অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખાતા વિષે

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ. ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ. રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે ૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ.

તેણે જુન – ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન – ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.

સર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.) નીચે ગુજરાતમાં તમામ ૨૬ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે રાજ્યના ૨૨ જીલ્લાઓમાં (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ્ સિવાય) ૭૮ ગ્રામિણ શૈક્ષણીક પછાત વિભાગો (ઈ.બી.બી.) ના ૧૫૮૪ જુથમાં તથા ૧૧ શહેરી ઝુંપડપટ્ટીઓના ૩૨ જુથમાં કન્યાઓને પ્રારંભીક શિક્ષણના રાષ્ટ્રીય કાર્યક્રમ (એન.પી.ઈ.જી.ઈ.એલ.) નો તે અમલ કરે છે.

કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો પણ અમલ તે કરે છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૮૯ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે યોજનાઓના અમલીકરણ માટે સંસ્થાના મેમોરેંન્ડમ ઓફ એસોસીએશનમાં યોગ્ય ફેરફારો કરવામાં આવેલ છે.

વ્યવસ્થાપક માળખુ

રાજય કક્ષાએ

એસ.પી.ડી.

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

એસ.પી.ડી.

એડિ. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

એફ એંન્ડ એઓ

ફાયનાન્સ & એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)

ઓઆઇસી

ઓફિસર ઇન ચાર્જ

એસએસએ

સર્વ શિક્ષા અભિયાન

જીસીઆરટી

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

રાજય કચેરી

 

એસએસએ

સર્વ શિક્ષા અભિયાન

એસ.પી.ઓ.

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ

એસ.પી.ડી.

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

એસ.પી.ડી.

એડિ. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

ટીટી

ટીચર્સ ટ્રેનિંગ (શિક્ષક તાલીમ)

એ.એસ.

ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્)

એ.એસ.

ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્)

આ.ઇ.ડી.

ઇન્ટિગ્રેટેડ એજયુકેશન ફોર ડિસએબલ્ડ (સંકલિત શિક્ષણ)

ઇસીસીઇ

અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજયુકેશન (પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ)

ઓએસ

કચેરી અધીક્ષક

એફ એંન્ડ એઓ

ફાયનાન્સ & એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)

એમ.આઇ.એસ.

મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ

પી એન્ડ એમ

પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ

જીલ્લા કક્ષાએ

 

એડીપીસી

આસી. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર

એઓ

એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)

એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)

ઓફિસર ઇન ચાર્જ

બી.આર.જી.

બ્લોક રીસોર્સ ગ્રુપ

સી.આર.સી.

ક્લસ્ટર રીસોર્સ ગ્રુપ

બી આર.સી.

બ્લોક રીસોર્સ સેન્ટર

સી.આર.સી.

ક્લસ્ટર રીસોર્સ સેન્ટર

એસ.એમ.સી.

સ્કુલ મેનેજમેન્ટ કમિટિ (શાળા વ્યવસ્થાપન સમિતિ)

જીલ્લા કચેરી

ડીપીસી

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર

ટીટી

ટીચર્સ ટ્રેનિંગ (શિક્ષક તાલીમ)

એ.એસ.

ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્)

આ.ઇ.ડી.

ઇન્ટિગ્રેટેડ એજયુકેશન ફોર ડિસએબલ્ડ (સંકલિત શિક્ષણ)

ઇસીસીઇ

અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજયુકેશન (પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ)

એઓ

એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)

એસ.એમ.સી.

સ્કુલ મેનેજમેન્ટ કમિટિ (શાળા વ્યવસ્થાપન સમિતિ)

બી આર.સી.

બ્લોક રીસોર્સ સેન્ટર

સી.આર.સી.

ક્લસ્ટર રીસોર્સ સેન્ટર

 

પ્રવૃત્તિઓ

નીચેની પ્રવ્રુત્તિઓ / ફરજો એસ.એસ.એ. માટેના માળખામાં રહેલ જોગવાઈઓને ધ્યાનમાં રાખી સમિતી દ્વારા અદા કરવામાં આવે છે.

  • શાળાઓ / સ્પેશિયલ ટ્રેનિંગ વ્યવસ્થા
  • પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીકમાં જે નીચું હોય તેમાં દરેક શ્રેણી / વર્ગમાં દરેક શિક્ષકને ઓરડો ફાળવવો.
  • બાંધકામ કાર્ય : શાળાની સગવડતામાં વધારો તથા બી.આર.સી. / સી.આર.સી. બાંધકામ અને સી.આર.સી. સ્તરે વધારાના વર્ગખંડ.
  • શાળાના મકાનની જાળવણી તથા સમારકામ (ચોક્ક્સ નિયમોને આધિન).
  • શાળાનું અનુદાન.
  • ટી.એલ.એમ. માટે શિક્ષકોને અનુદાન (નિયમોને આધીન સિમીત રહીને).
  • શીક્ષકોને તાલિમની જોગવાઈ.
  • જુથ નેતાને તાલિમની જોગવાઈ.
  • વિકલાંગ બાળકોની વિષેશ જરૂરીયાતો પુરી કરવાના પ્રયત્નો.
  • સંશોધન, મુલ્યાંકન, નિયંત્રણ તથા નિરીક્ષણ માટેની જોગવાઈઓ.
  • સંચાલન માળખું ઉભું કરવું.
  • કન્યા શિક્ષણ માટે નવિન પ્રવ્રુત્તિઓ, વહેલું બાળપણ, સંભાળ અને શિક્ષણ, અ.જા. / અ.જ.જા. જાતીના બાળકોના શિક્ષણનું નિયમન.
  • બી.આર.સી. જેવા બ્લોક સ્તરે અને ક્લસ્ટર સ્તરે સી.આર.સી. જેવા શૈક્ષણીક એકમોની સ્થાપના તથા તેમને સક્રિય અને સક્ષમ બનાવવા.
  • વૈકલ્પીક શિક્ષણ કેન્દ્રો, સેતુ અભ્યાસક્રમ, ઉપચારાત્મક અભ્યાસક્રમ, શાળામાં ન જતાં બાળકોને નિયમિત શાળામાં પાછા ફરવાની શીબીરો માટે ભંડોળ પુરૂં પાડવું.
  • સુક્ષ્મ આયોજન, ઘરેલુ મોજણી, અભ્યાસ, સામાજીક ગતિશીલતા, શાળાકિય પ્રવ્રુત્તિઓ, કચેરિનાં સાધનો, તમામ સ્તરે તાલિમ અને નિર્ધારણ વિગેરે માટેની પ્રારંભિક પ્રવ્રુત્તિઓ.
  • એન.પી.ઈ.જી.ઈ.એલ. નીચે શાળાનું નમુનારૂપ ઝુમખું તૈયાર કરવું અને ટી.એલ.એમ., રમત-ગમત તથા વ્યવસાયલક્ષી તાલિમ માટે ભંડોળ પુરૂં પાડ્વું.
  • કન્યા કેળવણીના પ્રચારાર્થે થતી વિવિધ પ્રવ્રુત્તિઓમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા નમુનારૂપ શાળાના ઝુમખાંને અનુદાનની જોગવાઈ.
  • કન્યા છાત્રાઓની નામ નોંધણી, જાળવણી તથા ભણતરની સિદ્ધિ માટે ક્લસ્ટર સ્તરે શાળા / શિક્ષકને પુરસ્કારની જોગવાઈ.
  • જાતિ સંવેદના બાબતે ભાગ લેનાર શિક્ષકો અને લોકોને તાલિમ.
  • કમ્પ્યુટર ધ્વારા શિક્ષણ (કમ્પ્યુટર એઇડેડ લર્નિંગ)

શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો:

  • શિક્ષણનો અધિકાર અધિનિયમ, એવું સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે.
  • “ફરજીયાત” શિક્ષણ એટલે, - ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા, તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરાવવાની જવાબદારી સરકારની રહે છે. “મફત” એટલે, કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસુલવામા આવશે નહિ, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામા આવશે.
  • શાળા બહારના બાળકોને તેમની વયકક્ષા અનુસારના વર્ગમાં દાખલ કરાવવા
  • આ નિયમ દ્વારા સરકારની, સ્થાનિક સત્તાતંત્રની અને વાલીની; મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમના અમલીકરણ માટેની ફરજો અને જવાબદારીઓ અંગે રજૂઆત કરે છે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની નાણાકીય જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા કરે છે.
  • વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનો ગુણોત્તર નક્કી કરવા અંગેના ધોરણ, શાળામાં જરૂરી ભૌતિકસુવિધા, શાળાના કામના કલાકો અને શિક્ષકના કામના કલાકો વિષે માર્ગદર્શન પૂરું પડે છે.
  • માત્ર રાજ્ય અથવા જીલ્લા કે બ્લોકના સરેરાશ વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની જાળવણી દ્વારા સંતોષ માનવાને બદલે દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની ઉચિત જાળવણી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોની જગ્યાઓ ભરવામાં કોઈ વિસંગતતા ન ઉભી થાય અને કોઈ એક જગ્યા ઉપર શિક્ષકોની જમાવટ ન થાય તે અંગે સુચવી જાય છે
  • શિક્ષકોને દસ વર્ષે થતી વસ્તી ગણતરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાના ચુંટણી કાર્યો અને કુદરતી હોનારત સિવાયના અન્ય કાર્યોની સોંપાણી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
  • શિક્ષકોની નિયુક્તિ સમયે યોગ્ય તાલીમ મેળવેલ શિક્ષકોને જ લેવા પર ભાર મુકવામાં આવેલ છે; જેમકે શિક્ષક પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બાબતો પર પ્રતિબંધ મૂકે છે તેમાં મુખ્યત્વે – કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ, કોઈપણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ, શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના માતા-પિતા /વાલીને તપાસ કે ઇન્ટરવ્યુમાંથી પસાર કરશે નહિ, કોઈપણ શિક્ષક ખાનગી શિક્ષણ (ટ્યુશન) અથવા ખાનગી શિક્ષણ (ટ્યુશન)ની પ્રવૃત્તિ કરી શકશે નહિ, કોઈપણ શાળા સરકારશ્રીની માન્યતા વિના ચાલી શકશે નહિ.
  • બંધારણમાં સ્થાપિત થઇ ગયેલા મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકકેન્દ્રી અભ્યાસક્રમનું નિર્માણ કરવું જોઈએ; જેથી બાળક તનાવમુક્ત વાતાવરણમાં ભણી શકે; અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી કરીને તેનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે, બાળકના જ્ઞાન આધારિત હોવો જોઈએ તેમજ બાળકમાં રહેલ શક્તિ અને પ્રતિભાને વધારે સારી રીતે ખીલવી શકાય તે રીતે બનાવવો જોઈએ જેથી કરીને બાળકોને ભણવાનું ભાર રૂપ ન લાગતાં તેમાંથી તેઓને આનંદ મળવો જોઈએ.

વ્યૂહ

  • પદ્ધતિમાં સુધારા માટે સંસ્થાકીય સુધારણાઓ
  • કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે ટકાઉ નાણાંકીય ભાગીદારી
  • અસરકારક વિકેન્દ્રીકકરણ દ્વારા લોક નેતૃત્વ
  • જી.સી.ઇ.આર.ટી., ડી.આઇ.ઇ.ટી., બી.આર.સી., સી.આર.સી., એસ.એમ.સી. નું સંસ્થાકીય સક્ષમતા બંધારણ.
  • સંપૂર્ણ પારદર્શીતા સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત નીરીક્ષણ.
  • વસવાટના એકમ સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત આયોજન.
  • સમુદાય/જ્ઞાતી પ્રત્યે જવાબદારી, જેમકે એસ.એમ.સી.- શાળા વ્યવસ્થાપન સમિતિ
  • કન્યા કેળવણીને પ્રાધાન્ય
  • વિશેષ જુથો જેવાકે અ.જા., અ.જ.જા., લધુમતી જુથો, શહેરી તથા વિશેષ જરૂરીયાત વાળા બાળકો ઉપર ધ્યાન આપવું.
  • અભ્યાસક્રમમાં સુધારા, બાળકો કેન્દ્રીક્રુત પ્રવૃત્તિઓ, અસરકારક ટી.એલ.એમ. અને શિક્ષકોના વ્યાવસાયીક વિશેષાધીકાર સહીતની ગુણવત્તા પર ભાર.
  • અભ્યાસક્રમને લગતી સામગ્રીના વિકાસમાં વર્ગ વ્યવહાર ઉપર ધ્યાન આપવામાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમીકા.
  • સમુદાય / જ્ઞાતીલક્ષી નેતૃત્વનું નિર્ધારણ.

 

વ્યાપ

એસ. એસ. એ. વ્યાપ્તિ

એસ.એસ.એ. વ્યાપ્તિ:

2013-14

2014-15

સમાવેલ જિલ્લાઓ :

26

33

મહાનગરપાલિકા:
(બાકીના જિલ્લાઓમાં સમાવેલ છે )

4

4

તાલુકાઓ :

224

248

ક્લસ્ટરો :

4268

4268

ડી.આઇ.ઇ.ટી. (જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન):

26

26


રાજ્ય રૂપરેખા : ( પુરાવો આપનાર ડી. આઈ. એસ. ઈ. DISE 2013-14 ) :

રાજ્ય રૂપરેખા: (પુરાવો આપનાર ડી.આઇ.એસ.ઇ DISE):

2013-14

2014-15

કુલ શાળાઓ :

43176

43638

સરકારી શાળાઓ :

33624

33666

અનુદાનીત શાળાઓ :

836

845

ખાનગી શળાઓ :

8716

9127

 

શિક્ષકો ની સંખ્યા :

309742

309927

પુરુષ :

138710

138752

સ્ત્રી :

171032

171175

 

વિદ્યાર્થીઓ ની સંખ્યા

9229028

9142451

પુરુષ :

4978756

4920420

સ્ત્રી :

4250272

4222031

બી.આર.સી/યુ.આર.સી. ની સંખ્યા

228

262

સી. આર.સી. ની સંખ્યા

4268

4268


ડ્રોપ આઉટ દર:

વષૅ

ધો 1 to 5

ધો 1 to 8


કુમાર

કન્યા

કુલ

કુમાર

કન્યા

કુલ

2013-14

1.97

2.02

2.00

6.53

7.28

6.91

2014-15

1.94

2.00

1.97

6.19

7.03

6.61

કાર્યલક્ષી વિસ્તારો

  • ગુણવત્તામાં સુધારો
  • સમુદાય / જ્ઞાતી એકીકરણ
  • કન્યા કેળવણી
  • નિશાળે ન જતા બાળકોનું શિક્ષણ
  • વિશીષ્ટન જરૂરીયાત વાળા બાળકોનું શિક્ષણ
  • અનુસુચિત જાતી/જનજાતીના બાળકોનું શિક્ષણ
  • શહેરથી વંચીત બાળકનું શિક્ષણ
  • બાળપણની પૂર્વ કાળજી અને શિક્ષણ (ઇ.સી.સી.ઇ.)
  • કોમ્પ્યુટર ધ્વારા શિક્ષણ
  • બાંધકામ અને સમારકામ
  • સંશોધન અને મૂલ્યાંમકન
  • શાળાના બાળકની ગ્રહણશકિત

સંપર્ક માહિતી

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (GCEE)

સર્વ શિક્ષા અભિયાન,

સેકટર-૧૭, ગાંધીનગર.

ફોન નં.૦૭૯-૨૩૨૩૮૪૦૪, ૦૭૯-૨૩૨૩૪૯૩૯, ૦૭૯-૨૩૨૩૫૦૬૯, ૦૭૯-૨૩૨૩૫૦૬૩

ફેકસઃ- ૦૭૯- ૨૩૨૩૮૪૦૪

ટોલ ફ્રી નં: ૧૮૦૦-૨૩૩-૭૯૬૫

ઈ-મેઇલઃ dpepgujarat@yahoo.com

spossam@gmail.com

સર્વ સિક્ષા અભિયાન મિસન અંતર્ગત કચેરી અને ટોલફ્રી નંબરની યાદી વર્ષ 2012-13

સર્વ શિક્ષા અભિયાન નો મુખ્ય ઉદ્દેશ ૬ થી ૧૪ વર્ષ ની વય જૂથના તમામ બાળકો ને મફત,ફરજીયાત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરુ પાડવાનો છે. આ માટે આપની આસપાસના વિસ્તારમાં શાળામાં કદીનગયેલ,શાળામાંથી ધો-૮ પૂર્ણ કર્યા સિવાય શાળાછોડી ગયેલ, વિશષ્ટજરૂરીયાત વાળા (વિક્લાંગ) સહિત નાં તમામ બાળકોના શિક્ષણઅને સર્વ શિક્ષા અભિયાન સંબંધિત ફરીયાદ,રજૂઆત,માહિતી માટે નીચેના ટોલફ્રી નંબરો પર ક્ચેરીના કામ કાજના દિવસોમાં ૧૧:૦૦ થી ૦પ:૦૦ દરમ્યાન સંપર્ક કરી શકાશે.

સર્વ શિક્ષા અભિયાન

કોમ્પ્‍યુટર એડેડ લર્નિંગ (CAL) પ્રોજેકટ

(CAL) પ્રોજેકટ અંતર્ગત કોમ્પ્‍યુટર લેબ અંગેની સમસ્‍યા નોંધાવવા માટેના ટોલ ફ્રી હેલ્‍પ ડેસ્‍ક

ક્રમ

જિલ્‍લો

ટોલ ફ્રી હેલ્‍પ ડેસ્‍ક સંપર્ક નંબર

અમલીકરણ એજન્‍સી

આણંદ

૧૮૦૦ ર૩૩૬ ૩૦૩

મે. આઇ.એલ. એન્‍ડ એફ. એસ. લીમીટેડ

ખેડા

૧૮૦૦ ર૩૩૬ ૩૦પ

મે. આઇ.એલ. એન્‍ડ એફ. એસ. લીમીટેડ

પંચમહાલ

૧૮૦૦ ર૩૩૬ ૩૦૬

મે. આઇ.એલ. એન્‍ડ એફ. એસ. લીમીટેડ

રાજકોટ

૧૮૦૦ ર૩૩૬ ૩૦૭

મે. આઇ.એલ. એન્‍ડ એફ. એસ. લીમીટેડ

ભાવનગર

૧૮૦૦ ર૩૩૬ ૩૦૪

મે. આઇ.એલ. એન્‍ડ એફ. એસ. લીમીટેડ

સુરેન્‍દ્રનગર

૧૮૦૦ ર૩૩૬ ૩૦૮

મે. આઇ.એલ. એન્‍ડ એફ. એસ. લીમીટેડ

દાહોદ

૧૮૦૦ ૩૦૧૦ ૨૯૨૦

મે. કોર એજયુકેશન એન્‍ડ ટેકનોલોજીસ લીમીટેડ

વડોદરા

૧૮૦૦ ૩૦૧૦ ૨૯૨૦

મે. કોર એજયુકેશન એન્‍ડ ટેકનોલોજીસ લીમીટેડ

નર્મદા

૧૮૦૦ ૩૦૧૦ ૨૯૨૦

મે. કોર એજયુકેશન એન્‍ડ ટેકનોલોજીસ લીમીટેડ

૧૦

ભરુચ

૧૮૦૦ ૩૦૧૦ ૨૯૨૦

મે. કોર એજયુકેશન એન્‍ડ ટેકનોલોજીસ લીમીટેડ

૧૧

સુરત અને વલસાડ

૧૮૦૦ ૩૦૧૦ ૨૯૨૦

મે. કોર એજયુકેશન એન્‍ડ ટેકનોલોજીસ લીમીટેડ

૧૨

તાપી

૧૮૦૦ ૩૦૧૦ ૨૯૨૦

મે. કોર એજયુકેશન એન્‍ડ ટેકનોલોજીસ લીમીટેડ

૧૩

સાબરકાંઠા

૧૮૦૦ ર૩૩ ૪૧૬૧

મે. એચસીએલ ઇન્‍ફોસીસ્‍ટમ્‍સ લીમીટેડ

૧૪

અમદાવાદ

૧૮૦૦ ર૩૩ ૪૧૭૧

મે. એચસીએલ ઇન્‍ફોસીસ્‍ટમ્‍સ લીમીટેડ

૧૫

ગાંધીનગર

૧૮૦૦ ર૩૩ ૪૧૮૧

મે. એચસીએલ ઇન્‍ફોસીસ્‍ટમ્‍સ લીમીટેડ

૧૬

બનાસકાંઠા

૧૮૦૦ ર૩૩ ૬૩૦૯

મે. એવરોન એજયુકેશન લીમીટેડ

૧૭

કચ્‍છ - ભુજ

૧૮૦૦ ર૩૩ ૬૩૧૦

મે. એવરોન એજયુકેશન લીમીટેડ

૧૮

જૂનાગઢ

૧૮૦૦ ર૩૩ ૬૩૧૧

મે. એવરોન એજયુકેશન લીમીટેડ

૧૯

પોરબંદર

૧૮૦૦ ર૩૩ ૬૩૧ર

મે. એવરોન એજયુકેશન લીમીટેડ

૨૦

અમરેલી

૧૮૦૦ ર૩૩ ૬૩૧૩

મે. એવરોન એજયુકેશન લીમીટેડ

૨૧

જામનગર

૧૮૦૦ ર૩૩ ૬૩૧૪

મે. એવરોન એજયુકેશન લીમીટેડ

 

જિલ્લો/કોર્પો.

ટોલફ્રી નંબરો

જિલ્લો/કોર્પો.

ટોલફ્રી નંબરો

અમદાવાદ

૧૮૦૦ -૨૩૩ -૦૩૬૬

નવસારી

૧૮૦૦ ૨૩૩ ૧૭૦૯

અમરેલી

૧૮૦૦ ૨૩૩ પ૩૩૨

પંચમહાલ

૧૮૦૦ ૨૩૩ ૨૪૧૭

આણંદ

૧૮૦૦ ૨૩૩ ૭૬૩પ

પાટણ

૧૮૦૦ ૨૩૩ ૦૭૦પ

બનાસકાંઠા

૧૮૦૦ ૨૩૩ ૩૧૪૨

પોરબંદર

૧૮૦૦ ૨૩૩ ૩૧પ૧

ભરૂચ

૧૮૦૦ ૨૩૩ ૨૬૪૨

રાજકોટ

૧૮૦૦ ૨૩૩ ૬૨૩૧

ભાવનગર

૧૮૦૦ ૨૩૩ ૦૮પ૪

સાબરકાંઠા

૧૮૦૦ ૨૩૩ ૧૯પપ

દાહોદ

૧૮૦૦ ૨૩૩ ૩૧પ૨

સુરત

૧૮૦૦ ૨૩૩ ૪૮૨૦

ડાંગ

૧૮૦૦ ૨૩૩ ૦૪૮૦

સુરેન્દ્નનગર

૧૮૦૦ ૨૩૩ ૩૧પ૩

ગાંધીનગર

૧૮૦૦ ૨૩૩ ૧૦૩૬

તાપી

૧૮૦૦ ૨૩૩ ૨૧૩૦

જામનગર

૧૮૦૦ ૨૩૩ ૩૧૪૩

વડોદરા

૧૮૦૦ ૨૩૩ ૨૬૭૩

જુનાગઢ

૧૮૦૦ ૨૩૩ ૩૧૪૯

વલસાડ

૧૮૦૦ ૨૩૩ ૩૧૯૦

ખેડા

૧૮૦૦ ૨૩૩ ૨૪૧૬

અમદાવાદ કોર્પો

૧૮૦૦ ૨૩૩ ૧૦૪૨

ક્ચ્છ

૧૮૦૦ ૨૩૩ ૬પ્૨૯

રાજકોટ કોર્પો

૧૮૦૦ ૨૩૩ ૦૦પ૨

મહેસાણાં

૧૮૦૦ ૨૩૩ ૦૦૭૪

સૂરત કોર્પો

૧૮૦૦ ૨૩૩ ૨૦૨૮

નર્મદા

૧૮૦૦ ૨૩૩ ૨૬૪૧

વડોદરા કોર્પો

૧૮૦૦ ૨૩૩ ૨૬૭૨

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/27/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate