ભણતરના એકથી વધારે પ્રકારો છે.બેન્જામીન બ્લુમ(1956) દ્વારા સ્થાપિત કોલેજોની સમિતિએ શિક્ષણાત્મક પ્રવૃતિઓના ત્રણ કાર્યક્ષેત્રોને તાદ્રશ કર્યા છે:
કાર્ય ઉચ્ચ શિક્ષણ દ્વારા નિર્મિત હોવાના કારણે,શબ્દો આપણે સામાન્યપણે વાપરતાં શબ્દો કરતાં થોડા વધારે મોટા દેખાઈ રહ્યા છે.કાર્યક્ષેત્રોને વર્ગો તરીકે વિચારી શકાય છે. મોટેભાગે પ્રશિક્ષકો આ ત્રણ કાર્યક્ષેત્રોને KSA તરીકે(જાણકારી,કૌશલ્યો અને વલણ) સંબોધે છે.ભણતરના વર્તનોનું આ વર્ગીકરણ “પ્રશિક્ષણ પ્રક્રિયાના ધ્યેયો” તરીકેની વિચારધારા હોઈ શકે છે.એટલે કે,પ્રશિક્ષણ સત્ર પછી,શીખનારે નવા કૌશલ્યો,જાણકારી અને/અથવા વલણો પ્રાપ્ત કરવા જોઈએ.
જ્ઞાનાત્મક અને ભાવાત્મક કાર્યક્ષેત્રો માટે સમિતિ વિસ્તારપૂર્વકનું સંકલન પણ ઉત્પન્ન કરે છે,પણ મન સંચાલિત કાર્યક્ષેત્રો માટે એકપણ નહી.આ નિરીક્ષણ માટેનું તેમનું સ્પષ્ટીકરણ હતું કે કોલેજ સ્તરની અંદર હસ્તચાલિત કૌશલ્યો શીખવવામાં તેઓને થોડો જ અનુભવ મળ્યો હતો.
આ સંકલન ત્રણ કાર્યક્ષેત્રોને ઉપકાર્યક્ષેત્રોમાં વિભાજીત કરે છે,એકદમ સરળ વર્તનથી શરૂ કરીને સૌથી જટીલમાં. દર્શાવવામાં આવેલા વિભાગો સંપૂર્ણ નથી અને અન્ય પદ્ધતિઓ કે સ્તરીકરણો છે કે જેઓને શિક્ષણાત્મક અને પ્રશિક્ષણ વિશ્વમાં ગોઠવવામાં આવ્યા છે. જોકે, બ્લુમનું વર્ગીકરણ સરળતાથી સમજાય છે અને સંભવત વર્તમાનમાં ઉપયોગમાં આવતું સૌથી વિસ્તૃતપણે લાગુ પાડવામાં આવતું વર્ગીકરણ છે.
જ્ઞાનાત્મક કાર્યક્ષેત્ર (બ્લુમ, 1956)માં જાણકારી અને બૌદ્ધિક કૌશલ્યોના વિકાસનો સમાવેશ થાય છે. આમાં વિશિષ્ટ પરિબળો, પ્રક્રિયાત્મક સ્વરૂપો અને વિભાવનાઓના સ્મરણ અને સ્વીકારનો સમાવેશ થાય છે. જે બૌદ્ધિક ક્ષમતાઓ અને કૌશલ્યોના વિકાસની પૂર્તિ કરે છે. છ મુખ્ય વર્ગો છે તે નીચે દર્શાવવામાં આવ્યા છે. સૌથી સરળ વર્તનથી શરૂ કરીને સૌથી જટીલમાં. વર્ગો સમસ્યાઓની માત્રાઓની વિચારધારા હોઈ શકે છે. એટલે કે પછીનું બને તે પહેલાપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જરૂરી છે.
વર્ગ |
ઉદાહરણ અને મુખ્ય શબ્દો |
જાણકારી: આધાર-સામગ્રી કે માહિતીનું સ્મરણ. |
ઉદાહરણો: નીતિ વર્ણવો. સ્મરણશક્તિમાંથી ભાવોને ગ્રાહકો પ્રસ્તુત કરો. સુરક્ષા નિયમો સમજાવો. |
આકલન: અર્થ,ભાષાંતર, પ્રક્ષેપણ અને સૂચનાઓ અને સમસ્યાઓનું અર્થઘટન. તમારા પોતાના શબ્દોમાં સમસ્યા જણાવો. |
ઉદાહરણો: પરીક્ષા લેખનના સિદ્ધાંતોને ફરી લખો. જટીલ કાર્ય કરવા માટેના ચરણોને તમારા પોતાના શબ્દોમાં સમજાવો. સમીકરણને કમ્પ્યુટર સ્પ્રેડશીડમાં અનુવાદિત કરો. |
પ્રયોગ: વિભાવનાનો ઉપયોગ નવી પરિસ્થિતિમાં કરો અથવા કલ્પનાનો કહ્યા વગરનો ઉપયોગ કરો. કાર્યસ્થળમાંની અનોખી પરિસ્થિતિઓમાં વર્ગખંડમાં જે શીખ્યું હતું તેને લાગુ કરો. |
ઉદાહરણો: કર્મચારીના વેકેશનના સમયની ગણતરી કરવા હાથનો ઉપયોગ કરો. લેખિત પરીક્ષાની વિશ્વાસપાત્રતાની ચકાસણી કરવા આંકડાશાસ્ત્રના નિયમો લાગુ કરો. |
વિશ્લેષણ: સામગ્રી કે વિભાવનાઓને અંગભૂત ભાગોમાં અલગ કરો જેથી કરી તેની સંગઠનાત્મક રચનાને સમજી શકાય.પરિબળો અને દરમિયાનગીરીઓ વચ્ચે ભેદ પાડો. |
ઉદાહરણો: તાર્કિક કપાતનો ઉપયોગ દ્વારા સાધનના ભાગનો દોષ દૂર કરો. તર્ક વિતર્કમાં તાર્કિક ભ્રમણાઓને ઓળખો. વિભાગમાંથી માહિતી એકઠી કરો અને પ્રશિક્ષણ માટે આવશ્યક કાર્યોની પસંદગી કરો. |
સમન્વય: વિવિધ તત્વોમાંથી રચના કે સ્વરૂપ નિર્માણ કરો. નવો અર્થ કે રચના કરવા પરના પ્રાધાન્ય સાથે સંપૂર્ણ બનાવવા માટે ભાગોને સાથે મૂકો. |
ઉદાહરણો: કંપનીના કાર્યો કે પ્રક્રિયાને હાથેથી લખો. વિશિષ્ટ કાર્ય કરવા માટે મશીનની રચના કરો. સમસ્યાના નિવારણ માટે વિવિધ સ્ત્રોતોમાંના પ્રશિક્ષણને એકીકૃત કરો.પરિણામના સુધારા માટે પુનરાવર્તન અને પ્રક્રિયા કરો. સંગઠન, પુનરાવર્તન, પુન;લખાણ, સંક્ષેપણ,કહેવું, લખે. |
મૂલ્યાંકન: વિચારો કે સામગ્રીઓના મૂલ્યો વિશેના નિર્ણયો કરો. |
ઉદાહરણો: સૌથી અસરકારક ઉકેલની પસંદગી કરો. સૌથી લાયક ઉમેદવારને કામ પર રાખો. નવા અંદાજપત્રને સમજાવો અને યોગ્યતાં સિદ્ધ કરો. |
ભાવાત્મક કાર્યક્ષેત્રમાં(ક્રેથવોલl, બ્લુમ, માસિયા, 1973)આપણે જે રીતે વસ્તુઓ સાથે ભાવનાત્મકપણે વર્તીએ છીએ તેનો સમાવેશ થાય છે,જેમ કે લાગણીઓ, મૂલ્યો, મુલવણી, ઉત્સાહો, પ્રેરણાઓ અને વલણ. સૌથી સરળ વર્તનથી લઈને સૌથી જટીલમાં પાંચ મુખ્ય વર્ગોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે:
વર્ગ |
ઉદાહરણ અને મુખ્ય શબ્દો |
દ્રશ્યમાન વસ્તુ મેળવવી: જાગરૂકતા,સાંભળવાની ઈચ્છા, અભિવૃત ધ્યાન. |
ઉદાહરણો: બીજાઓને સન્માનપૂર્વક સાંભળો. નવા પરિચયમાં આવતાં વ્યક્તિઓના નામ સાંભળો અને યાદ રાખો. મુખ્ય શબ્દો: પૂછવું,પસંદગી કરવી, વર્ણવું, અનુસરણ, આપવું, ધારણ કરવું, ઓળખવું, સ્થાપવું, નામ આપવું, સંકેત કરવો, પસંદગી કરવી, બેસવું, નિર્માણ કરવું, પ્રત્યુત્તર આપવો, ઉપયોગો. |
દ્રશ્યમાન વસ્તુને પ્રતિક્રિયા દેવી: શીખનારાઓના ભાગ પર સક્રિય સહભાગિતા.ખાસ દ્રશ્યમાન વસ્તુ માટે ઉપસ્થિત રહેવું અને પ્રતિક્રિયા કરવી. ભણતરના પરિણામો પ્રતિક્રિયાની સ્વીકૃતિ, પ્રતિક્રિયા આપવાની ઈચ્છા અથવા પ્રતિક્રિયા આપવામાં સંતોષ(પ્રેરણા)પર ભાર આપી શકે છે. |
ઉદાહરણો: વર્ગમાં ચર્ચાઓમાં ભાગ લો. રજૂઆત કરો. નવા વિચારો, વિભાવનાઓ, પ્રતિકૃતિઓને સંપૂર્ણ રીતે સમજવા પ્રશ્નો પૂછો. સુરક્ષા નિયમો જાણો અને તેનું આચરણ કરો. મુખ્ય શબ્દો: જવાબ, સહાય, મદદ, સંકલન, સમાનતા, ચર્ચા કરવી, અભિવાદન, મદદ, લેબલ આપવું, સંપાદિત કરવું, આચરણ કરવું, રજૂ કરવું, વાંચવું, સ્મરણ, અહેવાલ આપવો, પસંદગી કરવી, કહેવું, લખવું. |
મૂલ્ય નિર્ધારણ: વ્યક્તિનું મહત્વ કે મૂલ્ય ખાસ પદાર્થ, દ્રશ્યમાન વસ્તુ અથવા વર્તન સાથે સંલગ્ન કરે છે. આ સરળ સ્વીકૃતિથી લઈને પ્રતિબદ્ધતાના સૌથી જટીલ અવસ્થા સુધીનું હોય છે. મૂલ્ય નિર્ધારણ નિર્દિષ્ટ મૂલ્યોના સમૂહના સમાયોજન પર આધારિત છે, જ્યારે આ મૂલ્યોના સંકેતો શીખનારાના પ્રત્યક્ષ વર્તનમાં અભિવ્યક્ત હોય છે અને ઘણીવાર અભિજ્ઞેય હોય છે. |
ઉદાહરણો: લોકશાહી પ્રક્રિયામાં દ્દઢ વિશ્વાસ નિર્ધારિત કરો. વ્યક્તિગત અને સાંસ્કૃતિક તફાવતો(મૂલ્ય ઘનત્વ) તરફ સંવેદનશીલ છે. સમસ્યાઓનું નિવારણ કરવા માટેની ક્ષમતા બતાવો. સામાજીક સુધારા માટેની યોજના બનાવો અને પ્રતિબદ્ધતા સાથે તેને અનુસરો. જે બાબતો વિશે તમને મજબૂતપણે કોઈ લાગણીઓ અનુભવાય તેઓની જાણ સંચાલકને કરો. મુખ્ય શબ્દો: પૂર્ણ કરવું, નિર્ધારણ કરવું, તફાવત, સમજાવવું. અનુસરણ કરવું, રચવું. પ્રારંભ કરવો, જોડાવું,પુરવાર કરવું, પ્રસ્તુત કરવું, વાંચવું, અહેવાલ આપવો,પસંદગી કરવી, વહેંચણી કરવી,અભ્યાસ, કામ કરવું. |
સંગઠન: વિવિધ મૂલ્યોમાં ભેદ નિરૂપણ કરવા દ્વારા,તેઓની વચ્ચેની ચર્ચાઓનો સમાધાન કરવા દ્વારા અને અનોખી મૂલ્ય પદ્ધતિનું નિર્માણ કરવામૂલ્યોને અગ્રતાઓમાં સંગઠિત કરે છે. પ્રાધાન્ય મૂલ્યોની સરખામણી, તુલના અને સમન્વયને આપવામાં આવે છે. |
ઉદાહરણો: સ્વતંત્રતા અને જવાબદારીપૂર્વકના વર્તન વચ્ચેની જરૂરીયાતને પીછાણો.પોતાના વર્તન માટેની જવાબદારીઓને સ્વીકારો.સમસ્યાઓના નિવારણમાં વ્યવસ્થિત આયોજનની ભૂમિકા સમજાવો.વ્યાવસાયિક નૈતિક આદર્શોને સ્વીકારો. ક્ષમતાઓ, રૂચિઓ અને દ્દઢ વિશ્વાસો સાથેની અનુરૂપ જીવન યોજના બનાવો.સંગઠન,પરિવાર અને પોતાના માટેની જરૂરિયાતોને સંતોષવા અસરકારક રીતે સમયને અગ્રતા આપો. મુખ્ય શબ્દો: વળગી રહેવું, ફેરફાર કરવા, ગોઠવણી કરવી, સાથે જોડવું, પૂર્ણ કરવું, પ્રતિકાર કરવો,સમજાવવું, સૂત્રિત કરવું,સામાન્યીકૃત કરવું, ઓળખવું, એકીકૃત કરવું, રૂપાંતરિત કરવું, ક્રમબદ્ધ કરવું, સંગઠિત કરવું, તૈયાર કરવું, તુલના કરવી, સમન્વય કરવો. |
મૂલ્યોનું સમાયોજન: (ચરિત્ર-ચિત્રણ): મૂલ્ય પદ્ધતિ હોય છે જે તેઓના વર્તન પર નિયંત્રણ રાખે છે. વર્તન વ્યાપક, સમાન, અનુમેય અને સૌથી મહત્વપૂર્ણ રીતે શીખનારાનું ચરિત્ર-ચિત્રણ હોય છે.પ્રશિક્ષણ સંબંધિ ઉદ્દેશ્યો વિદ્યાર્થીઓના વ્યવસ્થાપનની સામાન્ય જાતો સાથે સંબંધિત હોય છે(વ્યક્તિગત, સામાજીક, ભાવનાત્મક). |
ઉદાહરણો: સ્વતંત્રપણે કામ કરતી વખતે આત્મનિર્ભરતા બતાવો. સામૂહિક પ્રવૃતિઓમાં જોડાવો(ટીમવર્ક દેખાડો).સમસ્યાના નિવારણમાં ધ્યેય પહોંચનો ઉપયોગ કરો. નૈતિક આચરણો માટે દૈનિક ધોરણે વ્યાવસાયિક વચનબદ્ધતા પ્રદર્શિત કરો. નવા પુરાવાઓ પ્રકાશમાં નિર્ણયોનું પુનરાવર્તન કરો અને વર્તનોમાં બદલાવ કરો. વ્યક્તિઓ જેવા છે તેવા રહેવા માટે તેમનું મહત્વ આંકશો નહી કે તેઓ કેવા દેખાય છે. મુખ્ય શબ્દો: કાર્ય કરવું,પક્ષપાત, પ્રદર્શિત કરવું, પ્રભાવ કરવો,સાંભળવું, રૂપાંતરિત કરવું,સંપાદન કરવું, આચરણ, પ્રસ્તાવ મૂકવો, લાયકાત,પ્રશ્નો પૂછવા, પુનરાવર્તન કરવું, સેવા આપવી, ઉકેલ લાવવો, પ્રમાણભૂત કરવું. |
વર્ગ |
ઉદાહરણ અને મુખ્ય શબ્દો |
ગ્રહણશક્તિ: સંચાલન પ્રવૃતિઓને દોરવા માટે સંવેદના વાહક સંકેતોનો ઉપયોગ કરવાની ક્ષમતા.આ સંકેત પસંદગી મારફતે સંવેદનાવાહક ઉત્તેજનાથી લઈને અનુવાદ સુધીની હોય છે. |
ઉદાહરણો: બિન-શાબ્દિક સંચાર સંકેતોને શોધે છે બોલ ફેંક્યા પછી ક્યાં પડવાનો છે તેનું અનુમાન કરે છે અને ત્યારબાદ બોલને પકડવા માટે યોગ્ય સ્થાને જાય છે. ખોરાકની ગંધ અને સ્વાદ દ્વારા ચૂલાની ગરમીને યોગ્ય ઉષ્ણતામાને ગોઠવે છે. પંજેટીઓ પાટ સાથે ક્યાંથી જોડાય છે તેની સરખામણી કરવા દ્વારા ટ્રક પર પંજેટીઓની ઊંચાઈ ગોઠવે છે. મુખ્ય શબ્દો: પસંદગી, વર્ણન, શોધ, તફાવત, ભેદ, ઓળખવું, જુદું પાડવું, તુલના, ચૂંટવું. |
સ્થિતિ: કાર્ય કરવા માટેની તૈયારી તેમાં માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્થિતિઓનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્થિતિઓ વ્યવસ્થાઓ છે જે વિવિધ પરિસ્થિતિઓ પર વ્યક્તિના પ્રત્યુત્તરનું પૂર્વ-નિદર્શન કરે છે(અમુકવાર તેને પૂર્વગ્રહો કહેવાય છે). |
ઉદાહરણો: ઉત્પાદક પ્રક્રિયામાંના ચરણોની શ્રેણીને જાણે છે અને તેના પર કામ કરે છે. પોતાની ક્ષમતા અને મર્યાદાઓને પીછાણે છે. નવી પ્રક્રિયા(પ્રેરણા)શીખવા માટેની ઈચ્છા બતાવે છે. નોંધ: મન-સંચાલિતનો આ ઉપવિભાગ ભાવાત્મક કાર્યક્ષેત્રના ઉપવિભાગ " દ્રશ્યમાન વસ્તુન માટેની પ્રતિક્રિયા" સાથે ઘનિષ્ઠ રૂપે સંબંધિત છે મુખ્ય શબ્દો: શરૂઆત, પ્રદર્શિત કરે છે, સમજાવે છે, ફરવું, આગળ ધપવું, પ્રતિક્રિયા કરવી, બતાવવું, કહેવું, સ્વૈચ્છાપૂર્વક કાર્ય કરે છે. |
માર્ગદર્શિત પ્રત્યુત્તર: જટીલ કૌશલ્યો શીખવામાંનો પ્રારંભિક તબક્કો જેમાં નકલ, પરીક્ષા અને ભૂલનો સમાવેશ થાય છે.સંપાદનની ઉપયુક્તતા આચરણ કરવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. |
ઉદાહરણો: દેખાડ્યા મુજબના ગાણિતિક સમીકરણને સંપાદિત કરો. પ્રતિકૃતિ રચવા માટેની સૂચનાઓનું પાલન કરો. ટ્રક ચલાવવાનું શીખતી વખતે પ્રશિક્ષકના હસ્ત-સંકેતોનો પ્રત્યુત્તર આપો. મુખ્ય શબ્દો: નકલ, તપાસ,પાલન, પ્રતિક્રિયા કરવી,પુન: પેદા કરવું, પ્રત્યુત્તર આપવો. |
કાર્યપદ્ધતિ: જટીલ કૌશલ્યો શીખવામાંનો આ એક મધ્યવર્તી તબક્કો છે. શીખેલા પ્રત્યુત્તરો વ્યવહારિક બની ગયા છે અને ગતિવિધિઓને થોડા વિશ્વાસ અને દક્ષતા સાથે સંપાદિત કરી શકાય છે. |
ઉદાહરણો: વ્યક્તિગત કમ્પ્યુટરનો ઉપયોગ કરો.ટપકતા નળને દુરસ્ત કરો. કાર હંકાવો. મુખ્ય શબ્દો: જોડાણ, વ્યાસમાપન, રચના, ટુકડા કરવા, પ્રદર્શિત કરવું, જકડવું, નિયત કરવું, સખત કામ, ઉત્તેજીત કરવું, કુશળતાપૂર્વકના ફેરફારો કરવા, માપવું, સુધારવું, મિશ્રિત કરવું, સંગઠિત કરવું, રેખાચિત્ર બનાવવું. |
જટીલ પ્રત્યક્ષ પ્રત્યુત્તર: સંચાલન કાર્યોનું કુશળતાપૂર્વકનું સંપાદન જેમાં જટીલ ગતિવિધિ પ્રકારોનો સમાવેશ થાય છે. દક્ષતા ઝડપી, યોગ્ય અને ખૂબ જ સરસ રીતે સમન્વિત સંપાદન સાથે સૂચવવામાં આવે છે, અલ્પત્તમ ઉર્જાની આવશ્યકતા હોય છે. આ વર્ગમાં ખચકાટ વગરના સંપાદન અને સ્વચાલિત પ્રદર્શનનો સમાવેશ થાય છે.ઉદાહરણ તરીકે રમતવીરો જ્યારે ટેનિસ બોલને મારે છે કે ફુટબોલને ફેંકે છે તેવો તરત જ તેઓને સંતોષકારક કે નિરર્થકોના બાહ્ય અવાજો આવે છે કારણકે તેઓ કાર્યના અનુભવ દ્વારા કહી શકે છે શું પરિણામ આવશે. |
ઉદાહરણો: સજ્જડ સમાંતર પાર્કીંગ સ્થળમાં કારને યોજનાપૂર્વક પાર્ક કરવી, કમ્પ્યુટરને ઝડપથી અને યોગ્ય રીતે ચલાવો. પિયાનો વગાડતી વખતે સમર્થતા પ્રદર્શિત કરો. નોંધ: મુખ્ય શબ્દો કાર્યપદ્ધતિને સમાન છે પણ ક્રિયા-વિશેષણો અને ગુણવાચક શબ્દો ધરાવશે જે સૂચવે છે કે સંપાદન ઝડપી,બહેતર,વધારે વ્યવસ્થિત ઈત્યાદિ છે. |
અનુકૂલન: કૌશલ્યો સુવિકસિત હોય છે અને વ્યક્તિ વિશિષ્ટ આવશ્યકતાઓમાં બંધબેસતું કરવા ગતિવિધિ પ્રકારોને રૂપાંતરિત કરી શકે છે. |
ઉદાહરણો: અનપેક્ષિત અનુભવો માટે અસરકારક રીતે પ્રત્યુત્તર આપો. શીખનારાની જરૂરીયાતોને સંતોષવા સૂચનાઓમાં રૂપાંતર કરો. મશીનથી કાર્ય સંપાદિત કરો જે તેવું કરવા માટે મૂળભૂત રીતે પ્રયોજનીય નહોતી(મશીન નુકસાનગ્રસ્ત ન હોય અને નવું કામ સંપાદિત કરવામાં કોઈ જોખમ ન હોય). મુખ્ય શબ્દો: રૂપાંતરિત, ફેરફાર, પરિવર્તનો, ફરી ગોઠવણી, ફરી સંગઠિત કરવું, પુનરાવર્તન કરવું, બદલાય છે. |
પ્રારંભ: ખાસ પરિસ્થિતિ અથવા વિશિષ્ટ સમસ્યાને ઉચિત કરવા નવા ગતિવિધિ પ્રકારોની રચના કરવી. ભણતરના પરિણામો ઉચ્ચ રીતે વિકસિત કૌશલ્યો પર આધારિત રચનાત્મકતા પર મહત્વ રાખે છે. |
ઉદાહરણો: નવા સિદ્ધાંતની રચના કરો. નવા અને વ્યાપક પ્રશિક્ષણ પ્રોગ્રામીંગને વિકસાવો. નવી જીમનેસ્ટીકને દિનચર્યા બનાવો. મુખ્ય શબ્દો: ગોઠવણી કરવી, બનાવવું, જોડવું, રચવું, રચના કરવી, પ્રારંભ કરવો, બનાવવું, શરૂઆત કરવી. |
લોરીન એન્ડરસન,બ્લુમનો ભૂતપૂર્વ વિદ્યાર્થી,નેવુના સૈકાના મધ્યકાળમાં ભણતર વર્ગીકરણમાંના જ્ઞાનાત્મક કાર્યક્ષેત્રની ફરી મુલાકાત લીધી અને બે સૌથી પ્રચલિતમાં સંભવત: અમુક ફેરફારો કર્યા જે છે, 1) સંજ્ઞાથી ક્રિયાપદના રૂપમાં છ વર્ગોમાંના નામોને પરિવર્તિત કર્યા, અને 2) તેઓને થોડા ફરી વ્યવસ્થિત ગોઠવ્યા.
આ નવું વર્ગીકરણ વિચારસરણીના વધારે સક્રિય સ્વરૂપને પરાવર્તિત કરે છે અને કદાચિત તે વધારે યથાર્થ છે:
સ્ત્રોત :Bloom's Taxonomyફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020