અપરિણીત ભારતીય પુરુષો કે જેઓ ૧૬ થી ૧૯ વર્ષની વય તથા મેટ્રિક્યુલેશન (ઓછામાં ઓછા ૪૫ % સાથે - અંગ્રેજી વિષય સાથે પાસ છે, તેઓ અરજી કરી શકે.
ઓછામાં ઓછી ઊંચાઇ ૧૬૫ સેમી, છાતીની પહોળાઇ ૭૫ % તથા વજન ઊંચાઇના પ્રમાણમાં હોવું જોઇએ તથા અન્ય તબીબી ધોરણોનું પાલન પણ થવું જોઇએ.
લાયક તથા પસંદ કરેલા ઉમેદવારોને સેન્ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે એડમિટ કાર્૯ મોકલવામાં આવશે.
આ લેખિત પરીક્ષા બે વિષયોમાં લેવામાં આવશે : (૧) અંગ્રેજી, ભાષા (૨) ઇન્ટેલિજન્સ એન્ડ જનરલ અવેરનેસ.
આ બંને વિષયોમાં પાસ થવું જરૂરી છે. અને હા, આ લેખિત પરીક્ષા માટે માત્ર ‘ચૂંટેલા’ (short listed) ઉમેદવારોને જ એડમિટ કાર્ડ મોકલાશે. આ લેખિત પરીક્ષા આ કેન્દ્રો પર લેવાશે - અંબાલા, કાનપુર, જોધપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, બિહાર (પટણા) ગુવાહાટી અને કોચીન.
આપ લેખિત પરીક્ષા માટે જાઓ ત્યારે બે - ત્રણ દિવસ ત્યાં રહેવાની વ્યવસ્થા કરીને જજો. લેખિત પરીક્ષાનું પરિણામ જે તે દિવસે જ જાહેર કરવામાં આવશે. સફળ ઉમેદવારોએ પછીના કામકાજના દિવસે લશ્કરી દળોના મેડિકલ ઓફિસર સમક્ષ તબીબી પરીક્ષણ માટે હાજર થવાનું રહેશે.
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/16/2020