પુરક પોષણ યોજના (દૂધ સંજીવની)
યોજનાનો ઉદ્દેશ
- પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકેલ છે.
પાત્રતાના ધોરણો
- પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
- આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય વિદ્યાર્થીઓને દૂધ પૂરુ પાડવામાં આવે છે.
યોજનાના ફાયદા/સહાય
- ૨૦૦ml ફલેવર્ડ દૂધના પાઉચ પૂરા પાડવામાં આવે છે.
પ્રક્રિયા
- ડેરી મારફતે જિલ્લાની પે સેંટર શાળાઓ પર દૂધનો જથ્થો ઉતારવામાં આવે છે અને પે સેંટરો પરથી તાબાની શાળાઓમાં પહોંચાડવામાં આવે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- આ યોજના જે તે જિલ્લાઓનાં પ્રાયોજના વહીવટ દારશ્રીઓ મારફતે અમલવારી કરવામાં આવે છે.
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.