અપરિણીત પુરુષ ઉમેદવારો કે જેઓ ધોરણ ૧૦ (મેટ્રિક) પાસ છે તથા ૧૬ થી ૨૩ વર્ષ વચ્ચેની વય ધરાવે છે, તેઓને ભારતીય ભૂમિદળમાં જોડાવાની આ પરીક્ષા એક સુવર્ણ તક પૂરી પાડે છે.
ઉમેદવારની ઓછામાં ઓછી ઉંચાઇ ૧૬૭ સેમી, વજન ૫૦ કિગ્રા તથા છાતીની પહોળાઇ ૭૭/૮૨ સેમી હોવી જોઇએ.
સૌ પ્રથમ as uaual લેખિત પરીક્ષા લેવામાં આવે છે. Paper I અંતર્ગત જનરલ ઇન્ટેલિજન્સ, મેથેમેટિકલ એપ્ટિટયુડ અને જનરલ નોલેજને લગતા સવાલો હોય છે૨ જ્યારે Paper II અંતર્ગત ફિઝિકસ, કેમિસ્ટ્રી તથા એલ્જિબ્રા, ટ્રિગોનોમેટ્રી તથા એરિથમેટિક (Arithmatic) ને લગતા સવાલો હોય છે. આ બંને હેતુલક્ષી પ્રશ્નપત્રોના ૧૦૦-૧૦૦ માર્કસ હોય છે. આ લેખિત પરીક્ષા બાદ એપ્ટિટયુડ ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અને તેને આધારે આખરી પસંદગી થાય છે.
આ ઉપરાંત મિત્રો, ઇન્ડિયન આર્મી સોલ્જર્સ નર્સિંગ આસિસ્ટન્ટ એકઝામ તથા ઇન્ડિયન આર્મી સોલ્જર જનરલ ડયૂટી એકઝામ તથા ઇન્ડિયન આર્મી સોલ્જર્સ કલાર્કસ એકજામ પણ લેવામાં આવે છે. આ બધી જ પરીક્ષાઓ માટે લાયકાત - પસંદગી પ્રક્રિયા ઇન્ડિયન આર્મી સોલ્જર જનરલ ડયૂટી એકઝામ તથા ઇન્ડિયન આર્મી સોલ્જર્સ કલાર્કસ એકજામ પણ લેવામાં આવે છે. આ બધી જ પરીક્ષાઓ માટે લાયકાત - પસંદગી પ્રક્રિયા ઇન્ડિયન આર્મી સોલ્જર M.E.R. એકઝામ જેવા જ હોય છે.
ધો. ૧૦ પાસ ઉમેદવારોને સોલ્જર MER ની તકો મળે છે. વય મર્યાદા ૧૬ થી ૨૧ વર્ષ છે. શારીરિક યોગ્યતા જરૂરી છે. આ ભરતી પ્રક્રિયા ગુજરાતમાં લશ્કરી ભરતી કાર્યાલય દ્વારા જિલ્લા / તાલુકા મથકોએ થાય છે. તેમાં જિલ્લાની રોજગાર કચેરીઓ મદદરર્પ બને છે. તે કચેરીનો પણ સંપર્ક થઇ શકે.
ગુજરાતમાં નીચેના સ્થળોએ લશ્કરી ભરતી કચેરીઓની સંખ્યા બે છે. આ સરનામે સંપર્ક કરવો.
(૧) આર્મી રિક્રુટિંગ ઓફિસ, શાહીબાગ ડફનાળા પાસે, લશ્કર કેન્ટોન્મેન્ટ એરીયા, હનુમાન મંદિર સામે, અમદાવાદ.
(૨) આર્મી રિક્રુટીંગ ઓફીસ, જી. જી. સિવિલ હોસ્પિટલ રોડ, સોલેરીયમ પાસે, જામનગર.
આર્મી રિક્રુટમેન્ટ હેલ્પલાઇન : (૦૭૯)૨૨૮૬૯૯૭૧
સ્ત્રોત:શિક્ષણ વિભાગ.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020