অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પરિભાષા

પરિભાષા

રમત તાલીમ એક જટીલ પ્રક્રિયા છે. જેના માધ્યમથી ખેલાડીને ઉચ્ચ પ્રદર્શન માટે તૈયાર કરવામાં આવે છે.(આર. કે. શર્મા, ખેલ ટ્રેનિંગ કે વૈજ્ઞાનિક સિધ્ધાંત, (પ્રથમ સંસ્કરણ; નવી દિલ્હીઃ ક્રિડા સાહિત્ય પ્રકાશન, 2000)

આજની વિશ્વવ્યાપી અશાંતિના મૂળમાં છે સાચા શિક્ષણનો અભાવ. શિક્ષણની જરૂર સમાજને આજે છે તેના કરતાં વધારે ક્યારે પણ ન હતી. અત્યાર સુધી દુનિયાની સ્થિતિ એવી હતી જ્યારે શિક્ષણનો અભાવ પણ માનવના અસ્તિત્વને માટે પડકારરૂપ ન હતો. આજે શિક્ષણ અને તે પણ સાચા શિક્ષણની જરૂર સૌથી વધારે છે, કારણ કે આજે આપણી સમક્ષ સર્વનાશનો ભય ઊભો થયો છે. આ ભય અજ્ઞાનમાંથી ઊભો થયો છે. એ અજ્ઞાન સાચા શિક્ષણના અભાવને આભારી છે.

શિક્ષણ અંગે આપણી પાસે પારદર્શક દૃષ્ટિ નથી. શિક્ષણ આપનારાઓ પાસે શિક્ષણનો કોઈ ધ્રુવતારક નથી જેને ધ્યાનમાં રાખીને શિક્ષણયાત્રા ચલાવી શકાય.

શિક્ષણશાસ્ત્રને સરિતા જોડે સરખાવી શકાય. સરિતા અને તળાવમાં મોટો તફાવત છે અને તેનાં બે કારણો છે. એક તો એક સરિતા પ્રવાહયુક્ત છે જ્યારે તળાવ પ્રવાહવિહોણું છે; બીજું કારણ એ કે, સરિતા સમક્ષ એક ધ્યેય રહેલું હોય છે અને તે સાગરને મળવાનું તળાવ ધ્યેયવિહીન હોય છે. શિક્ષણનું શાસ્ત્ર તળાવ જેવું બંધિયાર નહીં પણ નદી જેવું પ્રવાયુક્ત અને ધ્યેયલક્ષી હોવું જોઈએ. એ શાસ્ત્ર નિત્યનૂતન અને નિત્યવર્ધમાન હોય તો જ તે વિશ્વવાડીનાં માનવપુષ્પોમાં સુવાસ મૂકી શકે.

આમ ત્યારે થાય જ્યારે શિક્ષણ અંગે આપણી પાસે કોઈ ચોક્કસ દૃષ્ટિ હોય, ફિલસૂફી હોય અને દર્શન હોય. આજે તો આપણે ભણાવીએ છીએ અને બાળકો પણ ભણે છે. આ ભણતર એ જ શિક્ષણ નથી. એવું ભણતર બાળકના જીવનના ઘડતર અને ચણતરમાં મદદરૂપ થવું જોઈએ. એ માટે માત્ર શિક્ષણ નહીં, “સાચું શિક્ષણ બાળકોને આપવું જોઈએ.

સાચું શિક્ષણ એટલે શું ? એની વ્યાખ્યા શું ? એનું ધ્યેય શું? એ માટે અભ્યાસક્રમ કેવો હોવોજોઈએ, એ માટે શિક્ષણપદ્ધતિઓ કેવી હોવી જોઈએ – આ પેચીદા પ્રશ્નોના જવાબ આપવા માટે ઘણા ચિંતનની જરૂર પડે છે.

એક જમાનો એવો હતો જ્યારે રાજાઓ પર ઋષિઓ રાજ્ય કરતા કારણ કે ઋષિસત્તા આગળ રાજ્યસત્તા માથું નમાવતી. બ્રહ્મર્ષિ નેતા હતા અને રાજર્ષિ બીજે નંબરે હતા.બ્રહ્મતેજના નિયમનમાં રાજતેજ કામ કરતું. દશરથ ઊભા થઈને વસિષ્ઠને આસન આપતા.સમય અને સૃષ્ટિના પલટા સાથે આ પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું. સમય જતાંગુરુઓ રાજ્યાશ્રયી બન્યા. સૌ પ્રથમ રાજ્યાશ્રય સ્વીકારનાર શિક્ષક ગુરુ દ્રોણ હતા. કદાચત્યારથી જ શિક્ષકની પ્રતિષ્ઠા સમાજમાં ઘટતી રહી છે. ગુરુ શબ્દનો અર્થ જ અંધકાર દૂરકરનારો એવો થાય છે. સમાજમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવાનું કામ શિક્ષકનું છે.સાચા શિક્ષણ દ્વારા જ એ થઈ શકે.પરંતુ સાચું શિક્ષણ એટલે શું ? આ પ્રશ્નનો જવાબ આપવા ઘણા ચિંતકોએ પ્રયત્નકર્યો છે. અંગ્રેજીમાં જેને Education કહે છે તે શબ્દમાં બે શબ્દો છે : “E” અને “Duco'. 'E'નોઅર્થ ‘out of” (ની બહાર) એવો થાય છે અને ‘Duco' નો અર્થ “I lead નો અર્થ (હું દોરું છું.)એવો થાય છે. આમ, શિક્ષણ એ બાળકની શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને બહાર આણવાની કળા છે. આવું કરનારા શિક્ષક એ કલાકાર છે. બાળકની સર્વદેશીય પ્રતિભા  ખીલવનારો એ કસબી છે. વિશ્વોદ્યાનનાં માનવકુસુમોને ખીલવનારો એ માળી છે. (ગુણવંત શાહ અને ધનવંત દેસાઈ, શિક્ષણ દર્શન, (છઠ્ઠી આવૃત્તિ, અમદાવાદઃ બી.એસ. શાહ પ્રકાશન, 2004-2005), જે અંગ્રેજી શબ્દનો અર્થ કેળવણી કરવામાં આવ્યો છે તેનો મૂળ અર્થ ‘બહાર ખેંચી લાવવું છે. એટલે કે આપણામાં જે શક્તિઓ છૂપી પડેલી હોય તેને પ્રયત્નપૂર્વક બહાર લાવવી એ જ ભાવ કેળવણી શબ્દનો છે. અમુક વસ્તુ આપણે કેળવીએ એનો અર્થ તેની જાત અથવા તો તેનો ગુણ બદલીએ એમ નથી, પણ તેમાં જે છૂપી રહેલા ગુણો હોય એને આપણે પ્રગટ કરીએ. તેથી કેળવણીનો અર્થ ખીલવણી પણ કરી શકાય. આ અર્થ વિચારતાં અક્ષરજ્ઞાન એ કેળવણીમાં ન ગણાય. પછી ભલે એ જ્ઞાન આપણને એમ.એ. બનાવે કે કોઈ સંસ્કૃત પાઠશાળામાં આપણે શાસ્ત્રી તરીકે શોભીએ એટલું સંસ્કૃત આપણને જ્ઞાન મળ્યું હોય. ઊંચામાં ઊંચું અક્ષરજ્ઞાન પણ કેળવણી અથવા ખીલવણીમાં ભલે એક સરસ સાધન હોય, પણ એ પોતે કેળવણી તો નથી જ. કેળવણી કંઈક નોખી વસ્તુ છે. મનુષ્ય શરીર, મન અને આત્મા એ ત્રણ વસ્તુનું બનેલું પ્રાણી છે. એમાં આત્મા એ મનુષ્યમાં સ્થાયી ભાગ છે, એને અર્થે શરીરનો અને મનનો વ્યાપાર શોભે. તેથી જે વડે આત્માની શક્તિઓ પ્રગટ થાય એવી વસ્તુનું નામ કેળવણી કહી શકાય.

અથવા કેળવણીનો બીજો પણ અર્થ કહી શકાય એટલે કે શરીર, મન અને આત્મા એ ત્રણેનો જે વડે સંપૂર્ણતાએ અથવા વધારેમાં વધારે વિકાસ થાય એ કેળવણી ગણાય, આજકાલ અપાતા જ્ઞાનથી મનનો કંઈક વિકાસ ભલે થતો હોય, પણ શરીરનો અને આત્માનો નથી થતો એમ કહી શકાય. મનને તેથી આપણે કેળવ્યું નહીં કહી શકાય. કેળવાયેલું મન મનુષ્યને જોઈતું કામ આપે છે. આજનું અક્ષરજ્ઞાન પામેલું મન આપણને જ્યાં ત્યાં લઈ જાય છે. એ તો જંગલી ઘોડા જેવું થયું જંગલી ઘોડાને આપણે કાબૂમાં લાવીએ ત્યારે જ એને કેળવાયેલો કહી શકાય. હવે શરીર તપાસીએ. હંમેશાં એક કલાક ટેનિસ, ફૂટબૉલ કે ક્રિકેટ રમ્યા એટલે શરીર કેળવાયેલું ગણી શકીએ ? શરીર એથી મજબૂત થાય ખરું ? કેળવાયેલું શરીર નીરોગી હોય, મજબૂત હોય, કસાયેલું હોય. હાથપગ ઈત્યાદિ ધાર્યું કામ આપી શકે. આત્માનું તો પૂછવું જ શું ? એનો વિકાસ તો આત્મજ્ઞાની અથવા આત્માર્થી જ કરી શકે, અને એ કેળવણી વિનાની કેળવણી એ તો પાયા વિનાના ચણતર જેવી છે.' (મગનભાઈ જો. પટેલ, ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દોમાં, ચોથી આવૃત્તિ; અમદાવાદ: નવજીવન પ્રકાશન મંદિર, જૂન-2011), શારીરિક શિક્ષણનું મુખ્ય કાર્ય માનવીનો સંપૂર્ણ વિકાસ કરવાનું છે. શારીરિક શિક્ષણને માનવ જીવનનું અનિવાર્ય અંગ માનવામાં આવ્યું છે. શારીરિક શિક્ષણ એ કોઈ નવો શબ્દ નથી. શારીરિક શિક્ષણનું જ્ઞાન માનવીને પ્રાચીન સમયમાં પણ હતું. ગ્રીસ અને રોમના લોકો શારીરિક શિક્ષણનું મહત્વ પ્રાચીન સમયમાં પણ સમજતા હતા. જ્યારે વિશ્વના બીજા લોકોમાં શારીરિક શિક્ષણનું કંઈ પણ જ્ઞાન ન હતું. ત્યારે ગ્રીસના લોકો સંગીત અને જિગ્નેસ્ટિકને માનવ વિકાસનું સાધન માનતા હતા. પરંતુ તેઓ જુદા જુદા પ્રકારની શારીરિક ક્રિયાઓમાં ભાગ લેતા હતા. ભારતીય સંસ્કૃતિ પણ પ્રાચીન સમયથી લોકોને જ્ઞાન અને શાંતિ અર્પણ કરતી આવી છે અને તેથી ભારત વિશ્વમાં આકર્ષણનું કારણ બન્યું છે.

શારીરિક શિક્ષણમાં પણ ભારતે  અધિક મહત્તા મેળવેલી હતી. આપણા પ્રાચીન ઋષિ - મુનિઓએ અને વેદ-પુરાણોએ મહત્તા આપણા શારીરિક શિક્ષણ પર વધુ ભાર મૂક્યો છે. એ સમયે પણ યોગ ક્રિયાઓને મહત્વ આપવામાં આવતું હતું અને માનવીઓને શારીરિક રોગો અને માનસિક ચિંતાઓમાંથી દૂર કરવા માટે યોગિક ક્રિયાઓના પ્રયોગો કરાવવામાં આવતા હતા. પરંતુ વર્તમાન યુગમાં અનેક માણસો એવા છે જેમને શારીરિક શિક્ષણી વાસ્તવિકતા અને અર્થનો ખ્યાલ નથી, એટલું જ નહીં, પરંતુ શારીરિક શિક્ષણ વિશે ઘણા પ્રકારના ભ્રમો છે.

સ્ત્રોત: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate