অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રની સંસ્‍થાકીય માન્‍યતા પદ્ધતિ

ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રની સંસ્‍થાકીય માન્‍યતા પદ્ધતિ

મંજુરી અને માન્યકતા એટલે શું ?

કોમર્શિયલ જાહેરાતો માર્મિક અને ખૂબ અસરકરતા હોય છે અને તે ક્રમમાં મન અને હૃદયને, ખાસ તો બાળકો તથા સ્‍ત્રીઓને ખૂબ અસર કરે છે અને ગમે તે વાત કે વસ્‍તુ હોય તેની ખરીદી કે તેનું વેચાણ (આપલે) થાય છે જ. આ વાતાવરણમાં સાવધાની ન હોય તો છેતરાવાનો ભય રહે છે. આપણે ટીવી ઉપર બે ‘ટચી’ જાહેરાતો જોઇતા હશું જ. એકમાં નાની વયનો Boy મેડિકલ સ્‍ટોર્સમાં Expiry date ની ખરીદી સામે દુકાનદાર ને જૂના છૂટા સિક્કા આપે છે અને બીજામાં એક વૃદ્ધ ખરીદીમાં દુકાનવાળાને ગુસ્‍સે થાય છે. આ દ્દશ્‍યના Reactions કંઇક સંદેશો આપે છે. તે છે, ‘જાગો ગ્રાહક જાગો’ દેશમાં આ પ્રકારની સતત ઝુંબેશ લોકોમાં જાગૃતિ આણવા માટે ચાલતી હોય છે છતાં એડમિશનની કે જોબ પ્‍લેસમેન્‍ટની છેતરપિંડીના બનાવો આપણને વાંચવા મળે છે. આ પ્રકારના બનાવોથી કોઇ ક્ષેત્ર મુકત નથી અને તેમાં શિક્ષણ ક્ષેત્ર પણ આવી જાય છે. પાયાગત રીતે દરેક યુનિવર્સિટીઓ, કૉલેજો, અભ્‍યાસક્રમો, બેઠકોને કોઇને કોઇ નિયમ, કાનૂન કે અધિનિયમ હેઠળ મંજૂરી મળેલ હોય જ છે. ખાસ તો નવી સંસ્‍થાઓની જાહેરાતોમાં કેટલાંક શબ્‍દો જોવા મળે છે. : યુનિવર્સિટી માન્‍ય યુ.જી.સી. માન્‍ય, Recognised by, Approved by Affiliated to વગેરે. હવે તો યુનિવર્સિટીઓ, સંસ્‍થાઓ એકેડિશન મુજબ વધારાની ટુ સ્‍ટાર જેવી લાયકાતો દર્શાવે છે.

જે સંસ્‍થાનું એક સ્‍ટેટસ ગણાય છે અને પ્રત્‍યક્ષ પરોક્ષ એવી ખાત્રી મળે છે કે અમારી સંસ્‍થા ‘Brand Name’ છે અને વિદ્યાર્થી વાલી અહીં છેતરાશે નહી. સઘળી કાર્યવાહી મોટાભાગે નિયમોને આધીન છે. કોઇ વસ્‍તુના ISI:ISO માર્ક જોઇને જ આપણે ખરીદીએ છીએ તેવી ભાવના અહીં મંજુરી માન્‍યતા સ્‍વરૂપે રજૂ થાય છે. તેમાં ૩Q નાં સમાવેશ થાય છે જે વિદ્યાર્થીને તેના જોબ માર્કેટ પ્રવેશ વખતે ઉપયોગી થાય છે. આ ૩ઊ એટલે કે Quality (ગુણવત્‍તા), Quantity (સાંખ્‍યિક ભાવના ) તથા Qualitication (શૈક્ષણિક યોગ્‍યતા.) મંજૂરી અને માન્‍યતા જાણવા માટે જાણકારી, ચકાસણી અને સતર્કતાનો માહોલ ‘જાગો વિદ્યાર્થી જાગો’ ‘જાગો વાલી જાગો’ સ્‍વરૂપે આવશ્‍યક છે તે કોઇના ઉપર શંકાનો નથી.

રાજ્યમાં શૈક્ષણિક માન્યતાનો માહોલ

 

આપણા ગુજરાતમાં શિક્ષણનો વ્‍યાપ ઘણો છે. પૂર્વ પ્રાથમિકથી અનુસ્‍નાતક (KG to PG) અભ્‍યાસની અનેક સંસ્‍થાઓ અત્રે કાર્યરત છે. ઉચ્‍ચ શિક્ષણ માટે યુનિર્વસિટીઓ તથા સ્‍વાયત સંસ્‍થાઓ આવેલી છે. સ્‍વનિર્ભર સંસ્‍થાઓ તથા પ્રા શિક્ષક પ્રવૃત્તિ પણ વધી છે. આ વ્‍યાપક નેટવર્કમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલી સંસ્‍થાઓ યોગ્‍યતા-માન્‍યતા ધરાવતી હોય તે આવશ્‍યક છે. રાજ્યમાં એકલદોકલ કિસ્‍સાઓ સિવાય મોટા ભાગની સંસ્‍થાઓના જોડાણો માન્‍યતા યુક્ત છે. આ એક સારો માહોલ છે અને અન્‍યત્ર તે પ્રશંસાપાત્ર બનેલ છે. શાળાઓ સરકાર, પંચાયત, એસ.એસ.સી. બોર્ડ, સીબીએસ.ઇ બોર્ડના સાથે જોડાયેલી હોય છે. યુનિવર્સિટી-કૉલેજો બે ત્રણ જોડાણો ધરાવે છે. પ્રોફેશન કૉલેજો ખાસ મંજુરી માન્‍યતા હેઠળ ચાલે છે. આ પ્રકારની સંસ્‍થાઓમાં UGC, AIUA, MCI, AICTE, DCI, NCTE વગેરે કાર્યરત છે અને વિવિધ ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓને recognise-approve કરતી હોય છે

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate