એસ.એસ.એ. હેઠળ, વિશિષ્ટ જરૂરિયાતવાળાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. આવાં બાળકોના વાલીઓ સાથે અમુક હદે સંપર્કમાં રહેવું ખુબ જ જરૂરી છે. વાલી મંડળની રચના કરવામાં આવેલ અને વિવિધ અપંગતા બાબતે જાગ્રુતિ લાવવા માટે નિયમિત બેઠકો યોજવામાં આવેલ. વાલીઓને હકારાત્મક અભિગમ રાખવા અને અપંગ બાળકોની ક્ષમતામાં વિશ્વાસ રાખવા વિનંતિ કરવામાં આવેલ. સમિતિએ કૌટુંબીક, સામાજીક, શૈક્ષણિક, પુન:સ્થાપનના પ્રશ્નો અને અપંગતાને લગતા જુદા જુદા માનસિક અવરોધોની ચર્ચા માટે એક મંચ પુરૂં પાડ્યું.
અપંગ બાળકોના વાલીઓને એસ.એસ.એ. જીલ્લાઓમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને તમામ સભ્યોને ઘનિષ્ઠ તાલિમ આપવામાં આવી છે. આ ઉપરાંત, દરેક ગામડાંમાં અપંગ બાળકોના વાલીઓની બનેલી વાલી સમિતિઓની રચના કરવામાં આવેલ છે. વાલી સમિતિના સભ્યોને જુદા જુદા પ્રકારની અપંગતા ધરાવતા બાળકોને લગતી વિશિષ્ટ બાબતોમાં કેવો વ્યવહાર કરવો તેની તાલિમ આપવામાં આવેલ છે.
વાલીઓ તથા શિક્ષકોને ગતીશીલ કરવા માટે સ્વ–ચાલિત અપંગતા, નબળી દ્રષ્ટિ (વી.આઈ.), મંદ બુદ્ધિ (એમ.આર.) અને નબળી શ્રવણશક્તિ (એચ.આઈ.) માટેનાં ભીંતપત્રો (જાગ્રુતિ સાહિત્ય) તૈયાર કરવામાં આવેલ છે અને શાળાઓમાં વહેંચવામાં આવશે. આ ભીંતપત્રો વાલીઓ, કુટુંબના સભ્યો વિ. દ્વારા અપંગ બાળકો પ્રત્યે હકારાત્મક અભિગમ વિકસાવવાનો સંદેશ ધરાવે છે. આ જાગ્રુતિ સાહિત્યનો ઉપયોગ વાલી સમિતિ, એમ.ટી.એ., પી.ટી.એ. ની બેઠકો દરમ્યાન કરવામાં આવશે.
કાસ્કેડ મૉડમાં જીલ્લા, બ્લોક, ક્લસ્ટર અને ગ્રામિણ કક્ષાએ પ્રોજેક્ટ સ્ટાફને તાલિમ આપવામાં આવે છે. અપંગ બાળકો સાથે કામ કરતા શિક્ષકોને સંબંધિત અપંગતાને લગતી ખાસ તાલિમ યોગ્ય અને અનુભવી સાધન સહાય શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. અપંગ બાળકોના વર્ગ શિક્ષકોને વર્ગ સંચાલન, શિક્ષકોના વલણ અંગેનાં પાસાં, વર્ગ તથા શાળાના સહાધ્યાયીઓ, અભ્યાસક્રમ અને અભ્યાસક્રમને સંલગ્ન પ્રવ્રુત્તિઓ, વધારાનું સાહિત્ય, ખાસ મદદ અને સાધનોનો ઉપયોગ બાબતે બાળકોની સંબંધિત અપંગતાને લગતા પ્રશ્નોને સમજવા માટે સ્થિતિજ્ઞાન કરાવવામાં આવે છે.
અપંગ બાળકોવાળી શાળાના તમામ અન્ય શિક્ષકોને વર્ગ સંચાલન, શિક્ષકોના વલણ અંગેનાં પાસાં, વર્ગ તથા શાળાના સહાધ્યાયીઓ, અભ્યાસક્રમ અને અભ્યાસક્રમને સંલગ્ન પ્રવ્રુત્તિઓ ઉપર તાલિમ આપવામાં આવે છે.
કુશળ તાલિમ આપનારનાં તાલિમનાં મોડ્યુલ તૈયાર કરીને બી.આર.સી. અને સી.આર.સી. કક્ષાએ વહેંચી દેવામાં આવેલ. શિક્ષકોની તાલિમનાં મોડ્યુલ તૈયાર કરીને તમામ શાળાઓમાં વહેંચી દેવામાં આવેલ. આ મોડ્યુલ શિક્ષકોને વર્ગખંડ વ્યવહાર અંગે તથા અપંગ બાળકો પ્રત્યેના તેમના વલણમાં બદલાવ બાબતે માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત, મોડ્યુલનો વિષય શિક્ષકોને અભ્યાસક્રમને સંલગ્ન પ્રવ્રુત્તિઓ તૈયાર કરવામાં, જુદી જુદી અપંગતા ધરાવતા બાળકોની જરૂરીયાતોને અનુકુળ વિષય આધારિત શિક્ષણ પદ્ધતિ, ટી.એલ.એમ. માં સાહિત્યનો ઉપયોગ (ધોરણ અને વિષય મુજબ બંન્ને) તથા ખાસ મદદનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2019