অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બહુવિધ પ્રતિભાઓ સિદ્ધાંત

બહુવિધ પ્રતિભાઓ સિદ્ધાંત

બહુવિધ પ્રતિભાઓના પ્રકારો કયા છે?

બહુવિધ પ્રતિભાઓ એ બોવર્ડ ગાર્ડનરનો લોકો અને તેમની વિવિધ પ્રકારની પ્રતિભાઓ (તાર્કિક,દ્રષ્ટિ વિષયક,સંગીત સંબંધી,ઈત્યાદિ)વિશેનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે.દરેક વ્યક્તિને સાત પ્રકારની પ્રતિભાઓ હોય છે.વ્યક્તિને બે કે તેથી વધારે પ્રમુખ પ્રતિભાઓ હોઈ શકે છે અને અમુક વ્યક્તિઓને કદાચ સાત પ્રતિભાઓ માટે સમતુલિત પ્રતિભા હોય શકે છે.

હોવર્ડ ગાર્ડનરે શરૂઆતમાં સાત પ્રતિભાઓની એક યાદી તૈયાર કરી. તેની યાદી અસ્થાયી હતી. પ્રથમ બે વિશિષ્ટપણે શાળાઓમાં સન્માનિત કરવામાં આવી; બાકીની ત્રણ સામાન્યપણે કળાઓ સાથે સંલગ્ન છે; અને છેલ્લી બે એ હોવર્ડ ગાર્ડનર જેને 'વ્યક્તિગત પ્રતિભાઓ’ કહે છે તે છે.

 

દ્રષ્ટિવિષયક/આકાશીય પ્રતિભા

દ્રષ્ટિના બોધની ક્ષમતા. આ શીખનારાઓને ચિત્રોમાં વિચાર કરવાની વૃતિ હોય છે અને માહિતી મેળવવા માટે આબેહૂબ માનસિક છબીઓને બનાવવાની જરૂરિયાત હોય છે. તેઓ નકશાઓ,ચાર્ટો.ચિત્રો,વિડીયો અને ફિલ્મો જોવામાં આનંદ માણે છે.

તેમની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

કોયડાનું નિર્માણ,વાંચવું, લખવું, ચાર્ટ અને આલેખો સમજવા, દિશાસૂચનની સારી સમજ, રેખાચિત્રો દોરવા, ચિત્રકામ, દ્રષ્ટિવિષયક રૂપકો અને સાદ્રશ્યતાઓ રચવી(સંભવિત દ્રષ્ટિવિષયક કળાઓ મારફતે),છબીઓમાં ચાલાકી કરવી,રચના,નિયત કરવું,વ્યવહારાત્મક પદાર્થોઓની રચના કરવી,દ્રષ્ટિવિષયક છબીઓનું વર્ણન કરવું.

સંભવિત કારકિર્દી રૂચિઓ:

નાવિક,શિલ્પીઓ,દ્રષ્ટિ વિષયક કળાકારો,શોધકો,વાસ્તુકારો,આંતરિક ડિઝાઈનરો,મેકેનીકો,ઈજનેરો

શાબ્દિક/ભાષા પ્રતિભા

શબ્દો અને ભાષાનો વપરાશ કરવાની ક્ષમતા. આ શીખનારાઓ ઉચ્ચત્તમ રીતે વિકસિત શ્રવણશક્તિ સંબંધિત કુશળતાઓ ધરાવે છે અને તેઓ સામાન્યપણે સહજ વક્તાઓ હોય છે તેઓ ચિત્રોને બદલે શબ્દોમાં વિચાર કરે છે.

તેઓની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

સાંભળવું,બોલવું,લખવું,વાર્તાપઠન,સમજાવવું,ભણાવવું,રમૂજનો વપરાશ,શબ્દોની વાક્યરચના અને તેનો અર્થ સમજવો,માહિતી યાદ રાખવી,વ્યક્તિને તેના દ્રષ્ટિકોણથી ખાતરી આપવી,ભાષાના ઉપયોગનું વિશ્લેષણ કરવું.

સંભવિત કારકિર્દી રૂચિઓ:

કવિ,પત્રકાર,લેખક,શિક્ષક,વકીલ,રાજકરણી,અનુવાદકાર

તાર્કિક/ગાણિતિક પ્રતિભા

કારણ,તર્ક અને સંખ્યાઓનો ઉપયોગ કરવાની ક્ષમતા.આ શિખનારાઓ માહિતીની અંશો વચ્ચે જોડાણો રચીને તાર્કિક અને સંખ્યાદર્શક સ્વરૂપોમાં કલ્પનાત્મક રીતે વિચારે છે.તેમની આજુબાજુના વિશ્વ વિશે હંમેશા ઉત્સુક હોય છે,આ શીખનારાઓ ખૂબજ પ્રશ્નો પૂછે છે અને તેમને પ્રયોગો કરવા ગમે છે.

તેઓની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

સમસ્યા નિવારણ,માહિતીનું વર્ગીકરણ અને તેને શ્રેણીબદ્ધ કરવી,એકબીજાના સંબંધને સમજવા ભાવવાચક કલ્પનાઓ સાથે કામ કરવું,સ્થાનિક અનુક્રમો બનાવવા કારણોની લાંબી સાંકળોનું સંચાલન,નિયંત્રિત પ્રયોગો કરવા,પ્રાકૃતિક ઘટનાઓ વિશેના પ્રશ્નો પૂછવા અને આશ્ચર્યચક્તિ થવું,જટીલ ગાણિતિક ગણતરીઓ કરવી,ભૌમિતિક આકારો સાથે કામ કરવું.

સંભવિત કારકિર્દી માર્ગો:

વૈજ્ઞાનિકો,ઈજનેરો,કંપ્યુટર પ્રોગ્રામરો,સંશોધકો,અકાઉટન્ટો,ગણિતજ્ઞો

કાયિક/સ્નાયુગતિ સંબંધિત પ્રતિભા

શરીરના હલનચલનોને નિયંત્રિત કરવાની અને કૌશલ્યપૂર્વક પદાર્થોનું સંચાલન કરવાની ક્ષમતા.આ શીખનારાઓ પોતાને હલનચલન મારફતે વ્યક્ત કરે છે.તેઓને સમતુલનની અને આંખ-હાથના સુમેળની સારી સમજ હોય છે(દા.ત.બોલની રમત,લાકડાના પાટીયા પર સમતુલન કરવું).તેઓની આસપાસની જગ્યા સાથે પારસ્પરિક વાતચીત કરવા દ્વારા,તેઓ માહિતીને યાદ રાખવામાં અને તેની પ્રક્રિયા કરવામાં સમર્થ હોય છે.

તેઓની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

નૃત્ય,શારિરીક સમન્વય,રમતો,વ્યાવહારિક પ્રયોગો,શારિરીક હાવભાવનો પ્રયોગ,હસ્તકળાઓ,અભિનય,મૂક અભિનય,રચના કે નિર્માણ કરવામાં તેઓના હાથોનો ઉપયોગ કરવો,શરીર દ્વારા ભાવનાઓ વ્યક્ત કરવી.

સંભવિત કારકિર્દી માર્ગો:

એથ્લેટો.શારિરીક શિક્ષણ આપતાં શિક્ષકો,નૃત્યકારો,અભિનેતા,કારીગરો,અગ્નિશામકો.

સંગીત સંબંધી/તાલબદ્ધ પ્રતિભા

સંગીતને ઉત્પન્ન કરવાની અને તેની મૂલવણી કરવાની ક્ષમતા.આ સંગીત કૌશલ્ય તરફ વળેલા શીખનારાઓ અવાજો,તાલો અને સ્વરૂપોમાં વિચારે છે.તેઓ જે કંઈપણ સંગીત સાંભળે તત્કાળ તેની મૂલવણી કરવા કે તેની આલોચના કરવા દ્વારા સંગીતને પ્રતિક્રિયા આપે છે.આમાંના મોટાભાગના શીખનારાઓ પર્યાવરણાત્મક અવાજો(દા.ક્રિકેટો,ઘંટો,ટપકતા નળો)સાથે અત્યંત સંવેદનશીલ હોય છે.

તેઓની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

ગાવું,સીટી વગાડવી,સંગીતના વાદ્યો વગાડવા,સ્વરસંબંધી રચનાઓ ઓળખવી,સંગીતની રચના,મધુર સંગીત યાદ કરવા,સંગીતનું સ્વરૂપ અને તાલ સમજવો

સંભવિત કારકિર્દી માર્ગો:

સંગીતકાર,ડિસ્ક જોકી,ગાયક,રચનાકાર

આંતર્વૈયક્તિક પ્રતિભા

બીજાઓનું વર્ણન કરવાની અને સમજવાની ક્ષમતા.આ શીખનારાઓ લોકો કેવી રીતે વિચારે છે અને અનુભવે છે તે સમજવા માટે અન્ય લોકોના દ્રષ્ટિકોણથી વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરે છે.તેઓ પાસે ઘણીવાર ભાવનાઓ,ઉદ્દેશો અને પ્રેરણાઓ અનુભવવા માટેની અલૌકિક ક્ષમતા હોય છે.તેઓ મહાન સંગઠનકર્તાઓ હોય છે જોકે અમુકવખત તેઓ ચાલાકીની સહાયતા લે છે.મોટેભાગે તેઓ સમૂહના સમાયોજનોમાં શાંતિ જાળવવાનો અને સહકાર્યને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરતાં હોય છે.તેઓ બીજાઓ સાથે સંચાર માધ્યમોને જાહેર કરવા શાબ્દિક(દા.તબોલવું) અને બિનશાબ્દિક(દા.ત આંખનો સંપર્ક,શારિરીક હાવભાવ) બન્ને ભાષાઓનો ઉપયોગ કરે છે.

તેઓની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

વસ્તુઓને બીજાની દ્રષ્ટિથી(બેવડી-દ્રષ્ટિથી)જુવે છે,સાંભળવું,સહાનુભૂતિનો ઉપયોગ કરવો,બીજા લોકોના મિજાજો અને ભાવનાઓને સમજવી,સલાહમસલત કરવી,સમૂહો સાથે સહકાર કરવો,લોકોના મિજાજો,પ્રેરણાઓ અને ઉદ્દેશોની પર નજર કરવી,શાબ્દિક અને બિનશાબ્દિક બન્ને રીતે સંચાર કરવો,વિશ્વાસ કેળવવો,શાંતિપૂર્વક ઝઘડાનું નિરાકરણ,અન્ય લોકો સાથે હકારાત્મક સંબંધો સ્થાપિત કરવા.

સંભવિત કારકિર્દી માર્ગો:

સલાહકાર,વેચાણકર્તા,રાજકરણી,વ્યાપારી વ્યક્તિ

આંતર્વૈયક્તિક પ્રતિભા

સ્વ-પરાવર્તન અને પોતાની આંતરિક સ્થિતિથી માહિતગાર હોવાની ક્ષમતા.આ શખનારાઓ તેમની આંતરિક ભાવનાઓ,સપનાઓ,બીજાઓ સાથેના સંબંધો,અને સામર્થ્યો અને નબળાઈઓ સમજવાનો પ્રયત્ન કરે છે.

તેઓની કુશળતાઓમાં સમાવેશ થાય છે:

પોતાના સામર્થ્યો અને નબળાઈઓને ઓળખવી,પોતાની જાતે તેનું પરાવર્તન અને વિશ્લેષણ કરવું,તેમની આંતરિક ભાવનાઓ,ઈચ્છાઓ અને સપનાઓની જાગરૂકતા,તેમની વિચારવાના સ્વરૂપોનું મૂલ્યાંકન,પોતાની જાત સાથે દલીલ કરવી,બીજાઓ સાથેના સંબંધોમાં તેમની ભૂમિકા સમજવી.

સંભવિત કારકિર્દી માર્ગો:

સંશોધનકારો,સિદ્ધાંતકારો,તત્વજ્ઞો

શું બીજી કોઈ વધારાની પ્રતિભાઓ છે?

જો કે હોવર્ડ ગાર્ડનરની ફ્રેમ્સ ઓફ માઈન્ડ(1983)માંની પ્રતિભાઓની મૂળ યાદીમાં સમાવેશ માટે(અથવા બાકાત માટેના ઉમેદવારો)ના અન્ય સંભવિત ઉમેદવારો માટેની ચર્ચાનો મહાન સોદો થયો છે. હોવર્ડ ગાર્ડનર અને તેના સહકાર્યકારીઓ દ્વારા થયેલા ક્રમિક સંશોધન અને પરાવર્તનમાં તેઓએ ત્રણ ખાસ શક્યતાઓ માટે જોયું: પ્રકૃતિવાદી પ્રતિભા,આધ્યાત્મિક પ્રતિભા અને અસ્તિત્વવાદી પ્રતિભા.

પ્રકૃતિવાદી પ્રતિભા માનવીને પર્યાવરણના અમુક લક્ષણોને ઓળખવામાં,વર્ગીકૃત કરવામાં અને તેઓનું વર્ણન કરવામાં સમર્થ કરે છે.તે 'મુખ્ય ક્ષમતાના વર્ણનને મોટાભાગની સંસ્કૃતિઓ જેનું મૂલ્ય કરે છે તે ભૂમિકાના ચારિત્ર વર્ણન સાથે જોડે છે'.

શિક્ષણનો ઉપયોગ

પરંપરાગત રીતે,શાળાઓએ તાર્કિક પ્રતિભા અને ભાષા સંબંધી પ્રતિભા(મુખ્યત્વે વાંચવું અને લખવું)ના વિકાસ પર ભાર મૂક્યો છે.જ્યારે ઘણા વિદ્યાર્થીઓ આ વાતાવરણમાં સારી રીતે કાર્ય કરે છે,જ્યારે બીજા છે જેઓ તેમ કરતાં નથી.ગાર્ડનરનો સિદ્ધાંત દલીલ કરે છે કે વિદ્યાર્થીઓને શિક્ષણના વિસ્તૃત લક્ષ્ય સાથે પૂરું પાડવું પડશે,જ્યારે શિક્ષકો તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે વિવિધ કાર્યપદ્ધતિઓ,અભ્યાસો અને પ્રવૃતિઓનો ઉપયોગ કરે છે,માત્ર તેવા માટે નહી જેઓ ભાષા સંબંધિત કે તાર્કિક પ્રતિભા પર સર્વશ્રેષ્ઠ છે.

બહુવિધ પ્રતિભાઓના સિદ્ધાંતનો પ્રયોગ વિસ્તૃતપણે બદલાય છે.તે શિક્ષક પાસેથી સ્વરગ્રામ ચલાવે છે જેઓનો મુશ્કેલીઓ ધરાવતાં વિદ્યાર્થી સાથે જ્યારે ભેટો થાય છે, MIને માળખાં તરીકે ઉપયોગ કરીને સંપૂર્ણ શાળા માટે,સામગ્રી શિખવા માટે ભિન્ન અભિગમનો ઉપયોગ કરે છે,.સામાન્યપણે,જેઓ તમામ વિવિધ પ્રતિભાઓને વિકસિત કરવા અને તેનો ઉપયોગ કરવા તેમના વિદ્યાર્થીઓ માટે તકો પૂરી પાડવાનો પ્રયાસ કરતાં સિદ્ધાંત સાથે સંમત થાય છે,માત્ર થોડા માટે નહી જેના પર તેઓ કુદરતી રીતે સર્વશ્રેષ્ઠ છે.

હાવર્ડ-લેડનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને 41 શાળાઓ પરનો અભ્યાસ તે નિર્ણય પર આવ્યો કે આ શાળાઓમાં "સખત મહેનત,આદર અને સંભાળ રાખવાની સંસ્કારિતા હતી; પ્રાધ્યાપક જે એકબીજા સાથે કામ કરે છે અને શીખે છે; વર્ગખંડો જે વિદ્યાર્થીઓને અવરોધિત પણ અર્થપૂર્ણ પસંદગીઓ મારફતે જોડે છે, અને ઉચ્ચ-ગુણવત્તાસભર કાર્યનું નિર્માણ કરવા વિદ્યાર્થીઓને સમર્થ કરવા પરનું પ્રખર કેન્દ્રીકરણ.

મારી શાળામાં બહુવિધ પ્રતિભાઓ અભિગમનો ઉપયોગ કરવાના અમુક ફાયદાઓ કયા છે?

  • તમે તમારા વિદ્યાર્થીઓની જરૂરિયાતો,રૂચિઓ અને યોગ્યતાઓના આધારે વાસ્તવિક ભણતર માટેની તકો પ્રદાન કરશો.બહુવિધ પ્રતિભા વર્ગખંડો "વાસ્તવિક" વિશ્વની જેમ કામ કરે છે: ચોપડીનો લેખક અને વિવરણકાર બન્ને સમાનપણે મૂલ્યવાન નિર્માતાઓ છે.વિદ્યાર્થીઓ વધારે ક્રિયાશીલ બને છે,સમાવિષ્ટ શીખનારાઓ
  • તમારી શાળામાં વડીલ અને સમુદાયની સમાવિષ્ટતા વધી શકે છે.આ બને છે કારણકે વિદ્યાર્થીઓ પેનલો અને શ્રોતાઓની પહેલા જ કાર્યનું નિર્ધારણ કરે છે.પ્રશિક્ષુતા ભણતરનો સમાવેશ કરતી પ્રવૃતિઓ સમાજના સભ્યોને ભણતરની પ્રક્રિયામાં આગળ લાવે છે.
  • વિદ્યાર્થીઓ તેમના સામર્થ્યોનું નિરૂપણ કરવામાં અને તેની વહેંચણી કરવામાં સમર્થ બનશે.સામર્થ્યનું નિર્માણ વિદ્યાર્થીને "વિશેષજ્ઞ" બનવાની પ્રેરણા આપે છે.આ ફરી વધતા સ્વાભિમાન તરફ દોરે છે
  • જ્યારે તમે "સમજણ માટે શીખવો છો,"તમારા વિદ્યાર્થીઓ જીવનની સમસ્યાઓના ઉપાયો રચવા માટેની સમર્થતા અને હકારાત્મક શૈક્ષણિક અનુભવોને એકત્રિત કરે છે.

M.I. સિદ્ધાંત લાગુ કરવાથી વિદ્યાર્થીઓને સારી રીતે શીખવામાં કેવી રીતે મદદ થઈ શકે છે?

વિદ્યાર્થીઓ પોતે કેટલા બુદ્ધિશાળી છે તે સમજવાની શરૂઆત કરે છે.ગાર્ડનરના મતે,ભણતર એ સામાજીક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે.જ્યારે વિદ્યાર્થીઓ તેમની પોતાની બહુવિધ પ્રતિભાઓના સમતુલનને સમજે છે ત્યારે તેઓ

  • તેમના પોતાના ભણતરનું સંચાલન કરવાની શરૂઆત કરે છે
  • તેમના વ્યક્તિગત સામર્થ્યોનું મૂલ્ય કરવાની શરૂઆત કરે છે

શિક્ષકો સમજે છે કે બાળકો કેટલા બુદ્ધિશાળી છે તેમજ તેઓ કેટલા બુદ્ધિશાળી છે.દા.ત,કયા વિદ્યાર્થી પાસે મજબૂત આંતર્વૈયક્તિક પ્રતિભાની સંભાવ્યતા છે તે જાણવું એ તમને તકો નિર્માણ કરવામાં મદદ કરશે જ્યારે સામર્થ્ય અન્યોમાં પ્રોત્સાહિત થઈ શકે છે.જોકે,બહુવિધ પ્રતિભા સિદ્ધાંત એ શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓ માટે નવા બૌદ્ધિક સ્તર-જેવી રીતે કે લેબલો પ્રદાન કરવાના હેતુસર નથી.

વિદ્યાર્થીઓ વિવિધ દ્રષ્ટિકોણોથી સમજવાની પહોંચ કરે છે.સમસ્યા, "રેતી શું છે?" તેની નોંધના વૈજ્ઞાનિક,કાવ્યાત્મક,કળાત્મક,સંગીતાત્મક અને ભૌમિતિક મુદ્દાઓ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate