અપરિણીત ભારતીય પરૂષો જ અરજી કરી શકે. ઓછામાં ઓછા ૫૫% માર્કસ (મેથ્સ અને સાયન્સ વિષયોમાં) સાથે ધોરણ-૧૦ અથવા ઓછામાં ઓછા ૫૦% માર્કસ (મેથ્સસ અને ફિઝિકસ વિષયોમાં) સાથે ધો-૧૨ પાસ તથા ૧૬ થી ૧૯ વર્ષની વય ધરાવનાર અરજી કરી શકે. ઓછામાં ઓછી શારીરિક ઊંચાઇ ૧૫૭ સેમી જરૂરી.
પસંદગી
જાહેરાતના સંદર્ભમાં અરજી કરનાર ઉમેદવારોમાંથી પસંદગીના ઉમેદવારોને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે કોલલેટર મોકલવામાં આવે. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) પાસ કરવી અનિવાર્ય છે. તે અંતર્ગત ૧ માઇલની દોડ ૭ મિનિટમાં, ૨૦ ઉઠક- બેઠક તથા ૧૦ પુલ અપ્સ કરવાના હોય છે.
લેખિત પરીક્ષાના પ્રશ્નાપત્રોમાં ૪ વિભાગો હોય છેઃ
(૧) ઇંગ્લિશ
(૨) સાયન્સ
(૩) મેથ્સ તથા
(૪) જી.કે.
ગુજરાતમાંથી જામનગર કેન્દ્ર ખાતે આ પરીક્ષા આપી શકાય.
લેખિત પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરવામાં આવે અને ક્વોલિફાય થનારે PFT આપવાની રહે. PFT માંથી સફળતાપૂર્વક પસાર થનારનું તબીબી પરીક્ષણમાંથી પસાર થયેલ ઉમેદવારનું લેખિત પરીક્ષામાં તેમણે પ્રાપ્ત કરેલ ગુણોને આધારે ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ બનાવવામાં આવે અને તે આધારે નિમણૂક અપાય. શરૂઆતમાં ૨૪ અઠવાડિયાંની બેઝિક ટ્રેનિંગ INS. ચિલ્કા ખાતે આપવામાં આવે છે. આ પરીક્ષાની જાહેરાત અને અરજીપત્ર લિબર્ટી કેરિઅર્સ ન્યૂઝમાંથી મળી શકશે.
સ્ત્રોત: શિક્ષણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/22/2019