૨૦૧૭-૧૮ના આયોજન માટે માર્ગદર્શક સૂચનાઓ
- કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૮, ૯, ૧૦ જૂન-૨૦૧૭ અને શહેરી વિસ્તાર માટે તા. ૨૨, ૨૩, ૨૪, જૂન-૨૦૧૭ નક્કી કરવામાં આવેલ છે.
- રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક વિભાગમાં તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવરી લેવાની રહેશે.
- રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ તથા અખિલ ભારતીય સેવાના અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લાના કાર્યક્રમમાં ભાગ લેશે તેની વિગતો / યાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે.
- જીલ્લા કક્ષાએ શાળા પ્રવેશોત્સવમાં જોડાનાર પદાધિકારીશ્રીઓ / અધિકારીશ્રીઓની યાદી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારીએ સંકલનમાં રહીને તૈયાર કરવાની રહેશે.
- રાજ્યના શિક્ષણને લગતી, યોજનાઓને લગતી માહિતી - સાહિત્ય તેમજ પ્રવેશોત્સવના બ્રોસર અને પોસ્ટર તૈયાર કરી જિલ્લાને આપવામાં આવશે.
- જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે તેમજ વિધાલક્ષ્મી બોન્ડની ગ્રાન્ટ રાજય કક્ષાએથી ફાળવી આપેલ છે.
- રાજ્ય કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરીંગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. જયારે જીલ્લા કક્ષાએ મોનીટરીંગ ગોઠવવાનું રહેશે.
- આ કાર્યક્રમ 3 દિવસનો રહેશે, દરેકે દરેક ગામ આવરી લેવાના રહેશે. દરરોજ (બે)/ (ત્રણ) શાળાની મુલાકાત લેવાની રહેશે. રાજય કક્ષાના અધિકારી/પદાધિકારીશ્રીઓ માટે તથા જીલ્લા કક્ષાના અધિકારી / પદાધિકારીશ્રીઓ માટે રૂટ બનાવતી વખતે નીચે મુજબના ક્રાઇટેરીયા મુજબ રૂટ બનાવવા અને ફાળવવાના રહેશે. આ ક્રાઇટેરીયા મુજબ જ શહેરી અને ગ્રામ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવના રૂટનું આયોજન કરવાનું રહેશે.
ક્રાઇટેરીયા -૧
ધોરણ-૮ થી ધોરણ-૯ માં ૨૦ ટકા કરતા વધારે ડ્રોપઆઉટ ધરાવતા ૧૦૮ તાલુકામાં રાજય કક્ષાએથી અધિકારી/પદાધિકારીશ્રીનો રૂટ ગોઠવવાના રહેશે. રાજય કક્ષાના અધિકારીશ્રી / પદાધિકારીશ્રીઓને રૂટ ફાળવતી વખતે સૌપ્રથમ પ્રાથમિક કક્ષાએ પ ટકા કરતાં વધારે ડ્રોપઆઉટ ધરાવતા ગામની ગુણોત્સવ-૬ માં "D" કે "C" ગ્રેડની શાળાઓ પૈકી શાળા ફાળવવી. ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી પ્રાથમિક શાળાઓની પસંદગી કરતી વખતે પ્રથમ ગુણોત્સવ-૬ માં ડી ગ્રેડ મેળવનાર શાળા, તેવી શાળા નજીકમાં ઉપલબ્ધ ન હોય તો સી-ગ્રેડવાળી શાળા, અને તેવી શાળા પણ નજીકમાં ઉપલબ્ધ ન હોય તો નજીકની કોઇપણ પ્રાથમિક શાળા તે મુજબ રૂટ બનાવવાના રહેશે. દિવસની -૨ શાળા, કે જેમાં સવારે ૮ થી ૧૧ કલાક એક પ્રાથમિક શાળા અને બપોરના સેશનમાં નજીકની માધ્યમિક શાળાની મુલાકાત લેવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મુલ્યાંકનનો કાર્યક્રમ પણ હાથ ધરવાનો રહેશે. આ માટે જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીએ સાથે મળીને આયોજન કરવાનું રહેશે.
ક્રાઇટેરીયા-ર
રાજય કક્ષાએથી જનાર અધિકારી/પદાધિકારીશ્રીની માધ્યમિક કક્ષાએ ર0 ટકા તેઓને ફાળવેલ તાલુકાની એક માધ્યમિક શાળા અને નજીકની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અને મૂલ્યાંકનનો કાર્યક્રમ હાથ ધરી શકાય એવી રીતે રૂટ બનાવવાના રહેશે.
ક્રાઇટેરીયા -3
જીલ્લા કક્ષાએથી જનાર અધિકારી/પદાધિકારીશ્રી માટે તેઓને ફાળવેલ રૂટમાં એક માધ્યમિક શાળા અને એક પ્રાથમિક શાળા તે રીતે રૂટ બનાવવાના રહેશે. તેમ કરતાં માધ્યમિક શાળાઓની સંખ્યા ઓછી હોય તો તેવા કિસ્સામાં જીલ્લા કક્ષાના અધિકારી/ પદાધિકારીશ્રી ધ્વારા દિવસની 3 (ત્રણ) લેખે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અને મૂલ્યાંકનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે તેવી રીતે રૂટ બનાવવાના રહેશે. જેથી ૧૦૦ ટકા પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરી શકાય. શકય ની એક શાળાનો સમાવેશ થાય તે રીતે આયોજન કરવાનું રહેશે.
- પ્રાથમિક શાળાઓમાં ધો.૧ માટે તેમજ સરકારી માધ્યમિક શાળાઓ / આરએમએસએ શાળાઓ/ગ્રાંટ ઇન એઇડ માધ્યમિક શાળાઓમાં ધો.૯ ના વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ યોજવાનો રહેશે. પ્રાથમિક શાળાઓની પસંદગી એવી રીતે કરાવી કે જયાં માધ્યમિક શાળાઓ નજીકમાં હોય.
- પ્રવેશોત્સવનું સ્થળ પ્રાથમિક માટે પ્રાથમિક શાળાના કેમ્પસમાં અને માધ્યમિક માટે માધ્યમિક શાળાના કેમ્પસમાં રાખવાનું રહેશે.
શાળા પ્રવેશોત્સવ:૨૦૧૭-૧૮ કાર્યક્રમનું સમયપત્રક
રોજ ત્રણ શાળાની મુલાકાત માટે
|
રોજ બે શાળાની મુલાકાત
|
સવારે ૮.૦૦ થી ૧૧.૩૦ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને મૂલ્યાંકન કાર્યક્રમ
|
સવારે ૮.૦૦ થી ૧૨.00 પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને મૂલ્યાંકન કાર્યક્રમ
|
બપોરે ૧૧.૩૦ થી ૧.૩૦ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને મૂલ્યાંકન કાર્યક્રમ
|
બપોરે ૨.૦૦ થી ૫.૦૦ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ અને મૂલ્યાંકન કાર્યક્રમ
|
બપોરે ૨.૦૦ થી ૫.૦૦ પ્રાથમિક / માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ અને મૂલ્યાંકન કાર્યક્રમ
|
|
ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કલેક્ટરશ્રી દ્વારા થશે. જયારે મહા નગરપાલિકા વિસ્તારમાં આયોજન મ્યુનિ.કમિશ્નરશ્રીના દ્વારા થશે. આ માટે નીચે મુજબ અમલીકરણ સમિતિની રચના કરવાની રહેશે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિ
જિલ્લા શિક્ષણ સમિતિ તથા અધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓ માટે
સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રી
|
પ્રમુખ
|
સંબંધિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી
|
સભ્ય
|
સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી
|
સભ્ય
|
સંબંધિત જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
|
સભ્ય
|
સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય
|
સભ્ય
|
ચેરમેનશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ
|
સભ્ય
|
ચેરમેનશ્રી, નગર શિક્ષણ સમિતિ (જો હોય તો)
|
સભ્ય
|
સંબંધિત નગરપાલિકાઓના અધ્યક્ષશ્રીઓ
|
સભ્ય
|
સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી
|
સભ્ય
|
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
|
સભ્ય
|
સભ્ય સચિવશ્રી નગર શિક્ષણ સમિતિ તથા અધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓ માટે
સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી
|
પ્રમુખ
|
ચેરમેનશ્રી, નગર શિક્ષણ સમિતિ
|
સભ્ય
|
સંબંધિત શાસનાધિકારીશ્રી
|
સભ્ય
|
સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી
|
સભ્ય
|
સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને યોગ્ય લાગે તેવા
|
સભ્ય
|
- જિલ્લાની/મ્યુનિસિપલ વિસ્તારની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી.
- શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ માં જોડાનાર મહાનુભાવોમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માન. મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રી, બોર્ડ નિગમના અધ્યક્ષશ્રી, આઇ.એ.એસ. અધિકારીશ્રી, આઇ.પી.એસ.અધિકારીશ્રી, આઇ.એફ.એસ.અધિકારીશ્રીને ક્રાઇટેરીયા મુજબ રૂટ ફાળવવા ઉપરાંત માનનીય સંસદસભ્યશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને તેમના મત વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવના રૂટ ફાળવવા. જેના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીઓએ મીટીંગ બોલાવી બ્રિફ કરવાનું રહેશે.
- શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા.
- SMC ના સભ્યો સાથે બેઠક કરી પ્રવેશ અને નામાંકનની સમીક્ષા કરવાની રહેશે.
- શહેરી વિસ્તારમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓને RTE અંતર્ગત પ્રવેશ આપેલ નજીકની ખાનગી શાળાની મુલાકાત લેવાની રહેશે.
- જિલ્લાના રૂટ નિયત કરીને, રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કયા અધિકારી / કર્મચારીઓ ભાગ લેશે તેની યાદી તૈયાર કરવી તથા મુલાકાત લેનાર અધિકારીશ્રીઓને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી.
- કાર્યક્રમને લગતી કીટ્સ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીશ્રી/ પદાધિકારીશ્રીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર, ઓછામાં ઓછા દસ દિવસ પહેલા કરવાનું રહેશે. 20. કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા.
- કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરીને, તેમના મોબાઇલ નંબર સહિત સંપર્ક થઇ શકે તેવી માહિતી સાથે સંબંધિતોને તેની જાણ કરવી.
- કાર્યક્રમ દરમ્યાન થયેલ નામાંકન તથા મળેલ દાન/લોકસહયોગ અંગેની માહિતી નિયત નમૂનામાં ત્વરિત પૂરી પાડવી.
- ધો.૮ પછી ધો. ૯માં પ્રવેશ પામવા કેટલા વિદ્યાર્થીઓએ ધો. ૯માં પ્રવેશ મેળવ્યો અને કેટલા વિદ્યાર્થીઓએ આઇ.ટી.આઇ. માં પ્રવેશ મેળવ્યો અથવા છોડી દીધો તે માહિતી તૈયાર કરીને નિયત નમૂનામાં ત્વરિત પૂરી પાડવી
- સીઆરસી હેઠળ આવતી શાળાઓમાં જે બાળકોએ ધો.૮ પાસ કરેલ અને ધો.૯માં પ્રવેશ મેળવેલ છે કે કેમ અથવા ડ્રોપ આઉટ થયેલ છે, અથવા ધો.૯માં કઇ શાળામાં પ્રવેશ મેળવેલ છે તેની વિગતો તૈયાર કરવાની જવાબદારી જે તે સીઆરસીની રહેશે.
- ગુણોત્સવ-૬ ના આધારે દરેક શાળાનું રીપોર્ટ કાર્ડ વિદ્યાર્થીઓની વિગતો શાળાઓને અપાયેલ હશે, જે પ્રવેશોત્સવ કાર્યક્રમ સમયે ઉપલબ્ધ રહે તે માટે સૂચના આપવી.
- પદાધિકારીઓ/અધિકારીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, ચંદન, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી.
- પદાધિકારી / અધિકારીશ્રીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્યવયે વકતવ્યમાં નીચે મુજબના લોકશિક્ષણના મુદ્દા સામેલ કરવા.
- SMC ની જાણકારી, રચના અને કાર્યોની માહિતી આપવી.
- દરેક વક્તા જે શાળામાં જાય છે તે શાળાના ડ્રોપ-આઉટ રેટ વિશે ચર્ચા કરે (શાળાનો ડ્રોપ-આઉટ રેટ મુખ્ય શિક્ષક આપશે).
- ગામના લોકોની સાક્ષરતા અંગે વક્તવ્યમાં સમાવેશ કરવો અને સાક્ષરતા અભિયાન દ્વારા નિરક્ષર લોકોના શિક્ષણ અંગે જાગૃતિ લાવવી.
- વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા બાબત.
- વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા બાબત.
- પ્રવેશોત્સવ કાર્યક્રમની કાર્યસૂચિમાં મનુષ્ય ગૌરવગાન અભિનય સાથે થાય જેમાં ગાવાવાળુ ગ્રુપ અલગ અને અભિનય કરવાવાળુ ગ્રુપ અલગ રાખી પ્રદર્શિત કરી શકાય તે મુજબ આયોજન કરવું ઇચ્છનીય રહેશે.
- યોગ પરિચય નિદર્શનમાં માત્ર દસ-પંદર બાળકો દ્વારા અલાયદુ સ્ટેજ બનાવી કરાવું. બધાજ વિદ્યાર્થીઓને સામેલ ન કરવા.
- પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઇઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠયપુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે. તેમજ વિદ્યાલક્ષ્મી બોન્ડની કોપી જો મળવાપાત્ર હોય તો પણ સાથે રાખી તેને આપી શકાય. આ અંગેની જવાબદારી જે તે શાળાના શિક્ષકને સોંપવી.
- યોગથી નિરોગી, સ્વચ્છતા અભિયાન ,બેટી બચાવો, પાણી બચાવો, વૃક્ષારોપણ વિષય પર બાળકોને વકતવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વકતવ્ય રાખવું.
- બાળકોને સુખડી સાથે કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો લોક ભાગીદારીથી કે અન્ય રીતે આપી શકાય તે અંગે પણ કાર્યવાહી કરવી.
- જે તે શાળામાં ખૂટતા ઓરડાની મંજૂરી મળેલ હોય તો તેની જાહેરાત કાર્યક્રમ દરમ્યાન કરવાની રહેશે. તે જ રીતે નવા વર્ગખંડોની આવશ્યકતા અંગે માંગણી ચકાસીને મંજૂરી બાબતે કાર્યવાહી પણ હાથ ધરવાની રહેશે. તદુપરાંત નવા વર્ગખંડ માટે જમીનની માંગણી થયેલ હોય તો તે બાબતે જમીન ઉપલબ્ધ હોય તો ફાળવણી કાર્યવાહી આ કાર્યક્રમ અગાઉ પૂર્ણ થાય તે જોવું.
- ઓછા નામાંકન અને ઓછા સ્થાયીકરણ, વધારે ગેરહાજરી ધરાવતા વિસ્તારો તથા વર્ગ વિશેષ જાતિઓ સુનિશ્ચિત કરવી તથા તે અંગેની સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષ દરમ્યાન અસરકારક આયોજન ઘડવું
- કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાને લઇ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.
- શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન અને અમલીકરણ સંદર્ભે અન્ય વિભાગો સાથે સંકલન નીચે મુજબ કરવાનું રહેશે.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ
- આંગણવાડીમાં દાતાઓ દ્વારા મળેલ રમકડાનું વિતરણ
- બાલભોગ, સુખડી, શિરો અને ઉપમાનું સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને વિતરણ
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
- શિષ્યવૃતિ ચેકનું વિતરણ - ગણવેશ વિતરણ
- આદિજાતિ વિભાગ = શિષ્યવૃતિ ચેકનું વિતરણ - ગણવેશ વિતરણ
- આરોગ્ય વિભાગ
- આશા વર્કર અને હેલ્થ વર્કર દ્વારા રાળા બાળકોને આરોગ્ય અંગે જાગૃતિ આપવી
શાળા પ્રવેશોત્સવ માટે (સૂચિત) પ્રચાર-પ્રસાર અભિયાન:-
- YouTube Audio-Video Clip
- પ્રચાર-પ્રસારના જાહેર માધ્યમોનો ઉપયોગ
- હોડીંગ - બસ સ્ટેન્ડ પર, બસ પાછળ પોસ્ટર અને બસની ટિકિટ પાછળ જાહેરાત
- સ્કોલર અને જિંગલ
- આ સાથે શાળાએ કરવાની થતી કાર્યવાહી માટે અલગ સૂચના તરીકે અપેલ છે. જેનું પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જરૂરી પાલન થાય તે મુજબ સૂચનાઓ આપવી.
પ્રવેશોત્સવમાં શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેની સૂચનાઓ
- ઉલ્લાસમય વાતાવરણ તૈયાર કરી શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત કરીને નીચેના ક્રમ પ્રમાણે પ્રવેશ આપવો.
પ્રાથમિક શાળાનો કાર્યક્રમ
- સૌ પ્રથમ ત્રણ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવો.
- ત્યારબાદ ધો.૧ માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવાવો.
- શાળા છોડી ગયેલા ૬-૧૪ વયજૂથના તમામ બાળકોને પુન:પ્રવેશ કરાવવો. (શાળા છોડી ગયેલા તમામ બાળકોની યાદી શાળાના આચાર્યને સીઆરસી આપશે)
- ધો.૬ ન હોય તેવી શાળાના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવવો. ધો.૮ ન ધરાવતી શાળાના ધો.૭ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવવો.
માધ્યમિક શાળાનો કાર્યક્રમ
- જ્યાં માધ્યમિક શાળા હોય ત્યાં ધોરણ-૯ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવો.
- એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું
- વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તેવા કાર્યક્રમનું આયોજન કરવું.
- શાળામાં જે તે દિવસે બાળકોને વિનામૂલ્ય પાઠયપુસ્તકો, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃતિ, ગણવેશ, વિદ્યાદીપ વિમા યોજનાના ચેક વગેરેનું વિતરણ કરવું.
- વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંગે વાલીઓને માહિતગાર કરવા તથા પાત્રતા ધરાવતી કન્યાઓને કાર્યક્રમ વખતે બોન્ડ આપવા.
- દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી દાન/લોકફાળો મેળવવા પ્રયાસ કરવા તથા દાતાઓનું સન્માન કરવું.
- લોક-સહયોગથી મળેલ રમકડાનું આંગણવાડીમાં વિતરણ કરવું.
- સમાજના સહયોગથી મળેલ પુસ્તકોને શાળા પુસ્તકાલયમાં ભેટ આપવી.
- શાળાના મધ્યાહન ભોજન યોજના હેઠળ સુખડી વિતરણ કરવું.
- નામાંકન સાથે કુપોષિત બાળકો માટે નિવારક કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
10. શહીદોના નામકરણવાળી શાળામાં જે તે શહીદ વીરને શ્રધ્ધાંજલી અને બાળકો દ્વારા વાર્તાલાપ.
11. જે શાળા ૧00 વર્ષ કરતાં જૂની છે, તે શાળામાં વિશિષ્ટ કાર્યક્રમ .
12. સાક્ષરતા અભિયાન અંતર્ગત નવસાક્ષર વ્યકિતઓને તેમજ પ્રેરકને હાજર રાખવા.
પ્રવેશોત્સવ કાર્યક્રમની કાર્યસૂચિ
- “મનુષ્ય તું બડા મહાન હૈ” ગૌરવ ગાનથી કાર્યક્રમની શરૂઆત (અભિનય સાથે)
- ફૂલ-ગુલાબ પાંદડી, ચંદન તિલક કરી પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશ
- યોગ પરિચય – નિદર્શન
- આંગણવાડીમાં દાતાઓ દ્વારા મળેલ રમકડાઓનું અર્પણ
- વિદ્યાલક્ષ્મી બોન્ડ, ચેક અર્પણ, શિષ્યવૃત્તિ,ગણવેશ સહાય અને પાઠય પુસ્તક વગેરેનું વિતરણ
- ધોરણ ૩ થી ૮ માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પુસ્તક દ્વારા સન્માન
- રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા લેવાયેલ NMMS/NTSE ની પરીક્ષામાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિધાથીઓનું સન્માન.
- વાહન વ્યવસ્થા ધ્વારા આવેલ બાળકોનું વાહન સાથે સ્વાગત.
- જો શાળામાં નવો પ્રજ્ઞા વર્ગ મળેલ હોય તો તેનું શુભારંભ
- અમૃત વચન (બેટી બચાવો, પાણી બચાવો અને વૃક્ષારોપણ) આ વિષય ઉપર ત્રણ થી ચાર વિદ્યાર્થીઓનું વક્તવ્ય (કુલ ૧૦ મિનિટ)
- દાતાઓ, સ્વચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરીને દાન તથા લોક ફાળો મેળવવો - દાતાઓનું સન્માન કરવું
- શાળામાં ભણેલા ગામમાં રહેતા વયો-વૃધ્ધ વ્યક્તિઓનું સન્માન
- શાળામાં ભણેલા પોતાના કાર્યક્ષેત્રમાં ખાસ યોગદાન આપેલ હોય તેવી વ્યક્તિઓનું સન્માન
- મુખ્ય મહેમાનશ્રીનું સંબોધન
- રાષ્ટ્રગીતનું ગાન.
- સર્વ શિક્ષા અભિયાન નિર્મિત શાળાના બિલ્ડીંગ કે નવા વર્ગખંડ બની ગયેલ હોય તેનું લોકાર્પણ કરવું તેમજ નવા શરૂ કરવાના કામનું ખાતમુહુર્ત કરવું
- વૃક્ષારોપણ (સરગવા/ફળના ઝાડ) - (વિદ્યાથીં/વાલી દ્વારા)
15 શહેરી વિસ્તારના પ્રવેશોત્સવ દરમ્યાન જો નગરપાલિકા વિસ્તારમાં હોય તો રેલીનું આયોજન અને જો મહાનગર પાલિકા વિસ્તાર હોય તો વોર્ડમાં રેલીનું આયોજનકરવાનું રહેશે.
16 શાળા પ્રવેશોત્સવમાં જન ભાગીદારી
- પ્રવેશોત્સવના એક અઠવાડિયા પહેલાં તમામ એસ.એમ.સી.ની બેઠક બોલાવવી
- તમામ એસ.એમ.સી. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતિ
- ૬ થી ૧૪ વર્ષના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદીનું જાહેર વંચાણ
- શાળા બહારના બાળકોની માહિતીનું જાહેર વંચાણ
- ૨૦૧૬-૧૭માં શાળાને મળેલ તમામ પ્રકારની ગ્રાન્ટના હિસાબોનું વંચાણ ૨૦૧૭-૧૮માં શાળાને મળનાર તમામ પ્રકારની ગ્રાન્ટ અને પ્રવૃતિઓની વિગત વર્કઆયોજન સાથે રજૂ કરવી
સ્ત્રોત : શિક્ષણ વિભાગ