બાળકએ સમાજનું એક પાયાનું અભિન્ન અંગ છે, તથા તે સમાજનો મહત્વનો હિસ્સો છે. એક સુરક્ષિત, તંદુરસ્ત અને શિક્ષિત બાળક ભવિષ્યમાં સુદ્રઢ સમાજનું નિમણિ કરે છે. તે ધ્યાને લઈ બાળકોને વિવિધ અધિકારો આપવામાં આવેલ છે. પરંતુ, બાળકો આ અધિકારો મુક્ત રીતે ભોગવી શકે તે માટે અનેક અડચણો પણ ઊભી થતી હોઈ છે. આ સંદર્ભમાં બાળકના સર્વાગી વિકાસ માટે બાળ અધિકારના સંરક્ષણની જોગવાઈ કરવી પણ એટલી જ અગત્યની છે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સનાં બાળ અધિકારો બાબતના સમજૂતી કરાર સ્વીકારેલ છે જેના સંદર્ભે બાળ અધિકારોના રક્ષણ અર્થે ધી કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એકટ-૨૦૦૫ સંસદે પસાર કરેલ છે અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા તા. ૨૦-૦૬-૨૦૦૬ના રોજ આ કાયદાને અનુમતિ આપવામાં આવેલ છે. આ કાયદાની કલમ ૧૭ મુજબ તા. ૨૮-૦૯-૨૦૧૨ના જાહેરનામાથી ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન અને સભ્યો આયોગના અધ્યક્ષશ્રીની તારીખ ૨૮-૦૯-૨૦૧૨ના જાહેરનામાથી અને તા. ૨૧-૦૨૨૦૧૩ના જાહેરનામાથી ૬ સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. વર્ષ ર૦૧૩-૧૪ દરમિયાન આયોગના ચેરપર્સન અને સભ્યો નીચે મુજબ હતા.
ધી કમિશન્સ ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એક્ટ-ર૦૦૫ની કલમ ર (બી) મુજબ બાળ અધિકારોમાં તારીખ ૨૦-૧૧-૧૯૮૯ના રોજ યુનાઈટેડ નેશન્સ કન્વેન્સન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમાં સ્વીકારવામાં આવેલા અને ભારત સરકાર દ્વારા તારીખ ૧૧-૧૨-૧૯૯૨ના રોજ અનુમોદિત થયેલ બાળ અધિકારોનો સમાવેશ થાય છે.
પ્રવર્તમાન બાળ અધિકાર કાયદાઓ
આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલી તપાસ પૂરી થયેથી આયોગ નીચેનામાંથી કોઈપણ પગલું લેશે, એટલે કે :
જયાં તપાસ, બાળ અધિકારનો ગંભીર પ્રકારનો ભંગ થયાનું અથવા તત્કાલીન અમલમાં હોય એવા કોઈ કાયદાની જોગવાઈઓનું ઉલ્લધન પ્રકટ કરે ત્યાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓ સામે ફરીયાદ માંડવા અથવા આયોગને યોગ્ય લાગે એવી કાર્યવાહી કરવા તે સંબંધિત સરકાર અથવા સત્તાધિકારીને ભલામણ કરી શકે. ન્યાયાલયને જરૂરી લાગે એવી સૂચનાઓ હુકમો અથવા રીટ માટે સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરે. આયોગ આવશ્યક ગણે તે પ્રમાણે, ભોગ બનેલાને અથવા એના કુટુંબના સભ્યને આવી વચગાળાની રાહત આપવા માટે સંબંધિત સરકાર કે સત્તાધિકારીને ભલામણ કરે.
ગુજરાત સરકાર :ગુજરાત સરકાર દ્વારા આયોગને પગાર/ભથ્થા, પ્રવાસ તેમજ કચેરી ખર્ચ માટે વર્ષ ૨૦૧૩-૧૪ માટે રૂ. ૬૧.૦૦ લાખ ફાળવેલ હતાં. જે પૈકી રૂા. ૬૧.૦૦ લાખનો ખર્ચ થયેલ છે. સર્વ શિક્ષા અભિયાન: બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ હેઠળ મોનીટરીંગના હેતુ માટે સવશિક્ષા અભિયાન દ્વારા રૂા. ૨૯.૨૭ લાખ અનુદાન ફાળવવામાં આવેલ હતું. આ ફંડ તા. ૦૩-૦૨-૨૦૧૪ના રોજ ફાળવવામાં આવેલ હતું. જે હેઠળનો ખર્ચ હવે પછીના વર્ષમાં કરવામાં આવશે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ : ૨૬ / ૨૭ .૦૩ ૨૦૧૪ National Seminaron "Children in Media: Issues & Perspectives” ના આયોજન માટે રૂ. ૩.૧૬ લાખ અનુદાન ફાળવવામાં આવેલ હતું. આ કાર્યક્રમના આયોજન માટે આ રકમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હવાલે મુકવામાં આવી હતી.
ચેરપર્સન દ્વારા સમગ્ર રાજય માટે આયોગની તમામ બાબતો માટે મોનીટરીંગ કરવામાં આવે છે. પરંતુ કામગીરીની સુગમતા ચેરપર્સન અને સભ્યો વચ્ચે નીચે મુજબની રાજ્યના જિલ્લાઓની વહેચણી કરવામાં આવેલ હતી. જેની વિગતો પત્રક-૧માં સામેલ છે.
વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન આયોગ દ્વારા ડાંગ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ હતી. ચેરપર્સનશ્રીના અધ્યક્ષ સ્થાને આયોગ દ્વારા રાજ્ય ડાંગ જિલ્લાની અને સંસ્થાઓની મુલાકાતો દરમિયાન જિલ્લા અધિકારીઓ સાથે બાળ અધિકાર સંરક્ષણની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચાવિચારણા કરી સૂચનો કરેલ હતા. સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓની માહિતી મેળવી બાળકોની પરિસ્થિતિની જાણકારી મેળવી બાળકોના પ્રતિભાવો મેળવેલ હતાં. આયોગ દ્વારા લેવાયેલ જિલ્લા તથા સંસ્થાઓની મુલાકાતોની વિગતો પત્રક-રમાં દર્શાવેલ છે. આયોગના સભ્યો દ્વારા જિલ્લાઓ અને સંસ્થાઓની મુલાકાતો અહેવાલના સમયગાળા દરમિયાન આયોગના સભ્યશ્રીઓ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લાઓ અને સંસ્થાઓની મુલાકાતો લેવામાં આવેલ હતી. જે દરમિયાન જિલ્લા અધિકારીઓ સાથે બાળ અધિકાર સંરક્ષણની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરી સૂચનો કરેલ હતા. સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓની માહિતી મેળવેલ હતી. બાળકોની પરિસ્થિતિની જાણકારી મેળવી બાળકોના પ્રતિભાવો મેળવેલ હતાં. સભ્યશ્રીઓ દ્વારા લેવાયેલ જિલ્લા તથા સંસ્થાઓની મુલાકાતોની વિગતો પત્રક-૩માં દર્શાવેલ છે.
૨૦૧૩-૧૪ના અહેવાલના સમયગાળા દરમિયાન આયોગને ૩૭ ફરિયાદો મળેલ હતી. જે પૈકીની ૧૪ ફરિયાદોનો નિકાલ થયેલ હતો.
તા. ૦૯/૧૦-૦૪-૨૦૧૩ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, શિક્ષણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટી, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન અને યુનિસેફ ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે "Making Child Rights a Reality for Every Child in India” અંગે રાષ્ટ્રીય સેમિનાર અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતો. આ સેમિનાર માટે ૨૯૧ વ્યક્તિઓ નોંધાયેલ હતી. જેમાં મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમોના પ્રતિનિધીઓ, બાળ સંભાળ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બાળ અધિકાર ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રીસર્સ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ અને વિવિધ યુનિવર્સિટીઓના ફેકલ્ટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં બાળકોને અપાયેલ અધિકારો અને તેના સંરક્ષણની જરૂરીયાત અને તે માટે જોગવાઈઓની વિશદ ચર્ચા વિચારણા થયેલ હતી.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત મહિલા આયોગ અને મહારાજા સયાજીરાવયુનિવર્સિટી, વડોદરાના ૨૬/૨૭. ૦૩/૨૦૧૪ ના રોજ National Seminar on “Childern and Women in Media : Issues & Perspectives” યોજવામાં આવેલ હતો. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી, જાણીતા પત્રકારો, ચાર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરો તથા અન્ય વિષય નિષ્ણાતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડેલ હતું. આ સેમિનારમાં બાળકો અને મહિલાઓને સંબંધિત મીડીયાની બાબતો અંગે વિશદ ચર્ચાવિચારણા થયેલ હતી. આ ઉપરાંત આ સેમિનાર દરમિયાન ૮૫ પેપર્સ રજૂ થયેલ હતા.
દલિત હક્ક રક્ષક મંચે આરટીઈ એક્ટ-2009ના રીટ્રોસ્પેક્ટિવ અમલ માટે પીઆઈએલ કરી છે. મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકારે 2009માં કાયદો ઘડ્યો, ગુજરાત સરકારે નિરાંતે ત્રણ વર્ષ પછી છેક 2012માં નિયમો ઘડ્યા અને હજુ એનો અમલ કરતા ચૂંક આવે છે એટલે કહે છે કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે. અમે કહીએ છીએ, 2009 પછી 2010માં જે બાળકોએ પહેલા ધોરણ પ્રવેશ લીધો હતો એ બધા અત્યારે ચોથા-પાંચમા ધોરણમાં છે. એમાં જે કોઈ બાળકો ગરીબ હોય તેમના આધાર-પુરાવા મેળવીને ફી માફીનો લાભ આપો. રૂ. 100 કરોડ જેવી મામુલી રકમ જોઇશે. ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણ માટે એ કંઈ ઝાઝી રકમ નહીં હોય.
ખરેખર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિશાળો એરકન્ડિશન્ડ અને અંગ્રેજી માધ્યમની હોવી જોઇએ. બાળકને ઘરે જવાનું મન જ ના થાય. એને સરસ ક્વોલિટી એજ્યુકેશન મળે. દલિત હક્ક રક્ષક મંચે અમદાવાદ કોર્પોરેશનની સ્કુલોમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા ગયા વર્ષે મેયર અને શાસનાધિકારીને આવેદનપત્રો આપ્યા હતા.
ગઈ સાલ ગુજરતમાં આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વોટાના અમલ માટે ગુજરાત સરકારે માત્ર રૂ. 11 કરોડ ફાળવ્યા હતા. ગુજરાતમાં 2 લાખ બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટે માત્ર રૂ. 200 કરોડ જોઇએ. સર્વ શિક્ષા અભિયાન જેવી તદ્દન ફાલતુ યોજના પાછળ ગયા વર્ષે રૂ. 1300 કરોડ ગુજરાત સરકારે વેડફ્યા હતા, સર્વ શિક્ષા અભિયાન એટલે ભૂતિયા બાળકો, એકથી વધુ કેન્દ્રો સંભાળતા બાળમિત્રો. ભાજપના કાર્યકરોને પોષવા માટે સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. એનાથી ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતુ નથી.
મને કોકે પૂછ્યું કે 25 ટકા ક્વોટામાં પ્રવેશ માટે એસસી/એસટી માટે રૂ. બે લાખની અને ઓબીસી માટે રૂ. લાખની મર્યાદા કેમ? મેં કહ્યું લાખ રૂપિયા કમાવવામાં જેટલી મજુરી ઓબીસીને કરવી પડે એટલા જ રૂપિયા કમાવા માટે એસસી/એસટીને ડબલ મજૂરી કરવી પડે એવી ગણતરી સરકારે કરી હશે!
હું દલિતોના ગેઝેટેડ અધિકારીઓની સંસ્થા ”લક્ષ”માં ગયો. એમને કહ્યું, તમે બધા ચાલીઓમાંથી જ આવો છો. હવે તમારી પાસે ઇકોનોમિક પાવર છે, પરંતુ તમે માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જ રસ લો છો. દલિત યુવાનોને મામલતદાર, અધિકારી બનાવવા માંગો છો. આ બાબત ખોટી નથી, પરંતુ, આ તો દૂધ ઉકાળીને મલાઈ તારવવાની વાત છે. હું ગુણવત્તાયુક્ત દૂધ માટે એટલે કે, પહેલા ધોરણથી આરટીઈ માટે લડું છું. તમારૂ લક્ષ દલિત સમાજના ગરીબો માટે હોવું જોઇએ.
2001ના સેન્શન પ્રમાણે ગુજરાતમાં અનુસુચિત જાતિઓની વસ્તી 40 લાખ હતી. એટલે કે, 8 લાખ પરિવાર. તેમાં 12 હજાર પરિવારો પાસે મોટર કાર હતી, સવા લાખ પરિવારો પાસે દ્વિચક્રી વાહનો હતા, બાકીના અંદાજે સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ હતી. દસ વર્ષમાં ગુજરાત બહુ જ વાઈબ્રન્ટ બન્યું. બહુ જ વાઇબ્રન્ટ બન્યું. ગુજરાત ભારતનું કેલિફોર્નિયા બની ગયું. હવે 2011માં વીસ હજાર પરિવારો પાસે મોટરકાર, 2 લાખ પરિવારો પાસે સ્કૂટર, બાઈક હશે. વસ્તી પણ વધીને પીસ્તાલીસ લાખ થઈ. નવ લાખ પરિવારો થયા. હજુ સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ છે. આ પરિવારોને જરૂર છે આરટીઈ એક્ટની. પરંતુ, અફસોસ. દલિત સમાજના સાધન સપંન્ન લોકો, જેઓ પોતાના બાળકોને ઉંચી ફી ભરીને હાઈ ફાઈ શાળાઓમાં ભણાવી શકે છે તેમને ગરીબ બાળકો માટે આરટીઈનો અમલ કરાવવામાં લગીરે રસ નથી.
ગુજરાત સરકાર આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટેના 25 ટકા ક્વોટા પાછળ નાણા ફાલવવા માંગતી નથી ગરીબોના બાળકોના શિક્ષણ પાછળ પૈસા વપરાશે, તો રીવરફ્રન્ટ પર ગરબા ગાવાના, પતંગ ઉડાવવાના, રણોત્સવ યોજવાના પૈસા ક્યાંથી લાવીશું?
ગુજરાતના ગરીબ બાળકોના પ્રાથિમિક શિક્ષણ માટે પાછલા દસ વર્ષમાં કશું જ થયુ નથી. અને હવે દેશમાં પણ કશું થવાનું નથી. દેશના વડાપ્રધાન દુનિયાના દેશોમા જઇને તંબૂરો વગાડતા રહેશે.
દેશમાં નિરક્ષરતાનું આભ ફાટ્યું છે, આરટીઈ એક્ટ તો માત્ર થીંગડું છે.
વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એવી કહેવત હતી. હવે એવું કહેવાની જરૂર છે કે, “કોંગ્રેસ, મરો, ભાજપ મરો, પણ અમારા બાળકના શિક્ષણનું કાંક કરો.”
ભ્રષ્ટાચાર કરતા પણ વધારે મહત્વનો મુદ્દો શિક્ષણનો છે, અદાણી, અંબાણી, ટાટા, બિરલાને કહીએ, તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તેટલો કરો, પણ અમારા બાળકોના શિક્ષણનું કાંક કરો.
જયપ્રકાશ નારાયણના એજન્ડામાં પણ શિક્ષણનો મુદ્દો નહોતો. આજે કોઈ રાજકીય પક્ષના એજન્ડામાં શિક્ષણનો મુદ્દો અગ્રસ્થાને નથી. પરંતુ આપણે કે. જી.થી પી. જી. સુધી મફત શિક્ષણ માટે શેરીઓમાં યુદ્ધ કરવું પડશે. ત્રિશુલ-દિક્ષાની નહી, કલમ-દિક્ષાની જરૂર છે.
આવી યોજના ગુજરાતમાં સરસ રીતે ચાલે તો ભગવા ભુવાઓનો ધરમ લાજે. એસએસએની જ વેબસાઇટ પર આપેલ સત્તાવાર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મકેન્દ્રો ળ્યું કે અમદાવાદના ચાલીસ વોર્ડોમાં ચાલતા 547 ખાસ તાલીમ કેન્દ્રો પૈકીના 206 કેન્દ્રો કાગળ પર જ ચાલે છે. આમાંના એકપણ કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થી જ નથી. અમદાવાદમાં બાલમિત્રોની ફોજમાં મોટાભાગની બહેનો ભારતીય જનતા પક્ષની ઓશીંગણ છે. કેટલીક બહેનો સાથે વાત કરી. "બહેન તમારા કેન્દ્રમાં કેટલા બાળકો છે?" જવાબ મળ્યો, "વીસ-પચીસ હોય." "હોય નહીં, બહેન કેટલા છે તે કહો." શાકભાજીની લારીવાળો એના ટોપલામાં કેટલા રીંગણા હશે એના વિષે કોન્ફિડન્સથી બોલે છે. આ બહેનોને એમના પોતાના કેન્દ્રમાં કેટલા બાળકો છે તેની ખબર હોતી નથી. ક્યાંક દેરાણી કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેનો મોબાઇલ તેની જેઠાણી પાસે છે. અને દેરાણી ક્યાં છે એના વિષે પૂછ્યું તો કહે છે, મીટિંગમાં છે.
બાલમિત્રની નિમણૂંક માટે કોઈ નિશ્ચિત, ગુણવત્તા આધારિત પ્રક્રિયા નથી. નકરી લાગવગથી, ઓળખાણથી એડહોક ધોરણે બાલમિત્રની નિમણૂંક થાય છે. વાડજની શાળા નંબર-3,4માં અમે ગયા. ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાં બેઠેલી કીર્તિ બહેનના તેવર જોવા જેવા હતા. તે કહેતી હતી, "જલ્દી બોલો, મારી પાસે ટાઇમ નથી. આવા સંસ્થાવાળા તો કેટલાય આવે." ફલાણી બાલમિત્ર એકથી વધારે કેન્દ્રો કેમ ચલાવે છે, એવું પૂછતા તેણે નાક ચડાવીને કહ્યું, તમારે જાણીને શું કામ છે. અમે તમને આવી રીતે માહિતી ના આપીએ. સરકારનો પરિપત્ર લઇને આવો. કેવા વાહિયાત માણસો આ રાજ્યમાં દલિતો-આદિવાસીઓના રહેનુમા બનીને બેઠા છે. દલિતો-આદિવાસીઓના બહેરા-બોબડા રાજકીય પ્રતિનિધિઓને ખરેખર હવે વીજળીના કરંટ આપવાની જરૂર છે.
દલિત હક રક્ષક મંચે પહેલી મે, 2013એ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીને પત્ર પાઠવ્યો અને ઉપરોક્ત આંકડાઓ-તથ્યોથી વાકેફ કર્યા. અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે "અમદાવાદી સરકારી શાળાઓમાં 27,000 ભૂતિયા વિદ્યાર્થીઓ છે," એવું નિવેદન કરેલું એનો રીપોર્ટ પણ જાહેર કરવા મંચે માગણી કરી. પરિણામે, દસમી મેએ કચેરીએ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી. (જુઓ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલો રીપોર્ટ). આજે મંચે આરટીઆઈ કરીને ગાંધીનગરની કચેરી પાસે શાસનાધિકારીનો અહેવાલ આપવા માગણી કરી છે.
આવી અબજો રૂપિયાની યોજનાના નાણા યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે કોણ જોશે? કહેવાતા મનુવાદીઓને ગાળો બોલીને બેસી જઇશું? આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી કશું થઈ શકે તેમ નથી, એવું કહીને આપણી નિષ્ક્રિયતાને શબ્દોના વાઘા પહેરાવતા રહીશું?
ચેરપર્સન અને સભ્યો વચ્ચે કામગીરીની સુગમતા માટે નીચે મુજબની રાજ્યના જિલ્લાઓની વહેંચણી કરવામાં આવેલ તેની વિગત દર્શાવતું પત્રક :
નામ |
તા. ર૬-૦૬-૨૦૧૩ થી ૨૯ – ૧૧- ૨૦૧૩ દરમિયાન |
૩૦-૧૧-૨૦૦૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સુધી |
પ્રો. રામેશ્વરી એમ. પંડ્યા (ચેરપર્સન) |
વલસાડ , ડાંગ |
વલસાડ, ડાંગ, વડોદરા |
શ્રીમતિ મધુબેન સેનમા (સભ્ય) |
મહેસાણા, સાબરકાંઠા ગાંધીનગર , પંચમહાલ |
મહેસાણા સાબરકાંઠા પંચમહાલ, અરવલ્લી |
શ્રીમતિ રસીલાબેન સોજીત્રા (સભ્ય) |
રાજકોટ જામનગર અમદાવાદ નવસારી |
રાજકોટ, જામનગર મોરબી, દેવભુમિ દ્વારકા, અમદાવાદ |
શ્રીમતિ જીજ્ઞાબેન પંડ્યા(સભ્ય) |
સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ બનાસકાંઠા |
સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠાબોટાદ ગાંધીનગર |
શ્રીમતિ હેમાક્ષીબેન ચૌહાણ (સભ્ય) |
ખેડા, દાહોદ, આણંદ, વડોદરા |
ખેડા, દાહોદ, આણંદ છોટા ઉદેપુર, મહીસાગર |
ડૉ. નયનાબેન રામાણી (સભ્ય) |
પોરબંદર જૂનાગઢ અમરેલી. ભાવનગર |
પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી |
શ્રીમતિ ભારતીબેન તડવી |
નર્મદા ભરૂચ સુરત તાપી |
નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી |
આયોગ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ના સમયગાળા દરમિયાન રાજ્યના જિલ્લાઓ અને સંસ્થાઓની લીધેલ મુલાકાતોની વિગત દશાવતું પત્રક :
ડાંગ જીલ્લાની માહિતી |
ચિલ્ડન હોમ આહવા |
એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ, |
પ્રાથમિક ગુજરાતી શાળા, બોરખલ |
આંગણવાડી કેન્દ્ર, ગલકુંડ |
અંધજન મંડળ, શિવરીમાળ |
આશ્રમ શાળા, શિવરીમાળ |
એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ, સાપુતારા |
આયોગના સભ્યશ્રીઓ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન લેવામાં આવેલ રાજ્યની વિવિધ સંસ્થાઓની મુલાકાતોની વિગત દર્શાવતું પત્રક :
ક્રમ |
જુનાગઢ જીલ્લાની માહિતી |
૧ |
ચિલ્ડન હોમ જુનાગઢ |
૨ |
સરકારી બહેરા મૂંગાની શાળા |
૩ |
શિશુ મંગલ સંસ્થા જુનાગઢ |
૪ |
અંધજન મંડળ જુનાગઢ |
ક્રમ |
રાજકોટ જીલ્લાની માહિતી |
૧ |
આંગણવાડીઓ |
૨ |
બાળ સંરક્ષણ ગૃહ, રાજકોટ |
૩ |
કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થા, રાજકોટ |
૪ |
સિવિલ હોસ્પિટલ, રાજકોટ |
૫ |
રાજકોટ મધ્યસ્થ જેલ, રાજકોટ |
ક્રમ |
અમદાવાદ જીલ્લાની માહિતી |
૧ |
પાલડી નારી વિકાસ ગૃહ, પાલડી, |
૨ |
મહિપતરામ રૂપરામ આશ્રમ, અમદાવાદ |
૩ |
શિશુગ્રહ વાડજ, અમદાવાદ |
૪ |
સોલા સરકારી હોસ્પિટલ, અમદાવાદ |
ક્રમ |
નવસારી જીલ્લાની માહિતી |
૧ |
બાળ સરક્ષણ ગૃહ |
૨ |
ચિલ્ડન હોમ ફોર બોયઝ |
૩ |
મમતા મંદિર, |
૪ |
ગાંધી ઘર, કછોલી |
૫ |
બહેરા મુંગા બાળકોની શાળા |
૬ |
સબ જેલ, નવસારી |
૭ |
નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ ચીખલી |
ક્રમ |
દાહોદ જીલ્લાની માહિતી |
૧ |
ઓબઝર્વેશન હોમ, દાહોદ |
૨ |
બહુ વિકલાંગ બાળકોની સંસ્થા, દાહોદ |
૩ |
અંધ બાળકોની શાળા, દાહોદ |
ક્રમ |
જામનગર જીલ્લાની માહિતી |
૧ |
બાળ સંરક્ષણ ગૃહ, જામનગર |
૨ |
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગર |
૩ |
બહેરા મુંગા બાળકોની સંસ્થા, જામનગર |
ક્રમ |
ખેડા જીલ્લાની માહિતી |
૧ |
મધરોલ પ્રાથમિક શાળા, મધરોલ |
૨ |
મધરોલ આંગણવાડી વાડી કેન્દ્ર, મધરોલ |
૩ |
મધરોલ આંગણવાડી વાડી કેન્દ્ર, મધરોલ |
૪ |
ચિલ્ડન હોમ, નડિયાદ |
ક્રમ |
સુરેન્દ્રનગર જીલ્લાની માહિતી |
૧ |
બાળ સંરક્ષણ ગૃહ, સુરેન્દ્રનગર |
૨ |
વિકાસ વિદ્યાલય, વઢવાણ |
૩ |
એમ.ડી. દોશી અંધજન શાળા, સુરેન્દ્રનગર |
૪ |
પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ, રાજકોટ રોડ, સુરેન્દ્રનગર |
૫ |
શિશુ ગૃહ, સુરેન્દ્રનગર |
૬ |
ધ્રુવ બાલાઆશ્રમ, સુરેન્દ્રનગર |
૭ |
રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદ |
૮ |
બાળ સંજીવની કેન્દ્ર, સુરેન્દ્રનગર |
ક્રમ |
બનાસકાંઠા જીલ્લાની માહિતી |
૧ |
ચિલ્ડન હોમ પાલનપુર |
૨ |
નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુર |
૩ |
મમતા મંદિર અંધશાળા, પાલનપુર |
ક્રમ |
આણંદ જીલ્લાની માહિતી |
૧ |
ચિલ્ડન હોમ, આણંદ |
૨ |
પી.સી. ભટ્ટ મુકબધિર વિદ્યાલય, તા. સોજીત્રા, જી. આણંદ |
૩ |
જીવન આનંદ સંસ્થા, આણંદ |
૪ |
મુસ્લિમ વિદ્યાર્થી પ્રગતિ મંડળ, તા. બોરસદ, જી. આણંદ |
૫ |
યુ.વી. મુકબધીર સેન્ટર, ખંભાત, જી. આણંદ |
૬ |
જિત્રા વિદ્યાદર્શન સેન્ટર, આગોરી, જી. આણંદ |
૭ |
અંધ અપંગજન વિકાસ મંડળ, મોગલી, આણંદ |
ક્રમ |
પોરબંદર જીલ્લાની માહિતી |
૧ |
લોહાણા બાલાશ્રમ, પોરબંદર |
ક્રમ |
ભરૂચ જીલ્લાની માહિતી |
૧ |
જુવેનાઈલ હોમ ફોર બોયઝ, કુકરવાડા, જી. ભરૂચ |
૨ |
ચિલ્ડન હોમ, (ઓબર્જવેશન હોમ) કાળી તલવાડી, ભરૂચ |
૩ |
સબ જેલ, ભરૂચ |
ક્રમ |
તાપી જીલ્લાની માહિતી |
૧ |
ચિલ્ડન હોમ, તળકુવા, જી. તાપી |
ક્રમ |
પાટણ જીલ્લાની માહિતી |
૧ |
હાંસાપુર આાંગણવાડી, તા. પાટણ |
૨ |
હાંસાપુર પ્રાથમિક શાળા |
૩ |
પ્રાથમિક શાળા સમોડા |
૪ |
પ્રાથમિક શાળા બગવાડા |
૫ |
ચિલ્ડ્રન હોમ |
૬ |
લીટલ ફ્લાવર સ્કુલ |
૭ |
નાણાવટી સ્કુલ |
૮ |
શ્રી મધુસુદન વ્યાસ પ્રાથમિક શાળા |
ક્રમ |
સાબરકાંઠા જીલ્લાની માહિતી |
૧ |
સબ જેલ, હિંમતનગર |
૨ |
ઓબઝર્વેશન હોમ, હિંમતનગર |
૩ |
નારી કેન્દ્ર, હિંમતનગર |
ક્રમ |
મહેસાણા જીલ્લાની માહિતી |
૧ |
કેસરબેન લીલાચંદ બહેરામુંગા શાળા, મહેસાણા |
૨ |
દબોદરા પ્રાથમિક શાળા, મહેસાણા |
૩ |
સબજેલ, મહેસાણા |
૪ |
ઓબઝર્વેશન હોમ, મહેસાણા |
આયોગની મંજૂર થયેલ અને ભરાયેલ જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક :
જગ્યાનું નામ |
જગ્યાની સંખ્યા |
ભરાયેલ જગ્યા |
ખાલી જગ્યા |
સચિવ |
૧ |
- |
૧ |
અધિક સચિવ |
૧ |
૧ |
૧ |
સેક્શન અધિકારી |
૧ |
૧ |
- |
નાયબ સેક્શન અધિકારી |
૨ |
૧ |
- |
અંગ્રેજી /ગુજરાતી સ્ટેનોગ્રાફર કક્ષા ૧ |
૨ |
- |
૧ |
નાયબ હિસાબનીશ |
૧ |
૧ |
૧ |
ક્લાર્ક |
૨ |
- |
૧ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/23/2019