અવકાશમાં સેટેલાઈટ તરતા મુકવાની બાબતમાં વિશ્વકક્ષાએ ભારત હજુ પાછળ છે. પરંતુ માર્સ મિશનની સફળતાએ આ બાબતને ખોટી સાબિત કરી બતાવી છે. ભારતના અવકાશયાનમાં ઇસરોએ પીએસએલવીને સફળતા પૂર્વક તરતો મૂક્યો જેની મદદથી બ્રિટનના પાંચ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવામાં સફળતા મેળવી છે.
ઇસરોની આ કામગીરીથી પ્રેરાઇને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પિકો, નેનો અને માઇક્રો સેટેલાઇટ વિશેની માહિતી પુરી પાડવા માટે બે દિવસીય વર્કશોપનું આયોજન જીટીયુ કેમ્પસ, ચાંદખેડા ખાતે કરાયું હતું. જેમા નાના સેટેલાઇટ વિશે અમેરિકન વૈજ્ઞાાનિક ડૉ.શરન આંસુદીએે અવકાશી વિજ્ઞાાન અને સેટેલાઈટ વિશે માહિતી આપી હતી.
નાના ઉપગ્રહો પરંપરાગત ઉપગ્રહોની પૂરક તરીકે ઉપયોગમાં આવી શકે છે. જેની મદદથી હવામાન, આરોગ્ય અને શિક્ષણના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મોટા ઉપગ્રહો બનાવવા તેમજ તરતા મૂકવામાં ખર્ચ વધારે થતો હોય છે. જ્યારે નાના ઉપગ્રહો ઓછા ખર્ચે વૈજ્ઞાાનિકોને પ્રયોગો કરવા માટે ઉપયોગી નીવડે છે.
ડૉ.શરન આંસુદી આ અંગે કહે છે કે નેનો ઉપગ્રહો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપી શકાતું હોવાથી યુનિવર્સિટીઓ અને કોલેજો આ ઉપગ્રહને તરતા મૂકીને નવી ક્રાંતિ સર્જી શકશે. આ નેનો સેટેલાઈટની મદદથી ભારતભરમાં ડેટા સેન્ટર સ્થાપીને એજ્યુેકેશનમાં મદદરૃપ થઈ શકે છે.
સેટેલાઈટ પર યોજાયેલા બે દિવસીય વર્કશોપમાં ભવિષ્યના અવકાશી વિજ્ઞાાનનો સિનારિયો વક્તા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં નાના ઉપગ્રહો ભવિષ્યમાં વધારે સસ્તા થશે તેવી માહિતી આપવામાં આવી હતી. પણ જો અવકાશમાં સેટેલાઈટની સંખ્યા વધી જશે તો નજીકના ભવિષ્યમાં અવકાશમાં સેટેલાઇટની અથડામણ થાય તેવી પરિસ્થિતિનું સર્જન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સેટેલાઈટ અવકાશ વિજ્ઞાાનની માહિતી માટે સસ્તા થવા જરૃરી છે પરંતુ એટલા બધા પણ સસ્તા ન થવા જોઈએ કે તેના લાભ કરતા ગેરલાભ વધારે મળે. ભવિષ્યમાં ઉપગ્રહોનો સદ્ઉપયોગ ટેલીમેડિસીનની જેમ આરોગ્ય ક્ષેત્ર માટે થઇ શકે છે. તેમજ પર્યાવરણની કાળજી લેવાની બાબતમાં આશીર્વાદરૃપ બની શકે છે. આમ નેનો ઉપગ્રહ આકાશના રહસ્યો ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જે દિશામાં હાલ વૈજ્ઞાાનિકો સંશોધન કરી રહ્યા છે.
આપણા હાલના ઉપગ્રહો પ્રમાણમાં ખૂબ જ મોટા છે. જેની અવેજીમાં હવે નેનો સેટેલાઈટ તરતા મુકવાનોે સમય આવી ગયો છે. આ દિશામાં હવે દરેક અવકાશી વૈજ્ઞાાનિક સંશોધન કરી રહ્યા છે. સંરક્ષણ માટે યુઝ થતા સેટેલાઈટ હવે નજીકના ભવિષ્યમાં એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટ પોતાના પર્સનલ યુઝ માટે ઉપયોગ કરતા થઈ જશે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020