ઓછામાં ઓછા ૪૫ % માર્કસ સાથે (અંગ્રેજી વિષય સાથે) ધો. ૧૨ (આર્ટસ, સાયન્સ કોમર્સ પ્રવાહ) પરીક્ષા ૫૦ ટકા સાથે પાસ જ અરજી કરી શકે.
૧૬ થી ૧૯ વર્ષ છે.
તદઉપરાંત ઓછામાં ઓછી શારીરિક ઊ:ચાઇ ૧૫૨.૫ સેમી, છાતીની પહોળાઇ ૭૫ સેમી તથા ઊંચાઇને સપ્રમાણ વજન જરૂરી છે.
જાહેરાત આવ્યેા લિબર્ટી કેરિયર ન્યૂીઝમાં પ્રગટ થયેલ ફોર્મ આ સરનામે મોકલવાનું હોય છે. :
The President, Central Airman Selection Board, Post Box No. 11807, New Delhi 110 010
આ એપ્લિકેશન ફોર્મ સાથે કોઇ પણ પ્રકારના પ્રમાણપત્રો કે તેની નકલો મોકલવાની જરૂર નથી. ફોર્મ પર તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાડવો. એ સિવાય બે વધારાના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ ફોર્મ સાથે સ્ટેપલ. / પિન કરીને બીડવા. એક ૨૪ સેમી x ૧૦ સેમી સાઇઝનું રૂ. ચારની ટપાલ ટિકિટ લગાડેલ તમારા સરનામાવાળું કવર પણ જરૂર મોકલવું
પ્રાપ્ત થયેલી અરજીઓમાંથી પસંદગીના ઉમેદવારોને સેન્ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ મોકલવામાં આવશે. પસંદગીના કેન્દ્રમાં નવી દિલ્હી, જોધપુર, મુંબઇ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ પરીક્ષાની બુકસ હિન્દી/અંગ્રેજીમાં વેચાણથી મળે છે. પરીક્ષાની કક્ષા ધો. ૧૨ લેવલની હોય છે.
આ લેખિત પરીક્ષા અંતર્ગત પેપર રહેશેઃ (૧) અંગ્રેજી (૨) ઇન્ટેલિજન્સ અને જનરલ અવેરનેસ. બીજુ પેપર અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં હશે. બંને પ્રશ્નપત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના રહેશે. વળી, ઉમેદવારોને બંને પ્રશ્નપત્રોમાં પાસ થવાનું રહેશે. લેખિત પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરાશે અને સફળ ઉમેદવારોએ ‘ટ્રેડ એલોકેશન ટેસ્ટ’ આપવાની રહેશે. અહીંપણ સફળ જાહેર થયેલા ઉમેદવારોએ બીજા દિવસે તબીબી પરીક્ષણમાંથી પસાર થવાનું રહેશે.
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020