માનવી ને જીવન ના વિકાસ માં શિક્ષણ નું અત્યંત મહત્વ રહેલું છે. માણસ ની આર્થિક, સામાજિક, માનસિક પતિસ્થીથી તેના શિક્ષણ પર આધાર રાખે છે.
પરંતુ શું આજ ની શિક્ષણ પદ્ધતિ એટલી સક્ષમ છે???કે આજ ના સમયે જે યુવાનો પાસ આજ કાલ ની કહેવાતા શિક્ષણ પદ્ધતિ દ્વારા પોતાના પગભર થય શકે.??
આમ થવાનું કારણ પણ આજકાલ શાળા તથા કૉલેજો માં કામ કરતા કર્મચારીઓ તથા તેમનું સંચાલન કરતા વ્યક્તિઓ જ જવાબદાર છે... કારણ કે આજ ના સમય માં કોઈ જ માં બાપ પાસે પોતાના સંતાન માટે સમય જ નથી એટલા માટે તેઓ પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર નું કાર્ય એવા શિક્ષકો ના હાથ માં સોંપે છે જેઓ પોતે જ પૂરતું શિક્ષણ નથી લીધું તો આવા લોકો ના હાથ માં સોંપી ને આપણે જ આપના બાળકો ના ભવિષ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છીયે...
શિક્ષણ એ દરેક વ્યક્તિ ના જીવન માં વિકાસ નો ભાગ ભજવે છે. પરંતુ આજ નું શિક્ષણ એ શા માટે આવું નથી કરી શકતું એનું કારણ એમને નાનપણ માં જ એવી શાળા માં શિક્ષણ મળે છે જેમાં કોઈ જ શિક્ષક શિક્ષક તરીકે ની સંપૂર્ણ લાયકાત ધરાવતા નથી. જે વ્યક્તિ ને વિદ્યાર્થીઓ ના વિકાસ ની સાથે કોઈ જ લેવા દેવા નથી એવા લોકો જ આજ કાલ ના શિક્ષકો છે.(કુવા માં હોય તો અવેડા માં આવે ને.) એટલે જ આપણે એક ઉજ્જવળ ભવિષ્ય ની તો ફક્ત કલ્પના જ કરવી જ રહી..
આ બધા ની પાછળ એક જ પરિબળ કામ કરે છે , એ એટલે આપના જીવન માં મૂલ્યો નો અભાવ. આજ કાલ ના કહેવાતા શિક્ષણવિદો માં પણ મૂલ્યો નો અભાવ જોવા મળે છે.
શિક્ષણવિદો તથા શિક્ષકો ના જીવન માં નૈતિક મૂલ્યો નો અભાવ દેશ ના ભવિષ્ય માં પણ તેનું સિંચન કરવા માં આવે છે. એટલે જ આજ ના બાળકો ( વિદ્યાર્થીઓ) માં મૂલ્યો નો અભાવ જોવા મળે છે. અને મૂલ્ય વગર નું બાળક જયારે મોટું થાય છે ત્યારે તેમના જીવન માં મોટી ઉમર માં મૂલ્યો નું સિંચન કરવું એ લોઢા ના ચણાં ચાવવા જેવી વાત છે.. કારણ કે જે વ્યક્તિ પોતાના બાળપણ માં જે શીખે છે એ એમને ક્યારેય જિંદગી માં ભુલાતું નથી અને જેમ જેમ વ્યક્તિ ની ઉમર વધતી જય છે તેમ તેમ તેમની શીખવા ની તથા જીવન માં અનુકરણ કરવા ની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જય છે. એટલે બાળકો ને જીવન માં જો મૂલ્યો નું સિંચન કરવું હશે તો તેનો ઉપાય આ મુજબ હોય શકે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/23/2020