অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભાગ-2

શિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું ભાગ-2

બાળકોની વિચાર-પ્રક્રિયા અને સમજવાની પ્રક્રિયાને સમજવી અને બાળકોને ધ્યાનપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક કેમ સાંભળવા તે શીખવું-આ તમામ બાબતો વિદ્યાર્થીહિતેચ્છ શિક્ષકના ઘડતર માટેની પૂર્વ-શરતો છે. આ કાર્ય શિક્ષકને એ સમજવામાં મદદરૂપ થાય છે કે અભ્યાસ એ રેખીય પ્રક્રિયા નથી પરંતુ તેમાં અનેક ફાંટાઓ હોય છે અને તે સ્વભાવે સપાંકાર ચાલતી પ્રક્રિયા છે. અને અનેકવિધ સંજોગો(રોજબરોજની ઘટનાઓ સહિત)માં શકય બને છે. અભ્યાસને લગતા વ્યાપક સિદ્ધાંતોના માત્ર અભ્યાસથી આ સમજ અને દ્રષ્ટિકોણ કેળવી શકાતો નથી.

દરેક બાળકને એ બાબતે સજાગ કરવાનું હોય છે કે સ્વસ્થ અને રોગમુક્ત જીવન ખૂબ અગત્યની બાબત છે. આરોગ્ય અને તંદુરસ્ત જીવન માટે ઉપયોગી આદતોના વિકાસ પ્રત્યે જાગૃતિ કેળવવાની તાતી જરૂર છે. એવું સૂચવવામાં આવ્યું છે કે આરોગ્ય-વિષયક શિક્ષણ અને આરોગ્યની જાગૃતિ વિશે સર્વસમાવેશી , પદ્ધતિસરના અને વૈજ્ઞાનિક અભિગમવાળા મુદ્દાઓનો શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ. આ સામગ્રીમાં નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ: પોષણ, વ્યક્તિગત અને પર્યાવરણીય આરોગ્ય, કૌટુંબિક અને શાળાકીય સ્તરે તંદુરસ્તી રોગ અટકાવ, અને અંકુશ (એચ.આઈ.વી./એઈડઝ સહિત), માનસિક તંદુરસ્તી, અકસ્માત નિવારણ, આરોગ્ય જાગૃતિ, આરોગ્યસેવાઓનો ઉપયોગ, શારીરિક તંદુરસ્તી અને રમતગમત.

સૈદ્ધાંતિક કોર્ષ કાર્ય : વિદ્યાર્થી શિક્ષકને સૈધાંતિક ખ્યાલો અને ફેમ વર્કમાં કાર્યરત રાખવા માટેના અભ્યાસક્રમના 2 થી 3 સિદ્ધાંતો મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રના પાયારૂપ ખ્યાલો અને સંશોધન પર રચાયેલા છે. આ કોર્ષમાં બાળવિકાસ અને તરુણાવસ્થાના વિકાસના સિદ્ધાંતો, સામાજીકરણની પ્રક્રિયા અને સંદર્ભ, સામાજિક અને ભાવનાત્મક વિકાસ, આત્મ-ઓળખ, બોધાત્મક અને શીખવાની પ્રક્રિયા, ભાષા ગ્રહણ અને -, બાલ્યાવસ્થાની સંરચના અને શાળા-સ્વાસ્થય અને શારીરિક સ્વાસ્થય તથા સર્વ-સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનથી વાંચવાના છે . તથા દરેક સૈદ્ધાંતિક કોર્ષમાં આંતરિક રીતે સંમિલિત હોય તેવા ફીલ્ડ-વર્ક આધારિત એકમો હોવા જોઈએ જે પ્રોજેક્ટ અને એસાઇનમેન્ટને આવરી લે જેમ કે-બાળકો અને તરૂણો સાથે આંતરપ્રક્રિયા અને અવલોકનો; તેઓના પ્રાકૃતિક અને સામાજિક ઘટના વિશેના ખ્યાલો અને જ્ઞાન; શાળા સ્વાસ્થયને લગતી ઘટનાઓના પરીક્ષણ અને સંબંધિત સામાજરચના

આનો હેતુ વિવિધ વયના અને વિવિધ પર્યાવરણમાંથી આવતા બાળકોનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો અને તેઓ સિદ્ધાંત અને ફીલ્ડ વર્ક વચ્ચે સેતુ સ્થાપી શકે તે માટે સક્ષમ બનાવવાનો છે. વિદ્યાર્થી શિક્ષકને એવી તકો પૂરી પાડવી જોઈએ જેમાં તે ભણવાનું શરૂ કર્યું હોય તેવા બાળકો અને શેરીમાં ઉછરેલા બાળકો સાથે સમય વિતાવે અને આંતરક્રિયા કરે, તેઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરે જેથી તેઓ સાથે જોડાઈ શકે અને સંબંધો વિકસાવી શકે. વિકાસ સંબંધિત સિદ્ધાંતો અને રચનાત્મક કાર્ય સાથે કાર્ય કરતી વખતે તેઓ બાળકો સાથેના પોતાના અનુભવો વર્ગખંડમાં ચર્ચા માટે મૂકી શકે છે જે વિચારોની આપ-લે માટે પ્રેરક બનશે, સિદ્ધાંતની યોગ્યતાની ચકાસણી કરશે અને તેઓ નવા નવા વિચારો વ્યક્ત કરતા થશે.

વ્યક્તિગત અને સામૂહિક રીતે કરવામાં આવતાં ફીલ્ડ આધારિત અસાઈનમેન્ટ કે જેની વર્કશોપ અને સેમિનારમાં રજૂઆત કરવામાં આવનાર હોય તેનો ઉપયોગ કરીને ખાસ પ્રાયોગિક કાર્યવાળા કોર્ષની રચના પણ કરી શકાય જેને લીધે પ્રશિક્ષક

  • અલગ અલગ ઉમરના બાળકો અને તરૂણોનું શાળામાં અને શાળા બહાર જુદાં જુદાં સામાજિક, આર્થિક, ભાષાકીય અને પ્રાદેશિક પરિપ્રેક્ષયમાં અવલોકન કરી શકે અને તેઓ સાથે આંતરક્રિયા કરી શકે.
  • તરુણો સહિત તમામ ઉમરના બાળકોની વૈચારિક પ્રક્રિયા અને અધ્યયન પ્રક્રિયાનું અવલોકન કરી શકે. O તેઓના વિચારો, સવાલો, કુદરતી અને સામાજિક ઘટનાઓના અવલોકન ક્રમને ચકાસી શકે
  • જેથી કરીને વિકાસની પ્રક્રિયાને એક સતત પ્રક્રિયા તરીકે મૂલવી શકાય.

સમકાલીન અભ્યાસ

પાયારૂપ તર્ક

વિદ્યાર્થીના વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક લક્ષણો પર વધારે પડતા ભારને બદલે હવે તેના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંજોગો પર ધ્યાન આપવાની જરૂર છે. વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાંથી લીધેલા ખ્યાલો દ્વારા સમકાલીન ભારતીય સમાજના પાસાઓનો ઊડો અભ્યાસ કરવાની જરૂર છે. આ મથાળા હેઠળના કોર્ષ સંભવિત રીતે ભારતના બહુવિધ લક્ષણો સંબંધિત મુદ્દાઓ અને સમસ્યાઓનો અભ્યાસ કરવાની તક આપે છે-જેવા કે ભારતનું વૈવિધ્ય, ઓળખના પ્રશ્નો, લિંગ,ઐકય, ગરીબી અને વિવિધતા. આ કોર્ષિ શિક્ષકને શિક્ષણને સંદર્ભલક્ષી બનાવવા અને સમાજ અને માનવી સાથેના તેના સંબંધો અને હેતુઓની ઊડી સમજ વિકસાવવામાં મદદરૂપ થાય છે. વર્ગખંડને સમાજના એક નાના સ્વરૂપ તરીકે

સમજવો એ અગત્યની બાબત છે કારણ કે તે આંતરવ્યવહાર, ચર્ચા અને આપેલ મુદ્દાઓ પરના વિવિધ દ્રષ્ટિબિંદુની સમીક્ષા માટેની તકો માટેનો પાયો તૈયાર કરી આપે છે.

માનવ હકો અને બાળ હકો વિશેની જાગૃતિ શિક્ષકને વિશેષ રીતે સક્રિય દ્રષ્ટિબિંદુથી અને આ હકોના પોતે એક રક્ષક છે તેવી ભાવના પેદા કરે છે.માનવીય હકોના સન્માનને એ સંજોગો કે સંદર્ભથી અલગ કરીને જોઈ શકાય નહિ જે સંજોગો કે સંદર્ભમાં તેઓનું જતન કરવાનું છે-દા:તઃ બંધારણીય જોગવાઈ (દા:ત: અનામત, શિક્ષણનો હક્ક)થી શરૂ કરી સંસ્થાકીય વાતાવરણ કે જે સમાજ, રાષ્ટ્ર અને વૈશ્વિક સ્તરે વિસ્તરેલું છે. શિક્ષકે બાળકોના હકો પ્રત્યે, બાળ-હક્ક રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની ભૂમિકા પ્રત્યે અને લૈંગિક સમાનતા અને તેના સામાજિક પરિવર્તન માટેના સૂચિતાર્થ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. પર્યાવરણીય શિક્ષણની સમીક્ષાત્મક સમજ પણ હકોની સમજ સાથે સંકળાયેલી જ છે કારણ કે તે લોકશાહીયુક્ત સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા શિક્ષણની ભૂમિકાનું સમર્થન કરે છે.

એક કે બે કોર્ષ જે અભ્યાસ કરનારને સામાજિક વિજ્ઞાનના ખ્યાલો અને સમકાલીન ભારતના સમાજ વિશેના અગત્યના મુદ્દાઓથી પરિચિત કરે. સામાજિક વિજ્ઞાનની વિદ્યાશાખાઓમાંથી લેવાયેલ મુદ્દાઓ(ખ્યાલો) જેવા કે માનવ સભ્યતા અને લોકશાહી , રાષ્ટ્ર-રાજ્ય, બંધારણીય મૂલ્યો અને જોગવાઈઓ, સંસ્કૃતિ અને સમાજમાં વર્ગ-વિભાજન વગેરે એક શિક્ષકને વિશલેષણના સાધનોથી અને સામાજિક વાસ્તવિકતાની સમજથી સજજ કરે છે. સમકાલીન અને સમસ્ટ(યોની અલ્ટ(સ. બહુવિધ સંસ્કૃતિ . ઓળખ, લિંગ, ઐકય. ગરીબી અને વૈવિધ્ય વગેરે અંગેના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભ પૂરા પાડે છે જે શિક્ષણ અને શૈક્ષણિક-કાર્યને સ્થાનાંકિત કરે છે. આ બાબત સંભવિત રીતે પ્રશિક્ષકને વર્ગખંડને એક સામાજિક સંદર્ભ તરીકે સમજવામાં મદદરૂપ થાય છે-જે સમાજમાંથી વિદ્યાર્થી અને શિક્ષક આવે છે. તે આંતરપ્રક્રિયા , ચર્ચા અને આપેલ મુદ્દાઓ પરના વિવિધ દ્રષ્ટિબિંદુની સમીક્ષા માટેની તકો માટે પાયો તૈયાર કરી આપે છે.

દરેક કોર્ષમાં એક આંતરિક રીતે સમાવિષ્ટ કાર્ય આધારિત અભ્યાસ એકમ હશે. તાલીમાથી શિક્ષકો જયારે અનામત જેવી સામાજિક સમાનતા લાવનારી નીતિઓનો અભ્યાસ કરે છે , અને લોકોના અનુભવો મેળવે છે અને નીતિઓ અને સિદ્ધાંતો ચકાસે છે ત્યારે તેઓ ફીલ્ડ મુલાકાતો દ્વારા ભારતીય સમાજના બહુમુખી ચહેરાનો અભ્યાસ કરે છે. આવી અધ્યાપન પ્રક્રિયા દ્વારા અનુભવ અને સિદ્ધાંત વચ્ચેનો સંબંધ શોધી કાઢવાની જવાબદારી પ્રશિક્ષક એકલા પર નથી હોતી. આવા સંબંધો જાણવા માટેના શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમોની રચનામાં માળખાગત રીતે આવા અભ્યાસ માટે અવકાશ આપવામાં આવે છે.

પ્રશિક્ષક એવા પ્રોજેક્ટ પણ હાથ પર લઇ શકે જેમાં ચોક્કસ પ્રક્રિયા જાણવાની હોય , 8Lu-Gl તરીકે, કોઈ એક ઉપભોગની વસ્તુ-તેના કાચા સ્વરૂપથી માંડીને તૈયાર સ્વરૂપમાં પ્રાપ્ય થાય છે અને ભૌગોલિક, અર્થશાસ્ત્રીય, ઐતહાસિક, સામાજિક પરિબળો જે તેના પર એક યા બીજી રીતે અસર કરતા હોય તેનો અભ્યાસ. આ પ્રોજેક્ટને કાર્યશાળા , સેમિનાર, સમુહચર્ચા દ્વારા (જેમાં અભ્યસ્ત સિદ્ધાંતનાખ્યાલો અને મુદ્દાઓ ચચી શકાય) પૂરક ટેકો આપી શકાય.

શિક્ષક-પ્રશિક્ષણ દ્વારા લિંગ આધારિત દ્રષ્ટિબિંદુના વિકાસમાં એ જરૂરી છે કે એક એવો અભિગમ અપનાવવામાં આવે જે માત્ર લૈંગિક સિદ્ધાંતનો વ્યવસ્થિત અભ્યાસ જ નહિ પરંતુ આ સંદર્ભમાં શિક્ષકોની સમાજમાં સ્થિતિ અને તેને આધારિત ભૂમિકાના કાર્યનો પણ સમાવેશ કરે. તાલીમાથી અને સમસ્ટ(યોની અલ્ટ(સ. બહુવિધ સંસ્કૃતિ . ઓળખ, લિંગ, ઐકય. ગરીબી અને વૈવિધ્ય વગેરે અંગેના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભ પૂરા પાડે છે જે શિક્ષણ અને શૈક્ષણિક-કાર્યને સ્થાનાંકિત કરે છે. આ બાબત સંભવિત રીતે પ્રશિક્ષકને વર્ગખંડને એક સામાજિક સંદર્ભ તરીકે સમજવામાં મદદરૂપ થાય છે-જે સમાજમાંથી વિદ્યાર્થી અને શિક્ષક આવે છે. તે આંતરપ્રક્રિયા , ચર્ચા અને આપેલ મુદ્દાઓ પરના વિવિધ દ્રષ્ટિબિંદુની સમીક્ષા માટેની તકો માટે પાયો તૈયાર કરી આપે છે.

દરેક કોર્ષમાં એક આંતરિક રીતે સમાવિષ્ટ કાર્ય આધારિત અભ્યાસ એકમ હશે. તાલીમાથી શિક્ષકો જયારે અનામત જેવી સામાજિક સમાનતા લાવનારી નીતિઓનો અભ્યાસ કરે છે , અને લોકોના અનુભવો મેળવે છે અને નીતિઓ અને સિદ્ધાંતો ચકાસે છે ત્યારે તેઓ ફીલ્ડ મુલાકાતો દ્વારા ભારતીય સમાજના બહુમુખી ચહેરાનો અભ્યાસ કરે છે. આવી અધ્યાપન પ્રક્રિયા દ્વારા અનુભવ અને સિદ્ધાંત વચ્ચેનો સંબંધ શોધી કાઢવાની જવાબદારી પ્રશિક્ષક એકલા પર નથી હોતી. આવા સંબંધો જાણવા માટેના શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમોની રચનામાં માળખાગત રીતે આવા અભ્યાસ માટે અવકાશ આપવામાં આવે છે.

પ્રશિક્ષક એવા પ્રોજેક્ટ પણ હાથ પર લઇ શકે જેમાં ચોક્કસ પ્રક્રિયા જાણવાની હોય , તરીકે, કોઈ એક ઉપભોગની વસ્તુ-તેના કાચા સ્વરૂપથી માંડીને તૈયાર સ્વરૂપમાં પ્રાપ્ય થાય છે અને ભૌગોલિક, અર્થશાસ્ત્રીય, ઐતહાસિક, સામાજિક પરિબળો જે તેના પર એક યા બીજી રીતે અસર કરતા હોય તેનો અભ્યાસ. આ પ્રોજેક્ટને કાર્યશાળા , સેમિનાર, સમુહચર્ચા દ્વારા (જેમાં અભ્યસ્ત સિદ્ધાંતના ખ્યાલો અને મુદ્દાઓ ચચી શકાય) પૂરક ટેકો આપી શકાય.

શિક્ષક-પ્રશિક્ષણ દ્વારા લિંગ આધારિત દ્રષ્ટિબિંદુના વિકાસમાં એ જરૂરી છે કે એક એવો અભિગમ અપનાવવામાં આવે જે માત્ર લૈંગિક સિદ્ધાંતનો વ્યવસ્થિત અભ્યાસ જ નહિ પરંતુ આ સંદર્ભમાં શિક્ષકોની સમાજમાં સ્થિતિ અને તેને આધારિત ભૂમિકાના કાર્યનો પણ સમાવેશ કરે. તાલીમાથી શિક્ષણના પાયારૂપ મુદ્દાઓ જેવા કે શિક્ષણનો અર્થ અભ્યાસક્રમ, અધ્યાપન, અધ્યયન અને શાળા વગેરે ની એવી રીતે ચર્ચા થવી જોઈએ કે ભવિષ્યમાં આ વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બાબતો પરની ઉચ્ચ કક્ષાની ચર્ચા માટેની ભૂમિકા તૈયાર થાય. એવા કેટલાંક અર્થસભર તાત્વિક સવાલો જે સમકાલીન શિક્ષણ અંગેની ચર્ચામાંથી બાકાત છે તે મૂળભૂત હેતુઓ અને મૂલ્યો વિશે છે, જે વર્તમાન શિક્ષણ નીતિ અને કાર્ય પ્રણાલીનો બૌદ્ધિક પાયો તૈયાર કરે છે. તાલીમાથી શિક્ષકે આ મુદ્દાઓ સાથે કામ કરતા એ સમજી લેવું જોઈએ કે શિક્ષણ અંગેની ચર્ચા કયારેય તટસ્થ હોઈ શકે નહિ. તે હંમેશાં અમૂક શૈક્ષણિક મૂલ્યોને જ મહત્વ આપે છે જયારે અન્યને હાંસિયામાં ધકેલી દે છે.

સાચું શિક્ષણ એ છે કે જેમાં માનવીના સર્વાગી વ્યક્તિત્વનો વિકાસ થાયબૌદ્ધિક, શારીરિક, ભાવનાત્મક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્ય આધારિત શિક્ષણ માટે શાંતિ એક સર્વગ્રાહી સિદ્ધાંત આપે છે. શાંતિ માટેનું શિક્ષણ એ જીવન માટેનું શિક્ષણ છે , નહિ કે માત્ર રોજગાર માટેની તાલીમ. શાંતિ માટેના શિક્ષણનો ધ્યેય એ છે કે વ્યક્તિઓને મૂલ્યો . આવડત, અને હકારાત્મક વૃત્તિઓ તરફ વળવા જેથી તેઓ પૂર્ણ માનવી બને અને પોતાની સાથે અને અન્ય સાથે સંવાદિતાથી રહે અને જવાબદાર નાગરિક બને. સામાજિક-ઐતિહાસિક પરિપ્રેક્ષયમાં ચકાસાયેલા ગાંધી, ટાગોર, ડયુઈ, કૃષ્ણમૂર્તિ, મોન્ટેસરી અને અન્ય મહાનુભાવોના શિક્ષણ અંગેના વિચારો આ સવાલો વિશે વિચારવા માટે એક તાત્વિક આધાર પૂરો પાડશે.

એક કે બે કોર્ષ જે દર્શનશાસ્ત્રીઓના શિક્ષણ વિશેના વિચારો , સિદ્ધાંત રચનાઓ, જે શિક્ષણના હેતુઓ વિશેના મુદ્દાઓ પર ચર્ચા અને સવાલો પેદા કરે અને જ્ઞાનમીમાંસાના પ્રશ્નોમાં મદદરૂપ થાય. તાત્વિક અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જ્ઞાન , નૈતિકતા અને મૂલ્યોની ચકાસણી : ભારતમાં શાળા શિક્ષણની સ્થિતિ , સમસ્યાઓ અને ચિંતાઓ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિના શિક્ષણનું માળખું અને અગત્ય: શાળા સંસ્કૃતિનો અભ્યાસ અને શાળા એક અધ્યયનની સંસ્થા તરીકેનો અભ્યાસ વગેરે વિવેચનાત્મક એકમો રાખી શકાય. વ્યાખ્યાન અને ચર્ચા સિવાય , મૂળભુત લખાણોનું ગહન વાંચન, સેમિનાર/ટર્મ પેપરની રજૂઆત અને અભ્યાસક્રમમાંથી પસંદ કરાયેલા એકમના સ્વઅધ્યયનને પ્રોત્સાહન આપવું.

તાલીમાથી શિક્ષકે પોતાના વ્યક્તિત્વ અને ઓળખ , માનવીય સંબંધો, નાના-મોટા વચ્ચેનું વૈચારિક અંતર, ધારણાઓ, માન્યતાઓ અને વૃત્તિઓને લગતા મુદ્દાઓનો અભ્યાસ કરવો જોઈએ. તેઓએ નીતિમત્તા અને મૂલ્યોના અર્થ વિશે સંશોધન કરવું જોઈએ : ડર અને વિશ્વાસની લાગણીને સમજવી જોઈએ અને તેનું અવલોકન કરવું જોઈએ , અને આની વ્યક્તિગત અને સામાજિક વલણો પર કેવી અસર પડે છે અને સ્પર્ધા અને સહકારના વલણો પર કેવી અસર પડે છે તે શોધવું જોઈએ; વ્યક્તિગત અને સામાજિક જીવન પર આ વલણોની કેવી અસર પડે છે તેનું અવલોકન અને વિશલેષણ કરવું જોઈએ : સાંભળવાની ક્રિયા , ધ્યાન આપવાની ક્રિયા અને સમાનુભૂતી, બાળકો સાથેના સંબંધ સ્થાપનમાં શિક્ષકની ભૂમિકા અને પ્રત્યાયનકાર સાથેની ભૂમિકા પર પોતાના જીવનના ધ્યેયો, પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓ અને વ્યક્તિત્વના ઘડતરના ગતિતંત્રની ઊડી સમજ સમર્થ શિક્ષકનું નિર્માણ કરે છે જે સમાનતા , લોકશાહી અને સામાજિક ન્યાય પ્રત્યે સંવેદનશીલ બને છે.

એક એવો કોર્ષ જેમાં સૈદ્ધાંતિક બાબતો સાથે સાંકળતી એવી કાર્યશાળા હોય જેમાં સર્જનાત્મક નાટકો , થિએટર અને વ્યક્તિત્વ -વિકાસ સાથે સંકળાયેલ નિષ્ણાતોના સૂચનો અને માર્ગદર્શન હોય. આવો કોર્ષ શીખનારને કોઈ ડર વગરના અને પૂર્વગ્રહ વગરના વાતાવરણમાં શીખવાની તક આપે છે જેથી કરીને તેઓ સમાજમાં પોતાની સ્થિતિ વિશે આરામથી ચિંતન કરી શકે. પોતાના વ્યક્તિત્વને લગતા મુદ્દાઓનો સૈદ્ધાંતિક અભ્યાસ , આંતર-વૈયકિતક સંબંધો , નાના મોટા વચ્ચેનું વૈચારિક અંતર, વ્યક્તિગત અને સામાજિક ઘડતર , શાળા એક સંઘર્ષ અને સામાજિક પરિવર્તનના સ્થળ તરીકે: વ્યક્તિત્વ ઓળખના વિકાસ માટેની પૂરક કાર્યશાળા; પોતાની ક્ષમતા અને મર્યાદાઓની સમજ અને સામાજિક સંવેદનાનો વિકાસ ; અને સમજપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક સાંભળવાની ક્ષમતા વગેરેનો સૈદ્ધાંતિક અભ્યાસ કરી શકે છે.

તાલીમાથી શિક્ષકે પોતાના બાળપણના અનુભવો , વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને શિક્ષક બનવાની

મહત્વાકાંક્ષા, જાતિ અને ઓળખ અને વ્યક્તિગત , કૌટુંબિક અને સામાજિક સંઘર્ષ જેવા મુદ્દાઓ પર  પોતાના વિચારો સાથે સંકળાયેલા રહેવું જોઈએ. આવું નાટકો , કળા, સંગીત અને કારીગરી જેવા ક્ષેત્રો પરના વર્કશોપ દ્વારા સૌથી સારી રીતે તે થઇ શકે. તેઓને બદલાતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માળખામાં વાસ્તવિક સંજોગોની સમીક્ષા માટે અવલોકનોને નોંધવા અને વિશલેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

૨.3 અભ્યાસક્રમનું ક્ષેત્ર-બી: અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્ર ૨.૩.૧ અભ્યાસક્રમનો અભ્યાસ

એ ખરેખર અગત્યનું છે કે ભાવિ શિક્ષકોએ સામાન્ય શિક્ષણ દ્વારા મેળવેલ ખ્યાલગત જ્ઞાન સાથે તેઓને જોડી રાખવા. મોટાભાગના શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસક્રમો વિષયોના સ્વતંત્ર શિક્ષણના પદ્ધતિશાસ્ત્ર પર ભાર મૂકે છે. એવું માની લેવામાં આવે છે કે શિક્ષક પાસે જે તે વિષયનું જ્ઞાન હોય જ છે અને તે જરૂરિયાત અનુસાર તે જ્ઞાન પીરસી શકે છે. આથી શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં વિષયના જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જો કે જો આપણે પ્રશિક્ષકને યોગ્ય રીતે જે તે વિષયવસ્તુમાં તાલીમબદ્ધ કરવા અને તેના દ્રષ્ટિબિંદુમાં સુધારો કરવા માંગતા હોઈએ તો જે તે વિષયના મુદ્દાઓ જે તેઓ શાળા અને કોલેજમાં ભણ્યા હોય તે ફરી યાદ કરાવી અને નવેસરથી તેઓની પુનરચના કરવી જોઈએ. આ કોર્ષનો હેતુ પ્રશિક્ષકને જ્ઞાન, અધ્યતા અને અધ્યયન માટેની જ્ઞાનમીમાંસાત્મક અને આદર્શવાદી ધારણાઓથી અવગત કરવાનો પણ છે.

મોટાભાગનું શિક્ષણ ઘરે અને આસપાસના માહોલમાં અને ભારતના ગ્રામ્ય અને વન્ય વાતાવરણમાં શાળા, બાળકને માળખા ગત રીતે અલગ જ વાતાવરણ પૂરૂ પાડે છે. શાળાએ

બાળકના ઘરના અને સમાજના અનુભવો અને શાળા દ્વારા પૂરા પડાતાં અનુભવો વચ્ચે એક અગત્યની કડી ઊભી કરવી જોઈએ.

ચાર થી છ કોર્ષ, જેમાં યથા પ્રસંગ દસ વત્તા બે અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાંથી એકમો લેવામાં આવ્યા હોય જે મુખ્ય વિષયો જેવા કે ગણિત ભાષાઓ, સામાજિક વિજ્ઞાન અને પ્રાકૃતિક વિષયોમાંથી લેવામાં આવ્યા હોય. પ્રશિક્ષકે અગાઉના ઔપચારિક શિક્ષણમાં શીખવામાં આવેલા મુદ્દાઓને પુનરાવર્તિત કરવા જોઈએ અને તેનું પુનર્ગઠન કરવું જોઈએ અને આ માટે કેટલીક વ્યવહારૂ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. આને લીધે કેટલાંક મુખ્ય ખ્યાલો અને અન્ય ખ્યાલો સાથે ઊંડું સંયોજન સધાય છે અને તેથી કેટલીય ખોટી ધારણાઓ ધ્યાનમાં આવે છે અને સ્પષ્ટતાને અવકાશ રહે છે.

અભ્યાસક્રમની રચનાનો અને વિષયવસ્તુની પસંદગીનો દાર્શનિક અને વૈચારિક પાયામાં અભ્યાસક્રમ, તેની રચના , અને પાઠયપુસ્તકોની સમીક્ષા , અભ્યાસક્રમ વિશે ચર્ચા વિચારણા કરવી; શાળાના જ્ઞાનને સમાજ સાથે જોડવું ; શાળા જ્ઞાનને સંદર્ભ આપવા, પાઠયપુસ્તકોની ચકાસણી કરવી, સ્થાનિક મૌખિક ઇતિહાસ સહિત પાઠયપુસ્તકો સિવાયના જ્ઞાનના સ્ત્રોતોને ઉપયોગમાં લેવા વગેરેનો સમાવેશ થાય છે.

નિશ્ચિત ખ્યાલોના બારીક નિરીક્ષણ દ્વારા અભ્યાસના આંતરિક રીતે વણી લેવાયેલા ક્ષેત્ર આધારિત એકમો વિષયવસ્તુ સાથે લાંબાગાળાનો સંપર્ક સ્થાપે છે. દા:તઃ વિજ્ઞાનમાં પ્રયોગો , પુસ્તકાલય અને સંદર્ભ સામગ્રીનો ઉપયોગ, ક્ષેત્રીય સર્વેક્ષણ, સમૂહ ચર્ચા, અને બાળકો અવારનવાર પૂછતાં હોય તેવા સવાલો ‘આકાશ નીલા રંગનું કેમ હોય છે?” “શા માટે તારા ઝબકારા મારે છે?”- ના જવાબો માટે નિષ્ણાતોની મદદ, વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે , ગણિતના ખ્યાલો અને ગાણિતિક પ્રક્રિયા પણ રોજબરોજના જીવનમાંથી સામગ્રી લઈને પ્રયોગાત્મક રીતે સમજાવી શકાય અથવા તો ગણિતની કિટનો ઉપયોગ કરી દાખલાઓ ગણી શકાય. ત્યારબાદ ખ્યાલો , ઉકેલ, પરિણામ અને ‘યોગ્ય’ અને ‘અયોગ્ય’ એમ બન્ને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવી જોઈએ. આ હેતુ માટે વિવિધ પ્રકારના સંશોધન પ્રોજેક્ટની રચના કરી શકાય. ખયાલોના નવનીર્ધારણને લીધે પ્રશિક્ષક અને સેવાકાર્યરત શિક્ષકને વિષયવસ્તુને સમજવામાં અને બાળકો સાથે સફળતાપૂર્વક વાર્તા-સેતુ બાંધવા માટેની યોગ્ય અધ્યયન શૈલી સાથેના જોડાણમાં પણ મદદ મળે છે. વિવિધ સ્વરૂપોના જ્ઞાનને પ્રાપ્ત કરવા તાલીમાથી શિક્ષકે મૌખિક ઇતિહાસ , વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ , પરંપરાગત તકનીકી , અનૌપચારિક શિક્ષણની અધ્યયન પદ્ધતિઓના પ્રોજેક્ટ હાથ પર ધરવા જોઈએ.

ભાષા, શાળાના તમામ અભ્યાસક્રમમાં સામેલ હોવાથી અને ભાષા આંતરવ્યવહારનું માધ્યમ અને સાધન હોવાથી ખૂબ અગત્યની બાબત છે. શિક્ષક વાતો કરે છે , સમજાવે છે. વર્ણન કરે છે , સવાલો પૂછે છે. દાખલા ટાંકે છે , ભાષાંતર કરે છે , માર્ગદર્શન આપે છે , સૂચના આપે છે , ચેતવણી આપે છે , પ્રોત્સાહિત કરે છે , અને આવી અનેક ભૂમિકાઓ ભજવે છે. આ બધું ભાષાના યોગ્ય અને સંદર્ભઅનુરૂપ ઉપયોગની હિમાયત કરે છે. ખ્યાલો , રચના, ઉદાહરણો એ જ્ઞાનની ઈંટો સમાન છે અને આ બધા ભાષા આધારિત છે.શાળા શિક્ષણ માટે આ બાબત શિક્ષકના ભાષા સજ્જતા અને વાતચીતની આવડતને જ્ઞાનના મજબૂત પાયા અને અન્ય વ્યાવસાયિક ક્ષમતા ઉપરાંત એક અગત્યનું પરિબળ બનાવે છે.

એક કોર્ષ જે પ્રશિક્ષકના ભાષા સજજતા વધારવા માટે હોય. આ એવી ભાષા હોવી જોઈએ જેમાં શિક્ષક ભણાવતા હોય. કોઈ પણ શાલેય તબક્કો હોય કે કોઈ પણ ખાસ વિષય હોય , બધાજ શિક્ષકપ્રશિક્ષણના કોર્ષમાં શિક્ષકની ભાષા સજજતા અને વાતચીતની આવડતની પ્રાથમિકતા પર ભાર મુકાવો જોઈએ. આ કોર્ષની રચનામાં જુદાં જુદાં સંજોગોમાં ભાષાના ઉપયોગના અનુભવો, ભાષાશાસ્ત્રનું પ્રાથમિક જ્ઞાન જેમાં સાંભળવું , બોલવું વાંચન, સમજણ, અને જુદાં જુદાં સંજોગોમાં કરવામાં આવતાં લેખનનો સમાવેશ થાય છે.

 

અધ્યયન શૈલીના અભ્યાસનો મુખ્ય હેતુ શાળામાં ભણાવવામાં આવતા વિષયો સમજવા અને શાળા અને વિદ્યાથીના વાસ્તવિક સંજોગોમાં આ વિષયોને અનુરૂપ અધ્યયન શૈલીને સમજવી અને વિદ્યાથી સંજોગો, વિષય અને અધ્યયન શૈલી વચ્ચે જોડાણ સાધવું. પરંપરાગત શિક્ષક-પ્રશિક્ષણ કરતા અધ્યયન શૈલીના કોર્ષ મુખ્ય એ રીતે અલગ પડે છે કે તેમાં શુદ્ધ વિદ્યાશાખાકીય જ્ઞાન અને અધ્યયન પદ્ધતિઓને બદલે વિદ્યાથી અને તેના સંજોગો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દા:તઃ ભાષા અધ્યયનમાં વિદ્યાર્થીની ભાષા સમજમાં વધારો કરવો ભાષાના ઉપયોગ , ભાષા અધ્યયનના સામાજિક-સાંસ્કૃતિક પાસાઓ , ભાષા એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે અને અભ્યાસક્રમના અમલમાં ભાષાનાં મૂળભૂત કાર્યોનો અભ્યાસ કરવામાં આવે છે. આનો મતલબ એ છે કે ભાષા અધ્યયનમાં પહેલાં તેના વ્યાકરણીય પાસાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું જે હવે ભાષાના ઉપયોગ પર કેન્દ્રિત થયું છે.

શિક્ષક-પ્રશિક્ષણમાં શાળાના વિષયો જેવા કે વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન, ભાષાઓ અને ગણિતને જે રીતે શીખવાય છે તે જ રીતે વ્યાપક વિદ્યાશાખાકીય સ્વરૂપમાં જ શીખવવા જોઈએ નહી કે ઇતિહાસ, ભૂગોળ કે રસાયણશાસ્ત્રની જેમ શાખાકીય સ્વરૂપમાં. આને લીધે શિક્ષકમાં કોઈપણ વિષયના આ મુખ્ય વિદ્યાશાખા હેઠળ આવતા હોય તેવા અધ્યાપન માટેની જ્ઞાનમીમાંસાયુક્ત સૂક્ષ્મદ્રષ્ટિ વિકસે છે . દા:તઃ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. આ અભિગમથી શિક્ષકને એ પણ ફાયદો થાય છે કે તે કોઈ પણ સંકલિત કોર્ષમાં અધ્યાપન કરાવી શકે છે જેમ કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન.

અધ્યાપન શૈલીના બે થી ચાર કોર્ષ: જ્ઞાનને અનુભવ ઉપાર્જિત બાબત તરીકે , વિદ્યાશાખાઓના લક્ષણો, શાળા અભ્યાસક્રમનો સમીક્ષાત્મક અભ્યાસ. અને અધ્યાપનશૈલીને વિદ્યાર્થી, વિદ્યાશાખા અને સામાજિક સંદર્ભ વિશેના જ્ઞાનના સંકલન તરીકે. આમાં પ્રાથમિક , ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ભણાવવામાં આવતા ભાષા , ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન પર્યાવરણીય વિજ્ઞાન પરના અલગ કોર્ષનો સમાવેશ થશે.

 

દા:તઃ પર્યાવરણ શિક્ષણ પરના અધ્યાપનશૈલીના કોર્ષમાં નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ: બધા પ્રકારના પ્રાકૃતિક વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ શિક્ષણના સંયુક્ત ક્ષેત્ર તરીકે તાત્વિક અને મીમાંસાસભર પર્યાવરણીય અભ્યાસ : પ્રશિક્ષકને બાળકોના મનમાં રહેલા પોતાના ભૌતિક અને સામાજિક વિશ્વ વિશેના વિચારોથી પરિચિત કરાવવા જેથી કરીને આ વિચારો પાછળથી વર્ગખંડમાં ભણાવતી વખતે સમીક્ષા થઇ શકે ; પ્રશિક્ષકને એવા સર્વગ્રાહી એકમોની રચના કરવામાં મદદરૂપ થાય છે કે જે જ્ઞાનને ખંડોમાં વહેચવાને બદલે સમગ્રતયા લે છે.

બાળકોના ભાષા , ગણિત, પર્યાવરણીય અભ્યાસ , ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયોના અલગ અલગ પાસાઓ સંબંધિત સંશોધનનો અભ્યાસ અને ત્યારબાદ ચર્ચા-વિચાર અવલોકનની નોંધ, અને વિશલેષણ શાળા શિક્ષકના અધ્યયનશૈલીની સમજને વિકસાવે છે. ખ્યાલનિર્ધારણ, જીજ્ઞાશા જગાવતું અધ્યાપન , પ્રશ્નો ઉકેલવાની પ્રવૃત્તિ , શોધ અને પ્રવૃત્તિ આધારિત અધ્યયન અને સંબંધિત શબ્દોનું જ્ઞાન જેવી અધ્યાપન શૈલીઓ અને તેઓની વિવેચનાત્મક સમીક્ષા લાંબા ગાળે શિક્ષકને વિચારશીલ બનાવે છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ પોતાના મુખ્ય વિષયમાં ઊંડા જ્ઞાનમીમાંસાનાં સવાલો સાથે નાતો જોડવો જોઈએ. વિષયવસ્તુનું જ્ઞાન , અવલોકનની નોંધ અને ખ્યાલોની સમજમાં વધારો થાય તે માટે કરવામાં આવતું વિશલેષણ ઉપરાંત વિદ્યાશાખાકીય વિષયનો સઘન અભ્યાસ દ્વારા વિદ્યાથીના મનમાં શાળામાં શીખવવામાં આવતા વિષયો અંગેની કેટલીક ખોટી ધારણાઓ હોય તેને દૂર કરવાનું કાર્ય થાય એ ખાસ જરૂરી છે. અધ્યાપનશૈલીના કોર્ષ એવી રીતે ઘડાવા જોઈએ કે જેથી શિક્ષણના જુદાં જુદાં તબક્કે ઊભી થતી જરૂરિયાતોને પોષી શકાય.

પ્રાયોગિક કાર્ય કોર્ષની રચના વર્ગખંડ સંચાલન, સામગ્રી નિર્માણ અને શાળામાં સમૂહશિક્ષણના વિષય પર આધારિત હોવી જોઈએ. અધ્યાપન-અધ્યયનમાં મદદરૂપ થાય તેવા સવાલોનું સંકલન , દરેક વયના બાળકો માટે પ્રવૃત્તિની રચના , અભ્યાસક્રમ અને અભ્યાસ-સામગ્રીની રચનાના અનુભવો દ્વારા શિક્ષક વિચારો, અનુભવો અને વ્યાવસાયિક કૌશલ્યોનું સંકલન શીખી શકે છે. શિક્ષકે વિદ્યાર્થીઓને

સવાલો પૂછે તે માટે તૈયાર કરવા જોઈએ અને ભવિષ્યમાં આ સવાલો વધુ અભ્યાસના કામમાં આવે

તે માટે સંગ્રહ કરવાનું પણ શીખવવું જોઈએ. દા:તઃ ભાષા અધ્યાપનના કિસ્સામાં , તાલીમાથી શિક્ષકે આ બધા કાર્ય કરવા જોઈએ: બાળકોના વાંચનનું શ્રવણ , વાંચનને લગતી મુશ્કેલીઓનું અવલોકન અને વિશલેષણ, શાળા અને ઘરની ભાષા વચ્ચેની અસમાનતાની ઓળખ અને અવલોકન. રજૂઆત, શૈલી અને ભાષાના સંદર્ભમાં પાઠયપુસ્તકો અને અન્ય સામગ્રીનું વિશલેષણ.

સામાજિક વિજ્ઞાન માટે પ્રાયોગિક કાર્યની પ્રવૃત્તિઓમાં પ્રવાસનું આયોજન , મૌખિક ઇતિહાસ પરનો પ્રોજેક્ટ, ખડકોના નમૂનાઓ, પાંદડાઓ, ટિકિટ, ધ્વજ, અખબાર, દસ્તાવેજો, સ્થાનિક નકશા, એટલાસ વગેરેનું નિદર્શન અને સંગ્રહનો સમાવેશ થાય છે. ત્યારબાદ ચર્ચા , અવલોકન કેમ કરવું તેની સમજ, સંગ્રહ અને વિશલેષણની પ્રક્રિયા થવી જોઈએ. આ અભિગમ વિદ્યાર્થી . તેઓના સંજોગો, વિષયવસ્તુ અને અધ્યાપન શૈલી વચ્ચે સંબંધ સ્થાપે છે.

તાલીમાથી શિક્ષકોને માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ સાથેના સંપર્કને લીધે યોગ્ય પ્રોજેક્ટની રચના કરવામાં સરળતા રહે છે. આમાં જે તે વિદ્યાશાખાના ઊંડા જ્ઞાન અને અનુભવની જરૂર રહે છે. આ પ્રકારના પ્રાયોગિક કાર્ય શિક્ષકને પાઠયપુસ્તકોનો વિવેચનાત્મક અભ્યાસ કરવામાં , શીખવાની શૈલીઓ અને વિદ્યાર્થી દ્વારા થતી ભૂલોને એક શિક્ષક તરીકે સમજવા અને મૌલિક પ્રવૃત્તિઓની શૃંખલા વિકસાવવા માટેની આવડત કેળવવામાં મદદરૂપ થાય છે.

શિક્ષકની સૌથી અગત્યની ભૂમિકાઓમાંથી એક છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના હેતુઓ મુજબના વિકાસ અને મનોવૈજ્ઞાનિક વિકાસમાં થયેલ પ્રગતિ ની આકારણી કરવાની છે. વિદ્યાર્થીની આકારણીના વ્યાપને વિષય અભ્યાસક્રમ આધારિત ચકાસણીથી આગળ વધીને વધુ વ્યાપક બનાવવું જોઈએ : કોઈપણ વિષયમાં પ્રાપ્ય ગુણાંકનને બાળકના સર્વાગી વિકાસ સાથે જોડવા જોઈએ: માત્ર વિદ્યાર્થી પાસે કેટલી માહિતી છે તેનું નહિ પરંતુ અભ્યાસના ઉચ્ચ ધ્યેયો આધારિત પરીક્ષણ થવું જોઈએ. એન.સી.એફ. શાળામાં વિદ્યાથીના મૂલ્યાંકનને પરીક્ષા પદ્ધતિ સુધારણાના લાંબાગાળાના ધ્યેયો તરીકે લેવાનું સૂચન કરે છે. આ ધ્યયને સિદ્ધ કરવા માટે શિક્ષક-પ્રશિક્ષણનામ કોર્ષમાં પ્રશિક્ષકને મૂલ્યાંકન પદ્ધતિના વર્તમાન અને ભૂતકાળની પ્રણાલિકાઓ અને સાથે સાથે પરીક્ષા પદ્ધતિ અને મૂલ્યાંકન વિશેના વિવિધ દ્રષ્ટિબિંદુનો પણ પરિચય કરાવી આ બાબતે સમર્થ બનાવવા જોઈએ. મૂલ્યાંકનને શિક્ષણની પ્રક્રિયાના એક ભાગ તરીકે સ્વીકારવું જરૂરી બની ગયું છે. શિક્ષકે બાળકોને પ્રોત્સાહિત કરવાની બાબતમાં મૂલ્યાંકનની ભૂમિકાને જાણી લેવી જોઈએ. બાળકોના શિક્ષણના હક્ક અંગેના ધ્યેયોને હાંસલ કરવાના હેતુસર અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના ધ્યયને પ્રાપ્ત કરવા માટે આ બાબત અત્યંત અગત્યની છે. કેટલાંકને નાપાસ કરીને બાકીનાને પસંદ કરવાના સાધનરૂપ વર્તમાન મૂલ્યાંકન પદ્ધતિ શિક્ષણના વૈશ્વિકરણ સાથે સુસંગત નથી. વર્તમાન સાર્વત્રિક પરીક્ષા પદ્ધતિમાં વિદ્યાર્થીના પરીક્ષામાં દેખાવ પર બિનજરૂરી ભાર મુકાતો હોવાથી એ જરૂરી બની ગયું છે કે એક શિક્ષકમાં મૂલ્યાંકન અંગેના ખ્યાલની ઊડી અને વ્યાપક સમજ હોય વિદ્યાર્થીના અભ્યાસમાં દેખાવ પર બિન જરૂરી ભાર મૂકવાને બદલે વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં માહિતીના સઘન સમજના મુલ્યાંકન પર ભાર મૂકવો જોઈએ.

વિદ્યાર્થીના મૂલ્યાંકન અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ અને અધ્યાપનશૈલીના સિદ્ધાંતોના અભ્યાસને અભ્યાસક્રમના અભ્યાસ સાથે વણી લેવા જોઈએ. આ કાર્યમાં નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ: જુદાં જુદાં દ્રષ્ટિબિંદુના સઘન અને સમીક્ષાત્મક વાંચન , જે શિક્ષક અને શાળા સુધારણા માટે વિદ્યાર્થીના મૂલ્યાંકનને એક અગત્યની બાબત તરીકે ગણવામાં આવી હોય : વર્તમાન મૂલ્યાંકન પ્રણાલી અને તેનો ઇતિહાસ ; અભ્યાસ અને વિદ્યાથીના વિકાસમાં મૂલ્યાંકનનું સ્થાન; બાળકના સર્વાગી વિકાસને આવરી લેવા માત્ર તેની શૈક્ષણિક સિદ્ધિઓના પરિક્ષણથી આગળ વધીને મૂલ્યાંકનના ક્ષેત્રનો વિસ્તાર કરવો.

પ્રશિક્ષક પાસે વ્યવહારૂ અનુભવો હોવા જોઈએ જેની મદદથી તેઓ મૂલ્યાંકનની એવી પદ્ધતિઓ વિકસાવી શકે જે ગુણવત્તાલક્ષી હોય અને વિદ્યાર્થીની સ્મરણશક્તિને બદલે તેઓની સમસ્યાઓ ઉકેલવાની અને વિચારવાની ક્ષમતાના વિકાસનું મૂલ્યાંકન કરતી હોય. અલગ અલગ પ્રકારના પ્રશ્નો તૈયાર કરી તે અંગે વિદ્યાર્થીના દેખાવ અને સમજશક્તિ પર કેવી અસર કરશે તેનો અભ્યાસ કરવાનું

કામ સુસંગત રીતે હાથ પર ધરાવું જોઈએ. વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલોની વ્યવસ્થિત નોંધ કરવી, પ્રયોગાત્મક સંશોધનનો આધાર લઈને આ ભૂલોને ચકાસવી , અને વિદ્યાર્થીઓ નવી દિશામાં

વિચારતા થાય તે માટે પ્રોત્સાહિત કરવા માટે અન્ય શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવી અને આ પ્રક્રિયાની વ્યવસ્થિત નોંધ કરવી.

અભ્યાસક્રમ ક્ષેત્ર-સી. શાળા ઈન્ટર્નશીપ એવું જણાયું છે અધ્યાપનનો મહાવરો કે શિક્ષક નિર્માણમાં સૌથી અગત્યનું ઘટક છે; તેમાં ગુણવત્તા ઘટી છે અને તેની તીવ્ર અવહેલના થઇ છે. સામાન્ય ફરિયાદ એવી છે કે સૈદ્ધાંતિકને પ્રાયોગિક અધ્યાપન કાર્ય કરતા વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તેને લીધે પ્રાયોગિક અધ્યાપન કાર્ય અલગ અલગ પ્રકારની ઉણપનો ભોગ બન્યું છે જેમ કે તે એક યાંત્રિક પ્રક્રિયાને અનુસરે છે (અવલોકન , સુક્ષ્મ પાઠ , અધ્યાપન મહાવરો , અને પરીક્ષા), પાઠના જડ આયોજનને અનુસરે છે . અપૂરતી દેખરેખ(સુપરવિઝન) : મૌલિક વિચારોનો અભાવ દર્શાવે છે , વૈવિધ્ય અને સ્થાનિક સંદર્ભથી વિમુખતાનો જોવા મળે છે. સર્વગ્રાહી અને ગુણવત્તાયુક્ત મૂલ્યાંકન વ્યાવસાયિક લક્ષણો અને મૂલ્યો ધરાવતાં હોય તે માટે કોઈ પ્રયત્ન કરવામાં આવતા નથી , કે ન તો શાળા સાથે લાંબા ગાળાની ઈન્ટર્નશીપની કોઈ જોગવાઈ છે. વર્તમાન અધ્યાપન મહવરાના મૉડેલની મુખ્ય ખામીઓ આ મુજબ છે:

  • વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણમાં શાળા અભ્યાસક્રમને અને પાઠયપુસ્તકોને એક ‘આપવામાં આવેલી' બાબત તરીકે લેવામાં આવે છે અને શિક્ષકને જે તે શાળાના માળખાની જરૂરિયાતો સાથે અનુરૂપ થવાની તાલીમ અપાય છે.
  • શિક્ષકને નિયત સ્વરૂપમાં પાઠના બિન-સ્થિતિસ્થાપક આયોજન માટે અને એક વિધિના ભાગ તરીકે જરૂરી પાઠને ભણાવી દે તે માટે વર્તમાન માળખું ફરજ પાડે છે. અમૂક ચોક્કસ સંખ્યાના પાઠને ભણાવવાનો મહાવરો વ્યાવસાયિક વિકાસ માટે પૂરતો માની લેવામાં આવે છે.
  • શિક્ષકોને પોતાના પૂર્વગ્રહો અને માન્યતાઓ વિશે કોઈ અવકાશ મળતો નથી અને વર્ગખંડમાં થતી ચર્ચાવિચારણા અને પ્રશ્નોતરીના એક હિસ્સા તરીકે પોતાના અનુભવો વિશે વિચારવાની તકો પણ પ્રાપ્ત થતી નથી.
  • સૈદ્ધાંતિક કોર્ષ, પ્રાયોગિક કાર્ય અને મૂળ હકીકતોને અભિવ્યક્ત કરતું નથી.
  • મૂલ્યાંકનના ધારાધોરણ સૈદ્ધાંતિકને વધુ મહત્વ આપે છે અને ગુણવત્તાને બદલે પ્રમાણ (લખાણની લંબાઈ)ને વધુ મહત્વ આપે છે અને સમજશક્તિને અવગણે છે.

શિક્ષકને તૈયાર કરવા માટે તેમને વ્યાવસાયિક સુંદઢતા બક્ષવામાં અધ્યાપનનો મહાવરો અને તેની સાથે જોડાયેલ સિદ્ધાંતોનો અભ્યાસ એક મહત્વની ભૂમિકા ભજવે છે. શાળાને પીછાણવી. બાળકોનું અવલોકન કરવું , વાસ્તવિક સંજોગોમાં અધ્યાપન-અધ્યયન કાર્યનું અવલોકન કરવું, અધ્યાપનનો મહાવરો કરવો , શિક્ષણના સિદ્ધાંતો વિશે વિચારવાની ક્ષમતા વિકસાવવી અને આ સિદ્ધાંતોનો વાસ્તવિક અધ્યાપન-અધ્યયન વખતે ઉપયોગ કરવો. વર્ગખંડમાં અધ્યયનની પ્રવૃત્તિનું સંચાલન કરવું , વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું અને તેઓને તેઓની પ્રગતિથી માહિતગાર કરવા , સહકર્મચારીઓ સાથે મળીને કામ કરતા શીખવું પોતાના વ્યાવસાયિક જીવન વિશે વિચારવું શાળામાં જઈને વાસ્તવિક સંજોગોમાં શીખવવાની આ બધી બાબતો પ્રશિક્ષકને અભ્યાસલક્ષી અનુભવો પૂરા પાડે છે જે તેઓના શિક્ષણ માટે અતિ મહત્વના છે.

પ્રારંભથી જ એવું જોવા મળ્યું છે કે વર્તમાન પ્રણાલીમાં સુધારા અને અધ્યયનના મહાવરામાં નાવીન્ય અને મૌલિક અભિગમો લાવવા માટેના પ્રયત્ન કરવા માટે શિક્ષણના સમગ્ર માળખામાં અધ્યયન મહાવરાની મહત્તાને સમજવી જરૂરી છે. પ્રથમ વાત તો એ નોંધવાની કે અધ્યયનનો મહાવરો અનેક વિવિધ પ્રવૃત્તિઓનું એક એવું ફલક છે જે શિક્ષકપ્રશિક્ષણના સમગ્ર અભિયાનને આવરી લે છે. અધ્યયન પ્રેક્ટિસ એ સૈદ્ધાંતિક અભ્યાસ, ક્ષેત્રીય કાર્ય અને પ્રાયોગિક કાર્ય, સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તાલીમાથી શિક્ષકો અને શિક્ષક તૈયાર કરનારા માર્ગદર્શક નિષ્ણાતોને સમાવતા સંસ્થાકીય અનુભવો સંકળાયેલ છે.

અભ્યાસક્રમ જોગવાઈ. વિદ્યાર્થી અને શાળા સાથે લાંબાગાળાનો સંસર્ગ શાળા ઈન્ટર્નશીપના કાર્યક્રમમાં નીચેના ઘટકો અગત્યના છે: જ્યાં વ્યવહારૂ હોય ત્યાં અધ્યાપન-અધ્યયનના ઇનોવેટીવ કેન્દ્રોની મુલાકાત ગોઠવવી. વર્ગખંડ આધારિત સંશોધન પ્રોજેક્ટ:

બે વર્ષના કોર્ષ માટે ઓછામાં ઓછા ૬ થી ૧0 અઠવાડિયા અને અઠવાડિયામાં સતત ચાર દિવસની ઈન્ટર્નશીપ અને ચાર વર્ષના કોર્ષમાં ૧પ થી રO અઠવાડિયા જેમાં પ્રથમ અઠવાડિયું કાર્યરત શિક્ષકની સાથે નિયમિત વર્ગનું અવલોકન.

યુનિટ પ્લાનનું આયોજન અને રિફલેક્ટિવ જર્નલનો નિભાવ: શાળામાં ઈન્ટર્નશીપમાં અધ્યાપન અને અધ્યયન માટે સ્ત્રોતોનું સર્જન અને જાળવણી.

એક નિયમિત શિક્ષક તરીકે ૧૨ થી રO અઠવાડિયા માટે કાર્ય કરતા તાલીમાથીને અભ્યાસ. અભ્યાસક્રમ સામગ્રી અને અધ્યાપનના મહાવરા વિશે વાસ્તવિક ધ્યેયો નિશ્ચિત કરવાની તક મળે છે, એક લાંબા ગાળાની ઈન્ટર્નશીપ દ્વારા શિક્ષકને વર્ગખંડમાં પ્રવૃત્તિઓના આયોજનમાં, તેની તૈયારી કરવામાં અને પસંદગીમાં મદદ મળે છે સાથે સાથે પોતાની પ્રવૃત્તિઓ વિશે અવલોકન, જાળવણી અને વિશલેષણ દ્વારા સમીક્ષાત્મક વિચારણા કરવામાં અને અભ્યાસક્રમ અને અધ્યાપન મહાવરા વિશે વિદ્યાર્થીઓ પ્રતિભાવ આપતાં શીખે તે માટે વ્યહ ઘડી કાઢવામાં મદદ મળી રહે છે.

શાળાને પણ આ બિનપરંપરાગત અધ્યાપન શૈલીનો પરિચય થવાને લીધે આ ઈન્ટર્નશીપ પ્રથાથી ફાયદો થશે. ઈન્ટર્નશીપની આ પ્રક્રિયામાં પ્રશિક્ષક, અધ્યાપન અને અધ્યયનની નવી સામગ્રી તૈયાર કરશે જે નિયમિત શિક્ષક માટે પણ ઉપયોગી પૂરવાર થશે.

ઈન્ટર્નશીપ શાળા સાથે ભાગીદારીના' મૉડેલ તરીકે કાર્ય કરે તે જરૂરી છે, તે માત્ર વર્તમાન ‘ અધ્યાપનની પ્રણાલીનું વિસ્તરણ જ ન હોય જે પ્રશિક્ષક પોતાની ઔપચારિક ડિગ્રી મેળવવાના હેતુથી જ કરતા હોય.

જે લક્ષણો આ અહેવાલમાં સૂચવવામાં આવેલ પ્રક્રિયા આધારિત-શિક્ષક-પ્રશિક્ષણને પરંપરાગત શિક્ષક-પ્રશિક્ષણથી અલગ પાડે છે તે છે વિદ્યાર્થીઓના અનુભવોને કેન્દ્રસ્થાને મૂકવા સૈધાંતિક ખ્યાલો અને શિક્ષણનું માળખુ વિદ્યાર્થીઓના અનુભવો અને વ્યાપક સામાજિક હકીકતો પર આધારિત છે આ તકો માટેની માળખાગત જોગવાઈઓ શિક્ષકપ્રશિક્ષણના કોર્ષના માળખામાં અને અભ્યાસના દરેક ક્ષેત્રમાં રહેલી છે માળખાગત . જોગવાઈઓનો અર્થ છે અભ્યાસના કે સંશોધનના ક્ષેત્રનુંસ્થાનાંકન એવી રીતે થાય કે જેથી કરીને ‘અનુભવથી સિદ્ધાંતો અને સિદ્ધાંતોથી ક્ષેત્રિય અનુભવ તરફ એવી ગતિ ઊભી થાય.

સૈદ્ધાંતિક અને ક્ષેત્ર વચ્ચેની આ પરસ્પર ગતિશીલતા, ક્ષેત્ર આધારિત અભ્યાસ એકમોનોમાં આપેલ અભ્યાસક્રમના ક્ષેત્રો મુજબ, દરેક ટેબલસૈદ્ધાંતિક કોર્ષ તેમજ ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રાયોગિક કાર્યમાં સમાવેશ કરીને મેળવી શકાય છે.

શાળા ઈન્ટર્નશીપ પ્રશિક્ષકને પોતાના મહાવરા દરમ્યાન અને આયોજન કરતી વખતે પોતે જે શીખ્યા હોય તેને વ્યક્ત કરવા માટેની તક પૂરી પાડે છે.

ટેબલ ૧ઃ શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસક્રમના ક્ષેત્રો- એક રૂપરેખા

અભ્યાસક્રમ ક્ષેત્રો મુખ્ય ઘટકો અભ્યાસક્રમના પાસાઓ અભ્યાસક્રમ જોગવાઈઓ અને કિશોરવસ્થાનો વિકાસ

  • સમાજમાં શિક્ષક અને વિદ્યાથી
  • જાતિ (લિંગ). શાળા અને સમાજશિક્ષણનો અભ્યાસ
  • શૈક્ષણિક અભ્યાસ
  • જ્ઞાન અને મૂલ્યોના હેતુઓ, આત્મ-વિકાસ અને શિક્ષક તરીકે મહત્વાકાંક્ષાઓ
  • સ્વનો વિકાસ કરવો અને
  • એક શિક્ષક તરીકેની મહત્વકાંક્ષા

મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતોનો સમાવેશ, બાળપણ અને કીશોરાવસ્થાનું ઘડતર, સામાજિકતાનો વિકાસ, ભાષા, સમ જ વિચાર-પ્રક્રિયા અને અભ્યાસ. શાળા અને શારીરિક તંદુરસ્તી, સ્વની ઓળખ .

સમાવેશી શિક્ષણ

સમકાલીન ભારતીય સમાજની સમસ્યાઓ અને મુદ્દાઓ: માનવીના અને બાળકોના હક્ક; વર્ગખંડ એક સામાજિક સંદર્ભ તરીકે,

ઓળખનો વિકાસ. અભ્યાસક્રમ, જાતિગત દ્રષ્ટિબિંદુથી પાઠયપુસ્તકોની સમજ, શિક્ષણનું વ્યાવસાયિકરણ અને સ્ત્રીઓના તેમાં સમાવેશ-પર ચર્ચા

શિક્ષણના સિદ્ધાંતો, તત્વજ્ઞાન, ઇતિહાસ અને સમાજશાસ્ત્રના સિદ્ધાંતોનો સમાવેશ

અધ્યાપન-અધ્યયનના મૂળભૂત તત્વો: સૈદ્ધાંતિક બાબતો. શિક્ષણ-ક્ષેત્રના વિચારકો ભારતમાં શિક્ષણની પરિકલ્પના, મુદ્દાઓ અને સમસ્યાઓ; શાળા, સંસ્કૃતિ અને શાળા એક અધ્યયનની સંસ્થા તરીકે, શાંતિનું શિક્ષણ. સમાજમાં સ્થાન આંતર વૈક્તિક વચ્ચેના સંબંધો. બાળક અને મોટેરા વચ્ચેનું વૈચારિક અંતર, સામાજિક અને વ્યક્તિગત ઘડતર, શાળાઓ એક સામાજિક પરિવર્તન અને સંઘર્ષના સ્થળ તરીકે.

  • બે કે ત્રણ સૈદ્ધાંતિક કોર્ષ જેમાં ક્ષેત્ર કાર્ય સામેલ હોય; પ્રાયોગિક કાર્ય. વર્કશોપ, વ્યક્તિગત અને સમૂહ-કાર્ય
  • એક કે બે સૈદ્ધાંતિક કોર્ષ જેમાં ક્ષેત્ર કાર્ય સામેલ હોય; પ્રાયોગિક કાર્ય. વર્કશોપ વ્યક્તિગત અને સમૂહ-કાર્ય
  • એક સૈદ્ધાંતિક કોર્ષ જેમાં ક્ષેત્ર કાર્ય સામેલ હોય; પ્રાયોગિક કાર્ય. વર્કશોપ, વ્યક્તિગત અને સમૂહ-કાર્ય
  • એક કે બે સૈદ્ધાંતિક કોર્ષ જેમાં ક્ષેત્ર કાર્ય સામેલ હોય: અસાઈનમેન્ટ, ટર્મ-પેપર, જૂથ પ્રેઝન્ટેશન
  • વર્કશોપ આધારિત એક કોર્ષ જેમાં ટૂંકમાં સૈદ્ધાંતિક બાબતો આવરી લેવાઈ હોય; જાતિ, સમાજમાં સ્થાન જેવા મુદ્દાઓ પર વર્કશોપ. સામાજિક અને વ્યક્તિગત સંઘર્ષ: બાળપણઃ સંબંધો

સ્વ અને ઓળખ : આંતર વૈક્તિક સંબંધો, પુખ્ત અને બાળક વચ્ચેનું અંતર , વ્યક્તિગત અને સામાજિક સંરચના શાળા એક સ્પર્ધાના અને સામાજિક પરિવર્તન સ્થળ તરીકે

 

જ્ઞાન અને અભ્યાસક્રમ

ભાષા સજજતા અને વાતચીતની આવડત

શૈલીઓનો અભ્યાસ

ભાષા, ગણિત, સામાજિક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાન

આકારણ અને મૂલ્યાંકન પદ્ધતિઓનો અભ્યાસ. વિદ્યાથી

મૂલ્યાંકનની પદ્ધતિ અને દ્રષ્ટિબિંદુ

વિષયવસ્તુ અને શાળા, અભ્યાસક્રમનો અભ્યાસ. પાઠયપુસ્તકો, અભ્યાસક્રમનો તાત્વિક અને વૈચારિક પાયો. જ્ઞાનની પસંદગી અને રચના જ્ઞાન એક ઉપાર્જનની વસ્તુ વિદ્યાશાખાકીય જ્ઞાન.

ભાષા, પ્રભુત્વ અને વાતચીતની આવડત, તાત્વિક-ભાષાશાસ્ત્રીય જ્ઞાન, અલગ અલગ સંજોગો અનુસાર બોલવાની સંભાળવાની વાંચનની અને લખવાની આવડત

વિષયવસ્તુના ક્ષેત્રનુ જ્ઞાન, અધ્યાપન સિધ્ધાન્તો, રચનાકીય અને સામાજિકરચનાકીય બાબતોનો અભ્યાસ

વિદ્યાશાખા અને જ્ઞાનના લક્ષણોશાળા અભ્યાસક્રમની સમજ શિક્ષણના સિદ્ધાંતો સાથે ઉપયોગી કાર્ય. જ્ઞાન-મીમાંસાને લગતા મુદ્દાઓ

મનો-પરિમાણીય અભિગમોનું સમીક્ષાત્મક વાંચનઃ રચના ત્મક અભિગમો અને વિશલેષણનું સમાજશાસ્ત્રીય માળખું મૂલ્યાંકનનો અર્થ અને પ્રણાલી વિશે અગત્યનું વાંચન; અભ્યાસમાં મૂલ્યાંકનનું મહત્વ: ગુણાત્મક અને પ્રમાણ આધારિત પગલાંઓઃ વ્યવહારૂ અનુભવો-ઉપાયાત્મક મુલાકાત, અવલોકન કોઠો, ગુણાત્મક માહિતીનું વિશલેષણ

૪ થી ૬ સૈદ્ધાંતિક કોર્ષ જેમાં આાંતરિક રીતે વણાયેલ ક્ષેત્ર -આધારિત અભ્યાસના એકમોનો સમાવેશ હોય; સંશોધનાત્મક

પ્રોજેક્ટ, અવલોકન નોંધ અને વિશલેષણ

એક કોર્ષ જે વર્કશોપના સ્વરૂપે હોય જેમાં પ્રત્યાયન માધ્યમ તરીકે ભાષાના ઉપયોગ વિશેનો વિષય હોય

૪ થી ૬ વૈકલ્પિક સૈદ્ધાંતિક કોર્ષ જે સ્પેશિયલાયઝેશન આપે; પ્રાયોગિક કોર્ષ જેમાં અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકનું વિશલેષણ હોય અને વૈકલ્પિક અભ્યાસસામગ્રીની રચનાનો સમાવેશ હોય.

૧ સૈદ્ધાંતિક કોર્ષ જે પૂરક પ્રાયોગિક કાર્ય તરીકે હોય; સવાલોના સ્વરૂપ અને મૂલ્યાંકન ફોર્મેટનું સ્વરૂપમાં વિશલેષણ: વ્યક્તિગ ત અને જૂથ અસાઈનમેન્ટ શાળા સાથે લાંબા ગળાનો સંસર્ગ, ઈન્ટર્નશીપ એક ભાગીદારી મૉડેલ તરીકે, શાળા પ્રવૃત્તિઓમાં સહભાગિતા અને અધ્યાપન. વિદ્યાથીના અવલોકનની નોંધ, અધ્યાપન વિશે વિશલેષણ અને વિચારણા; આધ્યાપનઅધ્યયન સ્ત્રોતોનો વિકાસજાળવણી એકમ આયોજનનો વિકાસ અને ચિંતનાત્મક જર્નલ શરૂ કરવું

૧૨ થી ૨૦ અઠવાડિયા માટે રોજ ૪ દિવસનું શિક્ષણ  વર્ગખંડ નિરીક્ષણ: ખાસ-કિસ્સાનો અભ્યાસ. વર્ગખંડ વિશે સંશોધનાત્મક કાર્ય, અધ્યયનના સ્ત્રોતોનો વિકાસ

  • શિક્ષક-નિર્માણમાં સમય એક અગત્યનું પરિબળ : શિક્ષક-પ્રશિક્ષણને લગતા મુદ્દાઓ શિક્ષકની પૂર્વ સેવાકાળ તાલીમના કોર્ષના સમયગાળા સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. કોઈપણ પ્રકારની શિક્ષકની પૂર્વ સેવાકાળ તાલીમ માટે પૂરતો સમયગાળો જરૂરી છે જેથી શિક્ષકને સ્વ-અધ્યયન, ચિંતન ઉપરાંત વિદ્યાર્થીઓ, શાળા,
  • વર્ગ અને અધ્યાપન પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય અને તકો મળી રહે.
  • વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણની પ્રથાનું વિશલેષણ કરતાં એ જોવા મળ્યું છે કે અધ્યાપન કાર્યનો મહાવરો ટૂંકા ગાળાનો , પાંચ કે છ અઠવાડિયાનો હોય છે અને તે પણ ખંડોમાં વિભાજીત હોય છે. પાયારૂપ જ્ઞાન , અધ્યાપનની સમજ અને દ્રષ્ટિબિંદુ અને વિવિધ કૌશલ્યોના મુદ્દાઓ આ સમયગાળામાં આવરી લેવાવા જોઈએ અને તેઓનો ઉપયોગ થવો જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિમાં અને તેના કાર્યમાં શિક્ષણના અગત્યના ઘટકો જેવા કે ક્ષમતા કે ખ્યાલોનું ઊંડું જ્ઞાન પ્રદર્શિત થાય તે માટે પૂરતો સમય આ તાલીમગાળા દરમ્યાન આપવામાં આવતો નથી. સમયના અભાવે પાઠને ખરેખર તેના વિષયવસ્તુ પર ઊડું ચિંતન કરીને તૈયાર કરવામાં આવતા નથી , ન તો તેને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. પરિણામે , શિક્ષક-પ્રશિક્ષણ પૂર્ણ કરી બહાર આવતા સ્નાતકો સામાન્ય અધ્યાપન કળામાં માહિર પણ હોતા નથી કે ન તો તેઓ પાઠયપુસ્તકોના વિષયવસ્તુ પર મૌલિક ચિંતન કરવામાં દક્ષ હોય છે.

હવે સમય પાકી ગયો છે કે આપણે આઝાદી પછી શિક્ષણનીતિ નક્કી કરવા નિમાયેલ બે અગત્યના કમિશનો, કોઠારી કમિશન(૧૯૬૪-99) અને ચટ્ટોપાધ્યાય કમિશન (૧૯૮૩-૮૫) દ્વારા સમયગાળો વધારવાની કરવામાં આવેલી ભલામણો પરત્વે ધ્યાન આપીએ. એ તર્કસંગત ગણાશે પ્રથમ પ્રારંભિક શિક્ષક-પ્રશિક્ષણની પુન:રચના કરવામાં આવે અને ત્યારબાદ અધ્યાપન અભિગમો અને તેના પર અમલ કરવાની કાર્યયોજનાની સુસંગતતાને ધ્યાનમાં રાખી શિક્ષક-પ્રશિક્ષણના મુખ્ય હેતુઓ સિદ્ધ થાય તે રીતે સમયમાળખું ગોઠવવું. વિષયવસ્તુ અને અભિગમના સંદર્ભમાં મોટાભાગની બાબતો જેમની તેમ રાખવામાં આવે એ વ્યર્થ ગણાશે કારણ કે વર્તમાન વિષયવસ્તુ અને અભિગમની ભારે ટીકા થઇ છે, અને તે પરિવર્તન લાવવા માટેના ન તો અવકાશ સર્જ છે કે ન તો તકો. આ બાબતમાં તે બિનકાર્યક્ષમ સાબિત થઇ છે.

વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણ કાર્યક્રમની પુનરચના : અગાઉ જણાવાયું છે તે મુજબ ભાવિ-શિક્ષક પાસેથી અભ્યાસના વ્યાપક વૈવિધ્યની અપેક્ષા રાખવામાં આવે છે તેથી શિક્ષક-પ્રશિક્ષણનો કોર્ષ ઉચ્ચતર માધ્યમિક પછી ચાર વર્ષનો કે સ્નાતક પછી બે વર્ષનો હોવો જોઈએ. આને લીધે તાલીમાથીને સ્વ-અધ્યયન, ચિંતન કરવા અને કાર્યરત થવામાં તથા , શિક્ષકો, શાળા, વર્ગખંડ, અધ્યાપન પ્રવૃત્તિઓ અને સઘન સૈદ્ધાંતિક અભ્યાસ સાથે સમય વિતાવવાની પૂરતી તકો મળશે. પ્રારંભિક શિક્ષક-પ્રશિક્ષણના સમયગાળાના સંદર્ભમાં કોઈપણ કારણોસર બાંધછોડ કે છુટછાટ શિક્ષક અને શિક્ષણની ગુણવત્તા પર વિપરિત અસર પાડશે.

તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણના માળખાની જગ્યાએ એવું માળખું લાવવું જેમાં સામાન્ય શિક્ષણની સાથે સાથે વ્યાવસાયિક વિકાસ માટે શાળામાં લાંબા ગાળાની ઈન્ટર્નશીપ પણ હોય. અભ્યાસક્રમના ક્ષેત્રો અને તેના વહેવારમાં આપવામાં આવેલી લાક્ષણિકતા ઓનો ઉપયોગ કરીને આ સમાવિષ્ટ મૉડેલની રચના કરવાની થાય છે. આ મૉડેલને સંસ્થાઓમાં લાગુ પાડવા માટેની સમયમર્યાદા આ દસ્તાવેજ બહાર પડયે ચારથી છ વર્ષનો ગાળો હોય તેવી ભલામણ કરવામાં આવે છે. વચગાળાના પગલાં તરીકે , શિક્ષક-પ્રશિક્ષણના વર્તમાન મૉડેલ જેમ કે બી.એડ. અને ડી.એડ. કોર્ષને ફરી રચવાની જરૂર છે અને સાથે સાથે શિક્ષક-પ્રશિક્ષણના માળખામાં પણ ખાસ બાબતો ઉમેરીને અને અભ્યાસક્રમના ક્ષેત્રમાં અને તેના અમલમાં સૂચવવામાં આવેલ માળખાકીય પ્રક્રિયાનો સમાવેશ કરી શકાય છે. આગળના પ્રકરણમાં આપવામાં આવેલ વ્યાપક વ્યહરચનાઓને શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમના અમલ માટે અનુસરી શકાય છે.

માળખાની પુનરચનાના કોર્ષ

સૈદ્ધાંતિક સમાજમાં શિક્ષક અને વિદ્યાર્થીનું સ્થાન: જાતિ, શાળા અને સમાજ

 

સિદ્ધાંત : શિક્ષણના હેતુઓ , જ્ઞાન અને મૂલ્યો : સ્વ-વિકાસ અને શિક્ષક તરીકેની મહત્વાકાંક્ષાઓ

સિદ્ધાંત: જ્ઞાન અને અભ્યાસક્રમ: ભાષા સજજતા અને પ્રત્યાયન alta, uoi aleleil algele સિદ્ધાંત, ભાષા શિક્ષણ: ગણિત શિક્ષણ: વિજ્ઞાન શિક્ષણ: સામાજિક વિજ્ઞાન શિક્ષણ પ્ર(ટો0ોક ક(ટી. સામગ્રી વિકાસ અને મૂલ્યાંકનઃ વર્ગખંડ સંચાલન અને બ્લોક શિક્ષણ

દરેક કોર્ષમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસના એકમો લેવા. દા:ત: બાળક અને કિશોરોના વિકાસના કોર્ષમાં સમાજશાસ્ત્રમાંથી બાળપણ ઘડતર , બૌદ્ધિક અને ભાષાલક્ષી વિકાસના મુદ્દાઓ મનોવિજ્ઞાન અને સામાજિક-ભાષાશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી લેવામાં આવે છે. દરેક સૈદ્ધાંતિક કોર્ષના દરેક એકમમાં ક્ષેત્ર કાર્યના એકમનો સમાવેશ થવો જોઈએ. દા:ત: સમકાલીન અભ્યાસમાં ‘અનામત' અથવા તો ‘કાચની બંગડીઓ કઈ રીતે કાચા સ્વરૂપમાંથી તૈયાર માલ થઈને બજારમાં પહોંચે છે’ તે વિશેનો પ્રોજેક્ટ આપી શકાય. અભ્યાસક્રમના અભ્યાસના કોર્ષમાં એવા એકમો ફરજિયાત હોવા જોઈએ જેમાં અભ્યાસક્રમસામગ્રી, તેના હેતુઓ, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અને પ્રાયોગિક સંશોધનના સંદર્ભમાં પાઠયપુસ્તકોનો અભ્યાસ સમાવિષ્ઠ હોય. અધ્યાપન પદ્ધતિઓના અભ્યાસના કોર્ષમાં એવા એકમો ફરજિયાત હોવા જોઈએ જે વિષયવસ્તુ , વિદ્યાર્થીના મનમાં થતી વૈચારિક પ્રક્રિયા અને

શીખવાની પ્રક્રિયા, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અને પ્રાયોગિક સંશોધનના સંદર્ભમાં અધ્યાપન પ્રક્રિયા અભ્યાસ પર પ્રકાશ ફેંકતા હોય.

ઉપરના દરેક કોર્ષમાં પ્રાયોગિક કાર્ય પૂરક રીતે જોડાયેલું હોવું જોઈએ. દા.ત.: ‘બાળક અને કિશોરનો વિકાસ અને અભ્યાસ’ના કોર્ષમાં રોજબરોજના સંજોગોમાં વિદ્યાર્થીઓનું અવલોકન, જેથી તેઓની રમતોની પેટર્ન જાણી શકાય : વિવિધ આર્થિક , સામાજિક અને સાંસ્કૃતિક માહોલ જાણી શકાય : વિદ્યાર્થીના મનમાં થતી વૈચારિક પ્રક્રિયા અને શીખવાની

પ્રક્રિયા અને પુસ્તક-બાળક વચ્ચેની આંતર ક્રિયા જાણી શકાય છે. આ દરેક પ્રાયોગિક કાર્ય એવી રીતે ગોઠવાવા જોઈએ કે જેથી સૈદ્ધાંતિક અને ક્ષેત્ર કાર્ય વચ્ચે એક પરસ્પર ગતિશીલતા જળવાઇ રહે. વ્યવહારૂ હોય ત્યાં અધ્યાપન અને અધ્યયનના ઇનોવેટીવ કેન્દ્રોની મુલાકાત વર્ગખંડ આધારિત સંશોધન પ્રોજેક્ટ.

અઠવાડિયાના ચાર દિવસ , ઓછામાં ઓછા ૬ થી ૧0 અઠવાડિયાની ઈન્ટર્નશીપ, જેમાં શરૂઆતના તબક્કે વર્ગખંડનું નિયમિત અવલોકન ઈન્ટર્નશીપ હોય તે શાળામાં અભ્યાસના સ્ત્રોતોનો વિકાસ અને નિભાવ એકમ આયોજનનો વિકાસ અને ચિંતનશીલ જર્નલનો નિભાવ.

શાળા ઈન્ટર્નશીપ દરમ્યાન વિષય દીઠ ૪ થી વધુ યુનિટ પ્લાન અધ્યાપન મહાવરા માટે હોવા ન જોઈએ. એકમના આયોજનમાં વિષયવસ્તુ સાથે અનેક સ્ત્રોતનો સમાવેશ થાય છે જેમ કે પાઠયપુસ્તકો , વિષયવસ્તુની રચના અને રજૂઆત , તથા (એ) વિદ્યાર્થીના જ્ઞાનનો પાયો અને સમજશક્તિનું મૂલ્યાંકન થાય : (બી) જ્ઞાન-ઉપાર્જનની પ્રક્રિયા આગળ ધપાવી શકાય અને વર્ગખંડમાં ‘અર્થ તારવણી કરી શકાય : (સી) વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાનુ મૂલ્યાંકન કરી શકાય એ હેતુથી સવાલોનું સ્વરૂપ નક્કી કરવું અને તેથી અધ્યાપન પદ્ધતિમાં સુધારો કરી શકાય અને અંતે શીખવાની પ્રક્રિયામાં સુધારો જોઈ શકાય.

ચાર વર્ષના સંકલિત કાર્યક્રમનું મૉડેલ : ચાર વર્ષના સંકલિત કોર્ષની પરિકલ્પના અને લક્ષણોનો સારાંશ નીચે મુજબ છે. આમાં પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમની રચનામાં સામાન્ય શિક્ષણ સાથે વ્યાવસાયિક તાલીમ પણ સામેલ છે. આ લક્ષણો એન.સી.ટી.ઈ. દ્વારા મંજુર કરાયેલ બેચલર ઓફ એલીમેન્ટરી એજ્યુકેશન પ્રોગ્રામમાંથી લેવામાં આવ્યા છે.

શિક્ષણની પાયાગત બાબતોમાં સમાજશાસ્ત્રીય, ઐતિહાસિક, આર્થિક, પર્યાવરણીય. દર્શનશાસ્ત્રીય, સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભો સામેલ હોય છે અને શિક્ષણ અંગેના વિચારો વણાયેલ હોય છે.

મુખ્ય કોર્ષ વિષયવસ્તુ સાથે પુનરાવલોકન, અને ખ્યાલો અને દ્રષ્ટિબિંદુને પુનઃનિર્માણ કરવાના હેતુ સાથેનો હોવો જોઈએ.

અધ્યાપનના સિદ્ધાંતોનો અભ્યાસ અને વિદ્યાથીંના માહોલને, તેઓની વિચારવાની, શીખવાની પ્રક્રિયાને સમજવી જે પ્રસ્તુત અને યોગ્ય અધ્યાપન વ્યહ ઘડી કાઢવા માટે પાયા સમાન છે.

પ્રાકૃતિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષાઓ અને ગણિત જેવા મુખ્ય જ્ઞાનના ક્ષેત્રોના માળખામાં રહીને અધ્યાપનના કોર્ષ ઘડી જોઈએ, શાળાના અલગ અલગ વિષયને ધ્યાનમાં લઈને નહી.

સૈદ્ધાંતિક કોર્ષ એવી રીતે ઘડાવા જોઈએ કે તે આંતર-વિદ્યાશાખાકીય બને અને સામાજિક વાસ્તવિકતા અને વ્યક્તિગત અનુભવો પર આધારિત હોય.

સૈદ્ધાંતિક કોર્ષમાં આાંતરિક રીતે વણાયેલ ક્ષેત્રીય કાર્યના એકમો હોવા જોઈએ જેથી સૈદ્ધાંતિક અને પ્રયોગ વચ્ચે સેતુ સ્થપાયેલ રહે.

ભાષાઓ, ગણિત, વિજ્ઞાન અને સામાજિક જેવી મુખ્ય વિદ્યાશાખામાંથી પસંદ કરીને સઘન અભ્યાસ જરૂરી છે.

વ્યક્તિ-સમાજ વચ્ચેના આંતર-વ્યવહાર , સમાજમાં સ્થાનના વિકાસની સાથે સાથે નાટક, કળા-કારીગરી સંગીત, અને સ્વ-વિકાસના વર્કશોપ દ્વારા વ્યક્તિત્વ વિકાસ સધાવો જોઈએ.

વ્યાપક અને સઘન પ્રાયોગિક કાર્યના કોર્ષ શિક્ષકને વર્તમાન સમયના શિક્ષણના તમામ પાસાઓ વિશે પ્રભુત્વ આપે છે : અધ્યયનના વાતાવરણમાં ઊભી થતી અનપેક્ષીત પરિસ્થિતિનો સામનો કરવા સજજતા બક્ષે છે. સાથે સાથે બદલાતી જતી વિદ્યાર્થીઓની જરૂરિયાતો પરત્વે પણ સજજ કરે છે અને પરિવર્તન લાવવા સક્ષમ બનાવે છે.

પ્રાયોગિક કાર્ય કોર્ષ અન્ય વ્યાવસાયિક ક્ષમતાઓ અને સમજ વિકસાવે છે: વિદ્યાથીને તેના માહોલના સંદર્ભમાં સમજવાની ક્ષમતા : વિકાસક્ષમ અને સાંદર્ભિક વ્યવહારૂ અધ્યાપન પદ્ધતિ વિકસાવવી , વિદ્યાર્થીઓને અસરકારક રીતે પીરસી શકાય તે માટે વિષયવસ્તુને પુન:ગોઠવવી : અધ્યયન માટે અનુભવો આધારિત પ્રવૃત્તિઓની રચના અને પસંદગી કરવી : અવલોકન, દસ્તાવેજીકરણ, વિશલેષણ, સંયોજન, અર્થઘટન અને મનન કરવું વગેરેમાં મદદરૂપ થાય છે.

શાળા સાથેનો લાંબા ગાળાનો સંસર્ગ ચાલુ શિક્ષણપ્રથાની મર્યાદાઓ સમજવી અને કાર્યકારી યોજના ઘડી કાઢવા જરૂરી છે. સંઘર્ષ , મનોમંથન અને સામાજિક પરિવર્તનના સ્થળો તરીકે ઔપચારિક શિક્ષણના સ્થળોને સમજવા અને તે વિશે વિચારણા કરવી.

પરિચય : સૂચિત શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં સૌથી પડકારજનક બાબત તેના અમલની છે અધ્યાપન એક વ્યવસાય છે અને શિક્ષક-પ્રશિક્ષણ એ શિક્ષકને વ્યાવસાયિક રીતે તૈયાર કરવાની પ્રક્રિયા છે. આપણે બધા જાણીએ છીએ તેમ વ્યવસાયના લક્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: તે એક જ્ઞાનનો સુગ્રથિત સંગ્રહ છે જેના પર તમામ કાર્યનો આધાર રહેલો છે (શિક્ષક પાસે રહેલું વિષયનું જ્ઞાન) ; એક તર્કસંગત સમયગાળાની સઘન અને ઔપચારિક વ્યાવસાયિક તાલીમ જેમાં ક્ષેત્રીય વ્યાવસાયિક અનુભવ પણ સામેલ હોય; અને વ્યવસાયના નૈતિક-ધોરણો જે આ વ્યવસાયમાં સામેલ સભ્યોને એકબીજા સાથે બંધુત્વની ભાવનાથી જોડે છે. આમ , કોઈ વ્યક્તિને એક વ્યાવસાયિક તરીકે તૈયાર કરવી તે એક કઠીન કાર્ય છે અને તેમાં અનેક ક્ષેત્રો સંબંધિત અને બહુ પરિમાણ કાર્ય કરવું પડે છે. તે માટે વ્યાવસાયિક તાલીમના તમામ પાસાઓના વ્યવસ્થિત અભ્યાસની જરૂર છે. જ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોની સમજ , ક્ષેત્રીય પ્રાયોગિક કાર્ય માટેના કૌશલ્યો અને અધ્યયન, અધ્યાપન અને વ્યાવસાયિક આદતો અને મૂલ્યોની પ્રશિક્ષણ સંબંધિત ક્ષમતાઓ. વ્યાવસાયિક તાલીમના બે પાસાઓ- અભ્યાસક્રમનો અમલ અને અધ્યયન પ્રવૃત્તિનું મૂલ્યાંકન અહીં ચર્ચવામાં આવ્યા છે.

શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમનો અમલ: ટેબલ નંબર ૨ માં એ પ્રક્રિયાઓ આપવામાં આવી છે જે ઉપરોક્ત દ્રષ્ટિબિંદુના મૂળમાં રહેલ શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમમાં વ્યક્ત થાય છે. આ પ્રક્રિયાઓને એ પ્રવૃત્તિઓ સામે રાખવામાં આવી છે જે વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણ પ્રથામાં છે. આ સરખામણી એ હેતુ સારે છે કે આ પ્રક્રિયાઓ શિક્ષકને ખરા અર્થમાં સમર્થ બનાવે છે અભયાસક્રમના ‘અમલ કરનાર' નહી પરંતુ ત્યારબાદ કેટલાંક પ્રક્રિયા આધારિત અભ્યાસક્રમના અમલ માટે  ચાવીરૂપ મુદ્દાઓની રજૂઆત છે જે ચિંતનશીલ અને મૌલિક વિચારવાળા શિક્ષકનું

ઘડતર કરવા માટે અગત્યના છે.

ટેબલ ૨: વર્તમાન ‘નિષ્ક્રિય પ્રથા’ અને સૂચિત પ્રક્રિયા-આધારિત

  • અભ્યાસક્રમનું માળખું
  • વર્તમાન ‘નિષ્ક્રિય' શિક્ષક-પ્રશિક્ષણ
  • સૂચિત પ્રક્રિયા-આધારિત શિક્ષક-પ્રશિક્ષણ
  • સંદર્ભ પર પૂરતું ધ્યાન આપ્યા વગર વિદ્યાર્થીના મનોવૈજ્ઞાનિક પહેલુઓ પર વિશેષ ધ્યાન. બાળકો અને શીખવાની પ્રવૃત્તિના સામાન્ય સિદ્ધાંતો પર વિશેષ ધ્યાન.
  • જે સામાજિક, સાંસ્કૃતિક, અને રાજકીય માહોલમાં વિદ્યાથી ઉછેર પામે છે અને વિકાસ પામે છે તેની સમજ, સૈદ્ધાંતિક દ્રષ્ટિની સાથે સાથે વિદ્યાથીના
  • જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ પર વિશેષ ધ્યાન.
  • સિદ્ધાંતો જે ‘આપવામાં આવેલ છે” તેને વર્ગખંડમાં લાગુ પડાય છે.
  • સૈદ્ધાંતિક, અવલોકન અને અનુભવો પર આધારિત જ્ઞાનના ખ્યાલો ઉપાર્જિત થાય છે.
  • જ્ઞાનને એક ‘બાહ્ય’ બાબત જે વિદ્યાર્થી દ્વારા ‘પ્રાપ્ત’ કરી શકાય એવું ગણવામાં આવે છે .
  • સમીક્ષાત્મક અભ્યાસ દ્વારા અધ્યાપન, અધ્યયન. વ્યક્તિગત અને સામાજિક અનુભવોના સહિયારા સંદર્ભમાં જ્ઞાનનું ઉપાર્જન.
  • શિક્ષકના તાલીમકાર માહિતી પ્રદાન કરે છે અને વિદ્યાર્થી-શિક્ષકને ચોક્કસ માળખાવાળા અસાઈનમેન્ટ આપે છે. જે વિદ્યાર્થી-શિક્ષકે પૂર્ણ કરવાના હોય છે. તાલીમનું સમયપત્રક શિક્ષક દ્વારા માર્ગદર્શિત પ્રવૃત્તિઓથી ભરપૂર હોય છે. ચિંતન અને સ્વ-અધ્યયન માટે ખૂબ ઓછી તકો હોય છે.
  • શિક્ષકના તાલીમકાર તેના વિદ્યાર્થીઓને પ્રતિક્રિયાઓ માટે પ્રોત્સાહિત કરે છે જેથી તેઓ મનન અને ઉીડી ચર્ચામાં જોડાય. સમીક્ષાત્મક અભ્યાસ અને સ્વઅધ્યયનના મુદ્દાઓ વિદ્યાર્થીઓ ઓળખે અને વ્યક્ત કરે તે માટે તાલીમકાર તેઓને પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓ પોતાના અવલોકનો, અવરોધો અને વિચારોની નોંધ માટે એક મૌલિક જર્નલ તૈયાર કરે
  • સામાન્ય શિક્ષણ પછી ટૂંકા ગાળાની ઈન્ટર્નશીપ.
  • લાંબાગાળાની ઈન્ટર્નશીપ જે જ્ઞાનના મુખ્ય ક્ષેત્રોવિજ્ઞાન, કળા અને માનવ શાસ્ત્રોના શિક્ષણ સાથે વણાયેલ હોય.
  • વિદ્યાર્થીઓ અસાઈનમેન્ટ વ્યક્તિગત રીતે તૈયાર કરે છે અને આંતરિક કસોટી ક્ષેત્રીય કાર્ય અને
  • અધ્યયન મહાવરા પર વ્યક્તિગત જાતે મહેનત કરે 3.
  • વિદ્યાર્થીઓને સમૂહમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કરાય છે જેમાં વર્ગખંડ અને વિદ્યાર્થીઓનું અવલોકન, ક્રિયા
  • પ્રતિક્રિયા વિવિધ કોર્ષના પ્રોજેક્ટ સામેલ હોય છે. જૂથ રજૂઆતને પ્રોત્સાહન અપાય છે.
  • તાલીમાથી શિક્ષકોની સામાજિક વાસ્તવિકતાઓ વિશે, વિદ્યાર્થીઓ વિશે અને શીખવાની પ્રવૃત્તિ વિશેની ધારણાઓ સમજવા અવકાશ મળતો નથી.
  • વિદ્યાર્થીઓને પોતાનું સમાજમાં સ્થાન અને વર્ગખંડમાં થતી ચર્ચા-વિચારણાના એક ભાગ તરીકેની ધારણાઓ સમજવા પૂરતો અભ્યાસકીય અવકાશ અપાય છે.
  • વિદ્યાથીંના વિષયલક્ષી ખ્યાલો તપાસવા માટે પૂરતો અવકાશ નથી.
  • માળખામાં જ વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનની જે ખોટી ધારણાઓ હોય તેને પડકારવા, જ્ઞાનને ચકાસવા અને તાજુ કરવા અવકાશ પ્રાપ્ય બનાવવામાં આવે છે.
  • ચોક્કસ પાઠને ભણાવવાનો મહાવરો, ચોક્કસ સ્વરૂપમાં પાઠનું આયોજન જેમાં અધ્યયન પર કોઈ વિચાર કરાતો નથી.
  • શાળા ઈન્ટર્નશીપ-વિદ્યાર્થીઓને સ્વરૂપ બાબતે છુટછાટ હોય છે, અભ્યાસના એકમોનું માળખું અને વેબ-ચાર્ટ વ્યાપક હોય છે. ચિંતનાત્મક જર્નલ તૈયાર કરાય છે.
  • શિક્ષક-પ્રશિક્ષણના શિક્ષક-પ્રશિક્ષણને પુખ્ત વિદ્યાર્થી સાથે લેવાદેવા છે. તેથી તે પુખ્ત લોકો કઈ રીતે શીખે છે તે બાબત મહત્વની હોવી જોઈએ. પુખ્ત વિદ્યાર્થી સ્વતંત્ર અને સ્વયં-માર્ગદર્શિ , જીવનનો વિશાળ અનુભવ અને જ્ઞાન ધરાવનાર , સમજી શકાય તેવા અને ધ્યેયલક્ષી હોય છે. સમસ્યા-નિરાકરણના કાર્ય-આધારિત અધ્યયનમાં સારો પ્રતિભાવ આપનારા હોય છે. આથી, વ્યાવસાયિક જ્ઞાન અને ક્ષમતા પર વિશેષ ભાર અપાવો જોઈએ અને આ માટે સંશોધન પ્રવૃત્તિ , સેમિનાર, પ્રોજેક્ટ, ખાસ કિસ્સાનો અભ્યાસ જેવી સ્વ-માર્ગદર્શિ પ્રવૃત્તિ આવશ્યક છે.

સૂચિત, પ્રક્રિયા-આધારિત શિક્ષક-પ્રશિક્ષણ પરંપરાગત શિક્ષક-પ્રશિક્ષણ કરતા એ રીતે અલગ પડે છે કે તેમાં સૈદ્ધાંતિક ખ્યાલો અને માળખુ વિદ્યાર્થીના અનુભવ જગત અને વ્યાપક સામાજિક હકીકતો સાથે સુસંગત છે. શિક્ષક-પ્રશિક્ષણના માળખામાં જ એવી તકોની જોગવાઈ કરવામાં આવે છે કે અભ્યાસના દરેક ક્ષેત્રમાં અનુભવથી સૈદ્ધાંતિક અને સૈદ્ધાંતિકથી ક્ષેત્ર કાર્ય વચ્ચે ગતિશીલતા જળવાઈ રહે.

એ નોંધવું અગત્યનું છે કે સૈદ્ધાંતિક ખ્યાલો અને માળખા વચ્ચે સંયોજન હોવું જરૂરી છે અન્યથા તમામ ચર્ચા (પ્રોજેક્ટ વર્ક સહિત) માત્ર વ્યક્તિગત અનુભવોની આજુબાજુ ધૂમ્યા કરશે. આવા સંજોગોમાં મુખ્ય ચર્ચાને અનુભવોના નિરૂપણ આગળ ચિંતનશીલ વિશલેષણ સુધી લઇ જવી અઘરી બાબત બની જશે. જો આપણે પ્રશિક્ષકની વિચારવાની, વિશલેષણ કરવાની, અર્થ તારવવાની અને ચિંતનની ક્ષમતા વધારવા માંગતા હોઈએ તો આ બાબત ચેતવણી સમાન છે.

સૈદ્ધાંતિક અધ્યાપનના સંદર્ભમાં, આપણે નોંધી શકીએ છીએ કે શિક્ષક-પ્રશિક્ષણમાં જ્ઞાનના ઘટકો, શિક્ષણની વિદ્યાશાખાઓના વ્યાપક ક્ષેત્રોમાંથી તેમ જ પાયાગત વિદ્યાશાખાઓ જેવી કે તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાંથી લેવામાં આવ્યા છે અને તેઓને તે રીતે જ રજુ કરવા જોઈએ. શિક્ષણના સંદર્ભમાં આ આંતર-વિદ્યાશાખાકીય અભ્યાસ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો , વિવિધ ખ્યાલોના મુદ્દાઓને એવા સ્વરૂપમાં વ્યક્ત કરવા જોઈએ કે તેઓ શિક્ષણની પ્રક્રિયાને સમજાવે અને વર્ણવે. શિક્ષણની પ્રક્રિયામાં પગલાંઓ, કાર્યો. પ્રયત્નો, પ્રવૃત્તિઓ. ઘટનાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવું કરતી વખતે વિવિધ વિદ્યાશાખામાંથી લીધેલા સિદ્ધાંતો સંકલિત સ્વરૂપમાં વ્યક્ત થવા જોઈએ જેથી વાસ્તવિકતા અને શૈક્ષણિક ઘટકોની સંયુક્ત સમજ સુધી પહોંચી શકાય. અહીં અગત્યનો મુદ્દો એ છે કે શિક્ષક-પ્રશિક્ષણમાં જ્ઞાનના ઘટકોને સ્વરૂપ આપતી વખતે સમજૂતીઓ શિક્ષણના અને અન્ય વિદ્યાશાખાઓના દ્રષ્ટિબિંદુથી સમજાવવી જોઈએ. એ દિશામાં પ્રયત્ન થવા જોઈએ કે પરંપરાગત ‘સૈદ્ધાંતિક થી પ્રેક્ટિસ' મૉડેલની જગ્યાએ એવું મૉડેલ સ્થાપિત થવું જોઈએ જેમાં બહારની વાસ્તવિકતાઓ વિશે સિદ્ધાંત નિર્માણ કરવા અને વિચારવાના હેતુસર સાધનો અને માળખાના વિકાસ માટે સૈદ્ધાંતિક સમજ કેળવવી.

ચિંતનશીલ વ્યવસાયી બનાવવાની તાલીમ:

શિક્ષક-પ્રશિક્ષણ દરેક તબક્કે ભાવિ શિક્ષક ને પોતાને અને બીજાને સમજવા માટેની સમજશક્તિ વિકસાવવાની, વિશલેષણ કરવાની ક્ષમતાની અને મૌલિક વિચારો કરવાની તકો પૂરી પાડતી હોવી જોઈએ. તે વિદ્યાર્થીઓનું અવલોકન કરવાની અને તેઓ સાથે સમય વિતાવવાની અને સમૂહમાં કાર્ય કરવાની વૃત્તિ કેળવાય તે માટેની તકો પણ પૂરી પાડતી હોવી જોઈએ. અભ્યાસક્રમમાં વિષયવસ્તુ માટે અને વ્યાવસાયિક ક્ષમતાઓ જેવી કે અધ્યાપન, અવલોકન, નાટક, કળા-કારીગરી વાર્તા-કથન અને ચિંતનશીલ શોધવતીના વિકાસ માટે પૂરતો અવકાશ હોવો જોઈએ.

વ્યાવસાયિક તકોમાં શિક્ષકોના કોર્ષના એક ભાગ તરીકે અને વર્ગખંડની ચર્ચાના ભાગરૂપે પોતાના અનુભવો અને ધારણાઓ પરનું ચિંતનનો સમાવેશ જરૂરી છે : અધ્યાપન મહાવરા વિશે સમીક્ષાત્મક અવલોકન અને મૌલિક વિશલેષણ. એક વિચારશીલ વ્યવસાયી બનવા માટે પ્રતિભાવોની પ્રાપ્તિ, ગુણવત્તા, યોગ્યતા અને યોગ્ય પ્રમાણ પણ જરૂરી છે.

સૈદ્ધાંતિક કોર્ષની રચના અને અમલ એવી રીતે થવો જોઈએ કે તે જ્ઞાન, વિદ્યાથી અધ્યયન અને અધ્યાપન વચ્ચેના સંબંધની ઊડી સમજ વિકસાવવા પર્યાપ્ત અવકાશ પ્રદાન કરે. આ પ્રકારની શિક્ષણ-પ્રથાને સુનિશ્ચિત કરવા માટે અસરકારક ઉપાય એ છે કે સૈદ્ધાંતિકની સાથે સાથે ક્ષેત્રીય કાર્ય માટે પણ તક પ્રાપ્ય આપવામાં આવે. પ્રાયોગિક કોર્ષ જે પ્રશિક્ષકને બાળકો અને તેઓના સંજોગો સાથે, શાળા અને સંજોગો સાથે જોડે છે અને પોતાને શિક્ષક બનવાની મહત્વાકાંક્ષા સાથે જોડે. તે સૈદ્ધાંતિક અભ્યાસને પૂરક હોવો જોઈએ.

અર્થસભર ઈન્ટર્નશીપ અને શાળા અનુભવ:સેવા-પૂર્વ શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષમાં લાંબા ગાળાનો શાળા સાથેનો સંસર્ગ, અધ્યાપનનો અનુભવ, અને વિદ્યાર્થીઓનું અવલોકન અને સેવારત શિક્ષકના વર્ગખંડનું નિરીક્ષણનો સમાવેશ થવો જોઈએ. એક સેવારત શિક્ષક તરીકે કાર્ય કરતા તાલીમાથીને તક મળે છે કે તે અભ્યાસ. અભ્યાસક્રમ સામગ્રી અને અધ્યાપન પ્રેક્ટિસ વિશે વાસ્તવિક ધ્યેયો નિશ્ચિત કરી શકે છે. એક લાંબા ગાળાની ઈન્ટર્નશીપ દ્વારા શિક્ષકને વર્ગખંડમાં પ્રવૃત્તિઓના આયોજનમાં, તેની રચના કરવામાં અને પસંદગીમાં મદદ મળે છે. સાથે સાથે પોતાની પ્રવૃત્તિઓ વિશે અવલોકન, જાળવણી અને વિશલેષણ દ્વારા સમીક્ષાત્મક વિચારણા કરવા અને અભ્યાસક્રમ અને અધ્યાપન પ્રેક્ટિસ વિશે વિદ્યાર્થીઓ પ્રતિભાવ આપતાં શીખે તે માટે વ્યહ ઘડી કાઢવા મદદ મળી રહે છે. શાળાને પણ આ બિનપરંપરાગત અધ્યાપન શૈલીનો પરિચય થવાને લીધે આ ઈન્ટર્નશીપ પ્રથાથી ફાયદો થશે.

ઈન્ટર્નશીપ એવી રીતે આયોજિત થવી જોઈએ કે જે શિક્ષકની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા

માટે ઉપયોગી હોય : વ્યવસાયમાં સામાજીકરણને પ્રોત્સાહિત કરે : અધ્યાપન-અધ્યયનના ખ્યાલોના વિકાસને બળ આપે : પ્રયોગ કરવા સુરક્ષિત ક્ષેત્ર પૂરું પાડે : નવા દ્રષ્ટિબિંદુમાં ડોકિયું કરવાની ક્ષમતા વિકસાવે ; અને શીખવાની અને વૈચારિક પ્રક્રિયાને શરૂ રાખવા પ્રેરિત કરતી રહે.

પૂરક માળખું અને તંત્રની જરૂરિયાત: એ નોંધવું જોઈએ કે શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમની પરિકલ્પના સાકાર કરવા માટે પૂરક માળખું અને તંત્ર તે બાબતને અનુરૂપ હોવા જરૂરી છે. તમામ સૈદ્ધાંતિક કોર્ષ આંતરવિદ્યાશાખાકીય અને ક્ષેત્ર -આધારિત અભ્યાસના એકમો સહિતના હોવા જોઈએ. દા:તઃ જો ‘સમકાલીન ભારતીય અભ્યાસ’ માં મુખ્ય સામાજિક વિજ્ઞાન જેવા કે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્રનો આધાર લેવામાં આવ્યો હોય, તો શું તે શિક્ષણના સમાજશાસ્ત્રીય . ઐતિહાસીક, રાજ્યશાસ્ત્રીય, ભૌગોલિક અને અર્થશાસ્ત્રીય સંદર્ભનો ખ્યાલ સ્પષ્ટ કરશે? આ ખ્યાલ તો જ દ્રઢ બને જો સૈદ્ધાંતિક કોર્ષમાં ક્ષેત્ર - આધારિત એકમો સામેલ હોય.

આ જ પ્રમાણે જ, એવા રિસોર્સ-સેન્ટરોની સ્થાપના કરવી જે પાઠયપુસ્તકો અને અન્ય સ્ત્રોતો જેવા શિક્ષણના સાધનો અને ખ્યાલો સાથે વ્યવહારૂ સંપર્ક કરાવી શકે તે ખૂબ અગત્યનું છે. આ રિસોર્સ-સેન્ટરોને એક એવા પ્રક્રિયાતંત્ર તરીકે લઇ શકાય જે તાલીમી શિક્ષક અને સેવારત શિક્ષક માટે વર્ગખંડના સંદર્ભમાં , વ્યાપક સામાજિક સંદર્ભમાં અને વિદ્યાર્થીના

વૈવિધ્યની બાબતમાં પાયાનો અભ્યાસ પૂરો પાડે છે. જે વૈચારિક માળખામાં આ સેન્ટરો ચાલી શકે તે નીચે મુજબ છે:

એક અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓમાં એક માળખાગત

‘જે પ્રશિક્ષક માટેની અધ્યયન સામગ્રી , વિદ્યાથી સાથે સંસર્ગ, મૌલિક વિચારો માટે તકો પૂરી પાડે છે. અધ્યાપન-અધ્યયન કેન્દ્રની રચના અને અભિગમ એ પ્રક્રિયાઓને શકય બનાવે છે જે પ્રશિક્ષકને વિદ્યાર્થીના વિશ્વ તેના

સંદર્ભ, વિષયવસ્તુ અભ્યાસસામગ્રી, અને શીખવાની પ્રક્રિયા સાથે જોડે ; અને તાલીમાથીને સ્વયં એક વ્યાવસાયિક બનવા માંગતી વ્યક્તિ તરીકે ગણતરીમાં રાખે.

 

એક અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, વિવિધ સ્ત્રોતોનો સંગ્રહ છે જે પ્રશિક્ષક માટે પોતાની તાલીમ દરમ્યાન ઉપયોગી નીવડે. આ સ્ત્રોતોમાં તાલીમાથી શિક્ષકોએ તૈયાર કરેલ અભ્યાસ સામગ્રીથી માંડીને અન્ય વિવિધ સંસ્થાઓએ તૈયાર કરેલ અભ્યાસસામગ્રી , પ્રવૃત્તિ પુસ્તિકાઓ. બાળ-સાહિત્ય, શાળાના પાઠયપુસ્તકો, અને અન્ય વૈકલ્પિક સામગ્રીનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની સામગ્રી સાથે કાર્ય કરવાથી માત્ર પાઠય પુસ્તકો પર જ્ઞાનના સ્ત્રોત તરીકે આધાર રાખવાની ટેવ પર કાબુ રહેશે.

24&è(1uot-24&èselot 3aî: 24late (3eu 24° 24{6(at-u6(osq 2ds liSon

અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, પ્રશિક્ષક અને ઇન્ટર્ન-શિક્ષક માટે સામગ્રી તૈયાર કરવાનું અને અધ્યાપનના આયોજન માટેનું એક મંડળ છે. અવારનવાર થતી આંતર ક્રિયા અને આદાન-પ્રદાન તાલીમાથી શિક્ષકોને કેટલીક બાબતોની સ્પષ્ટતામાં વિશે મદદરૂપ થાય છે અને તેઓ એકબીજાના અનુભવોમાંથી શીખે છે. પરસ્પરની આ મુલાકાતો વાર્ષિક, માસિક કે અઠવાડિક ધોરણે યોજી શકાય છે. આ મુલાકાતોનો હેતુ જે તે વર્ષ માટે અભ્યાસક્રમના આયોજનથી માંડીને એકમોના આયોજન અને વેબ-ચાર્ટ જેવા હોઈ શકે.

અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, શિક્ષકને એક ટૂંકા સંશોધન પ્રોજેક્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના હેતુઓ શિક્ષકોની વિદ્યાર્થીઓ અંગેની સમજ વ્યાપક બનાવે છે અને તેઓનું વિષયવસ્તુનું જ્ઞાન વધારે છે. દા:તઃ એક સંશોધનને લગતો પ્રોજેક્ટ કે વિદ્યાર્થીઓ કઈ રીતે અંકગણિતના દાખલા ઉકેલવા વપરાતી યુક્તિઓનો ઉપયોગ કરીને ગણિતનું જ્ઞાન વધારી શકે. બાળકો કઈ રીતે પોતાની અંકગણિતના દાખલાઓ ઉકેલવાની સરળ રીતોનો વિકાસ કરે છે તે અંગેની શિક્ષકની સમજ વધારીને સંશોધન આધારિત શીખવાની રીતનું માળખું અધ્યાપન-અધ્યયન માટે દિશા સૂચન કરે છે. સરવાળે આ શિક્ષકના વ્યાવસાયિક વિકાસ દ્વારા વિદ્યાર્થીઓની સમજ શક્તિ વધારે છે.

 

અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, એક માળખાગત સુવિધા તરીકે સેવા આપે છે જેના સ્ત્રોત એક શિક્ષકને સ્વ-માર્ગદર્શિ પ્રવૃત્તિ જેવી કે અક્ષરજ્ઞાનના પુસ્તકો અને પાઠયપુસ્તકોનું વિશલેષણ માટે મદદરૂપ થાય છે. પ્રશિક્ષક વિવિધ સ્તરના બાળકો માટેની પાઠયપુસ્તકોની સુસંગતતા વિશલેષણ જેવા પ્રોજેક્ટ હાથ પર લઇ શકે. પાઠયપુસ્તકોનું વિષયવસ્તુ રજૂઆતની શૈલી , વપરાયેલી ભાષા , ખયાલોની માવજત , જાતિનો મુદ્દો અને અધ્યાપન અભિગમ જેવા પરિમાણોથી કરાયેલું વિશલેષણ તાલીમાથીને સમીક્ષાત્મક રીતે વિચારવામાં સહાય કરે છે. વૈકલ્પિક અભ્યાસ સામગ્રી તેઓને પાઠયપુસ્તક કેટલી જુદી જુદી રીતે લખી શકાય તે રીતોનો પરિચય કરાવશે.

પ્રશિક્ષક વિદ્યાર્થીઓના કુદરતી વિજ્ઞાન અને સામાજિક ઘટનાઓ વિશેના સવાલોનો સંગ્રહ કરી શકે છે , જેમ કે: ‘શા માટે આપણે અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ?' : ‘અથવા તો શા માટે ગરોળી છત પરથી નીચે પડતી નથી?” આનું વિશલેષણશિક્ષકને વિષયવસ્તુ સાથે કાર્ય કરવા પ્રોત્સાહિત કરશે અને જુદી જુદી વયે વિદ્યાર્થીઓની તર્કશક્તિની સમીક્ષા કરશે. આ કેન્દ્રો તાલીમાથી શિક્ષકોને વ્યક્તિગત મુલાકાત અને તેઓ સાથે કાર્ય કરીને વિદ્યાર્થીઓના વિચારો જાણવામાં મદદ કરે છે. તાલીમાથીઓ વિવિધ પરિસ્થિતિઓમાંથી આવતા વિદ્યાર્થીઓના માહિતી-પત્રક તૈયાર કરી શકે જે તેઓના અનોખા

સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પર્યાવરણના સમીક્ષાત્મક અભ્યાસ કરવામાં ઉપયોગી નીવડે.

અધ્યાપન-અધ્યયન કેન્દ્ર વર્કશોપના આયોજન માટે પ્લેટફોર્મ પૂરૂ પાડે છે જેની મદદથી વાર્તા-કથન, કળા-કારીગરી, સંગીત અને નાટક જેવી વ્યાવસાયિક કૌશલ્યોની શૃંખલાનો વિકાસ કરી શકાય છે. પ્રશિક્ષક વાર્તાઓને અભિવ્યક્તિ નિખારવા , કલ્પના અને ભાષાના સર્જનાત્મક ઉપયોગના માધ્યમ તરીકે ઉપયોગ કરતા શીખશે ; બુલેટીન બોર્ડ તૈયાર કરવું વાર્તા-કવિતાનો સંગ્રહ તૈયાર કરવો અને વર્ગખંડમાં વાંચન શિબિર ગોઠવવી. તેઓ વર્ગખંડના સંચાલન માટે નાટક અને કળા-કારીગરીને અભ્યાસના સાધનો અને વ્યહરચના તરીકે શીખે છે. નાના સંશોધન પ્રોજેક્ટ દ્વારા પ્રશિક્ષક અને ઇન્ટર્ન શિક્ષક અવલોકન, દસ્તાવેજીકરણ, વિશલેષણ અને અર્થઘટનના કૌશલ્યો શીખશે.

 

એક અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, એવી પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે શિક્ષકના મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિગત વિકાસ સાથે સીધી રીતે સંકળાયેલી હોય. તાલીમાથીઓને તેઓના પોતાના અનુભવો, શિક્ષક બનવાની મહત્વાકાંક્ષાઓ, તેઓના જાતિ અને સમાજમાં સ્થાન: વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સંઘર્ષ પરના વિચારો સાથે કાર્ય કરવા પ્રોત્સાહિત કરાય છે. મુદ્દા આધારિત વર્કશોપ દ્વારા તેઓ બાળકો અને પુખ્ત વ્યક્તિ વચ્ચેના આંતરક્રિયામાં અંતર , સ્પર્ધા અને સહકાર તરફ તેઓના વલણ , વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સ્પર્ધાની અસરોનું અવલોકન અને વિશલેષણ કરે છે. પોતાના વ્યક્તિત્વના પરિમાણો અંગેનું સંશોધન કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે નાટક , કળા, સંગીત અને ક્રાફ્ટ દ્વારા થઇ શકે છે જે નિષ્પક્ષ અને નિર્ભય અભ્યાસકીય વાતાવરણ પૂરૂ પાડે છે. કેટલીક સ્વ-કેન્દ્રિ શીખવાની પદ્ધતિઓમાં ગહન ચિંતનાત્મક સવાલોના જવાબો શોધવાની પ્રવૃત્તિનો સમાવેશ થશેઃવર્ગખંડમાં અવલોકન પર ચિંતન અને ત્યારબાદની સમૂહચર્ચા; વધુ અભ્યાસ માટેના મુદ્દાઓની ચર્ચા : સમાજમાં સ્થાન : વૈચારિક-પ્રવૃત્તિની નોંધ વાળી ડાયરી/જર્નલ.

એક શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થામાં અધ્યાપન-અધ્યયન કેન્દ્ર, તાલીમી અને સેવારત શિક્ષક માટે કેટલીક સામાન્ય જોગવાઈઓ કરશે જે બન્ને માટે ઉપયોગી હોય. શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓ જે આ બન્ને પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવા માંગતી હોય તેઓએ પસંદ કરાયેલી શાળાઓ પર સઘન રીતે ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુ સાથે સંકલન સાધવું જોઈએ. દા.ત. ઈન્ટર્નશીપ ચાલતી હોય તે શાળાના સેવારત શિક્ષકો સેવારત શિક્ષકોની તાલીમમાં ભાગ લઇ શકે જેમાં તેઓને કોઈપણ ક્ષણે નિર્મિત થતા વર્ગખંડના સંજોગો અને વર્ગખંડની વિવિધતા સાથે અભિમુખ થવા માટેની તાલીમ મળી રહે. ડાયેટ/આઈ.એ.એસ.ઈ./શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલીમી શિક્ષકોની તાલીમ માટે પસંદ કરાયેલ શાળાઓ સેવારત શિક્ષકોની તાલીમ માટે પણ પસંદ કરી શકાય છે. આ શાળાના તમામ

શિક્ષકો આ સઘન તાલીમમાં જોડાઈ શકે જે વ્યક્તિગત વિકાસ અને નિરીક્ષણ માટે ફરી તૈયાર કરવામાં આવી છે. દા:તઃ એક ડાયેટ અધ્યાપન-અધ્યયન કેન્દ્ર જરૂરી માળખાગત સુવિધાઓ પૂરી પાડી શકે છે જેથી કરીને : (૧) કાર્યરત શિક્ષકોની ૨૦ દિવસની તાલીમનું આયોજન થઇ શકે અને વ્યવહારૂ તાલીમ પૂરી પાડી શકાય જે વર્ગખંડની અને શિક્ષકોની જરૂરિયાતો સંતોષી શકે , અને (૨) ઇન્ટર્ન શિક્ષકો દ્વારા શાળામાં જ સ્થપાયેલ ‘અધ્યયન કેન્દ્ર’ દ્વારા દરેક નિયમિત શિક્ષકને વ્યક્તિગત રીતે સહાય મળી રહે તે માટે શાળા આધારિત સ્ત્રોત પૂરા પાડી શકાય છે. વર્ગખંડના સંદર્ભમાં દરેક શિક્ષકને વ્યક્તિગત રીતે મળતી સઘન મદદ અને સમયગાળો આશરે ત્રણ વર્ષનો કરવાનો મુદ્દો પરિવર્તનની પ્રક્રિયાને શકય બનાવશે અને શિક્ષણ પર તેની ઊડી અસર કરશે. યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ, આઈ.એ.એસ.ઈ. કે કોઈ એન. જી. ઓ. સાથે ઔપચારિક ભાગીદારી ડાયેટઅધ્યાપન-અધ્યયન કેન્દ્રના પ્રયાસોમાં મદદરૂપ થઇ શકે છે , ખાસ કરીને સેવારત શિક્ષકો માટે તાલીમને ફરી તૈયાર કરવા માટે અને શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓ અને શાળાઓ વચ્ચે સેતુ સ્થાપવા માટે

વિકસતા શિક્ષકનું મૂલ્યાંકન:વર્તમાન સમયમાં , શિક્ષક માટે અધ્યયનની પ્રેક્ટિસની મુખ્ય નબળાઈ પ્રશિક્ષકના મૂલ્યાંકનની બાબતમાં છે જે સ્વભાવે વધુ પડતી પ્રમાણલક્ષી છે , ગુણવત્તાલક્ષી નથી. તે વાર્ષિક/સત્રાંત કસોટીઓ દ્વારા સ્મરણશક્તિનું માપ પૂરતું સીમિત છે : કૌશલ્યોનું મૂલ્યાંકન ચોક્કસ સંખ્યાના પાઠ પૂરતું મર્યાદિત હોય છે : શિક્ષક-પ્રશિક્ષણનું ગુણાત્મક પાસુ , અન્ય વ્યાવસાયિક ક્ષમતાઓ, અભિગમ અને મૂલ્યો વર્તમાન મૂલ્યાંકન પદ્ધતિના પરિઘની બહાર છે; વધુમાં, મૂલ્યાંકનની પ્રક્રિયા સતત નથી , જે સતત હોવી જોઈએ : શિક્ષક-પ્રશિક્ષણની પ્રક્રિયામાં અભ્યાસક્રમના વિદ્યાશાખાકીય રીતે વૈવિધ્યપૂર્ણ મુદ્દાઓ સમગ્ર તાલીમગાળા દરમ્યાન કેન્દ્રિત રહે છે અને નિયત ક્રમાનુસાર હોય છે. આનું યોગ્ય તબક્કે મૂલ્યાંકન થવું જોઈએ અને તાલીમાથીને તે અંગે જાણ થવી જોઈએ.

સર્વાગી મૂલ્યાંકનના લક્ષણો

  • શિક્ષક-પ્રશિક્ષણમાં વિકસતા શિક્ષક વ્યક્તિગત સમજનું મૂલ્યાંકન કરવા માટે હેતુલક્ષી બનવું જરૂરી છે. આમાં સર્વાગીકતા પણ જરૂરી છે જેથી ખ્યાલ-લક્ષી

અને અધ્યાપન-લક્ષી પરિમાણોની સમગ્ર શ્રેણી આવરી શકાય , અને સાથે સાથે તેમાં શિક્ષકના અભિગમ, સ્વભાવ અને ક્ષમતાઓ પણ સામેલ હોય તથા વિકાસના પ્રમાણલક્ષી અને ગુણવત્તાલક્ષી પરિમાણો સમાવિષ્ટ હોય. આમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: તેઓના સંદર્ભમાં જ વિદ્યાર્થીઓ સાથે કાર્ય: શાળા અભ્યાસક્રમ અને પાઠય-પુસ્તકો ; શીખવાની પ્રક્રિયા અને જ્ઞાન; મનોવૈજ્ઞાનિક અને વ્યાવસાયિક વિકાસ ; સંસ્થાગત વ્યવસ્થા, નીતિલક્ષી દ્રષ્ટિબિંદુ, અધ્યાપન અને અભ્યાસક્રમ.

  • મૂલ્યાંકનમાં આટલી બાબતોનો સમાવેશ થવો જોઈએ: બાળક અને કિશોર વિકાસની પ્રક્રિયાની સમજ ; શિક્ષકનો સામાજિક સંદર્ભ : બાળકની વૈચારિક પ્રક્રિયાનો પ્રકાર-ગણિત , ભાષા, કુદરતી અને સામાજિક ઘટનાઓ : તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રી માળખું : શાળા એક એવી પદ્ધતિ તરીકે જેમાં પ્રશિક્ષક પોતાની વર્તણૂક, સમૂહ શિક્ષણમાં સંચાલન અને સમૂહ-કાર્યની આવડત સંદર્ભે સતત બદલાવ અનુભવે.

મૂલ્યાંકનની શરતો

મૂલ્યાંકનના દરેક ક્ષેત્ર માટેના ખાસ ગુણવત્તાના દર્શકો નિયત થવા જોઈએ અને શરૂઆતના તબક્કે આપવામાં આવેલ ગુણ છેલ્લે ગ્રેડમાં પરિવર્તિત થવા જોઈએ. મૂલ્યાંકન માટેના ધારાધોરણ અને પાયારૂપ વસ્તુમાં આટલી બાબતોનો સમાવેશ થવો જોઈએ:

કલાકો, ઉપયોગમાં લેવાતી પદ્ધતિ , વિસ્તુત નોંધ , કોઠા ભરવા, માહિતીનું આકલન કરવું, અહેવાલ, વિશલેષણ અને અર્થ.

અવલોકનની ટેકોર્ડ ફીલ્ડ-નોંધ, ગુણવત્તાને લગતી માહિતીનું સરલીકરણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનું વર્ગીકરણ.

તૈયારી, પ્રવૃત્તિઓની પસંદગી, સામગ્રી. વર્ગખંડમાં થતી ઘટનાઓ, બાળકો સાથેનો વ્યવહાર,

વિદ્યાર્થીઓની શીખવાની પ્રવૃત્તિ વિશે ચિંતન , અભિવ્યક્તિ, સર્જનાત્મકતા, શિસ્ત, વિવિધ માહોલની અસરોઃ

(ટીજન: વિષય(થીમ)ની પસંદગી, પ્રવૃત્તિઓ, સામગ્રી. સમય, સામગ્રીનું આયોજન, પ્રત્યાયન કૌશલ , વિદ્યાર્થીઓનો રસ જાળવી રાખવાની આવડત , આંતરવ્યવહાર, સમય-સંચાલન.

પૃથકરણ, ચિંતન:(ફોક્ષકની મનોવૈજ્ઞાનિક અને વ્યાવસાયિક વિકાસ: કોર્ષ વ્યક્તિત્વ વિકાસ પરના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્યવ્યક્તિત્વના વિકાસઅને સહભાગીઓની પ્રશ્ન કરવાની ક્ષમતોતાના ધારણાઓ વિચારો મંતવ્યો પ્રત્યે વિવેચનાત્મક બનવાની ક્ષમતા અને આત્મ-નિરીક્ષણની ક્ષમતાનો વિકાસના ધારાધોરણથી મૂલવી શકાય છે: પોતાની મર્યાદાઓ ક્ષમતાઓ સમજવીવિચારો કાર્ય લાગણી અને બૌધ્ધીકતાનું સંયોજન કરવાની ક્ષમતા આત્મ-વિશ્વાસ વધારવો અને અતિ-વિશ્વાસ સામે શંકાથી જોવું નિખાલસતા બીજાને ધ્યાન અને ધીરજથી સંભાળવાની ક્ષમતસામાજિક સંવેદના નવીન શરૂઆત કરવાની ક્ષમતાહકારાત્મક અભિગમનો વિકાસ અને નકારાત્મક અભિગમ વિશે ચિંતન. વ્યક્તિગત વિકાસ માટેના આ જ ધોરણો વિદ્યાર્થીઓના સ્વ-મૂલ્યાંકનાણાટે ઇ શકે.

કૌશલ્યોની શૃંખલાની આકારણી : વર્કશોપમાં સહભાગીતાનું સ્વરૂપ અને નિયમિતતા: પ્રસ્તુત વિષયો અને વાર્તાઓનો ઉપયોગ કરીને બુલેટીન બોર્ડ બનાવવાની આર્તાિ-પોથીઓ જેમાં વૈવિધ્યપૂર્ણ સંદર્ભવાળી વાર્તાઓ અને સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતાવાળી અને સંવેદનાસભર વાર્તાઓો સંગ્રહ હોય. સંદર્ભસૂચી અને ઋણ-સ્વીકાર યોગ્ય રીતે અપાયેલા હોય વર્ગખંડમાં અને બહાર જયારે વાર્તાઓનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સરળતાથી શોધી શકાય તે માટે વ્યવસ્થિત વર્ગીકરણ અને ગોઠવણ-વ્યવસ્થા: બાળ-સાહિત્ય અને તેની પસંદગીના ધારાધોરણ વિશે ગંભીર વિચારણાબાળકોને વાર્તા કહેવાની આવડત. વધુમાંપ્રયોગશાળા અને દ્રશ્ય-શ્રાવ્ય સાધનોના ઉપયોગની આવડતઆધ્યાપન-અધ્યયનની સામગ્રીક્ષેત્રીય મુલાકાત , સેમિનાર સમૂહ ચર્ચા અને પ્રદર્શનનું આયોજન.

અભ્યાસક્રમના અભ્યાસની સાથે પ્રાયોગિક કોર્ષ સૈદ્ધાંતિક અભ્યાસને પૂરક હોર્થખંડ અધ્યાપન પ્રેક્ટિસનું અવલોકન નવીનીકરણના કેન્દ્રોની મુલાકાતઅભ્યાસક્રમને લગતી સામગ્રીદસ્તાવેજ અને પાઠયપુસ્તક પૃથકકરણ : અવલોકન નોંધ વ્યક્તિગત અને જૂથ અહેવાલ ચિંતન સામગ્રી તૈયાર કરવી વગેરે.

ઉપરોક્ત માપદંડોનું મૂલ્યાંકન કરવા માટે ગુણવત્તાલક્ષી અને પ્રમાણલક્ષી રીતે અધ્યયનનુંમૂલ્યાંકન કરી શકે એવા સાધનો જરૂરી છે. આમાં મુખ્યત્વે સામેલ હોય છે: અવલોકનનું સમયપત્રક અને નોંધ/જાળવણી, તપાસ-સૂચીવિદ્યાર્થીઓના કાર્યનું મૂલ્યાંકન(પ્રોજેક્ટ , અન્ય કૃતિઓ વગેરે) ખાસ-કિસ્સાનો અભ્યાસવર્કશોપ સેમિનાર ચર્ચા, ઇન્ટરવ્યું નિરંતર સવાલ-સૂચીમાં સહભાગિતામૌખિક અને લેખિત કસોટીરસેયુક્ત રેકોર્ડ સ્વ-મૂલ્યાંકન માટે કોષ્ટક.

પ્રશિક્ષકનું મૂલ્યાંકન, શિક્ષક-પ્રશિક્ષણના સમગ્ર કોર્ષ દરમ્યાન થવું જોઈએ જેમાં ઉપરોક્ત તમામ માપદંડોનો સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થીનું પરિણામ ગ્રેડમાં અપાવું જોઈએ .

સેવારત શિક્ષકનો સતત વ્યાવસાયિક વિકાસ અને શૈક્ષણિક સહાય

પરિચય: સમગ્ર અભ્યાસક્રમમાં કે ખાસ વિષયમાં અમૂક મુદ્દાઓ કે નવી સામાજિક સમસ્યાઓ દાખલ કરવાની બાબતમાં જે નિર્ણયો લેવાય છે તેનો આધાર સેવારત શિક્ષકોના જ્ઞાન અને અધ્યાપનમાં આવેલ અપગ્રેડેશન અને નવીનીકરણ છે. આ વિચારે સેવારત શિક્ષકના પ્રશિક્ષણ અને તેઓની વ્યાવસાયિક તાલીમ માટેની પ્રવૃત્તિઓ ઘડવા માટેના વ્યાપક હેતુઓ પૂરા પાડયા છે.

માળખુ અને સંસ્થાઓ રચના ઊભી કરીને અને આ પ્રવૃત્તિઓ માટે નાણાની જોગવાઈ કરીને તંત્રએ પ્રતિભાવ આપ્યો છે. કોઠારી કમિશનની ભલામણોના પગલે પગલે કેટલાંક રાજ્યોમાં શાળા-જૂથની રચના કરવામાં આવી છે. જેથી પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વચ્ચે સેતુ સ્થાપી શકાય. તેઓએ શિક્ષકો વચ્ચે આંતર ક્રિયા અને વ્યાવસાયિક બાબતોના આદાનપ્રદાન માટે એક માળખુ અને એક ફોરમ પૂરું પાડયું છે. એન.પી.ઈ. ૧૯૮૬ સૂચવે છે કે શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટે પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન શિક્ષકોની તાલીમને એકબીજાથી અલગ રીતે જોઈ શકાય નહિ. સેવાકાર્ય ચાલુ હોય તેવા શિક્ષકોની તાલીમ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગીની યુનીવર્સિટીના વિભાગોમાં અને અમૂક સંસ્થાઓમાં ઇન્સ્ટિટયુટ્સ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશનની સ્થાપના અને દરેક જિલ્લામાં ડાયેટની સ્થાપના માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. આ સંસ્થાઓ રાજ્યોમાં એસ.સી.ઈ.આર.ટી. સાથે મળીને સેવાકાર્ય ચાલુ હોયતેવા શિક્ષકો માટે કોર્ષ ચલાવવા સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત ડાયેટને નવીનીકરણ અને ક્ષેત્રીય-પ્રવૃત્તિઓના વિકાસ દ્વારા પ્રાથમિક શિક્ષણના વૈશ્વિકરણ માટે કાર્ય કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ડીસ્ટ્રીફટએજ્યુકેશન પ્રોગ્રામ(૧૯૯૫-૨૦૦૩) દ્વારામગ્ર દેશમાં બ્લોક અને જૂથ રિસોર્સ સેન્ટરો સ્થાપવામાં આવ્યા છે અને તેનો હેતુ એ છે કે પ્રાથમિક શિક્ષકને વિદ્યાર્થી-કેન્દ્રિત અધ્યાપન અને શિક્ષકને શાળામાંથી જ વિવિધ સંદર્ભમાં મદદ મળી રહે. એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે વિષય દીઠ નિરીક્ષક અને શાળા નિરીક્ષકને બદલે શૈક્ષણિક સ્ત્રોતના

સ્વરૂપમાં રિસોર્સ પર્સન (નિષ્ણાંત)ના વિચારને અમલમાં લાવવો. સર્વ-શિક્ષા અભિયાન (૨૦૦૧) દ્વારા સેવારત શિક્ષક માટે દર વર્ષે ર0 દિવસની તાલીમની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

શિક્ષકો માટે અન્ય પ્રકારની વ્યાવસાયિક પ્રવૃત્તિઓનો પણ વિકાસ થયો છે. તમામ શિક્ષકો એવા મંડળના સભ્યો હોય છે જે સમયાંતરે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરતા હોય અને વ્યાવસાયિક વિકાસ માટેના મુદ્દાઓની ચર્ચા કરવા મીલન-મુલાકાતો ગોઠવતા હોય. પાઠયપુસ્તકોના નિર્માણમાં અને તાલીમ માર્ગદર્શિકાઓની રચનામાં કેટલાંક વર્ષોથી શિક્ષકોની ભાગીદારી વધી છે. શિક્ષકને ખુદ બ્લોક એન્ડ રિસોર્સ સેન્ટરમાં કામ કરવાની તક છે તેમ જ તે તાલીમ કોર્ષમાં રિસોર્સ પર્સન તરીકે પણ કામ કરી શકે છે. તેઓ શિક્ષણની નીતિ નિર્ધારણ કરતી સમિતિઓના સભ્યો પણ છે. કેટલીક બિનસરકારી સંસ્થાઓએ પણ દેશમાં શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટેની તાલીમની રચના અને તેનો અમલ કરવા કાર્ય કર્યું છે અને વર્ગખંડની પ્રેક્ટિસને અસર કરતી બાબતોમાં સહકાર આપ્યો છે. આ રીતે શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટે અનેક રસ્તાઓ અને તકો રહેલી છે. આ કાર્યક્રમો વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાના અને તેઓને ઉપયોગી શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાનાદ્રિષ્ટિબિંદુથી શિક્ષકને પોતાની વર્ગખંડની પ્રેક્ટિસ બદલાવવામાં અને નવી શૈલી વિકસાવવા વતા-ઓછા અંશે સફળ રહ્યા જેદ્યારે મોટી અપેક્ષાઓના માપદંડથી સફળતાની નાની નાની બાબતો માપવામાં આવે ત્યારે તેઓ ‘નિષ્ફળ’ હોય તેવું લાગે છે. તાલીમની અસરકારકતા, શાળાને અધ્યાપન-અધ્યયનની બાબતમાં સહાય કે સફળતા અને નિષ્ફળતા કયાં આધારે માપવી તે બાબતમાં બહુ ઓછું સંશોધન થયું છે. તાલીમ કાર્યક્રમ અને સહાયક પ્રવૃત્તિઓની અસરકારકતાના પુરાવખાસ કરીને સરકારી પ્રણાલીમાંહજુ પણ બિનભરોસાપાત્ર અને વ્યક્તિઆધારિત છે અને ઊલટાનું એના પર આધારિત રહે છે કે કોણ પ્રશ્નો પૂછે છે અને કોણ અવલોકન કરનારૂ છે. શિક્ષકની વ્યાવસાયિક જરૂરિયાતો પ્રત્યેનો સમગ્ર અભિગમ હજુ નિર્ધારિત કરવાનો છે. આયોજિત કરવાનો છે અને તેનો અમલ પણ કરવાનો બાકી છે અને તેના પર દેખરેખની કાયમી વ્યવસ્થા પણ કાયમ કરવાની બાકી એહીં એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે શિક્ષક એક વ્યવસાયી છે અને તેના કાર્યમાં બિનજરૂરી દરમ્યાનગીરી ન કરવી જોઈએ.

શિક્ષકો માટે વ્યાવસાયિક વિકાસ માટેના કાર્યક્રમના સાતત્યના હેતુઓ:શિક્ષકો માટે વ્યાવસાયિક વિકાસ માટેના કાર્યક્રમના સાતત્યના વ્યાપક હેતુઓ આ મુજબ છે:

દરેક પોતાની પ્રેકટીસ વિકસાવેના પર ચિંતન કરે અને તેના પર સંશોધન કરે. પોતાની વિદ્યાશાખામાં કે શાળા અભ્યાસક્રમના બીજા ક્ષેત્રોમાં શિક્ષક ઊડું જ્ઞાન પ્રાપ્ત કરે અને તે ક્ષેત્રનાઅદ્યતન જ્ઞાનથી પોતાને સજજ રાખે. વિદ્યાર્થીઓ અને તેઓના શિક્ષણ પર ચિંતન કરે અને સંશોધન કરે. શૈક્ષણિક અને સામાજિક મુદ્દાઓની સમજ કેળવે અને તે બાબતોધતન જ્ઞાનથી પોતાને સજજ રાખે. શિક્ષણ/અધ્યાપન સાથે વ્યાવસાયિક રીતે સંકળાયેલ અન્ય ભૂમિકાઓ માટે શિક્ષકને તૈયાર કરવ૪મ કે શિક્ષકોની તાલીમાભ્યાસક્રમ નિર્માણ અને સલાહ-માર્ગદર્શન. બૌદ્ધિક વિચારોની સ્થળ મર્યાદા તટે અને શિક્ષક પોતાના અનુભવો અને જ્ઞાનનું અન્ય સાથે આદાનપ્રદાન કરેઆ વાત શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ જે એક જ ક્ષેત્રમાં કામ કરતા હોય અને અન્ય બુદ્ધિજીવીઓજે નજીક કે દૂરના વિસ્તારમાં રહેતાહોય તેઓ માટે આ અગત્યની બાબત છે.

શિક્ષણ અને અભ્યાસક્રમનું આયોજન કરનારા અભ્યાસક્રમમાં સુધારાઓ લાવવાના હેતુથી શિક્ષકોને વ્યાવસાયિક વિકાસ માટે તકો પૂરી પાડવા પ્રયત્ન કરેથી કરીનેઃ

  • શિક્ષકોને પ્રાથમિકતાવાળા ધ્યેયો જેમ કેાર્વત્રિકરણ અને સમાવેશીતા માટે કામ કરવા સમર્થ બનાવી શકાય.
  • સામાજિક વલણોને પ્રભાવિત કરી શકાય અને બંધારણના મૂલ્યો પ્રત્યે સમર્પણ પેદા કરી શકાય અને વર્ગખંડમાં ભેદભાવ નાબૂદ કરી શકાય.
  • વર્તમાન પ્રથાને વધારે વિદ્યાર્થી-કેન્દ્રિત પદ્ધતિમાં બદલાવી શકાય જે ગોખણપટ્ટીને બદલે ખ્યાલોની સમજ વિકસાવનારી પદ્ધતિ માટે વધુ અનુકૂળ હોય.
  • ચોક્કસ હેતુઓ હોય તેવા અભ્યાસક્રમના મુદ્દાઓ મેળવવા માટે અને તેનો અમલ કરવા માટે તે શિક્ષકને સમર્થ બનાવે છે , જેમ કે ટેકનોલોજીનો ઉપયોગ કે એઈડઝ કે કિશોરાવસ્થાનું શિક્ષણ જેવા મુદ્દાઓ.
  • શિક્ષકને નિષ્ણાંત માર્ગદર્શક કે ખ્ય શિક્ષકની ભૂમિકા માટે તૈયાર કરવા વગેરે.

સેવા-પૂર્વ તાલીમના કાર્યક્રમોની ગુણવત્તા નબળી છેને જ્યાં ચિંતનાત્મક પ્રેક્ટિસ માટે પૂરતી સમજ આપવામાં નિષ્ફળતા મળી છે અને જ્યાં રાજ્ય સરકારોએ નિયમિત શાળાઓમાં અને અનૌપચારિક કેન્દ્રોમાં તાલીમ પામ્યા વગરના સહાયક શિક્ષકોની ભરતી કરવાછેર્સજોગોમાં એ જરૂરી બની ગયું છે વ્યાવસાયિક તાલીમ અને સહાય દ્વારા શિક્ષકોની જરૂરિયાતો પરત્વે ધ્યાન

સેવારત ચાલુ હોય તેવા શિક્ષકોની તાલીમના કાર્યક્રમની રચના:સેવારત શિક્ષકોની તાલીમ કાર્યક્રમની રચનાનો આધાર દરેક કાર્યક્રમના અંગત હેતુઓ/ધ્યયો પર રહેલો છે. કારણ કે સંદર્ભ અને સંજોગોમાં વિપુલ વૈવિધ્યતા છે. જો કે વિષય અને અધ્યાપન શૈલીના સંદર્ભમાં કેટલાંક સામાન્ય સિદ્ધાંતોને અલગ અલગ કાર્યક્રમોની રચના વખતે અને તેના અમલ વખતે ધ્યાનમાં રાખવા જોઈએ.

  • તાલીમ કાર્યક્રમ એ સિદ્ધાંત પર આધારિત હોવા જોઈએ કે જે શિક્ષકોને પોતાના અનુભવોનું એકબીજા સાથે આદાનપ્રદાન કરવાની તકોળે જેથી કરીને વ્યક્તિગત અનુભવો અને વિચારોનો એક મજબૂત વ્યાવસાયિક પાયો રચાય. શિક્ષકને પોતાના વિચારો માટે પ્રોત્સાહન અને પોતાના વિચારો અન્ય જાણે તે માટેની તક સૌથી અગત્યની બાબત છે.
  • તાલીમ કાર્યક્રમ, હેતુઓની સ્પષ્ટ સમજ સાથે આયોજિત થવા જોઈએ અને એ પણ સ્પષ્ટ હોવું જોઈએ કે કઈ રીતે આ હેતુઓની પ્રાપ્તિ થશે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે કાર્યક્રમ તેના સાચા માર્ગ પર ચાલે અને પરંપરાગત રીતે ન ચાલીને જીવંત બનશે. સાથે સાથે પણ જરૂરી બને છે કે શિક્ષકોના કોઈ એક ખાસ જૂથને ધ્યાનમાં રાખીને તાલીમદાતાઓનો દરેક જૂથને કાર્યક્રમની રચનામાં સીધી રીતે ભાગીદાર બને. અથવા જે તે કાર્યક્રમને શિક્ષકોને અનુકૂળ બનાવે. કાર્યક્રમમાં તાલીમ મેળવ્યા પછી શિક્ષકને મદદ મળી રહે તે માટેની જોગવાઈનો પણ સમાવેશ હોવો જોઈએ અને તે જ રીતે માર્ગદર્શકો માટે પણ જરૂરી મદદ મળી રહે તેવી જોગવાઈ હોવી જોઈએ.
  • તમામ કાર્યક્રમોને શિક્ષકોના સબંધિત જૂથ દ્વારા એના હેતુઓના સંદર્ભમાં સ્વીકૃતિ મળવી જોઈએ અને તેઓ ખરેખર આવા કાર્યક્રમની જરૂરિયાત મહેસુસ કરે છે કે નહિ અને શા માટે તેઓએ આ તાલીમમાં ભાગ લેવો જોઈએ તે સ્પષ્ટ થઇ જવું જોઈએ. શિક્ષકને ખરેખર કેવી તાલીમની જરૂરિયાત છે તે બાબત તેઓ પોતાના જ મૂલ્યાંકન દ્વારા જાણી શકયા હોય તો તેઓને જે તે કાર્યક્રમમાં ભાગ લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. આ બાબત એક પાયાની બાબત છે. એક જ તાલીમ બધાનેઅનુકૂળ હોય એવું જરૂરી નથી.
  • કોઈપણ ભોગે આંતક્રિયાના મુદ્દે સમાધાન કરવું નહિ. તાલીમાથીની વિશાળ સંખ્યા અને માનવ સંસાધનને બદલે ઈલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ રક્રિયાને અવરોધે છે.
  • કાર્યક્રમનો વિષય એવો હોવો જોઈએ કે શિક્ષકો તેને પોતાના અનુભવો સાથે જોડી શકે અને આ અનુભવો પર વિચાર કરવાની તેઓને તક મળી રહે.
  • પરિવર્તન માટે પ્રોત્સાહનનો અભિગમ એકલા વ્યક્તિગત વિકાસ પર વધુ પડતો ભાર મુકવાને બદલે શિક્ષકની રોજબરોજની પ્રેક્ટિસ પર અસર કરતા માળખાગત મુદ્દાઓને જાણવા જોઈએ અને તેના પ્રત્યે પ્રતિભાવ અપાવો જોઈએ.
  • આ જ રીતે માળખાગત જોગવાઈ મુજબ અને દેખરેખ રાખનારા લોકો પણ એવી રીતે તાલીમ પામેલા હોવા જોઈએ કે તેઓ શિક્ષકને સ્વતંત્ર રીતે આયોજન કરવાની અને પ્રેક્ટિસ કરવાની તક આપે અને તેમાં મદદરૂપ બને. જે કાર્યક્રમો નવી અધ્યાપન પ્રેક્ટિસ વિકસાવવા માંગતા હોય કે મૂળભૂત પ્રથામાં બદલાવ માંગતા હોય તેઓ વ્યાપક રીતર ક્રિયાત્મકબનવા માટે ભવિષ્યમાં એ જ જૂથ સાથે આયોજિત થવા જોઈએ.
  • શિક્ષકોએ પુખ્ત વયના વ્યક્તિ તરીકે અને એક વ્યવસાયી તરીકે પોતાની સમાજમાં એક ઓળખ ઊભી કરી લીધી હોય છે અને તેઓ પાસે અધ્યાપનનો અનુભવ હોય છે વિદ્યાર્થીઓ વિશે ચોક્કસ માન્યતાઓ હોય છે શિક્ષક તરીકે પોતાના વિશે પણ તેઓની અમૂક ધારણાઓ હોય છે અને અધ્યાપન-અધ્યયનની પ્રવૃત્તિ વિશે પણ તેઓના મનમાં ચોક્કસ ખ્યાલો હોય છે. કોઈવાર તશિક્ષકોની તાલીમનો કાર્યક્રમ જે નવા વિચારો પ્રદાન કરવાના હેતુસર હોય કે અસ્તિત્વમાં રહેલ અનેક ખ્યાdોરણો સમક્ષ પડકારો પેદા કરે હોય કે પછી માત્ર વિષયને લગતું જ્ઞાન આતો હોય, બન્ને સંજોગોમાં એ જરૂરી છે કે તે શિક્ષકના વ્યક્તિત્વને અને તેના જ્ઞાનસેન્સેમાન આપવામાં આવે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે.
  • શિક્ષકોની વ્યાવસાયિક ક્ષમતાના વિકાસ માટેના કોઈપણ પ્રયત્ન કે પગલાં તેઓને વ્યાવસાયિક તરીકે સન્માન આપતાં હોવા જોઈએ. આમાં તાલીમ કાર્યક્રમમાં આવરી લેવાતા વિષય અને અભિગમનો પણ સમાવેશ થાય છે, અને કઈ રીતે તાલીમની જાહેરાત કરવામાં આવે છે, અને કઈ રીતે તેનો અમલ થાય છે, તેનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમો શિક્ષકના એક વ્યવસાયી તરીકેના વ્યક્તિત્વને નિખારે તેવા હોવા જોઈએ અને કેટલાંક કિસ્સાઓમાં તેઓના રસની વિદ્યાશાખાઓ સાથે જોડાયેલા હોવા જોઈએ. જે કાર્યક્રમ શિક્ષકના વ્યક્તિત્વ સાથે અને તેની સ્વતંત્રતા સાથે સમાધાન કરે છે તે લાંબો સમય ચાલી શકતા નથીને તે કોઈ મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડતા નથી અને તેમાં પ્રેક્ટિસમાંથી શીખેલી બાબતોને આત્મસાત કરી શકાતી નથી.
  • પુખ્તવયના વ્યક્તિ તરીકે અને એક વ્યાવસાયિક તરીકે શિક્ષકો પોતાના અનુભવોનું બારીક નિરીક્ષણ કરતા હોય છે. તેઓ સબંધિત તાલીમની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે અને તે તાલીમ કેટલી હદે તેઓની જરૂરિયાતો સાથે સંબંધિત છે તેની વિચારણા કરે તેટલું તેઓ તાલીમમાંથી વધુ શીખે છે.
  • શિક્ષકની પ્રેક્ટિસનો વિકાસતરત જ શીખવાડી શકાય તેવી પ્રવૃત્તિઓ અને યુક્તિઓ દ્વારા શકય હોતો નથી. શિક્ષણના હેતુઓ અને શીખવાની પ્રક્રિયા પરના સિદ્ધાંતોના વિકાસ વગર શિક્ષકની પ્રેક્ટિસનો વિકાસ પણ શકય નથી.
  • અતિશય એકધારીઆને ઉપરછલ્લી તાલીમ તિરસ્કાર અને થાક નોતરે છે.

 

શિક્ષકોના સતત વ્યાવસાયિક વિકાસ માટેના રસ્તાઓ: વ્યાવસાયિક વિકાસ માટેની ‘ઇન-સર્વિસ” તાલીમના મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખતાં એ જરૂરી બને છે કે આ પ્રકારના તાલીમ કાર્યક્રમના પ્રકારના વૈવિધ્યને અને અનુભવોને જાણવા, જેથી કરીને વ્યાવસાયિક વિકાસ જાળવી શકાય અને તેમાં વધારો પણ કરી શકાય. આવું ખાસ કરીને એ કિસ્સામાં જરૂરી છે કે જેમાં સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે ૨૦ દિવસની તાલીમ ફરિજયાત બનાવાય છે. જો આ તાલીમ શિક્ષકની પ્રવૃત્તિઓના વિકાસ માટે અને તેને સમર્થ બનાવવા માટે હોય તો એ જરૂરી છે કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને આંતરક્રિયાને જાણી લેવી જોઈએ આ હેતુઓ સિદ્ધ કરવા માટે ઉપયોગી છે.

ટૂંકા અને લાંબા ગાળાના કોર્ષ, જે શિક્ષકમાં અમૂક ખાસ કૌશલ્યો કે રસના ક્ષેત્રો વિકસાવવા માટે રચવામાં આવ્યા હોય તેનો વિકાસ કરી શકાય છે, અને શિક્ષકને એક વર્ષ દરમ્યાન આપી શકાય છે. દા: તઃ ડાયેટ ‘અવયવ કેમ શીખવવા"બાળકોમાં સહિષ્ણુતાની ભાવનાનો વિકાસ’ કે ‘એઈડઝ વિશેનું શિક્ષણ’ જેવા વિષયો પર કોર્ષની રચના કરી શકાય અને આવા કોર્ષ તાલીમ માટે આપી શકાય . આમાંના કેટલાંક ૪ થી પ દિવસના ટૂંકા ગાળાના અને અન્ય ૧ થી 3 સુધીના લાંબા ગાળાના પણ હોઈ શકેજે શિક્ષકની કોઈ એક ખાસ ક્ષેત્રમાં ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ થાય અને જેમાં તે જ્ઞાનનો પાયો કે વ્યાવસાયિક કૌશલ્ય મજબુત કરવા માંગતા હોય-જેમ કે વર્ગખંડમાં નાટક ભજવણી જૂથ પ્રવૃત્તિનું આયોજન અને સંચાલન વગેરે. જો આવા કોર્ષનું સમયપત્રક સમયસર આપવામાં આવે અને સાથે વિષય પણ જણાવવામાં આવે તો શિક્ષક પોતાની અનુકૂળતા મુજબ તેમાં જોડાઈ શકે. કેટલાંક કોર્ષ સતત આયોજિત થવા જોઈએ જયારે અન્ય અમૂક અંતરાલે આયોજિત થવા જોઈએ જેથી શિક્ષક આ ગાળા દરમ્યાન પ્રેક્ટિસ કરી શકે અને પોતાના અનુભવો સાથે તેમાં જોડાય શકે. આવા કોર્ષમાં સર્ટિફિકેટ પણ આપી શકાય. વિષયવસ્તુની ગહનતા અને નવી નવી અધ્યાપન શૈલીનો પરીચય શિક્ષકની કાર્યક્ષમતા વધારે છે.

ટીવી સહિત આઈ. સી. ટી. કેડિયો ટેલીફોન અને ઈન્ટરનેટ વગેરે માધ્યમ ઉપયોગી સ્ત્રોતો છે, અને વિચારોની આપ-લે સરળ બનાવે છે, અને માહિતીનો બહોળો પ્રસાર કરે છે. દૂરંતર માધ્યમો શિક્ષકને પોતાના ક્ષેત્રના અન્ય લોકો સાથે સંપર્કમાં રાખે છે, અને શિક્ષણ અને વિદ્યાશાખાકીય જ્ઞાનનું આદાનપ્રદાન સરળ બનાવે છે. શિક્ષકોનું અતડાપણું દૂર કરવામાં સમય લાગશે અને શૈક્ષણિક મદદ અને સહકારની પ્રણાલી પ્રસ્થાપિત થતા પણ સમય લાગશે

શિક્ષકોને કોઈપણ કોર્ષ કે અન્ય શાળાયુનિવર્સિટી કે એન. જી. ઓ. માં અભ્યાસ માટે એક વર્ષની રજા (ચાલુ કે કપાત પગારે) આપવાની જોગવાઈ હોવી જોઈએ. આવી રજાને અંતે એક અહેવાલ કે પ્રકાશન થવું જોઈએ જેનો વ્યાપક પ્રસાર પણ થવો જોઈએ. આ ગાળા દરમ્યાન શિક્ષકને સ્થળ પર માર્ગદર્શન આપવા માટે એક માર્ગદર્શક રાખી શકાય . નાના સંશોધન પ્રોજેક્ટ કે જેના દ્વારા એક શિક્ષક પોતાની અધ્યાપન પ્રેક્ટિસ વિશે ચિંતન કરી. શીજાને તેનાથી માહિતગાર કરી શકે, અને તેનો વિકાસ કરી શકે તેવા પ્રોજેક્ટને ઉત્તેજન મળવું જોઈએ. શિક્ષકે ક્રિયાત્મક સંશોધન જ કરવું જોઈએ એવો આગ્રહ રાખવો તે બાબત લાભકારી નીવડતો નથી. કારણ

કે ક્રિયાત્મક સંશોધનનીમૂબ ઓછી સમજ પ્રવર્ત છે અને તેના આદાનપ્રદાનની કોઈ વ્યવસ્થા નથી.

એક જ વ્યવસાય કે વિષય સાથે સંકળાયેલ કોન્ફરન્સ અને મીટિંગ પણ શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી છે અને આ માટે શિક્ષકને વર્ષ દરમ્યાન ૩ થી ૪ દિવસની રજા મળવી જોઈએ. આ માટે થતા પ્રવાસ ખર્ચ માટે પણ શિક્ષકને સહાય મળવી જોઈએ.

ce(qa(el5 (2a5lal Alalalai Vis 24a 24 1490

પોતાની વ્યાવસાયિક પ્રેક્ટિસની સમીક્ષા અને ચર્ચા કરવા મીટીંગનું આયોજન કરવું; સ્ત્રોત ખંડ અને સામગ્રી, વાર્ષિક કેલેન્ડરના આયોજન માટે શિક્ષકોની શાળામાં અને શાળા-જૂથમાં વ્યાવસાયિક મીટીંગનું આયોજન કરવું અને અઠવાડીક અને માસિક ધોરણે અધ્યાપનનું આયોજન કરવા અને સહકર્મચારીઓમુખ્ય શિક્ષકઅને નિષ્ણાંત માર્ગદર્શક સાથે તેની ચર્ચા કરવા મીટીંગનું આયોજન કરવું એ શિક્ષકના વ્યવસાયનું અગત્યનું અંગ છે. શાળાના સમયપત્રકમાં શિક્ષક માટે વર્ગખંડને લગતા મુદ્દાઓ અને અધ્યયન આયોજનની ચર્ચા માટે સમય ફાળવણી હોવી જોઈશેથ સ્તરે સંદર્ભ સામગ્રીઈન્ટરનેટ સુવિધા અને નિષ્ણાંતોની સેવા ખૂબ મહત્વની બાબત છે.

શિક્ષકોની, તેઓના નેટવર્ક શાળા આધારિત નેટવર્ક બે શાળા વચ્ચે ભાગીદારી અને યુનિયન

નેટવર્કમાં સહભાગિતા હોવી જોઈએ. આ પ્રકારની સહભાગિતા શિક્ષકનો યોગ્ય સ્વરૂપમાં વિકાસ કરે છે.

શિક્ષકોને બ્લોક સ્તરે પોતાના વિષયના સમૂહ રચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ શિક્ષકને જે તે વિષય બ્લોક સ્તરે વિવિધ રીતે શીખવવા માટેની મદદ પૂરી પાડી શકાય જેમ કે સેમિનાર તાલીમમેળા અને બાળકોની ક્લબનું આયોજન . આને અધિકૃત દરજજો પણ આપી શકાય અને જે તે બ્લોકના રિસોર્સ સેન્ટરમાં આના માટે સુવિધા ઊભી કરી શકાય અને ડાયેટ સી.ટી.સી. અને આઈ.એ.એસ.ઈ. સાથે જોડાણ પણ પ્રસ્થાપિત કરી શકાય. આવા વિષય પ્રમાણેના જૂથ, સ્થાનિક કોલેજ અને યુનિવર્સિટી સાથે જોડાણ કરી શકે. જેથી જૂથો વચ્ચે આદાનપ્રદાન વધે અને તેઓના સંયુક્ત પ્રયાસ વધુ સારાં પરિણામો લાવે. ડસી.ટી.સી. અને આઈ.એ.એસ.ઈ. દ્વારા કેટલાંક યુનીવર્સિટીના અધ્યાપકોને ફેલોશીપ આપી શકાય જેથી તેઓ ૪ કે પ મહિના માટે શિક્ષકો અને બાળકો સાથેની પ્રવૃત્તિઓના નિર્માણમાંય વિતાવે.

દરેક જિલ્લાના થોડાક શિક્ષકને ફેલોશીપ આપી રાજ્ય કે દેશ બહારની શાળામાં 3 મહિનાથી માંડીને એક વર્ષના ગાળા સુધી ભણાવવા અને શીખવા માટે મોકલી શકાય. તે જ રીક્ષેવા મુલાકાતી શિક્ષક માટે શાળા યજમાનની ભૂમિકા પણ ભજવી શકે અને તેના રોકાણ દરમ્યાન તેના જ્ઞાનનો કઈ રીતે મહતમ લાભે લઇ શકાય તેનું આયોજન કરી શકે.

શિક્ષકોને ટૂંકા ગાળાની ફેલોશીપ અને નાણાકીય સહાય પણ પૂરી પાડી શકાય જેથી તેઓ ડાયેટ સી.ટી.સી. અને આઈ.એ.એસ.ઈ. કે યુનીવર્સિટીમાં જઈને શાળાના બાળકો અને જિલ્લાના શિક્ષકો માટે ખાસ પ્રકારની પ્રવૃત્તિઓનું જ્ઞાન મેળવી શકે. દા:તઃ “એક સારાં વાર્તા-કથનકાર કેમ બનવું વિષય પર શિક્ષકો માટે વર્કશોપનું આયોજન કરી શકાય , અથવા શાળામાં જઈને વર્કશોપનું સંચાલન કરી શકાય . લાંબા ગાળે શિક્ષક-પ્રશિક્ષણ સાથે સંકળાયેલ દરેક ડારિી.ટી.સી. અને આઈ.એ.એસ.ઈ. અને યુનીવર્સિટીના વિભાગોમાં કેટલાંક શૈક્ષણિક હોદ્દાઓને જિલ્લાના શિક્ષકો માટે આવી ફેલોશીપમાં તબદીલ કરી શકાય.

કાર્યરત શિક્ષકને પણ શિક્ષક-પ્રશિક્ષણી કોલેજમાં જઈને અભ્યાસ કરવા માટે ફેલોશીપ આપી શકાય કારણ કે ત્યાંના પ્રાધ્યાપકશેક્ષકના માર્ગદર્શક તરીકે કાર્યરતા જ હોય છે.

સતત વ્યાવસાયિક વિકાસના કાર્યક્રમનું આયોજન :જિલ્લા પંચાયત શિક્ષણ કાર્યક્રમ અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા એવા સ્થળો નિયત કરવામાં આવ્યા છે જ્યાં બ્લોક અને જૂથ રિસોર્સ સેન્ટરો દ્વારા સરકારી શાળાના તમામ શિક્ષકોને તાલીમ આપી શકાય. વધુમાં ડાયેટ સી.ટી.સી. અને આઈ.એ.એસ.ઈ., વિવિધ વિભાશિક્ષક-પ્રશિક્ષણી સંસ્થાઓ શિક્ષકોના નેટવર્ક અને મંડળો પણ અસ્તિત્વમાં છે જ. કેટરીિીક્રાસરકારી સંસ્થાઓ અને એજન્સીઓ પણ પોતાના મુદ્દાઓને લઈને શિક્ષકોને તાલીમ આપે છે. શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે કાર્ય કરતી આ બધી સંસ્થાઓને ઓળખ અને સ્વીકૃતિ મળવી જોઈએ.

વર્તમાન સમયમાં આ બધી તાલીમ માત્ર સરકારી અને ગ્રાન્ટ લેતી શાળા પૂરતી મર્યાદિત છે અને ખાનગી શાળાના શિક્ષકોને આ પરીઘમાંથી બાકાત રખાયા છે. બીજું એ કે, આ બધી તાલીમ શિક્ષકોને આપવામાં આવતાં દિશાનિર્દેશ પર આધારિત છેઅને તેઓને કોઈ પસંદગીના વિકલ્પ આપવામાં આવતાં નથી. અંતમાંમા એજન્સીઓ વચ્ચે કોઈ સંકલન નથૈીન તો શિક્ષણ વિભાગ પાસે એવી કોઈ વ્યવસ્થા છે જેના દ્વારા શિક્ષકો માટેના તમામ તાલીમ કાર્યક્રમો વચ્ચે સંકલન સાધી શકાય. આને પરિણામે વધારે પડતી તાલીમુનરાવર્તન અને અમૂક અંશે સમાનતાવાળા કાર્યક્રમોનું આયોજન વગેરે સમસ્યાઓ સર્જાય છે. આવા સંજોગોમાં શિક્ષક પોતાના રસ અને જરૂરિયાત મુજબ અને શાળા સુપરવાઈઝરની ભલામણને આધારે તાલીમની પસંદગી કરી શકે તે માટે ઉકેલ શોધી કાઢવો જરૂરી છે. આના માટે, તાલીમનું સમયપત્રક અગાઉ જાહેર થઇજાય એ જરૂરી છે (આવતા વર્ષ માટે દરેક શૈક્ષણિક વર્ષના અંતમાં). જેથી કરીનેશિક્ષક પોતાનું નામ ઇચ્છાનુસાર જે તે તાલીમ માટે નોંધાવી શકે. તાલીમ મક્ષેટે -કાર્યમાં મદદ મળી રહે તે માટેની પદ્ધતિઓ તાલીમ આપતી એજન્સીઓ દ્વારા વિકસિત થવી જોઈએ અને જેમ અત્યારે છે તેમ તે સી. આર. પી. કે કોર્ષના કો-ઓડીનેટરની સામૂહિક જવાબદારી ન બનવી જોઈએ. ફંડની ફાળવણી તાલીમની તારીખોસમયગાળો અને અન્ય સંચાલકીય બાબતોનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ અને આ બાબતો વ્યક્તિગતશિક્ષકની પસંદગી આધારિત હોવી જોઈએ અને આ રીતે વર્તમાન સામૂહિક તાલીમ જે બધા માટે એક જારખી છે તેનાથી છુટકારો મળશે. આ ઉપરાંત તાલીમની તારીખની ફાળવણી વખતે સેમિનારકોન્ફરન્સ અને આ પ્રકરણમાં આપેલ અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ફાળવાયેલા સમયનો પણ સમાવેશ થવો જોઈએ. યોજનાઓ જે શિક્ષકોને લાંબા ગાળાના કોર્ષ લાંબા ગાળાની અભ્યાસ માટેની રજા અને ફેલોશીપ આપતી હોય તેનો પણ વિકાસ થવો જોઈએ. તાલીમ અને શિક્ષકોની પ્રવૃત્તિઓના કાર્યક્રમ પશ્ચાતની કામગીરી પર નજર રાખે તે માટે પણ કાર્યપદ્ધતિ વિકસાવવી જોઈએ.

ઉપર જણાવ્યા પ્રમાણે તાલીમનું આયોજન અને સંચાલનની પદ્ધતિની શરૂઆત કરતી જે એજન્સીઓ શાળા અને શિક્ષકો સાથે સંકળાયેલ છે, તેઓ અર્થસભર રીતે શિક્ષકના વિકાસમાં મદદરૂપ થઇ શકે છે. તેની અસરકારકતા વધુ રહે છે પરસ્પર ફાયદો રહે છે અને સંસ્થા અને શિક્ષકોનું એકાકીપણુંદર કરી શકાય છે. નીચેની વધારાની બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ.

વિજ્ઞાન માનવશાસ્ત્રો અને સામાજિક વિજ્ઞાન સાથે સંકળાયેલ યુનિવર્સિટી અને કોલેજના પ્રાધ્યાપકો પોતાની સેવાઓ શાળા શિક્ષક માટે આપી શકે છે અને પોતાની પ્રયોગશાળા અને પુસ્તકાલય દ્વારા તેઓને મદદરૂપ થઈ શકે છે. અને તેઓને આધુનિક અને નવા વિચારોથી માહિતગાર કરી શકે છે. i. પૂર્વ-સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણની કોલેજો પોતાની પ્રવૃત્તિનો વિસ્તાર કરી પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અન્યાયંરત શિક્ષકોના સંપર્કમાં રહે તેવું ગોઠવી શકે. શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન-અધ્યયન કેન્દ્રો પૂર્વ-સેવાકાલીન અને સેવારત હોય તેવા એમ બન્ને પ્રકારના શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટે કાર્ય કરી શકે. આ સંસ્થાઓ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ

તત માર્ગદર્શન દ્વારા અને તેઓના વિકાસ પર સતત નજર રાખીને ખાસ સેવાઓ આપી શકે.

જો શાળાઓના આચાર્યો રસ ધરાવતા હોય અને શાળા-સંયોજક અધ્યાપન સ્ટાફ માટે વધારાની મદદ પણ પૂરી પાડી શકે તેમ હોય તો આવી શાળા આજુબાજુની શાળાઓ માટે રિસોર્સ સેન્ટરની ભૂમિકા ભજવી શકે. આમાં એન. જી. ઓ. દ્વારા ચાલતી શાળાઓ અને આસપાસની ખાનગી એજન્સીઓ જે તે વિસ્તારની તમામ ખાનગી કે સરકારી અને કોઈપણ બોર્ડ સંલગ્ન શાળાઓના વિકાસમાં રસ ધરાવતી હોય તેઓનો પણ સમણિકાય.

આઈ.એ.એસ.ઈસી.ટી.ઈ.ડાયેટ બી.આર.સી. અને સી.આર.સી. ની સંસ્થાઓ પણ સંશોધન કાર્યને આગળ ધપાવી શકે અને સર્વાગીક શાળા વિકાસ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરી શકે અથવા શાળાઓના ચોક્કસ જૂથ કે જિલ્લાના ચોક્કસ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરી શકે. તેઓાચાર્યને મળીને શિક્ષકોને શાળામાં જ મદદ પૂરી પાડી શકે.

અસરો :એ અપેક્ષા વધારે પડતી છે કે વર્કશોપ દરમ્યાન શીખવામાં આવેલ પ્રવૃત્તિઓ અને વિચારો સીધા જ વર્ગખંડમાં પ્રેક્ટિસ દરમ્યાન અમલમાં આવે. ઘણીવાર આ વિચારો અને પ્રવૃત્તિઓનો વર્ગખંડમાં અમલ થાય તે માટે જે તે સ્થળે શિક્ષકને મદદની જરૂર પડે છે. એવું બન્યું છે કે શિક્ષકોની પ્રેક્ટિસ માટેની તાલીમનું પરિણામ અનેક આંતર ક્રિયાઓ બાદ જોવા મળ્યું છે. તાલીમગત બાબતોનો વર્ગખંડમાં લાભદાયી રીતે અમલ કરી શકાતો નથી તે માટે કેટલીક માળખાકીય બાબતો પણ જવાબદાર છે. તે બાબતોનું પણ નિરાકરણ લાવવું રહ્યું. તાલીમની અસર જાણવા પૂર્વ-કસોટી અને ઉત્તર-કસોટી અયોગ્ય ગણવામાં આવે છે અને ઘણીવાર નકારાત્મક પરિણામો લાવે છે. તેમ છતાંય તાલીમ અને વર્કશોપ હેતુલક્ષી બને તે રીતે આયોજિત થવા જોઈએ અને તેની અસરકારકતા માટે તેને ખરેખર જરૂર હોય ત્યાં મદદ મળવી જોઈએ અને તેના પર સતત દેખરેખ હોવી જોઈએ. લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના કાર્યક્રમોની અસરકારકતા જાણવા સ્પષ્ટ સૂચકો (ગુણધર્મો)ની રચના થવી જોઈએ અને તેના દ્વારા તાલીમનું મૂલ્યાંકન થવું જોઈએ. પરિવર્તન હંમેશાં ધીમી પ્રક્રિયા હોય છે. અને વાસ્તવીક સ્વરૂપે જોવા ધીરજ રાખવી પડે છે. શિક્ષકની નિષ્ઠા અંગે સવાલો કરવા કે તેના પર દોષારોપણ કરવું સહેલું છે. જો કે આ સૌથી નિમન કક્ષાનો પ્રતિભાવ ગણાશે. પરિવર્તનને ચાલુ રાખવા માટે પણ રિસોર્સ એજન્સીઓની સતત સામેલગીરી અને સહકાર આવશ્યક છે. સાથે સાથે વાસ્તવિક પરિવર્તનમાં સાતત્ય જાળવી રાખવા શાળા વહીવટ મંડળનો સહકાર પણ એટલો જ જરૂરી છે.

 

આઈ.એ.એસ.ઈસી.ટી.ઈ.ડાયેટ બી.આર.સી. અને સી.આર.સી. ની સંસ્થાઓ અને યુનીવર્સિટીના શિક્ષણ વિભાગો દ્વારા આવા કાર્યક્રમો માટે સતત સતર્કતા જરૂરી છે અને લાંબા ગાળાના રોકાણ માટે તૈયાર રહેવું પડે છે.

સતત વ્યાવસાયિક વિકાસને લગતા માળખાકીય અને સંચાલકીય મુદ્દાઓ

  • ડાયેટ દ્વારા સેવારત શિક્ષકો માટેની તાલીમના પુન:રચિત કાર્યક્રમોને પૂર્વ-સેવાકાલીન તાલીમ સાથે જોડી શકાય. દા:ત: જે તે શાળાના સેવારત શિક્ષકોએ જ્યાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓ પોતાની ઈન્ટર્નશીપ કરતા હોય ત્યાં સેવારત શિક્ષકની તાલીમમાં જોડાવવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. ખાસ પસંદ કરાયેલી શાળાના શિક્ષકોએ આ તાલીમ સામૂહિક રીતે લેવી જોઈએ જેથી કરીને તેની સઘન અસર થઇ શકે.
  • તાલીમના વિષયવસ્તુ અને અભિગમ, વર્ગખંડની જરૂરિયાતોના સંદર્ભમાં હોવ જોઈએ. દા.ત વિષય-સમૃદ્ધિવર્ગખંડ સંચાલનના કૌશલ્ય વિદ્યાર્થીઓની શીખવાની શૈલીઓનો અભ્યાસ ભૂલોનું વિશલેષણ અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન.
  • ‘ઇગનુ દ્વારા નિર્મિત પ્રાથમિક ગણિત તાલીમા મૉડેલને ધ્યાનમાં રાખી સેવારત શિક્ષકો માટે ટૂંકા ગાળાના કોર્ષની રચના થઇ શકે.
  • પ્રાથમિક શિક્ષકોની ભાષા સજજતાને ખાસ રીતે તૈયાર કરેલ તાલીમ મોડયુલ અને કાર્યક્રમ દ્વારા સબળ બનાવી શકાય છે.
  • સર્વ શિક્ષા અભિયાનના ફંડનો આઈ.એ.એસ.ઈ. દ્વારા શિક્ષકોને તાલીમ આપતાં નિષ્ણાંતો તૈયાર કરવા માટે ઉપયોગ કરી શકાય અને તાલીમને વધારે વર્ગખંડલક્ષી અને વિદ્યાથીંલક્ષી બનાવવા પુનઃ તૈયાર કરવા માટે પણ આ ફંડનો ઉપયોગ કરી શકાય.
  • ઇન્ટર્નશીપ દરમ્યાન તાલીમાથી શિક્ષકો દ્વારા સ્થાપિત રિસોર્સ સેન્ટરી સેવl2ત શિક્ષકોની તાલીમના ધરી કેન્દ્રો બનવા જોઈએ.
  • પ્રાથમિક સ્તરે યોગ્ય આઈ.એ.એસ.ઈ. આધારિત કાર્યક્રમોનેસરીને સેવ(2ત શિક્ષકોની તાલીમના સિદ્ધાંતો અને ખ્યાલોને પુનઃ નિર્ધારિત કરવા માટે એસ.સી.ઈ.આર.ટી. પદ્ધતિમાં તાલીમ
  • આ સૂચિત નવા પ્રક્રિયા માળખાના ઉપયોગ દ્વારા એસ.સી.ઈ.આાર્ટીટની સંસ્થાઓના સહકારથી સ્થાપિત બી.આર.સી. અને સી.આર.સી. જેવી વર્તમાન પ્રથાઓને અસરકારક બનાવી શકાય. એસ.સી.ઈ.આર.ટીડાયેટ દ્વારા બી.આર.સી. અને સી.આર.સી.ના કૉઓડીંનેટસ્ટો એ માટે તાલીમબદ્ધ કરવા જોઈએ કે જેથી તેઓ શિક્ષકોને ચિંતનશીલ પ્રેક્ટિસ કરનાર બનવા માટેની જરૂરિયાતોક્કિરણ કરી શકે માધ્યમિક સ્તરેસતત શિક્ષક સહાય અને સેવત શિક્ષકમાટેનાં તાલીમ કાર્યક્રમ
  • નિયમિત શિક્ષક માટેનાતાલીમ કાર્યક્રમો શિક્ષકને વર્ગખંડનાં સંદર્ભમાં મદદરૂપ થાય તે રીતે તૈયાર થવા જોઈએ અને તે શિક્ષકની જરૂરિયાતો અને સમસ્યાઓ પર આધારિત આંતરક્રિયાને અવકાશ આપે તેવાં સત્ર ધરાવતા હોવા જોઈએ.
  • વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં સંશોધની પદ્ધતિઓ પર ખાસ ભારમુકાવો જોઈએ. સાથે સાથે વિષયવસ્તુ પર પદ્યિાન અપાવું જોઈએ.
  • સેવારત શિક્ષક માટેના તાલીમના વિષયો અને પદ્ધતિઓ એસ.સી.ઈ.આર.ટી./આઈ.એ.એસ.ઈ. દ્વારા સંયુક્ત રીતે થતા શિક્ષકની જરૂરિયાતોના પૃથક્કરણ પર આધારિત હોવા જોઈએ.
  • આઈ.એ.એસ.ઈ.ની સંસ્થાઓ જે મુખ્ય સેવારત માધ્યમિક શિક્ષકોની તાલીમ માટે જવાબદાર છે તેણે માધ્યમિક અને પ્રાથમિક તાલીમના તાલીમાઓની તાલીમ હાથ પર લઇ ક્ષમતા વધારવોઈએ.

પરિચય એ સ્પષ્ટ છે કે ભાવિ શિક્ષકોની તાલીમ અને શિક્ષણની અસરકારકતાનો આધાર તેઓને તાલીમ આપનારા પ્રશિક્ષકોકેટલાં સક્ષમ અને વ્યાવસાયિક રીતે સજજ છે તેના પર છે. શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમમાં શિક્ષણશાસ્ત્ર વિષયક મુદ્દાઓની ગુણવત્તા તથા કઈ રીતે એ મુદ્દાઓને તેઓના હેતુઓ સિદ્ધ થાય તે રીતે શીખાડવામાં આવે તેનો આધાર પ્રશિક્ષકોની વ્યાવસાયિક ક્ષમતા પર નિર્ભર છે.

વ્યાવસાયિક તાલીમ પામેલા પ્રશિક્ષકોની અગત્ય અને જરૂરિયાતનો મુદ્દો શિક્ષણની નીતિઓમાં અવારનવાર ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તે હજુ પણ ચિંતાનો વિષય છે; શિક્ષણના દરેક તબક્કેખાસ કરીને પ્રાથમિક સ્તરે યોગ્ય લાયકાત ધરાવતા અને વ્યાવસાયિક રીતે તાલીમ પામેલા પ્રશિક્ષકોની તીવ્ર અછત છે. આ અછત બન્ને સ્તરે છે-સંખ્યાના સંદર્ભમાં અને તેઓના કાર્ય અને લાયકાત વચ્ચેની વિસંગતતાના સંદર્ભમાં. આના થામિક કારણો જવાબદાર છે. આમાંથી મુખ્ય કારણો આ મુજબ છે-માળખાકીય ઉણપ, જેમ કે શાળા-પૂર્વ અને પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપતા નિષ્ણાંતોને તાલીમ આપવાની કોઈ જોગવાઈ જ નથી. અને શિક્ષણમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્ષની ઘડતરમાં રહેલી અપૂર્ણતા છે.

શિક્ષકના પ્રશિક્ષકોનું શિક્ષણ: પાયાના મુદ્દાઓ પ્રશિક્ષકોની શૈક્ષણિક અનેયાવસાયિક લાયકાત અને ભૂમિકાને શાળા શિક્ષણના વિવિધ પાસાઓને સંચાલિત કરનાર ફિલસૂફી અને સિદ્ધાંતોના સંદર્ભમાં વિચારવા જોઈએ, જેમ કે શિક્ષણના હેતુઓ, અભ્યાસક્રમપદ્ધતિઓ અને સામગ્રી અને શાળાનો સામાજિક-સાંસ્કૃતિક માહોલ અને શિક્ષકની ભૂમિકા જેમાં તેણે શિક્ષણના હેતુઓને વર્ગખંડમાં સાકાર કરવાના હોય. તે જ રીતે એક શિક્ષક પાસેથી એક શિક્ષક તરીકે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે એક ખાસ વિશેષ વ્યક્તિ હોય. જેમ કે એન.સી.એફ. માં ઉલ્લેખ થયા મુજબ અને નીચે આપેલ છે

  • બાળકોની સંભાળ રાખે અને તેઓની સાથે તેને રહેવાનું ગમે ; બાળકોને તેઓની સાંસ્કૃતિક રાજકીય અને સામાજિક માહોલની જરૂરિયાતો અને સમસ્યાઓના સંદર્ભમાં સમજે. શિક્ષક આ બાબત પ્રત્યે સંવેદનશીલ બને અને બધા બાળકો સાથે સમાન રીતે વર્ત.
  • જ્ઞાનને કોઈ ‘આપવામાં આવતી ‘ વસ્તુ ન સમજે કે જે અભ્યાસક્રમમાં આંતરિક રીતે નિહિત માનવામાં આવે છે અને કોઈ જાતની શંકા કર્યા વગર સ્વીકારવાની હોય તેમ માનવામાં આવે છે. બાળકોને માત્ર નિષ્ક્રિય રીતે જ્ઞાન મેળવનારા તરીકે ન લે પરંતુ તે તેઓની અર્થ નિષ્પન્ન કરવાની કુદરતી શક્તિને નીખારે.
  • શીખવાની પ્રક્રિયાને આનંદમય બનાવે :
  • ગોખણપટ્ટીને જાકારો આપે
  • અધ્યાપનનેસહગિતાપૂર્ણ અને અર્થસભર પ્રવૃત્તિ બનાવે. શીખવાની પ્રક્રિયાને વિદ્યાથીંલક્ષી , પ્રવૃત્તિ-આધારિત અને નાટકો, પ્રોજેક્ટ, ચર્ચા, સંવાદ, અવલોકન, સ્થળ-મુલાકાત દ્વારા સહભાગિતાપૂર્ણ બનાવે અને ઔપચારિક શિક્ષણને ફળદાયી પ્રવૃત્તિ સાથે જોડે.
  • અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોને સમીક્ષાત્મકરીતે ચકાસે અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવે.
  • શાંતિ, લોકશાહીનામૂલ્યો, સમાનતા, ન્યાય, આઝાદી, બંધુત્વ. બિનસાંપ્રદાયિકતા અને સામાજિક નવસર્જન માટેની તત્પરતા જેવા મૂલ્યોનો પ્રસાર કરે.
  • ત્યારબાદ એ બાબત આવે છે કેશિક્ષકના માર્ગદર્શક કે પ્રશિક્ષક (જેનું કામ આવાશિક્ષક તૈયાર કરવાનું છે)શિક્ષણની આ જ પાયાગત ફિલસૂફી ધરાવતોોવા જોઈએ અને જરૂરી સમજ અને વ્યાવસાયિક ક્ષમતા ધરાવતા હોવા જોઈએ જેથી આફ્રિોક્ષકનું નિર્માણ શકય બને. આ બાબત સૂચવે છે

પ્રશિક્ષકના વિકાસ માટે એ પ્રમાણેના ફેરફાર જરૂરી છે.પ્રશિક્ષક -

  • ભાવિ શિક્ષકોને વ્યાપક સામાજિક-રાજકીય માહોલ સાથે જોડશે જેમાં શિક્ષણ અને
  • વિદ્યાર્થીઓરહેલાં છે. તેઓને બાળકો વિશેના સિદ્ધાંતો દ્વારા બાળકો વિશે શીખવવાનું નથી. બાળકોના આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ અનુસાર તેઓના વિકાસાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં અને ચર્ચાઓમાં તે તાલીમાથીઓની બાળકો વિશેની ધારણાઓ જ્ઞાન અને શીખવાની પ્રવૃત્તિઓ અંગેની માન્યતાઓનો સમાવેશ કરશેશિક્ષકને સમાજમાં પોતાના સ્થાન વિશે ચિંતન કરવામાં મદદરૂપ બનશે-જાતિ(લિંગ), જ્ઞાતિ વર્ગ ગરીબી ભાષાકીય અને પ્રાંતીય વિવિધત્સમાજ સમાનતાન્યાય.
  • સિદ્ધાંતને ક્ષેત્ર કાર્યના અનુભવો સાથે સાંકળે જેથી તાલીમાથી જ્ઞાનને કોઈ વસ્તુ તરીકે ન લેતા એક એવી બાબત તરીકે જોતાં શીખે છે જેનું સર્જન શીખવાની પ્રક્રિયાની સાથે જ થાય છે. શૈક્ષણિક જ્ઞાન અને વ્યાવસાયિક અભ્યાસને સંકલિત કરીને “ર્કિ એકમબને છે.
  • તાલીમાથી શિક્ષકોને માર્ગદર્શક દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિનસમયપત્રકસિવાય મૌલિક વિચારો અને સ્વતંત્ર અભ્યાસ પણ કરવા માટેની તકો પૂરી પડશે
  • જ્ઞાનને પાઠયપુસ્તકોમાં વણાયેલું કોઈાહ્ય તત્વ તરીકે ન લઈને એવી બાબત તરીકે લેશે જે શીખવાની પ્રવૃત્તિ અને વ્યક્તિગત અનુભવો દરમ્યાન ઉપાર્જિત થતુંહિોદ્યાર્થીઓને જ્ઞાનના મેળવનારા તરીકે ન લેતા જ્ઞાનના ઉ પાર્જનમાં સહભાગી તરીકે લેશે ; શિક્ષણને સ્વઅનુભવોમાંથી અર્થ કાઢવાની પ્રક્રિયા તરીકે લેશેતાન-ઉપાર્જનને વિચારશીલ અધ્યયનનું ફળ ગણશે.
  • બીજા શબ્દોમાં કહીએ તો,શિક્ષકના પ્રશિક્ષકની કાર્ય-ફરજનું સ્થાન શિક્ષકોની ભૂમિકાની શૈક્ષણિક હેતુઓ, પ્રેક્ટિસ અને પ્રક્રિયાના સંદર્ભમાં સમજમાં રહેલું છે.
  • સામાન્ય રીતે એવું બને છે કે જે લોકો શિક્ષક પ્રશિક્ષક હોય છે તેઓ કોઈ ખાસ સ્તર આધારિત તાલીમ ધરાવતા હોતા નથી. વિરોધાભાસ તો એ છે કે, શિક્ષકો કોઈ ખાસ સ્તર માટે તાલીમ પામે છે પછી તેઓની નિમણૂંક પણ એ જ સ્તરે થાય છે(જો કે વર્તમાન સમયમાં આ બાબત જડતાથી લાગુ પાડી શકાતી નથી કારણ કે બી.એડ. ઉમેદવારો હવે પ્રાથમિકમાં ભણાવે છે) , પરંતુ શિક્ષકના તાલીમકારને આ વાત લાગુ પડતી નથી. પ્રાથમિક સ્તરે શિક્ષક-પ્રશિક્ષણની અવહેલનાનું અન્ય ઉદાહરણ શિક્ષક તૈયાર કરતા માર્ગદર્શકની જરૂરિયાત પરત્વેની ઉદાસીનતા છે. એ સ્વીકારી લેવામાં આવ્યું છે કે શિક્ષકના ઘડતરમાં વર્તમાન વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે: પ્રાથમિક શિક્ષક માટે બી.એડ. હોય તેવા માર્ગદર્શક અને માધ્યમિક માટે એમ.એડ. અહીં એ તર્ક લેવામાં આવ્યો છે કે એક સ્તર વધુ અભ્યાસ કરેલ વ્યક્તિ નીચેના સ્તરના કોર્ષમાં અધ્યાપન કરાવવા માટે સક્ષમ હોય છે. પણ એ બાબતને ધ્યાનમાં લેવામાં ન આવી કે જે તે માર્ગદર્શક જરૂરી સંસાધનોથી સજજ હોય છે કે નહિ. આથી સમસ્યા વધુ ગંભીર બને છે કારણ કે શિક્ષકોને તાલીમ આપતાં માર્ગદર્શકો તૈયાર કરવા માટેનું કોઈ સ્થાપિત માળખું જ અસ્તિત્વ ધરાવતું નથી;ાસ કરીને સ્તરના પ્રાથમિક અને પૂર્વ-પ્રાથમિક. અત્યારે પ્રાથમિક શિક્ષકોના પ્રશિક્ષક પોતાની વ્યાવસાયિક લાયકાત વધારવા એમ.એડ. નો અભ્યાસ કરે છે. આઈ.એ.એસ.ઈ. ના સૂચન મુજબ પ્રાથમિક શિક્ષકોના પ્રશિક્ષક માટે એમ.એડ. ની તાલીમ જરૂરી છે. પરંતુ હકીકતમાં એમ.એડ. ની ડિગ્રી આ હેતુ માટે જરૂરી બાબતો સમાવતી નથી કે તેથી તે માટે તેને પુનઃગઠિત કરવાની જરૂર છે.

આ પરિસ્થિતિમાં સૌથી વધુ પ્રાથમિક શિક્ષણને ભોગવવું પડે છે. પ્રથમ તો પ્રાથમિક શિક્ષણના વ્યાપક વિસ્તરણને લીધે અને જિલ્લા અનેનિચલા સ્તરે વિકસેલા સહાયક માળખાને લીધે એવા માનવ-સંસાધનની જરૂરિયાત પેદા થઇ છે જે શિક્ષકોની તાલીમ જેવા પ્રાયોગિક કાર્યો પાર પાડી શકે; શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ક્ષેત્રમાં જઈને નિરીક્ષણ કરી શકે : અધ્યાપન-અધ્યયન સામગ્રી અને અભ્યાસક્રમની બાબતમાં સંશોધન અને વિકાસની કામગીરી કરી:ક્ષિોક્સિક અને સમાજના વિકાસ અને પ્રોત્સાહન માટે કાર્ય કરે. પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા સિવાયના બાકી બધા કર્યો જે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તે એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ માધ્યમિક સ્તર માટે તાલીમ પામ્યા છે અને તેમાં જ તેઓએ અધ્યાપન કરાવ્યુંક્રાફેણ કે પ્રાથમિક સ્તરે યોગ્ય તાલીમ પામેલ વ્યક્તિઓની અછત છે. આ ક્ષેત્રમાં હેતુ-આધારિત અને યોગ્ય ડિગ્રીનો કોઈ કોર્ષ નથી.

બીજું વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે અત્યંત અગત્યબીબત હોવાં છતાંય પ્રામિક શિક્ષણ જ્ઞાનના ક્ષેત્ર તરીકે ઉદાસીન રીતે અવગણના પામ્યુ છે. જ્ઞાનના ક્ષેત્ર તરીકે પ્રાથમિક શિક્ષણને પોતાના અંગત ખ્યાલો,પદ્ધતિને લગતા દ્રષ્ટિબિંદુઓ અને સમસ્યાઓ છે. આ દેશમાં બિનસરકારી સંસ્થાઓના કાર્ય દ્વારાફીક્ષણિક અને ક્ષેત્રીય -સંશોધન દ્વારા અને અન્ય ક્ષેત્રો દ્વારા થયેલા પ્રયત્નોને લીધે અનુભવોની વિશાળ શૃંખલાઓાંતરદ્રષ્ટિ અને પ્રાથમિક શિક્ષણ સાથે સબંધિત વિવિધ જ્ઞાન અસ્તિત્વ ધરાવે છે. આ વિખરાયેલા અનુભવો અને જ્ઞાનને સંકલિત કરવા જોઈએ જેથી એક સુસંગત શબ્દભંડોળસંશોધિત અને સુગ્રથિત જ્ઞાન-કોશ અને પ્રાથમિક શિક્ષણ

અંગેના દ્રષ્ટિબિંદુ ઉપલબ્ધ બને.

ત્રીજું મોટાભાગની યુનીવર્સિટીઓમાં એમ.એડ. નો કોર્ષ માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓ શિક્ષણ અંગેના જે ચિંતનને બી.એડ.નો અભ્યાસ કર્યા પછી પોતાની સાથે લાવે છે એ ચિંતનને ન તો વ્યાપક બનાવે છે ન તો ગહન બનાવે

શિક્ષકના માર્ગદર્શક(ફોક્ષક)ની તૈયારી માટે એમ.એડ. એક કોર્ષ તરીકે:

એમ.એડ. ભારતીય યુનિવર્સિટીઓ દ્વારા શિક્ષણમાં આપવામાં આવતો મુખ્ય અને પ્રભુત્વ ધરાવતો કોર્ષ છે. આ કોર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ પહેલેથી જ શિક્ષણ અંગેની પાયાગત બાબતો સિદ્ધાંતો સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને પ્રેક્ટિસથી માહિતગાર હોય છે. આ કોર્ષ અનેક પ્રકારના રસ ધરાવનારને પોતાના તરફ ખેંચે છે: જેમ કે અલગ અલગ વિદ્યાશાખામાંથી આવતા ફેશ સ્નાતક વિદ્યાર્થીઓ જેઓની પાસે બી.એડ.ની ડિગ્રી હોય અનુભવી શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સરકારી વિભાગોમાંથી આવતા કર્મચારીઓ વગેરે. વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ અને શિક્ષણના ક્ષેત્રમાં બદલાતી જતી રોજગારીની માંગને લીધે આ કોર્ષ અનેકવિધ શૈક્ષણિક અને વ્યાવસાયિક જરૂરિયાતોને સંતોષવી પડે છે. આ કોર્ષમાંથી બહાર પડેલા ઉમેદવારોને બોર્ડ ઓફ સ્કુલ એજ્યુકેશન ડાયરેક્ટોરેટ એન્ડ ઇન્સપેક્ટોરેટ ઓફ એજ્યુકેશનશાળાઓએસ.સી.ઈ.આર.ટી.ની સંસ્થાઓ શિક્ષક-પ્રશિક્ષણની કોલેજો અને સંસ્થાઓ નોકરી આપે છે જે તેમને હોદાની રીતે શિક્ષક શિક્ષકોના પ્રક્ષિક, અભ્યાસક્રમ નિષ્ણાંતમૂલ્યાંકન નિષ્ણાંત અને વસ્તી-શિક્ષણ નિષ્ણાંત બનાવે છે. એવું માનવામાં રાખવામાં આવે છે કે એમ.એડ. નો કોર્ષ એqવસાયીતૈયાર કરે છે જે શિક્ષણના ક્ષેત્રમાં વિવિધ ભૂમિકા અસરકારક રીતે ભજવી શકે. આ માન્યતા પાયાવિહોણી છે.

શિક્ષણમાં અનુસ્નાતકના સામાન્ય કોર્ષ તરીકે એફ અનેક બદલાવ અને શિક્ષણના નવા પડકારો સામે યોગ્ય પ્રતિભાવ આપી શકયો નથીતે ૨ વર્ષના શિક્ષણના એમ.એ. (જે શિક્ષણના વધારે મુક્ત અને શૈક્ષણિક કોર્ષ માનવામાં આવે છેથી અલગ પડતો નથી કારણ કે કોર્ષ ડિઝાઈનમાં અને વિષયવસ્તુની દ્રષ્ટિએ કે શૈક્ષણિક વિચારધારાની દ્રષ્ટિ તેઓ અલગ પડતા નથીશિક્ષણમાં બે સમાંતર અનુસ્નાતક કોર્ષને લીધે વિચિત્ર અને મુંઝવણ ભરેલી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બે કોર્ષને સમાન ગણવા કે નહિ તેવા સવાલ થયા ઊભા

એમ.એડ. સામાન્ય રીતે પ્રશિક્ષકોના શિક્ષક બનવા માટેના કોર્ષ તરીકે સ્વીકાર્ય છે તેમ છતાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં તે એક બી.એડ. ના એક્ષેટેન્શનના સ્વરૂપે આપવામાં આવે છે પ્રાથમિક કે માધ્યમિક સ્તરે શિક્ષક પ્રશિક્ષક માટે જરૂરી મુદ્દાઓની ઉણપ ધરાવે છે. શિક્ષક-પ્રશિક્ષણ પરનો એન.સી.એફ.નો પરિસ્થિતિ અહેવાલ નોંધે છે કે: ઘણી યુનીવર્સિટીઓમાં એમ.એડ. નો કોર્ષ શિક્ષણમાં વ્યાપક અભ્યાસ અંગેનો છે અને શિક્ષણમાં ગહન ચર્ચા માટે પૂરતો અવકાશ પ્રદાન કરતો નથી કે આંતર-વિદ્યાશાખાકીય અભ્યાસને તેમાં તક મળતી નથી. આ કોર્ષ વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ ઓછી તક આપે છે અને અભ્યાસક્રમની સમીક્ષા અને ડિઝાઈન , અધ્યાપન પદ્ધતિઓ જ્ઞાન-મીમાંસાને લગતા મુદ્દાઓ અને શાળા અને સમાજને લગતા મુદ્દાઓ જેવા અગત્યના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ માટે આ કોર્ષ કોઈ અવકાશ પ્રદાન કરતો નથી. પરિણશિક્ષકપ્રશિક્ષણનું હાર્દ શૈક્ષણિક-મનોવિજ્ઞાનની શાસ્ત્રીય વિચારધારાઓ પરથી લેવાયેલા હકારાત્મક અભિગમ પૂરતું સીમિત બની ગયું છે. ૧૯૮૦ થી ભારતમાં થયેલ અનેક નવીન પ્રયોગો સાથે તેનો કોઈ સબંધ નથી.

શિક્ષણમાં અનુસ્નાતક કોર્ષનું વ્યાવસાયિકરણ એમ.એડ. ના કોર્ષને સઘન બનાવવા અને વ્યાવસાયિક બનાવવાના હેતુથી તેના અભ્યાસક્રમમાં સુધારા કરવાની અનેક દરખાસ્તો કરવામાં આવી છે. પ્રાથમિક કે માધ્યમિક શિક્ષકપ્રશિક્ષક માટે એમ. એડના કોર્ષને તૈયાર કરવાના પ્રયત્ન કરાય છે. આ જરૂરિયાત સંતોષવા હવે પ્રયત્ન શરૂ થયા છે જેમાં શિક્ષક-પ્રશિક્ષકના પ્રશિક્ષણ માટેના હેતુઓ જાણવા અને શાળાના જુદાં જુદાં સ્તરની જરૂરિયાતો સંતોષવા માટે એવો અભ્યાસક્રમ અમલમાં લાવવો જે આ કોર્ષમાં સ્પેશિયલાઈઝેશન (નિપુણતા) આપે. રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષણનીમીક્ષા સમિતિએ એવી ખાસ ભલામણો કરી છે કે એક એવો ખાસ તૈયાર કરાયેલો તાલીમ કાર્યક્રમ અમલમાં લાવવો જે શિક્ષકપ્રશિક્ષક તરીકે જરૂરી તમામ લક્ષણો માટે યોગ્ય હોય. શિક્ષણમાં બે વર્ષના પોસ્ટ-ગ્રેજ્યુએશનનો કોર્ષ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે જેમ કે : આ કોર્ષમાં શિક્ષણમાં વિદ્ધતા પ્રાપ્ત થાય અને ફીલ્ડમાં તેનો અમલ કરી શકાય તેવા સ્પેશિયલાઈઝેશનના કોર્ષ આપવા જોઈએશિક્ષકપ્રશિક્ષણ અભ્યાસક્રમ ઘડતર , મૂલ્યાંકન સલાહ-માર્ગદર્શન અને શિક્ષણની ફિલસૂફી અને ખાસ કરીને ભારતના સંદર્ભમાં તે સ્પષ્ટ થઇ ગયું છે કે અનુસ્નાતકનો કોર્ષ શિક્ષકોને તૈયાર કરવાની મુખ્ય જરૂરિયાત ઉપરાંત શિક્ષણની વિદ્યાશાખાના જ્ઞાનનો પાયો સબળ બનાવતો હોવો જોઈએ. અત્યારે અસ્તિત્વમાં છે તે એમ.એડ.બુહુહેતુકીય મૉડેલ પોતાના સુધારેલા સ્વરૂપમાં પણ શિક્ષણ પરની ચર્ચાને વ્યાપક કે સઘન બનાવતું નથી. સ્પેશિયલાઈઝેશનના ક્ષેત્રો જે અનુસ્નાતકના અભ્યાસ અને સંશોધનના નવા કોર્ષમાં દાખલ કરવામાં આવે તેમાં આ બાબતોનો સમાવેશ થવો જોઈએ: શિક્ષણના પાયાગત સિદ્ધાંતોનો અભ્યાસ-તાતિસાહિતિહાસિકરાજકીયસમાજશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએઆભ્યાસક્રમનો અભ્યાસ-વિદ્યાશાખાકીય અને આંતર-વિદ્યાશાખાહીથાપન પદ્ધતિનો અભ્યાસ: ભાષા શિક્ષણ , ગણિતનો અભ્યાસ , સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ પ્રાકૃતિકવિજ્ઞાનનો અભ્યાસઃશિક્ષણનું ફંડ અને આયોજન :નીતિવિષયક અભ્યાસ જાતિ અને સમાનતાનો અભ્યાસ. આ કોર્ષમાં મુખ્ય ક્ષેત્રમાં શિક્ષણના તાત્વિક અને સામાજિક વિજ્ઞાનની પાયારૂપ બાબતો હોવી જોઈએ અને શૈક્ષણિક સંશોધનના અભિગમો અને પદ્ધતિઓ સાથેનું સઘન કાર્ય જોડાયેલું હોવું જોઈએ.

આનો મતલબ એ જ કે વર્તમાન એમ.એડ.ના કોર્ષને સુધારેલું સ્વરૂપ આપવા ઉપરાંત શિક્ષણના કેટલાંક પાસાઓના સૂચિતાર્થની સમજ મેળવવા આ દિશામાં નવેસરથી ચર્ચા શરૂ થવી જોઈએ. આ પાસાઓ આ મુજબ છેઃ શિક્ષણ જેવા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશ માટે અનેક સ્તરીય પ્રવેશ લાયકાત હોવી જોઈએવા વ્યક્તિઓ જેઓને વિવિધ વિદ્યાશાખાઓનું જ્ઞાન હોય તેવા વ્યક્તિઓને શિક્ષણના ક્ષેત્રમાં ભેગા કરીને, શિક્ષકોના માર્ગદર્શકો/પ્રશિક્ષકોની શૈક્ષણિક અને અન્ય લાયકાતો વધારીને શિક્ષણની વિદ્યાશાખા એક ખાસ રીતે વિકાસ પામે અને તેમાં સંબંધિત વિદ્યાશાખાનું જ્ઞાન જરૂરી બને, શિક્ષણના અભ્યાસમાં અનુસ્નાતક કોર્ષમાં જે શિક્ષક-પ્રશિક્ષણ દ્વારા દાખલ થવાતું હોવાથી જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ટૂંકા ગાળાના સંધાન કોર્ષ (બ્રીજ કોર્ષ) આપવા જોઈએ વગેરે. આ બાબતો વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિમાં અવરોધરૂપ લાગે છે પરંતુ જ્ઞાન અને પ્રેક્ટિસના સ્વરૂપમાં શિક્ષણની સવાંગીક વિકાસ સ્થિતિ સુધારવા ભવિષ્યમાં યોગ્ય ચર્ચા વિચારણા દ્વારા આ સમસ્યાનો ઉકેલી શકાય છે.

શિક્ષક -પ્રશિક્ષકોતૈયાર કરવા જરૂરી પ્રેરક-બળ :શરૂઆતની બાલ્યાવસ્થાના શિક્ષણનો હેતુ બાળકના સર્વાગી વિકાસનો છે જે આનંaળદ્યલક્ષી અને રમત અને પ્રવૃત્તિસભર વાતાવરણ દ્વારા શકય બને છે. શરૂઆતની બાલ્યાવસ્થાના શિક્ષણ માટે શિક્ષક-પ્રશિક્ષણનો કાર્યક્રમ તાલીમાથી સાથે સંકળાયેલ મુદ્દાઓ જેવા કે તેઓની કાર્યક્ષમતા, અભિગમ અને કૌશલ્યો.(જે આનંદપૂર્ણાળક-કેન્દ્રિત અને રમત અને પ્રવૃત્તિસભર વાતાવરણ નિર્માણના હેતુ પર આધારિત યોગ્ય અભ્યાસક્રમના અમલ સબંધિત હોય) વિકાસ પામે તેવો હોવો જોઈએ. આ અભિગમ બૌદ્ધિક અને ભાષાકીય વિકાસોગ્ય અને પોષણસામાજિક-ભાવનાશીલ વિકાસ શારીરિક અને મનો-ગતિશીલ વિકક્ષા સંબંધી વિકાસસર્જનાત્મકતા અને રમલાર્યક્રમનું આયોજન અને શાળા સંચાલસામાજિક ગતિશીલતા અને સહભાગિતાને અસર કરનારો હોય છે. આ જરૂરિયાતો શિક્ષક માર્ગદર્શક(પ્રશિક્ષક) પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તે બાળશિક્ષણની ફિલસૂફીનું ઊંડુંજ્ઞાન ધરાવતા હોટમને સાથે સાથે ઉપરોક્ત ક્ષેત્રમાં ખાસ વિષયવસ્તુ અને પદ્ધતિઓનું જ્ઞાન પણ ધરાવતા હોય.

પ્રારંભિક બાલ્યાવસ્થાના શિક્ષણના સંજોગોની વિવિધતા માટે કેટલીક બાબતોની જરૂરી છે જેમ કે વય-જૂથસ્ટાફનું સ્તરતાલીમનો પ્રકાર અને સ્થળના સંદર્ભમાં કાર્યકરની તાલીમ માટે વિવિધ મૉડેલનો વિકાસ. આવનારા વર્ષોમાં આ ક્ષેત્રનો વિકાસ જોતાં પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કાર્ય કરતા શિક્ષકોની તાલીમ માટે સંસ્થાકીય સુવિધાઓની તીવ્ર તંગી છે. આ શિક્ષકોની તાલીમ માટે પ્રશિક્ષકો તૈયાર કરવા માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ખાસ તૈયાર કરાયેલ કાર્યક્રમોનો વિકાસ કરવાની જરૂર છે. એક સંભાવના એવી છે કે એમ.એડ. ના કોર્ષને શિક્ષક-પ્રશિક્ષકના કોર્ષમાં પરિવર્તિત કરી તેમાં શાળા-પૂર્વાથમિક શાળા અને માધ્યમિક શાળા માટે સ્પેશિયલાઈઝેશન આપવું.

ડાયેટની સંસ્થાઓની સ્થાપનાની સાથે સાથે બે પ્રકારના શિક્ષક-પ્રશિક્ષક અસ્તિત્વમાં આવ્યા-એવા જે ડાયેટમાં શિક્ષણ આપે છે અને બીજા જેઓ અન્ય સરકારી કે ખાનગી સંસ્થાઓમાં શિક્ષણ આપે છે. મોટાભાગના રાજ્યોમાં ડાયેટની સંસ્થાઓ જ પ્રાથમિક શિક્ષકો પૂરા પાડે છે. (જો કે પ્રાથમિક શિક્ષકોની જબ્બર માંગ અને ડાયેટ દ્વારા આ માંગને પૂરી કરવા લેવાયેલા મર્યાદિત પગલાંઓને લીધે વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાનગી ઈ. ટી. ઈ. નું પ્રમાણ છેલ્લા પાંથર્ષમાં પ333પર પહોંચ્યું છે. મંજુર થયેલી પ૭૧ ડાયેટમાંથી હાલ પરલ ડાયેટ કાર્યરત છે.

ડાયેટની સંસ્થાઓ પાસેથી અનેક ફરજોની અપેક્ષાઓ રાખવામાં આવે છે જેમ કે તાલીમી અને સેવારત શિક્ષકોની તાલીમ અનૌપચારિક અને પ્રૌઢ શિક્ષણ અભ્યાસક્રમ અને સામગ્રીનો વિકાસ શૈક્ષણિક સંશોધનનો વિકાસ વિસ્તરણ આયોજન અને સંચાલન. આ બાબતો માટે જ્ઞાન કૌશલ્ય અને ક્ષમતાનુ ઊચું સ્તર જરૂરી બને છે. વર્તમાન સંજોગોમાં ડાયેટ સંસ્થાઓ પ્રશિક્ષકોની તંગી અનુભવી રહ્યું છે પ્રશિક્ષકોનિમણૂંક કરાયા છે તેઓ જરૂરી શૈક્ષણિક લાયકાત કે વ્યાવસાયિક અનુભવ ધરાવતા નથી. તેઓમાંના કેટલાંક પ્રાથમિક શાળામાં ભણાવવાનો અનુભવ પણ ધરાવતા નથીગ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ પર ઊડી સમજ ધરાવતા નથીને સંશોધન અને શિક્ષકની તાલીમ માટે વ્યાવસાયિક કૌશલ્યોપણ ધરાવતા નથી. ડાયેટ સિવાયના પ્રશિક્ષકો પણ આ જ ઉણપો ધરાવે છે.

 

પ્રાથમિક શાળાના શિક્ષકોની પ્રારંભિક તાલીમની દિશા અને ખ્યાલો દેશની શિક્ષણક્ષેત્રને લગતી મુખ્ય સમસ્યાઓ જેવી કે શિક્ષણની સુલભતા શાળા છોડી જવાના કિસ્સા સહભાગિતાસિધ્ધિઓજાતિનો અને મુશ્કેલ માહોલમાં અધ્યાપન વગેરે તરફ અભિમુખ થવા જોઈએ. આના માટે જરૂરી છે કે તેમાં અભ્યાસક્રમ તમામ હિતધારકોની સહભાગીતાને પ્રોત્સાહક હોય; પ્રસ્તુત સિદ્ધાંતને સમાવતા કાર્યના સંદર્ભમાં અભ્યાસક્રમનું નમૂનારૂપ આયોજન થાય; અભ્યાસક્રમમાં શીખવાની પ્રક્રિયા અને પ્રેક્ટિસ માટે પૂરો સમય-અવકાશ મળી રહે; તાલીમ વ્યહરચના માટે વ્યાવસાયિક અભિગમ અને સામગ્રી વિકાસ અને તાલીમ પ્રક્રિયામાં જરૂરી શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ જેવી બાબતોનો સમાવેશ થતો હોય. વર્તમાન પ્રણાલી આવી ફરજો નિભાવી શકે તેવા પ્રશિક્ષકોની તંગી અનુભવે છે. કેટલફ્રિકલદોકલ પ્રયત્નો જે કેટલીક યુનીવર્સિટીઓ અને એન. સી.ઈ.આર.ટી. દ્વાસચાલિત આર.આઈ.ઈ.ની સંસ્થાઓામિયા મિલિયા ઇસ્લામિયાના શિક્ષણ વિભાગ (કે જે એમ.એડ.-પ્રાથમિક નો કોર્ષ આપે છે) દ્વારા થયા છે તે સિવાય પ્રાથમિક શાળાના શિક્ષકોને તૈયાર કરવા માટે કોઈ વ્યવસ્થા નથી કે ન તો બી.એડ. કે એમ.એડ. માટે જરૂરી ક્ષમતા સમજ કે આવડત ધરાવતા પ્રાથમિક શિક્ષકો તૈયાર કરે છે.

બી.એડ. નો કોર્ષ શિક્ષણની કોલેજો કે યુનિવર્સિટીઓમાં આપવામાં આવે છે. આ કોર્ષ નિરંતર શિક્ષણના કેન્દ્રો/ઓપન યુનિવર્સિટીઓ દ્વારા પણ આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બી.એડની ડિગ્રી આપતી કોલેજોની સંખ્યામાં ખાસો વધારો નોંધાયો છે. માર્કેટના પરિબળોની અસરથી આ આંક માર્ચ ૨૦૦૯માં ૧૧૮૬૧ સંસ્થાઓમાં ૧૪૪૨૮ કોર્ષનો હતો. જેમાં મંજુર થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૯99૭૩ છે.

માધ્યમિક શિક્ષક-પ્રશિક્ષણને સારું બળ મળ્યું જયારે કેટલીક પસંદગીની સંસ્થાઓને કેન્દ્ર દ્વારા શિક્ષક-પ્રશિક્ષણના વિકાસ માટેની યોજનાનો લાભ મળે તે માટે તેઓને કોલેજીસ ઓફ ટીચર એજ્યુકેશન અને ઇન્સ્ટિટયુટ ઓફ એડવાન્સડ સ્ટડીઝ ઇન એજ્યુકેશન તરીકે બઢતી આપવામાં

આવી. સી.ટી.ઈ./આઈ.એ.એસ.ઈ. ની માર્ગદર્શિકા ખાસ કરીને એવા વ્યક્તિઓની ભરતીની ભલામણ કરે છે જેઓ ઉચ્ચ શૈક્ષણિક અને વ્યવસાયી લાયકાતો ધરાવતા હોય. આ લાયકાતો યુનિવર્સિટીદ્વારા અપાતી સામાન્ય આર્ટસ અને સાયન્સ કોલેજોમાંથી મેળવવામાં આવે છે. એવી પણ ભલામણ કરવામાં આવી છે કે શિક્ષક -પ્રશિક્ષકોની એક અલગ કેડર ઊભી કરવી અને તેઓને અન્ય કોલેજોના અધ્યાપકોને સમકક્ષ પગારધોરણ અને અન્ય કાર્ય-સિદ્ધિ આધારિત પ્રોત્સાહનો આપવા.

વર્તમાન સમયમાં માધ્યમિક શિક્ષકોશિક્ષક શિક્ષણમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવનાર હોય છે એન.સી.ટી.ઈ.ના ધોરણો એમ.એડ.ની માસ્ટર ડિગ્રી પ૫% સાથે અને પી એચ. ડી. કે એમ. ફીલ.ની ડીગ્રીને મહત્વ આપવાની ભલામણ કરે છે. એમ.એડ. સામાન્ય રીતે શિક્ષક પ્રશિક્ષક માટેની લાયકાત તરીકે સ્વીકાર્ય હોવા છતાંય મોટાભાગની યુનીવર્સિટીઓમાં તે માત્ર બી.એડ.નું વિસ્તુત સ્વરૂપ છે અને પ્રાથમિક અને માધ્યમિક સ્તરે શિક્ષકની તૈયારી માટેના જરૂરી મુદ્દાઓનો અભાવ ધરાવે છે.

સારાંશ એ છે કે દરેક તબક્કે શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓમાં એવા પ્રશિક્ષકો ભણાવે છે જેઓ શિક્ષક તાલીમ માટેની ફરજ બજાવવા માટેની પૂરતી લાયકાત ધરાવતા નથી. આ પરિસ્થિતિ માટે પ્રશિક્ષકો તૈયાર કરતી સંસ્થાઓની પદ્ધતિમાં અલગ અલગ તબક્કા માટે અલગ અલગ પ્રકારની વ્યાવસાયિક તાલીમ હોવી જોઈએ તે માટે વિચારનો અભાવ જવાબદાર છે. શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓની સંખ્યામાં આવેલ જબ્બર વધારાને લીધે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે પ્રશિક્ષકોની માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે.અને પરિણામે લાયકાત અને સંખ્યા બન્નેના સંદર્ભમાં સમાધાનકારી વલણ અપનાવવું પડયું છે.

શિક્ષક -પ્રશિક્ષકો તૈયાર કરવા માટે નવીનતા/મૌલિકતાને પ્રોત્સાહન: કોઈપણ પ્રથા, જેની પાસેથી ભવિષ્ય માટે અપેક્ષાઓ રાખવામાં આવે છે તેણે પ્રયોગાત્મક અને મૌલિક/નવીન વિચારોને પ્રોત્સાહન આપવાની હિમત બતાવવી જ પહેને આવા પ્રયત્નોની સતત સમીક્ષા થતી રહેવી જોઈએ . શિક્ષક-પ્રશિક્ષણનું ક્ષેત્ર પણ આમાં અપવાદ ન હોઈ શકે. આવા પ્રયોગનો અર્થ એ નથી કે વર્તમાન મૉડેલને બદલી નાખવુંરંતુ આ એક એવો પ્રયત્ન છે જેમાં વ્યવહારુ વૈકલ્પિક મૉડેલમાં નવા માળખાની અજમાયશ છે. જેથી કરીને શિક્ષક-પ્રશિક્ષણને તાજગી બક્ષીને જીવંત બનાવી શકાય.

આ દિશામાં એક નવીન પ્રયોગ, તાજેતરમાં તાતા ઇન્સ્ટિટયુટ ઓફ સોશ્યલ સાયમુંીસ દ્વારા સંયુક્ત અનુસ્નાતકનો કોર્ષ એમ.એડ. એજ્યુકેશન(પ્રાથમિક) શરૂ કરીને કરવામાં આવ્યો. પોતાની રીતનો આ પ્રથમ પ્રયોગ છે. તેની આંતર-વિદ્યાશાખાકીય અને દ્વિપક્ષીય ડિઝાઈન અને કાર્ય-પદ્ધતિ (ઓનલાઈન અભ્યાસ અને વિદ્યાથી સંપર્ક) તેને નવીન અને સાહસપૂર્ણ કદમ બનાવે છે.

તાજેતરમાં જ નિર્મિત કોર્ષ હોવાથોતાના હેતુઓમાં કેટલો સફળ રહે છે તે અંગેની ચર્ચા શિક્ષકપ્રશિક્ષણના સંદર્ભમાં થવી જોઈએ. આ કાર્યક્રમ પ્રાથમિક સ્તરે વિવિધ પાસાઓમાં વિદ્વતાપૂર્ણ શિક્ષક પ્રશિક્ષક તૈયાર કરવાની બાબતમાં કેટલો અનુકરણીય છે તે અંગે પણ સમીક્ષા થવી જોઈએ.

શિક્ષણ અંગેના અભ્યાસની મહત્તા વધારવી અને શિક્ષણ -પ્રશિક્ષકનો વ્યાવસાયિક વિકાસ ઉચ્ચ શિક્ષણમાંથી શિક્ષણના ક્ષેત્રની એક વિદ્યાશાખા તરીકે અલગાવપણું તેને નીચો દરજ્જો આપવામાં ભાગ ભજવે છેઆ બાબતનું નિરાકરણ લાવવા કેટલાંક સૂચનો આપવામાં આવ્યા છે. એક દરખાસ્ત એવી છે કે અભ્યાસક્રમના ક્ષેત્રમાં અને ગણિતભાષાઓ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના અધ્યાપનમાં વૈવિધ્યપૂર્ણ સ્પેશ્યલાઈઝેશન આપવું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કે તેઓ પસંદગીની વિદ્યાશાખામાં અનુસ્નાતકનો કોર્ષ કરે અને સાથે સાથે પસંદગીના અભ્યાસક્રમ અને અધ્યાપન કોર્ષમાં સ્પેશ્યલાઈઝેશન કરે. એવું પણ સૂચવવામાંવ્ય છે કે અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને શિક્ષણના અભ્યાસમાં પ્રવેશ માટે અનેક વિકલ્પો આપવામાં આવે જેમ કે ચાર વર્ષનો પ્રાથમિક અને માધ્યમિક સ્તર માટેનો સંકલિત કોશિક્ષણના સામાન્ય અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષમાં એક કરતા વધુ વિકલ્પો મુખ્ય વિષય તરીકે આપવાયારબાદ અનુસ્નાતક કક્ષાએ અનેક કોર્ષ આપી શકાય તેમ હોય જેમ કે શિક્ષણામાજિક વિજ્ઞાનવિજ્ઞાન ગણિત કળા ભાષા અભ્યાસ અને માનવવિદ્યાઓ. આવી વિવિધતા તેજસ્વી અને અભ્યાસુ વિદ્યાર્થીઓને શિક્ષણના કોર્ષમાં પ્રવેશ લેવા આકર્ષશે અને શિક્ષક-પ્રશિક્ષણ, સંશોધન અભ્યાસક્રમ અને અધ્યાપન જેવા વિકલ્પોમાં પોતાનો અભ્યાસ કરવા પ્રેરશે.

એ બાબત જરૂરી છે કે શિક્ષણની વિદ્યાશાખાનો દરજજો ઉીચે લઇ જવો અને શિક્ષક પ્રશિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટેની વ્યવસ્થા ગોઠવવી. તે આવકાર્ય છે કે ૧૧યોજનાની શિક્ષક-પ્રશિક્ષણ અંગેની કાર્યકારી સમિતિએ આ બધી સમસ્યાઓના ઉકેલ પરત્વે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને કેટલીક ભલામણો કરી છે અને આ ભલામણો દરેક પાસાને આવરી લે છે જેમ કે સંસ્થાઓ માળખું કોર્ષ પ્રવૃત્તિઓ અને પ્રોત્સાહન. આ ભલામણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • શિક્ષક-પ્રશિક્ષણ વિદ્યાશાખાનું અલગાવપણું દૂર કરવા રીજનલ ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન (RIE) ની સંસ્થાઓ સહિત દેશની પસંદગી પામેલ 30 યુનિવર્સિટીઓમાં સ્કુલ ઓફ એજ્યુકેશન શરૂ કરવી અને આ વિદ્યાશાખાને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવી. આ સ્કુલ ઓફ એજયુકેશનમાં શાળા-પૂર્વ શિક્ષક-પ્રશિક્ષણભ્યાસક્રમ સંશોધન નીતિ અને શૈક્ષણિક વિકાસ અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયાનો અભ્યાસશક્ષક પ્રશિક્ષકોનો વ્યાવસાયિક વિકાસ અને શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમ અને શિક્ષક માટે જરૂરી સ્ત્રોત અને શૈક્ષણિક મદદ જેવી બાબતો સાંકળી લેવામાં આવશે.
  • રાષ્ટ્રીય સ્તરે એક આંતર-યુનિવર્સિટી કેન્દ્ર ઊભું કરવું જે યુ. જી. સી. ના માર્ગદર્શનમાં આ સ્કૂલોનું વિષયવસ્તુના સંદર્ભમાં સંકલન કરશે: શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમોની પુન:રચનાઓભયાસક્રમ સામગ્રીનું નિર્માણામગ્રીનું પ્રાદેશિક ભાષાઓમાં રૂપાંતશિક્ષકપ્રશિક્ષણ માટે અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી માટે વેબ-પોર્ટલ ઊભું કરવું . આ કેન્દ્રની ફરજ એ રહેશે કે તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • દેશની અગ્રગણ્ય સંસ્થાઓ જેવી કે આઈ. આઈ. એસ.હોસી ભાભા સેન્ટસી. આઈ. એફ. આર.માં શિક્ષણના ખાસ કેન્દ્રો ખોલવા જેથી 3 વર્ષનો અનુસ્નાતકનો કોર્ષ આપી શકાય. (બી.એડ. બે વર્ષ માટે અથવા એમ.એડ. ત્રણ વર્ષ માટે ઉચ્ચતર માધ્યમિક શાળા માટે શિક્ષક બનવા કે શિક્ષકોશિક્ષકની ખાસ કેડર ઊભી કરવા માટે)
  • ચાર રીજનલ સેન્ટર ઓફ એજ્યુકેશનલ મેનેજમેન્ટની આઈ. આઈ. એમ. અને એન. યુ. ઈ. પી. એ. માં સ્થાપીને ડાયેટ કે એસ.સી.ઈ.આર.ટી. ના લરીકે કાર્ય કરવા એજયુકેશનલ મેનેજમેન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી આપી શકાય.
  • ધી સેન્ટર ફોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓફ ટીચર એજયુકેટર્સ, પ્રાથમિક/માધ્યમિક શિક્ષણમાં માસ્ટર ડિગ્રીનો કોર્ષ આપી શકાયમને ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને મૂલ્યાંકન ક્ષેત્રમાં અધ્યાપન પદ્ધતિઓ અને અભ્યાસક્રમમાં સ્પેશ્યલાઈઝેશનવુંબાપ પસંદગી પામેલ માધ્યમિક શિક્ષકોને પ્રાથમિક શિક્ષકોની તાલીમ માટે અભિમુખ કરવા માટે પ્રાથમિક શિક્ષણનો એડવાન્સ ડીપ્લોમાંડાયેટ/એસ.સી.ઈ.આર.ટી. માં પ્રાધ્યાપક બનવા માટે વ્યાવસાયિક વિકાસનો કોર્ષ જેમાં અભ્યાસક્રમધ્યાપન અને વિદ્યાશાખાકીય જ્ઞાનનો સમાવેશ હોય.

સૂચિત યુનિવર્સિટી સ્કૂલ્સ ઓફ એજ્યુકેશનમાં પ્રાથમિક શિક્ષકો સહિત તમામ શિક્ષક પ્રશિક્ષકોમાટેના રિફ્રેશર કોર્ષ દ્વારા વ્યાવસાયિક કૌશલ્યોના નવીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખાસ વિષયોના રીફ્રેશર કોર્ષ પર પણ ભાર

શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન અને સંશોધનની તક પ્રદાન કરશે.

સમયાંતરે ફl8{(?ક સમૃદ્ધિ પ્રવૃતિયો જાહેર વક્તવ્ય ફિલ્મ અને પુસ્તક વિવેચન સત્ર જરૂરિયાત આધારિત મુદ્દાઓઅધ્યાપન-અધ્યયન શૈલી પર ટૂંકા ગાળાના ઓરિએન્ટેશન કોર્ષ વિવિધ અભ્યાસક્રમના ક્ષેત્રો અને બાળ-વિકાસ સબંધિતાત્વિક-અધ્યયન રચનાપ્રક્રિયા વાંચન લેખન વિચાર અને અભ્યાસક્રમ વિકાસના મુદ્દાઓ માટે ઇન્સટ્રકશનલ ડિઝાઈનનો સિદ્ધાંત સેન્ટર ફોર ટીચર એન્ડ એકેડેમિક સપોર્ટ સેન્ટર; શિક્ષક માટે વિવિધ રિસોર્સ(સ્ત્રોત) માટેની જોગવાઈ બાળ-સાહિત્ય શાળા અભ્યાસક્રમોની વિવિધતા પાઠયપુસ્તકો મલ્ટી-મીડિયા સામગ્રી ઈન્ટરનેટની સુવિધા શિક્ષકો માટે પ્લેટફોર્મ શિક્ષકોની અદલાબદલીસેમિનાર અભ્યાસ-સત્રરૂબરૂ તેમ જ આઈ. સી. ટી. દ્વારા શૈક્ષણિક મદદશિક્ષક-પ્રશિક્ષણ શાળાના

ઉપયોગ માટે અને શાળામમાદાનપ્રદાનમાટે અધ્યાપન-અધ્યયન સામગ્રી.

 

ઉપરોક્ત ભલામણો, શિક્ષણના અભ્યાસનો દરજજો ઉસે પ્યિ શિક્ષણ અને શાળા શિક્ષણ વચ્ચે સેતુ સ્થપાય અને દેશમાં શિક્ષક-તાલીમકારની એક વ્યવસાયી કેડર ઊભી એ સુનિશ્ચિત કરે છે.

શિક્ષક-પ્રશિક્ષણનીતાલીમ ભાવિદિશા અને સંભાવનાઓ: વર્તમાનમાં શિક્ષક-પ્રશિક્ષકની તાલીમ એક વર્ષના નિશ્ચિત અભ્યાસક્રમવાળા કોર્ષ દ્વારા થાય છે. તેના વધુ વિકાસ માટે એમ. ફીલ. અને પી. એચ. ડી. કરવામાં આવે છે. અગાઉ જણાવ્યું તેમ, આમાંથી કોઈપણ શિક્ષક-પ્રશિક્ષક તૈયાર કરવાના હેતુથી બનાવવામાં આવેલ કોર્ષ કે ડિગ્રીજનથી

કે તે વાત અલગ છે કે તેઓ શિક્ષક-પ્રશિક્ષણને લગતાં પાસાઓનું એક યા બીજી રીતે જ્ઞાન આપે છે.

શિક્ષક-પ્રશિક્ષકની તાલીમના મુદ્દાને ગંભીરતાથી લેવાનું શરૂ થયું છેક આશાસ્પદ પગલું છેને શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને અન્ય એજન્સીઓએ અભ્યાસક્રમો સુધારવા પગલાંઓ ભર્યા છે. અલગ અલગ યુનિવર્સિટી દ્વારા એમ.એડ. ના અલગ અલગ મૉડેલ આપવાની બાબતમાંથી એ સ્પષ્ટ થાય છે અને કેટલીક સંસ્થાઓ દ્વારા શિક્ષક પ્રશિક્ષણના વિવિધ નવીન/મૌલિક કાર્યક્રમોની રચના પણ આનો પૂરાવો છે. એમ.એડ.ને એક સઘન અભ્યાસના કોર્ષ તરીકે લેતાને નહિ કે શિક્ષણના એક સામાન્ય અભ્યાસ તરીકે, એ હવે સ્પષ્ટ જણાય છે. વ્યાવસાયિક સઘનતાની જરૂરિયાતવિષયની પ્રસ્તુતીઓને સંશોધન આધારિત કૌશલ્યની પણ હવે કદર કરવામાં આવે છે. આ બાબતો એ સૂચવે છે કે શિક્ષક-પ્રશિક્ષકોના શિક્ષણ અને તાલીમ માટે નવા કાર્યક્રમની ડિઝાઈન વિશે અલગ રીતે વિચારવું જોઈએ. આ મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે નીચેની ભલામણો ગંભીરતાથી લેવી પડશે.

  • શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દાખલ થાય તે માટે સેંન્ન ઊભું કરવાની જરૂર છે.
  • શિક્ષણમાં અનુસ્નાતક કક્ષાએ ઉતરોતર આગળ અને આગળ વધી શકાય તે માટે અન્ય લિંક કોર્ષ હોવા જોઈએ . જેમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં સંશોધનનો સમાવેશ થઇ શકે.
  • શિક્ષક-પ્રશિક્ષણનો ચાર કે પાંચ વર્ષનો સંકલિત કોર્ષ, એવા શિક્ષણના મુખ્ય ઘટકોનો સમાવેશ કરતો હોવો જોઈએ જે પૂર્વ-પ્રાથમિકપ્રાથમિક અને માધ્યમિક સ્તરના શિક્ષણ કાર્યક્રમો માટે સામાન્ય હોય અને એના પછી જે તે સ્તરમાં વ્યાવસાયિક વિકાસ માટે સ્પેશિયલાઈઝેશન આપવામાં આવતું હોય.
  • વિજ્ઞાન શિક્ષણ ભાષા સામાજિક વિજ્ઞાન , અને ગણિતમાં અનુસ્નાતક સ્તરે  સ્પેશિયલાઈઝેશન હોય તેવા કોશેિકસાવવા.
  • શિક્ષણના અભ્યાસની એઅલગ અભ્યાસ તરીકે અને વ્યવાસયીક તાલીમ તરીકે સમીક્ષા કરવી અને તે રીતે તેના પર લક્ષ આપવુંને અનુસ્નાતક કોર્ષની રચનામાં આ બાબત ધ્યાનમાં લેવી.

શિક્ષક-પ્રશિક્ષણ માં સર્વાગી સુધારાની દરખાસ્ત ભવિષ્યમાં સંકલિત કોર્ષની ભલામણ; કરેળો અને યુનિવર્સિટી શિક્ષણ વચ્ચે જરૂરી લિંક પ્રસ્થાપિત કરવસ્તિનાતક સ્તરેસ્પેશિયલાઈઝેશનમાં વિવિધતા અને શિક્ષણમાં આગળ અભ્યાસ કરવા માટે સ્નાતક વિદ્યાર્થીઓને અનુસ્નાતક કક્ષાએ અનેક વિકલ્પો પૂરા પાડવા.

આ દિશામાં આગળ વધવા માટે જે સુધારાઓમાં ભારતીય પરિસ્થિતિઓના સંદર્ભમાં શિક્ષણના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વકના સંશોધન જરૂરી છે અને તેસ્વતંત્ર રીતે કાર્યરત વિભાગો દ્વારા થયા હોય. આવા વિભાગો દ્વારા થયેલા સંશોધન શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમોને સૈદ્ધાંતિકનો મજબૂત પાયો આપશે. વર્તમાન શિક્ષણની સંસ્થાઓ અને વિભાગો પોતાની પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરી શકવાની સ્થિતિમાં નથી અને પરિણામે લાંબા સમયથી કી જરુરીયાતો પરત્વે ધ્યાન આપી શકે તેમ નથી કારણ કે તેઓ પોતાના પૂર્વગ્રહોને લીધે ચીલાચાલુ શિક્ષક તાલીમ અને સંશોધન કાર્યક્રમમાંથી બહાર આવી શકે તેમ નથી.

હવે પછીના લખાણમાં શિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ, માળખાકીય રચના (એન.સી.ટી.ઈ.) દ્વારા શિક્ષક-પ્રશિક્ષણમાં ગુણવત્તા લાવવાના હેતુથી જે કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેનો પુરાવો છે. આ પ્રક્રિયા જે બે વર્ષ પહેલા શરૂ થઇ હતી તે હવે આ માળખાકીય રચનાના વિકાસના તબક્કામાં પહોંચી છે. આ પ્રકારના દસ્તાવેજ વિચારોના એવા બીજ ધરાવે છે જેનામાં અંકુરિત થવાની ક્ષમતા છે. અને આ બાબત શિક્ષક-પ્રશિક્ષણની સુધારણા પ્રક્રિયા માટેશાળા શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા અને તેને પોષવા ખૂબ અગત્યની બનશે. આ પ્રયત્ન ઈચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટેના ઈરાદાથી કરવામાં આવ્યા હોવાથી તે જરૂરી છે કે જે બાબતો આ માળખામાં વિચારવામાં આવી છે તેને અમલની કસોટી પર ચડાવવી,જેથી તે વિષયવસ્તુ અને શિક્ષકપ્રશિક્ષણની પ્રક્રિયામાં ઈચ્છિત પરિવર્તન લાવી શકાય. આ સંદર્ભમાં નીચે કેટલાક વ્યહ આપવામાં આવ્યા છે.

હિમાયત: આખા શિક્ષણ જગતને લાભ થાય તે માટે આ અહેવાલ એન.સી.ટી.ઈ. ની

  • અમલ માટેના આ પ્રથમ પગલાંમાં આ દસ્તાવેજનો શિક્ષણના હિત સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓ માટે વ્યાપક પ્રચાર અને પ્રસારનો સમાવેશ થાય છે. આ બહુ ઝડપથીવાનું છે જેથી આ બાબતમાં જાગૃતિ કેળવી શકાય અને આ અંગેની ચર્ચા શરૂ થઇ શકે.
  • આ માળખું યુનિવર્સિટીઓના શિક્ષણ વિભાગના ડીન તેમજ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસોર્સ અને ટ્રેનીંગના નિયામકોને અને અન્ય સંસ્થાઓ જે શિક્ષક-પ્રશિક્ષણ સાથે સંકળાયેલ છે તે તમામને આપવામાં આવક્ષેથી આ માળખાના અમલ માટે એક મૉડેલ તૈયાર કરવામાં તેઓનો સહકાર મળી રહે માટે ઓછામાં ઓછી પાંચ ચર્ચા વિચારણા દરેક પ્રાંતમાં યોજાનાર છે જેથી ઉપરોક્ત સંસ્થાઓ સાથે આ માળખાની સફળતા માટે જરૂરી બાબતોની ચર્ચા થઇ શકેતઓને પોતાના વર્તમાન માળખાની નવા માળખા સાથે સરખામણી કરી ફેર-વિચારણા કરવાની તક મળે.

એન.સી.ટી.ઈ.યુનિવર્સિટીઓને આ વિષય પર વર્કશોપ યોજવા બાબતે સહકાર આપશે જેથી આ વિષય પર ચર્ચા થઇ શકે. આ જ પ્રકારની સહાય, રાજ્ય કક્ષાએ શિક્ષક-પ્રશિક્ષણ

સાથે સંકળાયેલ હોય તેવી એસ.સી.ઈ.આર.ટી. ની સંસ્થાઓને પણ પૂરી પાડવામાં આવશે.

એક રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા યુનિવર્સિટીઓ સાથે યોજવામાં આવશે જેથી શિક્ષક-પ્રશિક્ષણના તમામ કોર્ષને યુનિવર્સિટીઓ તરફથી અધિકૃત રીતે મદદ મળી રહે. આ વિચાર, શિક્ષણ પંચ (૧૯૬૪-99) દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી સાકાર થયેલ નથી. આ દિશામાં હકારાત્મક પગલું, લાંબા ગાળે શિક્ષક-પ્રશિક્ષણને નાવીન્યતા અને અસરકારકતા

બક્ષશે.

શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓના પ્રાધ્યાપકોની, આ નવા માળખા પાસેથી કેવી અપેક્ષાઓ છે

તે જાણવા માટે પ્રાંત સ્તરે વર્કશોપ યોજવામાં આવશે. આ એક શૈક્ષણિક અભિયાન બનશે.

શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમોના માળખાગત પાસાઓ પર એક ગંભીર રાષ્ટ્રીય ચર્ચા તરત જ શરૂ કરવામાં આવશે જેથી કરીને આની સબળી બાજુઓને જાણી શકાય અને અલગ અલગ અવધિવાળા શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષના મૉડેલના અમલમાં રહેલ સૂચીતાર્થોને સમજી શકાય અને એન.સી.ટી.ઈ. ના સહકારથી સંસ્થાઓને નવીન અને મૌલિક મૉડેલનો પ્રયોગ

કરવા પ્રેરિત કરી શકાય.

આઈ.એ.એસ.ઈ. અને પસંદગીની ડાયેટની સંસ્થાઓના સહકાર દ્વારા કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં અને પસંદગીની રાજ્યોની યુનિવર્સિટીઓમાં શરૂઆતના તબક્કે ચાર વર્ષનો પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણોકલિત કોર્ષ શરૂ કરી શકાશે.

શિક્ષક-પ્રશિક્ષણનો કોર્ષ આદર્શ રીતે ૧O +૨ પછી ચાર થી પાંચ વર્ષનો હોવો જોઈએ.

શરૂઆત કરવા માટે ચાર વર્ષનો સંકલિત કોર્ષ દાખલ કરી શકાય. આ કોર્ષની સાથે સાથે અન્ય મૉડેલને પણ પ્રોત્સાહન આપવું પડશે, જેમ કે સ્નાતક પછી બે વરસનો કોર્ષ અને ૬

થી ૧૨ મહિનાની શાળા ઇન્ટર્નશીપ. યુનિવર્સિટીઓમાં અને અન્ય સંસ્થાઓમાં યોગ્ય માળખાગત પ્રક્રિયા વિકસિત થવી જોઈએ જેથી શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દાખલ થાય.

અભ્યાસક્રમ નિર્માણ: એન.સી.ટી.ઈ., શિક્ષક-પ્રશિક્ષણ અને તેની સાથે સંકળાયેલ અન્ય વિદ્યાશાખાઓમાંથી આવતા વિદ્વાનોનું એક કાર્યકારી જૂથ બનાવશે. આ જૂથ એન.સી.એફ.ટી.ઈ. પર આધારિત વિવિધ અભ્યાસક્રમોના હેતુઓ રૂપરેખા તૈયાર કરશે. હિતો નક્કી કરશે. કોર્ષમાં વિવિધ મુદ્દાઓનું ભારણ નક્કી કરશે અને નવા માળખાની જોગવાઈઓનો અમલ કરવા માટે પ્રક્રિયા-નિર્ધારણ કરશે.

એન.સી.ટી.ઈ., પાઠયપુસ્તક અને સબંધિત સામગ્રીના નિર્માણ માટે શિક્ષક-પ્રશિક્ષણ સાથે સંકળાયેલ જ્ઞાનની અન્ય વિદ્યાશાખાઓના પ્રખ્યાત વિદ્વાનોનું એક પંચ નીમશે. આ સામગ્રીની ગુણવત્તા, શિક્ષક-પ્રશિક્ષણને લગતી અન્ય અભ્યાસ સામગ્રી માટે નમૂનારૂપ/ઉદાહરણરૂપ બનશે. ભારતમાં વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવતું શિક્ષકપ્રશિક્ષણનું સાહિત્ય, આ નવા માળખામાં નિર્દિષ્ટ વિચારો પર આધારિત અધ્યાપન

અધ્યયન સામગ્રીના નવવિચારતરંગોથી સમૃદ્ધ થશે.

દરેક રાજ્યોને આ સામગ્રી સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના માટે રાજ્યના શિક્ષક-પ્રશિક્ષણના કાર્યક્રમોની ખાસ જરૂરિયાતના સંદર્ભમાં આ અભ્યાસ સામગ્રીને

અનુકૂળ બનાવીને અથવા જે તે સ્વરૂપમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વચગાળાનાપગલાં તરીકેશિક્ષક-પ્રશિક્ષણના વર્તમાન મૉડેલ જેમ કે બી.એડ. અને ડી.એડ. કોર્ષની પુનર્ચના જરૂરી છે અને સાથે સાથે શિક્ષક-પ્રશિક્ષણના માળખામાં પણ ખાસ બાબતો ઉમેરીને અને અભ્યાસક્રમના ક્ષેત્રમાં અને તેના અમલમાં સૂચવવામાં આવેલ માળખાકીય પ્રક્રિયાનો સમાવેશ કરી શકાય છે. આ પ્રક્રિયા ૧ થી ૨ વર્ષમાં પૂર્ણ કરી શકાય તેમ છે.

  • રાજ્યની જરૂરિયાત અને પ્રાપ્ય સંસ્થાઓની ક્ષમતાને આધારે વર્તમાન બી.એડ. ના કોર્ષ વિશે ફેર-વિચારણાથવી જોઈએ જેથી ૧O +૨ પછાર વર્ષના સંકલિત કાર્યક્રમ કે સ્નાતક પછી બે વર્ષનામૉડેલના વિકલ્પો પૂરા પાડી શકાય. ૬. ૪. ખાસ શિક્ષક-પ્રશિક્ષણ નવું માળખું આરોગ્ય અને શારીરિક શિક્ષણના અભ્યાસક્રમ સંદર્ભે શિક્ષકો તૈયાર કરવા માટેનો મુસદ્દો ઘડવા એક અલગ પ્રયાસ કરવાનું સૂચવે છેોર્ષ સામાન્ય અધ્યાપન કોર્ષથી અલગ છે કારણ કે તે અન્ય ક્ષેત્રના શિક્ષક -પ્રશિક્ષણનાપરંપરાગત મૉડેલમાં બંધ બેસતો નથી. એનસીટીઈ, એક નિષ્ણાંતોનું જૂથ બનાવશે જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલ મુદ્દાઓની ચર્ચા કરશે અને શિક્ષકતાલીમ માટેનું એક એવુંળખું ઘડી કાઢશે જે આ ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ હોય
  • આ જ પ્રકારનો પ્રયાસ, રોજગારલક્ષી શિક્ષણમાં શિક્ષકના પ્રશિક્ષણ માટે કરવામાં આવશે કારણ કે તેમાં રોજગારલક્ષી અધ્યાપન પદ્ધતિની જરૂર પડે છે અને તેમાં અનેકવિધ કૌશલ્યો સામેલ હોય છે જે રોજગારીના વિસ્તત ફલકમાં સમાવિષ્ટ છે. પરંપરાગત શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓ આ બાબતે સજજ હોતી નથી કે તેઓ રોજગારલક્ષી કોર્ષ માટે શિક્ષકના પ્રશિક્ષણને ન્યાય આપી શકે.

વ્યાવસાયિક અભિમુખતા/તાલીમ કાર્યક્રમ: વ્યાવસાયિક અભિમુખતા/તાલીમ કાર્યક્રમની એક શૃંખલા દેશના તમામ રાજ્યોમાં યોજવી જોઈએ જેથી વિદ્યાર્થી-અભ્યાસ સમકાલીન અભ્યાસ શિક્ષણનો અભ્યાસ અભ્યાસક્રમ અને અધ્યાપનનો અભ્યાસ ચોતરફ વિસ્તારી શકાય અને પરિણામે નવા માળખાની વિગતોથી તમામને માહિતગાર કરી શકાય.

શિક્ષક-પ્રશિક્ષકોના તજજ્ઞ જૂથ દ્વારા પૂરતી વિચારણા બાદ, વિભાગ પ. ૪ માં જણાવ્યા મુજબના વિવિધ પગલાંઓ હાથ ધરીને શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષમાં પ્રતિભાશાળીવિદ્યાર્થીઓ દાખલ થાય તે માટે પ્રક્રિયા ઘડી કાઢવામાં આવશે.

સંશોધન: સેવા-પૂર્વ કોર્ષ માટે ઉમેદવારની પ્રવેશ લાયકાત વિશે વિચારવા એક અભ્યાસ હાથ ધરવામાં આવશે જેથી કરીને રાજ્યની સ્થિતિ અને જરૂરિયાત મુજબમાટેની પ્રક્રિયા ઘડી કાઢી શકાય.

શાળા અભ્યાસક્રમ નવીનીકરણ કાર્યને ધ્યાનમાં રાખીને એક રાષ્ટ્ર સ્તરીય શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસક્રમ વિશે પુનઃવિચારણા હાથ ધરાશે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate