૧ |
યોજનાનું નામ |
સરસ્વતી સાધના યોજના ૨૨૨૫ સ.ક.બીસીકે-૦૬ |
૨ |
યોજના કયારે શરૂ થઇ |
૧૯૯૮-૯૯ |
૩ |
યોજનાનો હેતુ |
અનુસુચિત જાતિની ધો-૮ માં અભ્યાસ માટે અપડાઉન કરતી કન્યાઓને સાયકલ ખરીદવા અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા |
૪ |
યોજના વિશે માહિતી |
આ યોજનામાં અનુ.જાતિના બી.પી.એલ. કુટુંબની ધો-૮ ની કન્યાઓને કે જેના ગામમાં હાઇસ્કુલની સગવડ ન હોય તેને અભ્યાસ માટે પોતાના ગામથી બીજા ગામ અપડાઉન કરવા સાયકલ સહાય માટે રૂ.૧૫૦૦/- ની રોકડ સહાય આપવાની યોજના અમલમાં છે. |
૫ |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. |
અનુ.જાતિની ધો-૮ માં અભ્યાસ કરતી બી.પી.એલ. કુટુંબની કન્યાઓને મળી શકે આ અંગે તાલુકા લેવલે સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને મળવું. |
૬ |
યોજનાના લાભાર્થી માટેની લાયકાત |
ધોરણ ૮ માં અભ્યાસ કરતી અનુ.જાતિની બી.પી.એલ. કુટુંબની કન્યાઓને કે જેના ગામમાં હાઇસ્કુલની સગવડ ન હોય તેને અભ્યાસ માટે પોતાના ગામથી બીજા ગામ અપડાઉન કરતી કન્યાને મળવાપાત્ર થાય છે. |
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020