજ્યુકેશન લોનની વ્યાજ સબસિડી યોજના માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે, જેણે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની અન્ય એજ્યુકેશન લોન યોજનાઓનો લાભ લીધો ન હોય તેવા  જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જ આ યોજના માટે લાયક ગણવામાં આવશે.
  • આ યોજના અભ્યાસક્રમો(ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડીપ્લોમા) માટે સ્વીકાર્ય છે.
  • આ યોજના અંતર્ગત વ્યાજ સબસીડી તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થઈ શકેશે નહિ જેઓએ અભ્યાસક્રમની વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય અથવા તો કોઈ સમસ્યા/શિસ્ત ના કારણે સંસ્થાઓમાંથી હાંકી કાઢવામાં આવેલ હોય.

માન્ય અભ્યાસક્રમો

સ્નાતક/ અનુસ્નાતક/ ડિપ્લોમા/ વ્યવસાયિક વગેરે ઉચ્ચ શિક્ષણ આપતા તમામ અભ્યાસક્રમો

મોરેટોરિયમ પિરીયડ

 

ગુજરાત સરકારની આ યોજના હેઠળ શૈક્ષણિક લોનની વ્યાજ સબસિડી નિર્ધારિત કરાયેલ મોરેટોરીયમ પિરીયડ(અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી જ એજ્યુકેશન લોન પર વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે. મોરેટોરીયમ પિરીયડ પૂરો થયા પછી બાકી રહેલ લોન રકમની વ્યાજની ચૂકવણી આ યોજના અંતર્ગત ગણવામાં આવશે નહિ.

આવક મર્યાદા

આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને લાગુ પડશે, જેઓના પરિવારના સભ્યોની વાર્ષિક કુલ આવક (તમામ સ્ત્રોતોમાંથી) રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોય. આ અંગે તેઓએ ઇન્કમટેક્ષ રિટર્નની ઝેરોક્ષ આપવી અથવા તો સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ આપવું ફરજીયાત રહેશે. તથા રાજ્ય સરકાર માન્ય હોય તેવું મામલતદાર/ટીડીઓનું સર્ટીફીકેટ પણ ફરજીયાત આપવાનું રહેશે.

માન્ય બેંકો

 

 

 

 

 

 

આ યોજના અંતર્ગત એજ્યુકેશન લોન શિડ્યુલ્ડ બેંક પાસેથી જ લીધેલ હોવી જોઈએ.

વ્યાજની વહેચણી

વ્યાજની ચુકવણી વિદ્યાર્થીના લોન એકાઉન્ટમાં જ કરવામાં આવશે, જે લોન એકાઉન્ટની વિગત વિદ્યાર્થી દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મમાં આપવામાં આવેલ હશે.

લાભાર્થી કોણ બની શકે?

અરજદારે ધોરણ ૧૨ની પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.

  • અરજદારના વાલીની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • અરજદારે ગુજરાત અથવા કેન્દ્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા પસાર કરીને ગુજરાત સરકાર માન્ય યુનીવર્સીટીની કોલેજના અભ્યાસક્રમોમાં અથવા તો વિદેશની માન્ય યુનિવર્સીટીમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
  • અભ્યાસક્રમમાં પ્રવેશ લીધા પછી અભ્યાસ અર્થે લીધેલ વ્યક્તિગત એજ્યુકેશન લોન શિડ્યુલ્ડ બેંકમાંથી જ લીધેલી હોવી જોઈએ.

પરદેશ જતાં વિદ્યાર્થીઓ માટેની વિશિષ્ટ સૂચનાઓ

  • અરજદારે ધોરણ ૧૨માં ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવેલા હોવા જોઈએ.
  • અરજદારની વાલીની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આવકનું સર્ટીફીકેટ માટેમામલતદાર/ટીડીઓનું સર્ટીફીકેટ ફરજીયાત આપવાનું રહેશે. ઇન્કમટેક્ષ રિટર્નની ઝેરોક્ષ આપવી અથવા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવું ફરજીયાત રહેશે.
  • જે વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન તારીખ ૦૪.૦૭.૨૦૧૭ પછી શિડ્યુલ્ડ  બેંકમાંથી લીધેલી હોય તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અરજદારે ગુજરાત અથવા કેન્દ્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ધોરણ ૧રની  પરીક્ષા પસાર કરીને વિદેશની માન્ય યુનિવર્સીટીમાં પ્રવેશ લીધેલ હોવો જોઈએ અને કાયદેસરના વિઝા પ્રાપ્ત થયેલ હોવા જોઈએ.

વેબસાઈટ

અરજદારો કેસીજીની વેબસાઈટ http://www.kcg.gujarat.gov.in ઉપર જઈ તારીખ ૧૦/૧૧/૨૦૧૭ થી ૩૧/૦૧/૨૦૧૮ સુધી ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરી શકશે.

અરજી કરવાની વિગતો

અરજી કરવાના નિયમો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાઅંતર્ગત વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી પ્રાપ્તકરવા આપવા અંગેના નિયમો:

શિક્ષણ વિભાગ, ઠરાવ ક્ર-પરચ-૧૦૧૭-૨૨૭૧૪૯-ખ, તા:- ૦૪.૦૭.૨૦૧૭

  • અરજદાર દ્વારા ૧રમાં ધોરણની પરીક્ષામાં 50% કે તેથી વધુ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
  • વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્યના માન્ય બોર્ડ અથવા માન્ય કેન્દ્રીય બોર્ડની ૧૨માં ધોરણની પરીક્ષા પસાર કરીને  દેશ અને વિદેશની માન્ય યુનિવર્સીટીની કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
  • અભ્યાસક્રમ અર્થે લોન ઠરાવની તારીખ ૦૪/૦૭/ર૦૧૭ પછી લીધેલ હોવી જોઇએ.
  • આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે લીધેલી લોન પૈકી રૂ.૧૦ લાખ સુધીની લોન પરનું માત્ર વ્યાજ વિદ્યાર્થીના લોનએકાઉન્ટમાં જ જમા કરવામાં આવશે
  • અને બેંકો દ્વારા વ્યાજની ગણતરી આર.બી.આઈ.ની ગાઈડલાઈન પ્રમાણે કરવાની રહેશે.બેંકોને કોઇપણ ચક્રવૃદ્ધિ વ્યાજ કે કોઈપણ પરચુરણ ચાર્જ કે અન્ય ફી,પેનલ્ટી લેવામાં આવી હશે તો તે ચુકવવામાં આવશે નહીં.
  • આ યોજનામાં લોન આપવાની કોઈ વ્યવસ્થા નથી, તેથી લોનની માંગણી કરવી નહીં.
  • અરજદારે કેસીજીની વેબસાઈટ પર મુકવામાં આવેલ અરજીપત્રક ઓનલાઈન ભરીને એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ લઈ એકનોલેજમેન્ટ રીસીપ્ટ અને જરૂરી દસ્તાવેજો શિડયુલ બેંકમાં જમા કરવાના રહેશે. ત્યારબાદ શિડયુલ બેંક દ્વારા અરજી જરૂરી એન્ડોર્સમેન્ટ, બેંક લોન અને વ્યાજની વિગતો ભરીને કેસીજી કચેરીએ મોકલવાનું રહેશે. ઓફલાઇન કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
  • અરજદારને દસ્તાવેજોની ચકાસણી માટે જયારે પણ રૂબરૂ બોલાવામાં આવે ત્યારે ઉપસ્થિત રહેવું આવશ્યક છે.
  • જો વિધાર્થી વિદેશમાં અભ્યાસ કરતો હોય તો વિધાર્થીએ બેંકમાં અરજી કરતી વખતે તેના વતી વિવિધ દસ્તાવેજોમાં સહીકરવામાં તેના માતાપિતા પૈકી જે ને પણ ઓથોરીટી આપી હોય તેની પાવર ઓફ એટર્ની માન્ય ગણવામાં આવશે અને વિદ્યાર્થી વતિ માતા અથવા પિતા જ સહી કરી શકશે કે રજૂઆત કરી શકાશે અન્ય કોઈને ઓથોરીટી આપી હશે તો માન્ય ગણવામાં આવશે નહીં.
  • આવકના પ્રમાણપત્રમાં મામલતદાર, ટી.ડી.ઓ.નું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીએ તેના વાલીઇન્કમટેક્ષનું રીટર્ન ભરતા હોય તો ઇન્કમટેક્ષના રીટર્નની નકલ અથવા ઇન્કમટેક્ષને પાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મરજુ કરવાનું રહેશે.
  • મોરેટોરીયમ પીરીયડ અનુસાર વ્યાજ માફી અભ્યાસક્રમ પૂરો થયા પછી પણ વધુ એક વર્ષ સુધી  ચાલુ રહેશે.
  • વિદ્યાર્થી જો નાપાસ થાય અને / અથવા અભ્યાસ છોડી દેશે અથવા બેક જાતે જ જો લોન રદ કરે તો વ્યાજ સબસીડી બંધકરવામાં આવશે. કે કોઈ સંજોગોમાં લોન ભરપાઈ થઇ જશે તો પણ આપોઆપ વ્યાજ સબસીડી બંધ કરવામાં આવશે.
  • ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ , શૈક્ષણિક લોન પર વ્યાજસબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ રજુ કરવાનું રહેશે.
  • ઉમેદવારને અરજીપત્રક ભરવામાં કે અન્ય કોઇ તકલીફ પડે તો હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૬૩૦૨૦૭૭ અને Email ID:- isel.kcg@gmail.com પર સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી સંપર્ક કરી શકશે.
  • ઉપર મુજબના નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

અરજી કરવાની પ્રક્રિયા

નીચેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ અરજી માન્ય થશે જે ધ્યાનમાં રાખવું

સ્ટેપ ૧- અરજદારે http://www.kcg.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સ્ટેપ ૨ - અરજીપત્રકની સંપૂર્ણ વિગતો ભર્યા બાદ સબમીટ કરી એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ કાઢી તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.

રીસીપ્ટ સાથે જોડાવાના પુરાવાની યાદી

  • આધાર કાર્ડની કોપી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઓળખપત્ર અને રહેઠાણનો પુરાવાની કોપી
  • ધોરણ ૧૨ની માર્કશીટની કોપી
  • સ્નાતક/અનુસ્નાતકની માર્કશીટ અને ડીગ્રી સર્ટિફીકેટની કોપી(જો કોઈ હોય તો)
  • ફી ભર્યાની પહોંચ
  • યુનિવર્સીટીનો એડમીશન પત્ર
  • લોન એપ્લીકેશન ફોર્મની કોપી
  • લોન પાસ થયાનું પ્રમાણપત્ર
  • ડીસબર્સમેન્ટ લેટર
  • લોન એગ્રીમેન્ટ લેટર
  • બેંકમાં આપેલ ડોકયુમેન્ટની કોપી
  • બેંકની પાસબુકના પ્રથમ પાનાની કોપી
  • કેન્સલ ચેક.
  • વિઝા તથા પાસપોર્ટ ની કોપી (બહાર અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે).
  • ઇન્કમટેક્ષ રીટર્નની કોપી
  • આવકનું સર્ટિફિકેટ મામલતદાર/ટીડીઓ દ્વારા ઇન્કમટેક્ષને પાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ (જો ઇન્કમટેક્ષ રીટર્ન ભરતા ન હોય તો)
  • ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ

સ્ટેપ ૩ - અરજદારે એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ લઈ એકનોલેજમેન્ટ રીસીપ્ટ અને જરૂરી દસ્તાવેજો તથા ઇન્કમટેક્ષને પાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ (જો ઇન્કમટેક્ષ રીટર્ન ભરતા ન હોય તો) તથા ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ શિડયુલ બેંકમાં જમા કરવાની રહેશે.

સ્ટેપ ૪:- ત્યારબાદ શિડયુલ બેંક દ્વારા અરજી જરૂરી એન્ડોર્સમેન્ટ, બેંક લોન અને વ્યાજની વિગતો ભરીને કેસીજી કચેરીએ મોકલવાનું રહેશે.તા.૩૧/૦૧/૨૦૧૮, ૧૮:૦૦ કલાક બાદ કોઈ પણ ઓનલાઇન અરજી કરી શકાશે નહિ તેમજ ધ્યાને લેવામાં આવશે નહિ તેની નોંધ લેવી. ઉમેદવારને અરજીપત્રક ભરવામાં કે અન્ય કોઇ તકલીફ પડે તો હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૬૩૦૨૦૭૭ અને Emall_ID:- isel,kcg@gmail.com પર સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી સંપર્ક કરી શકશે.

એપ્લીકેશન ફોર્મ નો નમુનો

INTEREST SUBSIDY SCHEME ON EDUCATION LOAN KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF EDUCATION, GUJARAT STATE

APPLICATION FORM

1. Name of Applicant: (In Capital Letters)

(Surname):____________________

(Name):_______________________

(Father's Name):________________

2. Permanent Address :

__________________________________________________________________________________________

Dist.: ___________

Pin: ____________

3. Contact Details: (M) (1)____________ (2)_____________

(R)________________

4. Personal E-mail: _____________

5. Aadhaar No: ________________

6. Category (General/SC/ST/SEBC/OTHER): __________

7. Gender (Male/Female): _________

8. Birth Date: _________________

9. HSC Passing Information:_________________

School Name

Address of School

Board

Seat No

PercentileResult

10. University/College Information :(Admission year______________)

(for UG/PG student)

University/College

Name

Address of University/College

Course

Duration of Course

University Enrollment Number

Yearly Tuition

Fee(in Rs.)

11. Details of Income:

(a) Father's/Guardian's total Annual Income:  __________________

12. Candidate's Loan Account Information:

(a) Name of Bank: ________________________

(b) Loan Account No: ______________________

13. Candidate's Saving Bank Account Information:

(a) Name of Bank: ________________________

(b) Branch: ______________________________

(c) Branch Code: _________________________

(d) Saving Account No: ____________________

(e) IFSC RTGS Code: _____________________

4. Hostel Information:

(a) Are you staying in Hostel in 2016-17?

Yes/No

(b) If Yes:

Govt. Hostel / Private Hostel

(c) Hostel Name & Address:

__________________________________________________________________

__________________________________________________________________

15. Have you received any scholarship or Loan interest subsidy?Yes/No

If yes, give detail:

(a) Name of Scheme:

________________________________________________________________________________________________________________________________

(b) Amount of Scholarship: _____________________________________________

(c) Amount of Interest if any: ____________________________________________

16. Details of Education Loan:

(A)Loan amount up to 10 Lakhs :

(a) Name of The Bank: _____________________________________________

(b) Branch Name &code :___________________________________________

(c) IFSC Code: ____________________________________________________

(d) Date: _________________________________________________________

(e) Period: From __________________ To ______________________________

Approved Amount for Education Loan

Percentage of Interest

Amount of Interest (Per

Year)

OR

(B) Loan amount more than 10 Lakhs :

(f) Name of The Bank: ______________________________________________

(g) Branch Name &code :___________________________________________

(h) IFSC Code: ____________________________________________________

(i) Date: _______

(j) Period: From ____________ To___________________________

Approved Amount for EducationLoan

Percentage of Interest

Amount of Interest (Per Year)

Up to 10,00,000 Rs.

10,00,001 to________________Rs.

17. Undertaking :

I hereby declare that all the particulars provided by me in the application is true and correct to the best of my knowledge. In the event of suppression or distortion of any information provided by me, I understand that my application for availing assistance is liable for cancellation. I accept and understand all the rules and regulations of this Interest Subsidy Scheme on Education Loan' and it is abide to me and my family. I also give permission for use of my Aadhaar no. details for authentication, DBT purpose etc.

I further certify that all documents submitted by us are true and found correct in aspect of the loan subsidy scheme of government of Gujarat.

______________________                                              ______________

(Name and Sign of Parent/Guardian)(Name and Sign of Student)

Date: _________

Place: ________

» Documents to be attached:

1. Copy of Aadhar Card

2. Copy of Identity Proof and Residential Proof

3. Copy of Mark sheets of 12th standard

4. Copy of All Graduation/Post-Graduation Mark sheets and Degree Certificates if any

5. Copy of Receipt of Tuition fees paid

6. Income Tax Return or Self Declaration Certificate

7. Copy of Income Certificate from competent authority (Mamlatdar/TDO certificate)

8. Copy of First page of Bank Passbook & cancelled Cheque of the bank A/C

9. Copy of duly filled and signed loan application form of Bank

10. Recent passport size photographs

11. Copy of the loan application submitted to the Concerned Bank

12. Copy of Admission Letter

13. Copy of Cancel cheque

14. Endorsement form

ENDORSEMENT BY THE BANK

The applicant Dr. / Mr. / Mrs. /Ms. _______________has taken Education Loan From________ Bank on date_______ Total Loan Amount is Rs.and Loan Disbursed till date is Rs.__ . Interest amount (upto 31/03/2018) on disbursed loan amount as per RBI guidelines is Rs.

I hereby endorse the candidate for The Interest Subsidy Scheme on Education Loan and confirm the same.

It is Certified that interest subsidy (reimbursement) claim submitted by student is in respect of the Student who is eligible under the Interest Subsidy Scheme announced by the Government of Gujarat. It is further Certified that we have verified and satisfied about the genuineness and correctness of the interest subsidy claim submitted to us and the same is correct, accurate and genuine and is as per the interest Subsidy Scheme announced by the Government of Gujarat.

It is also Certified that we have verified that applicant have not taken any benefit of scholarship, interest subsidy on education loan or under any scheme from Government of India. Government of Gujarat or other government-owned institutions.

(Signature of the forwarding officer)

Name : _____________________

Designation : ________________

Place : _____________________

Date : _____________________

(Bank Seal)

આ ફોર્મ દ્વારા બેંક ખાતરી આપે છે કે વિદ્યાર્થીની લોન ખાતા માટેની ઉપરોક્ત ફોર્મમાં લખેલ દરેક વિગતો સાચી છે અને વિદ્યાર્થી વધુ કાર્યવાહી માટે પાત્ર છે.

રીસીપ્ટ સાથે જોડાવાના પુરાવાની યાદી

આવકવેરાને પાત્ર આવક ન થતા હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન

તા._______

હું________________________________ઉમર વર્ષ રહેવાસી_______________ રહેવાસી

________મારા ધર્મના સોગંદ લઇ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદનામું કરું છું કે મારા પુત્ર/પુત્રીશ્રી/કુ.

_____________એ ગુજરાત સરકારશ્રી દ્વારા જાહેર થયેલ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના અન્વયે વ્યાજ સબસીડીની લોન મેળવવા માટે અરજી કરેલ છે.

મારી કે મારા પતિ/પત્નીની નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નું આવકવેરાનુંરીટર્ન ભરેલ નથી જેની અમો બાહેંધરી આપીએ છીએ. મને, મારા પતિ/પત્ની તથા મારા પુત્ર/પુત્રીને એ જાણ છે કે જો ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગતો,ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજુ કરીને કે છેતરપીંડીથી વ્યાજ સબસીડી યોજના અંતર્ગત સહાય મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થશે તો મેળવેલ સહાયની વ્યાજની તમામ રકમ ૧૮% ના દંડનીય વ્યાજ સહીત પરત જમા કરાવવાની રહેશે તથા આ બાબતની કાયદેસરની કાર્યવાહી માટે પગલા લેવામાં આવશે.

વિદ્યાર્થીની સહીવાલીની સહી

આવકવેરાને પાત્ર આવક ન થતા હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન

ભારત સરકાર, ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન

તા._______

હું___________________________ઉમર વર્ષ__________

રહેવાસી_____________મારા ધર્મના સોગંદ લઇ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદનામું કરું છું કે મારા પુત્ર/પુત્રીશ્રી/કુ._________________ગજરાત સરકારની વ્યાજ સબસીડી યોજના અંતર્ગર્ત એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડીનો લાભ મેળવવા માટે અરજી કરેલ છે.

હું/મારા પુત્ર/મારી પુત્રી ઓ પેહલાં કોઈ પણ ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી જેની અમો આ સાથે બાહેંધરી આપીએ છીએ. મને, મારા પતિ/પત્ની તથા મારા પુત્ર/પુત્રીને એ જાણ છે કે જો ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગતો, ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજુ કરીને કે છેતરપીંડીથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડીની સહાય મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થશે તો મેળવેલ સહાયની તમામ રકમ ૧૮% ના દંડનીય વ્યાજ સહીત પરત જમા કરાવવાની રહેશે તથા આ બાબતની કાયદેસરની કાર્યવાહી માટે પગલા લેવામાં આવશે.

વિદ્યાર્થીની સહીવાલીની સહી

સમાપન

વધુ પ્રમાણમાં લોકો સારા અભ્યાસક્રમો તરફ વળી શકશે તથા ભારતના માનનીય વડાપ્રધાનશ્રીની વિવિધ યોજનાઓ કાર્યાન્વીત કરવા માટે આગામી વર્ષોમાં જયારે સમગ્ર વિશ્વની ૨૫% યુવાન વસ્તી ભારતમાં હશે ત્યારે દેશના આર્થિક વિકાસ માટે જે માનવ શક્તિની જરૂર પડશે તે આવી યોજનાથી સિદ્ધ થશે તેવી આશા રાખી શકાય.

આ યોજનાથી લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ પૂરો કરવા માટે આર્થિક સહાય મળે અને તેઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ આગળ વધવાના સપનાને સાકાર કરી શકે તેમજ તેમની કારકિર્દી પ્રગતિના પંથે આગળ વધી શકે તેવી અભ્યર્થના સાથે એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના અમલમાં મુકવામાં આવી છે.

સ્ત્રોત: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ(ઉચ્ચ અને ટેકનીકલ),ગુજરાત સરકાર, ઠરાવ ક્ર-પરચ-૧૦૧૭-૨૨૭૧૪૯-ખ, સચિવાલય, ગાંધીનગર. તારીખ: ૦૪.૦૭.૨૦૧૭

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate